દ્રૌપદીને ૯૯૯ સાડીઓ, મૂર્તિએ દૂધ પીધું….

     *અમારા ન્યુ જર્સીમાં “તિરંગા ઇન ન્યુ જર્સી” નામનું એક સાપ્તાહિક ફ્રીમાં મળે છે. એમાં એક લેખ વાચ્યો. આમાં હું કોઈ તિરંગાની ટીકા કરવા નથી માંગતો. લેખમાં વાચ્યું કે નામદેવ વિઠ્ઠલને દૂધ પીવડાવે છે. વિઠ્ઠલની મૂર્તિ દૂધ પીવે ને પછી એ મૂર્તિ નામદેવને પણ દૂધ પીવડાવે છે. આજના જમાનામાં અને તે પણ અમેરિકામાં આવું બધું લખવાનું, મતલબ અહી આવ્યા પછી પણ ભારતીયોની માનસિકતા હજુ  બદલાઈ નથી. વર્ષો પહેલા અહી આવેલા ભારતીયો તો હાલના ભારતમાં રહેલા ભારતના લોકો કરતા પણ પછાત છે. ખાલી પૈસો વધ્યો છે. હાલના ભારતીયોને શરમ આવે એટલી હદે અહીના અમરીકન ભારતીયો અંધ શ્રદ્ધાળુ છે. એટલે તો બધા જ ધર્મોનાં કહેવાતા ઠેકેદારો   અહી દોટ મુકે છે. અહી મંદિરો બનાવી મબલખ કમાણી કરે છે.
      *બીજું આ લેખમાં વાંચ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું તો બધી રાણીઓ પાટા માટે દોડા દોડી કરવા લાગી પણ દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી પાટો બાંધી દીધો. ભગવાને પછી પાટો ખોલી એના તાર ગણ્યા તો ૯૯૯ થયા. ભગવાન ત્યારથી જ ચિંતામાં હતા કે આ ઋણ ક્યારે ચુકવવું. આટલી બધી સાડીઓની વ્યવસ્થા માટે ક્યાં જઈશું? હવે પાછું અમદાવાદમાં મિલો પણ બંધ થઇ ગઈ છે. પેલો નારદ કહેતો હતો કે હવે સુરત સાડીઓ માટે ફેમસ થઇ ગયું છે. સુરત જ જવું પડશે. કોઈ હોલસેલના વેપારીને પકડીશું તો ઓછા ભાવે મળી જશે. અને ભગવાનની ચિંતા દુ:સાશને દુર કરી દીધી. ભગવાને ૯૯૯ સાડીઓ પહેરાવી દીધીને. દ્રૌપદીએ આભાર માન્યો તો કહ્યું કે એમાં શું થયું, આતો ઋણમાંથી મુક્ત થયો. હસવું એ વાતનું આવ્યું કે હું પોતે પણ નાનપણમાં જોએલા મુવીની અસરમાં લાંબો સમય એવું જ માનતો હતો કે ભગવાને સાડીઓ પહેરાવી હશે. ખોટી વાર્તાઓની અસર કેટલી બધી હોય છે. એમાય બાળકોના કુમળા મન ઉપર તો આ બધી વાતો જડાઈ જાય છે.
       *ફિલ્મોને ટીવીમાં દેખાડતા રેશમના જરિયન જામા ત્યારે ક્યાંથી હશે? રેશમની શોધ તો ચીનમાં થએલી. ભારતે કોટન કપડા બનાવી એને ભડકીલા રંગ ચડાવવાનું દુનિયા માં સૌ પ્રથમ શરુ કરેલું પણ ક્યારે? રામાયણ અને મહાભારત કાલમાં ચર્મના અને કંતાનના કપડા પહેરાતાં હતા. હરણના શિકાર થતા ને એના ચામડાના વસ્ત્રો પહેરતા. માંસ ખાવામાં વપરાતું ને ચામડું પહેરવામાં વપરાતું. સીતાજીને પણ સોનેરી ટપકા ધરાવતા હરણના ચર્મના વસ્ત્રો પ્રિય હતા.
       *બીજું ભગવાનને જાણે ઋણ માંથી મુક્ત થવાની ચિંતા વધારે લાગી. હવે એ ૯૯૯ સાડીઓ કયા જથ્થાબંધ માર્કેટમાંથી લાવ્યા હશે? બીજું સાડીઓ ખેંચતો હશે દુશાસન ત્યારે ક્લોક્વાઈજ ફરતા દ્રૌપદીને એન્ટી ક્લોક્વાઈજ સાડીઓ ભગવાને કઈ રીતે પહેરાવી હશે? ઘણા મહાભારત કાલ ને કલ્પના ગણાવે છે. એ પણ સત્ય નથી. માઈકલ વુડની સ્ટોરી ઓફ ઇન્ડિયા જુવો તો હસ્તિનાપુરના બાધકામના અતિ પ્રાચીન અવશેષો બતાવે છે, જમુના નદીએ વહેણ બદલાતા હસ્તિનાપુર નાશ પામ્યું હતું. બીજો પુરાવો દ્વારકાનો છે. અસલ દ્વારકા હિમયુગ પૂરો થતા દરિયાના પાણી ઊંચા આવતા દરિયામાં ડૂબી ગઈ છે. પુરાતત્વ ખાતું એ જમાનાની વસ્તુઓ ઊંડા દરિયામાંથી ખોળી લાવ્યું છે. શ્રી કૃષ્ણને  થયે ૫૦૦૦ વર્ષ થયા. ધોળાવીરા પણ એટલું જ જુનું છે. આખું સીટી કચ્છમાંથી મળ્યું છે.
         *વાર્તાઓ સ્થળને કાલ પ્રમાણે કહેવાય તો સારું. કાલ કૃષ્ણનો ને સાડીઓ સુરતની જરા અજુગતું લાગે છે. થયું એવું હશે કે કૃષ્ણ દ્રૌપદીને બહેન માનતા હતા. બહેનનું રક્ષણ કરવું ભાઈની ફરજ છે. જયારે દ્રૌપદીના વસ્ત્રાહરણનો કારસો રચાયો હશે ત્યારે કૃષ્ણ હસ્તિનાપુરમાં બીજે ક્યાંક બેઠા હશે. ગમે તેના દ્વારા એમને આ સમાચાર મળી ગયા હશે. અને એ દોડતા સભામાં આવી પહોચ્યા હશે. કૃષ્ણ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા બળવાન પુરુષ હતા. એમનો ખુબ પ્રભાવ હતો. લોકો ડરતા પણ હશે. એમની પાસે એમની પોતાની શોધ એવું એક કાતિલ શસ્ત્ર હતું સુદર્શન ચક્ર. અને બધાને આ ક્ષણમાં હણી નાખતા રહસ્યમય ચક્રની બહુજ બીક લગતી હશે. એટલે સભામાં આવી બધાને ખુબ ખખડાવ્યા હશે. ધમકી પણ આપી હશે. ખાલી કૃષ્ણની હાજરી જ વસ્ત્રાહરણ બંધ કરવા પુરતી હ્તી. કૃષ્ણની હાજરીમાં એમની માનેલી બહેનનું વસ્ત્ર હરણ કરવાની હિંમત કોઈ કરે ખરું? એમાંના સભામાં પગલા પડ્યા હશે ને બધા બકરી બે થઇ ગયા  હશે.
          વાર્તાઓ કરવામાં કવિઓને કોઈ ના પહોચે.
         *પ્રોબ્લેમ એ થાય છેકે હમેશા કાલ્પનિક કથાઓ વાર્તાઓ સાંભળી સાંભળી ને પ્રજા કલ્પનાઓ માંથી વાસ્તવિક ધરતી પર આવતી જ નથી. કશું પણ થાય તો વિચારશે કે કોઈ કૃષ્ણ આવીને ચીર પૂરી જશે. જાતે સામનો કરવાની હિંમત જુટાવસે જ નહિ.

23 thoughts on “દ્રૌપદીને ૯૯૯ સાડીઓ, મૂર્તિએ દૂધ પીધું….”

  1. sav sachi vat che aavi khoti wato jo sachi rite raju karwama ave to sachi samaj ave .purani kathao samajni samaj mate che emne germarge lawa mate nai

    Like

  2. I would like to mention here .. Mahabharat is very old epic before 5000 years ago… If you go to the culture we found from Harappa and mohenjo – daro.. you can see the toilets ( US style) and gutter system… everything was so scientific.. so I would say .. we lost the culture before 5000 yrs ago. and what you are talking about is .. the facility which we just invented few years back…worldwide.. but archeologist found dwarka, ram setu ( NASA), ravana’s lanka ( Shree lanka)… if those evidence is still present then we should trust old epic mahabharata written by Vyas muni….
    our vedic culture is so scientific…

    Like

    1. બહેન બિંદીયા,
      પહેલી વાર અમારા બ્લોગ પર પધાર્યા છો માટે ખુબ ખુબ આભાર.મહાભારત જુનું કે મોહેજો ડેરો જુનું?અમે મહાભારત સમય નહતો એવું તો કહ્યું જ નથી.કહેવાનો મતલબ એવો હતો કે તે સમયે સાડીઓ ક્યાંથી આવી?આપે અમારા બધા લેખ વાચ્યા નથી લાગતાં.હરપ્પા ને મોહેજો ગયા પાકિસ્તાન માં.તો હવે ચાલો ધોળાવીરા કચ્છ માં આપે કહ્યું તે બધું જ એમાં છે.મોટું શહેર હતું.એના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવેલા.હિમયુગ પૂરો થયો ને દ્વારકા ડૂબી છે.એના પાકા પુરાવા છે જ.સવાલ છે ફક્ત સાડીઓ નો તે તો ચંદ્રગુપ્ત ની રાણી હેલન જે ગ્રીસ ની હતી,સિકંદર ના સરદાર સેલ્યુકસ ની દીકરી હતી તેણે સાડી ની શોધ કરી હતી.તે પહેલા કોઈ સાડી હતી નહિ.

      Liked by 1 person

  3. ઘણો સારો લેખ છે. વર્ષો પહેલાં વાંચવા મળ્યું હતું કે મહાભારતમાં કૄષ્ણે અર્જુનને દ્વારકા જઈને બધાં સ્ત્રી-બાળકોને લઈ આવવા કહ્યું કેમ કે દ્વારકા ડૂબી જવાની હતી. આવી જ ઘટના ઇરાનમાં પણ બની હતી અને ત્યાં પણ સમુદ્રની સપાટી ઊંચે આવી ગઈ હતી. એ સ્થળ દ્વારકાની લાઇનમાં છે.આ હટના ૩૨૦૦-૩૩૦૦ વર્ષ જૂની છે. એટલે દ્વારકા ડૂબી ગઈ હોવાના પુરાવા છે. પણ આ હિસાબે મહાભારતનો કાળ આટલો જૂનો થયો.પાંચ હજાર વર્ષ નહીં. પુરાતત્વની શોધ દરમિયાન “પેન્ટેડ ગ્રે વેર” PGW મળે છે જે મહાભારત કાળનાં મનાય છે. એનો સમય હડપ્પા કલ્ચર પછીનો છે. જે ચોથી દ્વારકા સમુદ્રમાંથી મળી છે તેમાં પણ રોમન શૈલીના મોટા પીપ પણ
    મળ્યા છે, જેનો ઉપયોગ દારૂ રાખવા માટે રોમમાં થતો. યાદવાસ્થળી યાદ કરો. એટલે દ્વારકા બંદરેથી વેપાર પણ થતો અને દ્થ્તવારકા બહુ સમૃદ્ધ નગરી હતી. એક વાત આપણે ન ભૂલવી જોઇએ કે મહાભારતમાં વખતોવખત ઘણા ઉમેરા થયા છે, એટલે એક ઘટના એક કાળની હોય અને બીજી ઘટના અન્ય કાળની હોય એ શક્ય છે. મૂળ જય રચિત ‘ભારત. માત્ર આઠ હજાર શ્લોકોનું હતું.
    કૃષ્ણે ૯૯૯ સાડીઓ પહેરાવી અને તે પણ ઍન્ટીક્લૉક્વાઈઝ,ઍ ગમ્યું, પણ સાચી વાત એ છે કે કૃષ્ણના નામથી જ ડરી ગયા અને દુઃશાસને સાડી ખેંચવાનું જ મૂકીદીધું.આમ પણ ભૂપેન્દ્રસિંહ્ભાઇની વાત સાચી છે કે સાડી તો ગ્રીકો લાવ્યા. મહાભારતનો આ અંશ પણ એ પછીના સમયમાં ઉમેરાયો હશે.
    પુરાતત્વવિદ ડૉ. હસમુખ સાંકળિયાનું નાનું પુસ્તક “રામાયણ’ વાંચવા જેવું છે. ગુજરાતીમાં જ છે, એમાં ઘણા તાર્કિક ખુલાસા છે.

    Liked by 1 person

    1. ખુબ આભાર.એ હિસાબે સાડી એ ભારતીય નહિ પણ યુરોપ અથવા ગ્રીક નો પોષાક છે.એટલે વેસ્ટર્ન કલ્ચર આપણે વર્ષો થી અપનાવતા આવ્યા છીએ.

      Liked by 1 person

  4. Dear Bhupendraji I am a Regular FB user and reading all most ALL u r posts/shares and EVEN comments too…..
    This particular post too is an EYE-Opner if read without any Prejudice mind and as an Individual immpartial Reader/FB Fen…
    I wish more and More such posts from u in Future too..
    God Bless u ..
    Jay shree Krishna ( oha here too “Krishna”!!!!)…
    Sanatbhai Dave ( Findlay ohio USA…)

    Like

  5. ભાઈશ્રી દીપક ધોળકિયાની વાત સાચી છે.મહાભારતનો ઘણો ખરો ભાગ ક્ષેપક છે.સમયાંતરે પાછળથી ઉમેરાયેલો છે.એટલે જે તે સમયકાળની બાબતોમાં વિરોધાભાસ દેખાય છે.એ જ રીતે રામાયણમાં ‘લવ-કુશ’ની કથા પણ ક્ષેપક છે.એટલે સીતા-ત્યાગ ને લઈને શ્રી રામને અપરાધી ગણતી આખી વાત લોકોક્તિઓમાં -દંતકથાઓમાં ગવાતી હશે જે કાળ- ક્રમે રામાયણ માં સામેલ થઇ હશે.રામાયણ-મહાભારતના સમયમાં ‘સાડી’નહિ હોય એ માની શકાય એવી વાત છે,પણ સુતરાઉ કે અન્ય વસ્ત્રોનું અસ્તિત્વ તો હશે જ,કારણ કે કૃષિ અને વૈજ્ઞાનિક રીતે પણ ઘણી વિકસિત સંસ્કૃતિનો એ સમય હતો.સીતાજીએ સોનેરી મૃગના ચામડાની હઠ એટલા માટે કરી કે એમણે નિષ્ઠા-પૂર્વક વનવાસી જીવન સ્વીકારેલું.એટલે નગરમાં પહેરાતાં વસ્ત્રો ને બદલે વલ્કલ (વૃક્ષની છાલ,ચામડું,પાન આદિ)પહેરતા.

    Like

  6. દિપકભાઇની જેમ તર્કબધ્ધ વાતો હોય જે આપણને વિચાર કરવાનું ભાથું આપે તે ગમે છે પરંતુ ……તમારા વિચારોને ખંડનાત્મક દ્રષ્ટી થી જોઇને વિચાર્યા વગર ચાલુ ગાડીએ ચડી જવા વાળા લોકો એફ઼.બી. પર બહુ જોવા મળે છે….. પુરાણની કોઇવાત જલ્દીથી ગળે ઉતરે તેવી ન હોય તો તે વાસ્તવમાં શું હોઇ શકે તે લાઇન પર વિચાર થવો જોઇએ…. માત્ર વાર્તાઓનું આયુષ્ય આટલા બધા વર્ષો ન હોઇ શકે…. કાંઇક હશે જે આપણને કન્વીન્સીંગ રીતે રજુ નથી થતું તે ચોક્કસ… પણ એ બધું જ આધાર વગર લખાયું તે માનવા માટે મન નથી માનતું…. દ્વીધાઓ ચોક્કસ છે… પણ માત્ર ખંડનથી ભાવી પેઢીને સામાજીક વારસાથી દૂર કરવાનું પાપ ( પાછો અણગમતો શબ્દ ) ન થાય તે પણ જોવું જોઇએ….

    Like

    1. શ્રી ધીરેનભાઇ અને શ્રી અરવિંદભાઈનો આભાર. આપણને વારસામાં મળેલી કથાઓમાં કશું જ વજૂદ નથી એમ કહેવું તરક્નો તો ખોટું જ છે. થયું એવું છે (અને થતું એવું હોય છે) કે કથાઓ પણ, અફવાઓની જેમ ચગતી જાય છે. આ સ્થિતિમાં તર્કનો દોર પકડીએ તો જ થાય.

      વળી, હજી માત્ર ૧૫૦૦ વર્ષ પહેલાં સુધીનો સમય એવો હતો કે જેમાં સામાજિક સમસ્યાઓ અને સંબંધો માત્ર ધર્મની ભાષામાં જ વ્યક્ત થતા હતા. સૌથી છેલ્લે,વિશ્વવ્યાપી નવો ધર્મ મહંમદ પયગંબરે ૧૫૦૦ વર્ષ પહેલાં સ્થાપ્યો. પરંતુ તે પછી માત્ર ધર્મ પ્રચારકો આવ્યા, ભાષ્યકારો આવ્યા! આ વાત બધા જ ધર્મોને લાગુ પડે છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનોમાં પણ માત્ર ભાષ્યકાર થયા. આ વિશ્વવ્યાપી ઘટના છે.

      આપણા દેશમાં શંકરાચાર્ય વગેરે થયા તે કઈં કથાકાર નહોતા! પરંતુ શાસ્ત્રાર્થની પરંપરા નબળી પડતાં પુરાણો અને કથાઓનું જોર વધું. ભક્તિ માર્ગમાં તો બધું માની લેવાનું જરૂરી મનાય છે. આમ કથાઓનો વિસ્તાર થયા કરે એ સમજી શકાય એવું છે. તક મળે ત્યારે નીરક્ષીર ન્યાયનો રસ્તો અજમાવી જોવો જોઈએ.

      Like

    2. we live long is true today too as simple formula when Pandava wanted to leave the world and wanted to do deh-tyag(soul leaving the body) waited to have Somvati-Amavasya day(last day of dwindling moon falling on Monday) but they did not got it in Himalaya even waiting until 1000 years and in kaliyug(present time) we get Somvati Amavasya every two times a year because the SAAP (curse) of Pandava that somavati amavasya will come so frequently but no one will know about it so even if I leave assuming one-somavati amavasya a year for 70 years of life it would be 70000 years in my opinion but are we doing Saad-Karma or not that is more for soul to realize.every day particularly on Somvati-Amavasya

      Like

  7. વ્યાસો એ મોટા મોટા કપોલ કલ્પિત કલ્પના ઓ ના ગોળા ભરી ભરી મોટા મોટા થોથા ઓ લખી કાઢ્યા, કાશ ધુતરાષ્ટ્ર વાંઢો રહ્યો હોત…સાલી આવી પ્રજા જ ઉત્પન ના થાત ! હવે જો ભગવાન ને થોડું અમસ્તું વાગ્યું અને પાટા માટે દોડાદોડી થઈ તો કદાચ ફેકચર થયું હોત તો શું થાત ? અને ભગવાન તો મરેલા ની જીવતા કરી શકે તો પોતાની આંગળી ની ઈજા રુજાવી ના શકે ? અને બાંધેલો પાટો ખોલી તેના તાર ગણવા ની એવી કઈ જરૂરત ઉભી થઈ? દુ:સાશને કદાચ ઝુમર પર લટકી વસ્ત્રાહરણ કર્યું હોવું જોઈએ..ત્યાંથી ખેચાયેલી સાડી ઓ કતારબદ્ધ ઉભેલા ૧૦૦ કૌરવો દ્વ્રારા મહેલ ના ટેરેસ બેરેસ પર ફેકાવી દીધી હશે !!! અને પેલા નારદે એક્સપ્રેસ કુરીયર દ્વારા ઘા એ ઘા સાડી ઓ મંગાવી હશે.બિચારા કૃષ્ણ ને તો પાટો મોંઘો પડ્યો ! બાપુ એક કામ કરીએ ત્યાં કયાંક જગ્યા નો ખરાબો શોધી કાઢો મને આવા તૂત કરતા આવડે છે !!! એકાદ નાનું મંદિર અને આશ્રમ થી ૫૦-૫૦ % માં ધંધો શરુ કરી દઈએ!!!ક્યારેય મંદી નહિ આવે તેની મારી ગેરંટી! વિચારી લેજો..નિવૃત્તિ પછી કરવા જેવું કામ છે!

    Like

    1. વાંક ધૃતરાષ્ટ્ર કરતાં પણ વધારે તો શાંતનુનો હતો કે જે પાછલી ઉમરે પરણવા બેઠો. મહાભારતના બધા પાત્રોએ આશ્રમ વ્યવસ્થાને અવગણીને ફક્ત વર્ણને જ મહત્વ આપ્યું હતું.

      Like

    2. પ્રિય જગદીશભાઈ,
      તમે કહો છો કે ” બાપુ એક કામ કરીએ ત્યાં કયાંક જગ્યા નો ખરાબો શોધી કાઢો મને આવા તૂત કરતા આવડે છે !!! ”

      પણ તમને ખરેખર તૂત કરતાં આવડતું હોત તો ખરાબો ન શોધત. બજારની વચ્ચોવચ્ચની જગ્યા શોધવાની વાત કરત.

      અથવા કહેત કે મને સપનું આવ્યું કે આ જગ્યાએ મૂર્તિ છે અથવા આ જગ્યાએ મૂર્તિ ગોઠવવાનો મને ભગવાને સપનામાં આદેશ આપ્યો છે!

      Like

  8. “એમાય બાળકોના કુમળા મન ઉપર તો આ બધી વાતો જડાઈ જાય છે.” કેટલાક ‘વડીલો’ પણ બાળકમન ધરાવતા હોય છે. તેઓ જ આવી બધી વાતો સહેલાઈથી માની લે છે.

    એક બીજી વાત આના પરથી સુઝી. દુ:શાસને તો વસ્ત્રાહરણ કર્યું. ભીમે પ્રતિજ્ઞા લીધી કે તે દુ:શાસનનું લોહી પીશે. દ્રૌપદીએ પણ પ્રતિજ્ઞા લીધી કે વાળ છુટ્ટા રાખીશ અને દુ:શાસનના લોહીથી બાંધીશ. કોઈ કરતાં કોઈને વિચાર ના આવ્યો કે શત્રુ ભલે ગમે તેટલો ખરાબ હોય તો પણ માનવરક્ત પીવાનું પાંડવ જેવા સારા મનુષ્યને ના શોભે તે ના જ શોભે. યુધિષ્ઠિરે તો નહીં જ પણ सम: शत्रौ च मित्रे च કહેનાર શ્રીકૃષ્ણએ પણ ભીમ ને સમજાવ્યો નહીં કે આવી પ્રતિજ્ઞા ક્રોધાવેશમાં લેતા લેવાઈ ગઈ હોય તો પણ તે તોડવી જ જોઈએ. ભીમે બંને પ્રતિજ્ઞાઓ પાળી અને પળાવી. ‘મહાન’ ઋષિ વ્યાસે પણ તેની ટીકા ન કરી. આ હકીકત આપણા સમાજ વિષે શું કહે છે?

    Liked by 1 person

  9. Bhupendra raol have to USA bhartiysanto pupari kathakaro Jyotosh baba mataji vignette ne visas aapavanu bandh kareto Saru jem modi ne visas atakavya chhe tem nahi to aava Sara desh ne pan aaloko andhshradhalu no 1. Banavo dese

    Liked by 1 person

  10. …… Bhupendrasinh … તમે જાણો તો છો કે કૃષ્ણ તે સંપૂર્ણ-પુરુષ હતા અને તે આખી વાર્તા કાલ્પનિક પણ અદ્ભુત છે …
    .
    તમે આમ કવિઓને ગાળો નાં આપો … આ બધી વાર્તા વિસ્તૃતી કાલક્રમે ઉમેરાઈ છે … ચરમ-વસ્ત્રની જગ્યાએ સાડીઓ ધીરાઈ છે … હશે પણ, હવે જો આવું બને કે કોઈ તેની સખી દ્રૌપદી ને (કુશને દ્રૌપદીને સખી માની હતી … બહેન નહિ એવું અમે માનીએ છીએ) … હા તો … જો આ જમાનામાં કોઈ પુરુષ પોતાની સખી દ્રૌપદીને 999-સાડીઓ આપે તો તેની ઘરે શું હાલત થાય? … પત્ની તેને ઘરમાં પ્રવેશવા દે ખરી? … કે 9999 સાડી માગે? … સાલું અટપટું અને ગંભીર હો … મને એમ થાય છે કે આ “રુકમણી” એ આવું ચલાવી-જ કેમ લીધું? … પર સ્ત્રીની આટલી પળોજણ કરે જે પુરુષ તેને આજની સ્ત્રી ગૃહ-પ્રવેશ કરવા દે ખરી? …
    …….
    # હવે જમાનો કેવો બદલાયો છે તે જુવો …”મહાભારત સીરીયલમાં અજાણી હિરોઈન દ્રૌપદીના રોલ માટે “કાસ્ટિંગ-કાઉચ”ની એક્ઝામ પણ આપે …કારણકે નહિ તો આટલી મહેનતથી બનાવેલું સેક્સી ફિગર જુવે કોણ? …”
    .
    ખાસ નોંધ – મુંબઈમાં પણ જે 1980-પહેલા આવ્યા છે તે ગુજરાતીઓ-મારવાડીઓની પુત્ર-વધુઓ હજુ પણ ઘૂંઘટ કાઢે છે અને તેવા-જ દેશી છે। … પરંતુ વહુઓ પાર્ટીમાં જાય ત્યારે ઘરેથી ઘૂંઘટમાં અને પાર્ટીમાં મીની-સ્કર્ટ પહેરતી હોય છે। …હવે કોણ દ્રૌપદી બનવા માટે રાહ જુવે … જાતે-જ વસ્ત્રાહરણ કરે છે ….

    Like

  11. આશ્ચર્ય એ વાતનું જ છે કે, હજી પણ વિઠ્ઠ્લજીની મુર્તિ દૂધ પીવે અને પાછી પીવડાવે પણ આવું વાહીયાત અતિક્રમણ જન માનસ ઉપર કરવું હાસ્યાસ્પદ હોવાં ઉપરાંત નિંદનીય છે.

    Like

  12. પ્રાચીન કથાઓ કોઈ વાત ને સમજાવવા ઉપમાઓ આપીને લખી હોય એવું બની શકે. કવિઓ પોતાની કલ્પનાનું તત્વ પણ તેમાં ઉમેરતા હોય છે. આ બધું વાંચો પણ જે જરૂરી હોય તે સ્વીકારો અને જે શક્ય ના લાગતું હોય તેને એવોઈડ કરવું જ હિતાવાહ છે. આજના જમાનામાં કોઈ યુવતી કૃષ્ણની પૂજા ભક્તિ કરીને એમ વિચારે કે તેની રક્ષા કૃષ્ણ કરશે એના કરતા પોતે જ માર્શલ આર્ટ શીખે કે હથિયાર ચલાવતા શીખે એ વધારે સારું છે…

    Like

  13. Ghanij saras charcha sathe comments vachine na janelu janva malyu. Itihas ek hakikat chhe, katha-vartao kalpnik chhe, je lokona manoranjan mate ane kaik anshe lokona mansne ghadvanu kam kare chhe. Kathaoma dant kathao umerati jay chhe ane hakikatonu svarup badalatu jay chhe.
    Je hoy te pan aapana lekhoma satyano rankar jarur chhe je tarkni erane kasayelo hoy chhe.

    Like

  14. 999 Sari……. Aa vaat j nathi besati
    100 chhokra ane te pan ek j Maa-Baap ni mehnat na…. Shu khata hataa ye loko (Dhutraashtra ane Gandhaari). Manu chhoo ke Nirodh jevi koi cheez ye jamanaa ma na hati, parantoo aa to Belgium Bull thi pan vadhaare paanidaar vaat thai gayi……. Mano to aapnoo ‘MahaaBhaarat’

    Biji vaat:

    વર્ષો પહેલા અહી આવેલા ભારતીયો તો હાલના ભારતમાં રહેલા ભારતના લોકો કરતા પણ પછાત છે. I have experience this. I do see huge difference in people who left India in 60-70 vs those came in after 80’s Also, those who came here viaq UK or Africa are also more in ‘closet’ then one came directly from India.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s