સ્મરણ શક્તિ માતા.

loss
Image by CrazyFast via Flickr
 સ્મરણ શક્તિ માતા.

સ્મરણ શક્તિ માતા

ઘણીવાર કોઈ વસ્તુ મગજમાં હોય અને યાદ આવતી નથી. ભુલાઈ જાય છે, જેટલી મહેનત યાદ કરવા કરીએ તેટલું યાદ આવે જ નહિ. એક બહેન કૌન બનેગા કરોડપતિ જે બચ્ચન સાહેબ હોસ્ટ કરતા હોય છે તેમાં આવેલા નામ યાદ રહ્યું નથી, જોયું? સ્મૃતિભ્રંશ. પણ અટક યાદ રહી છે, પુવાર હતી, ઉત્તર ભારતના હતા. અટક કેમ યાદ રહી?  અમારે રાજપૂતોમાં પુવાર અટક હોય છે માટે. એમનો પ્રૉબ્લેમ હતો કે સાવ ભુલક્કડ હતા. કશું યાદ રહેતું નહોતું. પતિદેવ પાણી લેવા મોકલે તો પોતે પાણી પીને પાછાં આવી જાય, પણ પતિ માટે લાવવાનું ભૂલી જાય. બચ્ચન સાહેબ કહે આવું તો અમારે પણ ઘણી વાર થતું જ હોય છે.

આ બહેનનો ભૂલવાનો સ્વભાવ ગંભીર પ્રશ્ન હતો. એમના પતિ કહે કોઈવાર આવું થાય તો સમજ્યા આ તો કાયમ ભૂલી જાય છે. નવાઈની વાત એ છે કે આ  ભૂલકણી નાર સવાલોના ઉત્તર આપી આપીને ૫૦ લાખ રૂપિયા જીતી ગઈ, એક કરોડના સવાલ ઉપર એણે રમત છોડી દીધી. શું આ બહેનજી ભૂલકણી હતી ? તો સવાલોના ઉત્તર એણે આપ્યા કઈ રીતે ? મને લાગે છે એનો પ્રૉબ્લેમ સેન્સરિ મેમરી સાથે હશે. અથવા તો શૉર્ટ ટર્મ મેમરી સાથે.

સાયકોલોજીમાં મેમરી એટલે એવી ક્ષમતા કે કોઈ માહિતી કે અનુભવનો સંગ્રહ કરવો, એને જકડી રાખવો,  અને જરૂર પડે ફરી યાદ કરવો એવો સરળ અર્થ કરી શકાય.

યાદશક્તિ આપણે શબ્દ વાપરીએ છીએ, સ્મરણ શક્તિ કે મેમરી પાવર જેના  ત્રણ સ્ટેજ હોય છે.

Encoding – માહિતી કે અનુભવ મળવા, એમનું પૃથ્થકરણ અને મળેલી માહિતી કે અનુભવોનું કૉમ્બિનેશન થવું.

Storage – Encoded ઇન્ફરમેશનનું  કાયમી રિકૉર્ડ થવું.

Retrieval – સ્ટોઅર થએલી માહિતી જરૂર પડે બહાર આવવી, રિકૉલ કે રેકલેક્શન પણ કહેવાય.

સેન્સરિ મેમરીમાં કોઈ વસ્તુ જોઇને તત્ક્ષણ યાદ રહી જાય,પણ સાવ નજીવા સમય માટે. એકાદ સેકન્ડમાં જોઇને યાદ રાખવાનું હોય પણ આ મેમરી બહુ લાંબી ટકે નહિ. શૉર્ટ ટર્મ મેમરીમાં થોડો સમય કે થોડા દિવસ જરૂર પૂરતું યાદ રહે પણ પછી ભુલાઈ જાય. દા.ત. ફોન નંબર બદલાઈ જાય તો જુનો નંબર ભુલાઈ જાય. લૉંગ ટર્મ મેમરીમાં આખી જીંદગી કે ઘણા લાંબા સમય સુધી વસ્તુ યાદ રહે.

સેન્સરિ અને શૉર્ટ ટર્મ મેમરી થોડા સમય માટે રહેતી હોય છે. જ્યારે લૉન્ગ ટર્મ મેમરીમાં  વસ્તુઓ વિપુલ પ્રમાણમાં અને ખૂબ લાંબા સમય સુધી યાદ રાખી શકાતી હોય છે એની કોઈ લિમિટ હોતી નથી. દા.ત. કોઈ ફોન ઉપર વાત કરતું હોય અને કોઈ બીજી વ્યક્તિનો ફોન નંબર આપે તો ઘણાને તત્ક્ષણ યાદ રહે પછી ભુલાઈ જતો હોય છે, અને ઘણીવાર લખી લેવો પડતો હોય છે, થોડા પુનરાવર્તન પછી થોડો સમય યાદ રહે, અને વારંવાર રિપીટેશન થાય તો કાયમ યાદ રહી જાય. વારંવાર રટણ કરવાથી શૉર્ટ ટર્મ મેમરી લૉન્ગ ટર્મ મેમરીમાં બદલાઈ જાય.

શૉર્ટ ટર્મ મેમરી Frontal lobe ખાસ તો પ્રિફ્રન્ટલ કૉર્ટેક્સમાં જમા થતી હોય છે, જ્યારે લૉન્ગ ટર્મ મેમરી લગભગ આખા બ્રેનમાં જમા રહેતી હોય છે. બ્રેનનો  Hippocampus વિભાગ મેમરી માટે જવાબદાર હોય છે. ટ્રેનિંગ અને ટેસ્ટ વચ્ચે પૂરતી ઊંઘ લેવી સ્મરણ શક્તિ માટે ખૂબ લાભદાઈ હોય છે. માટે પરીક્ષા સમયે  વાંચીને મજાની ઊંઘ ખેંચી નાખવી સારી.

સ્મરણ શક્તિ માટે એક તો રસનો વિષય હોય તો જલદી અને લાંબા સમય સુધી યાદ રહે. અને જરૂર નાં રહે તો પણ વસ્તુઓ ભુલાઈ જતી હોય છે. નાનપણમાં રિપીટેશન રટણ કરી કરીને મને ગીતાના બે અધ્યાય પુરા યાદ હતા, પછી પઠન બંધ થઈ ગયું, અને પછી  જરૂર રહી નહિ તો આજે ભૂલી ગયો છું. જ્યારે રસની ઐતિહાસિક વાતો અને જુનું વાંચેલું સાહિત્ય આજે વર્ષો પછી પણ પેટાળમાંથી બહાર આવી જાય છે.

મૂળ માનવ જાતમાં પુરુષો શિકાર કરનારા હતા, અને સ્ત્રીઓ ઘરકામ અને ફૂડ ગેધરિંગ કરનાર હતી. શિકાર કરવામાં એક વેલ પ્લૅનિંગ અને ગણિત જોઈએ. લાગણી ઓછી જોઈએ. જ્યારે સ્ત્રીઓના ભાગે બાળકને જન્મ આપવાનું અને ઉછેરવાનું હતું, અબોલ બાળકની લાગણી અને જરૂરિયાત સમજવાની હતી, માટે એમના લાગણી તંત્ર ખૂબ ખીલ્યા. પુરુષોના ગણિત અને તર્ક તંત્ર ખૂબ ખીલ્યા. આમ અમુક બાબતમાં પુરુષોની મેમરી ખૂબ સારી હોય તેમ કેટલીક બાબતોમાં સ્ત્રીઓની મેમરી ખૂબ સારી હોય. એટલે સ્ત્રીઓ અમુક વસ્તુઓ યાદ રાખી શકાતી નાં હોય તે સ્વાભાવિક હોય છે.

અમારા એક મહિલા સગાને કાયમ દૂધ ઊભરાઈ જાય. એમને દૂધ ગેસ પર મૂક્યા પછી યાદ ના રહે. હવે એમની સાથે કોઈ ઉગ્ર ચર્ચા કરી જુઓ તો ૩૦ વર્ષ પહેલા કશું થયું હોય, કોઈ મન દુખ થયું  હોય ગણી ગણીને યાદ કરી બતાવે. હાલની ચર્ચાનો એ વિષય પણ હોય નહિ, છતાં એટલી જૂની વાતો યાદ આવી જાય કે કોઈ પુરુષને ભાગ્યેજ યાદ રહી હોય. વાત આડે પાટે ચડી જાય , કારણ એમનું લાગણી તંત્ર. સ્ત્રીઓ સાથે આ પ્રૉબ્લેમ ખાસ થતો હોય છે.

મનોવૈજ્ઞાનિકોએ લૉન્ગ ટર્મ મેમરીના બે ભાગ પાડેલા છે. Declarative (explicit) અને Procedural (implicit). ડીક્લેરેટીવ મેમરીના વળી જુદા જુદા પેટા વિભાગ પાડેલા છે. semantic memory,episodic memory . મેમરીના બીજા પણ નામ આપેલા છે. Autobiographical memory, Visual memory.ટૂંકમાં કૉન્શ્યસ રહીને યાદ રાખવું અને કરવું પડતું હોય તેને ડેકલેરેટિવ મેમરીમાં અને અચેતનરૂપે રટણ અને રિપીટેશન કરીને યાદ રાખવામાં આવતી વસ્તુઓને Procedural (implicit) મેમરીમાં સામેલ કરવામાં આવે છે.                        

સારા શ્રોતા બનવું શીખવાની પ્રક્રિયાનો મહત્વનો ભાગ હોય છે. શાંતિથી સાંભળો તો ઘણી બધું વસ્તુ યાદ રહી જાય. સ્ત્રીઓમાં સાંભળવાનું ઓછું બોલવાનું વધુ હોય છે તેવું મારું માનવું અને અનુભવ છે. બીજું યાદ રાખવાની પણ થોડી પડી હોવી જોઈએ, ચિંતા હોવી કે દરકાર હોવી જોઈએ. બાકી જે સ્ત્રી સવાલનાં જવાબ આપીને ૫૦ લાખ જીતી જતી હોય તેને પાણી લાવવાનું યાદ નાં રહે તે વાત હસવા જેવી નથી લાગતી? મૂળ વાત તે ધ્યાનથી સાંભળતી જ નથી. કે એનું મન તે સમયે બીજે હોય છે.  Declarative (explicit) મેમરી માટે હિપોકૅમ્પસ અને ઇમોશનલ મેમરી માટે Amygdala જવાબદાર હોય છે. હિપોકૅમ્પસને ઈજા થાય તો યાદ શક્તિ ઓછી થઈ જાય. અલ્ઝાયમર અને પાર્કિન્સન જેવા રોગો પણ સ્મૃતિ ભંગ માટે જવાબદાર હોય છે.

શૉર્ટ ટર્મ મેમરી લૉસ માટે ડિસઑર્ગનાઇઝ્ડ થિંકિંગ અને એવું બિહેવ્યર પણ જવાબદાર બની શકે. મૅથમટિકલ કપૅસિટિ ઓછી થઈ જાય તો પણ આવું બને. તણાવ, ચિંતા, સ્ટ્રેસ, બેચેની અને ડર પણ શૉર્ટ ટર્મ મેમરી લૉસનું કારણ બનતું હોય છે. ઘણીવાર તો યાદ રાખવાનું જરૂરી નાં હોય તો પણ એવી વસ્તુઓ શૉર્ટ ટર્મ મેમરીમાંથી બહાર ફેંકાઈ જતી હોય છે. સિગારેટ, ઍલકહૉલ, કેફી ડ્રગ્ઝ અને ઢંગ ધડા વગરની જીવન શૈલી પણ મેમરી લૉસનું કારણ હોય છે.  વિટામિન B અને C સ્મરણ શક્તિ માટે સારા ગણવામાં આવે છે. સ્મરણ શક્તિ મૈયાની જય હો!!!!

 

સ્મૃતિ જનમ પહેલાની

હિંદુ ધર્મ કે વિચારધારામાં પુનર્જન્મની ધારણા છે, તેવી બીજા ધર્મોમાં નથી. ઘણાને એમના જુના જન્મો યાદ છે તેવો દાવો પણ કરતા હોય છે. કોઈ મજબૂત પુરાવા મળતા નથી છતાં હજારો વર્ષથી આવી માન્યતા ચાલે જ રાખતી હોય છે. પુરાણોમાં પણ આવી અનેક વાર્તાઓ આવતી હોય છે કે ફલાણા આગલાં જનમમાં આમ હતા અને બીજા જન્મમાં આવી રીતે જનમ લીધેલો. આમ આ માન્યતાને બળ મળ્યા કરતું હોય છે. કોઈ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા ખૂબ નાની ઉંમરમાં ઘણું બધું અચીવમન્ટ કરીને મૃત્યુ પામતા હોય ત્યારે યોગભ્રષ્ટ આત્મા હશે, ગયા જનમનું બાકી કામ પૂરું કરવા આવ્યા હશે તેવું કહેવાતું હોય છે.

પુનર્જન્મ હોય છે કે નહિ તે ચર્ચા બાજુ ઉપર મૂકીએ પણ આપણા પૂર્વજોની કોઈ સ્મૃતિ વારસામાં આપણને મળે ખરી? આનો જવાબ બ્લેક ઍન્ડ વાઇટમાં નહીં મળે. મેમરી કયા અર્થમાં લઈએ છે તે ઉપર આનો ઉત્તર આધાર રાખે છે. આપણને આપણા ત્રીજી ચોથી પેઢીના પરદાદાના લગ્નપ્રસંગની યાદ આવવાની નથી. છતાં આપણા પૂર્વજોની થોડી સ્મૃતિઓ આપણને વારસામાં મળે છે તેની શક્યતા જરૂર છે.

વિવિધ પ્રકારની સ્મૃતિમાં ઉપર જોયું તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે.

૧) Episodic memory– ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું

કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેનમાં સ્ટોઅર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય.  દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને ઍપિસૉડિક મેમરી કહી શકાય.

૨) Semantic memory – કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મેમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ છે. કે ૩૧ પ્રાઇમ નંબર છે. અંતમાં

૩) Procedural memory – કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઇકલ કઈ રીતે ચલાવવી… Procedural memory વારસામાં મળી શકતી હોય છે.

હું એક કૅન્ગરૂ(કાંગારુ) વિષે ડૉક્યુમેન્ટરી  જોતો હતો. હવે કાંગારુના બચ્ચા અવિકસિત અધૂરાં પેદા થતા હોય છે. પછી માતાના પેટ આગળ એક કોથળી હોય છે તેમાં મોટાં થતાં હોય છે. હવે માદા કાંગારુ એક બચ્ચાને જનમ આપે છે તે અવિકસિત એકાદ આંગળીનું બચ્ચું માતાની યોનિમાંથી બહાર નીકળતા વેત તરત જ માતાની રુવાંટી પકડતું પકડતું ઉપર તરફ ગતિ કરવા લાગે છે. મને નવાઈ લાગી આ સાવ અવિકસિત માંસના લોચા જેવું હજુ આંખો જેવું કશું દેખાતું નથી સીધું ગરોળી ચડે તેમ ઉપર ચડીને પેલી કોથળીમાં ગરક થઈ ગયું. એને કોણે શિખવાડ્યું કે અહીં ઉપર એને રહેવા માટેની કોથળી તૈયાર છે? પણ એની માતા પણ આવી જ રીતે ઉપર ચડીને પેલી કોથળીને શરણે થઈ ગઈ હશે તે સ્મૃતિ આ બચ્ચાને માતાના જિન્સ દ્વારા વારસામાં મળી છે, માટે તે પણ જન્મતાવેંત ઉપર ચડીને કોથળીમાં સમાઈ ગયેલું.

માનવબાળ જન્મે છે તેને માતાનું સ્તનપાન કઈ રીતે કરવું કોણ શીખવે છે ? છતાં બલ્બ બદલવાનું બાળક પિતાને બલ્બ બદલાતાં જોઇને શીખતું હોય છે. તાજાં જન્મેલા બાળકોને તરવાનું શીખવવું પડતું નથી તેના પ્રયોગો જર્મનીમાં થયેલા છે. એટલે કામ કરવાની પદ્ધતિની કઈ સ્મૃતિઓ આપણે વારસામાં લઈને પેદા થઈએ છીએ તે સંશોધનનો વિવાદાસ્પદ વિષય છે.

હવે સવાલ એ છે કે episodic and semantic મેમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે  સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. ન્યાય અને નૈતિકતા વિષે વગર શીખે આખી દુનિયામાં બધે એક જ જાતના સરખાં ખ્યાલો હોય છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક અને સાઇકોથેરપિસ્ટ Carl Gustav Jung,  analytical સાઇકૉલોજીનાં શરુ કરનાર એમની collective unconscious થીઅરી માટે જાણીતા છે. સરળ ભાષામાં કહીએ તો સામૂહિક અચેતન કે આખા સમૂહનું કે સામુદાયિક મનસ કહી શકાય. કલેક્ટિવ અન્કૉન્શયસ, વ્યક્તિગત અચેતન કરતા ભિન્ન એવી સ્મૃતિઓ છે જે કૉમન પૂર્વજો દ્વારા મળેલી વ્યક્તિગત પણ સર્વસામાન્ય હોય છે. દાખલા તરીકે આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય તે સર્વસામાન્ય સ્મૃતિ છે જે બધાને ખબર જ હોય છે.

સામૂહિક અચેતન વિષે ભલે આપણે સભાન ના હોઈએ પણ આગ નજીક જતા દુનિયાના દરેક માનવીને એકસરખી જ લાગણી થતી હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આગ નજીક જવું ભયજનક છે. અને તે સ્મૃતિઓ આપણને વારસામાં મળતી હોય છે જીન દ્વારા..આધુનિક જમાનામાં Noam Chomsky નામના ભાષાશાસ્ત્રી સિમૅન્ટિક મેમરીનાં સમર્થનમાં યુનિવર્સલ ગ્રામર શબ્દ વાપરતા સમજાવે છે કે The universal grammar can be understood as an inherited network of language structures that is common to all of us. વૈશ્વિક વ્યાકરણ ભાષા ગમે તે હોય એક જ હોય છે.

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુઅરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકોને આના વધુ રહસ્યો હજુ શોધવાના બાકી છે.

જન્મથી અંધ લોકોમાં દ્ગષ્ટિને લગતી કોઈ છબી એમના બ્રેનમાં હોવી ના જોઈએ તે સ્વાભાવિક છે. છતાં એવા પુરાવા મળ્યા છે કે અમુક જન્મથી અંધ લોકો ચક્ષુગમ્ય કલ્પના કરી શકતા હોય છે. કદાચ એવું બને કે એમના માતાપિતા તો દેખતાં હોય છે ત્યારે અમુક દ્ગષ્ટિ વિષયક સ્મૃતિઓ એમના અંધ સંતાનને જિનેટિક કોડ તરીકે જિન્સમાં આપી ચૂક્યાં હોય એટલે ભલે અંધ હોય પણ ચક્ષુગમ્ય અનુભૂતિ માણી શકતા હોવા જોઈએ.

એટલે આપણો પુનર્જન્મ થતો ના હોય પણ આપણા અનુભવો, ગુણો, વિશિષ્ટ શક્તિઓ કે આવડત અને મેમરી આપણે જિનેટિક કોડ તરીકે વારસદારોમાં ટ્રાન્સ્ફર કરતા હોઈએ એટલે એવું લાગે કે આપણો પુનર્જન્મ થાય છે, એમ એ ધારણા મજબૂત બનતી જાય તેમાં કોઈ નવાઈ નહિ.. ઘરમાં કોઈ દાદા વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હોય અને એ જ ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તે મોટું થાય ત્યારે એની ગતિવિધિઓમાં પેલા દાદાના વર્તન જેવું સામ્ય જોઈ ઘણા બોલી ઊઠતા હોય છે કે દાદા ફરી જન્મ્યા લાગે છે.દાદા એમની વિશિષ્ટ આવડતોની મેમરી એમના જિનેટિક કોડ દ્વારા પૌત્રમાં આપી ચૂક્યા હોય અને પૌત્રમાં એના ચમકારા દેખાતા હોય તો પછી દાદા ફરી જન્મ્યા હોય તેવું લાગે જ ને?

એવું નથી લાગતું કે અલ્લારખાં સાહેબે એમની તમામ  Procedural Memories જિનેટિક કોડ દ્વારા ઝાકીરહુસેનમાં ભરી દીધી છે? અને ઝાકીરહુસેનનાં નાના ભાઈ તો વળી તબલા શું, પ્લાસ્ટીકની ડોલ આપો, ડબ્બા આપો કે થાળી ચમચી આપો ગમે તે આપો એમનું અદ્ભુત કૌશલ્ય બતાવતા જ રહે છે.

આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લૉગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લૉગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા?

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બૉર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કૉપિ પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે.

બધા  હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી ? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુઅરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલૉસફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પૉકેટ-બુક રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મેમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. અમેરિકામાં જન્મેલાં બાળકો માટે ગુજરાતીમાં બોલવું અઘરું પડતું હોય છે. ઘરમાં બોલાતું હોય તેટલું જ ગુજરાતી આવડે. તે પણ બોલતા લખતાં નહિ. અમેરિકામાં વસતા મિત્ર ચિરાગ પટેલે એમના દીકરાને ભારતમાં વડોદરા ભણવા મૂક્યો છે. અમેરિકામાં જન્મ્યા અને ૧૧ વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી વળી, આ જ ઉંમરથી qbasicમાં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે.આપણા પૂર્વજો બ્રેન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.

 

8 thoughts on “સ્મરણ શક્તિ માતા.”

 1. ==

  પતીદેવ પાણી લેવા મોકલે તો પોતે પાણી પીને પાછાં આવી જાય.

  પતી માટે લાવવાનું ભુલી જાય.

  આ મેમરી કે સ્વભાવ સારો કહેવાય. પતીદેવને ખબર પડવી જોઈએ કે બધું કામ આપો આપ નથી થાતું.

  Like

 2. ==

  પતીદેવ પાણી લેવા મોકલે તો પોતે પાણી પીને પાછાં આવી જાય
  પતી માટે લાવવાનું ભુલી જાય.

  આ પ્રયોગ સાચો છે……

  Like

 3. બાપુ, સ_રસ લેખ.

  એક પૂરક માહિતી, વિટામિન B ને ‘B વિટામિન’ કહેવા જોઈએ. (તે વિટામિન D કે C માફક એકલ વિટામિન ન હોતાં મલ્ટી વિટામિન છે) સ્મરણશક્તિને અસરકારક વિટામિન આ B વિટામિન શ્રેણીમાંનું ’B કોમ્પલેક્ષ’ હોય તેવું ક્યાંક વાંચેલું ! B કોમ્પલેક્ષ ખાસ તો માંસ, ઈંડા, કવચવાળા સમૂદ્રીજીવો અને દૂધ તથા દૂધની બનાવટમાંથી મળે છે. હવે જો કે ફોર્ટિફાઈડ લોટ પણ ઉપલબ્ધ કરાવાય છે, જે શાકાહારીઓ માટે B કોમ્પલેક્ષના સપ્લિમેન્ટરીની ગરજ સારે છે. શાકાહારી માણસે ૫૧ વર્ષની આયુ પછી B કોમ્પલેક્ષ સપ્લિમેન્ટરી લેવાનું રાખવું જોઈએ તેવી જાણકારો સલાહ આપે છે. વિટામિન C તો સૌનું જાણીતું છે જ.

  દારૂ (આલ્કોહોલ) અને તમાકુ (નિકોટિન) વિટામિન B કોમ્પલેક્ષનું લેવલ ઘટાડે છે, શાકાહારી લોકોમાં આ બંન્ને બંધાણ, આમે ઓછા રહેલા B કોમ્પલેક્ષને, ભયાનક રીતે ઘટાડે છે. (બંધ કરો !!) બાપુ, આટલું જ યાદ આવ્યું ! સાચું છે ને ? B કોમ્પલેક્ષનાં અન્ય સ્ત્રોત ધ્યાને હોય તો જણાવવા કૃપા કરશોજી. બહુ ઉપયોગી લેખ. આભાર.

  Like

 4. રાઓલસાહેબ ,
  ગમ્યું….

  એક અનુભવ ,જે મારી જેમ કદાચ બધા ને થોડે ઘણે અંશે થયો હશે.

  માનવ મગજ જરૂર પુરતું જ યાદ રાખવા ટેવાયેલું છે. જેની જરૂરીયાત નથી તે કાળક્રમે ભુલી જાય છે.
  એક સમય હતો જ્યારે મને મિત્રો, સગા સંબંધીઓ નાં ફ઼ોન નંબર ફોનબૂક ની જેમ યાદ રહેતાં. મોબાઇલ આવ્યા પછી યાદ રાખવાની પળોજણ રહી નહિં. આજે મુશ્કેલી થી ૪૦-૫૦ નંબર નામ સહિત યાદ હશે.

  આવું જ “ગૂગલ” અને “વિકિપીડીયા” ના વાવાઝોડાં બાદ બન્યું છે.

  આ ટેકનોલોજી ને આશિર્વાદ કહું કે અભિશાપ ??? 😛

  Like

  1. ૪૦-૫૦ નંબર તો બહુ કહેવાય,મને તો મારો નંબર યાદ રહેતો નથી, છ વર્ષથી નિશાન અલ્ટીમાં કાર વાપરું છું, એક જગ્યાએ ફોર્મમાં કારનો નંબર લખવાનો હતો તો યાદ આવ્યો નહિ, સામે બેઠેલી ધોળી એટલું બધું હસે કે તને તારી કાર નો નંબર યાદ નથી?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s