આપણા આ બ્લોગ જગત માં ક્યાંક વાચેલું કોઈના અભિપ્રાય માં કે અમેરિકાથી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે.વાત તો સો ટકા સાચી છે.એના માટે જવાબદાર કોણ?એના માટે અમેરિકા જવાબદાર છે?હશે મારી ના નથી પણ આ ગ્લોબલ વર્લ્ડ ના વ્યાપાર જગત માં કેટલાને ના પડી શકશો?પેપ્સી,કોલા અને ફેંટા ને કાઢી મૂકી છતાં પાછી આવી.એના માટે આપણે પણ એટલાજ દોશી છીએ.બરોડા માં હું રહેતો એ પોળમાં ખાલી મારા ઘર આગળ કોઈ કચરોકે એઠવાડ ફેકે તો તરતજ હું ઝગડી પડતો,ઘર આગળ ઘરમાં નહિ.એ કચરો મેં બીજા કોઈ કામ માં વાપર્યો હોત તો?તો રોજ લોકો નાખી જાત.અને એ કચરો વાપરવાના બદલામાં મેં નાખવા વાળાને પૈસા આપ્યા હોત તો એને તો મજાજ પડી જાય.તો એ બીજી જગ્યાએથી ભેગો કરી કરીને મને વેચી જાત અને રૂપિયા બનાવત.હવે એજ કચરાને સચિન તેંદુલકર કે બચ્ચન સાહેબ પ્રમોટ કરત તો હું વધારે ને વધારે લેત અને મારો એ પાડોશી અને તેંદુલકર અને બચ્ચન બધા કેટલા ખુશ થાત અને પૈસા પણ ખુબ બનાવત.અને મારું શું થાય? નુકશાન.હવે આખી વાત સમજો એમાં મારો વાંક વધારે કે પડોશીનો?કે પછી કચરાને કચરો ના માની સારી વસ્તુ છે એવી જાહેરાત કે પ્રમોટ કરી પોતાના સ્વાર્થ માટે પૈસા બનાવનારા તેંદુલકર કે બચ્ચન નો વાંક?અને પછી હું બહાર જઈ બુમો પાડું કે અમેરિકા થી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે એનો શું અર્થ?ગંદવાડ વાપરો છો શું કરવા?ભારત ની પ્રજા પોતાને સૌથી વધારે બુદ્ધિશાળી સમજે છે.તો પછી એ ગંદવાડ ને પ્રમોટ કરનારાઓને હીરો માની પૂજા કેમ કરે છે?બચ્ચનસાહેબ બીમાર પડે તો આખું ભારત જાણે એમના વગર ભારતનો ઉદ્ધાર જ ના થવાનો હોય તેમ મંદિરોમાં જઈને પુંજા,પ્રાર્થના કરેછે.કોઈ સૈનિક કે ત્રાસવાદ સામે લડતા વીરગતિ પામેલાને કોઈ યાદ કરે છે?સંસદ પર હુમલો થયો એમાં માર્યા ગયેલા ની આઠમી વરસી વખતે કોઈને સમય મળ્યો કે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ કે એમના કુટુંબીજનો શું કરે છે એની કોઈએ દરકાર કરી છે?એમના શ્રદ્ધાંજલિ ના પ્રસંગે હાજર રહેવાનો પણ કોઈ મહત્વના નેતા ને સમય મળ્યો નથી,નથી સમય મળ્યો બચ્ચન સાબ ને કે નથી મળ્યો તેંદુલકર ને.જે ખરા હીરો છે એ લોકોમાટે કોઈની પાસે સમય નથી. *પેપ્સી કે કોક થી સંડાશ કે બાથરૂમ સારું સાફ થાય હો!જરા ટ્રાય કરી જોજો.કેમ?એનો પી.એચ. ઉંચો છે.અમેરિકા માં રહેતા મારા છોકરાઓ હું સોડા હાથમાં લઉં તો આંખો કાઢે છે.અહી કોઈ કોકા કોલા કે પેપ્સી એવું ખાસ બોલતું નથી,બધા સોડા કહે.અહી ક્રિકેટ રમતો મારો દીકરો કદી પેપ્સી કે કોક પીતો નથી.અને મને પણ પીવા દેતો નથી.પેપ્સીના એક એકઘૂંટડે તમારા દાંત પરથી એનેમલ નું પડ થોડું થોડું ઓગળતું જાય છે.તો તમારા હોજરી ને આંતરડાની શું દશા થતી હશે?હવે કોઈ ગમેતેટલું પ્રચાર કરે. શું ખાવું ના ખાવું તમારે જોવાનું છે.કોઈ ઝેર વેચે કોઈ લાડવા શું ખરીદવું એ તમારે વિચારવાનું.
*ફક્ત એક દિવસ બધા સમજીને પેપ્સી ના પીવે તો?બીજા દિવસે પેપ્સી કંપની બિસ્તરા બાંધવા માંડે.અને એકજ અઠવાડિયું ના પીવે તો?કંપની એની જાતે કોઈને કહ્યા વગર ભાગી જાય.અને કોઈ હીરો સામેથી પૈસા આપેકે મને તમારી એડ માં લો તો પણ ના પાડી ભાગી જાય.પણ એવું તો થાય નહિ આપણાં ભગવાન જાહેરાતો માંથી પૈસા બનાવતા હોય એમનું શું થાય?આપણે ગાંડા થઇ ને ક્રિકેટ જોઈએ,ફિલ્મો જોઈએ,અને એની જાહેરાતો માંથી પ્રેરણા લઇ કચરો ખાઈએ પીએ.એટલે તો આ લોકો પૈસા બનાવે છે.એટલે તો એડ કંપનીઓ એમને કરોડો રૂપિયા આપે છે.એટલે તો એ લોકો રમત માં ધ્યાન આપ્યા વગર ફિક્ષિન્ગ માં પડી જાય અને વધારે રૂપિયા બનાવે છે.તમે જોવાનું બંધ કરો કોઈ એમને એક કાણીયો પૈસો પણ ના આપે. અહી તમે મેચ જોતા તમારું બીપી વધારો કે હમણા ભારત જીતી જશે બસ એક ચોક્કો કે છકો. અને આ લોકો તમારી લાગણીયોની પરવા કર્યા વગર ફિક્ષિન્ગ કરી બેઠા હોય અને વિકેટ ફેંકી હારી જતા હોય.
*જંક ફૂડ ને ગાળો દઈએ છીએ પણ તમને કોણ કહે છે ખાવા જાવ?કોઈ ઘેર થી પોલીસ ની જેમ પકડીને તો મેક ડોનાલ્ડ માં નથી લઇ જતું ને?તમે ખાવા નહિ જાવ તો એ લોકો થોડી રાહ જોઈ તરતજ ઉચાળા ભરી જશે.કોઈ એક પૈસાનું નુકશાન વેઠવાના નથી.
*શ્રી કાંતિ ભટ્ટ પરદેશી કંપની કારગીલ અને મોન્સાટો ની વાત કાયમ કરતા હોય છે કે આ લોકોએ ભારતમાં હાઈબ્રીડ બિયારણો ઘુસાડ્યા ને વંઠેલા રીગણ ની વાત કરે છે કે એમાં કોઈ ગુણવત્તા કે સ્વાદ નથી.સાચી વાત છે પણ મારું એવું કહેવું છે કે લોકો એ રીંગણ ખરીદેજ નહિ કે ખાય નહિ,એના વગર એકાદ સીજન કઈ મરી ના જવાય.તો તરતજ એની અસર પડશે.ખેડૂત ને એના રીંગણ વેચાશે નહિ તો ફરી વાવશે નહિ.અને પેલી કંપનીના બિયારણ ખરીદવા જશે નહિ.આ બધી કંપનીઓને ઉચાળા ભરાવા માટે એકજ સીઝન પુરતી છે.પણ શક્ય નથી કેમ કે બધા ને સમજાવા કોણ જાય?કોઈ ધર્મગુરુ જાહેર કરેકે રીંગણ ખાવા પાપ છે તોજ શક્ય બને.પણ પેલી કંપની પાછી ગુરુજીને રૂપિયા આપી દેતો?ગુરુજી કહેશે રીંગણ ખાવ સ્વર્ગ મળશે તો પત્યું. શ્રી કાન્તીભટ્ટ નો કકળાટ ખોટો નથી.પણ લોકો સમજે તોને.ઘણી બાબતોમાં હું એમનો કડક આલોચક પણ છું.
*હવે એક સ્પસ્ટતા કરી લઉં કે અહી તેન્દુલકર કે બચ્ચન સાહેબ ના નામ વાચી કોઈએ પોતાની લાગણી દુભાવવી નહિ.આ તો દાખલા તરીકે છે.બધા ના નામ ક્યાં લખું?તેંદુલકર એના ક્ષેત્ર માં અને બચ્ચન સાહેબ એમના ક્ષેત્ર માં મહાન છે.પણ આ બધા કરતા મારા માટે વધારે મહાન શ્રી અનિલકપુર છે,કારણ એ આવી કચરાની જાહેરાત માંથી કરોડો રૂપિયા બનાવી શકતા હતા પણ બનાવ્યા નથી.કદાચ એ કોઈ ખાસ એડ માં આવ્યા હોય એવું જાણ્યું નથી.
*સાર એ છે કે કચરો તમે ઉપયોગ માં લોછો એટલે જ આ લોકો વેચે છે.ઉપયોગ માં લેવાનું બધ કરશો તો વેચવાનું બધ થશે ,તો પછી અમેરિકા થી આવતો ગંદવાડ બધ થઇ જશે.
*જાણ ખાતર અમેરિકામાં પેપ્સી કંપનીના સી.ઈ.ઓ Indra Nooyi ભારતના છે. એમનો ૨૦૦૮ ની સાલ નો કુલ પગાર કે આવક ૧,૩૩,૮૨,૦૩૫.૦૦ ડોલર હતો.હવે આજનો ભાવ એક ડોલરના આશરે ૪૬ રૂપિયા છે તો રૂપિયામાં ૬૧,૫૫,૭૩,૬૧૦.૦૦ રૂપિયા થાય છે.તમારા આંતરડા અને હોજરી ને દાંત બગાડવાની આટલી કિંમત એમને ચૂકવાય છે.અને દુનિયા ના ત્રીજા નંબર ના પાવરફુલ સ્ત્રીઓમાં ગણાય છે. પણ એમાં હું એમનો જરાપણ દોષ જોતો નથી,દોષ આપણો છે.અને આપણે એમને જોઇને ગર્વ અનુભવીએ છીએ. હવે એમનો ફોટો પણ જોઈલેજો.
![kali_main_or[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/kali_main_or1.jpg?w=107&h=150)
![OAAAAC7bn4P-MA_Np1dXyWOYxfwK91RTE5ZOqnYUFXMXtoqyJnLA76hqWBfo6nu8rBzF4V0Wv5QDzyEPcLrG8i7mBQQAm1T1UFEI0C28aVVKjv0C77x_2b2qAE-f[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/oaaaac7bn4p-ma_np1dxywoyxfwk91rte5zoqnyufxmxtoqyjnla76hqwbfo6nu8rbzf4v0wv5qdzyepclrg8i7mbqqam1t1ufei0c28avvkjv0c77x_2b2qae-f1.jpg?w=150&h=100)