ભારત થી એક સબંધી એન્જીનીઅર આવેલા.તેમની સાથે બ્રીજવોટર માં આવેલ બાલાજી મંદિર જઈ ને પાછા ફરતા કાર માં ચર્ચા ચાલી.તેઓ કહે મહાભારત ના યુદ્ધ પછી કુરુક્ષેત્ર ના મેદાન માં મરેલા હાથી ઓ પડેલા.એટલા બધા હાથીઓના મૃતદેહો નો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઉભી થઇ.તો ભીમે બધા હાથીઓને સુંઢ પકડી આકાશ માં ફેકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી.પહેલા કદાચ માનવામાં નહતું આવતું પણ હવે વિજ્ઞાન કહેછે કે સ્પેસ માં ગુરુત્વ આકર્ષણ ના હોય તો સ્પેસ માં થી હાથીઓ ક્યાંથી પાછા આવે?મેં કહ્યું સ્પેસ માં ગુરુત્વાકર્ષણ ના હોય તેથી કોઈ વસ્તુ પછી પૃથ્વી પર ના આવે ત વાત સાચી,પણ તમે વિચારો કે પૃથ્વી ના ગુરુત્વા કર્ષણ માં થી સ્પેસ માં જવા માટે કેટલો ફોર્સ જોઈએ?કેટલી સ્પીડ જોઈએ?એક રોકેટ ને કેટલું બધું બળતણ જોઈએ?ત્યારે પૃથ્વી ના ગુરત્વાકર્ષણ માં થી છટકી ને સ્પેસ માં જવાય.એક ગમે તેટલા બળવાન માણસ થી એક હાથી ને ઉચકી સ્પેસ સુધી પહોચી જાય એ રીતે ફેકવાનું શક્ય નથી.થોડું પણ ફીઝીક્સ નું જ્ઞાન હોય તો વિચારો,એટલી બધી સ્પીડ માણસ કઈ રીતે મેળવી શકે?અને તે પણ હાથી જેવા ભારે પ્રાણી ઉચકી ને?ઈમ્પોસીબલ છે.મેં વર્લ્ડ ના સ્ટ્રોંગઇસ્ટ માણસો ની સ્પર્ધા જોઈ છે ટીવી માં.એ લોકો ટ્રક ,નાનકડું પ્લેન પણ ખેચી જાય છે.કદાચ હાથી ને ધક્કો મારી પડી દે કે પછી પાટિયું મૂકી છાતી પર હાથી ને ચલાવે પણ ખરા પણ હાથી તો શું એક નાનકડો પથ્થર પણ સ્પેસ માં ના ફેકી શકે.મેં પોતે પણ નાનપણ માં આવાત સાંભળેલી.અને હજુ પણ લોકો સાચી માને છે આવી બકવાસ વાતોને.આપણે ચમત્કારો ની વાતો ને સાંભળી અભિભૂત થઇ જઈએ છીએ,પણ હકીકત માં આવું શક્ય નથી આવું વિચારતા પણ નથી. ધાર્મિક મહા પુરુષોએ અમે કહીએ તેજ સાચું અમારામાં શંકા કરાવી નહિ,અને શંકા કરોતો પાપ લાગે.લોકો ના બ્રેન વોશ કરી દીધા.કે હજુ પણ એક એન્જીનીઅર એવી વાતો માં માને કે માથું કપાય છતાં ધડ લડે ને ભીમ ના હાથી ની વાત સાંભળી હસવું કે રડવું?પાછી ચર્ચા ચાલી કે અમારા સૌરાષ્ટ્રમાં એક રાજપૂત નું માથું કપાઈ ગયેલું છતાં ધડ ૧૨ ગાઉ ચાલતું લડેલું. કોઈ યુદ્ધ માં રાજપૂત યોદ્ધા નું માથું કપાયા પછી પણ ધડ લડતું રહ્યું એવી વાતો સાભળી કોઈ પણ રાજપૂત બચ્ચો પોરસાઈ જાય એ સ્વાભાવિક છે.પણ જરા વિચારો માથું કપાયા પછી લોહી એટલું બધું વહી જતું હોય છે કે બાકીનું શરીર એક ડગલું પણ ચાલવા અસમર્થ બને.બીજું આખા શરીર નો કંટ્રોલ બ્રેન કરતુ હોય છે.એટલે જયારે માથું કપાય ને દુર પડ્યું હોય ત્યારે બ્રેન ના મેસેજ મળ્યા વગર બાકીનું શરીર કઈ રીતે ચાલે?કોઈ કહે ગુસ્સો મનમાં હોય એટલે આવું થાય પણ ગુસ્સો તો બ્રેન માં હોય એ તો દુર પડ્યું હોય.બ્રેન માં સેરેબ્રલ નામનો વિભાગ છે એને જરા પણ તકલીફ થાય તો બ્રેન બાકીના શરીર ને કંટ્રોલ કરી શકાતું નથી.એક પેઈન કીલર ગોળી ખાવ તો માથું દુખતું હોવા છતાં તમને દુખાવાની અસર થતી નથી કેમ કે પેલી ગોળીએ બ્રેન ને મળતા મેસેજ રોકી દીધા.આવી મોમાંથા વગર ની વાતો લોકોએ કરીને રજપૂતો ને તમે વધારે બહાદુર છો,એવું ભરાવીને એમના રોટલા શેકી ખાધા.દરેક રાજપૂત ના કુળ માં ,વંશ માં આવી કથાઓ ગોઠવેલી છે.આમ તો હવે આવું બધું થવાનું નથી પણ એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે આ ચર્ચા કરી છે.
Category Archives: વિવાદ
સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?
એક લેખ આવ્યો છે જાણીતા ન્યુજ પેપરમાં, ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આશું ઉપચાર કથાઓ છે તેવું લેખકનું કહેવું છે.
સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે,પુરુષ પ્રધાન સમાજ ની.સ્ત્રીઓના સબ કોન્શિયસ બ્રેનમાં નાનપણ થીજ ભરવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ તમારે અમને જ પ્રેમ કરવાનો. અમે તમને તમારો વાંક ના હોય છતાં , વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય, પાડોશીના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ, અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ, અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ, છતાં તમારે અમને જ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે? પાછા લેખક શ્રી જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર(પીડાવું) થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે, સ્ત્રીઓ સીતાજીની કથાની રાહ જુએ છે . બાવાઓ ને કથાકારોએ બ્રેન વોશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે. હવે તેમાં આ પણ ઉમેરાયા. સ્ત્રીઓના સરળ હૃદયનો ક્યાં સુધી લાભ લેશો? સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં. એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા. અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી. હજારો, સેકડો વરસ ધરતીમાં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય, અને એમાં ભાગ્યેજ ફાટે. સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરવી જોઈએ. એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરવું જોઈએ, આ બધા રૂપાળા શબ્દો છે, આત્મહત્યાથી કે ભૂગર્ભમાં ઉતરી ગયા વિશેષ કશું નથી. ટીવી સીરીયલ મેકરો ને કથાકારો પાછા આખી વાર્તા ને સુંદર રીતે મરોડી નાખે કે એતો સીતાજી પતિનું ખરાબ ના દેખાય માટે જાતે વન માં ગયેલા, અથવા સીતાજીનો પડછાયો હતો વિગેરે વિગેરે.
કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. હું નાનો હતો ત્યારે કોઈની કથા હતી, કથા કરતા કરતા કથાકાર રડવા લાગ્યા, આમેય રડવા માટે જાણીતા જ હતા. બાલકૃષ્ણની વાતો આવે એટલે લાલો..લાલો કરીને કાયમ રડતા..મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે? કૃષ્ણને થયે ૫૦૦૦ વરસ થયા. હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે, ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું. હમણા મેં ઓપ્રાહના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ, કેટ અને બીજી એક ફ્રેન્ડની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે. વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી. કાલ્પનિક મિત્રો હોય છે. હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે. જોયું બાપુ જેવા મહાત્મા કેવા રડી પડ્યા કેટલા સરળ હૃદયના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે. એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે. વધારે પડતી સરળતા મુર્ખામી છે. ભવિષ્ય અજ્ઞાત હોય છે, એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે છે.
ચમત્કારથી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે? એટલેજ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય. રોગો માટે કંઠી, બદલી માટે કંઠી, સંતાનો માટે કંઠી, આ બધી મુર્ખામી છે. એમાં ગર્વ લેવા જેવું શું છે. ગોંડલ કોલેજની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે, લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું? એ મૂર્ખી છે, એનું બ્રેન કોઈ બાપુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે. ભજનની જીત થાય છે ભણતર ઉપર. એક જાણીતા કથાકાર બાપુનો ટીવીમાં શો જોયો, હોસ્ટ પૂછે કે બાપુ તમે ભજનના ચક્કરમાં ભણતર બગાડ્યું, બાપુ ગર્વ થી કહે નાં એમ નહિ ભજનની જીત થઇ ભણતરની હાર થઇ. મુર્ખ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા. બોલો હવે આવા મહાત્મા ઓ જ જયારે આવો સંદેશો આપે તો ભણશે કોણ? પછી પેલી કોલેજ કન્યા ચાલુ લેકચરે માળા જ ફેરવેને? જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે, એ લોકો માસ સાયકોલોજી જાણે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે. ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?![MBh1[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/mbh11.jpg?w=150&h=116)
Published in Divyabhaskar.co.in/oct 14. 2009.