“ભલીયા પુરાણ”!!!!!!

   ભલીયા પુરાણ 
           
             *અમારા  બચપણ ના મિત્ર જયેશભાઈ ઉર્ફે ભલાભાઈ ઉર્ફે રન્ધાભાઈ ને ભગવી ધજા પ્રત્યે ખુબ પ્રેમ.નાનપણ માં સાચું કહેતો હોય તો એ જાણે,પણ એવું કહેતો કે આર.એસ.એસ ના કોઈ ઓ.ટી.સી જેવા કેમ્પ કરેલા છે.એટલે લાઠીદાવ વિગેરેમાં ખુબ માહેર છે.આમ ભગવી ધજા પ્રત્યે નો પ્રેમ એમના ગાંધીજી પ્રત્યેના અણગમાનું કારણ બનેલો.મને ભલે ગાંધીજી ના ઘણા બધા વિચારો પ્રત્યે અસંમતી હોય પણ એમના પ્રત્યે માન ખુબ.કોઈવાર ગાંધીજી વિષે ચર્ચા થાય.આમેય ભલાભાઈ નો વાણીપ્રવાહ અવિરત વહેતો હોય.સામેવાળાએ લગભગ ચુપ રહેવાનુજ આવે.
 
                              *મેં એકવાર કહ્યું જો ગાંધીજી ભલે હાથ માં લાકડી લઇ ફરતા પણ કોઈને મારી હોય તેવો દાખલો નથી,ને લોહી રેડ્યા વગર આઝાદી અપાવી.ખલાસ એમનો રોષ ઉછળી આવ્યો.મને કહે બેસ તારા ગાંધીજીએ લોકોના માથા ફોડાવી નાખ્યા.અંગ્રેજો ની લાઠીઓ પડતી હશે ત્યારે શું લોકોના માથામાંથી દૂધ નીકળતું હશે?મેં કહ્યું દૂધ તો ના નીકળે પણ અહિંસા તો ખરી ને?આપણે કોઈ અંગ્રેજ ને મારવા ના લીધો.મને કહે શેની અહિંસા?અંગ્રેજોએ તો લોકોને માર્યા ને હિંસા તો થઈજ ને?હવે આને શું સમજાવું?માનવા જ તૈયાર ના થાય.મેં કહ્યું જો આપણે તો ના મારીએ એ ભલે મારે.હિંસા નું પાપ એના માથે.પણ કહે અંગ્રેજોને એ પાપ કરવા મજબુર કોણે કર્યા?જો તમે ઘર માં બેસી રહ્યા હોય તો અંગ્રેજ મારવા થોડો આવે?ગાંધીજીએ આંદોલનો જ એવા કર્યા કે મારો અમને,અને આઝાદી આપો.હિંસા ના કરો પણ હિંસા સામેવાળો કરે તેવો પ્રસંગ ઉભો કરો, તો તે પછી થતી હિંસા માં તમારો ફાળો જરાય ઓછો ના કહેવાય.મેં કહ્યું ભાઈ આઝાદી માટે કંઈક તો કરવું પડે ને?તો કહે હું એજ કહું છું કે માર ખાઈ ખાઈ ને હિંસા તો કરાવી ને એમાં ભાગીદાર તો થયાજ તો પછી મારીને હિંસા કરીને અંગ્રેજોને ભગાડ્યા હોત તો સારું થાત ને?પ્રજા તો બહાદુર બની હોત ને?આતો અંગ્રેજો મારી મારી ને થાકી ગયા એટલે નાસી ગયા ભારત છોડી. મેં કહ્યું આ તારી પેલી શિબિરો ભરેલી ને એના પ્રતાપે તું બોલે છે.
           
                     *મને  પાછો કહે આપણી શિસ્ત વગર ની પ્રજા અંગ્રેજો સામે શું લડી શકે?માટે તારા ગાંધીબાપુએ ત્રાગા કર્યા.મેં કહ્યું શિસ્ત વગરની પ્રજાનો જીવતોજાગતો નમુનો મારી સામેજ બેઠો છે.કારણ એનામાં શિસ્ત જેવું કશું ક્યારેય મેં જોયું  નથી.મેં કહ્યું સત્યાગ્રહ ને ત્રાગા શેના કહેવાય?
 
            મને કહે, ‘એક ગામ માં એક છોકરો હતો’.
           મેં કહ્યું શું વાર્તા માંડી કે?
          ‘ચુપ રહે શાંતિ થી સભાળ’.
    એક છોકરો હતો તે ગામ ના મુખી ની છોકરીના પ્રેમ  માં પડ્યો.મુખી હતો જબરો,બડકમદાર બંદુક રાખે.આ ભાઈ ની હિંમત ચાલે નહિ.મુખી મારે એવો હતો.કોઈ ગાંધી વાદીએ સલાહ આપી કે સત્યાગ્રહ કર ઉપવાસ ઉપર બેસી જા.પેલો તો મુખીના ઘર સામે ઉપવાસ પર ઉતરી પડ્યો.એક બોર્ડ મારી દીધું કે જ્યાં સુધી તમારી છોકરી સાથે નહિ લગન કરાવો ત્યાં સુધી ઉપવાસ.મુખી ગભરાયા.આ સાલું નવું તુત.સામો થયો હોત તો બંદુક ના ધડાકે ભગાડી મુકત.પણ આતો સત્યાગ્રહ પર ઊતર્યો.હવે શું કરવું?ગામ માં એક ડાહ્યો માણસ એની સલાહ લેવા ગયા.પેલા ભાઈ કહે આમાં ગભરાવા જેવું નથી.એને એક રાત માં ભગાડી મુકીએ.પેલા અનુભવીએ બીજા ગામ માંથી એક ઘરડી ડોસી થઇ ગયેલી વૈશ્યા ને સમજાવી ને પૈસા આપી તૈયાર કરી દીધી.રાતે પેલી બરાબર એની સામે તંબુ લગાવી બેસી ગઈ કે મારી સાથે લગન કર નહીતો આજથી ઉપવાસ મરણપર્યાંત ના.ડોસી ને જરા નીંદર  લાગી કે પેલો ભાઈ તંબુ બામ્બુ બધું મુકીને ભાગી ગયો.
 ‘આ તો અંગ્રેજો ને સામા ત્રાગા કરતા આવડે નહિ  એટલે સત્યાગ્રહ  ચાલી જાય.’ મેં પછી ભલાભાઈ સામે દલીલો બંધ કરી.અવિરત બોલે જતા આને બંધ કરવાનો ઉપાય ના મળે.
       
                     * કોઈ પણ પ્રસંગ હોય ને બધા ભેગા થયા હોય એટલે બસ છાકો પાડવા પોતે કંઈક છે તેવું બતાવવા ભલાભાઈ બોલેજ રાખે.ને એમના વાણી ચાતુર્ય થી બધાને હસાવે રાખે.શ્લીલ અશ્લીલ બધીજાતના જોક ટુચકા કહે રાખે.જાતે બનાવી નાખે.એક વાર મને પૂછે પ.પુ ધ ધુ શું કરે છે.મેં પૂછ્યું એવળી કોણ?કહે તારા સસરા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર.મારા શ્વશુર સાથે એને વાતો થઇ હશે કોઈ પ્રસંગે.એમને આખો દિવસ વેદ ને ઉપનિષદ સિવાય કશું ના દેખાય.એટલે આણે કોઈ ધર્મગુરુને કહીએ તેવું નામ પડેલું.કાયમ પપુધધુ જ કહે.
 
             *અમે નાના હતા ને પિતાશ્રી વકીલ હતા,તે એમની ઓફીસ માં ગયા હોઈએ ટાઈમ પાસ કરવા તો પિતાજી કોઈ કેસ ના કાગળો ની નકલ કરવા બેસાડી દે.એક નકલ ના ૨૫  પૈસા આપે.હું ને ભલીયો લખવા માંડીએ.ત્રણ કાર્બન પેપર મૂકી ને ચાર નકલ કરીએ તો અસીલ જોડે થી લઇ ને પિતાજી એક રૂપિયો અપાવી દે.એક વાર મોટે થી બોલી ને લખે કે મેર રોયાં રાંડી રાંડ ના સિવિલ જજ સાહેબ ની કોર્ટમાં..હું તો ચમક્યો.મેં પૂછ્યું અલ્યા આ શું લખે છે?કહે મેં.રા.રા. સિવિલ જજ જ લખ્યું છે.બોલ્યો એવું નથી લખ્યું. મેહેરબાન રાજમાન નું મેર!રોયા!રાંડી!રાંડ! ના કરી નાખેલું.જાતેજ બધું ઓડ લાગે તેવું બનાવી નાખે.એક વાર ગાતો હતો જરા વિચિત્ર કે ‘બેટો બેટો તે રેડિયો વગાડે દિયોર ગોન્ધીજી’.મેં કહ્યું કે આતુ શું ગાય છે?કહે બેઠા બેઠા તે રેટિયો કાંતે રે ડીયર એટલે વહાલા ગાંધીજી.મહેસાણા જીલ્લા માં ગામડા માં તળપદી ભાષા માં પુરુષો એકબીજા ને ‘એ દિયોર ઓમ આય’ કે ‘મારા દિયોર’ કે ‘નોના દિયોર’ જેવા શબ્દો વાપરતા હોય છે. અષ્ટમ પષ્ટમ જાતે બનાવી ગતકડા ગાયા કરે.મેં એને લડ્યો કે આતો તું ગાંધીજી નું અપમાન કરે છે.તો કહે લોકો ગાળો દે છે અને ગાંધીના નામે ચરી ખાય છે તેવું તો નથી કરતો ને?મેં કદી ગાળ દીધી છે?મેં કહ્યું ભલીયા તારો હાસ્ય રસ હ્યુમર છીછરો ને ચીપ લાગે છે.મને કહે તારો ઉંચી જાતનો હાસ્યરસ કોને સમજ પડે છે?બે દિવસ પછી સમજાય ત્યારે હસવુય નાં આવે. ભલાભાઈ તે ભલાભાઈ કોઈ એમને પહોચે નહિ.
      

4 thoughts on ““ભલીયા પુરાણ”!!!!!!”

  1. તમારા આ ભલાભાઇ વિશે ભલિયા પુરાણ વાંચીને ખરેખર ભલાભાઈ મળવા જેવા માણસ લાગે છે. મારું વતન અને જન્મસ્થળ ગાંધીનગરની બાજુનું જ નાનું ગામ છે. ત્યાં તમે કીધું તે પ્રમાણે ‘મારા દિયોર’ નોના દિયોર-નેના દિયોર આવી તળપદી ભાષા બોલાય છે. મારે તો ખાસ રહેવાનું નથી થયું. ક્યારેક જ જવાનું થતું નાના હતા ત્યારે આવું સાંભળતા ત્યારે આશ્ચર્ય થતું કે પુરુષોને દિયર ના હોય તો એ લોકો કેમ આવું બોલતાં હશે?

    Like

  2. He was and is indeed a very interesing person. We also had simlar experiences, but since I was much elder to him, may be he was not very free with me. He rarely listened to me, and posed as if he had lot of experience in his life, and had traveled a lot, and come in contact with several people. He always used to talk high of himself, and liked always to talk in half-baked English: he will start with a sentence in English, and will complete in Gujarati, and I do not remember if he ever spoke a sentence completely. But, that is not a point. He wanted to just ‘show off’. Such individuals, on a long run, who boast about themselves and their often contrived/made up experiences, might be just innocent, they do not mean to harm anybody, but, would not be very useful as such. You can pass good time with them, and you learn to develop what is called ‘patience’. Once, he and his family helped my family and we are grateful to them. If some film director comes in contact with such amusing people and can endure them, a nice social movie subject can emerge: this will educate some, and will bring some fun, may be a comedy film!

    Like

  3. અરે બાપુ,

    તમે આ પુરાણો લખવા માંડશો તો અમારે લોટ માંગવાનો વારો આવશે.

    Like

    1. શ્રી અતુલભાઈ,
      આમેય લોટ માંગવા વાળાઓએ પુરાણો લખ્યા છે.માટે જે પુરાણો લખવાનો ટ્રાય કરશે તેને લોટ માંગવા નો વખત આવી જાય.અને ચિંતા નાં કરશો આપણે સાથે લોટ માંગવા નીકળીશું અમે એમાં સાથ નિભાવીશું.અમે બાજુમાં હોઈશું તો લોટ આપવા વાલીઓ વધારે આવશે,આપવા વાલા કરતા.એની મારી ગેરંટી છે.

      Like

Leave a comment