
![M_Id_129382_S_P_S_Rathore[1]](https://brsinh.files.wordpress.com/2010/01/m_id_129382_s_p_s_rathore1.jpg?w=150&h=100)
*પોલીસ વડા રાઠોડ એક નાની છોકરી ની છેડતી કરે છે.એમના ઉપર ફરિયાદ કરવાની હિંમત કરવામાં આવે છે.પછી ની સ્ટોરી બધા મીડિયા દ્વારા જાણે છે.રુચિકા ૧૯ વરસ પહેલા આત્મ હત્યા કરે છે.અને હવે આજે મીડિયા વાળા બાહોશી બતાવે છે કે આમારા લીધે રુચિકા ને ન્યાય મળશે..કોઈ નાના માણસ ને પણ સજા તો ગુનાસર થવી જ જોઈએ.પણ મોટા માણસો ને ખાસ સજા થવી જોઈએ જેથી બીજા લોકો એમની મોટાઈ નો દુર ઉપયોગ ના કરે.પણ આપણે ત્યાં ઉલટું છે.નાના લોકો ને કોઈ છોડે નહિ અને મોટા લોકો ને કશું થાય નહિ.આ આપણા લોહીમાં વણાઈ ગયેલું સત્ય છે.પુરાણ કાલ થી ચાલ્યું આવ્યું છે.
*ભીષ્મ પિતામહ આવી રીતે પોતાના માટે નહિ પણ એમના ભાઈઓ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ માટે કાશી ના રાજા ને હરાવી તેમની ત્રણ છોકરીઓ અંબા,અંબિકા,અને અંબાલિકા ને ઉઠાવી લાવેલા.હવે અંબા ને રાજા સાલ્વ સાથે પ્રેમ હતો.ભીષ્મ ને એણે સાચી વાત કહી દીધી,ભીષ્મે એને છોડી દીધી.પણ પર પુરુષ સાથે રહેલી એટલે સાલ્વે ના પડી દીધી લગ્ન માટે.ફરી પાછી એજ વાર્તા દોહારવામાં આવી.રામ સીતાની,પરપુરુષ સાથે રહેવાની,ભારતીય માનસિકતા ક્યાંથી સહન કરે?અંબા પાછી આવી ભીષ્મ પાસે.હવે આખી દુનિયાને ખબર હતી કે ભીષ્મ પ્રતિજ્ઞા થી બંધાએલા બ્રહ્મચારી છે,છતાં સાલ્વે ના પડી દીધી.ભીષ્મે ના પાડી કે હું તો લગ્ન ના કરી શકું.એ ગઈ પરશુરામ પાસે,ભીષ્મ ને આર્ચરી શીખવનાર એ હતા.બંને વચ્હે લડાઈ થઇ પણ કોઈ પરિણામ ના આવ્યું. એ છોકરીનો આત્મા ઘવાયો .એણે પણ રુચિકા ની જેમ અગ્નિ માં પડી આત્મહત્યા કરેલી,ને સમગ્ર કૌરવ ખાનદાન નો નાશ થાય એવો શ્રાપ આપેલો.પણ આલોકોને આપણે પૂજીએ છીએ.
*શ્રી રામે લશ્કરી મદદ મળે તે માટે તાડ ના ઝાડ પાછળ છુપાઈને વાલી ને મારી એની પત્ની સુગ્રીવ ને સોપી દીધી.પેલી બિચારી જાય ક્યાં?છોકરો અંગદ નાનો હતો ને બળવાન કાકા સામે શું બોલે? એ જમાના માં શું આજે હમણા સુધી રીવાજ હતો કે મોટો ભાઈ હોય તે રાજગાદી નો રાજા બને ને નાનો ભાઈ બાજુ પર ખસી જાય.એ ન્યાયે વાલી મોટો ભાઈ હતો તો રાજગાદી પર બેઠો.વાલી ખુબ બળવાન હતો,રાવણ ને પણ એકવાર અંગદ ના ઘોડિયે બધી દીધેલો એવી વાર્તા છે.સુગ્રીવ ને મોટા ભાઈ ની ગાદી જોઈતી હતી,રામ ને લશ્કરી સહાય જોઈતી હતી.વાલી નો શું વાંક હતો હજુ સમજાતું નથી.વાલી ની પત્ની મેળવ્યા પછી સુગ્રીવ તો રંગરાગ માં ડૂબી ગયો ને રામ ને આપેલું મદદ નું વચન ભૂલી ગયો ત્યારે લક્ષ્મણ ગુસ્સે થાય છે,એવી વાર્તા પણ છે.અંગદની નારાજગી વર્ણવતા શ્લોકો વાલ્મીકી રામાયણ માં છે.આપણા કથાકારો એમની કથામાં આવું બધું નહિ કહે.હવે ઘણા તો કહે છે કે રામે વાલીને માર્યો જ નથી.વાલ્મીકી ને તુલસી ખોટા, એજ સાચા.
*હવે તમે કહોકે આજ સુધી કેટલી રુચીકાઓ મોટા લોકોને હાથે રોળાઈ હશે?મારું કહેવું છે કે છેક રામાયણ થી આજ સુધી,સુગ્રીવ અને ભીષ્મ હાથે,અને આજના રાઠોડના હાથે આજ સુધી માં હજ્જારો રુચીકાઓ રોળાઈ ચુકી છે.પ્રજા ના મનોવિજ્ઞાન માં આ બધું ખરાબ છે એવું ઘુસેલું જ નથી.રોજ રામાયણ અને મહાભારત ના આવા પાત્રોની ભક્તિ રોજ થતી હોય તો કોણ રુચિકા ને ધ્યાન માં લે?આ ખોટું થયું છે એવું લોકોને લાગે તો ને?આજ વકીલો,પોલીસવાળા,ન્યાયાધીશો અને ખુદ મીડિયા વાળા પણ આજ કથાઓ રોજ સાભળે છે.એ કોઈ પરગ્રહ માં તો રહેતા નથી.આ લોકો ભારત ની પવિત્ર ભૂમિ માજ રહે છે ને.એટલે આ લોકો ના મનોવિજ્ઞાન જુદા થોડા હોય?એટલે જ તો ૧૯ વર્ષ વીતી ગયાને મીડિયા ને પણ ૧૯ વરસ સુધી યાદ ના આવ્યું અને એકદમ કેમ પ્રેમ ઉભરાઈ ગયો ?મીડિયા ૧૯ વરસ સુધી શું કરતુ હતું ?જો મીડિયા એ શરૂથી રુચિકા ને સાથ આપ્યો હોત તો એને બિચારીને આપઘાત ના કરવો પડ્યો હોત.જે મીડિયા અત્યારે ન્યાય અપાવ્યા ના બણગા ફૂંકે છે એજ મીડિયા ૧૯ વરસ પહેલા એને સાથ આપી બચાવી શક્યું હોત.પણ એ સમયે રાઠોડ ઊંચા હોદ્દા પર હતા.આખા રાજ્યના પોલીસ વડા બન્યા હતા.રાષ્ટ્રપતિચંદ્રક પણ મળેલો.જેના માથે કેસ ચાલતો હોય એને રાષ્ટ્રપતિચંદ્રક?હવે રાઠોડ બળવાન નથી રહ્યા,એટલે મીડિયા ચડી બેઠું.એ સમયે મીડિયા પણ બીતું હશે રાઠોડ સામે બોલતા.મીડિયા પણ બળવાન લોકોને જ સાથ અપાતું હોય છે ને.રુચિકા ના મોત માટે જવાબદાર જે હોય તેને સજા થવી જ જોઈએ.પણ એની આત્મહત્યા નું પાપ મીડિયા ને પણ લાગશે જ.ભલે અત્યારે ન્યાય અપાવ્યાનું પુણ્ય કમાતું.