
પાપ તારું પરકાશ જાડેજા!!!એક ભજન સાંભળી ને મને કાયમ નવાઈ લાગે છે અને હસવું પણ ખુબ આવે છે.’પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,તારી બેડલી ને ડૂબવા નહિ દઉં’…લગભગ બધાએ આ ભજન સાંભળ્યું હશે.ખુબ લોકપ્રિય છે.આ જેસલ જાડેજો એક લુંટારો હતો.ભજન માં એણે કહ્યા પ્રમાણે,ચાર લાખ હરણ એણે માર્યા છે,વન ના મોરલા માર્યા છે,સરોવર ની પાળો તોડી ને ગાયો નાં ધણ તરસે માર્યા છે,સાત વિસુ એટલે ૭૨૦ અથવા સાત ગુણ્યા ૨૦ ગણો તો ૧૪૦ મોડ્બંધા એટલે વરરાજા એણે જાનો લુંટી ને મારી નાખ્યા છે.માથાના વાળ જેટલા વકરમ ખરાબ કર્મો કર્યા છે.કોઈ ત્રાસવાદી લાગે છે કેમ?જો કે એનું ક્યાંક કચ્છ માં મંદિર હશે.હશે શું!! છે જ.
સીધો સાદો કર્મ નો નિયમ સમજીએ તો જે તમે કર્મ કરો તેનું ફળ મળે.સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે.હવે આ જાડેજા નાં કર્મો પ્રમાણે એને ફાંસી થી ઓછી સજા થવી નાં જોઈએ.પણ આ બધા અતિશય ખરાબ કુકર્મો માંથી છૂટવું હોય તો શું કરવાનું?કોઈ તોરી કે તોળી કે તોરલ રાણી ને મળો.બસ એ ભગવાન સમકક્ષ ભક્તાણી આગળ રડી પડો,બધા ખરાબ કર્મો એને કહી દો એ તમારી બેડલી કે નાવડી ડૂબવા નહિ દે.કેટલું સહેલું?બસ પછી ભક્ત બની જાવ અને પીર ની જેમ પૂજાઓ.તો પેલા હરણો,મોરલા અને વરરાજા મારેલાં એ બધા ની કોઈ સજા નાં મળી?શું કર્મ નો નિયમ આટલો બધો સસ્તો અને લાગવગવાળો છે?જ્યાં કોઈ એજન્ટ ની લાગવગ ચાલી જાય અને એ ભોગવવા માંથી મુક્ત થઇ જવાય?તો પછી આ હત્યાઓ અને ખરાબ કર્મો કદાચ ખરાબ ગણાતા નહિ હોય.હું તો મારી શંકાઓ રજુ કરું છું,મિત્રો કોઈ મને સમજાવશો?એક જ હત્યા કરો અને કોર્ટ તમને ફાંસી આપી દે.એવો કાયદો છે પણ ભારત માં ચાલી જાય છે પુરાવા ના મળે તો.બધે ચાલી જાય એકલા ભારત ની વાત નથી.પણ અહી તો દેખીતા વિડીયો રેકોર્ડીંગ પુરાવા હોય છતાં અને કોર્ટે ફાંસી આપી દીધી હોય છતાં ચાલી જાય છે,ગુનેગારો લહેર કરતા હોય છે,કારણ આ ભારત છે.સંતો,સ્વામીઓ ની પુણ્ય પાવનકારી ભૂમિ છે.અન્ગુલીમાલ,વાલ્મીકી,જોબન પગી અને જેસલ જાડેજો બધાને સુધારો,છો એ લોકોએ હજારો લોકો ને મારી નાખ્યા.માણસો છે એ લોકો,જે માર્યા ગયા એ લોકો તો તુચ્છ આત્માઓ હતા.સોહરાબુ્દ્દિન,અફજલ અને કસાબ જેવા માણસો છે.સોહરાબુ્દ્દિન ને મારનારા પોલીસ અધિકારીઓ ને સજા થવી જોઈએ કે નહિ?ડી.સી.પી વણઝારા એ તોળી રાણી બનવાનું હતું.”પાપ તારું પરકાશ,સોહરાબુ્દ્દિન તારી બેડલી ને ડૂબવા નહિ દઉં.”તો ચોક્કસ વણઝારા સાહેબ ની વાહ વાહ બોલી ગઈ હોત.બંને જણાં ભવિષ્ય માં પીર બની ને પૂજાત.પણ તુચ્છ આત્મા હવે સજા થવાની.કારણ ઉપર તોળી રાણી નું શાસન ચાલે છે.ગમે તેટલા પાપ કરો ભારત માં કોઈ ચિંતા નહિ.કોઈ સારો એજન્ટ પકડી લો.ગમે તેટલા મર્ડર કરો કોઈ ચિંતા નહિ.કોઈ પંથ,કોઈ ગુરુ પકડી લો અને બચી ગયા.આશ્રમ બનાવવા,મંદિર એટલે દુકાન બનાવવા રૂપિયા આપી દો નો પ્રોબ્લેમો.
આ કર્મ નો નિયમ મને સમજાતો નથી.જ્યાં સમજવા જાઉં છું ત્યાં કોઈ આવી તોરી રાણી કે નરસિંહ મહેતા જેવો ભંકસ મારે છે.કર્મ ની જરૂર જ ક્યા છે?બસ પરમાત્મા નું ભજન કર્યા કરો,બધી જવાબદારી એની. નરસિંહ મહેતા,ગુજરાત ના પ્રથમ કવિ(૧૪૧૪-૧૪૮૧),ભક્ત,સંત,આદી કવિ,ગુજરાતી સાહિત્ય ના પ્રથમ કવિ.કોઈ આધારભૂત માહિતી એમના જીવન વિષે ની મળતી નથી.એમની કવિતાઓ,પદો અને પ્રભાતિયા વિગેરે માંથી માહિતી મેળવવામાં આવી છે.નરસિંહ મહેતા એ જે તે સમય ની મૂળ ગુજરાતી ભાષા માં રચેલું સાહિત્ય આજે મળતું જ નથી.બધું મૌખિક રીતે સચવાયેલું બદલાઈ ચૂકેલું છે.કે.કા.શાસ્ત્રીજી ને જે કાઈ પુરાવો મળેલો તે પણ નરસિંહ મહેતાના સિધાવ્યા પછી સન ૧૬૦૦નો એટલે ૨૦૦ વર્ષ પછી નો મળેલો છે.બધું નરસિંહ મહેતાનું હશે કે કેમ?એના પહેલાનું કોઈ ગુજરાતી કવિતા વિશેનું સાહિત્ય મળતું નથી,માટે એમને આદી કવિ કહેવામાં આવે છે. આ ભક્તો આળસુઓ ના પીર કેમ હોતા હશે?બસ આખો દિવસ ભજનીયા ગાવાના,નાં કોઈ કામધંધો,ના કોઈ ઉદ્યમ.કુદરત તમને જન્મ આપે પછી તમારી પોતાની જવાબદારી છે એ જીવન ને આગળ ધપાવવાની.હાથપગ તો જાતે હલાવવા જ પડે.પણ ભારત માં બધું કુદરત ના માથે નાખી દેવાનું?બાળકો પેદા કરતા તો ભગવાન ને પુછવા જતા નથી કે હે ભગવાન હવે મેં તો પેદા કરી દીધા હવે બધી જવાબદારી તમારા માથે.સંસારી હોવા છતાં સંસાર થી અલિપ્ત હતા એટલે આપણે તો અહોભાવ માં તણાઈ જવાના.બહુ મહાન કહેવાય.બે બાળકો પેદા કર્યા તો અલિપ્ત કઈ રીતે થઇ ગયા?પત્ની અને કામરસ થી અલિપ્ત નહિ રહેવાનું.કે પછી કમાવા કોણ જાય?મહેનત કોણ કરે?વર્ક થી અલિપ્ત.એમના ભજનો સાંભળી ભગવાન સાક્ષાત દર્શન દેતા.શું ભગવાન કોઈ વ્યક્તિ છે?કુદરત નવરી છે કે માનવ રૂપે દર્શન આપે?કે પછી ભ્રમણા?કે ઈલ્યુંજન?તો તો ભક્ત ગધેડા ને ભગવાન મોટા ગદર્ભરાજ સ્વરૂપે ચોક્કસ દર્શન આપતા હશે.એમના દીકરાનો વિવાહ હોય તો કુદરત ને ભગવાન ને દોડવું પડે,એમની દીકરી નું મામેરું હોય તો ભગવાન ને દોડવું પડે.ભારત ની પ્રજા કાયમ આવા સંદેશા મહાકવિઓ,મહાપુરુષો,ભક્તો,સંતો,ગુરુઓ પાસે થી મેળવતી રહે પછી આશરે ૯૦૦ વર્ષ ગુલામ ના રહે તો શું થાય?મહાન ફીલોસીફી,ઉચ્ચ આદર્શો ની વાતો,કવિતાઓ,આખ્યાનો,કથાઓ ના કલ્ચરે ભારત ને મહાન આળસુ બનાવી દીધું.બસ ભજન કરો બેસી રહો સમય નો વ્યય કરો અને ભગવાન બધું સાંભળી લેશે.ભગવાન સ્વયં વિઘ્નો દુર કરવા આવશે.થયું એવું હશે કોઈ વાણીયા શેઠ ને દયા આવી હશે ને બધા કામ પુરા પાડ્યા હશે.હવે એ શેઠ તો ભગવાન જ કહેવાય ને?એનામાં પણ ભગવાન તો છે જ ને?એમણે રચેલી કવિતાઓ વિષે ગુજરાત અને દરેક ગુજરાતી આજે પણ ગર્વ અનુભવે છે.ગુજરાતી સાહિત્ય જગત માં એમનું સ્થાન બહુ ઊંચું છે.ભારત સરકારે નરસિંહ મહેતા નાં માનમાં એક ટપાલ ટીકીટ બહાર પડેલી હતી.જે આપણાં માટે ગર્વ ની બાબત છે.પણ આ કર્મ નો નિયમ કાંતો ખોટો છે,કાંતો મને સમજાતો નહિ હોય.કે પછી કુદરત નાં સામ્રાજ્ય માં કર્મ નો કોઈ નિયમ જ નથી કે શું???????
“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્ય શાળી બને છે.” પહેલા પાપ કરો પછી કરો પસ્તાવો અને બનો પુણ્યશાળી.વેરી સિમ્પલ!!!!હા!હા!હા!હા!હાઆઆઆ!