કૃષ્ણ ને માથે મોરપંખ?
મારે હવે ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોટ લાઈન થઇ ગઈ છે. જયારે કોઈ સવાલો ઉઠે ત્યારે ખબર નહિ રાત્રે ભગવાન સાથે મુલાકાત થઇ જાય છે. કોઈ વિનાતાર(વાયર લેસ) જોડાણ લાગી ગયું છે. ભગવાનને પણ કુરુક્ષેત્રમાં ફરવાનો મોહ લાગેલો છે, કેમ કે મહાભારતનું યુદ્ધ ત્યાં થયેલું. પણ એનો દોષ ઘણા શ્રીકૃષ્ણ માથે પણ નાખે છે. એ રોકી શક્યા હોત એમ માને છે. હવે જે લોકો ખરા કારણભૂત હતા તેમને કોઈ દોષ ના દે અને જે રોકી ના શક્યા તેને દોષ દેવો કેટલો ઉચિત? એટલે ભગવાન પણ હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની મુલાકાતે આવીને જૂની યાદો વાગોળતા હોય છે. અમારી તો દુનિયા જ થઇ ગયું છે કુરુક્ષેત્ર. મેં પૂછ્યું,
‘ભગવાન! આ આપને માથે મોરપિચ્છ જ શામાટે રાખતા હતા?’
‘બસ એમજ , મોરપંખ બહુ મનમોહક હોય છે માટે, દેખાવમાં સુંદર હોય છે.’
‘પણ મેં તો એક જગ્યાએ સાંભળ્યું કે મોર ખાલી પીંછા ફેલાવી નાચે અને એની આન્ખમાંથી આશું પડે તે ઢેલ પી ને ગર્ભવતી થાય, માટે મોર કામી નથી તેમ આપ પણ બ્રહ્મચારી ગણાવ માટે આપ પણ કામી નથી માટે મોરપંખ રાખો છો.’
‘ના ભાઈ નાં! આતો કોઈ મુર્ખ કવિની કલ્પના લાગે છે.’
‘એવું કેમ?’
‘જુઓ પ્રાણી માત્રમાં બ્રહ્મ હોય તેવું સમજે તે બ્રહ્મચારી, એમાં કામ(sex) ને શું લેવા કે દેવા, અને કામરસ પણ ભગવાને જ બનાવેલ છે માટે તે પણ બ્રહ્મ જ છે.’
‘તો આપ એવા બ્રહ્મચારી હતા ખરું?’
‘હા! અને કોઈ પણ સજીવમાં નર અને માદાના મિલન વગર ગર્ભ ધારણ નાં થાય, આન્શુઓમાં સ્પર્મ ક્યાથી આવતા હશે?’
‘એ વાત સાચી! પણ ટેસ્ટ ટ્યુબ બેબીમાં ક્યા મિલનની જરૂર હોય છે?’
‘સાચી વાત પ્રત્યક્ષ મિલન ના હોય, પણ એકના સ્પર્મ અને બીજાનું અંડ તો હોય જ ને, અપરોક્ષ મિલન તો કહેવાય જ ને.’
‘તો ભગવાન મોર અને ઢેલ શારીરિક મિલન કરતા જ હશે ખરું ને?’
‘ચોક્કસ કરેજ, પણ એક વાત છે જે મોરના પીંછામાં પેલા મનમોહક ચાંદલા વધારે હોય તેને જ ઢેલ મિલન કરવા દે ઓછા હોય તેને નહિ.’
‘એવું કેમ ભગવાન?’
‘ઈવોલ્યુશનનો નિયમ છે, નારીને બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો હક છે મોર એનું બેસ્ટ ઉદાહરણ છે.’
‘આ તો કોઈ બી.એડના વિદ્યાર્થી પાસે મોર નાચે ને ઢેલ આશું પીવે તેવું વાચેલું, એટલે મેં પૂછ્યું ભગવાન.’
‘હશે કોઈ મૂરખ, પણ આ ભારતના વિદ્યાર્થીઓને થયું છે શું?’
‘કેમ! ભગવાન?’
‘કોઈ સ્ત્રીઓના મોઢા ના જોનારા ગુરુની આગળ પાછળ ફર્યા જ કરતા હોય છે?’
‘ભગવાન, નારી નરકની ખાણ છે, એનો ફેસ જોઈ જાય તો લપસી જવાય ને નરકમાં જવાય માટે જોતા નહિ હોય ગુરુજી.’
‘અરે વત્સ! નારી તો કુદરતે ઘડેલી બેનમુન, સુંદરતમ પ્રતિમા છે, પ્રેમની ગંગા છે, એની ભળેલી મીઠાશ વગર તો દરિયો પણ અધુરો છે.’
‘તો પછી આ ગુરુજીનું શું માનવું?’
‘અરે વત્સ! નારીનો પ્રેમ પામ્યા વગરનો એ ગુરુ જીવતું નર્ક જ ભોગવી રહ્યો હશે, એ ભલેને નારીને નરકની ખાણ સમજતો.’
‘પણ ભગવાન આ દરિયો તો ખારો હોય છે એના અર્ક ને “મીઠું”કેમ કહેતા હશે?’
‘પ્રેમની ગંગાની મીઠાસ એમાં ભળેલી છે, એની ખારાશને ગુણકારી બનાવી દીધી છે, એનાથી બ્રેનનો વિકાસ થાય છે.’
‘એટલે મીઠું ખાવું જરૂરી છે એમ?’
‘હા! સપ્રમાણ આયોડીનવાળું ખાવું જોઈએ બ્રેનના વિકાસ માટે જરૂરી છે, પણ અતિ નહિ કરવાની.’
‘પણ પેલા યુવાનો વિષે શું કહેતા હતા?’
‘ભારતનું યુવાધન અવૈજ્ઞાનિક અભિગમવાળું ને મુર્ખ બની રહ્યું છે, માટે ભારતના ભવિષ્યની ચિંતા થાય છે.’
‘પણ ભગવન હવે આપણાં હાથની વાત નથી રહી શું કરીએ?’
‘સમજાવો લોકોને.’
‘ભગવાન ના સમજે કોઈ ભારે ડીટરજન્ટથી બ્રેન ધોવાઈ રહ્યા છે, હું તો રોજ લખું છું એના વિષે.’
‘વત્સ! ભણેલા જ નાં સમજે તો અભણનો શું વાંક કાઢવાનો.’
ઓચિંતા મારી આંખ ખુલી ગઈ એલાર્મ જો વાગેલું. મારે જોબ જવાનો સમય થઇ ગયેલો. ફરી પાછા ભગવાન આવશે તો આપ લોગન ને જણાવીશું શું વાતો થઇ તે….
![images[2] (2)](https://raolji.com/wp-content/uploads/2010/06/images2-2.jpg?w=474)