ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા,,

શ્રી રામકૃષ્ણ પરમહંસ ને ભોજન માં બહુ રસ.લાલચુ કહી શકાય એટલી બધી હદ સુધી ભોજન માં પ્રીતિ.શિષ્યો બેઠા હોય વચ્ચે તેઓશ્રી બેઠા હોય,બ્રહ્મ જ્ઞાન ની ચર્ચા ચાલતી હોય ને એકદમ ઉભા થઇ જાય.દોડે રસોડા તરફ ને માં શારદામણી દેવી ને ભોજન વિષે પૂછ્યા કરે.કેટલી વાર છે?શું બનાવ્યું છે?માં શારદા મણી ને પણ નવાઈ લાગે.આટલા બધા બ્રહ્મ જ્ઞાની ને ભોજન માં આટલી બધી તૃષ્ણા કેમ?આતો કાયમ  નો પ્રશ્ન.એક દિવસ ના રહેવાયું.માએ પૂછી લીધું કે આપ આટલા મોટા તત્વ જ્ઞાની ને ભોજન પ્રત્યે પ્રીતિ હોય પણ આટલી હદ સુધી કેમ?
      *શ્રી રામકૃષ્ણે  જવાબ આપ્યો કે કોઈ પણ તૃષ્ણા,ઈચ્છા બાકી ના રહે તો જીવન નો શું અર્થ.તૃષ્ણા ને ઈચ્છાઓ થી બંધાએલા  રહીને બધા જીવતા હોય છે.ઈચ્છાઓ પૂરી કરવી એ જીવન નો હેતુ હોય છે.જયારે તમામ ઈચ્છાઓ નો નાશ થઇ જાય કે રહેજ નહિ તો જીવન નો શું અર્થ?મારી તમામ તૃષ્ણાઓ ને ઈચ્છાઓ સમાપ્ત થઇ ગઈ છે,પણ એક ભોજન પ્રત્યે ની હાથે કરીને સાચવી રાખેલી તૃષ્ણા ને લીધે આ જીવન ચાલી રહ્યું છે.જે દિવસે હું ભોજન વિષે પુછવા ના આવું કે રસ ના બતાવું એના ત્રીજા દિવસે આ દેહ ની જરૂર નહિ રહે.માં શારદા તો ભૂલી ગયા આ વાત.શ્રી રામકૃષ્ણ ને કેન્સર હતું.ઠીક મ્રત્યુ ના ત્રણ દિવસ પહેલા માં શારદા ભોજન ની થાળી લઈને આવ્યા તો શ્રી રામકૃષ્ણ અવળા ફરી ગયા.માં શારદા ને અચાનક પેલી વાત યાદ આવી ગઈ,ધ્રાસકો પડી ગયો.હાથ માંથી થાળી પડી ગઈ.રડવા લાગ્યા.શ્રી રામકૃષ્ણે સમજાવ્યા આ દેહ હવે જર્જરિત થઇ ગયો છે,એટલે છોડી રહ્યો છું. હું મરવાનો નથી.કદી વિધવાની જેમ જીવીશ નહિ.ઠીક ત્રણ દિવસ પછી શ્રી રામકૃષ્ણ મૃત્યુ પામ્યા.માં શારદામણી દેવી એમના કહ્યા પ્રમાણે જીવ્યા,ને હમેશા સમયસર શ્રી રામકૃષ્ણ  ના ભોજન સ્થળે ભોજન ની થાળી મુકતા.
      *બધી તૃષ્ણાઓ  ને ઈચ્છાઓ ની વાત તો ઠીક ઈશ્વર પ્રાપ્તિ ની ઇચ્છા પણ મોક્ષ,જ્ઞાન,નિર્વાણ,કૈવલ્ય કે એનલાઈટનમેંટ ની આડે આવે છે.બધાને થશે આતો જ્ઞાની થઇ ગયા.નાં આ હું નથી કહેતો.આપણું એવું ગજું નથી.આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય કહે છે ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા પણ મોક્ષ માર્ગે બાધા રૂપ છે.
    *અદ્વૈતવાદી યોગીરાજ તોતાપૂરી સ્વામી એ શ્રી રામકૃષ્ણ ના છેલ્લા ગુરુ.શ્રી રામકૃષ્ણ ને અદ્વૈત ની સાધના કરાવે.પણ કશો મેળ ના પડે.આ તો મહાકાલી ના ભક્ત.રોજ માતાજી આગળ વાતો કરે.માં કાલી આડા આવે.ગુરુતોતાપુરી કંટાળ્યા.હવે હું જતો રહીશ.ફરી પાછો નહિ આવું,અધુરો રહી જઈશ.શ્રી રામકૃષ્ણ કહે પણ શું કરું?માતાજી આવી જાય છે ધ્યાન માં.ગુરુ કહે કાઢ તારી માતા ને.પણ કઈ રીતે?ગુરુ કહે જે રીતે ઉભી કરી છે તે રીતે.કાલે ધ્યાન સમયે ઠીક તારા કપાળ માં હું  કાચ થી ચીરો મુકીશ તત્ક્ષણ તું તારી માતાનો નાશ કરી દેજે.છેલ્લો પ્રયત્ન  છે.તેજ ઉભી કરી છે,નાશ પણ તારે જ કરવો પડશે.બીજે દિવસે ગુરુના કહ્યા મુજબ થયું.મહાકાલી ના ભક્તે મહાકાળીનો નાશ કર્યો ને અદ્વૈત ને પામ્યા.પૂર્ણ થયા.
       *ક્યાં ગયા નાથા ભગત?સબ જલ જાવે,ભક્ત ભી જલ જાવે,ભગવાન ભી જલ જાવે તબ કહી મોક્ષ પાવે.I love this Natha Bhagat.         

7 thoughts on “ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા,,”

  1. “माया मरी न मन मरा, मर-मर गए शरीर ।
    आशा तृष्णा न मरी, कह गए दास कबीर” ॥
    શુન્યની શોધ ભારતનાં પ્રાચિનોએ કરેલી. ફક્ત ગણિત માયલું શુન્ય (૦) જ નહીં, અધ્યાત્મ, કલા અને ચિંતનમાં પણ શુન્યની મહત્તા સમજાવાયેલી છે. આ શુન્ય એટલે કશું જ ન હોવું.
    જો કે મોક્ષ માટે અમારા એક મિત્રએ ટુંકમાં બહુ સરસ ’દેશી’ સમજુતી આપેલ, કે જેટલું ભુલાઇ જાય તેટલો મોક્ષ. બંધન બધાં મન નાં છે.
    લ્યો આ હું પણ ડહાપણ ડહોળવા બેસી ગયો !!! આ વિષય પર આગળ વધુ ચિંતન આપશો તેવી આશા સહ: આભાર.
    (આ કોમેન્ટ ગઇ કાલે અહીં લખેલી, કશીક તકનિકી સમસ્યાને કારણે અહીં દેખાઇ નહીં તેથી ફરી આજે લખું છું, બે વખત હોય તો રદ કરશોજી.)

    Like

Leave a comment