![images[8]](https://raolji.com/wp-content/uploads/2012/06/images8.jpg?w=474)
“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”
ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.
Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.
હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.