.*વોટર કલોક,,,પાણીની ઘડિયાળ,શું કહીશું? પાણી વડે, જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ. લગભગ જૂની દરેક સંસ્કૃતિમાં પાણી વડે ચાલતી ઘડિયાળોનો ઉલ્લેખ છે. ચીન કોરિયા, ગ્રીક , રોમન અને ઈજીપ્ત તથા ભારતમાં પ્રાચીન કાલમાં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે. હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. તાંબાના કુંભમાં ચોક્કસ માત્રામાં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય. શિવજીના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે, ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો, એવો કોન્સેપ્ટ હતો. નાલંદા બૌદ્ધ યુનીમાં તાંબાના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડમાં મુકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય, પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો, એક પ્રહર પૂરો થયો. ચાર દિવસના ને ચાર રાતના પ્રહરની આ રીતે ગણતરી થતી, અને આ આખી વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હતી વિદ્યાર્થીઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિરમાં છે. *અઢારમી સદીની શરૂઆતમાં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુરમાં જંતર(instrument), મંતર(ફોર્મ્યુલા) ની જ્યોતિષના અને સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ માટે સ્થાપના કરી. સૂર્યની પોજીસન ઉપરથી સમય માપવા માટે સન ડાયલની રચના કરી. એને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
*ધોળાવીરા………કચ્છમાંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું. ગટર વ્યવસ્થા, સુએઝ વ્યવસ્થા, બાથરૂમ અને અમેરિકન સ્ટાઈલવાળા સંડાશ ધરાવતા એ શહેરમાં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા. આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
*0…..zerઓ……The mystical idea of nothingness, શૂન્ય એટલે કશું નહિ. શૂન્યની શોધએ દુનિયાને આપેલી મોટામાં મોટી ભેટ છે. આનો લેખિત પુરાવો ૯મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુરભુજ વિષ્ણુ મંદિર, ગ્વાલિઅરના શિલાલેખમાં આજે પણ છે. એક થી નવ નંબર અને ગણિત, દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમુલ્ય ભેટ છે. આરબ વેપારીઓ આ ગણિત યુરોપમાં લઇ ગયા. ૧૩મી સદીમાં રોમન ચર્ચ ડેવિલનું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબધ મુકે છે, પણ પછી સહેલાયથી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
*હ્યુજ મેટલ વર્ક…………કુતુબ મીનારના સંકુલમાં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો થંભ સ્ટીલમાંથી બનાવેલો છે. લાકડામાંનો કાર્બન લોખંડમાં ઉમેરીને કાટ ના આવે આવું સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
*કપાસમાંથી કાપડ બનાવવાની ભારતની હાથશાળોની ટેકનોલોજી અપનાવી ૧૮મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડનું ઉત્પાદન કરવા માંડ્યું, એનું શ્રેય ભારતને ફાળે જાય છે. અને આજ કોટન કપડાને ભડકીલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગા આખી દુનિયામાં ડંકો વગાડે છે. જોકે પરદેશમાં યોગાના કલાસીસમાં આસનો શીખવવામાં આવે છે. યોગના આઠ અંગોમાનું આસનો એક જ અંગ છે. યોગા વિષે વધારે લખવાની જરૂર નથી. આજે યોગાના સૌથી વધારે પેટન્ટ અમેરિકા આપશે છે ભારત પાસે નહિ.
*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો, જે ફીજીશ્યન હતા. શુશ્રુત સર્જન હતા, ૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મેન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે. કપાળમાંથી ચામડી લઇ યુદ્ધમાં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના શુશ્રુતની શોધ છે.
*ચેસ………..ચતુરંગની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશના સમયે રમવાની રમત હતી. પોલો પણ ભારતનાં રાજાઓની રમત હતી.
*વેક્સીનેસન…….શીતળાના દર્દીના શીતળામાંથી થોડું પસ સાજા માણસને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યોના સતત નિરીક્ષણ હેઠળ રાખી, એને તાવ આવે ત્યારે એના પર સતત ઠંડુ પાણી રેડી એને તાવમાંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી, પછી એ માણસને ક્યારેય શીતળા નાં થાય.
*મીણનો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પુતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
*કામસૂત્ર……….પહેલ વહેલું સેક્સના શિક્ષણ ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયનની રચના છે. શિવજીના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની, ફીમેલ જેનેટલ)સર્જનના પ્રતિકની પૂજા કરી નોર્મલ સેક્સનું બહુમાન કરવાનું શ્રેય ભારતીયોને ફાળે જાય છે. જાપાનમાં આવાજ લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા , ચર્યા એટલે ફરવું અથવા સતત એમાં રમમાણ રહેવું એવો અર્થ કરી શકાય. સેક્સ ના કરવો એવો સ્ટુપીડ અર્થ કોણે ઘુસાડ્યો ખબર નથી.
