એવું કહેવાય છે કે મોઝાર્ટ ચાર વર્ષનો હતો અને એણે એની પહેલી સિમ્ફની રચેલી.સંગીત માં રસ તો દરેકને હોય છે.કોઈને પોપ,રોક કે જાઝ મ્યુઝિક ગમે તો કોઈને ક્લાસિકલ.સંગીતની આવડતમાં ગાવું અને વાધ્યો વગાડવા બંને આવી જાય.સંગીત એક વિશિષ્ટ આવડત છે.મોઝાર્ટ અને બિથોવન પશ્ચિમની દુનિયાના મહાન ક્લાસિકલ સંગીતજ્ઞ હતા.સંગીત એક ક્રિયેટીવ બ્રેઈનની મહાન આવડત છે.દર્દીને સાજા કરવામાં,સર્જનાત્મકતા અને વિકાસમાં સંગીત પાવરફુલ સહાયક બનતું હોય છે.સંગીત Dyslexia ,Autism Attention deficit disorder ,Listening disorders વગેરેમાં તથા બીજી માનસિક બીમારીઓ તથા મનોશારીરિક બીમારીઓમાં ખૂબ કામ લાગતું હોય છે.
Baroque -a -bye -Baby નામની સીડી બનાવનારાનો દાવો છે કે એમનું એક મીનીટના ૬૦ બીટ્સ વાળું સંગીત માતાના હ્રદયના ધબકારા સમકક્ષ હોવાથી બાળકો માટે શાંતિદાયક છે,એની સમપ્રમાણતા બાળકના બ્રેઈનને કાર્ય પ્રવૃત કરે છે અને બાળક ભવિષ્યમાં બુદ્ધિશાળી બને છે.”Play Mozart to your children and they will grow up smart.”ચાલો હું કહુ છું,બાળકોને પંડિત રવિશંકર સંભળાવો અને સ્માર્ટ બનાવો.રવિશંકરની જગ્યાએ બીજા કોઈ પણ ક્લાસિકલ સંગીતકારનું નામ લઈ શકાય.પણ એક યાદ રાખવું જરૂરી કે સંગીતમાં મેથેમેટીકલ પરફેક્શન અને Symmetry હોવી જરૂરી છે.અસ્તવ્યસ્ત ઘોંઘાટને સંગીત કહેવું યોગ્ય નથી.જે સંગીત સાંભળવાથી આનંદ અને હર્ષની લાગણી પેદા થાય તેવી સંગીત સારું પરિણામ લાવનારું, લાભદાયક, સ્વાસ્થ્યવર્ધક, સંરક્ષક, હિતકારી, ફાયદાકારક હોય છે.
Mariah Carey ગ્લાસ તોડી નાખે તેવા હાઈ નોટ ગાતી હોય ત્યારે મોટાભાગના સાંભળનારા એની ધ્વનિ માત્રા જાણી શકતા નથી.Carey પરફેક્ટ Absolute Pitch ધરાવે છે,આ બહારના કોઈપણ સંદર્ભ વગર ધ્વનિની નિશ્ચિત માત્રા Tone ઓળખી શકે છે,જેવી રીતે આપણે કલર ઓળખી શકીએ છીએ કે આ લાલ છે કે લીલો છે,તેમ AP એબિલીટી ધરાવનારા સુરની માત્રા ઓળખી શકે છે,જે આપણે સમજી શકતા નથી.જ્યારે કોઈ સંગીતનો રીયાલીટી શો જેવોકે લીટલ ચેમ્પ જોઈએ ત્યારે કોઈ જજ કહે છે કે સુર થોડા હિલ ગયા થા તો આપણને સમજાતું નથી કે કયો સુર હાલી ગયો હતો.આશરે ૧૦,૦૦૦ લોકે એક માનવીમાં આ ક્ષમતા જન્મથી હોય છે,પણ એને બચપણથી સંગીતની તાલીમ મળવી જોઈએ બાકી આ ક્ષમતા વિલીન થઈ જતી હોય છે,આવું Daniel Levitin નામના McGill યુનીવર્સીટીનાં મનોવૈજ્ઞાનિકનું કહેવું છે. પાંચ વર્ષની ઉંમરથી ટ્રેનીગ શરુ થઈ જવી જોઈએ,સામાન્યતઃ ૯ વર્ષ પછી AP ડેવલોપ થવી મુશ્કેલ છે.અંગ્રેજી બોલવાવાળા કરતા મેન્ડરીન અને વિયેતનામી ભાષા બોલનારાઓમાં આ ગુણ વધુ હોય છે.અને એશિયન લોકોમાં જીનેટીકલી આ ક્ષમતા વધુ હોય છે.ભાઈ ભાંડુમાં આ ક્ષમતા સરખી જોવા મળતી હોય છે.આ તો થઈ ગાવાની વાત.મેલોડી પણ એટલીજ મહત્વની હોય છે.
છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા બ્રેઈન ઇમેજિંગ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સંગીતની ટ્રેનિંગ બ્રેઈનના ગ્રે મેટરમાં(નર્વ કોષોની સાઇઝ અને સંખ્યા) વધારો કરે છે.દાખલા તરીકે સંગીતકારોના Cerebral કોર્ટેક્ષનાં auditory, motor, and visual spatial એરિયા..Dr Oliver Sacks એમના Musicophillia પુસ્તકમાં લખે છે કે અનૅટમિસ્ટ(Anatomist), વિઝ્યુઅલ આર્ટિસ્ટ જેવાકે લેખક,ગણિતજ્ઞ,કવિ કે ચિત્રકારના બ્રેઈન જલદી ઓળખી ના શકે સામાન્ય માનવી જેવા લાગતા હશે પણ સંગીતકારોના બ્રેઈન જોવા માત્રથી તત્ક્ષણ કહી શકતા હોય છે કી સંગીતકારનું બ્રેઈન છે.ગાવાની અને વાદ્યો વગાડવાની ક્ષમતા માટે બ્રેઈનના જે વિભાગ સંલગ્ન થતા હોય છે તે auditory અને motor cortices સખત ટ્રેનિંગ પછી એના આકારમાં બદલાવ થતો હોય છે.
સંગીતકારોમાં મ્યુઝિકલ મેમરી જ નહિ પણ વર્બલ મેમરી પણ ખૂબ સારી રીતે ખીલેલી હોય છે.વૈજ્ઞાનિકોએ ૨૦ કૉલેજમાં ભણતી છોકરીઓ ઉપર એક પ્રયોગ કરેલો.૧૦ છોકરીઓ બચપણમાં માબાપના કહેવાથી ૭ વર્ષની ઉંમરથી પિયાનો શીખતી હતી,આઠ કરતા વધારે વર્ષો ટ્રેનિંગ લીધેલી કોઈ ગોડ ગિફ્ટેડ મ્યુઝીકની આવડત ધરાવતી નહોતી.અને બીજી ૧૦ છોકરીઓ સંગીત શીખ્યા વગરની હતી.પહેલા આ લોકોને ૨૦ શબ્દો સાંભળવાના હતા,અને પછી બીજા ૪૦ શબ્દો સંભળાવવામાં આવ્યા.આ ૪૦ શબ્દોમાં પેલા જુના ૨૦ શબ્દો રેન્ડમલી ઉમેરેલા જ હતા.હવે આ જુના ૨૦ શબ્દો તરત ઓળખવાના હતા.જે સંગીતની ટ્રેનિંગ લીધેલી છોકરીઓએ બખૂબી બતાવી આપ્યા.આ પરીક્ષણ વખતે MRI મશીન એમના બ્રેઈનનું પણ પરીક્ષણ કરી રહ્યું હતું.જ્યારે શબ્દો ઓળખવાનાં હતા ત્યારે મ્યુઝીકલી ટ્રેઈન્ડ છોકરીઓના બ્રેઈનનો વિઝ્યુઅલ કોર્ટેક્ષ ભાગ એક્ટીવ થઈ ગયેલો જે બાકીનામાં નહોતો થયેલો.આ વિભાગ વિઝ્યુઅલ એટલે દ્રશ્યમાન માહિતી વિષે વિચાર કરતો હોય છે.હવે સાંભળેલા શબ્દો ફરી યાદ કરવા તે આ વિભાગનું કામ નથી.પિયાનો વગાડવામાં જુદી જુદી આવડતનો,બ્રેઈનના જુદાજુદા વિભાગનો ઉપયોગ સંયુક્ત રીતે કરવો પડતો હોય છે,ધ્વનિ માત્રાનું સાંભળવું રીધમની સેન્સ,રીડિંગ મ્યુઝિક અને કીબોર્ડ ઉપર હાથ ચલાવવા અને આ બધાનું કોઓર્ડીનેશન.લાંબા સમયની સંગીતની ટ્રેનિંગ બ્રેઈનને નવેસરથી ઘડે છે.
ઘણા લોકો કામ કરતી વખતે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળતા હોય છે.કામની સફળતા માટે જો મ્યુઝિક સાંભળતા કામ કરતા હોવ તો?
૧)જો કામમાં વાંચવાનું,વાત કરવાનું,લખવાનું આવતું હોય તો મ્યુઝિક શબ્દો વગરનું સાંભળવું જોઈએ.અથવા જે શબ્દો કે ભાષા સમજતા નાં હોઈએ તે મ્યુઝિક ચાલે.ખાલી વાદ્ય સંગીત સારું.કારણ શબ્દો સાથેનું મ્યુઝિક બ્રેઈનના લેન્ગવેજ વિભાગને સક્રિય કરી દેતું હોય છે જે આવા કામોમાં દખલરૂપ થાય છે.
૨)નીરવ શાંતિ પણ મ્યુઝીકની ગરજ સારે છે.ઘણીવાર મ્યુઝિક સાંભળવું ધ્યાન બીજે દોરતું હોય છે જો આવું થતું હોય તો નીરવ શાંતિ ઘણી સારી.આવા સમયે કુદરતી અવાજો પક્ષીઓનો કલરવ સાંભળવો ઘણો સારો.
૩)જે મ્યુઝિક આનંદ પમાડતું હોય તે જ સાંભળવું.કારણ મ્યુઝિક બ્રેઈનના ઇમોશનલ સેન્ટરને ઉત્તેજિત કરતું હોય છે.દુખી,ગુસ્સાવાળું કે ભય્પમાડે તેવું મ્યુઝિક નેગેટિવ અસર કરતું હોઈ શકે.માટે પોજીટીવ મૂડ બનાવે તેવું મ્યુઝિક સારું.
૪)ફાસ્ટ મ્યુઝિક,ચેતનવંતુ મ્યુઝિક એનર્જી વધારતું હોય છે,માટે એવા કામ કરવાના સમયે ફાસ્ટ મ્યુઝિક સાંભળવું બહેતર બનતું હોય છે.સ્લો,શાંત મ્યુઝિક રીલેક્સ કરતું હોય છે.શાંતિથી કરવાના કામ હોય ત્યારે આવું મ્યુઝિક સાંભળવું લાભદાયી હોય છે.
૫)દર કલાકે પાંચ મિનિટ બ્રેક લેવો જરૂરી હોય છે તેમ આપના કાન પણ બ્રેક લેવા માંગતા હોય છે.મ્યુઝિક પણ સતત સાંભળ્યા કરવું તેના કરતા વચમાં બ્રેક લેવો જરૂરી છે.
મ્યુઝિક બાળકોના વિકાસમાં મહત્વનો ફાળો ભજવી શકે છે.મ્યુઝિક શીખવાથી એમની બુદ્ધિમત્તા વધી શકે છે.મ્યુઝિક માઈન્ડને શાર્પ બનાવે છે.સર્જનાત્મકતા વધારે છે.મ્યુઝિક બાળકોની આંતરિક શક્તિ વધારે છે.મ્યુઝિક આત્મ નિર્ભરતા,માનસિક સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસ વધારે છે.
ભારતીય શાસ્ત્રીય સંગીત ધ્યાનની પદ્ધતિ રૂપે શોધાયું છે તેવું ઓશો કહેતા.ભારતમાં ખૂબ નામી સંગીતકારો પેદા થયા છે.સંગીત ધર્મોના વાડાથી પર રહ્યું છે.નામી સંગીતકારો મુસ્લિમ છે.એમની સંગીત સાધના આગળ ધર્મ આડે આવ્યા નથી.ભારતીય શાસ્ત્રીય સંગીતના વિકાસમાં મુસ્લિમ સંગીતકારોનો મહત્વનો ફાળો રહ્યો છે.ગુજરાતમાં પણ ઘણા નામી સંગીતકારો પેદા થયા છે,પણ બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પાછળ રહ્યું છે.અને જે થયા છે તેમની તરફ ગુજરાતીઓએ પુરતું લક્ષ આપ્યું નથી લાગતું.ગુજરાતમાં લોક સંગીતની બોલબાલા છે,શાસ્ત્રીય સંગીતની નહિ.ગુજરાતનો ગરબો દેશ વિદેશના સીમાડા વટાવી ચૂક્યો છે.ગુજરાતી જ્યાં જાય તેનો ગરબો સાથે લઈ જવાનો તે હકીકત છે.ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ બહુ ઓછા પાક્યા છે,પંડિત ઓમકારનાથ ઠાકુર આવા જ એક દિગ્ગજ હતા.
ગુજરાતના પંડિત યશવંત ભટ્ટનાં ઘેર હાલની શાસ્ત્રીય સંગીતની બહુ મોટી ગણાતી હસ્તી પંડિત જશરાજ આવેલાં.વયોવૃદ્ધ પંડિત યશવંતજી સોફા ઉપર બેઠેલા હતા અને જશરાજજી નીચે એમના પગ આગળ બેસી ગયેલા ત્યારે ‘હમ તો આપશે બહોત છોટે હૈ’ એવા એમના શબ્દો હતા.આપણે ગુજરાતી આપણી આવી મહાન હસ્તિ વિષે બહુ ઓછું જાણીએ છીએ.પંડિત જશરાજ એકવાર વડોદરા આવેલાં.ઓ.એન.જી.સી.કૉલોનીમાં કોઈ હોલમાં એમનો પ્રોગ્રામ હતો.મહારાષ્ટ્રીયન ભાઈઓ બહેનોથી હોલ ગીચોગીચ ભરાઈ ગયેલો,ગુજરાતીઓની હાજરી નગણ્ય દેખાતી હતી.હોલના દરવાજામાં પણ લોકો ભીડ જમાવીને ઉભા હતા. હું અને મારા શ્રીમતીએ દરવાજામાં ઉભા ઉભા ત્રણ કલાક પંડિત જશરાજનાં મનમોહક અવાજની મોજ માણેલી.હા!શાસ્ત્રીય સંગીતની આંટીઘૂંટી કે રાગ રાગિણી કે સુર તાલની સમજ મને પડતી નથી પણ એને સાંભળવું ખૂબ પ્રિય લાગે છે.સંગીત મનકા(બ્રેઈન) દીપ જલાયે તે હકીકત છે.
.
.
વાહ બાપુ…. મારો ગમતો વિષય…………..
ઘણા સમય પહેલા એક લેખમા વાંચેલું કે અમુક રાગ સાંભળવાથી અમુક રોગ નાશ પામે છે, તેમા લિષ્ટ મોટું હતું પણ મને એક યાદ રહ્યું કે રાગ હમિર સાંભળવાથી માથાનો દુખાવો દુર થાય છે.
.
.
LikeLike
.
.
આપણા ગુજરાતનાં ( રાજકોટનાં ) કાંતિભાઇ સોનછત્રા એક એવી હસ્તી છે કે મોટા દરજ્જાનાં કલાકારો તેમની પાસે શિખવા આવે છે.
.
.
LikeLike
એમના વિષે પણ મેં ક્યાંક વાંચ્યું હતું.
LikeLike
મ્યૂઝિક થેરેપી વિષેની થોડી વિશેષ વાતો
૧. અમુક રાગની અમુક રોગ ઉપર અસર થાય છે. વારેવાર રાગ સાંભળવાથી સ્નાયુ, જ્ઞાનતંતુ અને શરીરમાં રહેલ મુલધારા ચક્ર ઉપર અસર થાય છે. આના કારણે લોહીના પ્રવાહને વેગ મળે છે. લોહી બધે જલદી પહોંચે એટલે શક્તિ સંચાર થાય છે.
૨. સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ (મગજ) સાથે ઓડીટરી નર્વ (સાંભળવાના જ્ઞાનતંતુ)ના કનેક્શન (જોડાણ) બીજી બધી ઈન્દ્રિયોની નર્વસ કરતાં છ ગણું વધારે હોય છે. એટલે સંગીતના લય, તાલ અને સૂરની અસર મગજ પર તરત સારી રીતે થાય છે.
૩. સંગીતના બીટ્સ (તાલ) ૭૦ થી ૭૫ હોય છે. હૃદયના પણ બીટ એટલા જ હોય છે. એટલે જેમ જેમ સંગીતના બીટ વધે તેમ માઈન્ડ બોડી કોમ્પ્લેક્ષ (શરીર અને મન) ઉપર એક પ્રકારની સુધીંગ ઈફેક્ટ (શાંત અસર) થાય છે.
૪. કાફીરાગની ગાયકીથી મન શાંત થાય. પુરીઆધનાશ્રીથી મનમાં ઠંડકનો ભાવ થાય. મિશ્ર માંડ રાગથી મન ફ્રેશ (તાજું) અને ઉત્સાહવાળું થાય, બાગેશ્રી રાગથી મીઠી ઊંઘ આવે, શરીરને આરામ મળે.
ભુપાલી અને તોડી રાગની અસરથી બી.પી. ઓછું થાય છે અને રાગ આશાવરી અને માલકૌસથી લો બીપીમાં ફાયદો થાય છે. આ જ રીતે રાગ ચંદ્રકૌસ હૃદયરોગના દર્દીઓને રાહત આપે છે. રાગ કલાવતી, રાગ દુર્ગા, રાગ તિલક કામોદ અને હંસઘ્વનિથી માનસિક તનાવ ગાયબ થઈ જાય છે. જેઓને ઊંઘ ના આવતી હોય તેઓએ રાગ બિહાગ અને રાગ બહાર સાંભળવા જોઈએ. ડીપ્રેશનવાળી વ્યક્તિઓએ સિતાર અને / અથવા તબલાવાદન સાંભળવું જોઈએ. બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ વહેલી સવારે ૩૦ થી ૪૦ મિનિટ રાગ તોડી, રાગ અહિર ભૈરવ સાંભળવો જોઈએ. ઊંઘ ના આવતી હોય તો રાત્રે સૂતી વખતે રાગ ભૂપ અને રાગ દરબારી કાનડા સાંભળવો જોઈએ. મન શાંત કરવા માટે રાગ સારંગ સાંભળવો જોઈએ. દુખ (પેઈન) ઓછું કરવા અને ભુલી જવા રાગ યમન સાંભળવો જોઈએ.
LikeLike
તન્નાજી
ખૂબ ખૂબ આભાર………
LikeLike
On the following link from SAMNVAYA
http://samnvay.net/sur-sargam/?p=૩૬૨૧ ……There is a mention of several ragas which may be applicable in treating certain ailments.
We all know that music has very deep influence on all living beings.
LikeLike
Too good topic selection these days. 🙂
Nice views, reading, thoughts and writing.
In a broad sense, I like to read, but at some point of time, I got the impression that in Gujarati literature (current), not much depth….majority of the times, negative incidents/essay about social life and generation gap, and lifestyle of youth etc…(રોદણાં in short)
That’s the reason, I stopped reading Gujarati stories/literature. (My mind is not a dustbin , of,course::)
But, whatever topic you select, from that, now I got the idea that, I like to read, but it should make some sense…like in your articles.
keep writing. 🙂
LikeLike
હિરલ આપણી ટીવી સીરીયલો પણ રોદણાં રડતી જ હોય છે,અમે અહીં ૬ વર્ષ સુધી ભારતીય ચેનલ લીધી નહોતી. આભાર
LikeLike
We watch ‘Tarak Maheta Ka OOlta chashma’ and NDTV on Internet.
Rest TV j hamna lidhu and then too no Hindi bakvas channels 🙂
Gujarat ma hati (2006) tyan sudhi gher durdarshan hatu ane gujarat chhodya pachhi TV vasavvano moko j naa malyo. ek to mane news sivay khas TV ni jaroor na laage.
and these days, Can find innovative, informative videos on Internet….so, then who cares about TV?
Still few business related, investment related, innovative idea related few programms I just came to know and Now wish to follow them.
LikeLike
Baki movie jovi hoy to either DVD, Internet (with Big screen).
I hardly can watch complete movie at one go… 😦
LikeLike
હિન્દી મુવી જોવાના મજા આવતી નથી.નકલચી છીએ આપણે.હમણાં હિન્દી ચેનલ્સ પેકેજમાં આવી છે.તો મને સારેગામાપા સિવાય કશું જોવાનું ગમતું નથી.હું ખાસ ડિસ્કવરી,નેશનલ જિયોગ્રાફિક અને સાયન્સ અને હિસ્ટ્રી ચેનલ જોઉં છું.
LikeLike
That’s nice.
In case, if you want to watch any other Hindi channel programms like KBC or any other reality show.
http://www.apnicommunity.com/taarak-mehta-ka-ooltah-chashmah/
LikeLike
સોની ટીવી પર “અદાલત” ના એપિસોડ આવે છે તે સારા હોય છે.
LikeLike
Thanks 🙂
LikeLike
ભુ, રાં.
મજા આવી ગઈ. બ્લોગ લખતી વખતે કેવું સંગીત સાંભળવું? પ્રતિભાવ આપતી વખતે શાંત સંગીત ઉપકારક કે ઘોંઘાટીયુ? તમે કુરુક્ષેત્રનાં લેખ લખતાં પહેલાં કેવું સંગીત સાંભળો છો? પ્રકાશ પાડવા વિનંતી. 🙂
LikeLike
મેં લખ્યું જ છે કે સાયલન્સ એક જાતનું સંગીત છે.હું લખતો હોય ત્યારે કોઈ સંગીત વગાડતો નથી.ખાલી ઘડિયાળની ટીક ટીક સંભળાય છે.પ્રતિભાવ આપતી વખતે જેવો માણસ અને જેવો પ્રતિભાવ તેવું સંગીત.
LikeLike
હું વડોદરા હતો ત્યારે અમારી ઓફિસમાં એક મરાઠીભાષી જુનીઅર ક્લાર્ક હતા. તેઓ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ સાંભળવા જવા પૈસા બચાવવા માટે બે ત્રણ દિવસના ઉપવાસ ખેંચી કાઢતા પણ સંગીત સાંભળવા અવશ્ય જતા તેટલી તેમની સંગીતભક્તિ હતી.
“જે મ્યુઝિક આનંદ પમાડતું હોય તે જ સાંભળવું.કારણ મ્યુઝિક બ્રેઈનના ઇમોશનલ સેન્ટરને ઉત્તેજિત કરતું હોય છે.દુખી,ગુસ્સાવાળું કે ભય્પમાડે તેવું મ્યુઝિક નેગેટિવ અસર કરતું હોઈ શકે.માટે પોજીટીવ મૂડ બનાવે તેવું મ્યુઝિક સારું.” તેવું જ ભજનો માટે પણ છે. કેટલાક ભજનો દુઃખ અને નિરાશા ની લાગણી વધારે તેવા હોય છે જયારે બીજા તે ઘટાડી સાંત્વન આપે તેવા હોય છે..
LikeLike
અમારા એક ગુજરાતી પાડોશી મિત્ર સરોદ બહુ સરસ વગાડતા. મને પાસે બેસાડી જુદા જુદા રાગ વગાડી સમજાવતા. મને ડોબાને સા અને રે વચ્ચેનો ફેર પણ નહોતો સમજાતો. છતાં જે તે રાગ વાગતો હોય ત્યારે જે વાતાવરણ (માહોલ) પેદા થતું તેના પરથી રાગ ઓળખી શકતો હતો. અમેરિકા આવ્યા બાદ તે પણ ભૂલી ગયો.
LikeLike
મ્યુઝિક જંકશન – સોલી કાપડિયા SANDESH NEWS
ઊંડાણથી વિચારો તો સંગીત એ એક વિશિષ્ટ આંદોલન જગાવતો નાદ છે કે જે અવકાશના માધ્યમ દ્વારા ગતિ કરી મનને સ્પર્શે છે. સંગીત-રત્નાકરમાં સારંગદેવે જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારના વાદ્ય પર આંગળીઓના સ્પર્શવેગથી અહતનાદ કે સંગીત ઉત્પન્ન થાય છે. આમ સંગીત એ રાગના સ્વરૂપમાં સર્વત્ર વ્યાપ્ત શક્તિ છે
સંગીત એ રાગના સ્વરૂપમાં સર્વત્ર વ્યાપ્ત શક્તિ છે. આવા રાગોના સ્વરના સુમેળથી તન અને મન પર શાંતિપ્રદ અસર થાય છે. એના આંદોલનો દ્વારા અસ્વસ્થ ભાગના સ્નાયુ, જ્ઞાનતંતુ તેમજ ચક્રો સંકોચન અને વિસ્તરણ પામે છે. એનાથી રક્તસ્ત્રાવ ચોક્કસ ગતિમાં અને ભાગમાં સરકે છે અને અસ્વસ્થ સ્નાયુની કાર્યક્ષમતા અને કાર્યશક્તિમાં સુધારો થાય છે. આમ અંતરિક્ષમાં વ્યાપ્ત અવાજના આંદોલનો શરીરની પંચેન્દ્રિયોમાંથી શ્રવણેન્દ્રિય દ્વારા સંગીતના માધ્યમ થકી ઝડપથી સ્વસ્થ થવાય છે
અહીં કોઈ વૈદની વાત નથી થઈ રહી! પરંતુ આજે એક કીમતી અને લાભદાયક જડીબુટ્ટી વિશે વાત કરીશ. શું કહ્યું?.. માથું દુખે છે? માઈગ્રેનનો એટેક? પેઈન કીલર્સથી થાક્યા? સ્ટ્રોક આવ્યો? મોંઘા ડોક્ટરોની ફીઝ, હોસ્પિટલનાં બિલો ચૂકવીને કંટાળ્યા? દવાની આડ-અસરોને કારણે નવી તકલીફો ઊભી થઈ?! આ બધાનો સરળ, સસ્તો અને અકસીર ઉપાય છે- સંગીત. જો કે તબીબોના પેટ પર લાત મારવાનો કોઈ ઈરાદો નથી. મારો ઈરાદો છે માત્ર રોગ નિવારણ માટે જ નહિં પણ તમારા સંપૂર્ણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે એ અદ્ભુત જડીબુટ્ટીનું નામ છે – મ્યુઝિક થેરાપી.
જેમ ફિઝિયોથેરપી શરીરનાં અંગોની અમુક કસરતો દ્વારા સારવાર કરે છે એમ મ્યુઝિક થેરાપી ગાયન, વાદન કે સાંગીતિક આંદોલન થકી તમારા સમગ્ર અસ્તિત્વ તેમજ આંતરિક સ્વાસ્થ્યનો ઉપચાર કરે છે. ન કોઈ ગોળી કે ન કોઈ કેપ્સ્યૂલ-ઈન્જેક્શન કે ન કોઈ સલાઈના, માત્ર સંગીતનાં તરંગો તમારા કાનમાંથી પ્રવેશી, દિમાગ અને હૃદય સુધી પહોંચી જે તે સમસ્યા કે અવ્યવસ્થાને દૂર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો સુઘડ સ્વાસ્થ્ય મેળવવા માટે પ્રણાલીબદ્ધ અને સર્જનાત્મક રીતે કરેલો સંગીતમય ઉપચાર એટલે મ્યુઝિક થેરાપી.
મનુષ્ય એક સાહજિક અને સંગીતમય પ્રાણી છે. દરેક જીવમાં એક તાલ અને એનો લય હોય છે. આપણા શરીરમાં હૃદયનો ધબકાર તેમજ નર્વસ સિસ્ટમમાં સાદી અને ખૂબ જ આંટીઘૂંટીવાળી તાલ અને લયની પેટર્ન હોય છે. ‘બીગ-બેંગ’ થિયરી પ્રમાણે પરમાણુઓની પરિક્રમા અને તરંગો વસ્તુના બંધારણમાં મોટો ભાગ ભજવે છે. અહીં સંગીતમાંથી ઉપજતા સૂરનાં તરંગોની વાત છે. મ્યુઝિક થેરાપી બીજું કંઈ નહીં પણ તરંગોનું વિજ્ઞાન છે. સંગીતના તરંગો અને આપણા શરીરમાં ચાલી રહેલી પ્રક્રિયાનો લય અને તાલના તરંગોની વચ્ચે એક સેતુ સંધાવાથી ‘રેઝોનન્સ’ પરિણમે છે. ‘રેઝોનન્સ’ એટલે બે જાતની શ્રુતિઓના સમન્વયથી યોજાતી એક ત્રીજા પ્રકારની શ્રુતિ જેના પહેલી બે કરતાં પ્રમાણમાં વધુ તીવ્ર હોવાથી શરીરની અંદરના લય અને તાલને બદલી શકે છે.
નવાં કંપનો સર્જાવાથી શરીરના એ અંગને પીડાદાયક અવસ્થામાંથી બહાર લાવે છે અને આપણે દર્દમાંથી મુક્તિ મેળવીએ એટલું જ નહીં સમગ્ર શારીરિક અને માનસિક અવસ્થા પણ સુધરે છે. દા.ત. માથું દુખતું હોય અને મ્યુઝિક થેરાપી લ્યો તો માથાના દુખાવાની સાથે સાથે તમારું બ્લડ પ્રેશર, મૂડ અને સમગ્ર સ્વાસ્થ્ય પણ બહેતર બને છે. એક તીરે ત્રણ પક્ષીઓ મારવાં જેવી વાત છે! ૧૯૨૯માં રિચાર્ડ બ્રાઉન નામના એક ચિકિત્સકે ‘મેડીસિન મ્યુઝિક’ પુસ્તકમાં વિવિધ રાગોમાં સંગીત-ઉપચારની માહિતી છે.
ઊંડાણથી વિચારો તો સંગીત એ એક વિશિષ્ટ આંદોલન જગાવતો નાદ છે કે જે અવકાશના માધ્યમ દ્વારા ગતિ કરી મનને સ્પર્શે છે. સંગીત-રત્નાકરમાં સારંગદેવે જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારના વાદ્ય પર આંગળીઓના સ્પર્શવેગથી અહતનાદ કે સંગીત ઉત્પન્ન થાય છે. આમ સંગીત એ રાગના સ્વરૂપમાં સર્વત્ર વ્યાપ્ત શક્તિ છે. આવા રાગોના સ્વરના સુમેળથી તન અને મન પર શાંતિપ્રદ અસર થાય છે. એના આંદોલનો દ્વારા અસ્વસ્થ ભાગના સ્નાયુ, જ્ઞાનતંતુ તેમજ ચક્રો સંકોચન અને વિસ્તરણ પામે છે. એનાથી રક્તસ્ત્રાવ ચોક્કસ ગતિમાં અને ભાગમાં સરકે છે અને અસ્વસ્થ સ્નાયુની કાર્યક્ષમતા અને કાર્યશક્તિમાં સુધારો થાય છે. આમ અંતરિક્ષમાં વ્યાપ્ત અવાજના આંદોલનો શરીરની પંચેન્દ્રિયોમાંથી શ્રવણેન્દ્રિય દ્વારા સંગીતના માધ્યમ થકી ઝડપથી સ્વસ્થ થવાય છે.
આજના ચિંતાગ્રસ્ત, તણાવગ્રસ્ત અને અનિયમિત રક્તચાપ સામે સંગીતને એક શ્રેષ્ઠ તથા સાત્ત્વિક ઔષધ તરીકે પણ ઓળખવામાં અને એનું મહત્ત્વ સમજાય તો ગંગા નહાયા!
તિર કિટ ધા
ગુજરાતને મ્યુઝિક થેરાપીની શિબિરો કે ક્લિનિકની ખૂબ જરૂર છે. હજી જોઈએ એટલા પ્રમાણમાં આ અભિગમ કેળવાયો નથી. સરકાર આ વિશે થોડી સજાગ બને તો ઘણી તકલીફો આડઅસર વિના નિવારી શકાય.
પ્રાચીન ઈજિપ્તમાં સ્ત્રીઓની પ્રસૂતિની વેદના ઘટાડવા સંગીતનો સહારો લેવાતો. ભારતીય દંતકથા મુજબ દક્ષિણ ભારતના મહાન સંગીતકાર ત્યાગરાજે રાગ બિહારીમાં ‘ના જીવનધારા’ રચના ગાઈને મૃતકને પુનર્જીવિત કરેલા. અર્વાચીન વૈદકશાસ્ત્રના પિતા હિપોકેટસ પણ વિવિધ રોગના ઉપચાર માટે સંગીતનો સહારો લેતા. અમુક ચિકિત્સકો પ્રમાણે વિવિધ રોગ દ્વારા અનેક રોગને કાબૂમાં લાવી શકાય છે તથા એનો ઉપચાર થઈ શકે છે જોઈશું આવતી વખતે.
LikeLike
LikeLike
વાહ ! ઘણોજ માર્ગદર્શક લેખ. (હમણાં મોડેમોડેથી જાગવાનાં અંગત કારણો છે !! આટલું ક્ષમ્ય ગણશો 😉 )
હિરેન વાંચવા બેસતો ત્યારે બાજુમાં ’ધમાલીયું’ સંગીત વાગતું જ રહેતું ! (આ ’ધમાલીયું’ મારી દૃષ્ટિએ !!) હું તો ત્યારે પણ અબૂધ જ હતો 🙂 માટે “ધ્યાન દઈને વાંચો” એવી ટકોર કરતો (અને એ રોજની આદત પ્રમાણે મારૂં ન સાંભળતો !!) હવે લાગે છે તેણે ન સાંભળ્યું એ અને મેં ટકોરવાનું છોડી દીધું એ બંન્ને બરાબર જ થયું !!!
મને અંગતરીતે જો કે શાંતિ (કુદરતિ કલબલાટ વાળી) વધુ માફક આવે છે. વચ્ચે ક્યાંક વાંચેલું કે કોઈ સંગીતકારે પોતાનાં સંગીતની ડિસ્ક બહાર પાડેલી જેમાં ધમાલીયા સંગીત વચ્ચે અચાનક જ અમુક ક્ષણો માટે નિરવશાંતી ફેલાઈ જાય છે, અને શોખીનોને આ “સંગીત” (ખરેખર તો અચાનક ફેલાતી શાંતી !) ઘણું જ ગમ્યું અને ડિસ્કનું વેંચાણ રેકર્ડજનક થયેલું. આવા માહિતીલેખો આપતા રહેશો ભાઈ. આભાર.
LikeLike