“કામદેવની જય હો” એડીક્શન…….

*માતબર ગુજરાતી દૈનિક દિવ્યભાસ્કરમાં સેક્સ એડીક્શન વિષે એક આર્ટીકલ આવ્યો છે. લેખકશ્રીએ મન ભરીને પરદેશીઓને વખોડ્યા છે. ભારતમાં ધર્મોને લીધે હજુ સેક્સ એડીક્શન કાબુમાં છે. એવું માનવું છે એમનું. આપણે કોઈ પંથ કે ધર્મને વખોડવો નથી. પરંતુ થોડી મનોવૈજ્ઞાનિક કડવી વાતોનો સામનો કરવો છે. હિંદુ ધર્મમાં બચપણમાં સન્યાસ આપવાનો કોઈ રીવાજ પહેલા ન હતો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સન્યાસ. આ એકદમ કુદરતી સાયકલ હતી. ગરબડ થવાનો સંભવ લગભગ નહીવત થઇ જાય. આમાં પ્રકૃતિના નિયમોનું પાલન અને રીસ્પેક્ટ હતું. આટલા બધા એડવાન્સ મેડીકલ સાયંસ વચ્ચે પણ માણસ ૧૦૦ વર્ષ થતા પહેલા ઉકલી જાય છે.  તો પહેલા મનેતો સંભવ લાગતું નથી, કે માણસ ૧૦૦ વર્ષ જીવતો હશે. છતાં માનીલો તો દરેક આશ્રમ પાસે ૨૫ વર્ષ ભાગે આવે. ૨૫ વર્ષ મોટા થવાનું, વિદ્યા મેળવવાની. ૨૫ વર્ષ લગ્ન કરી ફેમીલી વસાવવાનું, ને એનું પાલન કરવાનું. અને બીજા ૨૫ વર્ષ સંતાનોને આગળ કરી રીટાયર થવાનું. મતલબ ૫૦ વર્ષ તો પત્ની જોડે રહી ને સેક્સ ભોગવવાની છૂટ. પછી કોઈ રસકસ, રોમાન્સ કે ઉમંગ ના રહે એટલે સન્યાસ. જો આ પુરાના  હિંદુ ધર્મનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો સેક્સ એડીક્શન લગભગ ના થાય.
*હવે હિંદુ ધર્મના ફાંટામાંથી કે વિરોધમાં થી છુટા પડેલા ધર્મોને લઇ ને બચપણમાંથી જ સન્યાસ લેવાનો કુરિવાજ દાખલ થયો. જે ૭૫ વર્ષ પછી કરવાનું હતું એ જ પહેલા કરી નાખવાનું. અપવાદ રૂપ કોઈ વિરલા એમાંથી પાસ થઇ જાય. પણ સામાન્ય જનનું કામ નહિ. એના માટે એક્સ્ટ્રાઓર્ડીનરી માનસિકતા જોઈએ. હવે ગરબડ શરુ થઇ. કરોડો વર્ષથી ચાલ્યા આવતા ઉત્ક્રાંતિના નિયમો જે જીન્સમાં ઘુસી ગયેલા હોય એતો કોઈને છોડે નહિ. એટલે સેકસુઅલ સ્કેન્ડલ ચાલુ થયા. સૌથી વધારે બ્રહ્મચર્યની વાતો કરવાવાળા, સૌથી વધારે સેક્સને ગાળો દેવાવાલા ભારતમાં સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો. લોકોની નસેનસમાં સેક્સ વ્યાપી ગયો. આંખો, હાથ, જીભ, કાન બધામાં સેક્સ વહેવા માંડ્યો.
*કોઈએ ભીડમાં બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવી લીધાના સમાચાર હજુ સુકાયા નહિ હોય. આ છે બ્રહ્મચર્યના ફાયદા. બસ કે ટ્રેનમાં મુસાફરી વખતે પુરુષની બાજુમાં બેસવા મળ્યું હોય તેવી છોકરીઓ કે સ્ત્રીઓના એમના અનુભવ વિષેના ઇન્ટરવ્યું લઇ જુવો. દરેક દેશમાં આવું રીસર્ચ કરી જુવો. પછી ખબર પડશે કે ભારતમાં કેટલું સેક્સ એડીક્શન છે. પરદેશીઓને ગાળો દઈને આપણી ભૂલોને ઢાંકવાના પ્રયાશો મહાદંભ છે. નાના બાળકોને બ્રહ્મચર્યના રવાડે ચડાવી સન્યાસ આપતા પંથોના સંતો એકાદ વર્ષની નાની બાળકીની હાજરી પણ સહન કરી શકતા નથી, આના સિવાય કોઈ મોટું સેક્સ એડીક્શન બીજું હોય ખરું? તિવારી તો રાજકારણી છે. કામના બદલામાં સેક્સના સોદેબાજોને માફ ના કરી શકીએ, પણ અમે પોતે કૃષ્ણ સ્વરૂપ કે કૃષ્ણ જ છીએ એવું ભરાવી ભક્તોની સ્ત્રીઓ ને દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરતા બાવાશ્રીઓને મહારાજ્શ્રીઓની લુચ્ચાઈને સેક્સ એડીક્શન શું ઓછું કહેવાય?
*ભગવાન શ્રી કૃષ્ણ બચપણમાં ગોપીઓના વસ્ત્રો લઇ ઝાડ પર ચડી ગયેલા. આ વાર્તા તો બધાજ જાણે છે. ગોપીઓ નગ્ન બહાર આવી વસ્રો લઇ જાય તો નગ્ન ગોપીઓના સુંદર દેહ જોવા મળે. ના છુટકે ગોપીઓ બહાર આવવા લાગી. પણ ગુપ્ત અંગ પર હાથ ઢાંકીને. આ તો લોચો થયો. જે જોવું હતું તે જોવા ના મળે આવું કઈ ચાલે? કૃષ્ણે પાછી શરત કરી કે આમ તો વસ્ત્રો નહિ આપું. બે હાથ માથે મુકીને બહાર આવો તોજ વસ્ત્રો આપું. કથાકારો મોટે ભાગે આ છેલ્લી માથે હાથ મુકવાવાળી વાત ખાઈ જતા હોય છે. ભગવાને સાચે જ આવું કર્યું હશે તે તો ખબર નથી. પણ બાવાશ્રીઓ આવા ખેલ પાડતા હોય છે. એમાં જાહેર જનતાને પ્રવેશ હોતો નથી. ખાસ ઇનર સર્કલમાં આબધુ ભજવાતું હોય છે. આ થયું સેક્સ એડીક્શનનું ધર્મીકીકરણ.
*વચ્ચે અહી અમેરિકામાં એક ગુજરાતી માસિક ગુજરાત દર્પણ જે હમેશા મફતમાં જ મળે છે, એના તંત્રી સુભાષ શાહે પ્રશ્ન એમાં ઉઠાવેલો કે વૈષ્ણવ મહારાજો બ્રહ્મ સંબંધ આપે છે એમાં બધું કૃષ્ણને અર્પણ કરવાનું પછી વાપરવાનું, એમાં સ્ત્રી શબ્દ પાછળથી ઉમેર્યો લાગે છે. આના વિષે એમણે ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચા કરેલી. એમાં કૃષ્ણ એટલે પેલા ઘરમાં નાના પિત્તળના કૃષ્ણ સાથે બાવાશ્રીઓ પણ સાથે આવી જાય. એટલે પેલા નાના પિત્તળના કૃષ્ણ પાછળ એમને નવડાવવા, ખવડાવવું, ઊંઘાડવા, ઉઠાડવા એમાંથી તમારે મોટા થવાનું જ નહિ. તમારો માનસિક વિકાસ ઠપ્પ. સાથે સાથે કૃષ્ણના સ્વરૂપો એવા બાવાશ્રીઓને રોજીરોટીની કોઈ ચિંતા નહિ. સુભાષ ભાઈનું કહેવું હતું કે સ્ત્રીઓ તો ભોગવેલી હોય તો એંઠું તો ભગવાનને થોડું ધરાવાય. મતલબ સ્ત્રી વસ્તુ થઇ ગઈ, ખાવાની એક ચીજ. મતલબ સ્ત્રી કાચી કુવારી કન્યા હોય ત્યારે જ ભગવાન એટલે બાવાશ્રીને ધરાવી દેવાની. પછી કૃષ્ણાર્પણ થઇ ચુકી હોય તો વાંધો નહિ. મેં સુભાષ ભાઈને પત્ર લખેલો કે મહારાજ્શ્રીઓને તમારી શાસ્ત્રોક્ત ચર્ચાથી કોઈ મતલબ નથી. એ લોકોને બધી ખબર જ છે. તમારી સ્ત્રીઓ ભોગવવા મળે માટે એમણે સ્ત્રી શબ્દ ઉમેર્યો છે. કડવી વાતો કોને ગમે? મને કોઈ જવાબ ના મળ્યો, નાતો મારો પ્રતિભાવ એમણે છાપ્યો. બીજો સવાલ મને એ થાય છે કે કૃષ્ણ તો ક્ષત્રીય હતા, યાદવ હતા. અને આ બધા વ્રજવાસી બ્રાહ્મણો એમના વંશજ કઈ રીતે થઇ ગયા? કે કૃષ્ણ સ્વરૂપ થઇ ગયા? હવે વિચારો જે ભારતીય પુરુષ પોતાની સ્ત્રીની સામે નજર કરનારની આંખો કાઢી નાખવા સુધી તૈયાર થઇ જતો હોય, પોતાની સ્ત્રી, બેન કે દીકરીની છેડતી કરનારનું ખૂન કરવા સુધી પહોચી જતો હોય, એજ ભારતીય માનસિકતા ધરાવતો પુરુષ ધાર્મિક બ્રેન વોશિંગના પુણ્ય પ્રતાપે પોતાની સ્ત્રી, બેન કે દીકરીને જાતેજ ગુરુશ્રીના ચરણમાં કે પથારીમાં મૂકી આવતો હોય છે. આ ધાર્મિક બ્રેન વોશિંગનો કેટલો બધો જબરદસ્ત પ્રભાવ હોય છે. તમારી વિચારવાની બારીઓ તમામ બંધ કરવી એ જ બ્રેન વોશિંગ.
*કોઈ વૈષ્ણવ ધર્મીએ ખોટું લગાડવું નહિ. આ બધી વાતો જગજાહેર છે, માટે ચર્ચા કરીછે. બધા બાવાશ્રીઓ આવું ના પણ કરતા હોય. અને જે કરતા હોય છે તે ખુબજ અંગત સર્કલમાં કરતા હોય છે માટે લોકોને ખબર ના પણ હોય. ખબર હોય તો કોઈ આવી વાત કઈ રીતે કરે? આતો પેલા લેખક્શ્રીએ ધર્મોને શાબાશી આપી છે માટે ચર્ચા કરી છે. આ બધા કોઈ સનાતન ધર્મો નથી. આશરે ૫૦૦ વર્ષ પહેલા ફૂટી નીકળેલા ભારતીયોને કાયર બનાવતાને માનસિકતા વિકૃત કરી નાખનારા વાડાઓ માત્ર જ છે. જોકે એમના મૂળ સ્થાપકોની દાનત સારી  હશે. પાછળ થનારી ગરબડોનો એમને કદાચ અંદાઝ પણ નહિ હોય. એટલે જ ગુરુ ગોવિંદસિંહે ગ્રંથ સાહેબને ગુરુ બનાવી પોતાના જાતેજ ગુરુપ્રથાનો અંત આણી દીધો. અને શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપી અકુદરતી બ્રહ્મચર્યના કોન્સેપ્ટ ને જ રદ કરી દીધો.
*સેક્સ શિક્ષણ વિષય ઉપર વિશ્વમાં સૌ પ્રથમ પુસ્તક “કામસૂત્ર”રચનાર ઋષિ વાત્સ્યાયનના દેશમાં કોઈ પણ સ્ત્રી બસ કે ટ્રેનમાં બેસતા પહેલા નજર દોડાવે છે કે કોઈ સ્ત્રીની બાજુની સીટ ખાલી હોય તો સારું. ના છુટકે બેસવું પડે તો એને મુસાફરી દરમ્યાન થયેલા ગુપ્ત અનુભવોને કાયમ માટે મનના કોઈ ઊંડા ખૂણામાં એવા ધરબી દે છે કે કોઈને કદી ખબર જ ના પડે. એક છોડ ઉપર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ બેસે એને પણ સેક્સ જ કહેવાય હો કે !

40 thoughts on ““કામદેવની જય હો” એડીક્શન…….”

 1. જાતીય આવેગના સંદર્ભમાં સ્ત્રી-પુરુષ માત્રની માનસિકતા સરખી જ હોય છે. ફક્ત પુરુષ જાતને વગોવવાનો અર્થા નથી. ભારતીય હોય કે અમેરિકન હોય, એસ્કિમો હોય કે આફ્રિકા વાસી હોય, માનવ માત્ર આ સંવેગને પાત્ર. માનવ જ શું કામ જીવ માત્ર. જે તે સમયે જે તે સમાજે સંસ્કારિતાને અનુલક્ષીને નૈતિક ધોરણો અપનાવ્યાં હોય છે. મનુષ્યેતર જીવસૃષ્ટિ કુદરતના કાનૂનનું પાલન કરે છે. માનવીનો બૌધ્ધિક વિકાસ થયો અને કુદરતના કાનૂનને ફગાવી પોતાના ધોરણો અપનાવાવ્યાં.
  ભારતીઓને સદભાગ્યે હિંદુ ફિલોસોફી સર્વશ્રેષ્ઠ અને આદિ કાલીન છે. અંગત સ્વાર્થ માટે આ ધર્મધૂરાનાં અધકચરાં, દંભી અર્થઘટનો કરી જુદા જુદા વાડાઓ બનાવી તેના મુખીયા થયા અને અનેક અતિરેક્ના ભોગી બન્યા.
  સામાન્ય જન પણ ભણતરનો ઉપયોગ અર્થ ઉપાર્જન સિવાય કરવાનું ટાળે અને આવા દંભીઓને શરણે જાય. તમે અને હું લેપટોપની મેમરી સ્પેસ ભરીએ ! માનવ તારું કલ્યાણ થાઓ !

  Like

 2. બૉસ, માની ગયા તમને. સરસ નવી જ વાત, પરંતુ એક કડવું સત્ય લઈને તમે આવ્યાં છો. અરે, જે સમય ને આપને સત્યયુગ કહીએ છીએ તે સમયે “મહાભારત” કાળ દરમિયાન પોતાની પત્નીને જુગારમાં હારી જવાનો બતાવતો આ કળિયુગના પતિદેવો પણ તેવો જુગાર રમતાં નથી, અરે, હારી ગયા પછી તેના જ કુંટુબીજનો ના વડીલ સ્વજનોની વચ્ચે જ તેનું વસ્ત્રાહરણ દુર્યોધન અને દુઃશાસન જેવા લંપટ કરે તેવું માત્ર ને માત્ર “મહાભારત” કાળમાં જોવા મળે બાકી આવું કદી કોઈ કુંટુંબમાં આજે જોવા ના મળે.

  સૌથી વધુ સેકસ સ્કેન્ડલ તે જમાનામાં જોવા મળતુ અને તેના હજારો ઉદાહરણ તમને મળશે.દા.ત મહાભારત ના રચિયાતા શ્રી કૃષ્ણ દ્રેપયન વ્યાસજી એ ચિત્ર અને વિચિત્ર ની પત્ની સાથે સ્મ્ભોગ કર્યો ત્યારે જ હસ્તિનાપુર નો વંશ આગળ ધપયો તેમના થકી પાંડુરાજા, દૃતરાષ્ટ્ર અને વિદુર મળ્યા.રાજાઓ એક કરતાં વધારે રાણિઓ અને દાશીઓ રાખતાં….આ બધુ આ કળિયુગને પણ સારાં ગણાવે તેટલાં પ્રમાણમાં હતું.

  Like

  1. શ્રી પ્રવીણભાઈ,
   સાચી વાત છે.આપની.પણ આ બધી તો લીલાઓ હતી.શ્રી કાંતિ ભટ્ટે એક લેખ દિવ્યભાસ્કર માં લખેલો કે ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આંસુ ઉપચાર કથાઓ.સ્ત્રીઓને સીતાજીની જેમ દુખી થવું ગમે છે.સ્ત્રીઓ સીતાજીની કથા ની રાહ જુવે છે.એના વિરોધ માં મેં પ્રતિભાવ મોકલેલ કે સ્ત્રીઓને ક્યાં સુધી રડાવસો?એ પ્રતિભાવ સિટીજન જર્નાલીઝમ માં આર્ટીકલ તરીકે છપાએલો.મેં મારા આ બ્લોગ માં મુકેલો છે.જોકે હવે દિવ્યભાસ્કરે આ વિભાગ જ બંધ કરી દીધો છે.અને હવે કોઈ પ્રતિભાવ મોકલીએ તો ક્યારેક જેતે લેખ ની નીચે છાપી નાખે જે ખાસ કોઈ વાંચે નહિ.મેં અત્યાર સુધીમાં લગભગ ૩૨ આર્ટીકલ મુક્યા છે.સમય મળે વાચતા રહેસો.ને અમુલ્ય એવો અભિપ્રાય અપાતા રહેસો.

   Like

 3. સ્વતંત્રતા પછી ૧૯૫૬થી લગ્ન અંગે આ દેશમાં કાયદા થવા લાગ્યા. એ અગાઉ કાયદા જેવું શું હતું?

  ઈસ્લામમાં ચાર પત્ની સુધી જ છુટ હતી. આ આર્યો કે હીન્દુઓમાં કોઈ જ બંધન નહીં.

  બંગાળમાં મુખીયો મરી જાય તો ઘણીં વખત ૧૦૦-૨૦૦ સ્ત્રીઓ સાથે વીધવા બની જતી એટલે કે એક પુરુષને કેટલી પત્નીઓ હતી તે સમજવાનું રહ્યું.

  પૃથ્વી રાજ ચૌહાણને કે શીવાજીને કેટલી પત્નીઓ હતી?

  એ વખતે બ્રહ્મચર્યનો પ્રચાર કરનાર આ સાધુઓ ક્યાં હતા? કે પછી શેરડીના ખેતરમાં આ સાધુઓ એરંડા હતા? શેરડીની સાથે જરુર પાણી મળશે.

  Like

 4. વૈદિક ધર્મ ભોગની વ્યવસ્થિતતા શિખવે છે. અઢી હજાર વર્ષ પહેલાં શ્રમણ સંપ્રદાયોએ વિદ્રોહ પોકાર્યો અને ત્યાગનું માહાત્મ્ય વધાર્યું. સરવાળે કામ અને રાજ્યવ્યવસ્થા શરૂઆતમાં સુધર્યાં અને પછી કથળતાં ગયાં.

  પછી તો ત્યાગની ફૅશન થઈ પડી! ભર્તૃહરિ યાદ છે? તુલસીદાસ? છેલ્લે મહાત્મા ગાંધી! [મારા હૃદયમાં મહાત્માને માટે બીજી ઘણી રીતે માન છે!]

  ભલું થજો આચાર્ય રજનીશનું જેણે સમાજના બૌદ્ધિક વર્ગને આ દંભ ચીરવાને પ્રોત્સાહિત કર્યો. હજુ કામ અધુરું છે.

  બીજી રજુઆત:
  http://rachanaa.wordpress.com/?s=%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%A4%E0%AA%BF

  Like

 5. સાહેબ જી, આ સંપ્રદાયમાં મોટા ભાગ ના વેપારી લોકો જ છે જેના દિમાગ પણ એવા જ છે… અહી જારી કર્મના નામે ની વિધી ચાલે જે જેમાં મહિલા એ ત્યાં જ નાહી ને ભીના કપડામાં જ પાણી ની હેલ કે હાંડો લઈ કહેવાતા બાવા-ફાવાના કક્ષ સુધી જવાનુ પછી XXXXX…. આનુ રસપાન પેલો બાવો જાણે કોઈ લેટ નાઈટ કલબમાં બેસી સ્ટ્રીપટીઝ કે પોલ ડાંસ જોતો હોય……મે અગાઉ કહ્યુ તેમ જ્યાં કાલ્પનિક કથાઓ ધર્મ ગ્રંથ બની જાય ત્યા આવુ જ થવાનુ…. પ્રવર્તમાન શ્રેષ્ઠ સંપ્રદાય હોય તો તે છે શીખ જેમાં ગુરુ પ્રથા જ નથી. હિન્દુ ધર્મની આખી બ્લુ પ્રિન્ટ સુધારવી ઘટે તેમ છે. અમુક બાવા ફાવા નો જાહેર માં વિરોધ્ધ કર્યો કે ત્યાં લોકોની ભીડ વધી જાય છે આ પણ એક સત્ય છે. જે ભારતમાં ચાલે છે.

  Like

 6. ભૂપેન્દ્રસિંહજી ,
  આપના બ્લોગ વિશ્વ “કુરૂક્ષેત્ર” પર નવો છું એટલે જુનાં નવા લેખો ને ખોળી ખોળી ને વાંચી રહ્યો છું. અમુક માં મારા પ્રતિભાવો થોડાં વહેલાં મોડા હશે. તો એ દરગુજર કરશો.

  આ વિષય ની ચર્ચા મિત્રો સાથે બેસી અને ખુબ કરી છે.

  એક રસપ્રદ તારણ આપીશ. આ “બાવાજી” ( અહિં જન્મજાત ગોસ્વામી નાં વાંચવુ. દશનામ ગોસ્વામી એક આખી અલગ કોમ છે. જેનો અલગ ઇતિહાસ છે. ) પુષ્ટી સંપ્રદાય નાં વડા ગણાય છે. સૌથી વધુ દુષણ જો કોઇ સંપ્રદાય માં પ્રવેશ્યું હોય તો તેમાં પુષ્ટી સંપ્રદાય તથા સ્વામિનારાયણ સંપ્રદાય મોખરે છે એવું કહિ શકાય.

  વલ્લભાચાર્ય ( ૧૪૭૯-૧૫૩૧) ના ગાળા માં આવી અને હિન્દુ ધર્મ નો એક અલગ ફ઼ાંટો એવો પુષ્ટી સંપ્રદાય ની રચના કરે છે. ત્યાર બાદ “બ્રામ્હણો” ની જેમ જ એક પેઢીઓ ની પેઢીઓ તરી જાય એવી વ્યવસ્થા ને જન્મ આપે છે. કે એમના વંશજો ક્રુષ્ણ નો અવતાર છે માટે પુષ્ટી સંપ્રદાયે એમની પુજા કરવી. આ વંશજો આજે ૬૦૦ વર્ષ થયે અલગ અલગ ગામ માં હવેલીઓ સ્થાપી ને જલ્સા કરે છે. કોઇ લાયકાત હોય કે ના હોય, તેને ઇશ્વર ની સમકક્ષ ગણવામાં આવે છે. લગ્નો પણ અંદરો અંદર અલગ અલગ હવેલી ના “માલિકો” ની દિકરીઓ સાથે થઈ જાય છે. કામ કશું કરવું નહિં. હવે ધારો કે એક “બાવાજી” ને ત્યાં બે દિકરા થાય અને ઉમર લાયક થાય એટલે એક ને પોતાની ચાલુ દુકાન સોંપી દેવાની અને બિજા ને નવી દુકાન કરી દેવાની. બન્ને નું ચાલે. એવું ૬૦૦ વર્ષ થી ચાલે છે. અને હજુ ૬૦૦ વર્ષ તો ચાલશે જ.

  મારા એક વિચારશિલ મિત્ર છે. આ બન્ને ( પુષ્ટી તથા સ્વામિનારયણ સંપ્રદાય) ની બદીઓ થી વાકેફ઼ છે. નજરે જોયેલાં પુરાવાઓ છે છતાંયે મારા આશ્ચર્ય વચ્ચે એમની પત્નિ ને બન્ને ધર્મ નાં વડાઓ ની સેવા માં મોકલે છે. મારી સાથે ની ચર્ચા માં જોરશોર થી વિરોધ કરતાં આ મિત્ર, પત્નિ જવાનું કહે ત્યારે રોકતા નથી. મને સમજાતું નથી. કેવી ભયંકર અસર હશે ? બ્રેઇન વોશિંગ હશે અથવા બ્લેકમેઇલિંગ હશે અથવા તો ડર હશે કે બાવાજી શ્રાપ આપશે.? સમજાતું નથી.

  એ મિત્ર સાથે મેં ચર્ચા કરવાનું બંધ કર્યું કારણ કે ચર્ચા માં પ્રયોજાતા શબ્દો કદાચ તેમને વધારે દુ:ખ પહોંચાડી શકે છે.

  ખુબ સરસ લેખ… અભિનંદન ,..!!

  “કામ” વિશે તો ઘણું બધુ લખી શકાય તેમ છે. પણ એ વાત ફ઼રી ક્યારેક … 🙂

  Like

  1. ચાલો બે ધર્મના વડાઓને જલસા.બધું ભેગું હોય છે,બ્રેઈન વોશિંગ,બ્લેક મેઈલીંગ અને શ્રાપ તો ખરોજ.એક બિન સત્તાવાર સમાચાર મુજબ કોઈ લાલજીએ લગભગ વડોદરાના,પંચમહાલના કોઈ નાના શહેરમાં ફ્રેન્ચાઈઝી આપી છે,૫૦ લાખમાં.એટલે ત્યાં મંદિર બનાવી દીધું છે,પેલાએ વર્ષે ૫૦ લાખ લાલજીને આપી દેવાના.વડોદરાથી લાલજી આંટો મારી આવે.ઉપરની બધી આવક પેલા મંદિરવાળાની.આવા સંપ્રદાયમાં સ્ત્રીઓ સ્નાન કર્યા પછી એકજ કપડામાં લાલજીની સેવામાં જાય છે.જેથી લાલજીને બહુ મહેનત કરવી ના પડે.આ ભીરુ પ્રજા ક્યા સુધી આવું વેઠતી રહેવાની?એમના ભક્તો મોટાભાગે ભીરુ ગણાતા વૈશ્યો જ હોય છે તે જોયું હશે.

   Like

 7. હિંન્દુ ધર્મ ની વાટ તો આ વાડા કરી ને બેસી ગયેલા બાવાઓ અને કહેવાતા ગુરુઓ એ લગાડી છે.સંપ્રદાયો ને કારણે તો મુખ્ય સનાતન ધર્મ નો વીચાર જ નષ્ટ થયો છે.
  ધર્મ એ સંપ્રદાયો ને કારણે કલ્યાણકારી મટી ને વ્યક્તિકેન્દ્રી બન્યા છે.
  ભારત જેવા આધ્યાત્મીક દેશ માટે આ ખુબ જ ખરાબ ઘટના છે.

  Like

 8. મેં એક જડ્યા એ વાંચ્યું હતું કે પ્રાચીન ભારત માં એક ઋષિ હતા અને તેમને એક પુત્ર પણ હતો ..ઋષિ ની પત્ની ને પોતાના પતિ માં કડી કામુક વાતો ન હતી દેખાતી એટલે તેમને એક બીજી વ્યક્તિ સાથે શારીરિક સુખ માન્યું અને આ વાત એમના પુત્ર ને ખબર પડી ગઈ એટલે એને આવીને એના પિતા ને કહ્યું ત્યારે એ ઋષિ એ એમ જ કહ્યું કે લગ્ન તો ફક્ત શારીરિક સુખ માટેનું બહાનું છે જે ને જેના માં કામ વૃતિ દેખાય એની સાથે તે રચી શકે છે…

  દરેક માણસ કામુક હોઈ સકે છે પણ તેની પણ એક મર્યાદા હોઈ છે …આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલા રોમમાં ખ્રિસ્તી ધર્મમાં પણ જબરું દુષણ પેસી ગયું હતું …ત્યારના પાદરીઓં એવું જાહેર કર્યું કે ઈશ્વર ની શરણ માં જવા માટે અમારી સેવા કરો અને એનો લાભ લઈને તેઓ સ્ત્રી સાથે શારીરિક સુખ માનતા અને આ રીતે તેમને ધર્મ નું પતન કર્યું પણ પાચળ થી બધી સત્તા તેમની પાસેથી છીનવી લઈને ધર્મનું રક્ષન કર્યું ..

  આમ દરેક ધર્મ માં આવું કામ કામ કરવા ધર્મ ગુરુ જ જવાબદાર હોય છે ….

  અને લેત્લય ધર્મ માં સ્ત્રી ને નીચી ગણવામાં આવતી હતી ..જેમાં અપના હિંદુ ધર્મ નો પણ સમાવશ થાય છે …ગીતા માં એમ કહ્યું છે કે કોઈ ની પંચાયત કરનાર ને સ્ત્રી નો અવતાર મળે છે…

  સેક્સ એ કાઈ ખરાબ વાત નથી પણ તેને અમુક લોકો ધાર્મિક માન્યતા સાથે જોડીને ખરાબ બનાવે છે …

  Like

 9. very good thinking………..

  ભારતમાં કામદેવ એકજ એવા દેવ છે કે જેની પૂજા અન્ય દેવોની જેમ કરવામાં આવતી નથી.ભારતીય લોકો વેલેનટીન્સ દિન (Valentine’s Day) ઉજવે છે.શું આ દિવસને કામાદેવાધિન દિન તરીકે ન ઉજવી શકાય?

  દેવદાસી પ્રથા વિષે અંગ્રેજીમાં વાંચો.
  http://en.wikipedia.org/wiki/Devadasi
  http://en.wikipedia.org/wiki/Kama_Sutra
  http://www.sacred-texts.com/sex/kama/index.htm

  ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……

  GUJARAT PLUS…
  http://kenpatel.wordpress.com/

  Like

 10. bus and train ma thata anubhavo ni khabar amara jevi girls and even married women mate bahuj kharab hoy 6… and agar jo tame virodh na kari sako aetla gabhru hov to samjvu ke jya sudhi tame utro nahi tya sudhi tamare sahan karvu padshe..

  and pehla na 4 ashram na niyam vicharine j banavaya hata … bhagvan manu ae badhu vichari ne j karelu… pan aaj na kehvata ketlak religion ke panth ae aene mari machodi ne brahmcharya ni pathari phervi nakhi… 9,11,13 year na child ne diksha aapvano shu matlab, jene haji diksha no matlab pan nathi khabar, and tyar bad thoda samay pachi sadhu na vesh ma ek hevan bani jay.. and agar jo tame aa sansar chhodi j didho hoy tamne gruhasthashram sathe koi leva deva na hoy to aa ladies na face na jovanu natak shena mate?
  that means u cann’t control on ur feelings…. \

  aa devdasi pratha haji pan maharashtra na chhevada na villeges and south ma mahad anshe thay 6 jya parents jate potani daughter ne prabhu seva na bahane kehvata pakhndi and dhutara o ne havale kari aave chhe…

  dharm ma mano , bhagvan ma pan mano pan kyarey koi manas ne bhagvan na banavo… vishwas and andhvishwas no farak to rehvoj joiae ne…. pan ketlak religion and panth ma to bhagwan baju ae rahi jay and sawami , guru , bapu… havi thai jay..

  Like

  1. ap sacha chho, fakt dharm j sukam? ajni tv ad, sirial pan ataloj bhag bhajave chhe.barabarne? BAVA ATLE?TAME ANO ARTH JANO CHHO?AA BADHI PRATHAO HINDU DHARMAMA RAJPURIHITO A POTANU ADHIPATYA{POWER ON SAMAJ},ANE MONEY POWER MELAVAVA DAN PUNYA NI DANTKATHO VAHETI KAREL CHHE.BAKI HAKIKAT MA BAVAO ATELE GOSWAMI /JO SANSAR CHHODI BHAGVN PRAPTI KE MANDIR NI SEVA MA CHHE TEMANE BHIKSHA NO J ADHIKAR HATO. DHAN EKTHU KARVANI MANAI CHHE.SEX KUDARAT NE AADHIN VASTU CHHE. KOI PAN HINDU GRANTH MA SEX NE TIRSKARVANI VAT NATHI,JENO TIRSKAR NE KARNE ATIREK THAI CHHE.AAVIJ RITE HAMANAJ NEWS MA HATU KE EK NUN JENE SANT NO DARRAJO MATHER TERESA PACHHI APAVA MA AVEL TENE KABUL KAREL KE MARE JYAJYA CHURCH MA BADLI THATI TYA PADRI PASE RATE JAVU PADATU HATU.HINDU DHARMAMA MULBHUT SACHA GYAN NI SAMJAN NA ABHAVE AVAS SADAO UTAPPAN THAY CHHE.LAGNI DHAMANI BABATE DUBHI HOY TO MAFI CHHAHU CHHU.

   ]

   Like

 11. બાપુ તમારી કડવી કલમ ના સત્ય અક્ષ્રરો વાંચી ને મન દ્રવી ઉઠે છે, ભારત દેશ માં આ બધું ચાલ્યું આવે છે ને ચાલતું રહેશે,મારા તમારા કે આપણા મિત્રો જેવા ૨૦૦-૫૦૦ લોકો નો સમૂહ કોઈ પરિણામ લાવી શકે તેવી શક્યતા નહીવત છે, આપણે આપણા ઉકાળા ઠાલવ્યે રાખવા ના, અને મન મનાવી લેવું રહ્યું, લોકો ને ધર્મ ના નામે તકલીફો સહેવી ફાવી ગઈ છે. અને તે એક ફેશન હોય તેવી માનસિકતા પ્રસરી ચુકી છે,લોકો ને જે આસાની થી મળે છે તેની કોઈ કીમત નથી, પણ જ્યાં હેરાનગતિ અને તકલીફો સહેવી પડે છે ત્યાજ ભીડ થતી જોવા મળે છે,આજે આપણા જેવા વિચાર ધરાવતા લોકો ને ધર્મપ્રેમી લોકો તો “ગાંડા” નું લેબલ તુરત લગાવી આપે છે, લોકો ને ખબર નથી કે ધાર્મિક ચેનલો ના પ્રસારણો માં બાબા બોગ ભારી ઓ ભરી ને રૂપિયા આપી ચાન્સ લેતા હોય છે, અમુક ચેનલો માં તો તેઓનું મૂડી રોકાણ પણ હોય શકે છે, અહી લોકો ને છાસ લેવા જવું છે અને દોણી સંતાડવી છે, કડવું સત્ય કોઈ ને સ્વીકારવું નથી અને આમ ને આમ દેશ ને ધર્મ ના નામે અધોગતિ ની ખાડ માં ધકેલી દેવો છે

  Like

 12. JO AVA KURIVAJO MATHI NIKALAVU HOY TO BAVAONE CHHODI PRATHAM SACHU SHU CHHE?MULBHUT DHARM SHU CHHE?TENA MATE KOE HINDU BACHHO MAHENAT KARVA TAIYAR CHHE?BADHANE AGESE CHHALI ATI HAI,VAGAR MAHENATE BHAGAVAN NE MALAVU CHHE .ETALEJ TO AVA BABA , SACHU GYAN APAVANE BADALE FAKAT NIYAMO J KAHE CHHE.ANE DUNIYA NA TAMAM SUKH MELAVE CHHE.KON KAHE CHHE KAMDEV NI PUJA NATHI THATI/GARMA PUCHHOTO KHARA?LALAJI MAHARAJ NE EK PAN SEVAKE JAR KARM KEM ANE SHUKAM ? EVO SAVAL PUCHHAVANI HIMMAT KARI CHHE?FAKT MAHARAJ SRIONE KE BAVAO NE DOSH DEVA NO./AAAPNI PAN ETALI J BHUL KHARINE?

  Like

 13. ક્રાંતિકારીઓ ના હાથ માં જેમ સળગતી મશાલો હતી..તેવું જ તમારા બ્લોગ્સ ના વિષયો નું છે.હંમેશા સળગતા અને પેચીદા પ્રશ્નો ની રજુઆત્..નર અને માદા અને તેના દ્વારા થતી સમ્ભોગ ક્રિયા થી જ આ સંસાર નો વ્યાપ વધ્યો છે અને તે પ્રક્રિયા અવિરત ચાલુ જ છે. સમ્ભોગ જે જીવન ની એક જરૂરી પ્રક્રિયા છે. પણ આપણા કર્મકાંડ અને ધાર્મિક રીવાજો માં આ વિષય પરત્વે પણ જુદી જુદી માન્યતા ઓ ઠોકી બેસાડવા માં આવેલી છે અને તેમાં પણ પાપ પુણ્ય ના ત્રાજવા ગોઠવી દેવાયા છે. પણ તે બધું આમ લોકો માટે છે. ધર્મધુરંધરો માટે નહિ ! વેદો, કથા ઓ માં પણ દેવતા ઓ દ્વારા પરસ્ત્રીગમન ના અને તેના થાકી શ્રાપિત થયા ના કિસ્સા ઓ મોજુદ છે.હવે વાત રહી તેને ભોગવવા ની તો એટલું કહી શકાય કે એક બીજા ની ઈચ્છા ઓ થી જે મિલન થતું હોય તે થવા દેવું જોઈએ.બન્ને પાત્રો માં સમ આકર્ષણ હોય તો તેમાં ખોટું શું છે? પણ હા તેમાં એકબીજા પ્રત્યે ની વફાદારી હોવી જરૂરી છે. સાચું કહીએ તો કોઈ વ્યક્તિ બ્રહ્મચર્ય નો દાવો કરી શકે પણ તેનું પાલન કરવું અસંભવ જ છે. માત્ર દેખાવ કરી શકે.

  Like

 14. તમે કૃષ્ણ નો વસ્ત્ર ચોરવાનો પ્રંસંગ કહ્યો તે સાચો ના જ હોય પણ જો કદાચ સાચો હોય તો પણ શ્રી કૃષ્ણ એ ૧૪ વરસ ની ઉમરે તો કંસ ને માર્યો હતો એટલે આ બધા પ્રસંગ defiantly કૃષ્ણ ૧૪ વરસ કરતા ઓછી ઉમરના હોય ત્યારે બન્યા હોવા જોઈએ means કે અત્યાર ના 7th માં study કરતા બાળકો જેટલી ઉમરે તો શું એવડા નાના છોકરા ના મગજ એ હદે વિકૃત હોઈ શકે??? એમાં માત્ર મજાક ની નિર્દોષ ભાવના જ હોય ને!! અને અર્લી પ્યુબર્ટી ની સમસ્યા તો છેલ્લા ૧૫ વરસ થી જ ઉભરી આવી છે એટલે એનો તો કોઈ સવાલ જ નથી.

  Like

  1. દિગુભા મારું પણ એજ કહેવું છે. અર્લી પ્યુબર્ટી હમણાંથી આવી છે. અરે મારી પેઢીમાં પણ નહોતી. એટલે કૃશ્ન્નાનામે લોકોએ ચરી જ ખાધું છે. આપનો ખૂબ ખૂબ આભાર.

   Like

 15. Totally kachara chaap article, worthless garbage. Manushya pase evu samarthya ane budhi j nathi k e bhagvan ni Divya lila o vise discuss kari sake. Bhagvan Shri Krishna na karod na karod na karod na ansh mathi kamdev pragat thai che. Manushya ne banavya bhagvane ane e pa6a eni Gopio sathe ni lila ne vakhode. Sense j nathi..

  Like

   1. Raolji,,
    આવા Shree Radhe type ના યેજ આ દેશ ની ખોર ખોદી છે…બુધ્ધિ ના લઢ જાન માં કોઈ જાણે નઈ અને વર ની ફુઈ હું….

    Like

 16. ભુપેન્દ્રભાઈ નમસ્કાર
  તમે ધારો છો એવું નથી. અપવાદ ને જનરલાઈજ ન કરી શકાય. મોટા ભાગના લોકો પાસે સમય નથી મંદિર જાવાનો તો બાવાને સમય ક્યાંથી આપી શકે. છતા પણ તેઓ પોતાને ધાર્મિક સમજે છે. પોતાના ઘરમા રહેલી નાની ગણપતિની મૂર્તિને દિવો કરવાનુ પણ ભુલી જાય છે. બાકીના જે શ્રધ્ધાળુ છે એમા પણ મોટાભાગના લોકો એકબીજાના વાદે વાદે, દેખા દેખી થી મંદિર જાવાનો ક્રમ જાળવે છે. એક રિવાજ માનીને જાય છે, ભગવાન પાસે કોઇ એક્ષ્ટ્રા અપેક્ષા વગર. એમની પાસે થી કોઇ બાવો ખાટી નો જાય. એ લોકો બિકકુલ ભોળા નથી. બાકીના બેચાર ટકા હકિકતમાં નાસમજ લોકો છે. લાલચુ અને લોભી ભક્તો હોય તો પછી ધુતારા તો તૈયાર જ હોય એમને લૂટવા. અને બાવાઓ માં પણ બધા બાવા ખરાબ નથી. અપવાદરૂપ ખરાબ હોય. અને કયા ક્ષેત્રમા આ વસ્તુ નથી ? ધર્મ કેમ બાકી રહે ? બિજે બધે ચાલે પણ ધર્મ માં નો ચાલાવી લેવાય એ માનસિકતા ધર્મ પ્રત્યેના અહોભાવને કારણે છે. અહોભાવ છોડો, કોઇ તકલિફ નહી દેખાય. ધર્મ કોઇ અલૌલિક ચીજ નથી.
  સભ્યસમાજ ની રચના કરતી વખતે રાજાઓ થાકી ગયા હતા ઢોર જેવી પ્રજાને કંટ્રોલ કરતા કરતા. રાજાના કાયદા તો પ્રજા ઘોળી ને પીય જતી હતી. કેટલાક ને શુળીયે ચડાવે. અમુક પ્રજાને તો રાક્ષસ સમજી એનું નિકંદન કાઢી નાખ્યુ. કંટાળીને ધરમ નામનો કિમિયો શોધી કાઢ્યો. પ્રજા ને એવી કોઇ વસ્તુ થી ડરાવી અને એવા નિયમો બનાવ્યા જેથી સમાજ શાન્તિથી જીવી શકે. ભલે એ વસ્તુને આપડે ભગવાન કહીએ, પણ એ મૂળમાં થી વસ્તુ ખોટી હતી. ભગવાન ખોટા પણ નિયમોં તો સાચા હતા, એમના જમાના પ્રમાણે. ભગવાન નો ડર અને નિયમ થી માણસ સીધો ચાલવા લાગ્યો. જબરદસ્તિની નૈતિકતા, પણ માણસ નૈતિક તો બન્યો. શાસન અને ધર્મ એકબીજાના પૂરક બની ગયા । બન્ને ખોટા, બન્ને ખોટા માણસો દ્વારા સંચાલિત છતાં બન્ને જરૂરી. બેમાં થી એકને હઠાવો તો અંધાધુંધી ફેલાય. લોકો ચડ્ડી ખેંચી લે એકબીજાની. ખોટી વસ્તુ પણ સમાજ માટે જરૂરી હોય એ બલિહારી જ છે.
  શાસન અને ધર્મનો વિરોધ એની અસરકર્તા ઓછી કરે છે.

  આજ ના વિદ્વાનો સમજી લે છે કે હવે આપંડે બધુ જાણી લીધું છે. સમાજમા કેમ રહેવું ખબર છે. ધર્મ પાસે ઉછીની નૈતિકતાની જરૂર નથી. આપડી પાછળ પોલિસને ભાગવું નથી પડતું એ મોટી સાબીતી છે.પણ આ લોકોએ સમજી લેવું જોઈએ કે ભારતિય સમાજમાં તમારા જેવા લોકોની ટકાવારી ખૂબ જ ઓછી છે.મોટાભાગના લોકો જાહિલ જ છે. એમને હજી બીજા ૧૦૦ વરસ ડોજ પાવો પડે એમ છે.
  ધર્મને વધુ અસરકારક બનાવા માટે ગ્રન્થો લખાયા. લખાયેલી વાતો બાલવાર્તા જેવી. મૂળ પકડો તો છેડો નો મળે, છેડો મળે તો મુળ નો મળે. ગપ ગોળાથી ગગન ગજાવી દે.આજે આપણ ને ન ગમે એવી અનેક વાતો છે. પણ આજે આપણે સમજી લેવું જોઈએ કે એ આપણા માટે નહોતુ લખાયુ. અભણ અને ઢોર જેવી જનતાને આ જાતનું લખાણ જ સમજાય. અને આપણે માની બેઠા છીએ એવા એ વિદ્વાનો નહોતા. બધા નોન મેટ્રિક હતા. સંસ્કુત એમની ભાષા હતી. સંસ્ક્રુતમાં લખ્યુ એટલે ખોટા અહોભાવની જરૂરત નથી. આજ નો કોઇ પણ ભુપેન્દ્રભાઈ એ વખતના વાલ્મિકી કરતા ચડિયાતો છે. રામાયણ ફરીથી લખવાનુ થાય તો સારી રીતે લોકોના મગજમાં બેસી શકે એ રીતી લખી શકે.
  શાસ્ત્રના કોઇ વિવાદિત પ્રસંગને લિધે શાસ્ત્રની મજાક ન ઉડાવી શકાય. એને ડિલેટ કે એડિટ કરવાની સલાહ આપી શકાય. ધર્મ તો અપડેટ થતો રહેવો જોઈએ.
  કાઠિયાવાડીમા એક મિઠી ગાળ છે.” સારીનો થા મા.” કોઇ મિત્ર હોંસિયારી મારતો હોય તો આ ગાળ ખાય. એનો મતલબ છે સારી માતાનો પુત્ર નહી બની જા. લોકો ગાંધીજી ને પણ નહોતા છોડતા. “સારીનો થ્યો તો મર્યો. પાકિસ્તાનનુ હુકામ તાણતો થો ? ”
  મિત્રો
  હિન્દુ ધર્મે હિન્દુઓને સારીના બનાવી દિધા છે. આત્મરક્ષા તો શિખવી જ નથી. ભારત માં તો ધણા ધર્મો છે પણ હિન્દુજ બધાને ખુંચે છે. સહુ કોઇ ટપલી મારીને જતા રહે છે.
  હિન્દુ અને મુસ્લિમ ધર્મ ની વચ્ચે એક નાન્યતર ધર્મ વિકસ્યો છે, ધર્મનિર્પેક્ષ. હિન્દુ જરાક હલે કે આ નાન્યતરો ટુટી પડે. ગજરાત ને તો આખા ભારત થી અલગ કરી નાખ્યુ છે. હિન્દુઓ સારીના નો હોત તો આ દશા હોત ?

  મહેન્દ્રભાઈ, આપણે બન્ને એમ.એસ માંથી નિકળેલા. તમે કોમર્સ માંથી અને હું સુરસાગરના કિનારેથી.(મ્યુજિક કોલેજ). બે ત્રણ વરસ આધા પાછા. પણ વિચારોમાં બહુ ફરક. ખેર, આનુ નામ જ કુરુક્ષેત્ર.

  Like

  1. ભાઈ સારીના બનીએ તો લોકો મારી જાય એમાં વાંક આપણો પોતાનો પહેલો. અને આ ભારતનો ધર્મનિરપેક્ષ તો પૂર્વગ્રહો વડે ભરેલો છે. એના વિષે મેં એક આખો લેખ ફેસબુકમાં મુકેલો છે. એને મન હિંદુને ગાળ દેવી અને મુસલમાનનો પક્ષ ખેંચવો તેનું નામ સેક્યુલર.

   Like

   1. ભુપેન્દ્રભાઈ નમસ્કાર
    તમારી વાત સાચી છે. વાંક આપણો જ છે. સારીનો એટલે ઓવર શરીફ. ધર્મોએ જ બનાવ્યા છે. મહાવીર અને બુધ્ધે તો ડાટ વાળી દિધો.
    મેં ક્યાંક વાચું કે મોરારીબાપુને અમુક ધાર્મિક પ્રસંગ પસંદ નથી. આપણે આવા બાપૂઓને પ્રેરિત કરી શકીએ કે આપ ધાર્મિક પુસ્તકો ખરીદો છો એ પબ્લિશરો બીજી કે ત્રીજી કક્ષાના છે. સારા પબ્લિશરો પાસે છપાવો અને બધી ખરાબ વાતો ખાઢી નખાવો. ભક્તો ને પણ પસંદ નથી. ત્રીજી કક્ષાના બ્લોગ પર જઈને જોઈએ તો હિન્દુ, મુસ્લીમ અને આંબેડકરવાદીઓ એકબીજાને ગાળોનો વરસાદ બોલાવે છે, એકબીજાના ધાર્મિક પસંગોને લઈને. બધાએ પોત પોતાની ખરાબી સુધારી લેવાની જરૂર છે.
    ધર્મનિરપેક્ષતા તો ૫૦૦ વરસ જુની છે. નરસિંહ મહેતાના વર્તન માં અને ગંગા સતિના ભજનમાં સાફ દેખાઈ આવે છે. સમાજ માં હોય તોજ ભજનમાં આવે. ગંગા સતિને કોઈ સપનું ના આવે. અત્યારની છે એ પોલિટિક્સ પ્રેરિત છે. બધાને બધાડવા માટેની છે.

    Like

 17. મે ઉપરની કોમેંટ નહોતી વાંચી. તમે જોયું હજી આ લોકોને કેટલા વરસ ડોજ આપવો પડશે. સાપને કરંડિયામાંથી બહાર કાઢવા જેવી હાલત થાય.

  Like

  1. Dharm pramane karm hova joiye ene badle loko e karm pramane dharm kari nakhyo che enu best example Bharodiya Bhai e apyu ahi..

   Like

 18. .આ બધા કોઈ સનાતન ધર્મો નથી.આશરે ૫૦૦ વર્ષ પહેલા ફૂટી નીકળેલા ભારતીયોને કાયર બનાવતાને માનસિકતા વિકૃત કરી નાખનારા વાડાઓ માત્ર જ છે.જોકે એમના મૂળ સ્થાપકોની દાનત સારી હશે.પાછળ થનારી ગરબડો નો એમને કદાચ અંદાઝ પણ નહિ હોય.એટલે જ ગુરુ ગોવિંદસિંહે ગ્રંથ સાહેબને ગુરુ બનાવી પોતાના જાતેજ ગુરુપ્રથાનો અંત આણી દીધો.અને શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપી અકુદરતી બ્રહ્મચર્યના કોન્સેપ્ટ ને જ રદ કરી દીધો.

  Like

  1. ભાઈ ખૂબ ખૂબ આભાર પણ મારા જ વાક્યો કોમેન્ટમાં લખવાનો શું અર્થ? આપનું કઈ લખો તો મજા આવે.

   Like

 19. ખૂબ જ રોચક લેખ છે.
  આપ સેક્સ કે બ્રહ્મચર્ય વિષે છે મુક્તપણે લખો છો તેમાથી ઘણુ જાણવા મળે છે.

  Like

 20. એડ્સ અને એહ.આઈ .વી. ની ટકાવારી ભારતમાં સહુથી વધુ છે, અને વિશ્વની ટકાવારી ના પ્રમાણમાં વધુ છે. ફક્ત આ બાબતની ચિંતા નું પ્રમાણ વિશ્વમાં છે તેનાથી ઘણું ઓછું છે. બળાત્કાર અને છેડતી ના પ્રમાણની વાતત કરીએ, તો કહેવામાં આવે છે કે અમેરિકામાં રેપ ખુબ થાય છે, આંકડા બોલે છે. પરંતુ હકીકત સ્વીકારવામાં આવતી નથી કે અમેરિકામાં થતા ગુન્હાના ૯૯ટકા ગુન્હા પોલીસના ચોપડે નોંધાય છે, જયારે દેશમાં તેટલા ટકા કિસ્સાઓ નોંધાતા જ નથી.
  ધર્મની વાત નહિ કરું કારણ કે પૂરી જાણકારી નથી. દુનિયામાં આપણે શ્રેષ્ઠ છીએ, સુસંસ્કૃત છીએ, દેશની બહાર કોઈ સંસ્કૃતિ જ નથી અને જે છે તે બધી વિકૃતિઓ જ છે. અને આવી ગ્રંથીઓથી આપણે પીડાઈ રહ્યા છીએ, તે કોણ અને કોને કહે? ભુપેન્દ્રભાઈ, આપના વિચારોને જે અક્ષરદેહ આપ્યો છે તે સુંદર છે.

  Like

 21. આવો અનુભવ ઘણી વાર થયો છે સાહેબ… અને લીધે જ દીકરીઓ ને બહાર જવા આવવાની જલ્દી થી છૂટ નથી મળતી… માતા પિતા ને દીકરી પર તો પૂરો વિશ્વાસ છે જ….. પણ સામેના લોકો પર નથી….બાવાશ્રીઓ અને મહારાજ્શ્રીઓ ની ઘણી વાતો સાંભળી છે……… પણ ધર્મ પ્રધાન દેશ ના લોકો ને પાડોશી ના છોકરા પર વિશ્વાસ ન હોય પણ પેલા બાવાશ્રી ની આજ્ઞા ને તો માથે ચડાવે…. ભલે દીકરી કે વહુ હેરાન થાય પણ પેલો બ્રહ્મસંબંધ તો લેવડાવે જ……..

  Like

 22. ખુબ સરસ લેખ! તમે જે લખ્યું એ ‘સ્ત્રી’શબ્દ ઉમેરવાની બાબત જાણું છું..કોઈ વાત કે શબ્દ અયોગ્ય નહિ..ધર્મના નામે કહેવાતા સંતો ”સગવડતા”ઉભી કરી લે છે….લોકો પણ જબરા દોષમાં ગણાય..લોકો ‘ધર્મ’માં નામે ગમે તે કરી શકે!

  Like

 23. લેખ લખનાર મિત્ર બધી સાંભળેલી અને અફવા ઉડાડેલી વાતો નો વિશ્વાસ કરે છે…..લેખક વિવાદાસ્પદ વિષયો ના કારક છે ….. ચટપટી વાતો લખવી ગમતી હોઈ તો એડલ્ટ મેગેઝીન માં લખો …તમારા લેખક અને પત્રકાર બ્લેકમેલારયા છે…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s