હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?

   હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?
     પ્યારા મિત્રો અગાઉનો લેખ વાંચી ઘણા બધા મિત્રોને ખ્યાલતો આવી ગયો હશે કે આખી દુનિયામાં માનવજાત મૂળ આફ્રિકાથી ફેલાઈ છે.સમયની બાબતમાં થોડો ફેરફાર હશે પણ માનવજાતનું માઈગ્રેશન આફ્રિકાથી શરુ થયું તે બાબતમાં કોઈ શક નથી.અને સૌથી પહેલો માનવ ભારત આવીને સુસંસ્કૃત થયો તેમાં પણ મતભેદ હોઈ ના શકે.સૌથી પહેલી સંસ્કૃતિ અહી વિકસી તેમાં પણ મતભેદ હોઈ ના શકે.જુદા જુદા સમયે જુદા જુદા જિન્સ માર્કર ધરાવતા લોકસમૂહ ભારત આવ્યા,પણ બધાનું મૂળ તો એકજ હતું.લડી ઝઘડી ભેગા થઈને એક મહાન સંસ્કૃતિ ઉભી થઇ હતી.
હા!તો મિત્રો મારો માર્કર છે M17 અને તેના વિષે નેશનલ જિયોગ્રાફીનો જિનોગ્રાફ પ્રોજેક્ટનો રીપોર્ટ શું કહે છે તે વાંચો,
Your Y-chromosome results identify you as a member of
haplogroup R1a1 (M198).T
he genetic markers that define your ancestral history reach back roughly 60,000 years to the first  common marker of all non-African men, M168, and follow your lineage to present day, ending with  M17, the defining marker of haplogroup R1a1 (M198).If you look at the map highlighting your ancestors’ route, you will see that members of haplogroup  R1a1 (M198) carry the following Y-chromosome markers:
M168 > P143 > M89 > L15 > M9 > M45 > M207 > M173 > SRY10831.2 > M17
Your genetic trail ends with a marker that arose between 10,000 to 15,000 years ago when a man of  European origin was born on the grassy steppes in the region of present-day Ukraine or southern  Russia.His descendents became the nomadic steppe dwellers who eventually spread as far afield as India  and Iceland. Archaeologists speculate that these people were the first to domesticate the horse,which would have eased their distant migrations.In addition to genetic and archaeological evidence, the spread of languages can also be used to  trace prehistoric migration patterns. Your ancestors, descendants of the Indo-European clan, may be  responsible for the birth and spread of Indo-European languages. The world’s most widely spoken  language family, Indo-European tongues include English, French, German, Russian, Spanish,several Indian languages such as Bengali and Hindi, and numerous others. Many of the  Indo-European languages share similar words for animals, plants, tools, and weapons.Some linguists believe that the Kurgans, nomadic horsemen roaming the steppes of southern Russia  and the Ukraine, were the first to speak and spread a Proto-Indo-European language, some 5,000 to10,000 years ago. Genetic data and the distribution of Indo-European speakers suggest the  Kurgans, named after their distinctive burial mounds, may have been descendents of
M17.Today a large concentration—around 40 percent—of the men living from the Czech Republic across the steppes to Siberia, and south throughout Central Asia are descendants of this clan. In India  around 35 percent of the men in Hindi-speaking populations carry the M17 marker, whereas the  frequency in neighboring communities of Dravidian speakers is only about ten percent. This  distribution adds weight to linguistic and archaeological evidence suggesting that a large migration from the Asian steppes into India occurred within the last 10,000 years.ઈરાનના પશ્ચિમ ભાગમાં ભાગ્યેજ જોવા મળતો આ માર્કર પૂર્વ ઈરાનમાં ૩૫ ટકા લોકોમાં જોવા મળે છે.
શ્રી દીપકભાઈ ધોળકીયાને  કોણ નહિ ઓળખાતું હોય?મને તો હજુ એમનો ઘેઘુર અવાજ આકાશવાણીનાં સમાચાર વાચતા તે કાનમાં ગુંજે છે.સૌમ્ય પણ સ્પષ્ટ એમના જેવું  કોણ લખે છે?એમનું શું કહેવું છે તે હવે વાંચો.
પ્રિય ભૂપેન્દ્રસિંહભાઈ,
તમારો genetic history વાંચ્યો. Fascinating and Fantastic! મઝા આવી.
આનો અર્થ એ થાય છે કે યુરોપ બાજુથી પણ અહીં સ્થળાંતર થયું છે. એટલું જ નહીં, વેસ્ટ એશિયા (મિડલ-ઈસ્ટ) નું પણ કનેક્શન છે. છેલ્લે Steppesનાં જંગલો સાથે ઇતિહાસ વધારે સ્પષ્ટ થવા લાગે છે. એ તો આર્યો જ! અને શક્ય છે કે અહીં આવેલા ’આર્યો’ આ કુર્ગાન ઘોડેસવારો જ હશે.  હીરોડોટસને  ઇતિહાસકારો માન્યતા નથી આપતા પણ એના ’ઇતિહાસ’નો એક ભાગ ઇંટરનેટ પર ખાંખાખોળા કરતાં વાંચવા મળ્યો. એના અનુસાર રશિયા-યૂક્રેન અને બાયલોરશિયા આ ત્રિપુટિ ઘોડા માટે જાણીતી હતી. ઋગ્વેદમાં પણ એક સ્થળે કહ્યું છે કે “રુશમ દેશના રાજાએ અમને ઘોડા આપ્યા”. આ રીતે લોકમાન્ય તિલકનું અનુમાન પણ સાચું હોવાનું તમારા જેનેટિક પ્રવાસ પરથી પ્રત્યક્ષ રીતે સાબીત થાય છે કે આર્યો ઉત્તર ધ્રુવ તરફથી આવ્યા.તમારા પૂર્વજો પશ્ચિમ એશિયા જઈ, યુરોપ ગયા ત્યાંથી ફરી મધ્ય એશિયા આવ્યા. પશ્ચિમ એશિયા સાથેનું કનેક્શન પહેલીવાર સામે આવ્યું. ઇતિહાસ કે પુરાતત્વમાં at least મારા વાંચવામાં નથી આવ્યું.
આમાં ઇરાનનું સ્થાન મહત્વનું છે. પારસીઓનો ઇતિહાસ  પણ દક્ષિણ ઇરાનમાં એમની વસ્તી હોવાનું દેખાડે છે અને મને યાદ આવે છે ત્યાં સુધી ઝોરોસ્ટર (અષો જરથુષ્ટ્ર) ઉત્તરથી દક્ષિણ તરફ આવ્યા હતા. (ફરી જોવું પડશે બધું) અહીં  સર્વોચ્ચ દેવતા ’અસુ્ર’ (અહુર – અહુરમઝ્દ) હતો. ઋગ્વેદનાં શરૂઆતનાં મંડળોમાં ’અસુર’ ખરાબ શબ્દ નથી.  આ ગ્રુપમાં બે ફાંટા પડ્યા અને તમારૂં ગ્રુપ ભારત તરફ આવ્યું, જે ઇન્દ્રપૂજક હતું. ઇન્દ્રના મિત્રો અને શત્રુઓ વચ્ચે સંઘર્ષ હતો. આ તો વિભાજનનાં કારણો થયાં પણ વિભાજન પછી ભારત તરફ જવાનો પુરાવો તમારા જેનેટિક હિસ્ટરીમાંથી  મળે છે. જાણે આ ઇતિહાસને સહારે હું પણ ચાલતો ભારત આવ્યો એવું મને લાગ્યું.
ખરેખર પહેલી વાર મુંબઈ ગયો ત્યારે સમુદ્ર જોઈને મને અહેસાસ થયો જે આજ સુધી કાયમ છે. મને એક તરફથી ક્ષુદ્રતાની લાગણી થઈ અને બીજી બાજુ લાગ્યું કે આ સમુદ્ર મને કેટલાય દેશો સાથે જોડી દે છે. શરીરમાંથી એક રોમાંચની લહેર પસાર થઈ ગઈ હતી. એવો જ અનુભવ તમારો જેનેટિક હિસ્ટરી વાંચીને થયો.
આપણે કોણ, ક્યાંથી આવ્યા… આવતી પેઢીઓ ક્યાં જશે, કોઈ જાણતું નથી અને તેમ છતાં…!
આર્યો બહારથી આવ્યા અને હિંદુકુશ પાંર કરીને આવ્યા એના પુરાવા  ઋગ્વેદમાં  જ છે (અને તમારાં જેનેટિક ચાર્ટમાં પણ). ઋગ્વેદ કહે છે કે સોમની વેલ મુંજ ઘાસથી છવાયેલા પર્વતમાં થાય છે જે ઉભા ઉભા હાથેથી તોડી શકાય એવી છે. એટલે કે સોમ લતા સહેલાઈથી મળતી હતી. આ વાત સાત નદીઓના પ્રદેશમાં થાય છે. તે પછી આર્યો મધ્ય ભાગમાં આગળ વધે છે અને સપ્તસિંધુમાં પણ આજુબાજુ ફેલાય છે. હવે એકવીસ નદીઓનાં નામ મળે છે. આમાં કુભા(કાબુલ) નદી અને ગંગાનાં નામ પણ છે. આ સમયે સોમની કથા બદલાય છે. હવે કહે છે કે સોમને શ્યેન (બાજ) પક્ષી સ્વર્ગમાંથી લાવ્યું! તે પછી, યઞ્જ તો થતા જ. અને કહેવાતો સોમ-રસ પણ બનતો જ. પણ હવે ઋગ્વેદ કબુલ કરે છે કે ’ગૃહિણીઓ કોઈ પણ ફળનો રસ  બનાવે છે અને એને  સોમ-રસ કહે છે. ામ, મધ્ય ભારતમાં સોમ લતા નહોતી મળતી. 
હરપ્પન લોકો Negroid હતા એ તો મોહેં-જો-દડોમાંથી મળેલી મૂર્તિઓ પરથી જ સાબિત થઈ જાય છે. ઋગ્વેદ પણ કૃષ્ણ -કાળા-લોકોનો ઉલ્લેખ કરે છે. RSSની મુખ્ય દલીલ એ છે કે મુસલમાનો બહારથી આવ્યા. હવે, આર્યો પણ બહારથી આવ્યા એમ કહીએ તો એમ નક્કી થાય કે બધા જ વિદેશી છે, એટલે એમનું કહેવું છે કે આર્યો અહીંના જ હતા. પછી ઇતિહાસ, પુરાતત્વ, બધાનું ભલે કાટલું નીકળી જાય. આભીરો (સ્વયં કૃષ્ણ ભગવાન) બહારથી આવ્યા, બાલ્હિકો (પંજાબી-બહેલ) બૅક્ટ્રિયાથી આવ્યા, શક, કુષાણ, હુણ બધા બહારથી આવ્યા પણ એમનાં લોહી હિન્દુ સમાજમાં ભળી ગયાં. અમે નાગરો ગ્રીસ (મેસિડોનિયા)થી સિકંદરના સૈન્ય સાથે આવ્યા અને સેલ્યૂકસે તો અહીં (ગાંધારમાં) રાજ્ય બનાવ્યું. કોણ બહારનો નથી? મહાભારતમાં તો મ્લેચ્છોનો પણ ઉલ્લેખ છે.
આરબોએ કેરળમાં પહેલી મસ્જિદ બાંધી ત્યારે આદિ શંકરાચાર્ય જન્મ પણ નહોતો થયો. સેન્ટ થોમસ (?) ઇસુના મૃત્યુ પછી તરત જ કેરળ આવ્યા. કોચીનમાં આજે પણ યહૂદીઓ રહે છે. ભારતીયો કંબોડિયા ગયા અને ત્યાં રાજ પણ કર્યું.  કોણ બહારનો કોણ અહીંનો, એ લડવાના મુદ્દા છે. મોટાભાગના લોકો એ પણ જાણતા નથી હોતા કે એમના પરદાદાના પરદાદાનું નામ શું, તો પણ “અમારું લોહી શુદ્ધ” એવો દાવો કરતા હોય છે, જાણે  નામ જાણ્યા વગર જ એણે શું શું કર્યું તે ઇતિહાસ જાણતા હોય! 
“દીપક ધોળકિયા.”
જર્મન હિટલર સમજતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે.માટે તો એને સ્વસ્તિકને થોડો ત્રાંસો કરીને જરા ઉન્ધો ફેરવીને રાજચિહ્ન બનાવેલું.જુઇશ લોકો નું અશુદ્ધ લોહી નાશ કરવા ૬૦ લાખ યહુદીઓને જીવતા શેકી નાખ્યા.એ જાણતો નહોતો કે બધાનો બાપ એક જ છે.શું કહેવું છે મોંઘેરા મિત્રો?
 
 
About these ads