અર્ધનારીશ્વર
દરેક પુરુષ હોય કે સ્ત્રી બંનેમાં ટેસ્ટાટોરીન પુરુષ હાર્મોન્સ અને ઈસ્ટ્રોજન સ્ત્રૈણ હાર્મોન્સ હાજર હોય જ છે.ખાલી માત્રાનો ફેર હોય છે.કોઈ પુરુષ પૂર્ણ પુરુષ નથી,કોઈ સ્ત્રી પૂર્ણ સ્ત્રી નથી.માટે પ્રાચીન મનીષીઓ આ વાત જાણતાં હોવાથી એક સુંદર અર્ધનારીશ્વર અર્ધનટેશ્વર પ્રતીક શંકરનું રચ્યું હશે.પરંતુ આ પ્રતીકને સજાતીયતા સાથે કોઈ સંબંધ નથી.શંકરનું લિંગ જેની આપણે પૂજા કરીએ છીએ તંદુરસ્ત વિજાતીય સેક્સનું પ્રતીક છે.પુરુષમાં ટેસ્ટાટોરીન લેવલ ઊંચું હોવું જોઈએ,સ્ત્રીમાં ઈસ્ટ્રોજન.સ્ત્રી અને પુરુષ ભેગાં થાય તો સર્જન થાય તેનું આ પ્રતીક છે.
સજાતીય સંબંધોને હોમોસેકસુઅલ,ગે અને લેસ્બિયન તરીકે ઓળખવામાં આવે છે.ઘણા લોકો બંને જાતિમાં રસ ધરાવતા હોય છે.સજાતીય વર્તણૂકને પહેલા મેન્ટલ ડીસઓર્ડર ગણવામાં આવતી હતી. વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કર્યા પછી લાગ્યું કે આમાં કોઈ મેન્ટલ ડીસઓર્ડર જેવું છે નહિ.અમેરિકા,ચાઈના,બીજા દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ મેન્ટલ ડીસઓર્ડર નથી.સજાતીયતા જેનેટિક,હાર્મોનલ અને વાતાવરણને લગતી બાબત છે.સજાતીય લોકો સાથે રહેવાથી કોઈ સજાતીય બની જતું નથી.એનો પણ અભ્યાસ કરવામાં આવ્યો.સજાતીય લોકો વડે ઉછેરાયેલ બાળકો મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માલૂમ પડ્યા.જયારે જે લોકો સજાતીય હતા તેમને મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માતા પિતાએ ઉછેરેલા હતા.
વધારાના બિન જરૂરી વિજાતીય આકર્ષણને રોકવા માટે સહ શિક્ષણ જરૂરી છે.એકલાં છોકરાઓ વર્ગ ખંડમાં હશે તો સતત છોકરીઓના વિચારોમાં રત રહેશે.એવું છોકરીઓનું સમજવું.વર્ગ ખંડમાં પણ બે ભાગ અલગ હોવા ના જોઈએ.નહીતો છોકરાઓની નજર છોકરીઓ તરફ જ રહેવાની,ભણવા તરફ નહિ.આપણે ભારતીયો અભણ ગુરુઓના વાદે સેક્સને વખોડી વખોડીને સેક્સ એડીકટેડ થઈ ચૂક્યા છીએ.સજાતીય સંબંધો ઘણી વાર મજબૂરી બની જતી હોય છે.જ્યાં સ્ત્રીઓ ઉપલબ્ધ નથી ત્યાં સજાતીય સંબંધો મજબૂરી છે.આર્મી અને જ્યાં સ્ત્રીઓના મુખ જોવા પાપ ગણાતું હોય તેવી મોનેસ્ટ્રીમાં લોકો સજાતીય હોય છે.નાના બાળકોને જાતીય ધોરણે અલગ અલગ બેસાડી ભણાવવા તે તંદુરસ્ત સમાજ તરફ આગળ વધવા માટે રોકથામ જેવું છે.જુઓ આપણાં ઋષિમુનીઓ એમને સ્વર્ગમાં અપ્સરાઓ દેખાય છે.પત્ની ધરાવતા ઋષિઓ આવી કલ્પના કરે નહિ.બીજું આ અપ્સરાઓની ઉંમર સોળ વર્ષની જ હોય.ત્રીજું અહીની સ્ત્રીઓને સ્વર્ગમાં પ્રવેશ નો અધિકાર નહિ.પત્ની બાજુમાં ઊભી હોય અને અપ્સરા સામે નજર મંડાય ખરી?હા!હા!હા!માટે એકલાં જવાનું.અહી જ માનસિકતા પરખાઈ જાય.એક રુગ્ણ સમાજ,એક માનસિક બીમાર સમાજ તરફ આગળ વધવું હોય તો છોકરા અને છોકરીઓની અલગ અલગ સ્કૂલો કૉલેજો ઊભી કરો.
સ્ત્રી પુરુષના અને પુરુષ સ્ત્રીના વિચારો કરીને ખાલી સજાતીય બની જાય તેવું માનવું અવૈજ્ઞાનિક છે.ખાલી વિચારો કરીને જાતીય પરિવર્તન થઈ ના જાય.સીતાજી રામના વિચારો કરી રામ બની જાય અને રામ સીતાજીના વિચારો કરી સીતા બની જાય તે કલ્પના કવિતા માટે સારી હશે,હકીકતમાં નહિ.કીટક ભ્રમર ન્યાય કવિઓની કલ્પના છે,તથ્ય નહિ.એક ભ્રમર મેટિંગ કરે,માદા ઈંડા મૂકે,એમાંથી લાર્વા એટલે ઇયળ નીકળે તે પછી કોશેટો બને અને એમાંથી પછી ભ્રમર નીકળે.આ બધી બાયોલોજીકલ પ્રક્રિયા છે,કોઈ કવિતા નથી.કીટક ખાલી વિચારો કરી ભ્રમર ના બને કે ભ્રમર વિચારો કરી કીટક ના બને.એટલે સજાતીયતા મોટાભાગે જેનેટિક છે.બ્રેઈનના હાઈપોથેલેમસ વિભાગમાં INAH3 ન્યુક્લિયસ હોમોસેકસુઅલ પુરુષોમાં જરા નાનો હોય છે.કાયમી સજાતીયતા માતાના ગર્ભમાં નક્કી થઈ જાય છે.સ્ત્રી ખાલી બ્રેઈનના જમણા ભાગ વડે જ વિચારે અને પુરુષ માત્ર ડાબા ભાગ વડે જ વિચારે તે ખોટું છે.બધા આખું બ્રેઈન જ વાપરતા હોય છે.હા કોઈ એક ભાગનો ઉપયોગ વધારે કરે તે બરોબર છે.હવે કોઈ સ્ત્રી પુરુષનો વિચાર કર્યા કરે સતત અને એનું ડાબું બ્રેઈન વધારે કામ કરતું થઈ જાય તે વાત જ ખોટી છે.કવિઓ જમણું બ્રેઈન વધારે વાપરતા હોય છે તે કોઈ સ્ત્રી જેવા બની નથી જતા.પુરુષો પણ લાગણીશીલ હોય છે અને સ્ત્રીઓ પથ્થર હ્રદયની.રામાયણ કથા રચનારા તથા ગાનારા કવિ હૃદય ધરાવતા જમણું બ્રેઈન વધારે વાપરતા હોઈ શકે.શ્રી ડોંગરેજી મહારાજ ભાગવત વાંચતા વારેઘડીયે રડી પડતા.એમનું જમણું લાગણીશીલ બ્રેઈન વધારે કામ કરતું હોઈ શકે.ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે સક્રિય હોય છે.
પ્રાચીન ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ સજાતીયતા હતી તેવા ચિત્રો મળ્યા છે.અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓ જેવીકે માયન,ઇન્કા,એજટેક,ઝેપોટેક,ઓલ્મેક અને બીજી ઘણી બધી સંસ્કૃતિઓમાં સજાતીયતા સામાન્ય હતી.કેથોલિક ચર્ચમાં સજાતીયતા ગુનો ગણાતી.માટે સ્પેનીશ લોકોએ અમેરિકા કબજે કર્યું ત્યારે નવાઈ લાગેલી અહી તો આ બધું સાવ સામાન્ય છે.જીવતા સળગાવી ભયાનક ક્રુરતા આચરી બધું બંધ કરાવી દીધું.ચીન અને જાપાનમાં સજાતીયતા હતી.આફ્રિકામાં પણ સજાતીયતા સામાન્ય હતી.અહી આફ્રિકન યોધ્ધાઓ યુવાન છોકરાને પત્ની તરીકે રાખતા હતા.અંગ્રેજો આવ્યા પછી બધું બંધ થઈ ગયું.સજાતીયતા કોઈ કાલે બંધ થાય નહિ,ખાલી ગુપ્ત રીતે ચાલુ રહેવાની.
બાળક પુરુષ તરીકે જન્મે પણ કોઈ કારણસર પુરુષના ગુણો વધુ ખીલે નહિ,કે સ્ત્રી તરીકે જન્મે પણ સ્ત્રીના ગુણ વધુ ખીલે નહિ તેવા લોકો માટે ત્રીજી જાતી,થર્ડ જેન્ડર,shemale તરીકે ઓળખાતા હોય છે.આવા લોકો પ્રત્યે ધિક્કારની લાગણીથી જોવું જોઈએ નહિ.એમાં કોઈ માનવતા નથી.ભારતમાં પણ ફાતડા,હીજડા,ફૈબા અને માસીબા કહીને અવહેલના કરવામાં આવે છે.લોકો તિરસ્કૃત નજરે જોતા હોય છે.જેનેટીકલી મિસ્ટેક છે એમાં એમનો શું વાંક?એમાંના ઘણા લોકો ઓપરેશન કરાવી જાતી બદલી નાખતા હોય છે.
પ્રાણીઓમાં પણ સજાતીયતા નોધાઇ છે.પેન્ગ્વીન અને બોનોબો ચીમ્પમાં ખાસ નોધાઇ છે.ઘણા કીડાઓમાં બંને પૂર્ણ વિકસિત ઑર્ગન એક જ શરીરમાં હોય છે.બે કીડા ભેગાં થઈને એકબીજાના મેલ ફીમેલ ઑર્ગન સાથે સહયોગ કરી બંને ઈંડા મૂકી વંશ વધારવાનું કામ આગળ વધારે છે.ખરા અર્ધ નારીશ્વર અને અર્ધ નટેશ્વર તો આ કીડા છે,માનવો નહિ.
સજાતીયતા માનવજાતિ જેટલી જ પ્રાચીન છે, એમાં શંકા નથી. આપણી નૈતિકતા સાથ બધબેસતી ન થતી હોય એવી દરેક વાતને આપણે વખોડતા હોઇએ છીએ પરંતુ એ સાચું નથી. એ અપરાધ તો નથી જ. એ અમુક પ્રકારનું વલણ છે અને એ ગમે કે ન ગમે એના અસ્તિત્વનો ઇન્કાર ન કરી શકાય. હીજડાઓને તો આપણો સમાજ માણસ જ માનતો નથી. પરિણામે, એમની પાસે કોઇ સન્માનને પાત્ર કામ નથી હોતું.એ લોકો અપમાનજનક સ્થિતિમાં રહે છે. આ એક વિષચક્ર જેમ ચાલ્યા કરે છે. એકને કારણે બીજું, અને બીજાને કારણે પહેલું મજબૂત બન્યા કરે છે. આપણે સેક્સને નૈતિક રીતે નહીં પણ બાયોલૉજિકલ દૃષ્ટિએ જોઇએ તો ઘણા પૂર્વગ્રહોમાંથી મુક્ત થઈ જઈએ.
LikeLike
આતો એક ફિલોસોફીના પ્રોફેસર મિત્રે લખેલું કે છોકરા અને છીકરીઓ સાથે બેસીને સ્કુલમાં અભ્યાસ કરે તો હોમોસેકસુઅલ વર્તણુક વધી જાય અને સજાતીય સંબંધો વધી જાય.છોકરાઓ છોકરીઓ પાસે બેસીને છોકરી જેવા થઇ જાય.એમાં એમણે કીટક ભ્રમર,રામસીતા વગેરેના દાખલા આપેલા.મને લાગ્યું કે ભારતની મુર્ખામીઓને વૈજ્ઞાનિક ટચ આપીને લોકોને ખોટું શીખવવામાં આવી રહ્યું છે.માટે મારે આ લેખ લખવો પડ્યો.વળી લખેલું કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓના ગુરુકુળ અલગ હતા.સ્ત્રીઓને ભણવાનો અધિકાર જ ક્યા હતો?આવી ખોટી મનગડન્ત વાતો ઉપજાવી કાઢેલી.એક તો ભારતમાં કોઈ વિચારતું નથી.એમાં પાછા તત્વજ્ઞાનનાં પ્રોફેસર આવું ભણાવે એટલે લોકો તો વાહ વાહ પોકારી જાય.આપનો ખુબ આભાર.
LikeLike
“આપણે ભારતીયો અભણ ગુરુઓના વાદે સેક્સને વખોડી વખોડીને સેક્સ એડીકટેડ થઈ ચૂક્યા છીએ.”
આ ગુરુઓએ તો ગીતા પણ બરાબર વાંચી નથી હોતી. (વેદ વ્યાસ અથવા બીજા કોઈએ ક્ષેપક કરેલા) એક શ્લોકમાં આવે છે
“ધર્માવિરુદ્ધો ભૂતાનામ કામો અસ્મિ ભરતર્ષમ”
ધર્મયુક્ત શબ્દ પણ વાપરી શકાયો હોત પણ ધર્મ અવિરુદ્ધો શબ્દ હેતુ પૂર્વક વાપર્યો છે. ધર્મ એટલે કે ફરજ બજાવવામાં નડતો ન હોય તેવો કામ તો ઈશ્વરનું સ્વરૂપ છે, માંદા પિતાજીની અંતિમ પળોમાં પત્ની સાથે રહીએ તેવો કામ નહીં.
“ભારતની મુર્ખામીઓને વૈજ્ઞાનિક ટચ આપીને લોકોને ખોટું શીખવવામાં આવી રહ્યું છે.”
સાચી વાત છે. વચમાં ઈ-મેઈલ આવતી હતી જે દર્શાવતી હતી કે ગાયત્રી મંત્ર કેવો વૈજ્ઞાનિક છે. ધ્યાનપૂર્વક વાંચીએ તો તેમાં કશું વૈજ્ઞાનિક નહોતું. હવે તો ફેશન જ થઇ ગઈ છે કે અપની બધી પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક કારણ હતા.
LikeLike
સાચી વાત છે ગીતા પણ સરખી વાચતા નથી.અને અર્થ તો મનફાવતાં કરી નાખે છે.વૈજ્ઞાનિક ટચ આપી દેવાનો લોકો વાહ વાહ કરે.આભાર.
LikeLike
“બાળક પુરુષ તરીકે જન્મે પણ કોઈ કારણસર પુરુષના ગુણો વધુ ખીલે નહિ,કે સ્ત્રી તરીકે જન્મે પણ સ્ત્રીના ગુણ વધુ ખીલે નહિ તેવા લોકો માટે ત્રીજી જાતી,થર્ડ જેન્ડર,shemale તરીકે ઓળખાતા હોય છે.આવા લોકો પ્રત્યે ધિક્કારની લાગણીથી જોવું જોઈએ નહિ.એમાં કોઈ માનવતા નથી.ભારતમાં પણ ફાતડા,હીજડા,ફૈબા અને માસીબા કહીને અવહેલના કરવામાં આવે છે.લોકો તિરસ્કૃત નજરે જોતા હોય છે.જેનેટીકલી મિસ્ટેક છે એમાં એમનો શું વાંક?”
.. ઘણા સમયથી આ વાત રજૂ કરવી હતી. આજે તમે રજૂ કરી તે ઠીક થયું છે. જો કે સમાજનું વલણ બદલાતું જાય છે. પણ હજ્ ઘણો બદલાવ જરૂરી છે. લેખકો,કથાકારો,નેતાઓ વગેરે;મર્દાનગી કે બહાદુરીની વાતો કરતી વખતે આવા શબ્દોનો ઉલ્લેખ કરે છે. જે વાજબી નથી.
LikeLike
આવા શબ્દો વાપરી મર્દાનગી દેખાડતા લોકોની પરખ થઇ જાય છે.આવા શબ્દો આવા જીનેટીકલી મિસ્ટેકન લોકોનું અપમાન છે.અહી એવી નજરે કોઈ જોતું નથી.પણ ભારતીય ની નજરે આવો કોઈ ચડી જાય તો ટીકીટીકીને જોઈ રહેતા હોય છે.આભાર
LikeLike
ભૂપેન્દ્રસિંહજી સરસ લેખ.
સીતાજી રામના વિચારો કરી રામ બની જાય અને રામ સીતાજીના વિચારો કરી સીતા બની જાય તે વાત ખોટી છે પતિ પત્ની એકબીજાના વિશે વિચારીને એકબીજાને સારી રીતે સમજી શકે અને લગ્નજીવન સુખમય બને એવું કદાચ માની શકાય. પરંતુ માત્ર સ્ત્રી પુરુષના વિચારો કરે અને પુરુષ સ્ત્રીના વિચારો કરે અને સજાતીય બને તે અવૈજ્ઞાનિક તો ખરું જ સાથે હાસ્યાસ્પદ વધુ લાગે. વિજાતિય આકર્ષણ સ્ત્રી અને પુરુષ બંનેમાં હોય છે અને તેથી જ વિચારો પણ એકબીજા વિશે આવે જ તેમાં જાતિ પરિવર્તન કેવી રીતે થાય? ભારતમાં આવી ધર્મના નામે ખોટી વાતો શીખવાડવવામાં આવે છે તેના કારણે જ દબાયેલી વૃત્તિઓ અચાનક સ્પ્રિંગની જેમ ઉછળે અને બહાર આવે છે. આપણે ત્યાં એટલે જ લોકો સ્ત્રીને તાકી તાકીને જુએ છે જ્યારે પશ્ચિમના દેશોમાં સ્ત્રીને આવી રીતે જોવું અસભ્યતા ગણાય. તેઓ સ્ત્રીઓને જોતાં નથી કે સ્ત્રી પ્રત્યે આકર્ષણ નથી તેવું નહીં. પણ ધૃણા ઉપજે તે રીતે નથી જોતાં.
વર્ગ ખંડમાં પણ બે ભાગ અલગ હોવા ના જોઈએ. નહીં તો છોકરાઓની નજર છોકરીઓ તરફ જ રહેવાની, ભણવા તરફ નહિં. આના સંદર્ભમાં એક મારો અનુભવ કહું. હું જ્યારે સાતમા ધોરણમાં હતી ત્યારે એક શિક્ષિકાએ ક્લાસરૂમમાં થતા ઘોંઘાટને રોકવા માટે એક બેન્ચ પર બે છોકરાઓની વચ્ચે એક છોકરી (છોકરીઓની સંખ્યા થોડી હોય તેથી) એમ બેઠકવ્યવસ્થા ગોઠવી. પરિણામ એ આવ્યું કે ઘોંઘાટ તો ઓછો થયો પણ સાથે છોકરા છોકરીઓના આકર્ષણનો પ્રશ્ન ના રહ્યો. અને તે પણ એક નાજુક ઉંમર ટીનેએજમાં અને તેના કારણે એ બધા જ વિદ્યાર્થીઓ ૧૦ ધોરણ સુધી સાથે ભણ્યા પણ છોકરા છોકરીના ભેદભાવ વિના.છોકરાઓ સાથે વાત ના થાય તેમની સાથે ના રમાય તેવા ખોટા સંકોચ પણ દૂર થઇ ગયા.અને આ તો શિક્ષણની વાત થઈ પહેલાના વખતમાં તો એક શેરીમાં કે સંયુક્ત કુટુંબમાં એક જ ઘરના બધા બાળકો સાથે રમતા અને સાથે જ રહેતા તો તેના લીધે એકબીજાના સહવાસ અને વિચારોથી સજાતીય બની જતા?
LikeLike
પ્રિય ભૂપેન્દ્રસિંહભાઈ,
અહીં ઋગ્વેદમાંથી યમ-યમી સંવાદ આપું છું, જે ‘અર્ધનારીશ્વર’ લેખ દ્વારા તમે છેડેલા વિષયની નજીક હોવાથી સપ્લીમેન્ટ બની શકે એમ છે. મિત્રોને ઋગ્વેદના દસમા મંડળનું ૧૪ મંત્રોનું દસમું સૂક્ત વાંચવા વિનંતિ છે. મેં અહીં પદ્મભૂષણ પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજીના હિન્દી અનુવાદનું સરળ ગુજરાતી ભાષાંતર કર્યું છે. (હિન્દી ગ્રંથના પ્રકાશકઃ સ્વાધ્યાય મંડલ (વૈદિક અનુસંધાન કેન્દ્ર, પારડી, જિલ્લો વલસાડ). અશોકભાઈ જેવા અભ્યાસી મિત્રને વૈકલ્પિક ભાષાંતર આપવા ખાસ વિનંતિ.
(૧). યમી કહે છેઃ ગુપ્ત – નિર્જન અને સમુદ્રથી પ્રશસ્ત પ્રદેશમાં આવીને, મિત્ર તરીકે અથવા મિત્ર ભાવ માટે, હું તને સાદર આમંત્રિત કરવા માગું છું. પ્રજાપતિ વિધાતાએ નિર્ણય કર્યો કે પિતાને દૌહિત્ર આપવા શ્રેષ્ઠ પુત્રના નિર્માણ માટે મારામાં તારો ગર્ભ સ્થપિત થાય.
(૨). યમ કહે છેઃ તારા મિત્ર-સાથી યમને તારી સાથે એ પ્રકારના સંપર્કની ઇચ્છા નથી, કારણ કે તું સહોદરા-ભગિની છે. વિષમ લક્ષણવાળી અગંતવ્યા છે. આ નિર્જન પ્રદેશ નથી. મહાન, બળવાન વીર અસુરપુત્રો બધી જગ્યાએ જોતા હોય છે.
(૩). યમીઃ મનુષ્યો માટે આવા સંબંધ ત્યાજ્ય છે, પરંતુ દેવતાઓ આવા સંબંધો ઇચ્છે છે. મારી જેવી ઇચ્છા છે એવું તું પણ કર અને પુત્રને જન્મ આપનાર પતિ તરીકે મારા દેહમાં ગર્ભ રૂપે પ્રવેશ કર.
(૪). યમઃ આવું આપણે કદી કર્યું નથી. અંતરિક્ષવાસી ગંધર્વ અને જલના ધારક આદિત્ય અને સૂર્યપત્ની (સરણ્યૂ) આપણાં માતાપિતા છે. એ જ આપણો શ્રેષ્ઠ સંબંધ છે, એટલે આ પ્રકારનો સંબંધ ઉચિત નથી.
(૫),(૬),(૭). યમીઃ સર્વ પ્રેરક, સર્વ વ્યાપક ઉત્પન્નકર્તા ત્વષ્ટાદેવે જ આપણને ગર્ભમામ જ પતિ-પત્ની બનાવી દિધાં ચે. બ્રુહસ્પતિની એ ઇચ્છાનો કોઇ નાશ ન કરી શકે. આપણો આ સંબંધ દ્યાવા અને પૃથિવી પણ જાણે છે.//આ પ્રથમ દિવસના સંબંધની વાત કોણ જાણે છે?આ ગર્ભધારણને કોણ જૂએ છે? મિત્ર અને વરુણના આ બ્રુહત્જગતમાં અધઃપાતની કલ્પનાથી ભરેલો તું આ શું કહે છે?// મને યમીને એક જ સ્થાનમાં સહશયનની યમ માટે કામેચ્છા જાગી છે. પતિ સમ્ક્ષ પત્ની જે રિતે પોતાનો દેહ પ્રદાન કરે છે તે જ રીતે હું પણ મારો દેહ તને પ્રદાન કરૂં છું. આપણે બન્ને રથનાં બેપૈડાંની જેમ એક જ કાર્યમાં પ્રવૃત્ત થઈએ.
(૮). યમઃ આ લોકમાં દેવોના ગુપ્તચરો રાતદિવસ ફરતા રહે છે… તું બીજા કોઇ પુરુષ સાથે રથનાં બે પૈડાંની જેમ એક જ કાર્યમાં પ્રવૃત્ત થા.
(૯). રાત્રિ અને દિન આપણું ઇચ્છિત આપણને આપે. સૂર્યનું તેજ યમ માટે ઉદિત થાય. દ્યાવા અને પૃથિવી જેવી આપણી જોડી સહોદર (સબંધૂ) છે. એટલે યમી યમની બને. એ દોષ રહિત છે.
(૧૦). યમઃ એ શ્રેષ્ઠ યુગો ભવિષ્યમાં આવશે, જ્યારે ભગિનીઓ બંધુત્વ વિહીન ભ્રાતાને પતિ બનાવશે. એટલે મારા સિવાય બીજાને પતિ બનાવવાની ઇચ્છા કર. તું કોઇ વીર્યયુક્તના બાહુઓનો આશ્રય લે.
(૧૧). યમીઃ આ કેવો ભાઈ છે, જે હોવા છતાં બહેન અનાથ બની જાય? એ બહેન પણ કેવી કે ભાઈનું દુઃખ દુર કર્યા વિના ચાલી જાઉં?હું કામપીડિત આમ ઘણું ઘણું બોલું છું. તું તારા દેહને મારા દેહ સાથે જોડ.
(૧૨). યમઃ હું મારા દેહને તારા દેહ સાથે જોડવા માગતો નથી, કારણ કે બહેન સાથે સંબંધ રાખનાર ભાઇને લોકો પાપી કહે છે. મને છોડ અને બીજા પુરુષ સાથે સંસર્ગ કર. હે સુંદરી, તારા ભાઈને તારી સાથે આ સંબંધ રાખવાની ઇચ્છા નથી.
(૧૩). યમીઃ યમ, તું બહુ દુર્બળ છે. હું તારું મન અને હ્રુદય જાણી ન શકી. શું રસ્સી ઘોડાને બાંધે, લતા વૃક્ષને વીંતળાય એમ કોઈ સ્ત્રી તને આલિંગન કરે છે?
(૧૪). યમઃ તું પણ અન્ય પુરુષને લતાની જેમ આલિંગન કર અને એની સાથે કલ્યાણકારી સહવાસનું સુખ ભોગવ.
LikeLike
શ્રી દીપકભાઈ,
પહેલા બેન સાથે લગ્ન કરવા સામાન્ય હશે તેવું લાગે છે.જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ કે આદિશ્વર ઋષભદેવ ભગવાન એમની બહેન સાથે પરણેલા હતા.તે વખતે બહેન સાથે જોડી બનાવતા.એક જોડી ખંડિત થયેલી.એમાંનો પુરુષ મૃત્યુ પામેલો.તે સ્ત્રી સાથે ફરી બીજા લગ્ન કરીને ઋષભદેવે આ નિયમ તોડેલો.ત્યાર પછી બહેન સાથે જોડી બનાવવી તે નિયમ ધીમે ધીમે દુર થયો.આ ઋષભદેવ ખેતી શીખવનાર પ્રથમ હતા.વ્યવસ્થિત ખેતી કરવાનું તેઓએ શીખવ્યું.એમનો ઉલ્લેખ વેદોમાં પણ છે.બહેન સાથે જોડી બનાવી સંતાનો પ્રાપ્ત કરવામાં અનુવાંશિક બીમારીઓ જલ્દી વારસામાં ઉતરતી હશે માટે પછી આવું બંધ થયું હશે,જે ઉપરના સંવાદ દ્વારા જાણી શકાય છે.બીજું પાપની ભાવના ઉત્પન્ન કરવાથી કોઈ આવા સબંધો ફરી બાંધે નહિ અને નવો બનાવેલો નિયમ સચવાઈ જાય.માતા દીકરો,ભાઈ બહેન અને પિતા દીકરી વચ્ચે આવા સંબંધો બંધાઈ જાય તેવી શક્યતાઓ સહજીવનના કારણે વધુ હોય છે અને એવું થાય નહિ માટે દરેક ધર્મમાં એને વખોડવામાં આવ્યા છે.મુસલીમ ધર્મમાં પણ સગા ભાઈ બહેન વચ્ચે એક જ કુખે અવતરેલા વચ્ચે લગ્નો ની મનાઈ હોય છે.,પણ છૂટ છે કે એક પિતા હોય તો ચાલે માતા જુદી હોવી જોઈએ.એટલે આવા સંબંધો વચ્ચે પાપનો ખયાલ મુકવામાં આવ્યો.અનુવાંશિક બીમારીઓના કારણે સગોત્ર લગ્નો ઉપર મનાઈ આવી હશે જે યોગ્ય જ છે.છતાં ક્યાંક આવા સંબંધો ખાનગીમાં ચાલતા હોય છે અને કોઈ વાર જાહેર થઇ જતા હોય છે.વિજ્ઞાની દ્રષ્ટીએ પણ આવા નજીકના સગાઓમાં આવા લગ્નો કે સંબંધો હંમેશા તાજ્ય હોવા જોઈએ.માટે યમે જે ના પાડી તે યોગ્ય જ છે.
LikeLike
ઇન્સેસ્ટ સંબંધોનાં નુકસાન ઘણાં છે. કદાચ આજે પણ ભૂતાન કે સિક્કિમના રાજવંશમાં બહેન સાથે લગ્ન કરવાનો રિવાજ છે. ઘણાં વર્ષો પહેલાં વાંચ્યું હતું એટલે બરાબર યાદ નથી. પરંતુ, ઋગ્વેદના કાળમાં આપણા પૂર્વજો કેટલા પ્રામાણિકતાથી આ વાત નોંધે છે એ પણ ખાસ ઉલ્લેખનીય વાત છે. મેં સાતવળેકરજીનો અનુવાદ એ જ કારણસર પસંદ કર્યો કે એમણે યથાસ્થિતિનું વર્ણન કર્યું છે. યમના જવાબ જાતીય સંબંધોમાં નિયમ લાગુ કરવાનો કાળ સૂચવે છે.
ઋષભદેવ નામ જ વૃષભ એટલે કે બળદનું સૂચક છે. ખેતીમાં બળદનું મહત્વ સમજી શકાય આભાર.
LikeLike
આપણાં પૂર્વજો જેવા આપણે ક્યા પ્રમાણિક છીએ?એક બહેન ભાઈ પાસે સેક્સ ની માંગણી કરે તે વાત ઋગ્વેદમાં? પ્રમાણિકતા થી કોણ આજે સહન કરશે?સંસ્કૃતિનો નાશ થઇ જવાનો.સામાન્ય સત્યો પણ સહન કરવાની આપણી તાકાત નથી.આપ સારું શોધી લાવ્યા છો.ખુબજ આભાર.
LikeLike