
અમે જીવીએ છીએ, *જુન ૧,૨૦૦૭ ના રોજ પાક ના મુશર્રફે આ ૫૪ બહાદુઓના સગાઓમાં થી ૧૪ જણાં ને વિસા આપી જેલો માં જોવાની,ચેક કરવાની પરમીશન આપી.૧૦ દિવસ માટે આ લોકો ત્યાં ગયા.૧૪ માંથી ૭ સ્ત્રીઓ હતી.૧૯૮૩ માં પણ જીયા ઉલ હક ના શાશન વખતે આવી વિઝીટ થયેલી,તે વખતે ગયેલા માંથી ચાર જણાં આ વખતે પણ હતા.જે લોકોને વિસા નહોતા મળ્યા એ લોકોએ બીજા જનારા સદભાગીઓને પોતાના સગાઓની તસ્વીરો આપી રાખેલી.૫ મી શીખ રેજીમેન્ટ ના સુબેદાર અશાસિંગ ના પત્ની નિર્મલકૌર પણ પતિ મળશે એવી આશામાં ગયેલા.લાહોર ની કોટ લખપત અને કરાચી ની સેન્ટ્રલ જેલ તથા બીજી જેલો ફેદી વળ્યા પરિણામ કશું ના મળ્યું.ક્યાંથી મળે?સરકારો ગાંડી હશે તે એમજ એમની ભૂલો જાણી જોઇને કરેલી એ સાબિત થવા દે.૩૫ વરસ ના ઉર્દુમાં લખેલા રેકર્ડ બતાવ્યા.કોણ વાંચે?ત્યાં કોઈ કેદી ના મળે એની તકેદારી અગાઉથી રખાઈ ચુકી હોય,પરદેશોમાં બદનામ ના થઇ જવાય?
*આમતો બધા પહેલા શાંત થઇ ગયા હતા કે અમારા સગાઓ મરી ચુક્યા છે,પણ લોકસભામાં ૪૦ નું લીસ્ટ મુકાયું ત્યારે બધાને આશા જાગી.અશોક સુરીના પિતા ડીફેન્સ વિભાગ માં ગયા ને બધા ગુમ થયેલાઓના સગાઓના સરનામાં શોધી કાઢ્યા,બધાને પત્રો લખ્યા ને ભેગા કર્યા.(એમ.ડી.પી આર. એ.)મિસિંગ ડીફેન્સ પર્સન રીલેટીવ એસોશિએશન ની સ્થાપના કરી બધાને એક નેજા નીચે ભેગા કર્યા.પાક થી પાછા ફર્યા પછી બધાના હૃદય ભાગી ગયા.૩૦ વરસની લાંબી લડાઈનું પરિણામ શૂન્ય માં આવ્યું.અશોક સૂરી ના ભાઈ ભરત સૂરી કહે છે તકેદારી પૂર્વક રેકર્ડમાં થી પુરાવા દુર કરી દીધા હોય ને આ કેદીઓને ગુપ્ત જગ્યાએ સંતાડી પણ દીધા હોઈ શકે.દમયંતી તાંબે ને તો કોઈ સંતાન પણ નથી,એકજ વરસ થયેલું લગ્નને અને પતિ યુદ્ધમાં ગયેલા.મેરેજ ના સમય નો ફોટો હાથમાં રાખીને કહેછે લાંબી રફ અને ટફ જીંદગી વિતાવી છે મેં.શમી વરાઈચ બે વરસ ના હતા ને એમના પિતા વોર માં ગયેલા.
*સરબજીત ને જાસૂસીના આરોપમાં પાક માં મોત ની સજા મળેલી.એ કેસમાં હરપાલ નાગરા ની આગેવાની હેઠળ એક શીખ ડેલીગેશન પાક ની જેલમાં ગયેલું.ત્યાં એક વૃદ્ધ માણસ જોઇને સ્વાભાવિક આમાંથી કોઈ સહજ રીતે સલામ અલૈકુમ બોલેલું.ત્યારે પેલા વૃદ્ધ એકદમ પાછા ફરીને જવાબ આપેલો વાહે ગુરુજીકા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ.એમના કહ્યા મુજબ કોઈ બહારના જોડે કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી.અને આવાતો ૪૦૦ ભારતીય કેદીઓ હતા,બધા મીલીટરી કેદીઓ ના હતા.અને ઇસ્લામ સ્વીકારી લેવા બધાને ફોર્સ કરવામાં આવતો હતો.૧૯૮૩ માં ૬ જણા ને જેલોની મુલાકાત ની પરમીશન મળેલી.મુલતાન,સિયાલકોટ સાથે બધી જેલો ફેંદી વળેલા,જે કેદીઓ બતાવેલા તેઓ ની છૂટકારાની બધી વિધિ પૂર્ણ થઇ ચુકેલી હતા.ઘણા બધા કેદીઓ પાછા આવ્યા છે,પણ ૫૪ માંથી કોઈ સદભાગી બન્યો નથી.
*રૂપલાલ સહારીયા ૧૯૯૯મા પાછા આવેલા,એમણે ૧૯૮૮મા અશોક સુરીને કોટ લખપત જેલમાં જોએલા.મુખાત્યારસિંગ પાછા આવ્યા ત્યારે જાગીર સિંગ ના કુટુંબીઓને સમાચાર આપેલા કે તેઓ જીવે છે.અને કમલ બક્ષીને એમણે ૧૯૮૩મા મુલતાન જેલમાં જોઇએલ.૨૦૦૦ માં મનીષ જૈન,એમ.કે જૈન ના જમાઈ અમેરિકામાં કર્નલ આશીફ શફી પાકિસ્તાન ના ને મળે છે.ભુટો ના વિવાદાસ્પદ કેસ આ કર્નલ પોતે ૭ વરસ પાક માં જેલમાં રહી ચુક્યા હતા.એમના કહ્યા અને જોયા મુજબ ૧૯૭૮મા શ્રી જૈન અને વિંગ કમાન્ડર ગીલ બંને અટોક જેલમાં એકજ સેલમાં રહેતા હતા.આ મનીષ જૈન અમેરિકન એરફોર્સ ના જનરલ ચક યેગર ને ૨૦૦૫ માં અમેરિકામાં મળેલા.આ અમેરિકન જનરલ કોઈ રશિયન પ્લેન ની તપાસ માં પાક ની જેલોમાં ગયેલા ને ૧૯૬૫ને ૧૯૭૧ ના યુદ્ધાના ૨૦ ભારતીય પાયલોટો ને મળીને તેમના ઈન્ટરવ્યું લીધેલા.આ વાત એમણે એમની આત્મકથામાં પણ નોધેલી છે.આ ૫૪ માંથી ૨૫ તો પાયલોટો જ હતા.૧૯૯૮ માં પાછા આવેલા બલવાન્સીંગ કહે છે ડીફેન્સ પર્સન અને બીજા કેદીઓને જુદા રાખવામાં આવે છે,આ લોકોને જુદી જુદી સાત જેલોમાં ફેરવવામાં આવે છે.
૨૦૦૫ માં રાંચીના મેન્ટલ એસાયલમ માંથી ૧૯૬૨ ના યુદ્ધમાં પકડેલા બે ચીની સૈનિકોને શોધીને ૪૨ વરસ,હા ૪૨ વરસ પછી ભરત સરકાર ચીનમાં પાછા મોકલે છે.તો આ લોકોને કેમ પાછા ના લાવી શકીએ?

ભારત સરકાર પાસે જાસૂસી તંત્ર છે. એવું સાંભળ્યું/વાંચ્યું છે. મોટે ભાગે આ તંત્રનો ઉપયોગ કોંગ્રેસી સરકારના વિરોધીઓ પાછળ ખણખોદ કરવા માટે કરવામાં આવે છે. સરકારમાં બહુમતી સાચવવાની વેળા આવે ત્યારે આ બધી ફાઇલોનો ઉપયોગ થાય છે. ઈંદિરા ગાંધીના વખતથી આમ જ ચાલ્યું આવે છે. તંત્ર સાવ સડેલું અને ખુશામતખોરોથી ભરેલું હોય તેમ લાગે છે. ત્યારે જ 26/11 ના રોજ બિન્દાસ ત્રાસવાદીઓનું ટોળું મુંબઈને ઘમરોળે અને 36 કલાક સુધી મોતનો નગ્ન નાચ કરે. આ ત્રાસવાદીઓને મુંબઈના સ્થાનિક લોકોનો સાથ ના મળ્યો હોય તે વાત બિલકુલ માની ન શકાય તેવી છે. છતાં હજી સુધી કોઇ પકડાયું નથી ! કસાબ “ભૂલથી” પકડાઇ ગયો અને હવે તે સરકારને નચાવે છે. અરે આ નમાલી કોંગ્રેસ સરકાર સજા પામેલા ત્રાસવાદીને ફાંસી આપી શકતી નથી ! બાલાસાહેબ અને રાજ જેવા નમાલા નેતાઓ ખાલી ફોગટ થુંક ઉડાવે.
કેમ આવા મુદ્દા ઉપર તેઓ ચૂપ છે ? રાઓલસાહેબ, આવા ચાર નહિ ચાળીસ લેખો લખાય એટલી આ પ્રકારની સામગ્રી છે. મેં અગાઉ લખ્યું હતું તેમ તમે અને હું આપણા લેપટોપની મેમરી બગાડીએ બાકી રામરામ !
LikeLike
માન.ભુપેન્દ્રસિંહજી, નમસ્કાર.
પ્રથમ હપ્તાથીજ આ The Forgotten Heroes વાંચું છું. એ શુરવીરોનાં કામ વિશે વાત કરવાની મારી હેસિયત નથી, અને આટલા વર્ષોમાં લગભગ તમામ પ્રકારની સરકારો આવી અને ગઇ, આ ૫૪ જાબાંજો માંથી કોઇ આ બધી સરકારોમાં રહેલાનું સગું નહી હોય !! તો પછી કોણ ચિંતા કરે છે !!! એ ૫૪ નાં કુટુંબના થઇ ને કદાચ ૫૪૦ મતો હશે !! એ મતો મળે કે ન મળે શું ફરક પડે છે? આ ૫૪ ની શાથે ૫૪,૦૦૦ કે ૫૪,૦૦,૦૦૦ મતો જોડાશેને, તો જ રાજકારભારીઓને ધ્યાન આપવા જેવું લાગશે !! તો હવે જે કોઇ પણ મત માંગવા આવે તેને આપણે પુછીશું? કે, પ્રથમ આ ૫૪ જાબાંજો બાબતે જવાબ આપો !!! આમે હવે તો સાબિત થઇ ચુક્યું છે કે “યુદ્ધનાં મેદાનમાં જીતેલી બાજી આપણે મંત્રણાઓનાં ટેબલ પર હંમેશા હારી જઇએ છીએ” કદાચ બન્ને જગ્યાઓનાં લડવૈયાઓનાં શૌર્યમાં સિંહ અને સસલા જેટલો ફરક છે !!!
આપે ભરપૂર મહેનત કરી માહિતીપ્રદ લેખશ્રેણી આપી છે તે બદલ ધન્યવાદ.
LikeLike
જ્યાં સુધી પબ્લીક માં જાગ્રુતી નહી આવે ત્યાં સુધી આવા ફોગટ ના નેતાઓ આપણા માથે પડતાજ રહેવાના છે. આના માટે તો ૫૪,૦૦,૦૦૦……. મતો છે તેમનેજ જાગ્રુત કરવા પડે પણ હવે સાચો નેતા ગોતવો ક્યાં..?
LikeLike