શું ભગવાન ઉંઘે છે?,,,,ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ.

 www.adelaide-flowers.net/images/flowers-in-box.jpg      *ભગવાન કદી ઉંઘે ખરો?ભગવાન ઉંઘે તો જગત ચાલે  ખરું?શું ભગવાન કોઈ વ્યક્તિ છે?માણસે ભગવાન વિષે કલ્પના કરી સુંદર માણસ જેવા ભગવાન બનાવી  દીધા.જરા વધારે સુંદર ,વધારે બળવાન.માણસ જે જે નકરી શકે,શારીરિક મર્યાદા ના લીધે કે બીજા કોઈ કારણ સર એ બધું આ કાલ્પનિક ભગવાન જોડે કરાવી લે.માનો કોઈ પશુ ને કુદરતે બ્રેન આપ્યું હોત અને એ એના ભગવાન ની કલ્પના કરે તો?ભગવાન ઘાસ ચરવા જાય.વાગોળે,અને ?કોઈ સિંહ ને બુદ્ધી આવી જાય ને ભગવાન ની રચના કરેતો?ડબલ સાઈઝ  નો સિંહ હોય,ને હાથી એને ભગાડી મુકે છે એવું આ સિંહ ભગવાન આગળ ના થાય.બસ હવે વધારે કલ્પના નથી કરવા જેવી ખરુંને!સારું છે કે ગધેડા ને આવો વિચાર ના આવે.
                                    *ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.
                            *નિરંજન ,નિરાકાર ભગવાન માં આકાર આવ્યો ક્યાંથી?એક બાળક નાના ઢીંગલા ઢીંગલી ને રમાડે,નવરાવે,ખવડાવે,ઊંઘાડે,ઉઠાડે,મારે પણ ખરા.તો પછી મોટા ક્યારે થવાનું?બાળક તો ઉંમર થાય એટલે બધું ભૂલી જાય કે આતો નાનપણ ની વાતો હવે ભૂલી જવાનું.પણ આતો મોટા જ ના થાય.મોટા થયા પછી બુદ્ધી બાળક બની જાય.જોકે ઉંમર ને અને બુદ્ધી ને શું લાગે વળગે?આમેય ઘડપણ માં બુદ્ધી તો નાસવાની જ છે ને,સાઠે બુદ્ધી નાઠે,આજરા વહેલી નાઠે.પણ હતીજ ક્યાં તે નાઠે?પણ તમને પુખ્ત થવા દે તો એમનો ધંધો કઈ રીતે ચાલે?ના સમજ્યા?ગુરુઓનો ધંધો,આપણામાં બુદ્ધી હોય તો લાઈન માં ને ભીડ માં મરવા શું કામ જઈએ? 
                             *બધા કહેશે આપણો ધર્મ વૈદિક ધર્મ,અમે વૈદિક ધર્મ નો ડંકો દુનિયા માં વગાડીએ છીએ.એક વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓનું મોઢું પણ નજોઈએ,નર્ક માં જવાય.અને બીજો વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓ જોડે જલસા કરવાના.અરે અમે જ તો કૃષ્ણ છીએ,મુરખો બધું કૃષ્ણ(અમને) ને અર્પણ કરી ને ખાવ કે વાપરો,એમાં તમારી સ્ત્રીઓ પણ આવી ગયી.અરે ભૂલ્યા દીકરીઓ પણ આવી ગઈ.એકજ ગુરુ ના બે ચેલા ,એક સ્ત્રીનું મોઢું ના જુવે ,બીજો સ્ત્રીઓને દીક્ષા આપે.ગુરુ ને કોણ પૂછે છે?ગુરુ પણ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત જ ના માનતા હોય.ધર્મ શેના?ભૂલ્યો આ તો બધા વાડાઓ.પેલા કુવાના દેડકાની કવિતા કે વાર્તા હમણાતો વાંચી હતી.
                           *ચાલો બહુ ભોળા થવું એને ગામડાં માં મૂરખા કહે છે.અને ભોળા થવું પણ ભોટ ના થવું,એવું પણ ડાહ્યા લોકો કહે છે.તો ધોરાજી માં મંદિર ની ભીડ માં માર્યા ગયેલા બહુ ભોળા આત્માઓ ને પ્રભુ શાંતિ અર્પે,એવી ર્હદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ અને એમના બહુ ભોળા સબંધીઓને પ્રભુ સદબુદ્ધી અર્પે.ફરી જરા વધારે ભોળા ના બને એવી આશા રાખીએ.
                         જીવ ને બહુ ચચરે છે,આવું બધું લખતા.આંખમાં આંશુ સાથે ગુસ્સો તો એવો આવે છે કે અલ્યા ક્યાં ગઈ મારી તલવાર?મૂળ રાજપૂત નું લોહી ને. 
તો વળી અમારો જુનો સાથી કચરો દોડતો આવ્યો,કહે બાપુ કાલે જ માળિયા માં ચડ્યો હતો બધું સાફ કરવા તો તલવાર હાથ માં આવી ,બાપુ બહુ કાટ ચડી ગયો છે.મેં કહ્યું એવું છે?હા હવે શું થાય વસ્તુ વપરાય ના તો કાટ જ ચડેને?સારું તો હવે લાવ કલમ. 

9 thoughts on “શું ભગવાન ઉંઘે છે?,,,,ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ.”

    1. શ્રી યશવંત ભાઈ,
      આપણી કવિતા તો આપનો પ્રતિભાવ આવે એપહેલા વાચી નાખેલી.આપણી પ્રેરણા થી અસ્તિત્વ ની મથામણ ના વિષય માં બીજો લેખ પણ મૂકી દીધો છે.હવે આપના પ્રતિભાવ ની રાહ જોઉં છું હમેશ ની જેમ.

      Like

  1. ભગવાનને ઊંઘવાનું ન હોય પણ પૂજારીને તો હોય ને?

    સપ્લાય ઘટાડી કૃત્રિમ તંગી ઊભી કરીને ડિમાન્ડ વધારવાના પેંતરા ફક્ત વેપારીઓ જ નથી અજમાવતા!

    Like

    1. શ્રી વિનય ભાઈ,
      પુજારીને ઊંઘવાનું હોય એતો હું ભૂલીજ ગયેલો.અને ડીમાંડ અને સપ્લાય નો વૈશ્વિક નિયમ અહી પણ લાગે જ.સાવ સાચીવાત કીધી આપે.આપના કીમતી પ્રતિભાવ બદલ આભાર.અને હવેથી આપના કીમતી પ્રતિભાવોની હમેશા રાહ જોઇશ.

      Like

  2. માન.ભુપેન્દ્રસિંહજી, અહીં વધુ ન લખતા મહર્ષિ દયાનંદ કૃત “સત્યાર્થ પ્રકાશ” નો ફક્ત એક પેરેગ્રાફ ટાંકવાનું ઉચીત લાગે છે.
    ’ ભલા! શિષ્ય અને શિષ્યાઓને તો તમે પોતાની સાથે સમર્પિત કરીને શુદ્ધ કરો છો, પરંતુ તમે અને તમારી સ્ત્રી,કન્યા તથા પુત્રવધુ આદિ અસમર્પિત રહી જવાથી અશુદ્ધ રહી ગયા કે નહીં? અને તમે અસમર્પિત વસ્તુને અશુદ્ધ માનો છો તો પછી તેનાથી ઉત્પન્ન થયેલા તમે લોકો અશુદ્ધ કેમ નહીં? ’
    (સત્યાર્થ પ્રકાશ – એકાદશ સમુલ્લાસ )
    અને બાપુ, કાટ ચડેલી તલવારનો ઘા તો ધનુર ઉપાડી દે !!!
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      મેં પણ નાનપણ માં સત્યાર્થ પ્રકાશ વાચેલી.એનીજ તો અસર છે મારા મન ઉપર.ખુબ ખુબ આભાર.

      Like

  3. શ્રી અતુલભાઈ સરસ કવિતા છે.મને યાર કવિતા કરતા આવડતું નથી એટલે લાંબા લાંબા લેખ લખવા પડે છે.આપે એક કવિતામાં માર્મિક રીતે બધું સમાવી લીધું. આભાર.

    Like

  4. આપની વાતો અને પોસ્ટ સાથે ભલે પુર્ણ સહમત થતા વાર લાગે પણ ખુબ વિચાર અને ચિંતન માંગી લે તેવી મનન કરવા યોગ્ય પોસ્ટ છે ..છતાં કોઈ વખત એ વિચાર આવે છે કે જગદીશચંદ્ર બોઝે વનસ્પતિ માં જીવ છે તે શોધ્યું ને સાબિત કરેલ છે તો મને એ વિચાર આવે છે કે વનસ્પતિ માં કે કીડી ..મંકોડી માં જે જીવ તત્વ કે આત્મા કે જે એનરજી છે તે જ તત્વ મનુષ્ય માં છે કે બીજું ..ભગવાન ની કર્તા કે અકર્તા ની વાત બાજુ પર રાખીએ તો માણસ નું મ્રત્યુ થાય પછી શું છે તે તત્વ રહે છે કે નહિ ..કે બસ પતી ગયું…કોઈ કર્મ ની શક્તિ ..દેવી કે દેવ નહિ પણ સ્વયભું છે કે નહિ.ખાસ તો બીજા જન્મ જેવું છે કે નહિ અને તેનો આધાર શેના પર છે ..ખાસ તો જંતુ નું જીવ તત્વ અને મનુષ્ય નું અલગ છે કે એકજ છે ..બાપુ થોડી જીજ્ઞાશા છે તો આ બાબત માં આપ પ્રકાશ પડશો તો ઘણું જાણવા મળશે ..આ comment માં કોઈ ચૂક હોય તો ક્ષમા .. .. ..

    Like

  5. બાપુ મારો કહેવાનો મતલબ કે કોઈક અગોચર શક્તિ (પ્રભુ નહી ) માત્ર કુદરતી સીસ્ટમ છે કે નહિ જે કર્મ મુજબ ફળ આપે ..અને જીવ તત્વ ઉપર લખેલ તે ..આ જીવ તત્વ શું છે ક્યાંથી આવ્યું અને ક્યાં જશે ..ભાઇ માત્ર જાણકારી માટે લખેલ છે હું અંદર ખાને ખુબ ગોથા ખાવ છુ તો આ વાત આપ વિજ્ઞાનિક રીતે આપ સમજાવી શકો એમ આપના લખાણ પર થી લાગે છે ..હા બાપુ એક વાત છે પુર્ણ પ્રમાણિક પણે કહું છુ કદાચ સહમત થતા વાર લાગે તો દુઃખ ના લગાડતા

    Like

Leave a comment