જલીકટ્ટુનું મહાભારત

જલીકટ્ટુનું મહાભારત

આ એક બહુ જૂની હરપ્પન પરમ્પરા છે તેને કોઈ ખાસ ધર્મ સાથે સાંકળવી નહિ જોઈએ. કારણ ઉત્તર ભારતના કે મધ્ય ભારતના હિંદુઓ આ પરંપરા પાળતા નથી. પરંપરા, સંસ્કૃતિ અને ધર્મ ત્રણે અલગ અલગ હોય છે. જેમ કે એક ફ્રેંચ અને બ્રિટિશનો ધર્મ ભલે એક જ ક્રિશ્ચિયન હોય પણ પરમ્પરાઓ અને સંસ્કૃતિ અલગ અલગ છે. આપણે બુદ્ધિના સાગરો ત્રણે ને સખત રીતે સાંકળી ખોટા ખોટા લાગણીઓના પ્રવાહમાં તણાઈ મરીએ છીએ. સ્વર્ગને ભુલાવે એવું આતિથ્ય કરવું સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, તો ગુજરાતમાં મહેમાનોને કોઈ કાઢી નથી મૂકતું પણ પેલી સ્વર્ગને ભુલાવે તે સુગંધ બહુ ઓછી જગ્યાએ મળે. અમદાવાદમાં તો ચાના કપ હવે અંગુઠાના વેઢા જેવડા પ્લાસ્ટીકનાં થઈ ગયા છે. હોઠે કેમના લગાવવા? એના કરતા તો પ્રિયતમાના હોઠ મોટા હોય.

મકરસંક્રાંતિ પર ઉત્તર ભારતમાં પતંગ ચગાવવાની પરમ્પરા છે તેવી દક્ષિણમાં નથી. ત્યાં પોંગલ કહેવાય છે. પતંગ તો ચીને શોધેલા ને પાકિસ્તાનીઓ પણ ખુબ ચગાવે છે. તહેવારો ઉજવો, ઉત્સવો મનાવો પણ કોઈ ખાસ ધર્મના લેબલ મારવાની જરૂર નહિ. આ પોંગલ પર તામિલનાડુમાં એક દિવસ જલીકટ્ટુની રમત રમાય છે. એમાં આખલાને પુખ્ત થાય એટલે આ રમત માટે તૈયાર કરેલો હોય છે. તેને મેદાનમાં લાવવામાં આવે. એની ખૂંધ પકડીને એને નીચો બેસાડવાનો પ્રયત્ન કરવાનો હોય છે. ગામના યુવાનો મચી પડે. આખલો ભાગે, ઉછળે, ઉછાળે પણ ખરો.. આમાં કૈક ઘાયલ થાય. રમતમાં રોમાંચ આણવા આખલાને દારુ પીવડાવાય, આંખમાં મરચું નખાય, પૂછડું પકડીને ખુબ જોરથી આમળવામાં, પૂંછડે અણીદાર વસ્તુઓ ઘોંચાય. ટૂંકમાં સાંઢ ઉપર શક્ય ત્રાસ ગુજારાય તો તે વધુ ભાગે ને હરીફાઈ વધુ જોર પકડે. એના શીંગડે પૈસા ને સોનું લટકાવાય જેથી તે મેળવવા યુવાનોને પ્રોત્સાહન મળે.

બે પાંચ હજાર વર્ષ પહેલા પરંપરા શરુ કરનારા આદિમ હતા તેમને સારી લાગી હશે પણ આજના જમાનામાં એને ચાલુ રાખવામાં કોઈ તર્ક જણાતો નથી. એક તર્ક એવો છે કે જે મજબૂત સાંઢ હોય કાબુમાં ના આવે તેવો, તેને આગળ બ્રીડીંગ માટે રાખવામાં આવે છે. જેથી મજબૂત વારસો આગળ વધે. તે જમાનામાં મજબૂતાઈ પારખવાના વૈજ્ઞાનિક સાધનો નહિ હોય એટલે આવી જંગલી પ્રથા અપનાવી હશે. હવે આધુનિક જમાનામાં એવી કોઈ જરૂર નથી. ગાયો માટે સૌથી વધુ દૂધ આપે તેવી બ્રીડની જરૂર હોય છે. તેના માટે સૌથી વધુ દૂધ આપતી ગાયો દ્વારા પેદા થયેલા સાંઢ આગળ બ્રીડ સુધારવા કામ લાગે. બની શકે કે તોફાની મજબૂત ગણાતો સાંઢ વધુ દૂધ આપે તેવી ગાયો પેદા કરવા અક્ષમ પણ હોય. માણસા ગૌશાળાના મેનેજર ધીરુભાઈ ગોહિલે સૌથી વધુ દૂધ આપતી ગાયો જુદી તારવી એના સાંઢ મોટા કરી આગળ પેઢી વધારતા વધારતા જઈને કાંકરેજ ઓલાદની શુદ્ધ દેશી ગાયમાં દિવસનું ૩૦ લીટર દૂધ મેળવી હરિફાઈમાં કેટલાય મેડલ જીતેલા છે. તે પણ કોઈ જાતની  જલીકટ્ટુ વગર…

હવે બ્રીડ સુધારવાના હજાર વૈજ્ઞાનિક નુસ્ખાઓ આવી ગયા છે ત્યાં આવી દલીલો કરાવી નકામી છે. બીજી દલીલ એવી છે કે યુવાનોમાં સાહસ અને શારીરિક ક્ષમતા વધે. એના માટે ય હજાર ટેકનીકો વિકસી છે. હજારો રમતો છે. ઓલોમ્પિકમાં એક ગોલ્ડ મેળવવાના ફાંફા હોય ને આવી બકવાસ દલીલો કરવાની.. સાહસ વૃત્તિ વધારવા અને શારીરિક ક્ષમતા મેળવવા મૂંગા પશુઓ પર અત્યાચાર કરવાનો? તે પણ આજના આધુનિક જમાનામાં?

ત્રીજી દલીલ હજારો વર્ષ જૂની પરંપરા છે. હજારો વર્ષ જૂની પરંપરા હોય એટલે એને વહેલી તકે ફેંકી દેવી જોઈએ. કારણ અત્યારના સંજોગોમાં તે સાવ અસંગત હોય. કપડાં જુના થાય એટલે રાખો છો? ફર્નિચર જૂનું થાય એટલે રાખો છો? ઘર સાવ ખંડેર થઈ ગયું હોય તો નવું બનાવો છો કે નહિ? એન્ટીક પીસ પણ શોભાના પૂતળાની જેમ મૂકી રાખીએ છીએ વાપરવાના કામ આવતા નથી. વધેલું ખાવાનું ય બીજા દિવસે ફેંકી દઈએ છીએ. તો પરંપરા કે રિવાજ જેટલા જુના હોય વહેલી તકે એમને તિલાંજલિ આપી દેવી જોઈએ. હજારો વર્ષ જૂની પરંપરા જેતે દાયકા માટે કામની હોય અત્યારે નહિ. લાખો લોકો પાળે અને હજારો વર્ષ જૂની હોય એટલે તે હાલ સારી થઈ જાય નહિ.

છેલ્લે એવી દલીલ આવે કે બીજા લોકો આવું ઘણું બધું કરતા હોય છે. સ્પેનમાં અને દક્ષિણ અમેરિકાના હિસ્પાનીક દેશોમાં આવી રમત રમાય છે, એમાં બુલની ખૂંધ પર તલવાર ઘોંચી ઘોંચીને રીતસર મારી જ નખાય છે. આ રમતવીરને મેટાડોર કહેવામાં આવે છે. જલીકટ્ટુ તેના પ્રમાણમાં ઓછી હિંસક કહેવાય, આમાં સાંઢને મારી નાખવાનો હોતો નથી. ચાલો આપણે કોઈના વાદ લેવાના, સારા કે ખોટા? એટલે કોઈના વાદ લેવા હોય તો સારા લો ખોટા શું કામ લેવા?

જલીકટ્ટુ ઉપર કોર્ટે પ્રતિબંધ મુક્યો કે એમાં માણસો ઘવાતા, અમુક મરી પણ જાય, સાંઢ પણ ઘવાય. તમિલનાડુ સરકારે આવા લોકોની સારવાર માટે હરીફાઈ આયોજક સંસ્થાએ બે લાખ રૂપિયા જુદા ફાળવવા તેવો નિયમ બનાવ્યો. ૨૦૧૪મા The Prevention of Cruelty to Animals Act, 1960.  અન્વયે સુપ્રીમ કોર્ટે જલીકટ્ટુ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવા લાખોનું ટોળું પરમ્પરાને નામે ભેગું થઈ ગયું છે. તો એને ટેકો આપવા જિંદગીમાં મદ્રાસ ના ગયો હોય તે પણ સોસિઅલ મિડિયા પર દેકારા કરવા માંડ્યા છે.

મેમલિયન બ્રેન સર્વાઈવલ માટે વિકસેલું છે. સર્વાઈવલની વાત આવે એટલે બધી હોશિયારી હવા થઈ જાય. કોઈક જ વીરલો સામે પ્રવાહે ચાલી નીકળે. ચાલો મસ્ત મજાના દાખલા આપું. પોતાને Atheist રેશનલ કહેવડાવતો કમલહાસન બર્બર જલીકટ્ટુને ટેકો આપતો થઈ ગયો. કેમ કે એને એની ફિલ્મો વેચવાની છે. કારણ હવે ટોળું ભેગું થઈ ગયું છે. સૂફીવાદનું ભક્તિ સંગીત ગાતો એ. આર. રહેમાન સાંઢો પર ત્રાસ વર્તાવતી રમતને ટેકો આપતો થઈ ગયો કેમકે એને એનું સંગીત વેચવાનું છે. રજનીકાંત તો આમેય ડ્રામેબાજ છે. ટેકો આપવાનો ડ્રામા કરવા દો નહિ તો ટોળું વિરોધ કરશે તો ફિલ્મો નહિ વેચાય. પ્રેમ, યોગ, ભક્તિ ને આત્મકલ્યાણની વાતો કરનારા સદગુરુ જગ્ગી ને સાંઢોના આત્મ કલ્યાણની પડી નથી. એમને પડતા ત્રાસને વાજબી ગણાવવા બાલીશ દલીલો કરવા લાગ્યા. માનવોને આર્ટ ઓફ લીવીંગ શીખવાડનારા બેવાર શ્રી રવિશંકર પશુઓ પર ત્રાસ વર્તાવવાની આર્ટને ટેકો આપે છે. કેમ કે એમને ચેલા મૂંડવાના છે. મિત્રો વિચારો, મેમલિયન બ્રેન આગળ આ કહેવાતા મહાપુરુષો કેવા નમી પડ્યા? કોઈને ફિલ્મો વેચી સર્વાઈવ થવાનું છે, કોઈને સંગીત, તો કોઈને અધ્યાત્મ વેચવાનું છે. અધ્યાત્મ જગતની કહેવાતી બે મહાન પૂંછડીઓ પણ મેમલ બ્રેન આગળ કેવી પૂછડી પટપટાવે છે તે જોવા જેવું છે.

પશુઓ, નારીઓ અને નબળાઓને વશમાં રાખવા એમના પર કાબૂ મેળવવા માનવોએ જાતજાતની રમતો શોધી કાઢી છે. અમુક ક્રૂર છે, તો અમુક સુફિયાણી, અમુક આભાસી છે તો અમુક પવિત્ર સંસ્કારી સુસંસ્કૃત. અમુક રિવાજના નામે, પ્રથા કે પરંપરાને નામે ચાલે છે તો અમુક ધર્મના નામે. જલીકટ્ટુ આવી જ એક રમત છે, બીજી રમતોનાં નામ અહીં નથી લખવા, નહિ તો પાછું બીજું મહાભારત અહીં શરુ થઈ જશે.

jallikattu-2

16 thoughts on “જલીકટ્ટુનું મહાભારત”

  1. અમે તમારી વાત સાથે સોટકા સહમત છીએ આવી અઢાર મી સદી ની પરમંપરા જેટલી વહેલી તકે બંધ તેટલું સારુ

    Like

  2. એક તર્ક એવો છે કે જે મજબૂત સાંઢ હોય કાબુમાં ના આવે તેવો, તેને આગળ બ્રીડીંગ માટે રાખવામાં આવે છે. જેથી મજબૂત વારસો આગળ વધે. તે જમાનામાં મજબૂતાઈ પારખવાના વૈજ્ઞાનિક સાધનો નહિ હોય એટલે આવી જંગલી પ્રથા અપનાવી હશે. હવે આધુનિક જમાનામાં એવી કોઈ જરૂર નથી. ગાયો માટે સૌથી વધુ દૂધ આપે તેવી બ્રીડની જરૂર હોય છે. તેના માટે સૌથી વધુ દૂધ આપતી ગાયો દ્વારા પેદા થયેલા સાંઢ આગળ બ્રીડ સુધારવા કામ લાગે. બની શકે કે તોફાની મજબૂત ગણાતો સાંઢ વધુ દૂધ આપે તેવી ગાયો પેદા કરવા અક્ષમ પણ હોય.——

    મને લાગે છે કે આપણે જેટલી પશુ, છોડ-ઝાડ, વગેરે ક્ષેત્રે સારુ ફળ આપતુ બ્રીડીંગની પધ્ધતિ શોધતા રહેલા છીએ….. પણ આટલુ ધ્યાન માણસની બ્રીડીંગ સુધારવા માટે પહેલેથી ધ્યાન આપવામાં આવ્યુ હોત તો ઉપરોક્ત બ્રીડીંગની જરુરીયાત જ ન પડત…. કદાચ કુદરતે આપણને બધુ જ પુરતા પ્રમાણમાં આપેલ છે… પણ માણસે જાતે તેનો દુરઉપયોગ કરીને બધુ નષ્ટ કરી રહ્યો છે….. પછી તે પેટ્રોલનો ભંડાર હોય કે પછી પૃથ્વી પરનુ વાતાવરણ, કે પછી કુદરતી જંગલ…. આપણા કરતા કરતા તો કદાચ આદીવાસી સારા છે કે જે કુદરતી રીતે જીવી રહ્યા છે…….

    Like

  3. When the Supreme Court was considering the proposal to ban Jalikuttu why did not those traditionalists present their case to the court at that time? What is at stake here? Someone tends to miss out on making huge profits? The animal lovers can and should find out the real intentions of the agitators and expose them.

    Like

  4. There is only argument to support Jalikattu – PETA. Wherever PETA is involved, there is always something fishy.

    In this case, winner of JALIKATTU ox is given to temple of village which all villagers would use to breed their cows. They don’t have to keep many oxen per village. Now, they want to eradicate this system and force people into state controlled breeding oxen mainly jersey. So, indigenous cows started reducing in numbers and we kind of on verge of loosing the lineage.

    This is what I heard from many friends from Chennai. Everybody joined the protest now as they became aware of what happened in last 2 years after ban!!!

    Like

    1. ખોટી દલીલો છે તમારી. ગુજરાત રાજસથાન. પંજાબ, હરિયાણા જેવા અનેક રાજ્યોમાં પ્રાદેશિક દેશી જાતો વગર જલીકટટુ એ લોકો ઉછેરે છે કોઈ દબાણ હોતું નથી કે વિદેશી જાતો જ ઉછેરો. મેં ખેતી કરી છે પશુપાલન પણ કર્યું છે.

      Like

      1. I just put comments from friends from Chennai. I haven’t seen farming in Gujarat that closely yet. So, I think, we north Indians must share our age old practices with south Indians and vice versa. This way we can come up with best practices from both the places. Why not create a platform for such exchanges with videos/pictures/articles translated in local languages?

        Like

  5. અત્યંત અમાનુષી ત્રાસ ભોગવીને પણ જીવતા રહેનાર તિતિક્ષાવીર આખલાના ભાવ (કે ભાડું) ઘણાં ઊંચા ઉપજે તેને કંઈ મરવા ના દેવાય એટલું તો પરંપરા પૂજકો સમજતા જ હોય. શાકાહારી પ્રજા માટે મરેલા કરતાં જીવતો સાંઢ વધારે ઉપયોગી હોય.

    અંગ્રેજોએ આપણા પર ગુજારેલા અનેક અન્યાય પૈકી એક હતો સતીપ્રથા નાબૂદ કરવાનો. તે મહાન પરંપરાને ફરીથી ચાલુ કરવાની જરૂર નથી જણાતી? પતિના મરણના સમાચાર સાંભળીને સતી સ્ત્રીઓ તો તે જ ક્ષણે મરી જતી તેનો ઉલ્લેખ તો કાલિદાસના રઘુવંશમાં પણ છે.

    कामम् जीवति मे नाथ इति सा विजहौ शुचम्।
    प्राङ्मत्वा सत्यमस्यान्तम् जीवितास्मीति लज्जिता॥ १२-७५

    Seetha gave up her grief since her husband was alive for a fact, but she was ashamed that she continued to live although some time ago she considered his death to be a fact, where this shamefulness is more bothersome than believing and grieving for the death of that valiant one, Rama. [12-75]

    Like

  6. On a side note, I have seen farmers in Gujarat abusing bulls by twisting tails, sticking nailed sticks, etc while ploughing. These are malpractices. Will PETA ask for banning Indian traditional farming if they find this out?

    Like

      1. ભુપેન્દ્રભાઈ, હું મોટે ભાગે વિચાર વિમર્શમાં ભાગ લેતો નથી.
        મારો અનુભવ એવો છે કે, લેખને સહાય કરતી ના હોય એવી ટિપ્પણી હંમેશા અસંગત કે પછી ખોટી માની લેવાતી હોય છે.
        છતાંય, ક્યારેક મન થઇ જાય છે તર્ક ને કસવા માટે.

        Like

  7. “મિત્રો વિચારો, મેમલિયન બ્રેન આગળ આ કહેવાતા મહાપુરુષો કેવા નમી પડ્યા? કોઈને ફિલ્મો વેચી સર્વાઈવ થવાનું છે, કોઈને સંગીત, તો કોઈને અધ્યાત્મ વેચવાનું છે. અધ્યાત્મ જગતની કહેવાતી બે મહાન પૂંછડીઓ પણ મેમલ બ્રેન આગળ કેવી પૂછડી પટપટાવે છે તે જોવા જેવું છે.” But where is Menaka Gandhi ?

    Like

Leave a comment