વેશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature.

Prostitute in Tijuana, Mexico.
Image via Wikipedia
વેશ્યાવૃત્તિ
  M. Keith Chen અને Laurie R. Santos દ્વારા કરાયેલા એક રસપ્રદ સંશોધન  ઉપર,  “Monkeys are people too,”  પુસ્તકમાં Levitt અને Dubner નામના મહાનુભાવો ચર્ચા કરે છે
આ સંશોધન કરાયું છે capuchin  જાતના વાનરો ઉપર. એક નાનકડા કેપુચીન વાનરોના જૂથ આગળ પૈસાના થોડા સિક્કા રજુ કર્યા. આ વાનરોને ધીરે ધીરે પૈસાનું મહત્વ શીખવ્યું. અને આ સિક્કા કઈ રીતે વાપરવા તે શીખવ્યું. કોઈ વસ્તુની લેવડદેવડ પૈસા દ્વારા કરી શકાય, એમ એની ખરીદ શક્તિ સમજાવાઈ. બહુ ધીરજ અને ચીવટથી બધું શીખવાડ્યું કે સિક્કાની એક કિંમત છે અને એનાથી ખોરાક, ફળો વગેરે ખરીદી શકાય. જેવું સિક્કાનું પૈસાનું મહત્વ સમજાઇ ગયું કે એની કિંમત છે, એક નર વાનરે માદા વાનરને સિક્કો આપ્યો. શેના માટે? નવાઈ લાગશે સેક્સ માટે ભાઈએ સિક્કો આપેલો.
હા! મિત્રો કેપુચીન વાનરોમાં વેશ્યાવૃત્તિ સહજ છે. માનવ સિવાયની પ્રાણીઓની જાતો વેશ્યાવૃત્તિ આચરતી હોય છે તે નવું સંશોધન નથી.   Frans de Waal અને બીજા (primatologists)વૈજ્ઞાનિકોએ નોધેલું છે કે માનવજાતની લગભગ સમકક્ષ એવો બોનોબો જાતના એપ્સ વેશ્યાવૃત્તિ આચરતા હોય છે. તેઓ ખોરાક કે ફળો માદા વાનરોને આપે છે સેક્સના બદલે. હવે વાનરો અને એપ્સ  વેશ્યાવૃત્તિ સહજ રીતે નિયમિત આચરતા હોય તો વેશ્યાગીરી અને સેકસના વેપારનું મૂળ બહુ જુનું ઉત્ક્રાન્તિના ક્રમમાં જ છુપાયેલું છે. ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આપણે માનવ ઉદભવ્યા તે પહેલા  વેશ્યાવૃત્તિ ચાલતી હતી એનો મતલબ  વેશ્યાવૃત્તિ પ્રોસ્ટીટ્યુશન સૌથી જુનો વેપાર છે.
આપણે માનીએ છીએ કે વેશ્યાવૃત્તિ ના હોવી જોઈએ. એમાં સ્ત્રીઓનું શોષણ જ છે. છતાં આ ચાલતું જ હોય છે. મેં પણ વાચેલું કે શ્રી રામ લંકા વિજય કરી પાછા આવ્યા ત્યારે ભરતજી સામે સ્વાગત કરવા ગયેલા ત્યારે શ્રી રામની સેનાનો થાક ઉતારવા વેશ્યાઓ સાથે લઇ ગયેલા. આપણને આજે આ વાંચવું યોગ્ય નહિ લાગે. બાપુઓ પણ આ વાત છુપાવતા  હોય છે. મોટાભાગે રામ કથા તુલસીની વંચાય છે, વાલ્મિકીની નહિ. એ સમયે કદાચ યોગ્ય મનાતું હશે. અથવા સહજ મનાતું હશે.
સેક્સનો મુખ્ય હેતુ પ્રાણીઓમાં તો એમના જિન્સ ટ્રાન્સફર કરવાનો અને વંશ આગળ વધારવાનો જ હોય છે. એના માટે માદાને ફોસલાવવા માટે ફળ અને ખોરાક આપીને ખુશ કરવાનો હોઈ શકે. સેક્સ વેપારના મૂળ અહી શરુ થતા હશે. એવું પણ હોય કે બળવાન નર પાસેથી માદા મેળવવી તે લોઢાનાં ચણા ચાવવા જેવું હોય. ત્યારે ફળ અને ખોરાક આપી બદલામાં સહજ રીતે વિના કોઈ લડાઈ સેક્સ માણી લઇ વંશ આગળ વધારી શકાય. અને એમાંથી વેપાર શરુ થઇ ગયો હોઈ શકે. અને આ વેપાર ઉત્ક્રાન્તિના ક્રમમાં માનવજાતને પણ વારસામાં મળ્યો. ગમે તેટલી બુમો પાડો લોહીનો વેપાર નકામો છે, માનીએ પણ છીએ કે લોહીનો વેપાર મતલબ વેશ્યાગીરી ના હોવી જોઈએ. પણ તે બંધ કેમ નથી થતું????

35 thoughts on “વેશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature.”

  1. તમે છેલ્લે લખ્યું છે કે બંધ કેમ થતું નથી?

    આ જ સવાલ ઇન્ડિયન સુપ્રિમ કોર્ટને પણ સતાવે છે એટલે કંટાળીને કે દુ:ખી થઈને કહેવું પડ્યુ હતુ ને – “વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ? ”

    Sex Workers = “કામ” કામદારો


    ^
    ઘણા બધા લોકોની જેમ મારા બ્લોગની એડવર્ટાઈઝ તો નથી કરતો પણ હા, એમ કહીને ય આ એડવર્ટાઈઝનો એક પ્રકાર તો ગણી શકાય, 😉

    Like

  2. રસપ્રદ માહિતી! પરંતુ મનુષ્યમાં વેશ્યાવૃત્તિનો ફેલાવો સ્ત્રીને ’વસ્તુ’ માનવાને કારણે છે. એપ્સમાં માત્ર લડાઈ વિના મનગમતી સ્ત્રી હાંસલ કરવા માટે છે.

    Like

  3. “શ્રી રામ લંકા વિજય કરી પાછા આવ્યા ત્યારે ભરતજી સામે સ્વાગત કરવા ગયેલા ત્યારે શ્રી રામની સેનાનો થાક ઉતારવા”

    ૧ ભરતજી રામજીની સાથે નહોતા?
    ૨ દસ દિવસ સુધી લડી લડીને સૈનિકો એટલા થાક્યા ન હોય કે વેશ્યાઓની જરૂર જ ન પડે?

    Like

    1. વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના ૧૨૭મા અને ૧૨૮મા સર્ગોમાં રામ-ભરત પુનર્મિલનનો પ્રસંગ છે. રામને મળવા માટે બધા નગરજનો જાય છે. એમાં ગણિકાઓ હોવાનો પણ ઉલ્લેખ છે પરંતુ આનાથી વધારે કઈં નથી આવતું. મારી પાસે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત હિન્દી અનુવાદ છે.

      Like

      1. ગણિકા,દેવદાસી,નગરવધુ આ બધા વૈશ્યાના ઉચ્ચ પ્રકાર અને રૂપાળાં નામો છે. મેં ભાગવત કે એવા કોઈ ગ્રંથના બીજા ભાગની પ્રિન્ટમાં વાચેલું.એના ગુજરાતી અનુવાદમાં વૈશ્યા શબ્દ વાપરેલો છે.

        Like

    2. ૧) હતા, પણ થોડો સમય આઘા પાછા થયા હતા. ૨) અત્યારે વગર લડાઇએ સાથ સંગાથની જરૂર પડે છે.

      Like

  4. ધન્યવાદ સાહેબ…. બિંદાસ વિચાર મુકવા બદલ

    પણ તે બંધ કેમ નથી થતું????

    એનો સાદો અને સિંપલ જવાબ મારી રુએ એ જ છે કે મનુષ્ય સિવાયના અન્ય પ્રાણીઓ માં સભ્ય સમાજ નથી હોતો જ્યારે આપણે સભ્ય સમાજમાં રહિએ છીએ અને સભ્ય લોકોને ઈચ્છીએ છીએ અને હુ મારી માતા, અથવા મારી બહેન અથવા મારી પત્ની અથવા મારી બેટીને વેશ્યાના રુપમાં જોઈ અને સહન નથી કરી શકતા.

    બીજાની માતા-બેન-બેટી અને પત્નીને પણ આપને એ સન્માન આપવુ જોઈએ એવુ મારુ માનવુ છે અને તો જ સભ્ય સમાજ અને સભ્ય ગુજરાત બની રહેશે નહિ તો અસભ્ય ગુજરાતની વ્યાખ્યા જ આગ લગાડે દે છે…….

    જો કે આજે ભારતદેશનુ નિકંદન આજની બહેનો જ કરી રહિ છે એમાં પુરુષ જાતિનો કોઈ વાંક નથી. ધન કમાવા અને દિવસ ગુજારવા માટે વિદેશી વિચારધારા ભારતની વિચારધારાથી એકદમ જ વિપરીત છે. ભારતનુ થાઈલેંડ આપણે બનવા નથી દેવુ એની તકેદારી કોણ રાખશે? સરકાર કે આપણે? હુ તો થાઈલેંડીય ભાઈ અથવા બાપ અથવા પુત્ર બનવા નથી ઈચ્છતો, બીજાને પણ બનવા ન દઉ તો ભારતની સેવા કરી કહેવાશે એવુ મારો પ્રભુમય વિવેક મને શીખવે છે…… ધન્યવાદ સાહેબ…..

    Like

  5. રાઓલજી, પરસ્પરના બે સંબંધોના આકર્ષણ-બંધની દોડ વર્ષો…વર્ષોથી અકબંધ ચાલતી આવી છે…ને ચાલતી રહેશે…..શું કરીએ સાહેબ!…એટલેજ તો કહેવાયું છે ને..કે ‘ગંદા હૈ પર ધંધા હૈ’.

    Like

  6. આ બંધ નહીં થાય. તેના ઘણા કારણો છે. જ્યાં સુધી લોકો ખરીદવા અને વેચવા તૈયાર છે ત્યાં સૂધું તો ખરુજ . અત્યારે આત્મ સન્માન જ ક્યાં છે.? એક સમયમાં શીલની રખ્શા કરવા સ્ત્રીઓ જૌહર કરતી અને આજે પૈસા કમાવવા અને
    ફિલ્મોમાં રોલ મેળવવા બધુ કરવા તૈયાર થાય છે. દેહનો સોદો પોતાનું સન્માન વેચવા બરાબર છે. એક જાતની ગુલામી ભલે તે પછી થોડા સમય માટેજ હોય. હું વૈશ્યાગીરીને બ્રોડર સેન્સમાં લઉં છું. જે પુરુષો પણ પૈસા માટે કે અન્ય લાભ લેવા માટે પોતાનું આત્મ સન્માન હોડમાં મુકે છે તે પણ વેશ્યા છે. આજે હિંદુસ્તાનમાં અગણિત વિધવાઓ, ત્યક્તાઓ, ગરીબ સ્ત્રીઓ મહેનત કરીને, લોકોના ઘરે કામવાળી બનીને ગુજરાન ચલાવે છે. તે લોકોએ પોતાનું આત્મ સન્માન ખોયું નથી.

    Like

  7. સ_રસ ! માહિતીઓ આપી. ખાસ તો ચિત્ર !!
    જો કે આપણી આ લેન નહીં ! પ્રથમ અહીં ભ.ગો.મં. દ્વારા થોડી પૂરક માહિતીઓ આપું છું. સૌપ્રથમ તો બહુ ઓછા જાણતા હશે તેથી આ ક્ષતિ સ્વાભાવિક છે તેને સુધારૂં છું. જો કે રજનીભાઇ, દેસાઇસાહેબ, રાજેશભાઇ જેવા જાણકારોએ સાચો શબ્દ જ લખ્યો છે ! સાચો શબ્દ “વેશ્યા” હોવો જોઇએ કારણ : “વૈશ્યા” શબ્દનો અર્થ અલગ જ થાય છે. જુઓ નીચે.

    * વૈશ્યા = વૈશ્ય સ્ત્રી, વેપારી સ્ત્રી, વાણિયણ. (ભ.ગો.) (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE&type=1&page=0)
    * ધૃતરાષ્ટ્રનો દીકરો યુયુત્સ વૈશ્યાપુત્ર તરીકે ઓળખાતો તેમ પુરાણને આધારે ભ.ગો.મં. જણાવે છે.
    હવે આપણે “વેશ્યા” શબ્દનો ભ.ગો. માં અર્થ જોઇએ,જેમાં વેશ્યાનાં ત્રણ પ્રકાર દર્શાવ્યા છે.
    * વેશ્યા = ગણિકા; પુંશ્ચલી; જારકર્મ કરનારી સ્ત્રી; પાતર; હલકી સ્ત્રી; પતિત સ્ત્રી; રામજની; વારાંગના; કસબણ; વ્યભિચારનો ધંધો કરી પોતાના રૂપસૌંદર્યનો વેપાર કરી આજીવિકા મેળવનારી સ્ત્રી. વાત્સ્યાયન કામસૂત્રમાં લખે છે કે, ગણિકા તથા રૂપજીવામાં પહેલીને ઉત્તમ વેશ્યા અને બીજીને સાધારણ વેશ્યા સમજવામાં આવે છે. કુંભદાસી, પરિચારિકા, કુલટા, સ્વૈરિણી, નટી, શિલ્પકારિકા, પ્રકાશ વિનષ્ટા આદિ અનેક ત્રીજી શ્રેણીની વેશ્યાઓમાં ગણવામાં આવેલ છે.
    * વેશ્યાખાતું = ગણિકાઓની રાજવ્યવસ્થા માટે ચાલતું ખાતું. કૌટિલ્ય અર્થશાસ્ત્ર પ્રમાણે, આ ખાતાના મુખ્ય અધિકારીએ રાજદરબાર માટે વાર્ષિક પગારે એક ગણિકાનું આયોજન કરવું. એ ગણિકા ગણિકાની પુત્રી હોય કે ન પણ હોય; માત્ર તે સૌંદર્ય, યૌવન અને કલાપ્રાવીણ્ય માટે પ્રખ્યાત હોવી જોઈએ.
    (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE&type=1&key=false&page=0)
    વધુ બીજી કોમેન્ટમાં ;

    Like

  8. વેશ્યા વૃતિ કરવાનું મોટા માં મોટું કારણ ભરણપોષણ છે. મોટા ભાગની સ્ત્રી મજબુરીથી વેશ્યા વૃતિ કરતી હોય છે. એનો તાજોજ દાખલો વાંચો નીચેની લિન્ક માં. નડિયાદ માં એક સ્ત્રી એ પોતાના સંતાનો ના ભરણ પોષણ માટે સરકાર પાસે વેશ્યા વૃતિ કરવાની પરવાનગી માંગી છે.
    http://www.divyabhaskar.co.in/article/MGUJ-women-demand-for-prostitution-work-permission-1923286.html

    Like

  9. નડિયાદના સમાચાર ચોંકાવનારા છે. પ્રદીપસિંહભાઇ કહે છે તેનો જવાબ પણ આમાંથી મળે છે. આત્મ-સન્માન સાચું, પણ બાળકોને ભોગે એ સ્ત્રી આત્મ-સન્માન ટકાવીને પોતાને કદી પણ માફ નહીં કરી શકે.
    ખરેખર તો સમાજવ્યવસ્થા એવી છે કે સ્ત્રી બાળપણમાં પિતાને ભરોસે, યુવાનીમાં પતિને ભરોસે અને વૃદ્ધાવસ્થામાં પુત્રને ભરોસે છે. જ્યારે એને આ સહારો ન મળે ત્યારે એણે પોતે જ બહાર નીકળવું પડે છે. કશું જ ન આવડતું હોય તો પણ આ કામ તો આવડે જ.
    હવે ચક્ર એ જ દિશામાં ફરવા માંડ્યું છે. જે કામ દ્વારા પૈસા મળે એ કામ શા માટે ન કરવું? આ મૂડીવાદી ચિંતનમાં બધું ‘કૉમોડિટી’ જ બની જાય. દેહ પણ. માત્ર વેશ્યાવૃત્તિ નહીં, બાઇકની જાહેરખબરમાં પણ તમને સ્ત્રી જરૂર જોવા મળશે. કંપનીઓ માનતી હોય છે કે સ્ત્રી ન હોય તો કોઈનું ધ્યાન જાહેરખબર પર નહીં જાય! આ પણ સ્ત્રીના શરીરનો જ વેપાર છે. એટલે રાજેશભાઈ ભલે પુરુષોને જવાબદાર ન માને, પણ પુરુષોના સ્ત્રી વિશેના અભિપ્રાયોનો આમાં ફાળો છે જ. હવે સ્ત્રીઓ આ આર્થિ્ક દૃષ્ટિકોણનો ‘લાભ’ લેતી થઈ ગઈ છે. પરંપરાગત રીતે તો વેશ્યાઓ ગરીબ, શોષિત વર્ગમાંથી આવે છે, પણ ‘કૉલ ગર્લ્સ’નું શું?
    આપણા એકંદર ચિંતનથી આ મુદ્દાને અલગ કરી શકાય એમ નથી.

    Like

  10. ભારત ૧૫.૮.૧૯૪૮ના સ્વતંત્ર થયું એના પછી હીન્દુઓ માટે નીતી નીયમાના દાખલા તરીકે જન્મ, લગ્ન,વીધવાના, વારશાના અને મરણ પછીના ઘણાં કાયદા બન્યા. એટલે કે લોકશાહીના પ્રક્રીયા સાથે જ્યારે અને જેમ સમજણ પડી કાયદા બનતા ગયા. લગ્ન નોંધણી પહેલા ફરજીયાત ન હતી. હવે લગ્ન નોંધણી લગભગ ફરજીયાત છે. કોઈ કન્યા કોઈ યુવક સાથે ભાગી જાય અને ૮-૧૫ દીવસ પછી પાછી ઘરે આવે તો મા બાપ પુછી લે છે લગ્ન રજીસ્ટર કરાવેલ છે? યુવકના માતા પીતા કે યુવક જો સ્વીકારવા તૈયાર ન હોય તો કન્યાના મા બાપ કોઈ પણ ચીંતા વગર લગ્ન કરાવી આપે છે અને એને રજીસ્ટર કરાવી લે છે. પહેલાંનું બધું ભુલી જાઓ. જેમ જેમ લોકશાહીની મજબુત બનશે એમ વેશ્યાવૃતીની પ્રવૃતીમાં પણ ફરક પડશે. હવે કન્યાઓ કે યુવતીઓનું લીલામ થતું નથી. અમેરીકામાં રીતસરનું ગુલામોનું બજાર ભરાતું અને સ્રી પુરુષોની ચીજ વસ્તુની જેમ જાહેરમાં લેવડ દેવડ થતી. હવે એ અમેરીકામાં રોડ ઉપર અકસ્માત થાય તો તપાસ થાય છે અને હાઈવે ની કે ટાયરની ડીઝાઈન બદલે છે જેથી એક્સીડેન્ટ ન થાય. આ વેશ્યા પ્રવૃતીમાં પણ સુધારો થશે અને જે કલ્યાણકારી હશે એ ચાલુ રહેશે.

    Like

  11. વેશ્યાગીરી ના હોવી જોઈએ.પણ તે બંધ કેમ નથી થતું????
    Bhupendrasingji…Read the Post !

    જ્યાં લોભ ત્યાં લુટારા ભુખે ના મરે !”

    “લોભ” માનવીનો સ્વભાવ છે.

    ધન/માલ’મિલકત વિગેરે સૌ માટે માનવીને લોભ હોય છે…અને એ જ પ્રમાણે એક સ્ત્રી કે

    એક “સુંદર સ્ત્રી” માટે પુરૂષ મોહ રાખે..જેમાંથી જન્મ લેય છે “વેશ્યાવ્રુત્તી”..આ મારૂં માનવુણ છે.

    સંસારમાં રહેતા માનવી મોહ-માયાને “નાબુદ” ના કરી શકે.

    માનો કે “લગ્નગ્રંથી” શરૂઆતમાં ના હશે,..એક પૂરૂષ …એક સ્ત્રી પર નજર કરે..કે પછી એક સ્ત્રી એક

    પુરૂષ તરફ નજર કરે…એકબીજાની નજીક આવે…વાત ખતંમ ! આ બધુ “નોરમલ” કહેવાતું

    અને એક સુંદર સ્ત્રી માટે અનેક પુરૂષોની નજર..અને લડાઈ..જીતે તેને જાણે ઈનામ. સૌ એનો સ્વીકાર કરે.

    ત્યારબાદ, “લગ્ન”નો કાયદો..આવી લડાઈઓ બંધ કરવા હશે …પણ એક પુરૂષ સાથે અનેક સ્ત્રીઓ..

    અને ધીરે ધીરે સમાજે કહ્યું કે એક પુરૂષ એક સ્ત્રી સાથે જેને કાયદાસર લગ્નનું નામ આપ્યું.

    પણ “મોહ-માયા અને લોભ તો રહ્યા જ !..અને એથી “વેશ્યાવ્રુત્તિ” ચાલુ જ રહી.

    આ સંસારમાં રહી, અનેક કાયદા પાલન કરનારાઓ છે..પણ “કામદેવ”ને વશ થઈ છુપી રીતે

    એમની ઈચ્છાઓ પુરી કરે છે…..તો, એનો અર્થ એટલો કે જયાં સુધી મોહ-માયા અને લોભ

    છે ત્યાં સુધી આ વ્રુત્તિ ચાલુ રહેશે…સરકાર કાયદઓ કડક કરશે તો તોડવા સાહસ કરનારા

    પણ હશે જ !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting YOU ..and your READERS to Chandrapukar !

    Like

  12. મૂળે તો મારા મિત્ર અશોકભાઈનો આ વિષય પરનો પુરક લેખ વાંચ્યા પછી તમારી આ પોસ્ટ વાંચવા આવ્યો. અહીં પહોંચુ તે પહેલા તમારી અન્ય બે પોસ્ટ્સ પર કોમેન્ટ્સ ઠપકારી દીધી. મુરબ્બી, તમારૂં લખાણ વાંચવું ગમે છે, અને સાથે દલીલો પણ કરવાનું એટલું જ મન થાય છે. હવે મૂળ મુદ્દા પર પહોંચું, તો…
    “…પણ તે બંધ કેમ નથી થતું????”
    શું કામ બંધ કરવું છે? ના, અવળું ના સમજશો. હું એકપત્નીવ્રત પુરુષ છું. શું કામ બંધ કરવું છે, તે પ્રશ્ન પુરુષોના પક્ષે રહીને નહી પણ વેશ્યાઓના પક્ષે રહીને કરું છું. હા, બળજબરીથી જે સ્ત્રીઓ આ વ્યવસાયમાં આવે છે તેમના માટે બંધ થવું જોઈએ, પણ જે સ્ત્રીઓ પોતાની જરૂરિયાત માટે આવે છે, તેમને માટે આથી મોટો વરદાનદાયક વ્યવસાય અન્ય કોઈ હોઈ જ ના શકે. ઉદાહરણ તરિકે ઉપરનો નડિયાદનો કિસ્સો. મારા કુટુંબના એક પરિચિત બેન વિષે નાતમાં અને ઓળખીતા પાળખીતામાં વાતો વહે કે તે વેશ્યા બની ગઈ છે, ધંધો કરે છે, વગેરે, વગેરે. અને તે સમયે અમે પુરુષો કશું બોલીએ તે પહેલા અમારા કુટુબની સ્ત્રીઓ, મમ્મી, કાકીઓ, વગેરે એકી અવાજે બોલી પડ્યા હતાં કે, એનો વર બાયલો છે, કમાતો નથી, ખાવાના ફાંફા છે, ત્યાં પેલી શું કરે? એનું અને એના છોકરાઓનું પેટ ભરવા બીજું કશું કામ ના મળ્યું ત્યારે આવું કરતી હશે ને? શું ખોટું છે એમા? નાતના જે લોકો એની નિંદા કરે છે, એમાંનું એકેય એનું ઘર ભરવા ગયું? તો પછી, એ બિચારી જે કરે છે, તે એને કરવા દોને જેથી એ જીવી તો શકે?

    રહ્યો સવાલ સ્ત્રીના શીલ, ચરિત્ર, વગેરેનો. તો એ બધું કોણે નક્કી કર્યું? પુરુષે જ ને? સ્ત્રીને ફક્ત તે એક જ પુરુષ સાથે જીવન ગાળે તો જ ચરિત્રવાન ગણવી એવું કેમ? મેં એવા પણ દાખલા જોયા છે જ્યાં પુરુષ તદ્દન નમાયલો હોય, પત્નિને જાતિય સંતોષ આપીજ શકતો ના હોય અથવા તેને સ્ત્રીમાં કોઈ રસ જ ના હોય (કોનામાં રસ હોય તે ચર્ચા અત્યારે નથી કરતાં). તો એવા લોકોની પત્નિ પોતાની જાતિય વૃત્તિ સંતોષવા શું કરે? કેમ સ્ત્રીને શરિર નથી? તેને પોતાને જાતિય સુખ ભોગવવાનો અધિકાર નથી? આવી સ્ત્રી કોઈ કારણે વેશ્યા બનીને પોતાનો શારિરિક સંતોષ મેળવી શકતી હોય તો, આ બધું બંધ શું કામ કરવું જોઈએ? ફક્ત પુરુષોએ જ નહી, સ્ત્રીઓએ પણ સ્ત્રીને તટસ્થ દૃષ્ટિએ જોવાની જરૂર છે. આપણા સમાજની સ્ત્રીઓને પણ પુરુષની દૃષ્ટિએજ અન્યોને મુલવવાની આદત પડી ગઈ છે. મારો વર ભલે ગમે તેટલી સ્ત્રીઓને ફેરવે, મારાથી એવું ના કરાય, કેમ? કેમકે હું સ્ત્રી છું! ધિક્કાર છે એવી સ્ત્રીને જે પોતાની નબળાઇને પોતાનું ગર્વ, શીલ અને ચરિત્ર બનાવી દેતી હોય.

    Like

    1. બહુ સુંદર.મેં સવાલ અમસ્તો નહોતો પૂછ્યો.અને તે પણ ચાર પ્રશ્ન ચિહ્નો મુકીને.પણ આવા સ્પષ્ટ પ્રતિભાવ અને વિચારો દર્શાવી શકવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે.ધન્યવાદ.

      Like

      1. ખરેખર શ્રી ધવલભાઈ અભિનંદનને પાત્ર છે. આ બાબતમાં કોઈને રસ હોય તો હિન્દીના નામાંકિત લેખક યશપાલની નાની નવલકથા ‘ક્યોં ફંસે?’ વાંચવાની હું ભલામણ કરૂં છું.

        યશપાલ ચન્દ્રશેખર આઝાદ, ભગત સિંહના સાથી હતા અને સશસ્ત્ર ક્રાન્તિમાં સક્રિય હતા. આ નવલકથામાં એમણે લગ્ન સંસ્થાનું નવી દૃષ્ટિએ વિવેચન કર્યું છે, એમણે સ્ત્રીઓના શીલ, ચારિત્ર્ય વગેરે વિશેના સામાજિક દૃષ્ટિકોણ પાછળ રહેલા ગર્ભિતાર્થો સ્પષ્ટ કર્યા છે.

        Like

    2. શ્રી ધવલભાઇ,
      ઘણા વખતે આપને એ જ, સટાકેદાર અંદાજમાં માણ્યા !! મને ગર્વ છે આપના મિત્ર હોવાનો. ભુપેન્દ્રસિંહજી અને દિપકભાઇએ કહ્યું તેમ આવો વિચાર રજુ કરવો તે ઘણું હિંમત માંગતું કામ છે. આપે એ વાત બહુ ચોટદાર કહી કે; ’નિંદા કરનારાઓ કોઇ એમના ઘર ભરવા જાય છે ?’
      આપના અમુલ્ય વિચારો અને જ્ઞાનનો લાભ અમ સૌને આપતા રહેશોજી. આભાર.

      Like

      1. અશોકભાઈ, તમે મને શરમમાં નાંખી દીધો, તમારા અને ભુપેન્દ્રસિંહજીના સંવાદો મેં ઘણી વખત વાંચ્યાં છે, તમારી તોલે તો હું કશું નથી. નાહકના વખાણ ના કરો ભાઈ.

        Like

  13. ખૂબ સારી માહિતી છે,જાણવાલાયક લેખ.

    પહેલાના જમનામાં સ્ત્રી વૈશ્યા હતી,કેમકે સમાજ પુરુષ પ્રધાન હતો,પણ હવે પુરુષ વૈશ્યાઓ (ઘણા દેશોમાં તો શરુઆત થઇ ચૂકી છે.) જોવા મળશે.!!

    dhruvtrivedi1986@gmail.com

    Like

  14. Bhupendrasinh – જબ્બરજસ્ત ચર્ચા ચાલી છે… અને એ બહાને ઘણા હળવા થયા છે તો કેટલાક આ thread ને છેક સુધી ઉત્સુકતા થી વળગી રહ્યા… અને આપના બ્લોગ ની પણ ચર્ચા મેં વાંચી અને તે પણ ખુબજ રસપ્રદ છે…
    આ વિષય માં ત્રણ મુદ્દા ખાસ દેખાય છે…
    ૧. Love & Care – માદા (સ્ત્રી) નો એક સર્વ સામાન્ય ગુણ છે કે તેની જે ‘કાળજી લે’ કે ‘કાળજી-કરે’ તેને તે પ્રેમ સમજે છે અને તેની સાથે તે સંભોગ કરવા તૈયાર થતી હોય છે… ઘણીવાર સાવ કદરૂપો પુરુષ પણ સુંદર સ્ત્રી ને શયનખંડ સુધી ફક્ત કાળજી-પ્રેમ નું નાટક કરી ને લયી જાય છે તેમાં મુખ્ય પ્રતીકો રહ્યા છે ગીફ્ટ/ભેટ/સોગાદ-સતત ૨૪/૭ આગળ પાછળ ફરવું-પ્રેમાલાપ કરવો… વગેરે-વગેરે… એટલે જે કેમ્પુચી-વાનરો ની વાત છે તેમાં વેશ્યા વૃતિ કરતા મને તે માદા ની સર્વ-સામાન્ય-નબળાઈ વધારે ભાગ ભજવે છે તેમ લાગે છે…. એટલે કે… જો પરણિત કે કુવારી સ્ત્રી નું ધ્યાન પતિ કે પિતા દ્વારા નાં રખાય તો તે ચોક્કસ કહેવાતા વ્યભિચાર (જરૂરીયાત) નાં પંથે જાય છે. અને તે વેશ્યાવૃતિ હેઠળ નાં આવે.
    ૨. Sex As A Need – શારીરિક સુખ કે કામવૃત્તિ એક કુદરતી જરૂરીયાત છે. જે સ્ત્રી ને વધારે કામવૃત્તિ કે પોતાના પુરુષ થી અસંતોષ રહેતો હોય તે બીજા-પુરુષ ની ઈચ્છા કરે કે તેની પાસે જાય તે સ્વાભાવિક છે. લગ્ન-નાં-બંધન અને નિયમો મનુષ્યે બનાવ્યા છે અને તે પુરુષ તરફી છે. કુદરત નાં નિયમ પ્રમાણે સ્ત્રી પોતે ધારે તેટલા ની સાથે અને ધારે તેની સાથે સંભોગ કરવા મુક્ત છે. આવી કામવૃત્તિ નું આચરણ કરતી સ્ત્રી તે “વેશ્યા” નાં કહેવાય.
    ૩. Business Of Sex – જે સ્ત્રી પોતાના શરીર નો વિનિમય / વ્યાપાર / ધંધો કરે છે… તે જ વેશ્યા નાં બિરુદ હેઠળ આવે.

    હવે એક જોક – એક વેશ્યા ની આવક ખુબ વધી ગયી એટલે તેને Income-Tax નાં નિયમ મુજબ તેનો Tax ભરવા ગયી. તો CA-સાહેબ વિચાર માં પડી ગયા કે આ કયા ધંધા ની લાઈન માં આવે અને કાયદેસર પણ કહેવાય?…..??? વિચારો-વિચારો…

    પછી CA-સાહેબે આ ધંધા નું કાયદેસર નામ આપ્યું-
    “કામચલાઉ ઉત્થાન નું નિરાકરણ”

    Like

  15. રાઓલ બાપુ ,,આપ ના બધા લેખ માં થી અમે એટલું બધું પામ્યા છીએ ..કે શું વાત કરું …બસ આભાર માની ને ઋણમુક્ત નથી થવું ..

    Like

  16. પહેલાંના સમયમાં રાજાઓને એકથી વધુ રાણીઓ હતી. એ સમાજ બહુપત્નીત્વને માન્યતા આપતો હતો. હવે જ્યારે એકપત્નીત્વનો કાયદો છે ત્યારે પુરુષના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ સમાજમાં સ્વીકાર્ય નથી, પરંતુ ઈતિહાસ તપાસીએ તો સમજાશે કે આવી ગણિકા કહી શકાય તેવી, જેને સમાજ માન્યતા ન આપે તેવી સ્ત્રીઓ વિશે સાહિત્યમાં શ્રેષ્ઠ કામ થયું છે.

    શુદ્રકના ‘મૃચ્છકટિક’ નાટકમાં લેખકે વસંતસેના અને ચારુદત્તના પ્રેમસંબંધની વાત કરી હતી. ‘ઉત્સવ’ ફિલ્મ એ જ કથા લઇને બનાવવામાં આવી હતી. શુદ્રક, દંડી અને કાલિદાસ જેવા કવિઓએ ગણિકાનું મહત્વ પોતાના નાટકોમાં સમજાવ્યું છે. જેમ નટ વિદૂષક હોય તેવી જ રીતે સંસ્કૃત નાટકોમાં ‘ગણિકા’નું મહત્વ છે… મોગલ સમયમાં પણ ‘કનીઝ’ એટલે નર્તકી અથવા દાસીનું મહત્વ આલેખવામાં આવ્યું છે. સલીમ-અનારકલીની કથાથી શરૂ કરીને મોગલ સમયની નર્તકીઓની વાતો આપણે જાણીએ છીએ.

    હીરોડોટસ નામના ગ્રીક ઈતિહાસકારે લખ્યું છે…..

    ‘‘બેબિલોનની પ્રજામાં એક બહુ જ શરમ ભરેલો રિવાજ ચાલે છે. બેબિલોનમાં જન્મેલી પ્રત્યેક સ્ત્રીને માથે એક ફરજ હતી કે એણે એક વખત દેવી મીલીયા-રતિના મંદિરમાં જઇને બેસવું અને કોઇ પણ પરદેશી-અજાણ્યા પુરુષ સાથે સહચાર સાધવો. અજાણ્યો પુરુષ પોતાને મનગમતી સ્ત્રીના ખોળામાં ચાંદીનો સિક્કો નાખીને કહે કે, દેવી મીલીટા તને આબાદી બક્ષે એટલે સ્ત્રીએ પેલા પુરુષની સાથે જવું જ પડે અને એને સંતુષ્ટ રાખવો પડે.’’

    મિસર સંસ્કૃતિમાં ‘બાલદેવતાનાં મંદિરો’ એ વિશાળ ગણિકાગૃહો હતા.

    યુરોપના અગ્નિ ખૂણામાં આવેલો ગ્રીસનો એક નાનકડો પ્રદેશ આ બાબતમાં સાવ જુદું વિચારતો હતો. સોક્રેટીસ જ્યાં જન્મ્યો એવા એ દેશમાં બે પ્રકારની સ્ત્રીઓ હતી. એક ભાગમાં પ્રતિષ્ઠિત છતાં પછાત પત્ની અને બીજા ભાગમાં પુરુષની રસભાવના, કલાભાવના અને કામને સંપૂર્ણપણે સંતુષ્ટ કરતી ગણિકા…. ગણિકાના બાળકને નાગરિકતા ન મળતી. ફ્રાઇન નામની એક ગણિકાએ થબિ્ઝ શહેરનો નાશ થયો ત્યારે પોતાના ધનથી બંધાવી આપવાનું માથે લીધેલું. રતિદેવી-વિનસના મંદિરમાં લામિયા નામની એક ગણિકા હતી. મહારાજા ડીમીટ્રિયસે એલેકઝાન્ડિ્રયા જીતી લીધું પછી એથેન્સ ઉપર ટેક્સ નાખ્યા અને એ રકમ લામિયાને એના સાબુ માટે આપી દેવામાં આવી હતી. હર્મોડિયસની ઉપપત્ની લીના, થારજેલિયા અને એસ્પેસિયાના નામો આજે પણ ગ્રીસને યાદ છે.

    ગુજરાતી સાહિત્યમાં લીલાવતી મુન્શીએ એસ્પેસિયા વિશે લખ્યું છે…. સોક્રેટિસ જેવો તત્વજ્ઞ, એલ્સીબીએડીસ જેવો યોદ્ધો અને પેરિક્લિસ જેવો મુત્સદી શાસક એસ્પેસિયાના ચાહકો હતા. પેરિક્લિસ અંતે પોતાની પત્નીને છુટાછેડા આપીને એસ્પેસિયા સાથે પરણ્યો હતો… એસ્પેસિયાની જેમ જ હપિર્સિયા પણ જાણીતી હતી. હપિર્સિયાએ ઘણા ગ્રંથો પણ લખ્યા છે… બેકીસ અને લાઇ જેવી ગણિકાઓના નામ પણ ગ્રીસના ઈતિહાસમાં જાણીતાં છે…ગ્રીસ અને રોમની સંસ્કૃતિમાં સોક્રેટિસ ઉપરાંત પ્લેટો અને એરિસ્ટોટલ જેવા લોકો પણ ગણિકાઓ સાથે સંપર્ક ધરાવતા હતા.

    આજના સમયમાં મુંબઇનો ફોકલેન્ડ રોડ કે કોલકાતાની સોનાગાચ્છીમાં વસતી સ્ત્રીઓ વિશે આપણે વાત ન કરીએ, તો પણ જે સ્ત્રીઓએ પોતાના શરીરને પોતાની બુદ્ધિ કરતાં ઓછું મહત્વ આપીને પુરુષને જીતવાનો પ્રયાસ કર્યો છે એ બધી જ સ્ત્રીઓ અંતે સફળ પુરવાર થઇ છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માં ગણિકા વસંતસેના વિશે એક શ્લોક લખીને એણે ગણિકાના ગુણ કે અવગુણની વાત કરી છે.

    એષા નાણકમોષિકામકશિકા મત્સ્યાશિકા લાસિકા,

    નિનૉસા કુલનાશિકા અવેશિકા કામસ્ય મવ્જુષિકા,

    એષા વેશવધૂ: સુકેશનિલયા વેશાંગના, વેશાશિકા,

    એતાન્યસ્યા દશ નામકાનિ મયા કૃતાન્યાધ્યાપિ માં નેચ્છતિ.

    (નાણાંનું હરણ કરનારી, ચોરડાકુઓ જેવાનાં દિલને પણ ચાબુકની માફક ઉત્તેજિત કરનારી, મત્સ્યભક્ષી, નાચમાં જીવન ગુજારનારી, નાક વગરની નફ્ફટ-નિનૉસા, કુટુંબ વિનાશિની, અંકુશહીન, કામ મંજુષા-કામની પેટી, વેશવધૂ-ગણિકા, અલંકારનો ભંડાર, વેશાંગના, વેશ્યા આવાં દસ નામોથી તને હું સંબોધું છું, છતાં તું મને કેમ ઇચ્છતી નથી?)……સવાલ એ છે કે સ્ત્રીમાં અનેક અવગુણો દર્શાવ્યા પછી પણ હંમેશાં સ્ત્રીને પામવાના, ભોગવવાના પ્રયત્નો તો થતાં જ રહ્યાં છે. એના પ્રત્યેની આસિકતમાં ક્યારેય કોઇ પ્રકારનો ઘટાડો નથી જોવા મળ્યો.

    બીજું, સ્ત્રી અને પુરુષના સંબંધો વિશે જાતજાતની ને ભાતભાતની વાતો કહેવાય છે. એ સંબંધનું એક પણ ડાયમેન્શન (પરિમાણ) એવું નહીં હોય, જેના વિશે ન લખાયું હોય કે ન કહેવાયું હોય… લીગલ અથવા કાયદેસરના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત થાય છે. જ્યારે સામાજિક રીતે જે સંબંધને માન્યતા ન મળી શકે એમ હોય એના વિશે લખવામાં લેખકને મજા આવે છે, વાંચવામાં વાચકને થ્રિલ મળે છે, સિનેમા, નવલકથા, ટેલિવિઝન જેવાં કેટલાંય માધ્યમોમાં સ્ત્રી-પુરુષના આવા સંબંધ વિશે ઘણુંબધું કહેવાય છે….. ‘પ્રીટિ વુમન’ નામની એક ફિલ્મમાં એક સેક્સવર્કરના પ્રેમમાં પડતા એક અબજોપતિની કથા કહેવાઇ છે… એમાં રિચાર્ડ ગેર જુલિયા રોબટ્ર્સને કહે છે, ‘આ બધું છોડી દે, હું તને એક ઘર આપીશ. તારા માટે પૈસાની વ્યવસ્થા કરીશ. હું નથી ઇચ્છતો કે કોઇ તને સેક્સવર્કરની જેમ ટ્રીટ કરે.’

    ‘તમે હમણાં જ મને એવી રીતે ટ્રીટ કરી.’ (યુ જસ્ટ ડીડ) જુલિયા રોબર્ટ્સ કહે છે.

    સ્ત્રી વિશેની ચર્ચા કરવી, સાંભળવું, સ્ત્રીઓ સાથે રમત કરવી અને જોવી, એની સાથે ગુપ્ત ચર્ચા કરવી, પામવાનો સંકલ્પ કરવો, પ્રયત્ન કરવો અને એની સાથે શરીરનો સંગ કરવો – આવાં આઠ પ્રકારનાં મૈથુન છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. સ્ત્રી સાથેની તમામ સંભવત: પ્રક્રિયાઓને મૈથુન ગણી લેવાઇ છે. ત્યારે એક સવાલ આવે છે કે સ્ત્રી શરીર વિશે રસ ન ધરાવતો હોય એવો ભાગ્યે જ કોઇ પુરુષ હશે… (શાસ્ત્રોમાં સ્ત્રી વિશે અનેક નિંદાજનક વાતો કહેવાઇ છે, પણ કોઇ એ વાત કેમ નથી સમજતાં કે પુરુષે એ બાબતને ધર્મ બનાવી છે, જે એને અનુકૂળ હોય છે..) સ્ત્રીનો ઉપયોગ પણ પુરુષ કરે છે અને ઉપભોગ પણ પુરુષ કરે છે… નારીને વસ્તુ બનાવીને વેચવાનો પ્રયાસ પણ પુરુષો દ્વારા એટલો જ જોશપૂર્વક થતો રહ્યો છે. શેવિંગ બ્લેડથી શરૂ કરીને પુરુષોના ઉપયોગની વસ્તુઓ વેચવા માટે સ્ત્રીશરીરનો ઉપયોગ આનંદપૂર્વક કરાય છે… એમાં કોઇને ભાગ્યે જ વિરોધ હોય એવું લાગે છે—-

    સૌજન્ય– કાજલ ઓઝા વૈદ્ય… ઉપરના અવતરણો શ્રી. કાજલ ઓઝા વૈદ્યના એક લેખમાંથી લીધા છે.

    Like

    1. બહેન શીતલ મહેતાની આ કૉમેન્ટ એક સ્વતંત્ર લેખ જ છે. બહુ ઘણું જાણવાનું મળ્યું અને તે પણ આખા વિશ્વ સાહિત્યમાંથી! એક ગેસ્ટ રાઇટર તરીકે.આ લેખ આપ્યો હોત તો સારૂં થાત. ભૂપેન્દ્રસિંહભાઈ તો નવા વિચારો રજુ કરવા માટે નામચીન બની ગયા છે એટલે એમને અભિનંદન તો ખરાં જ શીતલબેનને પણ અભિનંદન.

      Like

      1. શ્રી દીપકભાઈ,
        શીતલ મહેતાને મેં એક લેખ લખવાનું સુચન કર્યું જ છે. લખીને એમના બ્લોગમાં મુકવા વિનંતી કરી છે.

        Like

    2. શીતલ બહુ સુંદર, એક લેખ જેટલી મહેનત કરી છે. એક સુંદર લેખ લખો અને તમારા બ્લોગમાં મુકવા વિનંતી..

      Like

      1. શ્રી. બાપુ તથા દીપકભાઈ.
        ઉપર Sheetal Mehta દ્વારા પ્રતિભાવ (૨૭-૧૦-૨૦૧૨) અને નીચે લિંક્ડ કાજલ ઓઝા-વૈધ્ય દ્વારા ૩-૮-૨૦૧૨નાં દિ.ભા.માં પ્રસિદ્ધ લેખ સરખાવશો. જ્યારે પ્રતિભાવ વધારે પડતો વિદ્યતાપૂર્ણ જણાય ત્યારે સંશોધન કરવું ! સંભવત: કંઈક તો ગરબડ મળે જ !! (આજે આ લેખ પરના નવા પ્રતિભાવનો મેઇલ મળ્યો અને આ જુનું પણ વાંચ્યુ એટલે ધ્યાને આવ્યું. આ વાચકના અન્ય કેટલાંક પ્રતિભાવો પણ…!!!) માત્ર જાણ ખાતર. આભાર.
        * http://www.divyabhaskar.co.in/article/MAG-kajal-ojha-vaidya-if-you-asked-than-listen-3608108.html

        Like

        1. એનો અર્થ એ કે બહેન શીતલ મહેતાએ કાજલના લેખમામ્થી ઉપાડી લીધું છે. શબ્દો પણ બદલ્યા નથી. પહેલાં તો આ આક્ષેપ માત્ર બ્લૉગરો પર થતો. વાચક પણ એમ જ કરે છે! તમે ધ્યાન દોર્યું તે બદલ આભાર.

          Like

          1. મેં કાજલ ઓઝાને ખાસ વાંચ્યા નથી. એમની એક નોવેલ કૃશ્નાયણ ખાલી વાંચી છે માટે મને ખયાલ આવ્યો નહિ કે આ કોપી પેસ્ટ છે. મેં પોતે કાજલજીનું નામ નીચે લખીને એમને પુરતી ક્રેડીટ આપી છે. મારા બ્લોગમાં મેં સુધારી લીધું..શીતલને પૂછ્યા વગર.. હહાહાહા શીતળા માતા ફરી આવું ના કરે તેવી આશા.

            Like

  17. Just started to read your blog, hence giving feedback now,
    Satya humesha ujagar thavu joye, pachi e andh-shraddha todanaru hoy ke shraddha todanaru, bolg ma lakhayu che ke vanar sena ne call girl pase mokale che thak utarava. Kyak vanchi ne aavu lakhay che pan jeme itihaas sathe chenda thay che (ref. peli thapar) em dharmik book sathe nahi thay hoy evu khatari purvak kahi sakay nahi, karan ke ramayan 10k pela lakhayee che, ne aatli sadiyo darmiyaan ramayan ghanivari lakhani hoy, re-print thayee hoy to sakya che ke original lakhan sachvayu na hoy ya to original ramayan ma aaje aapd je read kariye chiye ema ghano tafavt hoy, kyay thi original ramayan vise janava made to inform karso.
    Kuhbaj saras lakho cho, vanchva ni maja pade che. ne koi vastu vise ek navo point of view janava ni made che, ne off course knowledge ma vadharo thay che.

    Like

Leave a comment