“વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!

 “વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!
       *આપણે પહેલા જોઈ ગયા કે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ હિંસા.અને આ હિંસા પણ ઈવોલ્યુશન એટલે કે વિકાસ ના ક્રમ નું એક મહત્વ નું પરિબળ છે.એમ વિના સહકાર નહિ ઉદ્ધાર એ થઇ અહિંસા .આ પણ વિકાસ ના ક્રમ નું મહત્વ નું પરિબળ છે.બધા જીવો એક બીજા ના સહકાર,કો ઓપરેશન વડે આ જીવન ચક્ર માં જોડાએલા  છે.વનસ્પતિ પણ પક્ષીઓ અને મધ માંખી  જેવા જંતુઓ ની મદદ લે છે,એમની વસ્તી વધારવા.પરાગનયન વિષે આપણે સહુ ભણી ચુક્યા છીએ.
          
               *એમેઝોન  ના વરસાદી જંગલો માં લગભગ દરેક વનસ્પતિ ના પાન માં ટોક્સિક હોય છે.પ્રાણીઓ અને જીવ જંતુઓ આ વનસ્પતિ ખાય તો ઝેર ચડે.વનસ્પતિ પોતે એના રક્ષણ માટે આવી સગવડ વિકસાવે છે.આપણે ખેતી કરતા આશરે ચાર પાંચ હજાર વર્ષ પહેલા શીખ્યા હોઈશું.પણ એમેઝોન ના જંગલ માં રહેતા કીડીબાઈ ૫૦ મીલીઓન એટલે કે પાંચ કરોડ વર્ષ થી ખેતી કરે છે.હવે આપણી મૂછો નીચી કરો.આ કીડીઓ  લીફ કટર કીડીઓ છે.વનસ્પતિ ના પાન ને કાપીને એના ટુકડા એમના દર માં લઇ જવામાં આવે છે.આ પત્તા ઝેરી હોય છે.એકદમ સીધા ખવાય નહિ.આ કીડીઓ ના દર જમીન માં ખુબ ઊંડે સુધી હોય છે.આ કીડીઓ પાના દર લઇ જઈ ને લેબર કીડીઓ ને આપે છે.પછી આ કીડીઓ એ પાના પર એમની લાળ લગાવે છે.આ પાના પર ફૂગ ની  ખેતી કરવામાં આવે છે.ફૂગ (ફંગસ) નો ખોરાક છે વનસ્પતિ.આ ફૂગ એ કીડીઓ નો ખોરાક છે.કીડીઓ ને ફૂગ  ની જરૂર છે,અને ફૂગ ને કીડીઓ વગર ના ચાલે.વૈજ્ઞાનિકોએ આ કીડીઓ નો ખૂબ અભ્યાસ કર્યો ને એ પણ જાણવા મળ્યું કે જમીન માં ઊંડે કામ કરતી આ કીડીઓ ઉપર એક સફેદ મીણ જેવો ચીકણો પદાર્થ  ચોટેલો હોય છે.તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો એન્ટી બાયોટીક્સ છે.જે એની બાયોટીક્સ આપણે આજે વાપરીએ છીએ એજ વર્ગ ના એન્ટી બાયોટીક્સ કીડીઓ ૫૦ મીલીઓન વર્ષ થી વાપરે છે,બેક્ટેરિયા સામે રક્ષણ મેળવવા.આપણે એન્ટી બાયોટીક્સ શોધ્યા ફક્ત ૬૦ વર્ષ પહેલા.ફરી મૂછો નીચી કરો.આ છે લીફ કટર કીડીઓ અને ફંગસ વચ્ચેનું  સ્થિતિ સ્થાપક  જોડાણ.
      
                           *આપણ ને એલર્જીક શરદી થાય છે.નાક અને આંખ  માંથી પાણી અચાનક વહેવાનું શરુ થઇ જાય છે.ઘણા બાળકો ને દમ એટલે કે અસ્થમા થઇ જાય છે.આનું કારણ છે ઘરમાં ,કાર્પેટ માં રહેલા ડસ્ટ માઈસ્ટ અને બીજા એલરજંસ .જર્મની ના  એક બાળકોના  મહિલા ડોકટરે  આશરે ૮૦૦ બાળકોનો એલર્જીક વિષયક અભ્યાસ કર્યો.કાર્પેટ,પથારી અને ઘર માં રહેલા નાના માઈક્રોબ્સ ના નમુના એકઠા કર્યા. તારણ એ આવ્યું કે શહેર માં રહેતા બાળકોને સ્વચ્છતા ના અભાવે આ બધા રોગો થાય છે,પણ જે બાળકો ના ઘરે લાઈવ સ્ટોક મતલબ ઢોર ઢાંખર પાળવામાં આવેલા હોય છે,એ બાળકો ને આવા રોગ માંથી મુક્તિ મળે છે.એલર્જી એ શરીર ની ઓવર રીએક્ટ ક્રિયા છે.શરીર જરા વધારે પડતી રોગો સામે લડવાની ક્રિયા કરે એને એલર્જી કહીએ છીએ.તો જે બાળકોના ઘરે પશુપાલન થતું ત્યાં એ પશુઓ ઉપર ઉછરતા માઈક્રોબ્સ શરીર ને શીખવે છે કેટલી પ્રતિક્રિયા કરવી.મતલબ અતિશય શુદ્ધ વાતાવરણ શરીર ને  નબળું બનાવી દે છે રોગો સામે લડવાથી. એક બાળક જન્મે છે ત્યારે એના શરીર માં રોગો સામે લડી શકે તેવા એન્ટી બોડીસ હોતા નથી.માનું પહેલું ધાવણ એન્ટી બોડીસ થી ભરપુર હોય છે. નાના બાળક ના શરીર માં એન્ટીબોડીસ એની  માના ધાવણ દ્વારા મળે છે.પણ મોટા ભાગ ના એન્ટી બોડીસ એને થતા રોગ માંથી શરીર લડે છે પછી તૈયાર થાય છે.
          
                   * મારા એક આર્ટીકલ ના પ્રતિભાવ માં એક ભાઈ એ લખેલ કે માનવીની સ્ત્રી એકાદ વર્ષ થી વધારે દૂધ ના આપી શકે માટે પશુ ઓ નું દૂધ પીવું પડે છે.આજના યુવાનો ને ખબર પણ નથી કે માનવી ની સ્ત્રી પણ ચાર પાંચ વર્ષ સુધી દૂધ આપી શકે છે.વળી એ જમાના માં આજની જેમ ફોટા પાડી સાબિતી રાખવાનો રીવાજ પણ ના હતો.આમારી પેઢી ખતમ થઇ જશે પછી લોકો માનશે પણ નહિ કે સ્ત્રીઓ ચાર પાંચ વર્ષ સુધી એમના બાળકો ને ધવડાવતી હતી.કોઈ માણસ ને આશરે ત્રણ વર્ષ નો થયો હોય તે પહેલાની સ્મૃતિ હોતી  નથી.આજની સ્ત્રીઓ પણ ભૂલી જવાની કે ક્યાં સુધી એ લોકો એમના બાળકો ને ધવડાવી શકે છે.માં એના બાળકને ફક્ત દૂધ નથી પીવડાવતી,દૂધ ની સાથે પ્રેમ પણ પીવડાવતી હોય છે.આજની સ્ત્રી છ મહિના થી વધારે ધવડાવતી નથી.પછી ફરિયાદ કરે છે કે સંતાનો એમની ઉપેક્ષા કરે છે.જે આત્મીય અને માનસિક જોડાણ બાળક સાથે એને  ધવડાવતા થતું  હોય છે.એ જ થયું ના હોય પછી બાળકો શું કરે?
          
                          *વિકાસ ના ક્રમ માં જીવો એક બીજા ના સહકાર વડે જીવે છે.પોષણ મેળવે છે,અને આમજ વિકાસ  થતો જાય છે,ઈવોલ્યુશન થતું જાય છે.ના તો હિંસા ખરાબ છે ,નાતો અહિંસા.ના હિંસા સારી છે,ના અહિંસા.અતિ હિંસા થી જેમ વિકાસ નો ક્રમ ખોરવાઈ જવાનો ભય છે,તેમ અતિ અહિંસા થી પણ તેવુંજ સમજવું.અમેરીકા માં યુરોપિયન લોકો આવ્યા તે  પહેલા પેસેન્જર પિજિયન નામના કબૂતરો પુષ્કળ હતા.એક વાદળ આકાશ માંથી માંથી આવતું હોય તેમ લાખો આવા કબૂતરો એક સાથે ઉડતા , ને જ્યાં પડે ત્યાં સફાચટ કરી નાખતા.કારણ અહી ખાસ માનવ વસ્તી ના હતી.એમને મારનાર કોઈ ના હતું.યુરોપીયનો અહી વસ્યા ખેતી કરવા લાગ્યા.પાક બચાવવા રીતસર નું અભિયાન ચાલુ થયું આ કબૂતરો ને મારવાનું.પણ પછી અટક્યાજ નહિ.આજે એક પણ પેસેન્જર પિજિયન બચ્યું નથી.હાલ જે કબૂતરો છે એ જુદી જાત ના છે,પેલા તો ઈતિહાસ બની ગયા.
     
               *તો મિત્રો કીડીબાઈ માટે હવે એવું ના ગાતા કે “કીડી બિચારી કીડલી”આ કીડી શું કરવાની?કીડી એના કદ કરતા ૫૦૦ ઘણું વધારે વજન ઉચકી શકે છે. 
               

22 thoughts on ““વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!”

 1. આ કીડીબાઈ ખેતી કરે છે અને ઉદ્યોગ પણ ચલાવે છે એટલે કે ઉદ્યોગપતી પણ છે.

  આજે ભારતની સંસદ કે ધારા સભામાં મહીલાઓના આરક્ષણ માટે કાયદાના પ્રથમ ચરણ થવાના છે.

  છાપામાં લખેલ છે કે પાકીસ્તાન અને બંગલાદેશ કરતા ભારતની મહીલાઓ રાજકરણમાં ટકાવારીમાં ઓછી છે.

  આપણે આ કીડીબાઈ પાસેથી જરુર કંઈક શીખીશું.

  Like

 2. સુંદર માહિતિસભર રસપ્રદ લેખ.

  આ વાત ગમી:-
  એલર્જી એ શરીર ની ઓવર રીએક્ટ ક્રિયા છે.શરીર જરા વધારે પડતી રોગો સામે લડવાની ક્રિયા કરે એને એલર્જી કહીએ છીએ.

  કોઈ પણ બાબતની વધારે પડતી ઉગ્ર પ્રતિક્રીયા એલર્જી ઉત્પન્ન કરે છે.

  Like

  1. shri atulbhai,
   આ મને નાનપણ માં શરદી થતી તો મારા પિતાશ્રી રોજ આદું નો રસ પાતા.કદાચ એક ખેતર જેટલું આદું પી ગયો હોઈશ.પણ ખબર ના હતી કોઈને કે આ શરદી એલર્જીની છે.પિતાશ્રી ને એલોપથી પર ખાસ વિશ્વાસ નહિ.પછી બરોડા આવ્યા પછી મારી જાતે ડોક્ટર્સ પાસે જતો થયો.એક નાની ૧૦ એમ.જી ની ગોળી થી શરદી તરત મટી જાય છે.

   Like

   1. આપના પિતાજીને આપની ઉપર પ્રેમ હતો તેથી તે આપની શરદી મટાડવા માટે પ્રયત્ન કરતા હતા અને એક ખેતર જેટલું આદુ પણ પાઈ દીધુ. પણ આ શરદી શેને લીધે છે તે બાબતનું અજ્ઞાન હોવાથી શરદી ન મટી. તેવી જ રીતે કોઈ આખી જીંદગી ઈશ્વર ઈશ્વર કર્યા કરે અને તેની સાથે મનઘડન વર્તણુંક કર્યા કરે તો કાઈ તેને ઈશ્વર શું છે તે સમજાય નહીં અને પોતાની મુશ્કેલી પણ જાય નહી. પણ જો જ્ઞાન થાય કે ઈશ્વર એટલે મહાચૈતન્ય અને પોતાના શરીરમાં પણ તે જ ચૈતન્ય છે જે ઈશ્વરમાં છે તો તરત જ શાંતી થાય અને ઉધામા બંધ થાય. આમ સર્વ તકલીફોનો અંત જ્ઞાનથી જ આવે સમજણ વગરની ક્રીયાથી કદી નહીં.

    Like

    1. મારા પિતાશ્રી વકીલ હતા.એમના દેહાંત સમયે એ વખતના વિજાપુર ના ન્યાયાધીશ બોલેલા કે ગરીબોના વકીલ ગયા.૧૯૮૫ માં ગુજરી ગયા ત્યારે ૭૩ વર્ષ ના હતા.જુનવાણી જરાય ના હતા.એમના લીધે આજે અમારા ચાર ભાઈઓ ના કુટુંબ માં ત્રણ પી.એચ.ડી,બે પ્રોફેસર,બે વૈજ્ઞાનિક,બે એન્જીનીઅર,એક સ્કુલના પ્રિન્સીપાલ,બે એમબીએ.છે.એમણે વારસા માં પૈસા નહિ,પણ સારા બ્રેન આપ્યા છે.

     Like

     1. ઉત્તમ માતા પિતાને ત્યાં જ ઉત્તમ સંતાનો થતાં હોય છે. આપના પિતાજીના ઉત્તમ ઉછેરને કારણે જ આપ સર્વના મગજનો આટલો સુંદર વિકાસ થયો છે સાથે સાથે આપ સહુના વ્યક્તિગત પ્રયત્નો પણ હશે જ. આપ સહુને ધન્યવાદ સહ સાદર પ્રણામ.

      Like

 3. આ વારે વારે મુંછ નીચી કરવી પડે તેવા લેખ વાંચતા પહેલા મુંછ કઢાવીને જ લેખ વાંચવા બેસવું પડશે તેમ લાગે છે. પણ મુંછેય આપણા અભીમાનની જેમ એવી આળવીતરી છે કે કાઢી નાખીએ તો યે પાછી ઉગી નીકળે છે.

  Like

  1. શ્રી અતુલભાઈ,
   મેં તો અહી આવીને મૂછો કઢાવી જ નાખી છે.કારણ હવે મૂછો રાખવા જેવું કશું રહ્યું નથી.આપણે ૬૦ વર્ષ થી મૂછો ચડાવીએ છીએ કે અમે એન્ટી બાયોટીક્સ શોધ્યા.એક સાયન્સ ના વિદ્યાર્થીએ કીડીઓ એ ઉછેરેલ ફૂગ ના ૧૫૦૦ નમુના એકઠા કરેલા ને રીસર્ચ કરેલું કે આ કીડીઓ તો ૫૦ મીલીઓન વર્ષ થી એન્ટી બાયોટીક્સ વાપરે છે,જમીન માં રહેલા એમની પર હુમલા કરતા બેક્ટેરિયા સામે રક્ષણ મેળવવા.એટલે મુછ ઉગે તો પણ રોજ કાઢી નાખવી સારી.

   Like

   1. આપની વાત સાચી છે, પણ અમે એવી બાબતની મુછો રાખીએ છીએ કે જે બધી મુછોનું મુળ હોય.

    રામાયણનો પ્રસંગ છે કોઈ એક ભક્ત (નામ તો ભુલી ગયો છું) વારે વારે કહ્યા કરતો હતો કે અમને અભીમાન છે, અમને અભીમાન છે. તેથી લક્ષ્મણને ભારે ગુસ્સો ચડ્યો કે અમે બધાનું અભીમાન ઉતારનારા છીએ અને આને વળી શેનું અભીમાન છે, એટલે તેણે પુછ્યું કે ભાઈ તને શેનું અભીમાન છે? તો પેલાએ ખોંખારો ખાઈને કહ્યું કે અમને અભીમાન છે કે અમે રામના ભક્ત છીએ. હવે લક્ષ્મણ શું બોલે?

    આ કીડીનું યે જે મુળ હોય અને આ માણસનું યે જે મુળ હોય અને સર્વ જડનું જે ચેતન હોય છે તેની સત્તાનું અભીમાન રાખવાથી મુંછો નીચી કરવી નથી પડ્તી. બાકી સામાન્ય શોધખોળ માટે જો માણસ મુછો ચડાવશે તો વારે વારે નીચી જ કરવી પડ્શે.

    Like

 4. સાચી વાત કરી કીડી જેવું ક્ષુદ્ર જંતુ પણ ક્યારે ક સાપ જેવાને પણ ઢસડી જતું જોવા મળે છે. અર્થાત જેની કિમત ઘણી વાર મોટા નેતા લોગ કરતા નથી તેમણે બોધ લેવો રહ્યો કે જો કીડી જેવું ક્ષુદ્ર જંતુ સામુહિક અને એક સંપ થઈ જાય તો ગમે તેવા ઝેરી કે મોટા કદનાને પણ ઢસડી જઈ ખત્મ કરી દઈ શકે છે તો જો માનવીઓ પણ એક સંપ કરી સામુહિક રીતે ગમેતેવા મોટા નેતાને પણ તેના કદ પ્રમાણે વેતરી દઈ શકે માટે તેની લાગણી પ્રત્યે દ્દુર્લક્ષ નહિ સેવવું પોતાના હિતમાં હોય છે ! અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

  1. આદરણીય શ્રી,
   કીલર કીડીઓ સાપ તો શું મોટા પશુ ને પણ સફાચટ કરી જાય છે.આ કીડીઓ બીજી કીડીઓ પર હુમલા કરી એ કીડીઓને ગુલામ પણ બનાવે છે.

   Like

 5. એ સાવ સાચું કહ્યું, પહેલાં શું, અત્યારે પણ ઘણી માતાઓ બાળકને ૪-૫ વર્ષ ધવડાવે છે જ. જો કે શહેરોમાં કદાચ આ પ્રમાણ ઓછું હશે. મા નું ધાવણ બાળક માટે રોગપ્રતિકારક શક્તિનું કામ કરે છે તે સાવ સાચું. શાથે શાથે ચોક્કસ ઉંમર સુધી ધવડાવવું એ બાળકના માનસીક વિકાસમાં પણ ઘણો મોટો ભાગ ભજવે છે. અત્યારે પુરૂષોની, માતા-બહેનોનાં ચોક્કસ અંગો તરફની લોલુપ નજર એ બાળપણમાં જે અધુરપ રહી ગયેલી તેને કારણે ઉત્પન્ન થતી માનસિક વિકૃતી છે, એમ મનોશાસ્ત્રીઓ કહે છે. (સિગરેટ ચુસવાની તલપ વિશે પણ મુળમાં આજ કારણ હોવાનું એક મનોવૈજ્ઞાનિક પાસેથી જાણેલું)
  તો માતાઓ, વધુ નહીં તો, અનુકુળતા મુજબ, બે-અઢી વર્ષતો બાળકને આપની પ્રેમાળ હુંફ અને અંતરનાં અમી જરૂર પીવરાવો ! ભવિષ્યની પેઢીને ગૌરવવંતી બનાવવાનું રહસ્ય આપનાં પાલવ હેઠળ જ છે.
  આભાર, બાપુ. લેખનો વિષય તો અલગ છે, પણ સંદર્ભ મળ્યો તેથી જરા આટલું કહ્યા વગર ના રહી શક્યો. સુંદર વિચારપ્રેરણ કરવા બદલ આભાર.
  — અશોક મોઢવાડીયા.

  Like

  1. શ્રી અશોકભાઈ,
   આપની વાત તદ્દન સાચી છે.જે બાળકોને પૂરું ધાવવા નથી મળતું એ બાળકો અંગુઠા ચૂસતા હોય છે,પછી મોટા થઇ સિગારેટ ના રવાડે ચડી જતા હોય છે.બીજું જે બાળક ત્રણ કે ચાર વર્ષ એની માતાને ધાવ્યું હોય તે બાળક ક્યારે પણ માતાની ઉપેક્ષા નહિ કરી શકે.આપની વાત ૧૦૦% સાચી છે.

   Like

 6. Bumble bee ઉડી શકે છે કારણકે એ Aero dynamicsનાં નિયમ જાણતી નથી.

  from wikipedia:
  http://en.wikipedia.org/wiki/Bumblebee

  According to 20th century folklore, the laws of aerodynamics prove that the bumblebee should be incapable of flight, as it does not have the capacity (in terms of wing size or beats per second) to achieve flight with the degree of wing loading necessary. Not being aware of scientists “proving” it cannot fly, the bumblebee succeeds under “the power of its own ignorance”.

  આવી માન્યતા હતી છેલ્લી સદી સુધી. અને આ માખી તો ખબર નહી કેટલા વર્ષોથી કહેતી હશે કે ભાઈ મને જુઓ તો ખરી કે હું ઉડી શકું છું કે નહી, તમારા નિયમો બનાવતા પહેલા?

  Like

  1. એટલે એમ કહ્યું છે કે માખીને આ નિયમ (જે લોકોએ ઘડી કાઢ્યો હતો) ખબર જ ના હતો એટલે એ ઉડી શકે છે. Power of ignorance 🙂

   Like

   1. કલ્પેશ ભાઈ,
    આ લોકોએ માંખી નો અભ્યાસ પહેલા કર્યો હોત તો એ રીત નો નિયમ ગોતી કાઢત.

    Like

 7. તમે જે બ્લોગ લાખો છો તે ક્યાં પુસ્તક માંથી વાચો છો તે પુસ્તક નું નામ વગેર લખો તો વાચકો ને ઘણું ઉપયોગી થાય કેમ કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય હોય છે.

  Like

  1. શ્રી રણજીત સિંહજી,
   ભાઈ અહી અમેરિકા આવ્યા પછી પાંચ વરસ માં કોઈ પુસ્તક વાંચવાનો ટાઈમ મળ્યો નથી.ભારત માં હતો ત્યારે પણ રોતલ ટીવી સીરીયલો હું કદી જોતોજ નહિ.નેશનલ જીયોગ્રાફી ને ડીસ્કવરી મારી ફેવરીટ ચેનલો.સાયંસ માં રસ.અને ફિલોસોફી માં રસ.બીજું મારા મનના વિચારો હું લખું છું.હું કોઈની કોપી કરતો નથી.કે કોઈ પુસ્તક ના ઉતારા લખતો નથી.અને કોઈ નું લખાણ મારા નામે ચડાવતો નથી.મને જે સુજે ,સમજાય તે લખું છું.ખાલી કોઈએ નાનકડી પ્રેરણા આપી હોય તો પણ એનું નામ હું ચોક્કસ લખું છું.કોપી પેસ્ટ કરતો હોત તો ક્યારનીય ખબર પડી ગઈ હોત.અને પુસ્તકો તો એટલા બધા વાચ્યા છે કે કેટલા નામ લખું?
   મારા પોતાના વિચારો મનન અને મનોમંથન અને વિચારોનું ચાલતું ઘમસાણ એટલે ભુપેન્દ્રસિંહ નું “કુરુક્ષેત્ર”.દા.ત.પ્રાણીજગત વિષે અભ્યાસ કર્યાં પછી મને વિચાર આવ્યો કે આખાય સજીવ જગત માં મજબુત જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.અને એના માટે બે નર વચ્ચે માદા ને પામવા કોમ્પીટીશન થાય ને લડાઈ થાય,જે જીતે તે માદા માં બીજ રોપે,ને માદા પણ મજબુત જીન્સ ઉછેરવા જ રાજી હોય છે.બસ મને વિચાર આવ્યો કે માનવ જગત ની લગ્ન વ્યવસ્થા એ કમજોર લોકો ની શોધ છે.જે લોકો લડાઈ કરી શકતા નહિ હોય.નબળા હશે,નારી ને પામી શકતા નહિ હોય.એટલે કમજોર પણ બુદ્ધિશાળી માનવો એ સહેલાઇ થી નારી ને પામી શકાય માટે લગ્ન વ્યવસ્થા શોધી ને પવિત્રતા નો દરજ્જો આપી આજ સુધી ટકાવી રાખી છે.આ કોઈ ઉપરથી ટપકેલી યોજના નથી.બસ આમ મનોમંથન ચાલે છે,ને લખાતું જાય છે.

   Like

 8. એક જ લેખમાં અનેક મુદ્દાઓને સાવ સ્વાભાવિક રીતે સાંકળી લેવાની રીત ગમી. તમારી પ્રવાહી શૈલીને લીધે વાચકોને રસ પડે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s