Bear V/S Unknown man

Bear V/S Unknown man

કોઈએ એક હાઈપોથેટીકલ સર્વે કર્યો હશે એ ટીકટોક ઉપર કોઈએ ચડાવ્યો હશે. એમાં કેટલીક સ્ત્રીઓને પુછવામાં આવે છે કે જંગલમાં તમે સ્ટક થઈ જાઓ તો રીંછ જોડે કે અજાણ્યા પુરુષ જોડે સ્ટક થવાનું પસંદ કરશો? ઓલમોસ્ટ સ્ત્રીઓએ રીંછ પસંદ કર્યું. આ જોઈ પુરુષોનો મેલઇગો બહુ ઘવાયો. સ્ત્રીઓને ટ્રોલ કરવામાં આવી. ડીબેટો પણ થઈ. આ બધી પશ્ચિમની વાત થઈ. હવે આવો સર્વે કરતી પોસ્ટ એક મિત્રે ગુજરાતીમાં ફેસબુક ઉપર પણ મુકી. તો એમાં પણ મોટાભાગની સ્ત્રીઓએ બેર પસંદ કર્યું અજાણ્યા પુરુષને બદલે. એમાં ગુજરાતી ભાયડાઓનો ભાયડાહંકાર, મેલિગો બહુ ઘવાયો. અભિમાની બોદુઓ અને ત્રણ ટકાના ટફનો મહિલાઓના અધિકાર માટે લડતી મહિલાઓની મજાક કરતી પોસ્ટો મુકવા મંડ્યા, પેટ્રિઆર્કીની ગુલામ સન્નારીઓ પણ એમાં સાથ પુરાવા લાગી તો કેટલીક રેશનલ અને ખૂદ મહિલા અધિકાર માટે લડતી હોય એવી મહિલાઓ પણ પોસ્ટનો મર્મ સમજ્યા વગર બોદુઓ અને ટફનોની હામાં હા મીલાવવા લાગી. ખેર! સંસાર છે ચાલ્યા કરે.

મૂળ વાત એ છે કે અમેરિકનો બેર કહે છે એ રીંછ માનવો ઉપર ભાગ્યેજ હુમલો કરે છે. એને લાગે કે એનાં બચ્ચાઓને કોઈ હાનિ પહોંચાડવા આવી રહ્યું છે તો હુમલો કરે. એને જોઈને એકદમ દોડવાની જરૂર નહિ, શાંત રહેવાનું, ધીમા પગલે પાછા જવાનું, એને સ્પેસ આપો તો હુમલો નહિ કરે. સર્વે એવું કહે છે સ્ત્રીઓને પણ અજાણ્યા પુરુષોથી બહુ જોખમ હોતું નથી જેટલું જાણીતા પુરુષોથી હોય છે. આવા સર્વે સવાલો ઘણીવાર મસ્તી મજાકમાં કરવામાં આવે છે. પરંતુ એના ઉગ્ર પ્રતિભાવ આપી બોદુઓ અને ટફનો જાતે જ સાબિત કરી દેતા હોય છે કે એમના કરતાં રીંછ સારૂ.😄

નેપલ્સમાં મરીના એમ્બ્રોવિક નામની એક મહિલા કલાકારે એક પ્રયોગ કરેલો. એક જાહેર સ્થળે સ્ટેચ્યુની જેમ ઊભેલી અને એક નોટીસ મારેલી કે એ ચૂપચાપ ઊભી રહેશે એના શરીર સાથે તમારે જે કરવું એ કરી શકો છો. એના શરીર સાથે તમે જે કરો એની જવાબદારી એની પોતાની છે કોઈ પગલાં લેવામાં નહિ આવે, ટેબલ ઉપર ૭૨ વસ્તુઓ મુકી છે એના શરીર ઉપર ઉપયોગ કરી શકો છો. ટેબલ ઉપર કેટલીક બિનહાનીકારક વસ્તુઓ સાથે હાનીકારક ચપ્પાં, કાંટા, બ્લેડ વગેરે પણ મુકેલું. છ કલાક એ ઊભી રહેલી શરૂમાં ફોટોગ્રાફરો આવ્યા પણ તમે મિત્રો નહિ માનો એના શરીર ઉપર લોકોએ કાંટા ભોકેલા, ચપ્પુ અને બ્લેડ વડે ઘાવ પણ કરેલા એના કપડાં પણ ફાડી નાખેલાં. શો પત્યા પછી કપડાં વગેરે પહેરી એણે એના શરીર સાથે હિંસક રમત કરનાર દરેકની આંખોમાં જોયું કોઈ નજર મીલાવી શક્યું નહોતું. મરીનાએ એમની અંદરનો રાક્ષસ જગાડી દીધો હતો. એ વિડીયો મેં અહીં મુક્યો છે.

નોર્થ અમેરિકામાં બહુ બધાં રીંછ છે લગભગ આઠ લાખ જેટલાં પરંતુ માનવો ઉપર હુમલા સાવ નગણ્ય તે પણ માદા રીંછ એની સાથે બચ્ચાં હોય ત્યારે હુમલો કરતું હોય છે. જ્યારે અજાણ્યા માણસોની વાત જવા દો, ૨૦૨૦માં નજીકના સગાઓ દ્વારા ૪૭૦૦૦ સ્ત્રીઓના મર્ડર વર્લ્ડ વાઈડ કરવામાં આવ્યાં છે. છતાંય આવા સર્વેથી કોઈ ચોક્કસ તારણો ઉપર અવાય નહિ એ પણ હકીકત છે. પુરુષો સર્વથા ખરાબ અને હિંસક જ હોય છે એવું પણ નથી હોતું નથી એ પુરુષ કરતાં રીંછ પસંદ કરનાર સ્ત્રીને પણ ખબર હોય છે.

નિર્ભયાની યોનિમાં લોખંડનો રોડ ખોસી દેનારા અજાણ્યા પુરુષો જ હતા, રીંછ નહિ. -ભૂપેન્દ્રસિંહ રાઓલ, હાલ ૨૦,૦૦૦ બેર ધરાવતા પેન્સિલવેનિયા સ્ટેટમાં.😄🙏

Leave a comment