કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન

 કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન1_61_062708_afghanistan1

સન ૧૮૯૩ માં અફઘાનિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે બ્રિટીશ રાજે એક સીમા રેખા નક્કી કરેલી. ત્યાર પછી હિન્દુસ્તાન બે ટુકડામાં વહેંચાઈ જતા તે સીમા રેખા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બની ગઈ. નાનીમોટી ડુંગર માળાઓ, ખીણો અને ત્યાંની ખડતલ પ્રજા કદી કોઈનાં શાસન નીચે આજ સુધી રહી નથી. બ્રીટીશરો પણ એ બાબતે ચુપ રહેતા. આ બોર્ડરની આજુબાજુનો પ્રદેશ આજે તાલીબાનીસ્તાન તરીકે ઓળખ પામી રહ્યો છે, ત્યારે જગતના તમામ શાસનકર્તાઓએ ચેતવા જેવું છે. બોર્ડરના પાકિસ્તાન બાજુના અને અફઘાનિસ્તાન બાજુના પ્રદેશમાં બંને દેશોનું કશું ચાલતું નથી, ચાલે છે ત્યાં કટ્ટર એવા તાલીબાનોનું. બ્રિટિશરોએ દોરેલી આ સરહદ આજે કોઈ અર્થ વગરની છે.
girl-betten-ghazni1

ઓસામા બિન લાદેન અહીં સંતાયો  છે એવું કહેવાય છે, આ પ્રદેશમાં 9-11 પછી પહેલીવાર નેશનલ જિયોગ્રાફીની એક ટીમ એક મહિલા સહિત ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ ના રોજ જીવનાં જોખમે મુલાકાત લે છે. અહીંની ભૂગોળ તાલીબાનોને રક્ષણ પૂરું પડે છે. પાક લશ્કરના મેજર શહેજાદ આ પત્રકાર અને ફોટોગ્રાફર્સની ટીમને જોખમની કોઈ જવાબદારી સ્વીકાર્યા વગરનાં પેપર્સ પર દસ્તખત કરાવીને લઈ જતી હોય છે ત્યારે અચાનક ક્યાંથી ફાયરિંગ થતું હોય કોઈને ખબર ના પડે. દૂર એક મકાનમાંથી ફાયરિંગ થતું હોવાનું જાણી વળતો હુમલો શરુ થાય છે. છેવટે  પાક સૈનિકો ત્યાં સફળ થાય છે, ત્રણ તાલીબાનો મરાય છે અને તાલીબાનનો લોગો ધરાવતા હથિયાર મળી આવે છે જે રશિયન બનાવટના હોવાની શંકા કરાય છે. સ્વાત વેલી હાલ મોસ્ટ વાયોલન્ટ ગણવામાં આવી રહી છે. અલ કાયદાએ ગ્લોબલ જિહાદ શરુ કરી છે. એમાં હાલ તો નિર્દોષ જનતાનો મરો થઈ રહ્યો છે. ૩૦૦૦ કરતા પણ વધારે પાક નાગરિકોની હત્યા થઈ ચૂકી છે. ચારેકોર સુસાઈડ બોમ્બર્સ નાના બાળકોના રૂપમાં ફરી રહ્યા છે. એક સ્કૂલનું હોય તેવા મકાનમાં આખી ટીમ આવે છે. અહીંથી ૧૧ વર્ષની આસપાસની ઉંમરના છોકરાઓ પકડાયા છે. આ મકાનમાં આ બાળકોને સુસાઈડ બોમ્બર્સ બનવા  ટ્રેનીગ આપવામાં આવતી. ત્યાં ભીંત પર મર્યા પછી કેવું સ્વર્ગ મળશે તેના વર્ણન કરતા ચિત્રો દોરેલા છે. આ બાળકોને ધાકધમકીથી આવા કામો કરાવવામાં આવતા હતા. પાક બેટલફિલ્ડના કર્નલ આમીર આ બધી માહિતી આપે છે. આ છોકરાઓની મુલાકાતમાં આ છોકરાઓને કિડનેપ કરીને આ ધંધામાં જોતરી દેવાતાં હતા તેવું જાણવા મળે છે. તેઓને  હજુ સ્કૂલમાં જવું છે. અત્યંત ગુપ્ત રીતે ટાઈટ સિક્યુરિટીમાં હાલ આ છોકરાઓને સાચવવામાં આવી રહ્યા છે. જો પાછાં તાલિબાનોના હાથમાં આવી જાય તો ડોકું કપાયે છૂટકો.images=-0987

મલિક નબીદખાન ત્યાંના પાકિસ્તાન વિસ્તારના પોલીસ વડાં છે. સલામતી ખાતર જીપમાં જતા તે એમની કેપ નીચે ઉતારી મૂકીને, સ્થાનિક ગ્રામીણ લોકો ઓઢે તેવું એક કપડું શરીરને ઢાંકી લેતા હોય છે. એમની હોદ્દા સૂચક કેપ જોઇને ક્યાંથી ગોળી છાતી વીંધી જાય ખબર ના પડે. પાક પોલીસના કેટલાય લોકો સુસાઈડ બોમ્બર્સના હાથે માર્યા ગયા છે. કેટલાય પોલીસવાળાના ડોકા તલવારથી ઉડાવી દેવામાં આવ્યા છે. ભય અને દહેશત ફેલાવવા માટે પોતાના સહધર્મી ભાઈઓના ડોકા કોળું કાપતા હોય તેમ કાપી નાખવામાં આવે છે. એની વીડીઓ ઉતારીને બઝારમાં મૂકી દેવાતી  હોય છે. જેથી લોકો જુએ ભય પામે અને એમને સાથ આપે. આ લોકોનું મુખ્ય શસ્ત્ર ભય છે. પોલીસવડાંની સાથે ફરતા ફરતા ટીમને ઘણી જગ્યાએ ફાયરિંગ અને સુસાઈડ ઍટેકના સમાચારોમાં પોલીસો માર્યા ગયાનાં સમાચારો મળતા રહે છે. પોલીસ સ્ટેશનો  પર અવારનાવર આવા ઍટેક થતા હોય છે. મીરપુર પોલીસ મથક પર તાલીબાનોના ઍટેક સમયે વળતો પ્રહાર કઈ રીતે કરવો તેની પોલીસને ટ્રેનીગ અપાતી હોય છે.

પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ પર કબજો જમાવી લેવાનો એમનો મકસદ છે. એ પૂરો થાય તો દુનિયાનું આવી બનવાનું. હવે પાકને હાથે કર્યા હૈયે વાગ્યા છે. આ બાજુ અફઘાનKozol_Fig1_Mahaweel વિસ્તારમાં યુ.એસ કમાંડના જનરલ ડેવિડ પેટ્રીયાસની રાહબરી હેઠળ  અમેરિકન ટ્રુપ્સ લોકલ ગવર્નમેન્ટને મદદ કરી રહી છે. યુ.એસ.મરીનની ટ્રુપ્સ સાથે આ ટીમ પણ જીવના જોખમે એક ગામમાં  જાય છે. ત્યાં નાના બાળકોને  કપડા વગેરે વહેંચાય છે. બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. ગામલોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્ન રૂપેણ ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યાતો ફાયરિંગ ચાલુ. ગ્રામીણ લોકો સતત દહેશતમાં જ જીવતા હોય છે. ના તો એમને અમેરિકન ટ્રુપ્સ ઉપર વિશ્વાસ આવે, ના તાલીબાનો ઉપર. અમેરિકન ટ્રુપ્સને પણ ખબર ના પડે કે ગામ લોકોમાં કોઈ તાલીબાન તો છુપાયો નથી ને? કેટલાક પકડાયેલા આંખે પાટા બાંધેલા તાલીબાનોના ઈન્ટરવ્યું પણ સલામત  રીતે લેવાયા. સાંભળી લાગે કે એમના બ્રેઈન સદંતર વૉશ કરી નાખવામાં આવ્યા છે. આ બધા સાવ યુવાન ૨૦ કે ૨૨ વર્ષના હતા. અમેરિકા નાશ કરી નાખશે, સ્ત્રીઓ પર જુલમ થાય છે, સ્વર્ગ મળશે, ધર્મની રક્ષા કાજે આવી વાતો કરી બ્રેઈન વૉશ કરવામાં આવતા હોય છે.

પાકનો કોઈ નાગરિક, કોઈ પોલીસ, કોઈ લશ્કરનો જવાન કે કોઈ નેતા  હાલ સલામત નથી. મોત ક્યારે કોઈ પણ રસ્તે, કોઈ પણ રૂપે આવી શકે છે.

16 thoughts on “કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન”

  1. સરસ માહિતિ આપવા બદલ આપનો આભાર…
    આવા અત્યાચાર વિશે તો સમાચાર અને ટીવીમાં સાંભળ્યુ હતું.આજે વિગતે જાણ્યું.
    Thanks for Sharing….

    Like

    1. નટખટ,
      આવા સમયે કેન્દ્ર સરકાર ગુજરાત પોલીસનું મોરલ ડાઉન કરી રહી છે તે વ્યાજબી લાગતું નથી.પાકિસ્તાને પહેલા આવા લોકોને પોતાના સ્વાર્થ માટે સહકાર આપ્યો હશે,હવે પોતે ભોગવી રહ્યું છે.કાશ્મીર આ લોકોથી નજીક છે.કોમેન્ટ આપવા બદલ ખુબ આભાર.

      Like

      1. હા, પાકિસ્તાનને હવે પોતાના કર્યા પર જ પસ્તાવો થતો હશે.આજ-કાલ પાકિસ્તાનમાં પણ આત્મઘાતી હુમલા ક્યાં ઓછા થાય છે? પાકિસ્તાન માટે કહીએ તો “પાળેલા કુતરાએ જ બચકું ભર્યું..!!”

        Like

        1. દુનિયાના સૌથી વધુ આત્મઘાતી હુમલા પાકિસ્તાન માજ થયા છે અને થતા રહેજ છે.ચાલુજ છે.ત્યાનો કોઈ નાગરિક સલામત નથી.ભારતના મુસ્લિમ જેટલો દુનિયાનો કોઈ મુસ્લિમ સલામત નથી.અહી બધાને લહેર છે.અરબદેશોના કાયદા સખત છે.ત્યાં મુસ્લિમ કે કોઈ પણ ચોરી કરે તો એના હાથ કપાઈ જાય.ખુદ સાઉદી અરબ નાં કિંગ ની પુત્રી પ્રેમી સાથે ભાગેલી તો પેલાને ગોળીએ દઈ દીધો અને દીકરીને ઝેર આપી દીધું.ભાઈ અહી ભારતમાં જલસા છે.

          Like

    1. રાજનીભાઈ
      કાબુલ એક્સપ્રેસ એક બનાવેલી ફિલ્મ હતી.પણ આતો નેશનલ જીયોગ્રાફી ની ટીમનો વાત્સવિક અહેવાલ છે.એની ડોક્યુમેન્ટ્રી જોવા જેવી છે.કદાચ યુ ટુબ પર એના ભાગ જોવા મળી જાય.નામ છે તાલીબાનીસ્તાન…

      Like

  2. આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી ,
    કટ્ટર ધર્માન્ધતા લેખ ખુબ સરસ લાગ્યો .આપે અફગાન અને પાક.
    સરહદે જે વાસ્તવિકતા છે તેનું તાદ્રશ્ય નિરૂપણ કરી જાણે ચલચિત્ર
    જોઈ રહ્યા હોય તેવો ભાવ દર્શાવ્યો છે. કુરુક્ષેત્રની કલમ દ્વારા દેશની
    અને દુનિયાના ઘણા દેશોની માહિતી જે અલભ્ય હોય તે મળી રહે છે.
    ગુજરાતમાં મારા ઘણા શિક્ષક મિત્રોને કુરુક્ષેત્રની કલમ વાંચશો તો
    બાળકોને સુંદર ઇતિહાસની માહિતી પૂરી પડી શકશો એવો સંદેશો
    મોકલેલ છે. ધન્યવાદ બાપુ આવી સુંદર માહિતી બદલ.

    Like

    1. ખુબ આભાર,
      હું તો ઘેર બેઠો બેઠો ડોક્યુમેન્ટ્રી જોતો હોય છું,એમાંથી યાદ રાખી પછી લખતો હોઉં છું.થેન્ક્સ..

      Like

  3. કટ્ટર ધર્માન્ધતા આખી દુનીયામાં આવી જ હોય છે. દક્ષીણ ભારતમાં પોતાની જીભ કે ચામડીમાં ચાકા છુરી નાખે છે અને સરઘસમાં ફરે છે એને ધર્માન્ધતા જ કહેવાય. આવું તો રાજસ્થાનમાં પણ હજી ચાલુ છે. આભળછેટ, બાળલગ્ન, વીધવા વીવાહ પ્રતીબંધ, ઓનરકીલીંગ.

    આ સ્વાતગાટીમાં વેદ, ઉપનીષેદ, લખાયા છે.

    Like

    1. સ્વાત ખીણ એજ સુવાસ્તું ખીણ હતી.ત્યાજ વેદ અને ઉપનિષદ લખાયા છે.સાચી વાત છે.થેન્ક્સ

      Like

  4. RAOL JI,

    HAVE YOU EVER GONE CLOSER TO ANY POLICEMAN AND HAD ANY FIRST HAND EXPERIENCE OF THEIR RUDE BEHAVIOURAL PATTERNS…???

    THEY BEHAVE IN THE MOST INHUMAN MANNER WITH ALL THE ACCUSED… AND DON’T EVEN LISTEN TO THEIR SIDE OF THE OFFENCE EVENT.

    SO WHEN PEOPLE OF PAKISTAN OR FOR THAT MATTER ANYWHERE REPAY IN THE SAME COINS TO THE POLICE FORCE, WE SHOULD NOT GET UNDULY PERTURBED..

    WHY DON’T WE TRY TO BEHIND THE ACTUAL CAUSES & TRUE REASONS FOR SUCH BRUTAL ACTS OF THE TALIBAN..??

    HAVE WE GOT ANY STORY OF THE POLICE BRUTALITY AND ATROCITY COMMITTED AGAINST THE PEOPLE OF THIS TRIBAL REGION..??
    UNFORTUNATELY THEY NEVER GET ADEQUATELY PUBLISHED NOR ANALYSED PROPERLY..

    EVERY COIN HAS ALWAYS TWO SIDES.. ISN’T IT..???

    Like

  5. An interesting informative article. As usual i loved reading it and enjoyed it thoroughly. The area i live in is covered with migrants afghani families and their thinking is quite backward. As you’ve mentioned only thing they believe is they are born to serve islam and Allah only and by coverig from head to toe, by not colouring nail varnish on nails they will achive jannat. They strongly believe in such beliefs that don’t have any basic; they start praying anywhere when they think it’s namaaz time , they control girls to cover fully in fundamentalist islam way and the girl comes to school removes scarf and trousers in girls toilets [here we have the most luxuriest toilets in schools] and dress up in shortest skirts. Now a days there is some body some doctor who is in influence of such people’s minds. I can’t recall his name but he’s preaching in very agressive way and as he’s smart he very well rulling people’s minds and making them fundamentalists. Once i was waiting for my son’s nursery 1 of the mother a young lady was asking me to read his books and was forcing me to cover my head or I’ll go to hell. I totally agree that by being more religious we go far from what all religions are trying to teach us .

    Like

  6. આ અફઘાનિસ્તાન ની ભોળી પ્રજા હમેંશા વિદેશી સરકારો ની મોહરો જ બનતી રહી છે.

    Like

  7. સ્વર્ગ મળશે, ધર્મની રક્ષા કાજે આવી વાતો કરી બ્રેઈન વૉશ કરવામાં આવતા હોય છે.

    પાકનો કોઈ નાગરિક, કોઈ પોલીસ, કોઈ લશ્કરનો જવાન કે કોઈ નેતા હાલ સલામત નથી. મોત ક્યારે કોઈ પણ રસ્તે,કોઈ પણ રૂપે આવી શકે છે.

    Like

Leave a comment