ગાંધી કદી મરે નહિ

b15d7c7d-946e-46dc-9754-cbbfe172aa3aગાંધી કદી મરે નહિ

ભારતના બે મહાપુરુષો એવા છે જેને સારી દુનિયા ઓળખે છે. અભ્યાસુઓ ઓળખે તે વાત જુદી છે પણ દુનિયાભરમાં સામાન્ય અભણ પ્રજા પણ ઓળખતી હોય એવા મૂળ ભારતના બે મહાપુરુષોમાં એક તો ગૌતમ બુદ્ધ અને બીજા છે ગાંધીજી. ગૌતમ બુદ્ધ માટે વિડમ્બના એ છે કે વિદેશોમાં ઘણા લોકો એમને ચાઇનીઝ સમજે છે, મને એનો જાત અનુભવ છે જ્યારે ગાંધીજી સાથે એ પ્રશ્ન ઊભો થતો નથી.

તમે સતત અહિંસક બની શકો પણ સતત હિંસક રહી ના શકો. તમે સતત પ્રેમ અને કરુણાસભર રહી શકો પણ સતત ક્રોધ અને નફરત ગ્રસ્ત રહી ના શકો. એનું કારણ બ્રેન કેમિસ્ટ્રીમાં છે. હિંસા, ક્રોધ, નફરત વગેરે નકારાત્મક લાગણીઓ આપણા બ્રેનમાં સર્વાઈવલ માટે ચેતવણી હંગામી ચેતવણી રૂપ રસાયણો છોડતા હોય છે પણ તે રસાયણો લાંબાગાળે શરીરને હાનીકારક હોય છે. ગાંધીજી કોઈ બુદ્ધ તો હતા નહિ એમણે ક્યારેક હિંસાનો પણ પક્ષ લીધો હશે, એમાં વાંધો શું?

આજે એમને જન્મે દોઢસોમું વર્ષ ચાલે છે ત્યારે બે જગ્યાએ મને એમના વિષે બોલવાનો મોકો મળ્યો. ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ બરોડામાં મિત્ર જય વસાવડાએ તક આપેલી તો માણસા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે ગાંધી વિષે બોલવાનો મોકો મળેલો.

વિદેશોમાં આપણા કોઈ આવા એવરેસ્ટ કદના નેતાની પ્રતીમાઓ હોય તો તે ગાંધીજી છે. લગભગ ગાંધીજીની દસેક પ્રતીમાઓ વિદેશોમાં સ્થિત છે.

૧) લેક શ્રીન કેલિફોર્નિયામાં ગાંધી વર્લ્ડપીસ મેમોરીયલ છે ત્યાં એમની પ્રતિમા છે. ૨) ટેવીસ્ટોક સ્ક્વેર લંડનમાં એમની એક પ્રતિમા છે જેનું અનાવરણ ૧૯૬૮મા હેરોલ્ડ વિલ્સન નામના બ્રિટીશ વડાપ્રધાને કરેલું. ૩) કોપનહેગન ડેન્માર્કમાં એક પ્રતિમા છે જે ૧૯૮૪મા ઇન્દિરાજીએ ભેટ આપેલી. ૪) ચર્ચ સ્ટ્રીટ, પીટ્સમારીટ્ઝબર્ગ સાઉથ આફ્રિકામાં ગાંધીજીની એક પ્રતિમા છે જેનું અનાવરણ આર્કબીશપ ડેસમોન્ડે કરેલું. ૫) પ્લાઝા સિસિલિયા બુએનોસએરીસ, આર્જેન્ટીનામાં પણ એક પ્રતિમા છે. ૬) ગ્લેબે પાર્ક કેનબરા ઓસ્ટ્રેલીયામાં એમની એક પ્રતિમા બ્રોન્ઝની છે. ત્યાં લખેલું છે નો પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ, નો કોમર્સ વિધાઉટ મોરાલિટી, નો સાયન્સ વિધાઉટ હ્યુમેનીટી. ૭) મેમોરીયલ ગાર્ડન જીંગા યુગાન્ડામાં પણ એક ગાંધી બેઠા છે, ૧૯૪૮મા ગાંધીજીના ભસ્મીભૂત દેહની ભભૂત નાઇલ નદીમાં પધરાવવામાં આવેલી. ૮) ગાર્ડન of પીસ વિયેના ઓસ્ટ્રિયામાં પણ ગાંધી બિરાજમાન છે. ૯) એરિયાના પાર્ક જીનીવા સ્વીત્ઝરલૅન્ડમાં પણ ગાંધી વિરાજમાન છે. ૧૦) પાર્લામેન્ટ સ્ક્વેર લંડનમાં ૧૪ માર્ચ ૨૦૧૫મા ગાંધીને વિરાજમાન કરવામાં આવેલા ત્યારે વડાપ્રધાન ડેવિડ કેમરોન સાથે હાલના નાણાપ્રધાન અરુણ જેટલી, ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી અને બોલપટના મહાનાયક લોક લાડીલા અમિતાભ બચ્ચન પણ હાજર હતા.

ગાંધી બીજા દેશોના અનેક મહાપુરુષોના નેતાઓના આદર્શ પ્રીતિપાત્ર રહેલાં છે. ગાંધીજીને માર્ગે એમણે શોષિતો અને પીડિતોના અધિકારો માટે લડતો પણ ચલાવેલી છે. બરાક ઓબામા તો ગાંધીનાં જબરા ફેન હતા. બર્માના નોબેલ પ્રાઈઝ વિજેતા શાન સુ કી ગાંધીના ફોલોઅર હતા. નેલ્સન મંડેલા વિષે બધા જાણે છે. દલાઈ લામા પણ ગાંધીના બહુ મોટા ચાહક છે. જોન લેનોન નામનો બ્રિટીશ સંગીતકાર જેણે વિયેટનામ વોર સમાપ્ત કરવા બહુ મોટી ચળવળ ચલાવેલી તે ગાંધીના ફોલોઅર હતા. માર્ટીન લ્યુથર કિંગ અમેરિકાના જેમણે અશ્વેતોના અધિકાર માટે ગાંધી માર્ગે બહુ મોટી લડત ચલાવેલી. આઇન્સ્ટાઇન, અલ ગોર, એપલ ફેમ સ્ટીવ જોબ, એટનબરો જેવા અનેક દેશ વિદેશના મહાનુભવો ગાંધજીને આદર્શ માનતા હતા.

અમેરીકામા મને ઇન્ડોનેશિયન અને મેક્સિકન લોકો ગાંધીજી વિષે વાતો કરતા મળેલા છે. અમેરિકન ટીવી પર ડીબેટ ચાલતી હોય ત્યારે ગાંધીના ક્વોટ બોલતા લોકોને સાંભળ્યા છે. હોલીવુડણી ફિલ્મોમાં પણ ગાંધીના ક્વોટ વપરાયેલા સાંભળી છાતી ૫૬ ઈંચની થોડીવાર થઈ જાય.

આઝાદી માટે કહેવાતી બે ચળવળો થઈ એક ૧૮૫૭મા વિપ્લવ થયો જેના નેતા નાનાસાહેબ પેશ્વા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે જેવા બહાદુરો હતા બીજી ૧૯૪૨મા થઈ. ૧૮૫૭ના બળવો એ જેમના રાજ ખાલસા થયેલા તે અંગ્રેજોથી નારાજ રાજામહારાજાઓની લડાઈ હતી. એમાં પ્રજા સક્રિય નહોતી. પ્રજાને રાજા રાજ કરે, મોઘલ કરે કે અંગ્રેજ કરે કોઈ ફરક પડતો નહોતો. જ્યારે ૧૯૪૨ કરતા ય ઘણા સમય પહેલા ચાલું થયેલી આઝાદીની ચળવળ પ્રજાની હતી એમાં રાજાઓ સક્રિય નહોતા. કોઈ કોઈ ગોંડલનાં રાજવી ભગવતસિંહ જેવા ખાનગીમાં મદદ કરતા તે જુદી વાત છે. આ આખી ય ચળવળને વેલ પ્લાન્ડ બનાવવાનું શ્રેય તો ગાંધીજીને ચોક્કસ આપવું પડે ભલે પાછળથી જોડાયા.

આઝાદીની ચળવળ તો ગાંધી આફ્રિકાથી આવે તે પહેલા ઘણા સમયથી શરુ થઈ ચુકી હતી. લાલ, બાલ, પાલ, લોકમાન્ય તિલક, જિન્નાહ જેવા અસંખ્ય નેતાઓ એમાં સક્રિય હતા. સરદાર નહેરુ જેવી નવી પેઢી એમાં ઉમેરાતી જતી હતી. એલ્ફાનો એક અલગ ઈગો હોય છે. આખરે તો બધા મેમલ એનિમલ જ છે એટલે ગાંધી આ બધાને જોડી રાખતું જબરું ફેવિકોલ હતા..

ગાંધી પોતે કહેતા કે ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ નથી, ગાંધી વિચાર હું જાણતો નથી. કોઈ એમ ના કહે કે હું ગાંધીનો અનુયાયી છું. જયભાઈએ(જય વસાવડા) GLF માં બહુ સરસ વાત કરીકે ત્રણ ત્રણ જન્મે મુસલમાનો ભારતના રાષ્ટ્રપતિ બન્યા ગાંધી અહીં દેખાય છે, અમેરિકા જેવી મહાન લોકશાહીમાં હજુ સ્ત્રીને પ્રમુખ બનવાનાં ફાંકા મારવા પડે ત્યાં ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તરીકે મહિલા વિરાજમાન રહી ચૂકયા છે. બાલાસાહેબ ઠાકરેના જીવનકવન પર ફિલ્મ બને છે અને બાલાસાહેબનું પાત્ર નાવાઝુદ્દીન સિદીકી ભજવે છે ત્યાં ગાંધી દેખાય છે અદ્રશ્યરૂપે.

હું કહું છું એવરીજ ભારતીય હિંસક નથી જ, એ કોઈ પણ કોમનો હોય. એને તોફાનોમાં જરાય રસ નથી. એને મારકાપમાં રસ નથી. એનામાં હિંસા પેદા કરવી પડે છે. એનામાં ભય ઊભો કરવો પડે છે કે ઉભા થાવ નહીતો આ લોકો મારી નાખશે. એના બ્રેન વોશ કરવા પડે છે, એના દિલમાં ભય અને ડરના વાવેતર કરવા પડે છે. બાકી તો વિક્રમ અને વસીમ રોજ જોડે બેસીને જ ચા પીતા હોય છે. અકરમ અને અરવિંદ એક જ બાઈક પર કૉલેજ જતાં હોય છે. ઓસ્માન અને કીર્તીદાન એક જ મંચ પર સાથે ગાતા હોય છે.

ગાંધી પરિવર્તનનો માણસ હતો. હશે એમના સેક્સ અને બ્રહ્મચર્ય વિશેના વિચારો અવૈજ્ઞાનિક હતા. ઘણી બધી કહેવાતી ભૂલો પણ કરી હશે એ જ તો સાબિતી છે કે તે ભગવાન નહિ માનવ હતા. આજે ગાંધી હોત તો એમના ઘણાબધા વિચારો અને માન્યતાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું હોત તે નક્કી વાત છે.

ખેર ગાંધી વિષે બધા એટલું બધું જાણે છે કે ખૂદ ગાંધી એટલું નહિ જાણતા હોય. પણ એટલું કહીશ કે ગમે તેટલા ગોડસે પેદા કરો ગાંધી મરનેવાલા નહિ, કારણ ગાંધી તો લાખો લોકોના ર્હદયમાં સલામત છે, કારણ તમે સતત હિંસક બની જીવી ના શકો, તમે સતત ક્રોધ અને નફરત ગ્રસ્ત રહી ના શકો. ……… :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, માણસા, ગુજરાત.

7 thoughts on “ગાંધી કદી મરે નહિ”

  1. Bapu हु गांधीजी विशे वधारे नथी जाणतो पण तेमने जे प्रयोगशाला बनावी हती तेनो
    महान अविष्कार जे बुद्ध आपि गया हता तेने बिजी वार शोध करी मार्केटिंग कर्यु।
    अहिसंक रेवा माटे तो तमने प्रेम नो सागर बनवू पड़े तोज तमारो डर दूर थाय अने
    हिसंक पण तमारी सामे अहिंसक बनी जाय। एक वाते सारू थयूं के गांधीजी राजकीय
    रीते जोडया नहितर ते पण एक धर्म ना स्थापक बनावी ने नवो धर्म ऊभो करत

    Like

  2. બાપુ, હુ તમારા આ લેખને ફેસ બુકના ‘અપના અડડા’ પેજ પર રાખી શકુ?

    Like

  3. ખુબ સરસ, ઘણા લોકો ગાંધીજીને સમજી શક્યા નથી, ગાંધીજી પ્રત્યે હજુપણ આદરભાવ ધરાવતા નથી. તે ખુબ દુખદાયક છે.

    Like

  4. હિંદુઓ અંધભક્ત છે તો જ ગાંધી બાપુને રાષ્ટપિતાની ઉપાધી મળી,,,
    50 વષૅ બાદ ભારતમાં જ્યારે ઈસ્લામીકરણ ની ગતી ભયાનક ત્યારે સહુ નાથુરામની આત્મકથા વાંચવા દોડાદોડી કરશે,,,
    1,,, ભારતની આઝાદી મેળવવા બીજ તો ક્યારના રોપાઈ ગયા હતા,,
    હા બાપુ તૈયાર થાળીમાં કૂદ્યા
    2,, આઝાદી ફક્ત બીના ખડગ બીના ઢાલ મળી નથી ઘણા ક્રાંતિકારીઓએ પ્રાણોની આહૂતિ આપી છે
    3,,, ઉપવાસ પર બેસવાના કારણો કરતાં તો એક તરફી અન્યાયની ગંધ આખો દેશ પારખી ગયો અને ગોડસેની દેશભક્તિ ચરમ સીમા પર પહોચી
    આવુ ન બન્યું
    હોત તો ગાંધીજી વિરૂધ્ધ દેશ જુવાળ ફાટી નીકળતો
    માટે આ વિષયમા કોણ સાચું એ તો સમય બતાવશે
    જય ભારત

    Like

Leave a comment