દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

5 thoughts on “દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-”

  1. સાંકડું દ્રષ્ટિબિંદુ અને ગ્લોબલ દ્રષ્ટિબિંદુ
    માઇક્રો ચિપ્સ અને બટાટા ચિપ્સ !!
    આધુનિકતા સારી કે ખોટી તેની ચર્ચાઓ
    પાણીના પરપોટામાં જીવવું (કુવામાંના દેડકા જેવું)
    બંધિયાર સમાજ એક જ દિશામાં વિચારતો હોય છે.
    નેરો ફોકસ,નેરો વિચારધારા.
    ધર્માંધ મૂર્ખતા!! (કે સ્વાર્થી ધર્માંધતા !)
    શ્રી ભુપેન્દ્રસિંહજી. ઉપર માત્ર વિચારોને લયબદ્ધ ગોઠવવા માટે મુદ્દાઓ તારવ્યા છે. ભારતીય સમાજને વળગેલા કેટલાક રોગની યાદી જેવું લાગે છે. અને આ રોગો વળગવાનું કારણ લેખને બે વાર વાંચતા ધીમે ધીમે સામું આવે છે. અને એ છે “માત્ર પોતે સાચા ધારેલા કોણથી દૃશ્યને જોવું” જરા હટકે વિચારવાનું તો આપણને શિક્ષણકાળમાં પણ નથી શિખવાતું ! તેમાં પણ કહેવાય છે કે ’બે પુંઠાની વચ્ચે’ છે તે જ ગોખી મારો બાકી ઘરનું કશું (સ્વવિચાર) ભેળવશો તો નાપાસ !!
    “દિવાલો” રક્ષણ માટે બહુ ઉપયોગી છે, માત્ર “દરવાજો” મુકવાનું ભુલાવું ન જોઇએ !! અને જ્યાં “દરવાજાઓ” હોય છે ત્યાંથી બહારની દુનિયા જોવાને બદલે તેને, બહારની દુનિયાની બીકના માર્યા, કચકચાવીને “બંધ” કરેલા હોય છે.
    અને આપણી સામાન્ય દાનત “ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી” ટાઇપની રહી છે. નવું કશુંક સ્વિકારો અને તેમાં કદાચ ગેરલાભ પણ થાય, એથી તો નવાને સાવ નકારી દો અને “જુનુ એટલું સોનું” પકડી રાખો !! કશું જોખમ જ નહીં !! સરકાર હોય કે ઘર, પ્રશ્નોને ઉકેલવા માટે જોખમ લેવું પડે. એથી તો સારૂં કે ટાળમટાળ કરે રાખો ! (હાલે છે એમ હાલવા દ્યોને ભ‘ઇ !) આ રોગ છે.
    પ્રસ્તુત તો નથી પણ એક દાખલો આપી દઉં, અગાઉ પણ ક્યાંક જણાવેલું જ, અમારે અમુક તહેવારો પર નૈવેધ કરતાં હોય છે. જેમાં પરંપરાગત ચોખા-લાપશી વગેરે હોય. સારૂં જ છે, આરોગ્યપ્રદ પણ ગણાય, પરંતુ હવે છોકરાઓને તે ભાવતા નથી. કોઇ નિયમાનુસાર, બનાવેલી તમામ વસ્તુઓ ખાઇ ખુટાડવી જરૂરી, તેથી બાળકોને પકડી પકડી ધરાર ખવડાવાય. મેં ઘણી વખત સૂચન કર્યું છે કે, કાં તો આ પાલી પાલી રાંધવાનું બંધ કરો અને કાં કંઇક બાળકોને ભાવે તેવું નૈવેધ બનાવવાનો ફેરફાર કરો !! પિતૃઓ પણ આ એકનાં એક ચોખા-લાપશી ખાઇને કંટાળ્યા હશે ! કંઇક પકોડા, ભજીયા, ભેળ જેવું મળશે તો વધુ ખુશ થશે !! (જો કે સલાહ આપતા પહેલાં વાંસે એક મજબૂત પતરૂં બાંધવું જરૂરી !)
    મારૂં અંગત માનવું એમ નથી કે દિવાલો પાડી નાખો ! તે વ્યવહારૂ ઉપાય નથી. પણ દરવાજાઓ તો ખોલો !! જેમ દિવાલ વિના ઘર ન સંભવે તેમ બારી-દરવાજા વિનાનું ઘર પણ માત્ર રોગનું ઘર જ બની રહે ! આશા રાખું ’કુરુક્ષેત્ર’ વાંચકોને આ બંધ બારી દરવાજા ખોલી તાજી હવા ખાતા કરે.
    એકદમ નગ્ન સત્ય રજુ કરતો, ભલું વિચારતો, સુંદર લેખ.
    (સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌)
    આભાર.

    Like

    1. કોઈ બહારનો રોગ ઘુસી ના જાય તેમાટે દીવાલો જરૂરી,પણ મેં જે દીવાલો જણાવી તે પ્રગતિ રોકે છે.દીવાલો પણ જાતજાતની હોય છે.ગ્લોબલ દ્રષ્ટિબિંદુ રાખાઓ પણ સાથે સમજણ અને વિવેકની દીવાલ હોય તો સારૂ આવકારીએ અને ખોટું ફેંકી દઈએ.પ્રતિભાવ સુંદર છે.નવી વસ્તુ ઝોખમી હોય છે.માટે એને ટાળી દેવાય છે તે મૂર્ખામી છે.લોક પડકારમાં અમારા પડોશી કટાર લેખક કહે છે કે ઈન્ટરનેટ ના લાભ કરતા ગેરલાભ વધુ છે માટે એને બંધ કરી દેવું જોઈએ.સમજણ કેળવવી નથી બસ બંધ કરી દો.અમારે ત્યાં વળી નૈવેદ્ય માં બાજરાની ખીચડી અને લાપસી હોય .હવે આજકાલ કોઈને ભાવે ખરી?ઘરને દીવાલો,બારી બારણા,બાલ્કની,અગાસી બધું જોઈએ,બાકી તો કેદખાનાની કોટડી બની જાય.એમાં નકામા જુના વિચારો અને અર્થહીન જુના રીવાજો રૂપી મલ મૂત્ર વિસર્જન કરવા બાથરૂમ,સંડાસ ખાસ જોઈએ. ખૂબ આભાર.

      Like

  2. “આપણે સુખી છીએ કેમ કે હજારો વર્ષો થી આવું ઝાંખું જોવાની આદત પડી ગઈ છે.”
    વાત તો સાચી છે. બીજું કારણ એ પણ છે કે આપણા ધર્મ ગુરૂઓએ સુખની આપણી વ્યાખ્યા જ બદલી નાંખી છે. સંસ્કારની આપણી વ્યાખ્યા પણ સાંકડી. ‘ફલાણાભાઈ આમ તો બહુ સારા, બધાને મદદ કરે, પણ કેરેક્ટર સારું નથી. ઢીંકણાભાઈ ભલે દાદાગીરી કરે છે પણ તેમનું કેરેક્ટર બહુ સારું હોં!’
    સંકડાશ તો એવી કે વેદમાં જ બધું જ્ઞાન ભર્યું છે એમ ન માનીએ તો હિંદુ ન કહેવાઈએ.

    Like

    1. વેદો બધી કવિતાઓ છે.કોણે પુરા વાંચ્યા છે?એના સાચા ભાષ્યો પણ કોણે કર્યા હશે?એમાંથી સારું વીણી લેવું જોઈએ.એક નાનકડા કાપામાં કેરેક્ટર સમાઈને રહી ગયું છે.

      Like

Leave a comment