बुद्धं शरणं किं गच्छामि||

Buddha Tooth Relic Temple – Hundred Dragons Hall
Image by williamcho via Flickr

बुद्धं शरणं किं गच्छामि||
*બુદ્ધે ચાર આર્ય સૂત્રો આપ્યા.સંસાર દુઃખ છે, દુઃખનાં કારણો છે, દુઃખનો ઉપાય છે અને એમાંથી મુક્ત થઈ શકાય છે. જે હોય તે પણ આ દુઃખો કયા? ગરીબી હોય તે? પૈસા ના હોય તે? ખાવાપીવા પૂરતું ના મળે તે? બીમારીઓ આવે તે?વાર્ધક્ય આવે તે? મૃત્યુના હવાલે થઈ જઈએ તે? કોઈ ત્રાસ આપે તે? હજાર દુઃખો હશે સંસારમાં. ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી. બુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા, એવું લાગે છે. મન અશાંત હોય સમય જવા દો, એની જાતે વમળો બેસી જશે. શાંત બનવાનો પ્રયત્ન કે કાબુ કરવાનો પ્રયત્ન ઉલટાના વધારે વમળો પેદા કરશે. શાંતિ મેળવવાના પ્રયત્નો વધારે અશાંત બનાવી શકે. બુદ્ધ આવી બધી વાતો પ્રેક્ટીકલ ઉદાહરણ આપીને સમજાવતા. બુદ્ધનો એક ઉપદેશ મેં અગાઉ લેખમાં લખેલો કે જેને સંભાળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે, એની પ્રજ્ઞા નહિ. સાંભળે તો બધાં છે, કળા કોને આવડે છે? એમના ૨૫૦૦ વર્ષ પછી ફ્રેંચ માનો વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે ૧૯૧૨મા  જાહેર કરેલું કે માનવીની શારીરિક  અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે. બાળક શીખે છે બધું સંભાળીને. શીખે છે બધું જોઇને.
*હિંદુ પરમ્પરા અલગ હતી. એમાં પહેલા આવે બ્રહ્મચર્યાશ્રમ, પછી આવે
ગૃહસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે આવે સંન્યસ્તાશ્રમ. આ એક કુદરત સાથે તાલમેલ
ધરાવતી પરમ્પરા હતી. વિદ્યા મેળવો, લગ્ન કરો, અથવા જોડી બનાવો, તમારા જિન્સ બીજી
પેઢીમાં ટ્રાન્સ્ફર કરો, જે કુદરતનો ક્રમ છે. પછી બીજી પેઢીને મુક્ત કરો, એમને એમની
લડાઈ લડવા દો. જરૂર પડે માર્ગદર્શન અને સાથ આપો. આ બે આશ્રમ સુધી આરામથી પત્ની સાથે કે સહચારિણી સાથે તંદુરસ્ત કામાનંદ મેળવો. પછી કોઈ રસકસ રહે નહિ, સંન્યસ્ત
સ્વીકારો, ચિન્તન મનન કરો. એક સુંદર વ્યવસ્થા હતી. એમાં કુદરતનું, ઇકોલોજી અને
ઈવોલ્યુશન નું બહુમાન હતું, એની સાથે તાલમેલ હતો.

*શ્રમણ પરમ્પરા અને ભિખ્ખુ પરમ્પરાએ બધું બદલી નાખ્યું
બુદ્ધે ઓચિંતાં વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલા માનવો જોયા અને દુઃખોમાંથી મુક્તિનો ઉપાય શોધવા ભાગી ગયા. જે કુદરતનો ક્રમ હતો, તેનાથી પિતાશ્રીએ અજાણ રાખેલા. ૬ વર્ષ ગાળી નાખ્યા. જેણે જે કીધું તે કર્યું. કેટલાય લોકોને ગુરુ બનાવ્યા હશે, કે પુચ્છ્યું હશે. કોઈએ ઉપવાસ બતાવ્યા તો શરીર ગાળી નાખીને ઉલટાના વધારે દુઃખી થયા. થાકી ગયા દોડી દોડીને. છેલ્લે એક વૃક્ષ નીચે બેસી ગયા, હવે કશું કરવું નથી. ધીમે ધીમે શાંત થતા ગયા. વમળો બેસી ગયા હશે. અને કહેવાય છે જ્ઞાન ઉપલબ્ધ
થયું. બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો. લોકો પાછળ ફરવા લાગ્યા હશે. બહુ શાંત માણસ દેખાય
છે. કોઈ ઉચાટ નહિ. ચહેરો દર્પણ છે. બુદ્ધ અને મહાવીરના ચહેરા પર પરમશાંતિ દેખાય
છે. આપણે તો જોયા નથી, પણ ચિત્રો એવાજ બનાવાય છે, મૂર્તિ એમની એવી બનાવાય છે. હિંદુ
ધર્મમાં ઘણો બધો સડો હશે. એક નવો સ્તંભ રોપી બેસી ગયા. લોકો યુવાનીમાં દુઃખ દૂર
કરવાના ઉપાયો શોધવા ભિખ્ખુ બનવા લાગ્યા. એક માહોલ બની ગયો હશે કે સંસાર દુઃખ છે તો
વેળાસર ઉપાય શોધી લઈએ. યુવાનીમાં, બચપણમાં બ્રહ્મચર્ય પાળવું કે સેક્સ થી દૂર થવું
અકુદરતી છે. અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છે તેની
વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે, અવહેલના છે. ભગવાનનું અપમાન છે.
માની લીધેલાં દુઃખ થી દૂર થવા બચપણમાં સંન્યાસ સ્વીકારવો આ તો ઉલટાનું વધારે દુઃખદાયી બનવાનું હતું. ભારત એના દુષ્પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે. સ્ટ્રેસ અને ચિંતામુક્ત થવા કશું કર્યા વગર બેસી રહો, ઉપાય કરશો તો વધારે સ્ટ્રેસ થશે. સાચી વાત છે. એનાથી થયું શું  કે તમામ સાધુઓ કર્મ થી મુક્ત બની ગયા. કામ કરવું જ નહિ. બેસી રહો આરામ થી,  દુઃખ મુક્તિનો ઉપાય લાખો સાધુઓને મળી ગયો. બુદ્ધની સાથે એક સમયે દસ હજાર ભિખ્ખુઓ ફરતા હતા. બુદ્ધ જ્યાં જ્યાં જાય ત્યાં બધા સાથે જતા. બુદ્ધ બહુ મોટો કાફલો લઈને ફરતા હતા. એમ લોકો જોઇને વધારે પ્રભાવિત થતા હતા. કોઈ કશું કામ કરતા નહોતા, અનપ્રોડક્ટીવ  હતા. ખાલી ધ્યાન કર્યા કરતા હતા. એ સમયે આખા ભારતની વસ્તી ખાલી એક કરોડ હતી એવું કહેવાય છે. ચાલી જાય આટલાં માણસો કામ ના કરે તે. રાજાઓ સમૃદ્ધ હતા, પ્રજા સમૃદ્ધ હતી, આ લોકોનું પૂરું કરતી હતી.

*પછી આવ્યા શંકરાચાર્ય, પ્રચ્છન્ન બુદ્ધ. એમને લાગ્યું કે આતો હિંદુ વિચારધારાનો ખાતમો થઈ જશે. બુદ્ધને નવમો અવતાર ગણાવી કાઢ્યા. વાદવિવાદમાં પંડિતોને પરાસ્ત કર્યા. લોકો પાગલ  હતા, સંન્યસ્ત પાછળ. બધાને દુઃખમાંથી મુક્તિ જોઇતી હતી, આવાગમન, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ જોઇતી હતી. બચપણ અને યુવાનીમાં સંન્યસ્ત સ્વીકારનારો લોકોના અહોભાવનું કારણ બની જતો. વિરુદ્ધ ગુણ હમેશા આકર્ષે, તે ન્યાયે કામાનંદ મેળવનાર ને બ્રહ્મચારી મહાન લાગવાનો. ભોગીઓને ત્યાગી મહાન લાગે. માટે તો લોભિયા લોહચુંબકની જેમ ધુતારાંથી ખેંચાઈ જાય છે. ખેર આતો મજાક થઈ. લોકો પાગલ હતા કસમયે સંન્યસ્ત સ્વીકારવા. શંકરાચાર્યે ખુદ ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યસ્ત સ્વીકારેલો. ૩૨ વર્ષે તો દેવલોક પામ્યા. હજારો ગૃહસ્થો સુંદર ગૃહસ્થ જીવન છોડીને હાલી નીકળ્યા હતા. આ કુદરત વિરુદ્ધની બચપણમાં, યુવાનીમાં સન્યાસી બનવાની પરમ્પરા શંકરાચાર્યે હિંદુ ધર્મમાં પણ જોરદાર રીતે સ્થાપિત કરી દીધી. લાખો લોકો હવે ભીખ્ખુને બદલે હિંદુ સાધુઓ બની સંસાર છોડી, જવાબદારીઓ છોડી અકર્મણ્યતાને માર્ગે ચાલી નીકળ્યા. આજે ભારતમાં ૫૦ લાખ સાધુઓ બેઠાં બેઠાં રોટલા તોડે છે, બીડી ગાંજો પીવે છે, ફલાહાર અને દુગ્ધાહાર કરે છે, ભક્તોની સ્ત્રીઓને એમની ના દબાવી શકાતી કામ ઊર્જાનો ભોગ બનાવે છે, એમના મોક્ષ અને મુક્તિ, નિર્વાણ અને કૈવલ્યના બીલ આપણે પ્રજાએ ભરવા પડે છે.

બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. એક શ્રમણ હતા, બીજા ભિખ્ખુ હતા. બંને એ ઘણી
બધી સારી ફિલોસોફી, સિદ્ધાંતો, નીતિનિયમો આપેલા છે. બુદ્ધે અને મહાવીરે શું કહ્યું હશે
અને લોકો શું સમજયા હશે? લોકો પોતાના સંસ્કાર મુજબ સાંભળી લેતા હોય છે અને અર્થ કરી
લેતા હોય છે. બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
પતાવો. એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે. પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો
અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.

12 thoughts on “बुद्धं शरणं किं गच्छामि||”

  1. “અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છેતેની
    વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે,અવહેલના છે.ભગવાનનું અપમાન છે.”
    લાખ ટકા સાચી વાત લખી તમે તો. ધન્યવાદ.

    Like

  2. Dear brother,
    The article on Buddha is quite good. According to me He was a great social scientist and showed the way to attain happiness and peace. To understand the forces of nature and live accordingly. Aristotle also showed similar way: “The golden mean.” Between vices and extremes there is the quality which is called Virtue. For example between cowardice and rashness is courage. One has to learn by experience.

    Like

    1. Pradipsinh bhaai, Gautam also had a political vision. He wanted to retain the republican character of the society which was inherited from tribal society leaving people free to manage their own affairs. No one was superior, no one was inferior in such a society. We had no ojection as long as he restricted his criticism of Vedic practices, but we could not tolerate his attacks on the varna based social structure.

      Like

      1. Dear Dipakbhai,
        Varna based social structure is in present day’s context seems to be outdated and in near future will become obsolete. In older times it must have been created for smooth functioning of society at large in accordance with the needs of the time. A person like Buddha must have seen its uselessness well in advance. Also for a person who has attained enlightenment does not believe in such classifications. For him existence is one being. Now a days varna or caste system is mostly used for allotment of election’s seats and for marriage tie up. And If we cannot tolerate him for such” faltu ” issues it is our small mindedness. If we are gladly tolerating our politicians, conman sadhus , what is the harm in accepting Buddha’s views.

        Like

  3. “બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
    પતાવો.એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે.પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.”
    ** અચ્છા તો આ ’કહ્યું કાંઇ ને સમજ્યાં કશું’ પણ બહુ જુનો રોગ જ છે ! અહીં અખો યાદ આવ્યો;
    “આંધળો સસરો ને સણગટ વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
    કહ્યું કાંઇ ને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;
    ઉંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.”
    (અખાની વાણી- ફૂટકળ અંગ છ.૬૩૬)
    અન્ય એક જગ્યાએ કહ્યું છે;
    ’અખા શું વાંચ્યું સમજ્યો કશું, જેમ આંખનું કાજળ ગાલે ઘસ્યું’
    (જડભક્તિ અંગ છ.૨૯૫)
    સરસ લેખ, બહુ તાર્કિક રીતે સમજાવ્યું.

    Like

    1. આધુનિક અખાના સમર્થનમાં તમે અખા નંબર ૧નો રસાસ્વાદ કરાવ્યો!

      Like

  4. પ્રિય ભૂપેન્દ્રસિંહભાઈ
    ગૌતમ બુદ્ધ વિશે આ પહેલાં પણ મને સમજાયું એટલું ‘માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!સંસાર દુઃખ છે???’ માં કહી ચૂક્યો છું. પરંતુ આમ છતાં ફરી લખવાની ઇચ્છા થવાનું કારણ એ કે તમે લખ્યું છેઃ “ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ,પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી” સાચી વાત છે. હજી સુધી દુઃખ કે સુખની કોઈ એક વ્યાખ્યા નક્કી થઈ શકી નથી, જે સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વાંશે લાગુ કરી શકાય.
    આ સંસાર દુઃખનું મૂળ છે એ વાત ભારતીય પરંપરામાં મહત્વની રહી છે. પરંતુ આજથી અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં એક મંથન દુનિયામાં ઠેકઠેકાણે ચાલતું હતું. ભારતમાં બુદ્ધ થઈ ગયા પણ એમની આગળ પાછળની એક-બે સદીઓમાં એક ખાસ પ્રકારનું ચિંતન ચાલતું હતું સોક્રેટિસ અને પ્લેટો, કન્ફ્યૂશિયસ વગેરે આ જ ૩૦૦-૪૦૦ વર્ષના ગાળામાં થઈ ગયા. એ બધા જ જીવનના મૂળભૂત અર્થની શોધમાં હતા.
    ગૌતમ બુદ્ધ જે સમયમાં થયા તે સમયમાં ઋગ્વેદના દેવો ગૌણ બની ચૂક્યા હતા અને વેદ પરંપરાથી આગળ વધીને ઉપનિષદોએ નવા પ્રકારના ચિંતનની આહલેક જગાવી હતી, જેમાં અમૂર્ત તત્વ સર્વ વ્યાપક હતું. બીજી બાજુ રાજ્ય વ્યવસ્થાનો વિસ્તાર થતો હતો. લોકોનાં નાનાં સ્વાતંત્ર્યો લુપ્ત થવા લાગ્યાં હતાં, આ જ અરસામાં સર્વ શક્તિમાન રાજ્યની સાથે એના તાલમેળમાં સર્વ શક્તિમાન ઈશ્વરનો જન્મ થયો(આ ઈશ્વરની ઉંમર બહુ બહુ તો અઢી-ત્રણ હજાર વર્ષ છે! તે પહેલાં એ સર્વ શક્તિમાન નહોતો). બદલાતી રાજકીય સ્થિતિઓને કારણે સામાન્ય જીવન વિક્ષુબ્ધ હતું.
    ગૌતમે આનો જવાબ બ્રાહ્મણ પરંપરાથી અલગ થઈને આપવાનો પ્રયાસ કર્યો. “સંસાર એટલે દુઃખ” એ બાબતમાં ગૌતમ બ્રાહ્મણ પરંપરાથી જુદા નથી પડતા, પણ એનો જવાબ શોધવામાં જુદા પડે છે. આમાં એમણે એ સર્વ શક્તિમાન ઈશ્વરનો ત્યાગ કર્યો અને ગુરુ પરંપરાનો અંત આણવા માટે સ્લોગન આપ્યું -‘આપ્પ દીપો ભવ’ (તમે જાતે જ તમારો દીવો બનો). એમણે લોકોને સાર્વભૌમ બનાવ્યા અને વૈચારિક અને માનસિક સ્વાતંત્ર્ય આપ્યું.દરેકે પોતાની રીતે દુઃખ દૂર કરવાનો માર્ગ શોધવાનો છે. બુદ્ધ પોતે પણ કઈં નથી. જાપાનના એક ઝેન ગુરુએ તો એટલી હદે પોતાના શિષ્યોને સલાહ આપી કે તમને રસ્તામાં બુદ્ધ ક્યાંક મળી જાય તો એને મારી નાખજો!
    દુઃખ એટલે શું? આ મહત્વનો પ્રશ્ન છે કારણ કે પહેલાં કહ્યું છે તેમ એની કોઈ વ્યાખ્યા બની શકે તેમ નથી. તો ગૌતમ બુદ્ધ કયાં દુઃખોની વાત કરે છે? દુઃખ એટલે પોતાની સ્થિતિ પ્રત્યેનો અસંતોષ. આજે પણ જિંદગીમાં કઈં પણ પસંદગી કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણે એ નિર્ણયને ‘પરફેક્ટ’ માનીને ચાલીએ છીએ અને ધાર્યું ન થાય તો દુઃખી થતા હોઇએ છીએ. પણ એમ માનીએ કે આપણી સમક્ષ ઘણા વિકલ્પો છે અને દરેકમાં કઈંક ને કઈંક સમસ્યા તો હશે જ. એટલે આપણે Set of problems પણ પસંદ કરીએ છીએ! કયો સેટ પસંદ કરવો તે માટે “આપ્પ દીપો ભવ” લાગુ કરીએ અને ગુરુઓ, જ્યોતિષીઓ કે ઈશ્વરની મદદ ન લઈએ તો ચાલે.
    તમે લખો છો કે બુદ્ધ દસ હજારનો સંઘ લઈને ચાલતા. એ સાચું છે. બુદ્ધ સામાજિક, રાજકીય જીવનથી જરા પણ નિવૃત્ત નહોતા થયા. ઉલ્ટું, વધારે સક્રિય બન્યા હતા. માત્ર કપિલવત્થુ નહીં મગધ સુધી પહોંચ્યા હતા. એમને નકરા સાધુ માનવાના નથી. એક પ્રો-ઍક્ટિવ નેતા જ હતા, જે વર્ણ વ્યવસ્થાના ઘોર વિરોધી હતા.
    સિદ્ધાર્થ ખાતાપીતા ઘરના હતા પણ એમને ઘરનું સુખ બંધન લાગ્યું. ઘરનું સુખ તો મહાત્મા ગાંધી, ભગત સિંહ, સુભાષબાબુ – કોઇને પણ ક્યાં ફાવ્યું?અને “સર્વ જગત પરિત્રાણાય બુદ્ધો ભવેયમ્” (આખા જગતના પરિત્રાણ માટે બુદ્ધ બનું) કહીને નીકળી પડ્યા. (માત્ર ‘પરિત્રાણાય સાધૂનામ’ નહીં! આ વૈચારિક પ્રગતિ છે).
    બુદ્ધ કહે છેઃ “જાતે નિર્ણય લો, જાતે લડો” એ જ મનને શાંતિ આપશે – એટલે કે નિર્વાણ સુધી લઈ જશે. એ જમાનામાં ‘નિબ્બાણ’ (નિર્વાણ) શબ્દ તાવ ઊતરી ગયા પછી સ્વાસ્થ્યલાભ કરવાની સ્થિતિ માટે પણ વપરાતો. બુદ્ધે આ જ શબ્દ સમગ્ર જીવન માટે વાપર્યો છે, એ ખાસ ધ્યાન ખેંચે એવી વાત છે.

    Like

    1. બુદ્ધ ગ્રેટ હતા,અને રહેવાના છે.અપ્પ દીપ્પ ભવઃસૂત્ર મારું માનીતું સૂત્ર છે.એમાં જ ગુરુ પ્રથાનો અંત આવી જાય.માટે તો મેં અંતમાં લખ્યું છે કે બુદ્ધે શું કહ્યું?અને આપણે શું સમજ્યા?આભાર.

      Like

  5. આપ્પ દીપો ભવ કહેનાર પોતે દશ હજાર લોકો માટે દીવો બનીને ફરે એ ઠીક નથી લાગતું. અથવા આમ કહેવાનો ઉદ્દેશ ગુરુ-શિષ્ય પરંપરા તોડવાનો નહિ પણ આત્મ-સાક્ષાત્કાર્ એ મૂર્તિપૂજા વગેરે કરતા વધુ ઉચી ભૂમિકા છે એ હોઈ શકે. બુદ્ધના ઉપદેશો પરથી આમ માનવું જ ઠીક લાગે છે.

    Like

    1. તમારી વાત સાચી છે. ગુરુ-શિષ્ય પરંપરાને તોડવાનો મુખ્ય ઉદ્દેશ નહોતો. એ એની સાઇડ-ઇફેક્ટ છે. મૂળ ઉદ્દેશ ઇશ્વરથી પણ મુક્ત કરવાનો છે. તમે પોતે જ છો, તમારે આધાર માત્ર તમારા પોતાના પર રાખવાનો છે. માર્ગદર્શન બીજેથી નહીં મળે. બુદ્ધ જે કઈં કહે છે તે પણ “બુદ્ધે કહ્યું છે” એટલા મા્ટે માનવાનું નથી. શ્રી ગોવિંદભાઈ મારૂના ‘અભિવ્યક્તિ’ બ્લૉગના ટાઇટલમાં બુદ્ધનું જે કથન મૂક્યું છે એ બહુ અગત્યનું છે.

      Like

Leave a reply to Raol pradipkumar R. Cancel reply