I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

ધ્રુવરાજસિંહ,
યુવરાજસિંહ
Harpalsinh
દક્ષાકુંવરબા

 

 

 

 

 

 

મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા.
‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’
‘હા!’
‘તો I  love you કહેજો વાત પૂરી થાય એટલે.’
‘તો તો આખી રાત એને ઊંઘ જ નહિ આવે.’
‘કેમ એવું?’
‘૨૦ વર્ષ થયા, પહેલી વાર I love  you સાભળશે તો એને આખી રાત ઊંઘ નહિ આવે.’
બધા ખુબ હસ્યા. એ મિત્ર પણ ખુબ હસ્યાં. કહે મેં ૨૦ વર્ષમાં કદી આવું કહ્યું જ નથી. મેં પૂછ્યું કે તમારા વાઈફે તમને એવું કહ્યું છે? તો કહે નાં એણે પણ મને કદી કહ્યું નથી. પાછું મેં પૂછ્યું કે કોઈ ગર્લ ફ્રેન્ડને કહેલું ખરું? તો કહે હા. ગર્લ ફ્રેન્ડને તો ઘણી વાર કહેલું. પણ એ પત્ની નહિ બનેલી. કોઈ બીજાની પત્નીનું પદ શોભાવતી હશે.
બીજા એક ૫૫ વર્ષના મિત્ર હતા જ્યોતીન્દ્ર પટેલ. મૂળ ધર્મજના પણ અમદાવાદ મણીનગરમાં જ રહેલા હતા. એમને મેં  સવાલ કર્યો.
‘એ દાદા દોડકે! તમે કદી I love you તમારા વાઈફ ને કહ્યું છે ખરું?’ …ખુબ એનર્જેટિક છે માટે અમે દાદા દોડકે કહી માન આપીએ છીએ.
‘એમાં વળી શું કહેવાનું?’
‘કોક દિવસ તો કહ્યું હસે ને?’
‘નાં કોઈ દિવસ નહિ, બધા જોણે સે કે એ મારી બૈરી સ અને હું ઈનો ધણી સુ.’
‘તમેય ખરા છો ને?’
‘અલ્યા વળી એમાં હું, ઇ ન ખબર સ કે આ કદી ચો ય  જવાનો નથી, જશે તો પાસો જ આવવાનો સ, એ મને પ્રેમ કર સ ને હું ઈ ન  પ્રેમ કરું સુ, ઈ માં કેવાનું હું?’
વળી પાછા બધા ખુબ હસ્યાં. એક ભાઈ કહે આ ખોટો પૈસો બીજે ચાલવાનો નથી. પાછો જ આવશે એવી એમના વાઈફને ખબર હશે. એક નવો આવેલો ૨૩ વર્ષનો સચિન પટેલ છે. મેં એને પૂછ્યું કે,
‘સચિન કેટલા વર્ષ થયા લગ્ન કરે?’
‘બે વર્ષ’
‘અહી અમેરિકા આવ્યે કેટલો વખત થયો?’
‘પાચ મહિના જ થયા છે’.
‘તમે કદી વાઈફ ને I love you કહ્યું છે?’
‘કહ્યું છે ઘણી વાર, પણ અહીની વાઈફ અને લાઈફનો કોઈ ભરોસો  નહિ.’
‘અલ્યા એવું કેમ કહે છે?’
‘ભાઈ મારી વાઈફ તો અહી ૨૦ વર્ષ થી રહે છે, અહીની છોકરીઓનો શું ભરોસો?’ ક્યારે કાઢી મુકે શું ખબર પડે.
એટલું બધું હસ્યા કે બધાને પેટમાં દુખે તેવું થયું. આ સચિનને પોતાની પેથોલોજીકલ લેબ હતી. બીજા લોકો કહે શું તોડવા અહી આવ્યો હશે? ઝાડ(દેવાદાર અમેરિકા) પરથી લીલી નોટો તોડવા બીજું શું. બીજા પીયુષ પટેલ છે. ઉમર  ૪૦ થવા આવી છે. કહે મેં તો હજુ લગ્ન જ કર્યા નથી માટે મને એવું પૂછતાં જ નહિ. ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા છે. નથી ભારત જવાતું લગ્ન કરવા, જાય તો પાછું અવાય નહિ. ઉમર વધતી જાય છે. છોકરીઓ પસંદ આવતી નથી કે પછી છોકરીઓને એ પસંદ નથી આવતા.
બીજા સતીશ માસ્તર હતા ભરૂચ બાજુના. એ પણ લગભગ ૫૫ વર્ષના કહે આપણાં જમાનામાં કોણ એવું કહે? મેં કદી કહ્યું નથી. મેં કહ્યું માસ્તર કોક દિવસ તો કહેવું હતું. ચાલે યાર એમાં શું કહેવાનું? મિત્રો આ મજાકિયો ઈન્ટરવ્યું   થોડામાં ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે તે મિત્રો પ્રતિભાવ રૂપે કહેશે તેવી આશા છે.
શું પત્નીને I love you ના કહેવું જોઈએ? ગમે તેટલા વર્ષ થઇ ગયા હોય લગ્ન કર્યે હવે ના કહી શકાય એવું ખરું? છો ને આખી રાતનાં ઊંઘે એવું કહેવામાં શું વાંધો?
સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો. છતાં  મિત્રો મારા ઘેર ના કહી દો તો કહું. છાનું રાખવાનું હો કે!!  મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓને એવું કહેલું છે અને સામેથી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે. મારા લગ્ન થયેલા નહિ એ વખતની વાત છે.  ત્યારે મારી માનેલી ને ઘેર હું જતો ત્યારે મારા હાથમાં I love you લખીને એને બતાવતો. તો એ સ્કુલમાં ભણતી, એની ફૂટ પટ્ટી વડે મારા હાથમાં મારતી. હું હાથ પાછો લઉં જ નહિ. એ મીઠા ગુસ્સામાં માર્યા જ કરતી. પણ મારી ધીરજ અમાપ હતી. પછી એને પસ્તાવો થતો હશે. એના પ્રાયશ્ચિત રૂપે કે પછી આમની સહન શક્તિ(માર ખાવાની) સારી છે ભવિષ્યમાં વાંધો નહિ એવું  વિચારી  આજે એ મારા  ધર્મપત્ની છે. મારા ત્રણ ડેશિંગ દીકરાઓની માતા છે. ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહના માતુશ્રી દક્ષાકુંવરબા એ આ ભુપેન્દ્રસિંહના અર્ધાંગીની છે. હહાહાહાહા!!!

29 thoughts on “I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…”

  1. શું પત્નીને I Love You ના કહેવું જોઇએ? પણ એકલા પતિ એ જ કહેવું જોઇએ કે પત્નીએ પણ સામે કહેવું જોઇએ? ગમે તેટલા વર્ષો થયા હોય લગ્નને કહી જ શકાય. પણ આપે પ્રશ્ન કેમ આવો ૨૦ સદીનો પૂછ્યો? ૨૧મી સદી છે પતિ અને પત્નીએ બંનેએ એકબીજાને I Love You કહેવું જોઇએ. પણ શું થાય ભારતીય રૂઢિચુસ્ત સમાજની સ્ત્રીઓએ પતિને પણ આઇ લવ યુ ન કહેવાય. કોઇવાર એવું પણ થાય ને કે સાંભળવાની ટેવ રોજની હોય તો ના કહે તો ઊંઘ ના આવે. હવે નેટ પ્રોબ્લેમ છે એટ્લે આગળ લખવું મુશ્કેલ છે

    Like

    1. બે દિવસ પહેલા જ કંપની માં જોબ ઉપર મિત્રો ને સવાલ કરેલા.એક છોકરા સિવાય આવું કોઈએ એમની પત્નીઓને કહેલું નહિ કે સામેથી પત્નીઓએ પણ કહેલું નથી.માટે ૨૧ સદી માં અને તે પણ અમેરિકા માં ૧૦ક ૨૦ કે તેથી વધારે વર્ષ રહેલા લોકો પણ આઈ લવ યુ કહેતા નથી પત્નીને કે એમની પત્નીઓ પણ કહેતી નથી.માટે આવો સવાલ કર્યો છે.આપણે ભારતીયો મોસ્ટ હિપોક્રેટ પીપલ છીએ.ગમે તેટલી સદીઓ આગળ વધે આપણી માનસિકતા તો ૮ મી સદી જેવી જ રહેવાની.

      Like

  2. 🙂 અરે ભુપેન્દ્રભાઈ, “આઈ લવ યુ” જુદી-જુદી રીતે કહી જુઓ… કહેવુ જ જોઈએ. હું ક્યારેક મુડ આવે તો અમથો અમથો પારૂલને ટેક્ષ્ટ મેસેજ મોકલી દઉં.

    Like

  3. સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો.

    છતાં બ્લોગર મિત્રો મારા ઘેર ના કહીદો તો કહું.

    છાનું રાખવાનું હોકે!!

    ના કહું.

    Like

  4. મારા મત મુજબ, દરેક પતિ અને પત્નીએ એક-બીજાને I LOVE YOU કહેવું જ જોઈએ… દરેકે પોતાનો પ્રેમ બતાવો જ જોઈએ (જાહેરમાં નહિ ખાનગીમાં 😉 )

    Like

    1. હિરેનભાઈ,
      આપની વાત સાચી છે વારેઘડીયે બધાને કહીને લવ યુ ને સસ્તું બનાવી લેવું ના જોઈએ.

      Like

  5. ખરેખર I Love You! એકબીજાને કેહવું જોઈએ તેમ મારા જાત અનુભવ પછી લાગેલ, આ પેહલા આવું માનતો કે તમે પ્રેમ કરો જ છો તો આવા શબ્દોનો સાહરો શું લેવો? નાં, પણ આવું નથી, પત્નીને પણ તેની ઉર્મિઓ હોય છે અને પતિને પણ… પરંતુ જૂની ઘરેડમાં ઉછરેલા હોઈ, ઈચ્છા હોવા છતાં પોતાના( Complex (superiority/ Inferiority) ને કારણે પોતાના પાત્ર પાસે વ્યક્ત કરી શકતા નથી તેવું લાગે છે, કદાચ આવા complex અન્ય પાત્ર (સ્ત્રી -મિત્ર) પાસે નથી હોતા/ રાખતા.

    ખુબજ સરસ હકીકત નું ભાન કારાવાની કોશિશ કરેલ છે, કદાચ આથી કેહવાતી મર્યાદા વાળા પાત્રોમાં, ભવિષ્યમાં સાહજિકતા આવે ખરી!?….

    Like

    1. દેશાઈ સાહેબ,
      આપની વાત તદ્દન સાચી છે.જૂની ઘરેડ અને કોમ્પ્લેક્સ આડા આવતા હોય જ છે.શબ્દોના સહારા બહુ મોટું કામ કરી જાય છે.મેં જયારે મારા બોસ ને આ વાત કરી તો એ ધોળિયો ખુબ નવાઇ પામ્યો કે ૨૦ કે ત્રીસ વર્ષ થી સાથે રહેવા છતાં આઈ લવ યુ હું નથી?આ તો કેવી રીલેશનશીપ? મારી મજાક માંથી કેવું જાણવા મળ્યું?

      Like

  6. બાપુ !! બાપુ ! કંઇક બળવાની વાસ આવે છે !! કેમ ? લો વાંચો આ “મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓ ને એવું કહેલું છે અને સામે થી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે.” … અરે ! આતો અમારો જીવ બળે છે તેની જ વાસ છે !!!
    અમારા આવા નસીબ નહીં, હોં કે ! હા ! અમે પતિ-પત્નિ છેલ્લા ૨૦ વર્ષથી લગભગ દરરોજ એક વખત ‘I love You’ જરૂર કહીએ છીએ, ક્યારેક ઝઘડો થયો હોય તો એક વખત વધારે પણ ખરૂં !! (અમારા ઝઘડાનો અંત આ રીતે આવે છે, પડોશીઓ જો કે નિરાશ થાય છે !!)
    મફત ! છે બાપુ, અને મફતની વાતમાં ગુજરાતી બચ્ચો કંજુસાઇ કરે જ નહીં ! મને તો શંકા છે કે આપને ઇન્ટર્વ્યુ આપનાર મિત્રો મોટાભાગે તો શરમાણા હશે તેથી ખોટું બોલ્યા હોય. નહીં તો પછી ’અમેરિકા’ હજુ ’ભારત’ કરતા પછાત જ કહેવાય !! (યે….બ્બ્બાત્ત !)
    અને લેખનો છેલ્લો ફકરો તો ભારી સસ્પેન્સભર્યો નિકળ્યો !! અમને તો થયું કે ’આજે તો ઠાકુર ગયા !!’ પરંતુ, હાશ ! બચી ગયા !! (કે પછી, આજની ભાષામાં કહું તો, પ્રેમિકા જ પત્નિ બની એટલે ’પતિ’ ગયા !!)
    છેલ્લે ગંભીરતાથી…. ’I’ અને ’You’ ને એકતાંતણે જોડનાર એટલે ’Love’ !!!
    સાદું ગણિત માંડો : I Love You = We !! (હવે ભારતીય સંસ્કૃતિએ પ્રયોજેલો “અર્ધાંગીની” શબ્દની મહાનતા સમજાશે ! આપણા પૂર્વજો ખરે જ મહાન વિચારકો હતા !)
    સૂપર્બ લેખ. આભાર.

    Like

    1. શ્રી અશોક ભાઈ,
      મને ખુદ ને નવાઈ લાગે છે પણ હકીકત છે.અમેરિકન ભારતીયો જે વહેલા અમેરિકા આવ્યા છે તે ઘણી બધી બાબતોમાં ભારતીયો કરતા પછાત છે.હવે જે મિત્રો ને સવાલ પુછેલા તે બધા આમ તો ખુબ બેશરમ છે.અને અમે બધા ખુબ મજાક મસ્તી કરીને જોબ કરીએ છીએ.એટલે શરમાય તેવા નથી.પણ એ મને આ વાત માં કોઈ સીરીયસનેસ જેવું લાગ્યું જ નથી.એમાં શું કહેવાનું?એવુજ માને છે.બીજું શરૂમાં મેં એક સ્ટોર માં જોબ કરેલી,અહી એક ધોળી માતા રોજ સ્ટોર માં આવતા.એકવાર એમના પતિદેવ સાથે આવેલા અને એમના પતિ ને કહે મારી સામુ આગળી ચીંધી ને કે આઈ લવ ધીસ ગાય(Guy).પેલો પણ હસીને હા કહે.સ્પેનીશ છોકરીઓ તો મને ૫૦ વર્ષ નાને રોજ લવ યુ બેબી કહે.શું કરવાનું?અહી તો આ બધું નોરમલ છે.
      જોકે મને બળવાની વાસ આવી રહી છે.ભાઈ મેં તો કહેલું જ છે કે પ્રેમ હજારો ફૂલોની સુગંધ છે.નાક બંધ હોય તો અમે શું કરીએ?અને નાક ખુલ્લા હોય તો પણ અમે શું કરી શકીએ?બ્લોગ દ્વારા સુગંધ અહી બેઠે બેઠે ગુજરાત સુધી પહોચી જ ગઈ છે ને.ઘણા મિત્રો પૂર્વગ્રહ થી ભરાઈ ને નાક બંધ કરી દે છે,તો પણ અમે શું કરી શકીએ?

      Like

    1. હવે થોડા દિવસ.ક્યા સુધી ભાગતા ફરશો?પછી કહેશો કે મારી જંગલી બિલ્લી આઈ લવ યુ,તારી ચામડી કોબ્રા જેવી લીસી છે,મારી ભોળી કબુતરી આઈ લવ યુ,તારા વાળ શિયાળ ની પૂછડી જેવા મુલાયમ છે.મારી નાજુક પારેવડી આઈ લવ યુ,તારા દાંત વરુ જેવા એકદમ સફેદ છે.વધારે લખું?હા…હા…હા…!!

      Like

  7. “અમારા આવા નસીબ નહીં, હોં કે !” એ લખવું પડ્યું !!! અમારા ’એ’ ત્યારે સંગાથે હતા !! (મજાક કરૂં છું…) ((કૌંસમાં હું હંમેશા છટકવાનો રસ્તો રાખું છું !!) હુ…હા…હા…….હા !!
    આજે ખરેખર મજા આવી ગઇ, આવી મજા કરાવતા રહેશો તો આપ ભારત આવો ત્યારે હું ચોક્કસ પાર્ટી આપીશ ! (પાર્ટી હું આપીશ, સાટે બીલ આપ ચુકવજો !! અતિથી દેવો ભવ: ).

    Like

    1. ભાઈ,
      વાઘ ને વાઘણ ની બીક લાગે,તેમ સિંહ ને પણ સિહણ ની બીક લાગે તે સ્વાભાવિક છે.પાર્ટી માં શું આપસો?બાજરા નાં રોટલા,તીખું તમતમતું શાક,ગોળ નો નાનો ટુકડો,અને સાથે આપનો પ્રેમ ભાવ અને બ્લેક લેબલ અમે લેતા આવશું એમાં પાણી ની જરૂર નથી ખાલી થોડા બરફ(on rock ) નાં ટુકડા ચાલશે.બોલો હવે રોટલાનું પણ બીલ માંગશો કે?

      Like

    1. મૌસમી બહેન,
      ખુબખુબ આભાર,પહેલી વાર પધાર્યા છો.અમે આપની કવિતાઓ વાચી છે.આપ પ્રેમ વિષે વધારે લખી શક્યા હોત તો અમારા જ્ઞાન માં વધારો થાત.

      Like

  8. I = eye (phonetically)
    Love = heart (symbolically)

    આમ, “આઈ લવ યુ” એટલે આંખ વાટે દિલમાં તને ઉતારવાની ક્રીયા

    Like

    1. ચિરાગભાઈ,
      બહુ સરસ વ્યાખ્યા કરી love ની.પણ ઘણા લોકો વગર જોયે દિલ માં ઉતારી લે છે એનું શું કરીશું?કે શું કહીશું?

      Like

  9. ભાઈ ભુપેન્દ્રસિંહ
    આપની આ આઈ લવ યુ વાળી વાત તો જાણે રૂટિન રીતે આઈ લવ યુ કહેવાતું હોય તેમ લાગ્યું. કોઈક તો અરસ-પરસ માત્ર ઔપચારિકતા નીભાવવા કહેતા હશે તેમ લાગે છે. આ આઈ લવ યુ કહેવામાં ક્યાંય રોમાંસ જણાતો નથી. થોડા રોમેંટિક થઈ કહેશો તો ઓર જામશે ! અર્ધાંગીનીને ક્યારે ક રસોડામાં પ્લેટફોર્મ ઉપર એક ચીઠ્ઠી આઈ લવ યુની ચીટકાવી જોજો તો તેણીના વસ્ત્રોમાં કે લોટના કે અનાજના વાસણમાં આવી એક ચીઠ્ઠી મૂકી અનુભવ કરજો ! તે જ રીતે અર્ધાંગીની પોતાના અડધીયાને સ્નાન કરવા જતો હોય ત્યારે બાથરૂમમાં કે તેના ટુવાલ ઉપર તેના ઓફિસે જવાના વસ્ત્રોમાં તો ક્યારે ક તેના વોલેટમાં તો ક્યારેક ઓફિસે ટિફિન જતું હોય તો તે ટિફિનમાં સવારમાં આવતા અખબારના પ્રથમ પાને હેડ લાઈન દબાવી આ આઈ લવ યુ ની નવી હેડ લાઈન ચીટકાવી જોજો !

    Like

    1. જોયું?અનુભવી ની વાણી,રંગ છે!!છોકરાઓ શીખો જરા.ખુબ મજા આવી વડીલશ્રી.અજમાવવા જેવું છે.ખુબ આભાર.

      Like

    1. એ મારી જોડે તે વખતે હતા નહિ,માટે નથી પુચ્છ્યું.પણ હવે મળશે એટલે પૂછી ને તને ચોક્કસ કહીશ.હજુ સ્કુલ માંથી હમણાજ કોલેજ માં આવેલો આ મિત્ર દીકરો મારા લેખ વાંચે છે તે જાણી અમને ગર્વ થાય છે,એના ઉપર અને અમારા ખુદ ઉપર પણ.raaju khub khub aabhaar.

      Like

  10. ભૂપેન્દ્રભાઇ,
    છેલ્લા થોડા સમયથી હું તમારા લખાણો વાંચું છું પણ સાચું કહું તો પહેલી વખત મને તમારું આ લખાણ સ્પર્શી ગયું. પ્રથમ વખત મને લાગ્યું કે તમારા લખાણે સંવેદનાના તાર ઝંકૃત કર્યા. આમાં તમારી લખાણની શૈલીનો વાંક નથી પણ કદાચ મારી સંવેદનાઓ બહુ બૂઠ્ઠી થઇ ગઇ છે એમ હશે.

    લખાણ વિશે કહું તો “I Love You” એ તો ખાલી એક શબ્દોનું માધ્યમ છે જ્યારે પ્રેમની અભિવ્યક્તિ માટેના અનેક માર્ગ છે. સાર ખાલી એ જ છે કે તમારી અભિવ્યક્તિનો પડઘો સામેની વ્યક્તિના માનસ પર પડવો જોઇએ. મારી વાત કરું તો મારા લગ્નને 4.5 વર્ષ થયા અને લગ્ન થયા ત્યારથી નિયમ છે અમારો કે જ્યારે પણ હું કે એ ઘરની બહાર જતા હોઇએ (એટલે કે હું ઓફિસે જતો હોઉ વગેરે) ત્યારે ગાલ પર પેક આપીને જ જઇએ છીએ. આ શિરસ્તો મોટા ભાગે અકબંધ રહ્યો છે. ખાટી મીઠ્ઠી ચાલ્યા કરે પણ આ નિયમમાં ભાગ્યે જ ઓટ આવી છે. બાકી બીજી ઘણી બધી રીતે સરપ્રાઇઝ આપીને ખુશીઓ વહેંચવાનો પ્રયત્ન કરુ છું. કોઇ વખત સફળ થઇએ તો કોઇ વખત પાસા ઉલ્ટા પણ પડી જાય:) બસ આમ જ ચાલ્ય કરે જીવન. મૂળ વાત છે લાગણીઓની અભિવ્યક્તિઓની.

    Like

  11. મેં એવા પણ કપલ્સ જોયા છે કે તે એકબીજા ની સામે જોય ને આઈ લવ યુ કઈ દેતા હોય છે…………………….i mean face to face,,,,
    btw very nice articals sir…once again moj padi gay……

    Like

Leave a comment