અગ્નિપરીક્ષા.


……એક બાળક જન્મે છે,ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે, ચાટે છે, સ્પર્શ કરેછે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાય છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજનું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. બધી મનોવૈજ્ઞાનિક બાબતો છે.

એક હંમેશનો સળગતો સવાલ છે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાતી ક્યારે બધ થશે? આપણાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ સમજવાથી વિશેષ કશું નથી. દ્રૌપદીને એક વસ્તુ ની જેમ બધા ભાઈઓએ વહેચી ને ભોગવી, શું માતાશ્રી ને એવું ના કહી શકાય કે આ વસ્તુ નથી એક સ્ત્રી છે? શું માતુશ્રી એટલા નાદાન હતા કે નારાજ થઇ જાય? કે પછી માતુશ્રીએ પોતે જુદા જુદા પુરુષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા એટલે એમાં કશું અયોગ્ય નહિ લાગ્યું હોય? કે પછી રીવાજ હશે? પણ સ્ત્રીને વસ્તુ થી મોટો દરરજો નહોતો. એટલે જુગારમાં બધું ખૂટ્યું તો વસ્તુની જગ્યાએ પોતાની પત્નીને મૂકી શક્યાં. એક કૃષ્ણ સિવાય આખા પૌરાણિક કાલમાં કોઈએ સ્ત્રીઓનું સન્માન કર્યું નથી. રામે પણ નહિ.

પોતાના એરિયામાં એક અસહાય, શારીરિક રીતે પોતાનાથી ઓછી શક્તિ ધરાવનાર સ્ત્રી ઉપર બળાત્કાર ના કરીને ફક્ત સમજાવટથી પોતાને તાબે કરવાના પ્રયત્નો કરનાર રાવણ આજકાલના ગેંગ રેપ કરનારા લોકો કરતા સારો હતો. પ્રિય પત્નીની અગ્નિપરિક્ષા લેવાય ગઈ હોવા છતાં ધોબી ભાઈના ટોણા થી તેને ઠપકો, કે સજા કરી સમાજમાં એક સારો સ્ત્રી સનમાનનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી, તેના પેટમાં ટ્વીન્સ અને વાલ્મીકિને કદાચ ગાયનેક સુવાવડ શાસ્ત્રનું જ્ઞાન ના હોય તેના ભરોસે જંગલમાં છોડી, ભારત વર્ષની ભવિષ્યમાં જન્મ લેનારી તમામ સ્ત્રીઓને સદાય લેવાતી અગ્નિપરિક્ષાઓમા હોમી દેનાર મહાપુરુષ રામની કથાઓ  હજારો વરસો થી ભારતની પ્રજાના બ્રેન પર હથોડાની જેમ ઠોકાતી હોય અને એને વ્યાજબી ઠરાવવાના પ્રયત્નોમાં રોજ નવા બહાના શોધતા હોય, કે સીતાજી તો પતિનું ખરાબ નાદેખાય એટલે જાતે ગયેલા, એમનો પડછાયો હતો, આવી બાપુઓ અને ફિલ્મકારોની વ્યર્થ વાતો સમાજમાં ચાલતી હોય ત્યાં સ્ત્રીઓની અવદશા થવાનીજ.

લેટેસ્ટ સમાચારોમાં સ્ત્રીને શંકા થી જલાવી દીધાના, બળાત્કારોના, ગેંગ રેપના સમાચાર થી છાપાઓ ભરેલા હોય છે. રોજ નવા ફૂટી નીકળતા બાપુઓ, રોજ નવા રામાયણો, કોઈ કહે પ્રેમનું મહાકાવ્ય, અરે આતો શોકનું મહાકાવ્ય બની ગયું  છે. ધરતીમાં સમાય જવું , સરયુંમાં જળ સમાધિ આ બધા ફક્ત અને ફક્ત રૂપાળા શબ્દો જ છે આત્મહત્યા થી વિશેષ કશું નથી. નવા પરિક્ષેપ્માં કથાઓ કહેવાનો વખત છે, કે આ  બધી ભૂલો છે અને ફરી સમાજ દોહરાવે નહિ. ઈતિહાસના આ વર્સ્ટ દાખલાઓ છે. એને બેસ્ટ મનાવવાનું બંધ કરો. બાપુઓ, ગુરુઓ, અને મહારાજ્શ્રીઓ થી સમાજ ચેતે,  એમની વ્યર્થ, અવૈજ્ઞાનિક, વહેમોથી ભરેલી ખોટી દંભી વાતો ના માને  એવું થાય, અને આ બધી કથાઓ સમાજના લોકોના બ્રેન પર હથોડા મારવાનું બંધ નહિ કરે ત્યાં સુધી સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાનું બધ નહિ થાય.

9 thoughts on “અગ્નિપરીક્ષા.”

 1. લવકુશ સાથે રામનો મેળાપ થયો અને રામે તેમનો સ્વીકાર કર્યો એટલે સીતાજીની સાધના સફળ થઇ. હવે અયોધ્યા જઈને રાજ્ય ભોગવવાની તૃષ્ણા નહોતી. તેથી ભૂગર્ભમાં સમાઈ ગયા. ભાવાર્થ એ કે તેઓ સામાન્ય જનસમુદાયમાં ભળી ગયા, નહિ કે ધરતી ફાટી અને તેમાં ગરી ગયા. ગુઢાર્થ એ કે તેમણે પણ રામનો ત્યાગ કર્યો.

  Like

 2. હાલ માં થોડા સમય પહેલાજ દુબઈ ગયા હતા ત્યારે જોયું હતું …
  એક આરબ ની પાછળ બે થી ત્રણ કાળા બુરખાઓ ચાલતા હોય અને સાથે ૫ થી ૬ નાના બાળકો હોય …. વળી અંદર અંદર વાતો પણ થતી હોય અને પછી વારફરથી એક બીજા નાં ફોટો પણ પાડે …અલબત્ત ફોટો માં પણ બુરખા તો એમજ હોય….. કદાચ સાથે ઉભેલા બાળકો થી ખબર પડતી હશે …કોણ છે તેની …. હું તો અવાચક થઇ ને જોતીજ રહી . તો મારો દીકરો મને કહે… ” જો મમ્મા આ ત્રણ લેડી એક જ હસબંડ ને શેર કરે છે … મારા ટીચરે જ કહ્યું હતું કે અહી poligamy છે…!!! “

  Like

  1. પોલીગેમી ભારત માં પણ ક્યા નહોતી?અમારા રાજપૂતો માં તો ખાસ હતી.હજુયે ચાલુ છે.સમાજે જ છૂટ આપેલી હતી.

   Like

 3. I think, ek samay pachhi, bichharre stree, ’emotional widowhood’ achieve karti hovee joiye, yet, she may not be aware of it….
  Thnks brother, I have never been adressed, ‘my dear sister’…:)) felt gd abt it..coming frm such a rational minded person!

  Like

  1. મારા આજ સુધીના કોઈ પણ મિત્ર ની પત્નીને મેં ભાભી પણ કહ્યું નથી,હંમેશા બહેન જ કહ્યું છે.બહેન નો નાતો કઈ ઓરજ હોય છે.હવે સમાજ બદલાતો જાય છે.પણ સાવ મંથર ગતિએ.આપણે એક સમયે સૌથી વધારે સુસંસ્કૃત હતા,હવે પાછળ પડી ગયા છીએ,વૈજ્ઞાનિક અભિગમ વગરની પ્રજા છીએ.સાચી વાત ને?

   Like

 4. મને આ વાતનો વ્યાવસાયિક અનુભવ છે , આર્થિક રીતે બીજા પર આધારિત હોવું એ સ્ત્રીઓની સમસ્યા નું મૂળ કારણ છે. પુરાણ ની કથાઓ ની નિરર્થક વાતો ને વિઝ્યુઅલ રૂપ આપીને અને બાવા સાધુ ને ચેનલો ભાડે આપી પ્રજાને અંધશ્રદ્ધાનો ઓવરડોઝ અપાઈ રહ્યો છે. જેના થી પ્રજા નું વૈચારિક સ્તર દયાજનક રીતે નીચું ગયું છે. લોજીકલી ના માની શકાય તેવી વાતો થી ભરપુર આ કથાઓ માં જે સંખ્યાઓ થાય છે તેના કારણે રાજકારણ વાળા પોતાના સ્વાર્થ માટે બાપુ, મહારાજો વગેરે ને પોષે છે. ચિત્ર ખુબ ધૂંધળું બની ગયું છે.

  Like

 5. અરે બહેન જાણીતા સાક્ષરો પણ બાપુઓની ચમચાગીરી કરતા હોય ત્યાં શું કહેવાનું?હવે તો સ્ત્રીને બચાવનાર ખુદ સ્ત્રી જ બને તો જ ઉપાય છે.આભાર.

  Like

 6. ભુપેન્દ્રભાઈ આપ શ્રી આ જે મહેનત કરી રહ્યા છો તે ના થી આવનાર પેઢી કે જે આજે સંપૂર્ણ ઈન્ટરનેટ તરફ વળી ગયેલ છે તેમને ખુબ જ ફાયદો થશે. આપ આજ રીતે સુંદર લેખો લખતા રહો એવી આશા રાખું છું. આજે સમાજ ને આપના જેવા લોકો ની જરૂર છે નહિ કે ઢોંગી બાબા, બાપુ, કે સાધુ ની કે જેવો માત્ર તક સાધુ જ હોય છે. આજે હજુ પણ સમય છે માનવી એ પોતાની ભૂલો સુધારવા નો…. મારે આપને વિનંતી છે કે આજ ના ખોટા ધર્મ વિષે ખાસ કૈક લખો.

  ખુબ ખુબ આભાર.

  Like

 7. રાઓલ ભાઇ….
  આપનો આ લેખ આટલાં વરસે વાંચ્યો. સ્ત્રી સન્માનની બાબતમાં હજુયે ખાસ પરિવર્તન આવ્યું હોય એવું લાગતું નથી. હજુયે સ્ત્રીય કેવા કપડાં પહેરવા જોઇયે એની ચર્ચા ચાલતી રહે છે. રસ્તા પર એકલદોકલ સ્ત્રી હોય તો હજુયે એ ડરતી જ હોય છે. હજુ સુધી જ્યાં સ્ત્રીથી લઇને બાળકો અને પુરૂષ બધા નિર્ભય હોય એવો સમાજ નિર્માયો નથી જ …. ખબર નહીઁ ક્યારે એવો યુગ આવશે !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s