હાશ!ઘર આવી ગયું.

BMTC Volvo
Image via Wikipedia

હાશ!ઘર આવી ગયું.
   *એક કહેવત છે કે ધરતીનો છેડો ઘર.આપણ દરેકને ઘણી વાર ઘર છોડી બહાર જવાનું થતું હોય છે.કોઈ સારા માઠા પ્રસંગે કે રજાઓમાં કોઈ પ્રવાસનું આયોજન કર્યું હોય ત્યારે રૂટિન જિંદગીથી કંટાળી ગયા હોઈએ ત્યારે ચેઇન્જ માટે બહાર જઈએ છીએ.ફરવાની ખૂબ મજા આવતી હોય છે.આનંદ પણ ખૂબ મેળવતા હોઈએ છીએ.પણ ગમે તેટલું બહારનું સ્થળ સારું હોય ઘેર આવીએ ત્યારે એક હાશ અનુભવીએ છીએ કે ચાલો ઘર આવી ગયું.ઘર એટલે ઘર.આવો હાશકારો દરેકે અનુભવ્યો હશે.
      *આશરે છ વર્ષે ૧૯ ફેબ્રુઆરીની સવારે જ્યારે હું વડોદરા પહોચ્યો ત્યારે આવો હાશકારો મેં અનુભવેલો કે હાશ!ચાલો ઘેર આવી ગયા.છ વર્ષથી જાણે હું મુસાફરી ઉપર ના હોઉં?છ વર્ષ અમેરિકા વસવાટ દરમ્યાન કોઈ પ્રવાસ ઉપર હોઉં તેમ લાગતું હતું અને વડોદરે પહોચ્યો કે હાશ! ઘેર આવી ગયા.

       *ત્યાર પછી એક મહિનો અને છ દિવસ ક્યાં પસાર થઈ ગયા કોઈ ખબર ના પડી.રોજ રાત્રે સુતા સુધી ફોનની રીંગ વાગ્યા કરતી.કોઈને કોઈ મળવા આવી પૂગતું.આજે સવારે નુવાર્કનાં એરપોર્ટ પર ઊતર્યો અચાનક સન્નાટો,બધું બંધ થઈ ગયું.પરમ શાંતિ,ના કોઈ અવાજ,ના કોઈ પ્રદૂષણ,ના કોઈ Heat  and  dust.ફરી એક લાંબો પ્રવાસ ચાલુ ક્યારે ઘેર પહોચીશું ખબર નથી.ક્યારે ‘હાશ ઘર આવી ગયું’એવા ઉદગાર અનાયાસે નીકળશે ખબર નથી.ક્યારે એવો હાશકારો અનુભવીશું ખબર નથી.અનંત પ્રવાસ,આપણે સહુ અનંતના પ્રવાસી છીએ.
મહિનો તો ઘણો ઓછો પડે.ઘણા બધાને વચન આપ્યા છતાં મળવાનું રહી ગયું.ફોન પર વાતો કરી પણ જાણે ધરવ થયો નહિ.’બસ ચાલો ત્યારે’ કહીને પણ કોઈ નવા મુદ્દે વાત આગળ વધ્યા કરતી.હજુ અહી તો ધ્રુજાવી નાખે તેવી ઠંડી છે.ત્યાં સતત ગરમી બહુ છે ની ફરિયાદ ચાલ્યા કરતી તે અહી આવીને ઓગળી ગઈ કે ભાઈ વતનની ગરમી પ્યારી હતી અહીંના સન્નાટા કરતા.
      *અમદાવાદનો વિકાસ ખૂબ થયો છે.જાણે સાવ બદલાઈ ગયું છે.વડોદરા પણ બદલાઈ રહ્યું છે.પણ ટ્રાફિક સેન્સ અને સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી.બધે અરાજકતા લાગે.પોલીસ પણ ચાર રસ્તે નિષ્ક્રિય ઊભી લાગી.પહેલા કરતા આ બાબતમાં વધુ બગડેલું જણાયું.ભાવ વધારામાં કોઈ નિયંત્રણ લાગ્યું નહિ.મન ફાવે તેમ ભાવ વધતા લાગ્યા.સરકારનો કોઈ કાબુ નથી.મોટાભાઈનું બેંગ્લોરમાં કહેવું હતું કે તમે છ વર્ષે આવ્યા છો એટલે અહીંનો ભાવ વધારો જાણી આંચકો લાગે તે સહજ છે પણ અમને અહી રહેતા અને ભાવ વધારાથી ટેવાતા જતા હોવા છતાં આંચકો લાગે છે.બેંગ્લોરનું નવું એરપોર્ટ શહેરથી ખૂબ દૂર આશરે ૪૫ કિલોમીટર દૂર બનાવ્યું છે.ત્યાંથી ટેક્ષી અને બસ સેવા સારી છે.ચાલો ટેક્ષી ઉપર જીવતા લોકોને સારો ધંધો મળી જાય છે.સરકારી વોલ્વો બસ સેવા પણ ચાલે છે.હું અને મારા શ્રીમતીજી બેંગ્લોર ઊતર્યા પછી ભાઈની સલાહ મુજબ લાલ રંગની વોલ્વોમાં બેઠાં.આપણાં મનમાં છ વર્ષ પહેલાની લાલબસની ઇમ્પ્રેશન.એમાં અમદાવાદની લાલબસની સેવા ખૂબ સારી અને ભાડા સસ્તા તે ઇમ્પ્રેશન વધારે.આ એ.સી.વોલ્વો બસ છે તેવી વાત યાદ ના આવી.મેં લાસ્ટ સ્ટોપેજની બે ટીકીટ માંગી.કંડક્ટર કહે થ્રી સિક્સટી,ફટ લઈને દસની નોટ ધરી દીધી.બાજુમાં બેસેલા  શ્રીમતી બોલ્યા ‘શું આબરૂ કાઢો છો’ત્રણસો સાઈઠ માંગે છે.સોરી!કહી પાંચસોની નોટ ધરી દીધી.ઉતરવાના સ્થળે તો મોટાભાઈ એમની કાર લઈને ઉભા હતા.એમને આ વાત કરીને ખૂબ હસ્યા.ઘેર જઈને બધાને મળીને ખબર અંતર પૂછીને ફરી આ વાત કરીને ખૂબ હસ્યા.હસવાનો જાણે મસાલો મળી ગયેલો.બેંગ્લોર મજાનું શહેર છે.ભીડ તો છે પણ ટ્રાફિક વ્યવસ્થા સારી છે.વડોદરામાં સાંજે વ્યસ્ત સમયે પણ સિગ્નલ લાઈટ બંધ હોય છે.બેંગ્લોરમાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન પર કોઈ ના બેસે.સ્ત્રીઓ પણ નહિ.બધાને માથે હેલ્મેટ હોય જ.લાલ બાગ,કબન પાર્ક,ટીપું સુલતાનનો મહેલ,શિવ ટૅમ્પલ અને ઇસ્કોન ટૅમ્પલ વગેરે જોવાની મજા આવી.ગરમી તો ત્યાં પણ ખૂબ લાગી.મારા વૃદ્ધ આશરે ૯૦ વર્ષે પહોચવા આવેલા ‘બા’ને મળીને ખૂબ વાતો કરીને એક સંતોષ મેળવ્યો.
     *વડોદરા આવીને પણ પેલો વોલ્વોવાળો બનાવ કહીને બધાને ખૂબ હસાવ્યા.ખરીદી,સગાઓને મળવાનું અને એકબે સામાજિક પ્રસંગો,એમાં ક્યારે મહિનો પૂરો થઈ ગયો ખબર જ ના પડી.બે દિવસ પછી ઘાંચીના બળદની જેમ કામમાં જોતરાઈ જઈશું.
ક્યારે દેશ આવીશું અને “હાશ!ઘર આવી ગયું” એવું ક્યારે કહીશું?   I do not  know.

19 thoughts on “હાશ!ઘર આવી ગયું.”

  1. બાપુ,
    હાલ 360 પઈસામાં કાંઈ નથી મળતું !!!!!
    ખરેખર હું પણ ખુબ હસ્યો અને મારી મણીને પણ હસાવી…

    Like

    1. શ્રી ગોવિંદભાઈ,
      અમારી સાથે બ્લોગર મિત્રો હસે તેમાં અમને પણ ખૂબ મજા આવે.આપ હસ્યા અને બહેનને પણ હસાવ્યા.પ્યારા મિત્રો વધારામાં ગોવિંદભાઈએ પહેલી વાર કે ઘણા સમયે બે લીટી લખી અમારા બ્લોગમાં તેનો અમને ખૂબ ગર્વ થયો.ધન્યવાદ.

      Like

  2. હવે તો બાપુ અમદાવાદમાંય હેલ્મેટ વિના નથ હાલતું, ભાઇ હોય કે બાઇ.. ટોપો જોઇએ અટલે જોઇએ…
    હાલો, હેમખેમ ઘરે પુગી ગ્યા એટલે હાઉં…
    ખબર હોત તો અમેય એકાદો ફોન કરત ને !!
    લતા જ. હિરાણી

    Like

    1. વડોદરામાં તો કોઈ હેલ્મેટ પહેરતું નથી.ઘેર નહિ હોટેલમાં પુગી ગયો.ઘર તો દૂર ભારતમાં છૂટી ગયું.આપનો ફોન નંબર આપો અમે અહી અમેરિકાથી વાત કરશું.ખૂબ ખૂબ આભાર.

      Like

  3. અને અમને પણ આપનો અહાંગરો લાગ્યો તેનું શું ! અમને પણ એમ તો થતું કે બાપુ આ ર્યા બસેં અઢીસેં ગાઉ છેટે જ. હવે ફીલ થાય છે કે મિત્ર છે‘ક પરદેશે વયા ગ્યા. પણ કંઇ છૂટકો છે !

    અહીંની ગરમી, અહીંની ધુળ, અકળાવે ખરી પણ એ પોતાના બાળકોના ઘોંઘાટ જેવી છે ! માથે ઘોંઘાટ કરે રાખે અને નીરાંતવા ટી.વી. ના જોવા દે ત્યારે આકરા લાગે, કંટાળોએ આવે, પણ એક દા‘ડો આપણને મુકીને બા‘ર જાય ત્યારે ઘર ખાવા દોડે ! એનો ઘોંઘાટ, એના તોફાનો જ યાદ આવે ! બસ આ પ્રેમ છે !! વતનપ્રેમ.

    બાકી કદાચ જન્મભુમી જેટલો પ્રેમ કર્મભુમી પ્રત્યે ન પણ જાગે, છતાં કર્મભુમી પણ આપણું અને આપણાઓનું પોષણ કરે તો છે જ. મા નહીં તો માસી સમજી તેને પણ પ્રેમે પ્રણામ જરૂર કરવા. અહાંગરો ઓછો થશે ! (બસ આટલી આ નાના મોં એ મોટી વાત !)
    સ્વતંત્રતાની મશાલ લઇને ઉભેલી એ દેવીને અમારા પ્રણામ પાઠવશો. આભાર.

    Like

    1. અહીં બે પ્રકારના લોકો રહે છે એક તો સતત ભારતને ગાળો દેવાવાળા અને બીજા સતત અમેરિકાને ગાળો દેવાવાળા.સતત ભારતને ગાળો દેવાવાલાને કહું છું કે અમેરિકન બૈરું રાખી જો હાલ સમજ પડી જશે.અને અમેરિકાને ગાળો દેવાવાલાને કહું છું ભાઈ કોણે રોક્યો છે?હાલ જ ચાલતી પકડને.જે ભૂમિ પાળતી પોષતી હોય તેને પણ સલામ કરવી જ પડે.

      Like

  4. “પોલીસ પણ ચાર રસ્તે નિષ્ક્રિય ઊભી લાગી….”

    ના મુરબ્બિ, ખોટું અવલોકન. ધ્યાનથી થોડી વાર ચાર રસ્તે એક ખૂણામાં ઉભા રહ્યાં હોત તો ખબર પડી હોત કે તે ખુબ સક્રિય હોય છે. વળાંક ઉપર સંતાઈને ઉભા રહેવાનું, પછી કોઈક બહાદુર ભડવિર ભાયડો કે બહાદુર સતિશ્રી જેવો લેફ્ટ ટર્ન લે, અચાનક હિંદી ફિલ્મના વિલનની જેમ તેમનો રસ્તો આંતરવા માટી ચપળતાથી કુદી પડવાનું, અને છેવટે સરસ મજાનો ‘તોડ’ કરી લેવાનો. તેને ટ્રાફિક કંટ્રોલમાં કોઈ રસ નથી હોતો, પણ તેની સક્રિયતા વિષે આપ સહેજ પણ સંશય ના રાખી શકો…

    Like

    1. સાચી વાત કહી.આ બાબતમાં પોલીસ બહુ સક્રિય હોય છે.તોડ કરવાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવતી હોય છે.વ્યંગ લેખો લખવાનું શરુ કરો મજા આવશે.

      Like

  5. અમે તો અત્યારથી જ તમારા ફરીથી આવવાની રાહ જોવા લાગ્યા છીએ!
    મજા આવી. વધારે મુલાકાતો થઈ હોત તો જામત!
    જો કે..તમારે બીજાં ય કરવા જેવાં કામ હોયને? 🙂

    Like

  6. લ્યો બાપુ આવી ગયા તમે તો

    આપના લેખો અને વાત પરથી લાગે છે કે વતનને માણવાનો સમય ઓઅચો પડ્યો લાગે છે ?

    ચાતાયે જે માણ્યું અને અનુભવ્યું તે જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો હશે. ખાસ તો અંગત

    સ્નેહીઓ અને માતૃશ્રીનો પ્રેમભાવ મન મહેકાવી ગયો હશે.

    Like

  7. Dear brother,
    Good that now you have reached safely. Many love this Heat and Dust country.The population of India is huge and therefore law enforcement is rather difficult and of course corruption is always there.

    Like

    1. કરપ્શન ઇઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ.રોજ સવારે ભગવાનને પ્રસાદ ચડાવી કરપ્શનના પહેલા પાઠ ભણીએ છીએ.

      Like

Leave a comment