રામાનંદ/કામાનંદ,એક કવિતા

Sadhu (holy man)
Image by CHRISTOPHER MACSURAK via Flickr

દિવસો કડકાઈના જાય છે,
એ જાશે જરૂર વૈભવ સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે,
મારો પ્રભુ અમીરના ઘર સુધી.
*ધ્યાન શું?ધારણા શું?
સમાધિ વળી છે કઈ બલા?
ફક્ત એક જ વસ્તુ જાણીએ,
મારો કામાનંદ  છે બ્રહ્માનંદ.
*ના નેતિ ધોતી ને નૌલી જાણું,
આસનની પળોજણ કેમ કરું?
કર્મયોગ એ વળી શું બલા?
મારો રાજયોગ છે કામરોગ.
*ના મોક્ષ સુધી,ના નિર્વાણ સુધી,
ના ચિંતા કે ના ચિંતન સુધી,
ફક્ત આપણે તો જવું હતું,
પેલી ભોળી બાઈના બેડરૂમ સુધી.
*કથા કરીશું,વાર્તા કરીશું,
યોગના નામે ભોગ કરીશું,
એ અમીર જ મુજને લઈ જશે,
એની પત્નીના શયનખંડ સુધી.
રચનાકાર-રામખિલાવન બાપજી.

મિત્રો જેને આ વ્યંગ કવિતા ગાવી હોય તો “દિવસો જુદાઈના જાય છે”શ્રી ગની દહીંવાલાની ગઝલના રાગમાં ગઈ શકે છે.પ્રાસ બરોબર ના બેસતા હોય તો શબ્દો બદલી નાખવાની છૂટ છે.કોપી રાઈટની ચિંતા કરશો નહિ,કારણ રામખિલાવન બાપજી અનંગના બાણ થી વીંધાઈને હાલ ભૂગર્ભમાં છે.

11 thoughts on “રામાનંદ/કામાનંદ,એક કવિતા”

  1. સ__રસ ! હઝલનું નિર્માણ કર્યું, બાપજી !
    અમને પણ આ ગાવાની ભારે ઇચ્છા થાય છે, કિંતુ..પરંતુ…..યંતુ,
    મેરાણીનો હાથ બહુ ભારે છે ! એક ઝાટકે દાઢીને જટા બધું ઉખેડી કાઢે !! 😀

    Like

    1. રાણા પરતાપ,
      આવો ગાંજો પીએ અને ચરસ પીએ.મેરાણી નો માર ક્યા વાગ્યો?ખબર નહિ પડે.નશામાં મારની સમજ નહિ પડે.

      Like

  2. જબરો હટાક્ષ…
    ફેસબુકમાં અભિગમ મોરી ભાઈ એક ગીત લખ્યું હતું ‘ એક નાગા બાવાનું નાગુ(નગ્‍ન) ગીત.’
    તેમની એક પંક્તિ મને ગમેલી..

    ” મારી પ્રાચીન જટાને દાઢી,
    એ મારા છે, અંદરનાં છે.
    જેમ કપાસનું ફૂલને તેનાં ઝીંડવા !
    પણ તમે એનાં છીનવી શકો- ઝીંડવા.
    મારા નહી- !!
    કપાસ પાસે ચીપિયો નથી એટલે,
    મારા ચીપિયા ધારદાર છે,
    ત્રિશૂળ સમા !! ” – અભિગમ.

    Like

    1. ફેસબુકમાં એક બહેનશ્રી પ્રતિભાબેન ઠક્કર બહુ સુંદર એમની ખુદની રચનાઓ વ્યંગ કવિતાઓ તરીકે મુકે છે.એમાંથી મને થતું કે આવું કૈક લખું.એમાં મિત્ર અશોકભાઈએ અસર માં બે લીટીઓ લખેલી.”નાં ગુફા સુધી નાં ગટર સુધી,નાં ચિંતા કે મનન સુધી.” એટલે મને પેટમાં દુખવા લાગ્યું અને કવિતા બહાર નીકળી પડી.

      Like

  3. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી

    બાપુ સુંદર હઝલ….. જોરકા ઝટકા આપો છો તમો તો

    પહેલા લેખો… પછી વાર્તા……અને હવે કાવ્ય રસ..

    વાહ બાપુ વાહ …થ્રી ઇન વન… મઝા આવી ગઈ.

    Like

    1. ખુબ આભાર ભાઈ,લોકો જોરકા ઝટકા ધીરે સે આપે હું જોરકા ઝટકા ડબલ જોરસે આપવામાં માનું છું.

      Like

  4. તમે આવું આવું લખો છો ને ચેલકારામ ઊંચાનીચા થાય છે.

    Like

Leave a comment