મારો રામ વાલીને ના મારે,ભણતર હાર્યુ ને ભજન જીત્યું.

મોરારિદાસ પ્રભુદાસ હરીયાણી ની ઓફિસિયલ વેબ્સાઈટ ખોલી “આપકી અદાલત” રજત શર્મા નો પ્રોગ્રામ જોયો.બાપુને સવાલ પૂછવામાં આવ્યો કે બાપુ તમે ભજન ના ચક્કર માં ભણતર બગાડ્યું.પ્રોગ્રામ હિન્દી માં છે.બાપુ ગર્વ થી જવાબ આપેકે ના એવું નહિ ભણતર હારી ગયું ભજન આગળ.હવે બાપુ જેવા મોટા માણસ સમાજ ને આવો સંદેશો આપે તે કેટલું વ્યાજબી છે?તો પછી ભણશે કોણ?બધા કઈ કાબેલ ના હોય ભજન કરી જીવન નિર્વાહ ચલાવવા.જયારે આખો સમાજ તમને આદર્શ માની અનુસરવા આંધળો બની ઉભો હોય ત્યારે આવું ના બોલાય.અને મુર્ખ ઓડીયન્સ તાળીઓ પાડે.બાપુએ એવું કહેવું જોઈએ કે ભાઈ મારે તો રોજીરોટીનો સવાલ હતો એટલે ભજન રામકથા કરવી પડી પણ તમે બધા ભણજો.ભણ્યા વગર ઉદ્ધાર નથી.બાપુ પોતે એમાં કબુલ કરે છે કે રોજીરોટી માટે એમણે રામકથા ત્રણ માણસો આગળ શરુ કરેલી.. હવે એક વાર આસ્થા ટીવી પર બાપુ બોલતા હતા કે મારો રામ વાલી ને નાં મારે,રામે તાડ ના ઝાડ પાછળથી છુપાઈને વાલીને મારેલો.વાલ્મીકી ખોટા,તુલસીદાસ ખોટા.એક ગુજરાતી ચેનલ પર બાપુનો ઇન્ટરવ્યું છે.શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી મર્ડર ના કેસ માં ફસેલા અને જયલલિતાએ જેલમાં પુરાવેલા એની વાત નીકળી બાપુ કહે કાયદો કાયદાનું કામ કરે પણ એક ધરમ ગુરુ પર એટલી  બધી કડકાઈ ના રાખવી જોઈએ.શંકરાચાર્ય નિર્દોષ હોય કે દોષી એ વાત બાજુ પર મુકીએ પણ મારા મતે સામાન્ય માણસ માટે કડકાઈ ના કરો તો ઠીક પણ ધરમ ગુરુ માટે તો કડક માં કડક સજા હોવી જોઈએ.કેમ કે આખો સમાજ એમનું અનુકરણ  કરવા અંધ બની ને ઉભો હોય છે.એમના દોષ તો જરા પણ ચલાવી લેવા ના જોઈએ.પૂજ્ય મોરારી બાપુ સારા માણસ છે.અસ્મિતા અને બીજા પર્વો યોજે છે.સર્વધર્મ સમભાવ માટે કામ કરે છે..ત્રણ શ્રોતાઓથી આજે બાપુ ત્રણ લાખ શ્રોતાઓ સુધી પહોચી ગયા છે,એનો અહંકાર બાપુ ની નમ્રતામાં પળે પળે છલકાય છેવાલ્મિકીએ રામાયણ રચ્યું,તુલસીદાસે કવિતા કરી,મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકીતો ભુલાઈ જ ગયા છે.નમ્રતામાં અહંકાર,અહંકારમાં નમ્રતા કે નમ્ર અહંકાર જોવો હોય,માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.

4 thoughts on “મારો રામ વાલીને ના મારે,ભણતર હાર્યુ ને ભજન જીત્યું.”

  1. નમ્રતામાં અહંકાર,અહંકારમાં નમ્રતા કે નમ્ર અહંકાર જોવો હોય,માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.

    અદભુત . એમની કેસેટ જોતાં મને પણ આવા જ વીચાર આવ્યા હતા. આગળ જોવાનું છોડી દીધું.

    જો કે, તેમણે સાહીત્યને મહત્વ આપીને એક સારું કામ કર્યું છે , એમ હું માનું છું.

    Like

    1. સાહિત્ય પર્વો ને બીજા પર્વો યોજી બાપુ કશું ખાસ બોલતા નથી.બધાને સંભાળે છે.છેલ્લા દિવસે થોડું બોલે છે.એટલે સાહિત્યકારો બાપુ ની બનાવટી નમ્રતામાં ભોળવાઈ જાય છે,એટલે બધા સાક્ષરો બાપુના બારોટો બની ગયા છે.ચાલો એ અહંકાર પોષવાની વૃત્તિમાં સાહિત્યની સેવા તો થાય છે.

      Like

  2. વાલીવધવાળા પ્રસંગ વડે એમ બતાવાયું છે કે સાત સાત તાડ વ્રુક્ષોની આરપાર જઇ શકે તેવી રીતે તીર છોડવાનું સામર્થ્ય રામમાં હતું. શમ્બુકવાળા બનાવથી દર્શાવ્યું છે કે રામ પાસે દુરવેધી તીરવિદ્યા (ICBM?) હતી. બેમાંથી એકેય વેળા નીતિ અનીતિનો વિચાર કરવાનું આવશ્યક નહોતું.

    Like

  3. આફ્રીકાના હબસીને સ્વપનામાં શંકર કે ગણપતી ન આવે કારણ કે એ એમની સંસ્કૃતીમાં નથી.

    હીન્દુ બાળકોને રામાયણને કથા વાંચવાની મજા આવે એટલી અમેરીકન બાળકને ન આવે અને એ અમેરીકન બાળકને રામાયણ વીશે વીચારો અભીવ્યકત કરવાનું કહેવામાં આવે તો એ તો રામને પીસ્તોલથી શુટ કરવાનું કહે એટલા બધા ગુના છે આ રામના.

    કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, યુનીકોડ અને બ્લોગને કારણે આ રામાયણના રામની હાલત કફોડી થઈ ગઈ છે. આપણે મોટા શહેરોમાં બતીઓના થાંભલે થાંભલે રામને શુળીએ ચડતો જોઈશું એ સમય નજીક આવતો જાય છે.

    Like

Leave a comment