ના પરશુરામ, ના હનુમાનજી, અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…

Turritopsis Nutricula
                                                                               અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…

* અમર પરશુરામ ભગવાન રામજી વખતે અને એમના પહેલાથી હતા. મહાભારત કાલમાં પણ હતા. ભીષ્મ જોડે યુદ્ધ પણ કરેલું. તો પછી મહમદ ગજની એ સોમનાથ ભાગ્યું ત્યારે બહાર કેમ ના આવ્યા? અને હનુમાનજી પણ શ્રી રામના સમયથી મહાભારત કાલ સુધીની વાતોમાં અમર હતા. અને હાલ પણ બોગસ કથાકારો માને છે કે જ્યાં રામ કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર રહે છે ગુપ્ત વેશે. હવે ભારત જેવા અતીધાર્મિક દેશમાં એક સમયે ઘણા બધા સ્થળોએ રામકથા ચાલતી હોય છે. માટે અમરત્વની સાથે સાથે બહુશરીરી વિદ્યા પણ હોવી જોઈએ.જેથી એકી સાથે અનેક સ્થળોએ રામકથામાં હાજરી આપી શકાય. તો પછી રામ જન્મ ભૂમિ પર બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા? આ બંને પાછા મહાન યોદ્ધાઓ હતા. ખેર આ બંને યોદ્ધાઓ આ બંને પ્રસંગોએ હાજર નહોતા. હાજર હોત તો એમની હાજરી છતી થઇ ગઈ હોત. મૂળ એમના અમરત્વની વાતો ખોટી છે.

*હાઈડ્રોઝોઅન પ્રકારની જેલીફિશ એવી વિદ્યા જાણે છે, જે એને અમરત્વ બક્ષે છે. મૂળ કેરેબિયન સમુદ્રની રહેવાસી પણ દરેક સમુદ્રમાં મળતી આ જેલીફિશ યુનિક એબિલીટી ધરાવે છે. એવું સ્મિથ સોનીયન ટ્રોપિકલ મરીન ઇન્સ્ટીટ્યુટના Dr Mariya Miglietta કહે છે. આ તરકીબ છે પાછા જુવાન બની જવાની. એક પતંગીયાની જીવનયાત્રા જોઈએ તો ઈંડામાંથી ઈયળ નીકળે, પછી એ ઈયળનો કોશેટો બને, અને એમાંથી પછી પતંગીયું બહાર નીકળે. પણ પતંગીયું પાછું કોશેટો ના બની શકે.

*ટ્રાન્સડીફરંશીએશન(Trasdifferentiation)પધ્ધતિ વડે એક જાતના સેલ(કોશ)ને બીજી જાતના સેલમાં બદલી શકવાની આ જેલીફિશમાં ક્ષમતા છે. બીજા પ્રાણીઓમાં આ ક્ષમતા ઓછી અથવા લીમીટેડ હોય છે. આવી રીતે શરીરના દરેક અંગો ને રીજનરેટ કરી શકે છે. અને આમ આખું શરીર રીજનરેટ કરી ને પાછું યંગ બનાવી શકે છે. ઘણા જીવોમાં એમનું ખોવાએલું કે કપાઈ ગયેલું અંગ ફરી થી ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આપણ ને કોઈ જગ્યા એ વાગે કે છોલાય તો એ નાશ પામેલા કોશો ની જગ્યાએ બીજા નવા કોશો શરીર બનાવી ને ઘા રુજાવી દે છેપણ મસલ્સના કોશોને નર્વના કોશોમાં બદલી શકીએ નહિ.

*આ જેલીફિશ કોઈ પણ જાતના કોશ ને બીજા કોઈ પણ જાતના કોશમાં બદલી શકે છે. મસલ્સના કોશો ને નર્વ કે સ્પર્મ કે એગના કોષોમાં પણ બદલી શકે છે. બધી જેલીફિશ આવી નથી. લગભગ મોટા ભાગની જેલીફિશ એમની જાત પ્રમાણે થોડા કલાકો થી થોડા મહિના જ જીવે છે. બાયોલોજીકલ ઈમ્મોર્ટલ એવી આ જેલીફિશ મોટા ભાગે બીજા જીવોનો ખોરાક બની જાય છે.

*તો મિત્રો કીડીબાઈ પાંચ કરોડ વર્ષથી ફૂગની ખેતી કરીને સાથે સાથે બીજા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા એન્ટી બાયોટીક્સ પણ વાપરે છે. આ જેલીફિશ અમરત્વની વિદ્યા જાણે છે, ભલે બીજા જીવો એને ખાઈ જતાં. તો ફરીથી આપની મૂછો નીચી કરો. આપણે શ્રી પરશુરામ, અશ્વસ્થામા અને હનુમાનજીની અમરત્વ વિષે ની ખોટી ડંફાસો મારવાની બંધ કરીએ.

50 thoughts on “ના પરશુરામ, ના હનુમાનજી, અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…”

    1. श्री अतुलभाई,
      જુઓ કાયમ મૂછો નીચી કરવી પડે એના કરતા મારી જેમ સાફ જ કરી રાખો.હું તો રાજપૂત છું છતાં મુન્ડેલીજ રાખું છું,તો આપને શું વાંધો છે? ફાયદો એ થશે કે દૂધ પીતાં મલાઈ
      બહાર રહી નહિ જાય.અને ઉંમર પણ થોડી ઓછી દેખાશે.આ અશોકભાઈ મૂછો મુંડાવા તો નથી ગયાને?ના મળે તો પોલીસ માં નોધાવો યાર.

      Like

      1. લો યાદ કરો અને હાજર !!! હું ચાર દીવસ માટે (વતનમાં) ખેતરે ગયો હતો, જો કે જુનાગઢ કરતા ત્યાં થોડી ઠંડક હતી. (જુનાગઢ તાપમાન: ૪૩.૮ સે. છેલ્લા ૧૦ વર્ષનું ઉચ્ચત્તમ તાપમાન ! છતાં ખરે બપોરે લોકો મજુરી કરે છે તેને કેમ કોઇ ચમત્કારી નથી ગણતું !!! કા.કે, તેઓ ’બાપુઓ’ નથી ! ગરીબ, બીચારા, અબુધ સામાન્યજનો છે !! )
        મુછો અને વાળ તો મેં ત્રણેક માસ પહેલાં મુંડાવેલા (ફોટો આપને મેઇલ કરીશ) પરંતુ પાસપડોશીઓ છોકરાં છાના રાખવા માટે મારો ઉપયોગ કરવા માંડતા ફરી જૈસે થે કરી નાખ્યું 🙂 !!!

        સરસ લેખ, ઘણું જાણવા જેવું લાગ્યું, આ કુદરત જ ચમત્કારોથી ભરપુર છે, આપણે ખોટા વધારાના ચમત્કારો પાછળ પડીએ છીએ. આપે ઉપર વર્ણવેલી ’ઇમ્મોર્ટલ જેલીફીશ’ અને ’હાઇડ્રા’ જાતીનાં જીવો બાબતે વિકિ પર વધુ માહીતી પણ ઉપલબ્ધ છે. કોઇ શોખીનને વધુ રસ પડે તો. (http://en.wikipedia.org/wiki/Turritopsis_nutricula અને http://en.wikipedia.org/wiki/Hydra_(genus) )
        આભાર.

        Like

        1. શ્રી અશોકભાઈ,
          મારા દીકરા એ યાહુ હોમ પેજ ખોલતા આ જેલીફિશ ના સમાચાર જોયા ને મને વાત કરી,ને વધારે સમજ આપી અને બાકીનું વિકીભૈના પેજ ખોલવાથી મળ્યું ને એમજ લેખ લખાઈ ગયો છે.અને હવે ખેતરે પાણી વળવા જાવ તો કહીને જજો.નહીતો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ જશે થાણામાં.

          Like

      2. અશોકભાઈનું સર્ચ વોરંટ કાઢવું જ પડશે. હવે મને મુછોનો મોહ નથી રહ્યો પણ હું એટલો બધો આળસું છુ કે રોજ રોજ આ મુછો કાઢવાની માથાકુટથી બચવા જ રાખું છુ. દાઢી પણ મારા પત્નિ પોતાની શક્તિ બતાવીને રીતસર ડંડો હાથમાં લે ત્યારે જ કરવા બેસું છું. ભારતમાં તો દાઢી મુછ ક્યારે કરવા ને ક્યારે ન કરવા તે પણ બાવા સાધુઓ નક્કી કરે છે. કેટલી બધી બાબતોની સલાહ આપવા માટે તેઓ વિશેષાધિકાર ધરાવે છે તે જાણીને આશ્ચર્ય થાય તેવું છે.

        હા આ જેલીફીશની વાત તો આ મુછોમાં રહી જ ગઈ. એક વાર અમે નેચરક્લબમાંથી પીરોટન ટાપુ ઉપર ગયા હતા. ત્યાં કીનારે આવી જેલીફીશ તણાઈને આવી ગઈ હતી અને પાછી દરીયામાં ન જઈ શકતા પાણી વગર તરફડીને મરી ગયેલી. આમ જૈવ વૈજ્ઞાનિક રીતે અમર હોવા છતાં તે બીજાનો ખોરાક બનીને મૃત્યું પામે છે અથવા તો આ રીતે ક્યારેક તણાઈને કીનારે આવી જવાથી પણ મૃત્યું પામે છે. કુદરતે દરેક જીવોને પોતાના રક્ષણ માટે કાઈ ને કાઈ વ્યવસ્થા કરી આપી છે. જેમ લડવૈયા પાસે બીજા પર પ્રહાર કરવા માટે તલવાર અને પોતાનું રક્ષણ કરવા માટે ઢાલ તેવી રીતે જીવ પાસે ખોરાક મેળવવા માટે અને પોતાનું રક્ષણ કરવા માટે એમ બે પ્રકારની વ્યવસ્થા કુદરત કરી આપે છે. પણ અમરત્વ કોઈ રીતે ઉપયોગી નથી. જો પરિવર્તન ન હોય તો જીવન કેટલું બધું કંટાળાજનક અને નીરસ બની જાય. અત્યારે હવે આવી કથાઓ કરવા કરતા વાસ્તવિક કાર્ય કરવાની અને વૈજ્ઞાનિક સંસ્થાઓ બનાવવાની આવશ્યકતા છે. અધ્યાત્મને પણ એક અભ્યાસક્રમની જેમ વ્યવસ્થિત ભણાવવાની અને તેમાં રહેલા અવૈજ્ઞાનિક ભાગને દુર કરવાની જરૂર છે.

        Like

        1. શ્રી અતુલભાઈ,
          આ અમરત્વ તો નીરસ છેજ.પણ મોક્ષ ની બાબત માં શું માનવું છે?મોક્ષ મળતા જન્મ જ નાં થાય તો પછી એ નીરસ ના બની રહે?અમરત્વ જન્મ પછી ની નીરસતા છે.તો મોક્ષ જન્મ પહેલાની.શું માનવું છે?

          Like

          1. શ્રી ભુપેન્દ્રસિંહજી,
            મુળ પ્રશ્ન છે મોક્ષ શેનાથી? પાતંજલ યોગ સૂત્રો કહે છે કે જીવને ૧. અવિદ્યા ૨. અસ્મિતા ૩. રાગ ૪. દ્વેષ ૫. આભીનિવેશ આ પાંચ જાતના ક્લેશો લાગેલા છે. અને આ ક્લેશોથી છુટા થવું તેનું નામ જ મોક્ષ. અને જો આ ક્લેષોથી છુટા થવાય તો અહીં જ પુરૂષ અને પ્રકૃતિ અથવા તો આત્મા અને બુદ્ધિ તે બંને વચ્ચેનો ભેદ સમજાઈ જાય. અને જ્યારે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપમાં સ્થીત રહીને વ્યવહાર કરીએ તો બધું જ કરતા હોવા છતાં પણ કશું સ્પર્શે નહીં અને જીવનનો વાસ્તવિક આનંદ માણી શકીએ આ મોક્ષ. અને આવી અનુભુતી થાય તો પછી મૃત્યુ સમયે બે વિકલ્પ મળે ૧. રમતમાં જ્ઞાન સહિત ચાલુ રહેવાનો (બાબાજી, યુક્તેશ્વરજી વગેરેની જેમ) અથવા તો સંપુર્ણપણે લિંગ શરીરનો પણ ત્યાગ કરીને મહાચૈતન્ય કે પરમાત્મા સાથે એકરુપ થઈ જવાનો. અને બંને પરિસ્થિતિમાં કશા બંધન નથી નડતા. બાકી આ સૃષ્ટિ તો જેમ છે તેમ જ રહેવાની અને આ રમત તો ચાલ્યા જ કરવાની. વળી સ્વરૂપનો આનંદ મેં તો ચાખ્યો નથી પણ જેણે ચાખ્યો છે તે કહે છે કે ભાઈ એવો આનંદ છે કે વગર પીધે જ નશો રહે છે, જેને તેઓ વર્ણનમાં નથી લાવી શકતા માત્ર તેના ચહેરાની ઝલક ઉપરથી સમજી શકીએ.

            Like

      3. If U Have Never Read Hindus 4 Veds, U Should Keep Quite… That’s Problem With U NRIs… Can’t Speak Good For Hinduism… Everything Happen In This World Because It Has Been Written By Almighty Bhagwan… Have U Ever Read What Sir Newton Said? “Gravity explains the motions of the planets, but it cannot explain who set the planets in motion. God governs all things and knows all that is or can be done.”[72]
        Before All These, Our Vedas Explains A Lot About All Sciences Which U Have Been Followed For A Decade Or May Be Couple Decade.
        U Should Not Make Any Sentences About The Things What U Don’t Know About.
        There Are So Many Hindu Literature, Characters And People’s Faith Are Lying Or U Are…
        As Per My Knowledge, Thousands Books Can’t Be Lie…

        Darek Shwas Ae Jivan Mate Jaruri Chhe, Pan Aethi Pan Vadhare Jaruri Chhe Te Darek Shwas Vachche No Talmel… Pahela Lidhelo Shwas Ne Tyajine Bijo Shwas Levani Anukulta Ane Pratikulta Samjiye To Swashtya Pan Saru Rahe Ane Jivan Pan… Jivan Ma Pan Vividh Vyaktitva Na Aavan Gaman Jetlu Jaruri Chhe Tenathi Pan Vadhare Jaruri Chhe Darek Vyaktiva Ni Tamara Jivan Ma Sanukulta Ane Pratikulta… Sanukul Vyaktiva No Saharsh Svikar Ane Pratikul Vyaktiva Ne Vinayayukt Viday Aej Safal Jivan Nu Sadu Ane Satya Rahasya Chhe…

        I Hope I Won’t Argue With Again…

        Like

  1. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
    આપની વાત સાચી હોવા છતાં એ કેમ ભૂલી જાઓ છો કે આવી અમરત્વ ને અન્ય ચમત્કારોની વાતો સાંભળવી આપણાં દેશના લોકોને અત્યંત પ્રિય છે અને એટ્લે તો એકના ડબલ કે દસ ગણાની વાતોમાં આવી પોતાની મરણ મૂડી ગુમાવનારાઓ તોટો નથી. આ દેશ તો સાધુઓ અને ચમત્કારોનો જ છે આપણાં જેવાનો અવાજ બહેરા કાનો ઉપર પડી પાછો ધકેલાય છે. તાર્કિક રીતે વિચારનારા દીવો લઈને શોધીએ તો પણ ભાગ્યે જ નજરે પડશે !

    Like

    1. વડીલશ્રી,
      તો પછી અશોક જાડેજા ક્યાં જશે?લોભ ને થોભ નહિ.મુર્ખાઓ હોય ત્યાં ધુતારા ને બાવાઓ ફાવવાના.પશ્ચિમ ના લોકો આ દેશ ને સાધુ,બાવા ને મદારીઓ નો દેશ કહે ત્યારે આપણ ને ખોટું લાગે છે.પણ એ હકીકત છે.આપનો આભાર.

      Like

  2. ચમત્કારીક ને સ્થૂળ વાતો.
    કથાકારો શ્રોતાઓ પર ભૂરકી છાંટી શકે તે માટેનું આ ભારે માંયલું રસાયણ છે. દિવ્ય ને ભવ્ય શબ્દો વાપરીને, રાગડા તાણીને, આંખોમાં આંસુનાં તોરણો લટકાવીને ને મેળ પડી જાય તો લોકોને ઉભા કરીને નાચતાં કરીને આ રસાયણો સ્પ્રે કરવામાં આવે છે.

    રાજા સાહેબ દિશાઓનાં વસ્ત્રો પહેરીને શેરીમાં નીકળ્યા હોય તોય કોણ કહી શકે કે રાજાજી જન્મદિનસૂટમાં જઈ રહ્યા છે ?!! કથામાં કોઈને હનુમાનજી અનુભવાય તોય નવાઈ નહીં.

    પરંતુ સામાપક્ષે –
    આવી કથાઓમાં જઈને ત્યાં આવા સવાલોનાં પાટિયાં સાથે વિરોધ કેમ નહીં થતો હોય ? લાખ્ખોની સંખ્યામાં એકઠી થયેલી મેદનીનો ડર હશે ? ગામડામાં કે ઝુંપડપટ્ટી પાસે તાંત્રીકો ધૂણે ત્યાં જઇને વિરોધ થાય છે, પણ કથાસાગર હીલોળાતો હોય ત્યાં કોઈ પોતાની પપૂડી વગાડવાની હિંમત નહીં કરે.

    અશ્વત્થામા આણિ કંપની જીવે છે એ સત્ય હકીકત છે પણ તે બધાં જીવે છે આપણા મનમાં વાર્તારસની કે ભીતિની કે અહોભાવની છાયામાં !! કર્ણ પણ જીવે છે, ને દુર્યોધન પણ. મોનાલીસા પણ શું મરી ગઈ છે ???

    બાકી તમારા આ વિષય પરના લેખો પણ વધુને વધુ સ્પ્રે થવા જ જોઈએ. હું આ લેખોનો અંધશ્રદ્ધાળુ વાચક થવા તૈયાર છું.

    Like

    1. શ્રી જુગલભાઈ,
      કથા સાગર હિલ્લોળા લેતો હોય ત્યાં જો વિરોધ કરવા જઈએ તો મારજ પડે.કદાચ જીવતા પાછા ના પણ અવાય.આપને યાદ હશે કે ગાંધીનગર માં ખુદ પોલીસ ને આશારામ ના ભક્તોએ ખુબ માર માર્યો હતો.અને રસ્તે જનારા લોકોએ પોલીસ ને બચાવેલી.અહી મોબ યા માસ સાયકોલોજી લાગુ પડે.જેણે જિંદગી માં એક કાંકરી પણ કોઈને નાં મારી હોય તે પણ શુરવીર બનીને પથ્થરો ફેંકવા માડે છે.

      Like

  3. જેલીફીશ વિશે સરસ જાણવા મળ્યું. માનવીના તમામ કોષોમાં પણ જે જિનેટિક મટિરિયલ-મૂળભૂત ગુણસૂત્ર છે તેમાં ઘાને રૂઝવવાના ગુણો રહેલાં છે.

    Like

    1. મીતાબેનશ્રી,
      આપની વાત સાચી છે.આમાં બે પ્રક્રિયા થતી હોય છે.Meiosis એ સેકસુઅલ રી પ્રોડક્શન માટે જરૂરી છે.અને Mitosis માં કોશ ના ન્યુક્લિઅસ માં ક્રોમોસોમ ના બે ભાગ થાય છે.અને નવો સેલ રચાય છે.અને આ રીતે ઘા રૂઝાય છે.પણ આપણે આંગળી કપાઈ ગઈ હોય તો નવી ઉગાડી શકતા નથી.આ Mitosis ક્રિયા માં ગરબડ થાય તો સેલ નો નાશ થાય છે,અને મ્યુટેશન થાય તો કેન્સર માં પરીણમે છે. જોકે આ બાયોલોજી નો ગહન વિષય છે.પણ આ જેલીફિશ ની કરામત એ છે કે મસલ્સ ના સેલ ને પણ નર્વ સેલ કે સ્પર્મ કે એગ ના સેલ માં બદલી શકે છે.આપણ ને ઝામર એટલે કે ગ્લુકોમા થાય તો આંખ ની અંદર રહેલા નર્વ સેલ મરી જાય છે,જે ફરી કદી પેદા થતા નથી. કોઈ ઉપાય નથી.એટલે આંખો સારી દેખાતી હોવા છતાં અંધાપો આવી જાય છે.આપણી પાસે બીજા અનેક જાત ના સેલ નો ભંડાર હોય છે છતાં આંખ ના નર્વ સેલ માં બીજા કોઈ સેલ ને ફેરવી શકતા નથી.

      Like

  4. રામ જન્મ ભૂમિ પર બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા?…તમારી વાત વિચારવા જેવી તો ખરી જ

    Like

    1. ખરેખર બાબર ના સમયે હનુમાનજી હતાજ નહિ.અને અત્યારે પણ રામાયણ ની કથા સંભાળવા આવતા નથી.હોય તો આવે ને?આ તો બાપુઓ લોકો ને ઉલ્લુ બનાવે છે.અને હવે ખરેખર આ જમાનામાં આ કથાઓ નો કશો અર્થ પણ નથી.અરે હજુ હમણા થઇ ગયેલા ગાંધીજી પણ આઉટ ઓફ ડેટ થઇ ગયા છે.હાલ કોણ ચરખો કાંતવાનું છે?કે સ્વદેશી માલ નો આગ્રહ રાખવાનું છે?હમણા ગાંધીજી આવે તો ખાદી ના ભાવ સાંભળી પોલીસ્ટર ઉપર આવી જાય.પૂછો તો કહેશે આ તો સુરત માં બનેલું કાપડ છે,સ્વદેશીજ કહેવાય.એટલે ગાંધીજી નું પણ સારું હોય,કામનું હોય તે જ રાખવાનું.રામાયણ કાલ ને કેટલો સમય થયો ખાસ કોઈને ખબર નથી.કૃષ્ણ કરતા જૂની વાત છે.પછી આ લોકોને યાદ કરી રડવાનું મુર્ખામી જ છે.

      Like

      1. bhai aa loko ne yaad aetla maate karvana ke ae loko tenA SAMAY ma shreshth rite jivan jivi gayela ane teva loko ne badha j yaad kare 6e..ae loko pa6al radvanu ek j kaaran ke ae loko atyare hot to paristhiti pramane potano rasto kaadhine shreshth rite jivan jivi jaat ane bija ketlay ne pan jivadi jaat..kemke aemne te rite aavdat kelvi hati ne….!!!!

        Like

  5. પુરાણો એ પણ તે સમય પ્રમાણે માનવ નિર્મીત છે.

    પ્રજાના મનો વિકાસ પ્રમાણે અને હવે આધુનિકતા

    પ્રમાણે ફેરફારો આવશ્યક છે અને આવા દર્પણ જેવા

    લેખો સાચું પ્રતિબીંબ બતાવશે જ.

    ચીરાયું અને કોઈ ગેબી મદદની આશા એ જીવન નથી,

    જે પ્રજા પુરુષ્ત્વ ગુમાવે ,કુસુંપમાં ડૂબે તો પોતાની સંસ્કારીતા

    ગૂમાવે. આજે કાયદા હેઠળ પોલીસ રક્ષણ મળે અને તમે

    રાહ જૂઓ ને ગૂંડા તત્વોનો ભોગ બનો એટલે પોલીસ નથી

    એવી વાર્તા જોડવી પણ ના ગમે, પુરાણોની ઘણી વાતો

    માનસિક સમતોલન માટે મને જરુરી લાગે છે પણ અંધ્શ્રધ્ધા

    ખોટો ગાડરીયો પ્રવાહને પડકારનારા,તમારા જેવાની એટલી જ

    જરુરછે,અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    નમન સૌ આઝાદીના લડવૈયા…રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    Like

    1. શ્રી પટેલ સાહેબ,
      આપની વાત સાચી છે.સાચું હોય તે સ્વીકારવાનું.એટલે તો હું એકદમ રેશનલ બની શકતો નથી.ધર્મ માં જો વિજ્ઞાન છુપાએલું હોય તેને કઈ રીતે વખોડી શકાય?

      Like

      1. ek rite tame jova jaav to hindu dharma ma lagbhag badhi j jagyao par science j chhupaayelu 6e..pan amuk vyakti teni meaning sidhi rite samji shakta nathi…badhani accepter sakti aap jevi to naa j hoy..tethi jene aapne maharshi kahiye chhiye teva loko ae lokbhogya banavva maate j aavi maahiti vividh rite darshavi hoy ane aapne tene ek manyta tarike svikari lidhi hoy tevu pratit thaay chhe….

        Like

        1. આર્ય દેવશ્રી,
          ધર્મ ની અંદર જે વિજ્ઞાન હોય તેને બહાર લાવવા ના પ્રયત્ન કરું છું.અંધ શ્રદ્ધા,અંધ વિશ્વાસ ને બ્રેન વોશિંગ થી ગુરુઓ ભક્તો નું શોષણ કરે છે,તેનો વિરોધી છું.કૃષ્ણ મારું પ્રિય પાત્ર છે.આપને મારી લખવાની રીત થી ગેરસમજ થઇ છે.પણ જે લોકો એ મને પૂરો વાંચ્યો હોય તેને ગેરસમજ નથી થઇ.મહાભારત વેદ વ્યાસે લખ્યું છે,તેની અંદર ગીતા આવી જાય માટે ગીતા પણ વેદ વ્યાસે લખી છે.બાકી કૃષ્ણ પ્રત્યે મને ખુબ માન છે.ભાગમભાગ એટલે મારો મતલબ સ્ટ્રગલ છે.જોકે કૃષ્ણ ના નામે પણ લોકો ચરી ખાય છે.બીજું ધર્મ તમારી સાયકોલોજી માં,અચેતન મનમાં ઘૂસેલો હાય છે.જે લોકોએ પ્રથમ જૈન કે બુદ્ધ ધર્મ અપનાવેલો એ લોકો કોણ હતા?બ્રાહ્મણો જ હતા.આપ મારા લેખ ધ્યાન થી વાચતા નથી,ને મનફાવે તેમ કોમેન્ટ આપી દો છો.બ્રાહ્મણ એટલે બુદ્ધિજીવી,ઇન્ટેલેજન્સીયા.મહાવીર ના પ્રથમ ૭૦૦ ગણધરો બ્રાહ્મણ જ હતા.નવો ધર્મ અપનાવવા માટે ખુબ ઉંચી પ્રતિભા,બુદ્ધી,સમજ શક્તિ જોઈએ.માટે ધર્મ પરિવર્તન સહેલું નથી.સામાન્ય લોકો વાતવાત માં ધર્મ બદલવાની વાતો કરે તે યોગ્ય નથી.ગાંધીજી પણ ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા તૈયાર થઇ ગયા હતા.પછી એમના અધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજ ચંદ્ર જૈન હતા.પણ ગાંધીજી ના અચેતન માં,સાયકોલોજી માં હિંદુ ધર્મ હતો.માટે મરણ સમયે” હે રામ”! બોલ્યા હતા.”હે મહાવીર!” કેમ ના બોલ્યા? આપ બ્લોગ પર પધાર્યા ને કોમેન્ટ આપી તે બદલ ધન્યવાદ.

          Like

  6. પરશુરામ વગેરે સાત જણા ચિરંજીવી હોવાનો અર્થ એટલો જ કે તેમના મૃતદેહ કોઈને મળ્યા નહોતા કે તેમનો અગ્નિસંસ્કાર થયો નહોતો.
    તે તો ઠીક, પરંતુ પરશુરામે તેમની વિદ્યા કર્ણને તો ન આપી પણ બીજા કોઈ બ્રાહ્મણ બાળકને દત્તક લઇ, સુપાત્ર બનાવી તેને આપી હોત તો વિધર્મીઓ સામે લડવા માટે તો કામ લાગી હોત! પણ ખોટી હઠને લીધે તે વિદ્યા સાવ એળે ગઈ.
    એમ જોવા જઈએ તો શિવાજીના કૈલાશ પર ચીનાઓનો કબજો થયો જ કેમ? તેમણે પોતાના સ્થાનનો બચાવ કેમ ન કર્યો?

    Like

    1. શ્રી દેસાઈ સાહેબ,
      પ્રાચીન મનીષીઓ કેટાસ્ટ્રોફી ને શિવજી કહેતા હતા.કોઈ શિવ નામના માણસ ને નહિ.પણ બાપુઓ સમજ્યા વગર કૈલાશ ઉપર કથા કરવા જાય છે.કદાચ કોઈ ગુફા માં સંતાએલા મળી જાય.

      Like

  7. I think you are trying to look religion from the science aspect only. If you go like this, then just in our religion (Hindu) only we have so huge literature available that it will take many years of our life to criticize it completely (or scientify it).

    We all know that Science VS Religion is always hot topic of debate from long time. However I feel the actual debate should be Science VS Myths instead of Religion.
    Because whenever we try to do the debate between science and religion (or in another words it is debate between believers and non believers) which has no end. It is just a matter of choice of a person whether he/she want to believe in god or not.

    Like

  8. શ્રી ભુપેન્દ્રસિંહજી,
    પ્રથમતો બાપુ, હવે રજા વગર ગુટલી ન મારવાનું (રાજકારણીઓ જેવું) વચન આપું છું !!
    આપે, અતુલભાઇએ અને સૌ મિત્રોએ અમર જેલીફિશથી મોક્ષ સુધી સ_રસ ચર્ચા કરી, લેખ હજારી છે તો ચર્ચા તો લાખેણી છે. મોક્ષ એ મૃત્યુ પછીની અવશ્થા છે કે નહીં, ખબર નથી. પરંતુ અતુલભાઇએ જણાવ્યું તે મનમાં ઉતર્યું, ૧. અવિદ્યા ૨. અસ્મિતા (હું પણું) ૩. રાગ ૪. દ્વેષ ૫. અભિનિવેશ (શરીરથી રખેને મારો વિયોગ થશે એવો ભય જે રાતદહાડો પ્રાણીમાત્રમાં પ્રવર્તી રહ્યો છે તેને અભિનિવેશ કહે છે. – સિદ્ધાંતદર્શન (ભ.ગો.) ), આ પાંચથી મુક્ત થવું તે મોક્ષ. આમ જોઇએ તો પ્રથમ કારણ ’અવિદ્યા’થી મુક્ત કરાવી મોક્ષનું કારણ બનવામાં આપ સમા સૌ મિત્રો પણ સહભાગી બનો જ છો ને ? બસ, આ જ તો જાણ્યે અજાણ્યે થતું પુણ્યકાર્ય છે. તેને માટે કોઇનું ધાર્મિક હોવું કે અધાર્મિક હોવું કશું જ મહત્વનું નથી. આવા જ સુંદર લેખ (પ્રતિભાવો પણ) આપતા રહેશો. આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      શ્રી અર્જુન મોઢવાડિયા ના ભાઈ લાગો છો.માટે રાજકારણીઓ જેવા વચનો આપો છો.કઈ વાંધો નહિ.હવે ખોવાયા તો ફનગ્યાન પોલીસ ચોકીમાં ફરિયાદ નોધાઇ જશે.

      Like

  9. મનુષ્ય જાતિ અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં કુદરતી તત્ત્વો અને વીર વ્યક્તિઓને પૂજવાની પરંપરા રહી છે.

    કુદરતી તત્વોને પૂજવાની અને તેમને સીમ્બોલાઈઝ્ડ કરવાની પ્રણાલી વેદકાળથી ચાલી આવે છે.

    સૌ પ્રથમ અગ્નિની ઉપાસના ચાલુ થઇ. પછી સૂર્ય અને ચંદ્રની થઇ. તે પછી બધીજ કુદરતી શક્તિઓની પૂજા ચાલુ થઇ. અને પછી વિશ્વ પોતેજ એક મહાદેવ છે અને તેમાં જ બધાદેવ આવી જાય છે તેવી તાત્વિક માન્યતા ચાલી જે આજ પર્યંત એક યા બીજા સ્વરુપે ચાલુ છે.

    વૈજ્ઞાનિકો પણ વિશ્વ સજીવ છે તે માન્યતા નકારી કાઢતા નથી.

    આપણા હિન્દુ ધર્મ માં શિવમંદીર એ એક વિશ્વ છે. તેમાં બધીજ જાતના તત્વો આવી જાય છે. શિવલીગ એ એક જ્યોતિ છે અને અગ્નિસ્વરુપે છે. બ્રહ્મ કે જે અદ્રષ્ટ છે તેમાંથી પ્રગટ થાય છે. આ બ્રહ્મને ગુણાત્મકરીતે યોની સમજવામાં આવી છે. અશ્લીલ અર્થમાં નહીં.

    આ શિવલિંગનો નીચેનો હિસ્સો એ ઉગતો સૂર્ય અથવા ભવઃ છે. મધ્ય હિસ્સો શર્વ એટલે કે પાલન કર્તા છે જેને વિષ્ણુ પણ સમજવામાં આવે છે. અને ઉપલો હિસ્સો રુદ્ર છે જેને શાંત રાખવા જલાભિષેક કરવામાં આવે છે.

    આબધું પ્રતિકાત્મક છે. કૈલાસ પર્વતનો આકાર જ્યોતિર-લિંગને થોડો મળતો આવે છે તેથી ત્યાં રુદ્રનું નિવાસસ્થાન સમજવામાં આવે છે.

    રુદ્રનું બીજું નામ ઈશ્વર છે. અને વેદોમાં તેને જ વિશ્વમૂર્તિ માનવામાં આવે છે. ૐકાર માં ત્રણે દેવો અને પ્રકૃતિનું સ્પંદન આવી જાય છે. અને બ્રહ્મરુપીશિવ બધાથી અલગ અને અલિપ્ત હોવાથી એક અર્ધચંદ્રાકાર કરી એક બિન્દુરુપે બતાવવામાં આવ્યા છે.

    વીર પુરુષો અને વિરાંગનાઓની પણ પૂજા ચાલુ થઇ. જેઓ અતિ શક્તિશાળી અને અપરાજીત હતા તેમને સૂર્યના અવતાર ગણવાની પરંપરા મોટાભાગના દેશોમાં હમણાં સુધી હતી.

    હનુમાન વાનરજાતીના હતા. વાનર એટલે વાંદરો નહીં. કારણકે વાંદરો એ પ્રાણી છે. અને તે બાયોલોજીકલી મનુષ્યની જેમ ન જ બોલી શકે. વળી હનુમાનજી ની માતા કે પિતા કોઈ વાંદરા ન હતા. પણ હનુમાન ઝડપથી ગતિ કરતા હતા તેથી તેમને વાયુપૂત્ર કહેવામાં આવ્યા. વાયુ એટલે મરુત. વળી આ મરુતને વેદોમાં રુદ્રપૂત્ર કહેવામાં આવ્યા છે.

    એટલે પ્રાચીનયુગના ઉત્તરાર્ધમાં હનુમાનને રુદ્રના અવતાર તરીકે ઠોકી દીધા.
    ઇતિહાસમાં દેવો અને ચમત્કારોને જોડી દીધા જેથી લોકભોગ્ય બને. એટલે તેમાં પ્રશ્નો અસ્થાને છે.

    Like

    1. શ્રી દવે સાહેબ,
      દેવો અને ચમત્કારોને સાથે જોડી દઈ ને લોકભોગ્ય બનાવી દીધા એજ તો પ્રશ્ન છે.એનાથી પ્રજા ને અંધ બનાવી દીધી ને પોતાના રોટલા શેકી ખાધા છે.હજુ મુર્ખાઓ મને છે કે ક્યાંક ગુપ્ત વેશે હનુમાનજી કથા સંભાળતા હશે.પહેલા તો ભોળી કે મુર્ખ પ્રજાને ભણાવી દીધું કે અમારામાં શંકા કરવી નહિ, નહિ તો નાશ થશે.પછી જાત જાત ની મનઘડંત વાતો ઘુસાડી દીધી.અને પ્રજાને મહા મુર્ખ બનાવે રાખી.આપની એ વાત સાચી છે કે હનુમાનજી પ્રાણી ના હતા.વાનર જાતના કોઈ મનુષ્ય હશે.તો પછી પૂંછડી શું કામ લગાવી?મન ફાવે તેમ સાહિત્ય રચે રાખ્યું છે.

      Like

      1. શ્રી ભૂપેન્દ્રભાઇ,

        સાર ગ્રહણ કરવાનો. થોથા ઉડાવી દેવાના. જે જન્મ્યું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પણ આમ જુઓ તો કશું નાશ પામતું નથી. પણ ટ્રેડીશનલી કોઇ સજીવના કંપ બંધ પડે એટલે તેનું વિઘટન ચાલુ થાય. તેનું મગજ બંધ થાય એટલે તે અસ્તિત્વની પૂર્વવત અનુભૂતિ ન કરી શકે.
        હનુમાન, પરશુરામ કે કોઇપણ અમર નથી. મીરાબાઇ પણ અમર નથી. પણ ઘણાને પોતે ધાર્મિક છે તે બતાવવા વહેમમાં રહેવાની ફેશન ધરાવતા હોય છે. દરેક વ્યક્તિ પોત પોતાના સ્ટેજમાં આનંદથી રહેતી હોય તો આપણે કંઇ કરી શકીએ નહીં.

        Like

      2. aapni vaat saachi 6e mahashay…pahela chhatak baari banavi ne andar pesi java jevi vaat thai ..aa baabate aap ekdum saacha 6o..

        Like

    2. શ્રી દવે સાહેબ,
      ભાઈ આપણ ને તો શંકર ના લિંગ નો એકજ સાચો અર્થ લાગે છે કે આ મેલ અને ફીમેલ જેનેટલ અંગો છે.અને તેની પૂજા કરી નોર્મલ સેક્સ નું બહુમાન કર્યું છે.કારણ એના વગર સર્જન થાય નહિ અને ઈવોલ્યુશન પણ ના થાય.તમામ સજીવ જગત માં આ વસ્તુ મુકેલી છે.હા દરેક ની રીતો અલગ અલગ હોય છે.કોઈ પરાગનયન કરે,કોઈ ઈંડા મુકે કે કોઈ પરસ્પર સંસર્ગ કરે.આમાં મને તો કોઈ અશ્લીલતા દેખાતી નથી.જે મુર્ખાઓ સેક્સ ને વખોડે છે એ લોકો ભગવાન ના નિયમો ને વખોડે છે,અને એ રીતે ભગવાન ની અવહેલના પણ કરે છે.અરે ભાઈ જીવ અને શિવ નું મિલન એતો મહા સંભોગ છે.

      Like

  10. મોક્ષ અંગેની આ બધી મોટી મોટી ગંભીર વાતો તો મારા જેવા સાધારણ જણને ન સમજાય અને ન ગમે. સાચો ઈશ્વરપ્રેમી તો વારંવાર જન્મ લઈ તેના નાના નાના કામો નિમિત્ત બનીને કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે. આ શરીરમાં જે જીવ છે તે કંઈ મારો પોતાનો થોડો છે કે ઈશ્વરને તેનો ફરીથી ઉપયોગ ન કરવા દઉં?

    Like

    1. શ્રી દેસાઈ સાહેબ,
      સીધા સાદા શબ્દોમાં સાવ સાચી વાત કીધી.ભાઈ આપણ ને તો મોક્ષ જોઈતો નથી.પરમ સ્વાર્થ નું નામ મોક્ષ.

      Like

  11. શ્રી ભુપેન્દ્રસિહજી,
    હનુમાનજી, પરશુરામજી અને એવા ૭ જીવો અમર છે એમ આપણે ઇતિહાસ ધ્વારા જાણીએ છીએ.જોકે હુ પણ આ વાત માનું છુ કેમ કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે ખરા દિલથી આપણે યાદ કરીએ ત્યારે એ જરુર મદદ કરે જ છે.હા, એના પર આપણા પાપ અને પુણ્યનો આધાર હોય છે.અને તમે એમ કીધું કે બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા? તો શું એ વખતે હનુમાનજી કેવી રીતે ત્યાં આવે? કોઇ અવતાર ધારણ કરીને આવે? ઘણી વાર એકદમ નિખાલસ અને નિર્દોષ માણસને અતિશય દુખ પડે, અને એ બહુ લાંબો સમય ચાલે, એ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ભગવાન એને મદદ ના કરે એવું પણ ક્યારેક બને!

    મારું આ અંગત મંતવ્ય છે બાપુ, બાકી આ ધાર્મિક વાતોનું તો એવું છે ને કે કોઇક માને અને કોઇક ના માને…

    Like

  12. વાહ રાઓલ સાહેબ સાચી વાત છે. હનુમાનજી એક કરતા વધુ જગ્યા તો ન હોઈ શકેને એના જવાબ માં કોઈ બાવો તમને ચોક્કસ એમ જ કહેત કે એ તો ભગવાન છે–હોઈ શકે. આવા બાપુઓ પાસે લોકોને છેતરવાના હાજર હથકંડા હાજર હોય છે. લોકો આપણા પ્રાચીન ગ્રંથોને વાંચ્યા-સમજ્યા-વિચાર્ય વગર આ બાવાઓ કહે એ જ સાચું માની લે છે. કેટલાક બાવાઓએ તો પોતાના નામમાં જ ‘ભગવાનજી’ લગાડી દીધેલું જોયું છે. અને નર્યા બકવાસ સિવાય કશું કરતા નથી.

    Like

  13. તમારી વાત ગમી પણ ઘણા અંશે દરેક ધર્મ માં કાઈ ને કાઈ અતીશયોક્તિઓ અને અન-બિલીવેબલ થીયરી હોય જ છે..પણ ”ધર્મ માં સંશય કરનાર નો વિનાશ થાય છે ” ધ્રુજી જવાય એવું વાક્ય વાંચીને અટકવું પડે છે.આ પણ એક ધર્મ ખેસ્ત્ર નો સંયમ !

    Like

    1. ભાઈ આ ધ્રુજી જવાય એવું વાક્ય મુકીને તો અટકાવી દીધા છે. આખો દેશ અટકી ગયો હોય તેમ લાગે છે.

      Like

  14. બહુ વિચાર માગી લે એવો લેખ છે…..પણ બાપુ તમે ચિરંજીવી ની વાત વિસ્તાર પૂર્વક કરી હોત તો થોડું વધારે વિચાર વલોણું ફેરવાયી જાત….પણ મને લાગે છે ત્યાં સુધી પરશુરામ એ કદાચ પરંપરાગત સંસ્થા હશે શંકરાચાર્ય ની જેમ……અને પેઢી દર પેઢી આગળ વારસો મૂકી જતા હશે…..બાકી રામ અવતાર માં દેખાય , અને કૃષ્ણ અવતાર માં પણ જોવા મળે એ કેમ બને? અને ભગવાન ને બે બે અવતાર એક સાથે લેવાની જરૂર કેમ પડે…..?

    Like

  15. ઘણા વર્ષો પહેલા સાંભળ્યું હતું કે વડોદરા ના એક પરિવાર ને નર્મદા પ્રદક્ષિણા વખતે સુરપાણેશ્વર નાં જંગલો માં અશ્વથામા જેવો લાગતો કોઈ મળેલો હતો…….અને એ લોકો એ એની સાથે વાતચીત પણ કરી હતી…પણ એ ખાલી સંસ્કૃત જ જાણતો હતો….ખરું ખોટું ભગવાન જાને???????

    Like

      1. એવુ જરૂરી નથી કે આ બધુ ખોટુ જ હોય. તમારા પર દાદાને તમે જોય તોપણ હતા તો ખરાજ.્તે કાંઇ થોડા ગપ્પા કહેવાય.

        Like

  16. હનુમાન પરશુરામ અષ્વ્ત્થામા બધાજ અમર જ છે. પરંતુ તેમના અમરત્વ ની પ્રતિતી માટે આપણે બધાએ તેમા વિશ્વાસ મુકવો જોઇએ અને તેમનુ જીવન આપ્ણા જીવન જોડે match થાય તેવુ કરવુ જોઇએ.બીજે બધે મગજ વપરવાની જરૂર મને નથી લાગતી.

    Like

Leave a reply to parth Cancel reply