3 thoughts on “download”

  1. કેટ કેટલું લખશો કેટ કેટલું બોલશો
    આ આંધળી પ્રજા કંઈ સમજવાની
    નથી આપણે ગીતાની ફક્ત પૂજા
    કરીએ છીએ તેના કર્મયોગથી
    દુર ભાગીએ છીએ વગર મહેનતે
    અને યોગ્યતા વગર પામી જવાની લાલસા
    અને આત્મસમ્માન વગરના હીન મનોવૃતિના
    માણસોને આવા જ લોકો મળવાના છે

    Like

  2. વાહ બાબા વાહ ,સરસ લખો છો. પણ વાંચનારા અને અમલ કરનારા કેટલા? પેરિયાર રામાસ્વામી,મહાત્મા જ્યોતિબા ફૂલે ,ડો. બાબા સાહેબ આંબેડકર,કબીર, અખો ભગત,દયાનંદ સરસ્વતી,સ્વામી વિવેકાનાદ,સ્વામી સચ્ચીદાનાદ કેટલા બધાએ પ્રયત્નો કર્યા છે.ભારતની ભોળી પ્રજાને પોતાની જાતને ધાર્મિક અને ઉચ્ચ કહેનારા પાખંડીઓ બાનમાં લઈને બેઠા છે.બીજા ધર્મોમાં પણ આજ પરિસ્થિતિ છે.ક્રિયાકાંડ ન કરનારો અધર્મી અને કહેવાતા ક્રિયાકાંડ કરીને ધોળા દિવસે લુંટનારા લાંચ લેનારા તેમજ જીવ અહિંસામાં માનનારા ધર્મના નામે હિંસાનું આચરણ કરનારા પાંખડીઓને ફક્ત અને ફક્ત વિચાર ક્રાંતિ વડે જ મહાત કરી શકાશે .
    વિચારોનું પ્રદુષણ કોણ ફેલાવી રહ્યું છે? ટીવી, વર્તમાન પત્રો ,સીરીયલો,સિનેમા ,પુસ્તકો,કથાઓ, પગપાળા યાત્રાઓ, રાજકારણીઓ અને ખુદ લોકો દ્વારા.
    ભૌતિકતાનો વિરોધ કરનારા ભૌતિકવાદી બની ગયાછે.ભારતની સંસ્કૃતિ મહાન છે. ભારતમાં આજે સંક્રાંતિકાલ ચાલી રહ્યો છે.ધર્મના નામે દબાવી રાખેલી જાતિઓ આજે જાગી ગઈ છે.રામ, મદિર, મંડલ,રથયાત્રાઓ વગેરે થી પર થઈને ધર્મના નામથી મુક્ત થઈને જાતીવાદી બનતી જાય છે.જાતીવાદી સંગઠનો વધતા જાય છે.અને આ એક અસાધ્ય પ્રશ્ન બની જશે.

    Like

Leave a reply to bharat mehta Cancel reply