હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે.

imagesCAVE1ROJ

હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે.

જીવનપથ કોઈનો સરળ હોતો નથી. આપણે ધારીએ તેવું સરળ જીવન હોતું નથી. અનેક ચડાવ ઉતાર જીંદગીમાં દરેકને આવતા હોય છે. અમીર હોય કે ગરીબ કોઈને પણ જીંદગી સીધી રીતે જીવવા દે તે વાતમાં માલ નથી. એવા અનેક પ્રસંગે આપણે ભાંગી પડતા હોઈએ છીએ. આપણે પોતાની જાતને અસહાય અનુભવતા હોઈએ છીએ. ભાગીને ભૂકો થઈ જતા હોઈએ છીએ. ટુકડાઓમાં વિખેરાઈ જતા હોઈએ છીએ. બસ આ ટુકડાઓ સાથે તમે શું કરો છો તે મહત્વનું છે. કોઈ પરીક્ષામાં નાપાસ થતું હોય છે, કોઈને એના પ્રેમીજન છોડીને જતા રહેતા હોય છે, લાખો માબાપ એમના સંતાનોને એક સરખો પ્રેમ આપતા હોય છે પણ એવા હજારો માબાપ હોય છે જેમના માટે દરેક સંતાન સરખો પ્રેમ આપવા લાયક હોતું નથી, એવી લાખો માતાઓ હોય છે તેમના માટે દીકરો વધુ વહાલો હોય છે, જ્યારે એવી હજારો માતાઓ હોય છે જેઓ માટે દીકરા દીકરી વચ્ચે કોઈ ફરક હોતો નથી. જેને દિલોજાથી પ્રેમ કર્યો હોય તે કોઈ સામાન્ય વાતે નારાજ થઈને અમૂલ્ય સંબંધ તોડી નાખતાં હોય છે. કોઈની જોબ છૂટી જાય છે કોઈને ધંધામાં ના ધારેલું નુકશાન આવી જતું હોય છે, કોઈને એના સંતાનો તરફથી પણ દુખ પહોચતું હોય છે. આવા તો અનેક પ્રસંગો આપણને તોડી નાખતા હોય છે. ક્યાંક આપણી પોતાની ભૂલો પણ આપણને તોડી નાખતી હોય છે. દરેક વખતે બીજાનો વાંક ના પણ હોય.

ઘણીવાર આપણી અતિશય લાગણીશીલતા બીજા માટે ઊંધું ધારી લેવા પ્રેરતી હોય છે. આપણે વાતવાતમાં નારાજ થઈ જતા હોઈએ છીએ. આપણી ભૂલોના લીધે શરમજનક અનુભવતા હોઈએ છીએ. શરમ અને અપરાધ ભાવ જાગવો જુદી બાબત છે.  Shame is not guilt. Shame is about you. Guilt is about your behavior. So when you feel shame, you feel you are unworthy. When you feel guilt, it’s because you believe what you do isn’t right. It’s that simple. બહુ પાતળી ભેદરેખા છે બે વચ્ચે. શરમ આવે મતલબ આપણે લાયક નથી કે પોતાની જાતને હલકી કે તિરસ્કારપાત્ર સમજીએ. અપરાધભાવ જાગે મતલબ આપણે  જે કર્યું તે યોગ્ય નહોતું. આપણું વર્તન બરોબર નહોતું, કે આવું કરવા જેવું નહોતું. Vulnerability વલ્નરેબિલિટિ (ભેદ્યતા) મતલબ આપણે સંપૂર્ણ નથી, પરફેક્ટ નથી. કોઈ સંપૂર્ણ હોતું નથી પણ ઘણા પોતાને સંપૂર્ણ સમજવાનો વહેમ રાખતા હોય છે. પોતાને સંપૂર્ણ સમજવું અને સંપૂર્ણ બનવાનો પ્રયત્ન કરવો બંને જુદું છે. ભેદ્યતા, નિર્બળતા હિંમતની પારાશીશી છે. સારા સમાચાર એ છે કે લોકો તમને સંપૂર્ણ જોવા માંગતા હોતા નથી. તેઓ જોડાણ મહેસૂસ કરવા માંગતા હોય છે. અંગત ફિલ કરવા માંગતા હોય છે. જો આપણે પોતાની જાતને પરફેક્ટ, શક્ય સંપૂર્ણ રજૂ કરીએ તો પછી સર્જનાત્મકતા કે નવું કરવાના દ્વાર બંધ કરી દેતા હોઈએ છીએ. અસફલતા મળશે તેવું વિચારી રાઇટ બ્રધર મહેનત ન કરી હોત તો આજે આપણે વિમાનમાં ઊડતા નહોત.

જિંદગી બહુ ટેઢી ખીર છે. અને એમાં જ મજા છે. જીંદગી કોઈ ગિફ્ટ રેપ કરેલું ટીફીન બોક્ષ નથી કે જેમાં કાયમ દિવાળીની મીઠાઈઓ જ ભરેલી હોય.    “The world breaks everyone And afterwards Many are strong at the broken places.” ~ Ernest Hemingway….હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે. રાજકપૂરે નક્કી અર્નેસ્ટ હેમ્નીગ્વેને વાંચ્યા હોવા જોઈએ. મને મેરા નામ જોકરનું એ દ્ગશ્ય કાયમ યાદ આવતું હોય છે. દિલના જમીન પર પડેલા લાલ ટુકડાઓને રાજકપૂર વાળીને ભેગાં કરતો હોય છે. નિષ્ઠુર જિંદગીના ભોગ બનીને રહેનારા અને એની ચેલેન્જ ઉપાડીને યુદ્ધભૂમિ પર ઊતરનારા વચ્ચે બહુ મોટો ફરક હોય છે. તમે શું બનવા માંગો છો? અસહાય સમજીને રોદણાં રડવાનું કે ભેદ્યતા નિર્બળતા સ્વીકારીને યુદ્ધભૂમિ પર ઊતરવાનું? એકવાત તો નક્કી જ છે કે આ જીવનચક્ર બહાર નીકળવાનો કોઈ રસ્તો છે નહિ સિવાય મૃત્યુ..જિંદગીની લંબાઈ સાથે એની પહોળાઈ અને ઊંડાઈનું પણ મહત્વ હોય છે. શૌર્ય આપણને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જેની કોઈ કલ્પના ના કરી શકે.

હું ત્યાં જવા માંગુ છું. શું તમે પણ???imagesCARJ1GGI

16 thoughts on “હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે.”

  1. આભાર રાઓલજી, ખૂબ ઉમદા લેખ છે સમજવા જેવો છે, આમ પણ હું એવું માનું છું કે તમામ ગુણ નું નેતૃત્વ સાહસ ગુણ કરે છે, ને આ રસ્તે આગળ વધનાર ને ઘણી તકલીફ ને અવનવા વળાંક ને અવનવા રોમાંચ સાંપડે છે, અસલી શૂરવીર માટે એની રાહ જ એની મંઝિલ હોય છે,,,,,

    Like

  2. માણસ તૂટીને ઘડાય છે … માણસ પડી જાય છે અને કૈંક શીખીને જાતે ઉભો થાય છે … ભૂલ કરે છે – અનુભવ થાય છે – ઘડાય છે, ઘણા બીજાની ભૂલો પરથી શીખે છે … જેનું શરૂઆતનું જીવન સંઘર્ષ-મય રહેલું હોય કે જેને સંઘર્ષ જોયો હોય તેમનો પ્રગતિ નો રેશિયો / પ્રમાણ-માપ ઘણું ઊંચું હોય છે … અને પ્રારબ્ધ તથા પુરુષાર્થ વચ્ચેનો ભેદ તેઓ બરાબર સમજે છે અને જીવન માં બધું મેળવી લે છે અને યોગ્ય ઊંચાઈ પર પહોંચે છે …
    પણ – જે મોઢામાં સોનાની-ચમચી અને તશરીફ નીચે રાજગાદી લયીને જન્મે છે તે? … તે રાહુલ ગાંધી કે રાહુલ મહાજન બને છે …

    Like

  3. જીન્દગી શબ્દમા જેમ એકેય અક્ષર સીધો નથી તેમ્ જીન્દગી એટલી સરળ નથી. જીવન એક સંઘર્ષ છે સાથે ભૂલભૂલામણી છે.એ ભૂલભૂલામણીમાથી આપણે રસ્તા શોધ્યાજ કરવાના છે,ક્યારેક સીધે રસ્તે તો ક્યારેક ટેઢે રસ્તે ખોવાઇ પણ જવાય.આપણીતો–જીવન સાગરમા નાવડી બનીને તરવુ હોય છે પણ તૂફાન ક્યારે કિનારેજ ડૂબાડી એ કાઇ કહેવાય નહી.સંઘર્ષ કરતા રહો અનેજે મળે તેને સ્વીકારીને આગળ વધતા રહો એજ જીવનનો પરમ મંત્ર ,પરમ અર્થ, પરમ આનન્દ અને પરમ સિધ્ધાંત છે.
    આપે અહી આ લેખમા એ બહુ સરસ સમજાવ્યુ છે. આપના એકે એક લેખ્માથી જીવન જેવવાનો સન્દેશ તો મળેજ છે સાથે સાથે જ્ઞાનની ક્ષિતિજો ઉઘડતી જાય છે.

    Like

  4. રાઓલસાહેબ: શરૂઆત બહુ lightly કરીને પછી બહુ ભારે વિષય તરફ લઇ ગયા, આવા વિષયમાં વિચાર્યા વગર કે ઓછું વિચારીને ટીકા કરવી તે વિહયને અન્યાય છે અને લાંબો વિચાર કરીએ તો વિચાર્યા જ કરીએ એવી હાલત થઇ જાય, આપે ભારે વિષયને સરળતાથી રજુ કર્યો અને હેમિંગ્વે ને યોગ્ય જગ્યાએ ટાંકવા માટે પણ મોટી પાત્રતા જોઈએ અને આપે સુંદર રીતે ટાંક્યા છે, આપના આવા સુંદર વિચારોને નતમસ્તકે અભિનંદન,

    Like

  5. સરસ લેખ આપ્યો, બાપુ.

    જીવનચક્રને ભદવાનો રસ્તો ન હોય તેવું તો ન જ બને. જીવન છે તો રસ્તાઓ પણ હોય જ. કેટલાક ગ્રંથોએ તે રસ્તા બતાવ્યા છે, કેટલાક સંતોએ તેમ જીવી બતાવ્યું પણ છે જ પણ આજના સમયે તે અશક્યવત્ જ ગણવું રહ્યું. બહુ અઘરું છે, ચક્રભેદીને નીકળવાનું.

    દાનત સાથેની મહેનત, સફળતા–નિષ્ફળતા અને અલિપ્તતા બધું જરુરી છે….“રસ્તો નથી” એ વાત આજના સમય માટે સાવ સાચી લાગી જાય તેવી છતાં છેતરામણી બાબત છે.

    Like

  6. …..દરેક વખતે બીજાનો વાંક ના પણ હોય…… વાહ વાહ.

    બીજાનો વાંક કાઢવા અને બીજાની ઉપર દોષ ઢોળી દેવામાં ભારતીઓ વધુ હોશીયાર હોય છે.

    છેવટે આપણે કર્મનો આધાર લઈ બધું જ કર્મ ઉપર ઢોળી દઈએ છીએ. આંતકવાદી કસાબ પણ કોઈ કર્મને આધીન ફાંસીની સજાનો ભોગ બન્યો…..

    Like

  7. વાહ ! વાહ ! ક્યા બ્બ્બાત હૈ !
    બાપુ, ઉમદા વિચારો સાથેનો ઉમદા લેખ. સાથે યોગ્ય ઠેકાણે અર્નેસ્ટ હેમ્નીગ્વેનાં બે ઉમદા અવતરણનો લાભ પણ મળ્યો.

    ’ઘણીવાર આપણી અતિશય લાગણીશીલતા બીજા માટે ઊંધું ધારી લેવા પ્રેરતી હોય છે.’ -તેમાં હું ’પૂર્વગ્રહો, અવધારણાઓ’નો ઉમેરો કરીશ. અહીં માત્ર પૂરક માહિતી ખાતર જણાવું કે, ગુજરાતી ભાષામાં “લાગણી” શબ્દનો આવિષ્કાર, ઉપયોગ, સૌ પ્રથમ નર્મદાશંકરે (નર્મદ) કર્યાનું ભગોમં જણાવે છે ! આપે શરમ અને અપરાધ ભાવ વચ્ચેની પાતળી ભેદરેખા પણ સારી રીતે સમજાવી. ’જિંદગીની લંબાઈ સાથે એની પહોળાઈ અને ઊંડાઈનું પણ મહત્વ હોય છે’ એ અક્ષરોને હું લેખનાં સુવર્ણાક્ષર કહીશ. ઘણો વિચારપ્રેરક તથા હિમ્મત બક્ષતો લેખ. ધન્યવાદ.

    (ઝીણું ઝીણું ધ્યાને લેવાની આદતવશ, એક બે નમ્ર સુધારા.
    * હ્રદય > હૃદય. (યુનિકોડમાં hRudaya ટાઈપ કરવાથી થશે.)
    * અસફલતા મળશે તેવું વિચારી રાઇટ બ્રધર મહેનત કરી હોત તો આજે આપણે વિમાનમાં ઊડતા નહોત. > અસફલતા મળશે તેવું વિચારી રાઇટ બ્રધરે મહેનત “ન” કરી હોત તો આજે આપણે વિમાનમાં ઊડતા નહોત.
    * શૌર્ય આપણને એવી જગ્યાએ લઈ શકે છે જેની….> શૌર્ય આપણને એવી જગ્યાએ લઈ “જઈ” શકે છે જેની… )

    Like

    1. અશોકભાઈ ખુબ ખુબ આભાર. જુઓ તમે હમણાના બ્લોગ પર આવતા નથી એમાં મને કેટલું નુકશાન જાય છે? આવી ઝીણી ઝીણી ભૂલો કોણ બતાવે?

      Like

      1. અશોકભાઈ સાચ્ચે જ ઝીણું કાંતે છે. શિક્ષકજીવ છે. બાપુનો વિચારધખારો ક્યારેક ટાઈપભૂલ કરવામાં નિમિત્ત બને પણ એમના ધસમસતા વિચાર–પ્રવાહમાં તે સહજ છે. એમણે અશોકભાઈની ગેરહાજરીનું મૂલ્ય વાજબી રીતે ને એમની શૈલીમાં આંક્યું છે.

        Like

        1. શ્રી જુગલભાઈ, ખુબ ખુબ આભાર..ધખારો ના બનવા દઉં તો આવું લખાય ખરું? હહાહાહાહા..અશોકભાઈની લાંબી લાંબી લેખને પુરક કોમેન્ટ્સ વગર મજા નથી આવતી..

          Like

      2. બાપુ, ’બ્લોગ પર આવતો નથી’ એવું નથી ! કદાચ આપ હમણાં ઝીણી ઝીણી ભૂલો કરતા નથી ! અથવા તો, કોઈક ’વિષય’ એવા હોય છે જેમાં મારી ચાંચ ડૂબતી નથી ! 🙂

        (વધુ માટે પછીના લેખ પર…..)

        શ્રી.જુ.ભાઈએ આપની શૈલીને ’ધસમસતો વિચાર-પ્રવાહ’ નામ આપ્યું. ગમ્યું. આ વિચાર-પ્રવાહને આમ જ ધસમસતો રાખજો. એમાં ગોથાં ખાતાં ખાતાં અણઘડ કાંકરા ક્યારેક તો શાલિગ્રામ બનશે.

        Like

          1. છટકબારી છે !!

            બાકી અશોકભાઈનાં વાક્યોમાં ડગલે ને પગલે સંદર્ભો હોય છે. “અણઘડ કાંકરા ક્યારેક તો શાલિગ્રામ બનશે.”વાળા વાક્યમાં “શંકર એટલા કંકર” કહેવત કેવી પડઘાય છે ?! એમનાં વાચન અને નીષ્ઠા બન્નેનું મુલ્યાંકન કરવા જેવું છે.

            Like

            1. જુગલભાઈ તમે સમજી ગયા..હહાહાહા અને એમને ઓળખી પણ ગયા છો..હહાહાહા..દીપકભાઈ પણ છટક્યા છે…

              Like

Leave a comment