મારા વિષે.

“કુરુક્ષેત્ર” માં કલમના સથવારે યાત્રા શરુ કરી છે. અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખવાનું ગમે છે. સત્ય કડવું હોય છે. એમાં સુગર નાખવાનો પ્રયત્ન કરી કરીને કેટલો કરાય? આપણે કોઈની ધાર્મિક લાગણી દુભાવવી નથી. પણ એમજ કોઈની ધાર્મિક લાગણી દુભાઈ ના જાય એવું વિચારી  સત્ય લખવાથી શું ડરવું?ગાંધીનગર  જીલ્લાના માણસાનો વતની અને રાઓલ ચાવડા(ચાપોત્કટ વંશ) વંશનો રાજપૂત છું, એટલી મારી ઓળખ પુરતી છે.

101 thoughts on “મારા વિષે.”

  1. બ્લોગ ની મુલાકાત અને પોજીટીવ કમેન્ટ બદલ આપનો ખુબ ખુબ અભાર,નવો છું કોઈ ભૂલચૂક દેખાય તો જણાવતા સંકોચ ના અનુભવતા.

   Like

   1. આપનું હાલનું સરનામું આપશો..
    પત્ર વ્યવહાર માટે..

    Like

 1. રાઉલજી,
  તમારા મોટાભાગના લેખ વાંચ્યા.મને તો ખૂબ જ ગમ્યા. કારણો…
  – રજૂઆતમાં રહેલી ઇમાનદારી. સરળ અને સ્પષ્ટ લખાણ. ગંભીર વિષય હોય તો પણ નિરસ ન લાગે એવું લખાણ.
  – છીછરાં હાસ્ય કે કટાક્ષથી અંતર જાળવી રાખવાને કારણે જે તે વિષયની ગંભીરતા સલામત રહે છે.
  – તેજાબી લખાણ લખવાના મોહમાં ઘણાં વિવેક જાળવી નથી શકતા. તમે કડવું સત્ય લખવા છતાં ગૌરવ જાળવી શકો છો.જે તે વિષયને ન્યાય આપવા માટેનો જરૂરી અભ્યાસ જણાઈ આવે છે.
  – માત્ર તાજેતરના બનાવોને પકડીને ચાલુ ગાડીએ ચડવાને બદલે સમાજને અને જિંદગીને સ્પર્શતા વિવિધ વિષયોને રજૂ કરવામાં એક પ્રકારની મૌલિકતા જણાઈ આવે છે.
  -બ્લોગમાં દમ છે. વારંવાર મુલાકાત લેવાનું ગમશે.
  …. એક બ્લોગમિત્ર તરીકેના આ બધા અભિપ્રાય લખીને મને પણ એક પ્રકારનો આનંદ અને સંતોષ મળ્યો છે. હજી લખવું છે પણ જે તે પોસ્ટ માટે બાકી રાખું છું.
  તમારા બ્લોગના વાચકો જરૂર વધવા જોઈએ.

  Like

  1. ઠક્કર સાહેબ ખુજ આભાર,તમે બ્લોગ ની મુલાકાત લઇ ને પ્રોત્સાહન રૂપ કમેન્ટ પણ આપી.હું કોઈ સિદ્ધહસ્ત લેખક તો છું નહિ.નવો નીશાળીઓ છું.મનમાં આવે એ લખું છું. ભૂલ પણ થાય.ભૂલ પ્રત્યે ચોક્કસ ધ્યાન દોરી શકો છો.જરા પણ સંકોચ વગર.ખુબ ખુબ આભાર.

   Like

   1. રાઉલજી,
    કૉમેન્ટ તો તમારો હક બન્યો એટલે આપી છે.સાહેબભાવે નહીં પણ મિત્રભાવે આપી છે. આવા મૌલિક લખાણોની જરૂર હતી અને તમે પૂરી પાડી છે. મળતા રહીશું.

    Like

   2. ==

    બાપુ, આપે ટાઈપીંગના કલાસ નથી ભર્યા એ દેખાઈ આવે છે.

    , કોમા, અલ્પવીરામ અને . ફુલ સ્ટોપ, પુર્ણ વીરામ પછી એક સ્પેશ નથી રાખતા.

    એને કારણે બે વાક્ય ભેગા થઈ જાય છે. જો કે આ વ્યાકરણ અને વાક્ય રચના વીષે હું લખું છું મારો ગોલી. વંચાય તો બરોબર છે ને?

    Liked by 1 person

    1. સાચી વાત છે હું કદી ટાઈપ શીખવા ગયો નથી. અને કોમ્પ્યુટર ઉપર પણ અહીં આવીને પછી બેસતો થયો છું. ધીમે ધીમે શીખ્યો છું. પહેલા કેમ ના જણાવ્યું? હવે ધ્યાન રાખીશ. આભાર.

     Liked by 1 person

  2. જે હું કહેવા માંગતો હતો, તે શબ્દો શોધું તેના કરતાં મારી લાગણીઓ અહીં આ શબ્દો સાથે વળગાડું તે મને ઇષ્ટ જયા છે. ભાઈશ્રી યશવંતભાઈએ નિખાલસતાપૂર્વક અને સચોટ રીતે જે જણાવેલ છે, તે સત્ય હવા બાબતે કોઈ શંકા હોઈ શકે જ નહી..
   ભુપેન્દ્રસિંહ
   બાપુ, મને પણ આ બ્લોગનું વ્યસન આજથી જ લાગી ગયેલ છે..!
   વાસ્તવિકતાને તાદ્રશપણે રજુ કરવા બદલ ધન્યવાદ…!!!

   Liked by 1 person

 2. ભુપેન્દ્રભાઇ,
  આપના ઉમદા વીચારો અને ઉત્ત્તમ અભીગમને લઈને બ્લોગ સુંદર બન્યો છે.
  આપના બ્લોગ ને મહીનો પુરો થવા પહેલા બ્લોગ ઓફ ધ ડે જાહેર કરવા બદલ ખુબ ખુબ અભીનંદન..
  ગોવીન્દ મારુ

  Like

  1. શ્રી ગોવિંદભાઈ,
   ખુબ ખુબ આભાર,આજે શરૂમાં દિવ્યભાસ્કર માં અભિપ્રાય આપવાનું ચાલુ થયું.એમાં બેત્રણ આર્ટીકલ સીટીઝન જર્નાલીઝમ માં એ લોકોએ છાપ્યા.એટલે ચાનક ચડી ને બ્લોગ બનાવ્યો.બસ ત્યારથી આજ સુધી ચાલતું આવેલું વિચારોનું ઘમસાણ કુરુક્ષેત્રમાં કલમ ના સથવારે દોડી રહ્યું છે.ફરી થી આભાર માની લઉં.

   Like

 3. ભુપેન્દ્રભાઇ, એકાદ મહિના થી તમારા બ્લોગ વાંચતો આવ્યો છું. ઘણી બધી વાતો લખવી હતી, પણ યશવંત ભાઈએ પહેલા જ લખી નાખી છે. આમ તો ઘણો નાનો છું કહેવા માટે પણ, તમારી રજૂઆત ની શૈલી, વિષય માં ઊંડા ઉતરીને વિચારી ને લખવાની રીત, જેની ટીકા કરતા હોય તે પણ વાંચે તો ખોટું ના લાગે એ રીત ની રજૂઆત ઘણી નિરાળી છે. હું પણ શીખવાનો પ્રયત્ન કરતો રહીશ 🙂

  Like

 4. શ્રી અતુલભાઈ,
  ખોટું લાગે તો ચોક્કસ ટીકા કરવાની.તોજ શીખાય.સત્ય કહેતા ડરવું નહિ ને કોઈ સત્ય કહે તો ખોટું લગાડવું નહિ.ભૂલ હોય તો ચોક્કસ કબુલ કરીશ.રણે ચડ્યો રાજપૂત છુપે નહિ.હવે તલવારો તો કાટ ખાઈ ગયી છે.ખાલો શો માટે એકાદ ઘર માં મૂકી રાખીએ છીએ.તે અહી અમેરિકા આવ્યા પછી પાચ વર્ષ થી બરોડા માં પડી રહી હશે.પછી શું કરવાનું કલમ ઉઠાવી છે.હવે ગાવું પડશે કલમે(સોરી કી બોર્ડે) ચડ્યો રાજપૂત છુપે નહિ.ખુબ જ આભાર.મુલાકાત બદલ.

  Like

 5. આત્મા, પરમાત્મા, અધ્યાત્મા, જનમ, આગળના પુર્વ જનમ અને હવે પછીના પુનઃ જનમ, કર્મ, નરક, સ્વર્ગ અને મોક્ષ, આ બધું ભારતના લોકોની ધાર્મીક માન્યતામાંથી જનમેલ છે.

  વીધવા અને દલીત પણ એમ સમજે કર્મના પ્રતાપે દુ:ખ આવ્યું છે.

  ભુપેન્દ્રસીંહ, ચાલો આપણે બધા કળસીયાથી મહાસાગરને ઉલેચીયે.

  Like

 6. Mahatmao a bandh kareli vicharwani bari kholi ,mara vicharo ni varso thi bandh padel bari kholva mate dhanywad,varso thi mahatmao a dharmrupi afin pavi ne madh ma chakta banel loko ne manavdharm ni siksha apnar teacher ne abhinandan.

  Like

 7. ભુપેન્દ્રસિહ્જી, નમસ્કાર …કુરુક્ષેત્ર..નામ જ યથાર્થ છે..ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે…વળી વેદિક રુષિ જ્યારે અંતેવાસી શિષ્યને ઉપદેશ આપે ત્યારે પ્રથમ કહે છે..સત્યં વદ..ધર્મમ ચર…અહિ પણ સત્ય પ્રથમ છે..ન હિ સત્યાત પરો ધર્મ..સત્ય એજ ઇશ્વર..સ્ત્ય સર્વોચ્ચ છે..
  સત્યના દ્વારમાંથી જે પસાર નથી થતાં અને લાગણિ દુભાય જાય છે તેઓ ધાર્મિક નથી..આપ જે ચાર લીટીમાં જે કહો ચ્હો તેમાં ઘ્નું આવી ગયું…દૈવિ ગુણોમાં પહેલો ગુણ હોય તો તે અભયં સત્વ સંશુદ્ધિ…ખોટી માન્યતા, અંધ્શ્ર્ધ્ધા કે કુરિવાજોથી ડરવાની કોઈ જરુર નથી..આપ રાજપૂત છો..સદધર્મની રક્ષા માટે આપની તેજસ્વી ક્ષાત્ર વૃત્તિ્ને બિરરદાવુ છું….નાનકડુ પણ સદ ધર્મનું આચરણ મહાન ભયમાંથી તારે છે..પછી સાગર ઉલેચવો હોય કે અન્યાય સામે થવાનું હોય…ત્યાં આપણી સાથે કોઈ હોય નહિ તો પણ કુરુક્ષેત્રમાં ઝ્ઝુમ્તા રહેવું એજ યોગ્ય ગણાય છે..આપને ખુબ ખુબ શુભેચ્છા…મારી બે પંક્તિથી..
  સત્ય રાહે કોણ આજે ચાલશે
  ચૂપ રહીને બેસવું ના ફાવશે
  ધર્મ સાશક દંડનીતિ આચરે
  નરમહીંથી સિંહ નક્કી જાગશે

  Like

 8. આપ જે સ્પીરીટથી કલમનો તલવાર તરીકે ઉપયોગ કરી જાણો છો તે વનરાજ ચાવડાના વંશજ જ કરી શકે. વનરાજ ચાવડા વિશે વાંચી મેં મારી માતાને ખુશ કરવા વારંવાર પ્રયત્ન કર્યો છે. બહાદૂરી તમારા લોહીમાં છે. તે યોગ્ય રીતે અન્યને પણ સહાયરૂપ થતી રહે તેવી શુભેચ્છા !

  Like

  1. રેખાજી,
   વનરાજ ચાવડા વિષે વાચી મેં મારી માતાને ખુશ કરવા વારંવાર પ્રયત્ન કર્યો છે.આના સંદર્ભ માં થોડું વધારે જણાવશો તો આભારી થઈશ.આપ મારા બ્લોગ પર પધાર્યા ને અમુલ્ય અભિપ્રાય આપ્યો તે બદલ આભાર.

   Like

 9. શ્રી ભૂપેન્દ્રભાઇ,

  મે ગઇકાલે રાત્રે (21-02-2010), “માંસાહાર – શાકાહાર” ની ચર્ચામાં ભાગ લેવારુપે મારી અભિપ્રાયરૂપી કોમેંટ પોસ્ટ કરેલી. ગઇ કાલે “PENDING FOR MODERATORS APPROVAL” ના સ્ટેટસમાં જોએલી. આજે ફરીથી પેજ ખોલતાં તે પબ્લીશ થઇ હોય તેમ લાખતું નથી. જો તમને તે પબ્લીશ ન કરવા યોગ્ય લાગી હોય તો મારે કંઇ કહેવાનું નથી. પણ જો તમારી કોઇ શરતચૂકથી ડીલીટ થઇ ગઇ હોય તો આજે ફરીથી પોસ્ટ કરી છે. મારે હિસાબે મેં કશું અજુગતું લખ્યું નથી.

  with regards,

  shirish dave

  Like

  1. શિરીષભાઈ
   આપે મારા બ્લોગ ની મુલાકાત ઘણા સમયે લીધી બદલ આભાર.લગભગ અઢી મહિના થયા,બ્લોગ ને શરુ કરે.આપના અભિપ્રાયો બીજા બ્લોગો પર હું જોતો હતો.આપ લાંબા એક લેખ જેટલા અભિપ્રાયો આપવા ટેવાએલા છો.એટલે મેં આપનો કોઈ બ્લોગ હોય તે શોધવા ટ્રાય કર્યો,જેથી કશું સારું સારું વાંચવા મળે. પણ નિષ્ફળ રહ્યો.હોય તો જણાવજો.જો ના હોય તો આપ બ્લોગ શરુ કરો તો આપના વિશાલ જ્ઞાન નો અમને પણ લાભ મળે ને કશું શીખવા પણ મળે.હું રાત ની બાર કલાક ની જોબ કરું છું,સાંજે સાત થી સવારે સાત.એટલે દિવસે ઘોરતો હોવ છું.બે દિવસ વચ્ચે રજા હોય એટલે કશું લખીને મુકીએ.આપે ઉતાવળે વિચારી લીધું.ખેર મારા જુના લેખો વાચતા રહેજો.ને આપના અમુલ્ય અભિપ્રાયો ની રાહ જોઇશ.

   Like

   1. શ્રી ભૂપેન્દ્રભાઇ,

    કદાચ લાંબુ લખવું સહેલું હોય છે અને ટૂંકમાં બતાવવું અઘરું હોય છે. વળી ટૂંકુ લખીયે એટલે એમાં થોડું હાઈપોથેટીકલ (ધારણા કે અનુમાન)નું તત્વ આવી જાય અને તેથી વાત જરુર કરતાં વધુ લંબાય. છેલ્લા બે મહીનાથી ગુજરાતીમાં વધુ લખું છું. એક બ્લોગ બનાવ્યો છે ખરો જે ત્રીનેત્રમ્ છે જે નીચે પ્રમાણે છે. એક નાની વાર્તા પણ લખી છે તે પણ “ગુજરાતી”માં છે.
    http://treenetram.wordpress.com/wp-admin

    તે સિવાય http://www.shirish-dave.sulekha.com છે જેમાં ઘણા વખતથી ક્યારેક ક્યારેક લખ્યું છે.

    હું સામાન્યરીતે શનિ-રવિની રજાઓમાં લખું છું. મને જે કંઇ ઇ-મેલ આવે છે તેને વાંચવામાં જ વધુ સમય જાય છે. તેથી જવાબ આપવામાં લાસ્ટ કૅમ ફર્સ્ટ સર્વ જેવું થાય છે.
    પ્રતિભાવ આપવા બદલ હાર્દિક આભાર. અને શુભેચ્છાઓ બદલ પણ આભાર.

    with regards,
    shirish dave

    Like

 10. i just can’t imagine how i missed ur blog !! you write really well and as yashwantji and panchambhai said, it’s bold, logical and honest writing stuff …

  keep writing… i’ve added the link to your blog in my blogroll

  Like

 11. આપના બ્લોગનો હેતુ ખુબ જ ગમ્યો.
  જીવનમાં બનતી ચમત્કારીક ઘટનાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ઉકેવી જોઈએ.આજે પણ સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપક પ્રમાણમાં છે.જાણે અંધશ્રદ્ધાનું આધુનિકરણ થઈ રહ્યુ હોય….સમાજમાં જાગૃતિ ફેલાવશો તેવી અપેક્ષા તમારા પાસેથી રાખુ છુ….આભાર

  Like

 12. મિત્ર,

  કુરુક્ષેત્રની સાથે સાથે કર્મક્ષેત્ર જેવો વિભાગ શરૂ કર્યો હોય તો મારા જેવા કે જેમને વીચાર, વાત કે રજૂઆત કરતાં બહુ ફાવતું ન હોય તેવા સીધા કર્મક્ષેત્રમાં જ ઊતરી પડે. તમારી ‘તેજાબ’ની મુલાકાત દરમ્યાન બંધાયેલ સંબંધને શરૂ થવામાં થોડી વધારે પડતી જ પ્રતિક્ષા કરવી પડી તે બદલ ક્ષમા કરજો નથી કહેવું; પણ આવી અનિયમીતતા સાથે મિત્રતાના સંબંધને ઉછરવા દઇએ તો કેવું ?

  Like

  1. શ્રી અખિલભાઈ,
   આપનો આભાર.આપનેપણ કર્મક્ષેત્રે કુરુક્ષેત્ર નો અનુભવ તો થતો જ હશે.અને ભાઈ રજૂઆત નું દુનિયાના માહિર કલાકાર છો,મેં આપનો અવાજ પણ સાંભળ્યો છે.ટીવી પર હોસ્ટ બનવા માટે એક સુર કે અવાજ ની પરફેક્ટ ક્વોલોટી જોઈએ સાહેબ.બધા પાસે એ હોતી નથી.સારા વક્તા પાસે સારો અવાજ પણ જોઈએ.અમે તો ખાલી લખીને રજૂઆત કરી શકીએ બોલી ને નહિ.આપતો બંને કરી શકો છો.મેં બહુ બધા સારા વક્તાઓ ને સાંભળ્યા છે.નેતાઓ અને ધાર્મિક ગુરુઓ ને કથાકારો ને પણ સાંભળ્યા છે.પણ મારા મતે બોલવાની કળા ના,ભાષણ કે લેકચર આપવાની કળા ના બેતાજ બાદશાહ હતા ઓશો રજનીશ.આપણે એમના વિચારો સાથે સંમત થઈએ કે ના થઈએ એ જુદી વાત છે,પણ એક કલાત્મક પ્રવાહિતા એમના લેક્ચર્સ માં જોવા મળતી.

   Like

   1. વાત સાચી છે.

    આ ઓશો કહેતો કે પત્ની ખુશી થાય તો પતીએ ખુશી થઈ જવાનું અને ઓશો કહેતો એ જ પત્ની જ્યારે બીજા પુરુષ સાથે જરાક હશે કે પતીની ખુશી ઉડી જાય એ ક્યાંનો ન્યાય?

    બોલવાની, લખવાની, અભીવ્યક્ત કરવાની કે છેવટે સાંભળવાની કળા કેળવવી જોઈએ.

    જન્મ પહેલાં એટલે કે ગર્ભ કે ગર્ભની બહાર શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ કરે છે એ વીશે આપની તેજાબી કલમને આમંત્રણ છે. આત્માનો પ્રવેશ ક્યાંક અથવા ક્યારેક તો થતો જ હશે.

    Like

 13. આપના બ્લોગ પર વાંચકો અંગ્રેજી લીપીમાં ગુજરાતી લખે છે. તેમની સગવડ માટે ગુજરાતીમાં ટાઈપ કરવાની વ્યવસ્થા કરી શકાય? બીજા કોઈ બ્લોગ પર એવી વ્યસ્થા જોવામાં આવી હતી તેથી આ સુચન કરવાનું મન થયું.

  કુરુક્ષેત્રમાં જે થયું તે મહાભારતનું યુદ્ધ ખરેખર ધર્મયુદ્ધ હતું ખરું? એ કયા સિદ્ધાંત માટે તે લડાયું હતું કે જેથી તેને ધર્મયુદ્ધ કહે છે? દુર્યોધને ચાલાકી વાપરી પાંચ ગામ આપી દીધા હોત તો?

  Like

 14. કુરુક્ષેત્રમાં જે યુદ્ધ થયું તેના લખનારે તેને ધર્મ યુદ્ધ કહ્યું.

  પણ વાચકને જે બુદ્ધિગમ્ય લાગે તે માનવું જોઇએ.

  વર્ણનો ઉપરથી અને સંવાદો ઉપરથી ઐતિહાસિક સત્યો તારવી શકાતા નથી અને તે યોગ્ય પણ નથી. જો તે તત્કાલિન (સમકાલિન) હોય તો તેને વેટેજ આપી શકાય. બાકી તુલસી દાસ કે નરસિંહ મેહતાના લખાણોને આધારભૂત માની રામાયણ કે મહાભારતના પ્રસંગોનું સત્ય તારવી ન શકાય.

  પ્રાસાનુપ્રાસ, અનુકરણવાચક શબ્દ પ્રયોગ, વિરોધાભાષી શબ્દ પ્રયોગ, કે મર્યાદાવાળા દ્રષ્ટાંતો આપીને પણ સત્ય તારવી ન શકાય. આવી ગુસ્તાખી રજનીશે સતત કરી છે. પણ હવે તેના શ્રોતાગણ તેની જ કક્ષા વાળા હોય અને “તર્કશાસ્ત્ર” અને વૈજ્ઞાનિક પરિમાણોથી અજ્ઞાત હોય તો સમજુ માણસોએ સંસ્કૃતમાં લખાયેલો શ્લોક યાદ કરી લેવો. “દર્દૂરા યત્ર વક્તારઃ તત્ર મૌનં હિ શોભનં” એટલે કે જ્યારે દેડકાઓ વક્તા હોય ત્યારે મૌન જ શોભાસ્પદ હોય છે.

  સ્વર્ગ અને નર્ક ને હિન્દુ ધર્મ (સનાતન ધર્મ) માનતો નથી. કદાચ આ બહારથી ઘુસેલી માન્યતા છે. પૂનર્જન્મ વિવાદાસ્પદ છે. જો તે હોય તો પણ કોઇ તેને યાદ રાખી શકે નહીં. કારણ કે યાદ રાખવાનું કામ મગજ કરે છે અને મર્યાપછી તે કામકરતું બંધ થાય છે. અને તે વિનાશ પામે છે. “સ્મૃતિનાશે બુદ્ધિનાશો, બુદ્ધિનાશે વિનશ્યતિ.” (ગીતા).

  પણ ગીતામાં લખેલું બધું જ વેદોક્ત નથી. તેથી જ્યાં વિરોધાભાષ જણાય ત્યાં વેદનો સહારો લઇ શકાય. અને વેદ અને પ્રત્યક્ષ પ્રમાણ વચ્ચે વિરોધાભાષ હોય ત્યાં પ્રત્યક્ષ પ્રમાણને માન્યતા અપાય. પ્રત્યક્ષ પ્રમાણ ક્યારેક આપણા સાધનો ઉપર આધાર રાખે છે. તેથી તેવા સંજોગોમાં થોભો અને રાહ જુઓ ની વૃત્તિ અપનાવવી જોઇએ.

  સનાતન ધર્મ કર્મ ફળમાં માને છે. અને કાયદાની પ્રણાલીમાં પણ તેને જ માન્યતા છે. વ્યક્તિના વિચારો અને કાર્ય તેના સ્વભાવને ઘડે છે. અને તે પછી કાર્ય અને સ્વભાવ તેના વિચારો ઉપર અસર કરે છે. આ વાત આધુનિક માનસ શાસ્ત્ર પણ માન્ય રાખે છે. અને ગીતા પણ આ જ કહે છે.

  દરેક વાતોમાંથી સાર ગ્રહણ કરવો.

  Like

  1. દવે સાહેબ ગીતા છે એ વેદોકત કે પ્રાકૃતિક જ્ઞાનનુ સંકલીત ગ્રંથ છે… જે અથર્વવેદની ઘણુ નજીક છે. અને ગીતા એ મહાભારત ના યુધ્ધ સમયે અર્જુન વિસાદ અને ગ્લાની અનુભવતો હતો આથી શ્રીકૃષ્ણે તેમને મોટીવેશન રુપે ગીતા સંભળાવી… એક મહાકાવ્ય નો નાનો હિસ્સો આખા હિન્દુ ધર્મનુ પ્રતિનિધિત્વ કરતુ થઈ જાય તો ક્યાક ગોટાળા અને ગેર સમજની હારમાળા સર્જાવાનીજ. અગર ગીતાને જે લોકો ના માનતા હોય તેના માટે વેદોકત સંદર્ભ આપતા હશે… કારણ કર્મનો સિધ્ધાંત અથર્વવેદમાં બહુ સારી રીતે અને વૈજ્ઞાનિક ઢબે જ આપેલો છે. જેમાં કર્મ જ નહી તેના ફળ પર આપણો જ અધીકાર છે તે વાત ને બહુ વિશ્વાસથી રજુ કરી છે..ત્યાં કોઈ આધ્યાત્મિકતાની વાત જ નથી કરી..અને આમે ય મહાભારત એક મહા વાર્તાથી વિશેષ કશુ નથી.. જે ઉતર હરિવંશ પર થી ઉતરી આવી છે.અગર સત્ય હોય તો કુરુક્ષેત્રના યુધ્ધમાં એક કરોડ એંસી લાખ લોકો મરાયા હતા … જેનુ એક પણ હાડકુ આજે નથી મળતુ …હાડકુ બળ્યા પછી પણ ૩૫૦૦૦ વર્ષ સુધી અકબધ રહે છે??????????????

   Like

   1. આ હાડકાની વાત સારી પકડી લાવ્યા.માંનોકે એક કરોડને બાળ્યા હોય તો પણ હાડકા તો અકબંધ હોય.ધન્યવાદ.

    Like

   2. ” … અને આમે ય મહાભારત એક મહા વાર્તાથી વિશેષ કશુ નથી..” જો આનો અર્થ એમ હોય કે મહાભારત એક માત્ર નવલ છે અને ઈતિહાસ નથી, તો ઘણા લોકો સંમત નહીં થાય. કારણ પણ ઘણા બુદ્ધિગમ્ય છે. નવલના પાત્રને કોઈ પૂજવા નહીં માંડે અને તેનાથી કોઈ સ્થળો ઐતિહાસિક સ્થળો બનશે નહીં તેમજ તે વ્યક્તિઓના જન્મદિનો પણ હશે નહીં અને ઉજવાશે નહીં. અને તેના સમયના ખગોળના વર્ણનો પણ નહીં હોય. એક વાત છે કે જ્યારે વ્યક્તિ અમુક હદથી વધુ પ્રખ્યાત ત્યારે તેમાં દંત કથાઓ ઉમેરાય છે. અને વર્ણનો પણ અતિશયોક્તિ વાળા ઉમેરાય છે. પણ પાત્રોની ઐતિહાસિકતાને અવગણી ન સકાય. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, જીસસ, અષોજરથુષ્ટ, સાંઇબાબા, સહજાનંદસ્વામી, વિગેરેના જીવનકથાઓમાં અને પુરાણોમાં પણ ઘણા ચમત્કારો નાખવામાં આવ્યા છે. ચમત્કારોનો છેદ ઊડાવી દેવો. અને ઈતિહાસ તારવી લેવો.

    Like

    1. ઈતિહાસ હોય તે તારવી લેવો અને ચમત્કારોનો છેદ ઉડાવી દેવો તે વાત બહુ સરસ કરી.

     Like

     1. મા. દવે સાહેબ, રાઓલ સાહેબ. ઉતર હરિવંશ વેદીક સમય માં પણ હતુ અને વેદીક કાળના બે ભાઈનો કુટુંબના ઝગડાની વાત તો પણ ઉલ્લેખ છે…આખુ મહાભારત પાણીની ના વ્યાકરણ બધ્ધ (અનુષ્ટુપ છંદ) છે.પાણીની ઈ.સ. પુર્વે ૭૦૦ થયો. ઉતર હરિવંશ જેવી કથા પ્રાચીન ગ્રીકમાં પણ પ્રચલીત હતી જે હોમર નામના કવિએ ઓડીસી અને ઈલીઆડ નામે રજુ કરી તે પણ છંદ બધ્ધ છે.એકીલીસને પગ માં બાણ લાગે તો જ મરે….. બાકી સારા લેખકની કલ્પના શક્તિ વધુ તે જ હોય છે .. જેમ કે ટાઈટેનીક ડુબ્યા પહેલા એક લેખકે ટાઈટન નામની નોવેલ લખી હતી.. જેનુ વર્ણન ટાઈટેનીક સાથે હુ બહુ મળતુ આવે છે.અશ્વીની ભટે અંગાર લખી તેમાં ઓશો ના જીવન ની જ જાણે વાત હોય તેવુ જ લાગે પણ શ્રી ભટ્ટે કહ્યુ કે હુ ક્યારેય ઓશો ને મળ્યો નથી તેમ તેના કોઈ પુસ્તક વાંચ્યા છે …ફેક્ટ અને ફિકશન નુ પણ એક વિ્જ્ઞાન અને ગણીત છે. નં ૨ મંદીરો માં જે તે સંપ્રદાયની તે સમયમાં મુર્તિ બદલવી પણ સામાન્ય બાબત જ હતી જેમ કે લેનીન, સ્તેલીન, સદામ ના પુતળા લોકો એ તોડ્યા તેમ તેવુ જે તે સમયે થયુ જ હોય … વ્યાસ અર્થાત વ્યાપ વધારનાર, તેમ જ લેખક નુ એક ઉપનામ તરીકે પણ વ્યાસનો ઉપયોગ થતો હતો.. વ્યાસ એટલે વેદ વ્યાસ જ નહી તેની આખી ઈન્સ્ટીટયુટ મળી ને આ મહા વાર્તા કમ્પાઈલ થઈ હોય એકલા એક વ્યક્તિ નુ કામ ત્યારે ય નહોતુ અને આજે પણ નથી. તેમ સોનાની દ્વારકા પણ સંસ્કૃત અલંકારથી વિશેષ કશુ નથી. કોઈ પણ વિજ્ઞાનિકને પુછી શકાય કે સોના પતળા મઢેલ આવાસ માં રહી શકાય કે નહી??? જુની દ્વારકા દરીયાઈ તોફાન માં ગરક અને નવી બની જેમ એલેક્ઝામ્ડ્રિયાની દિવાદાંડી એથેન્સ…. વગેરે ના આજે પથ્થરો દરિયામાં પ્રાપ્ત થાય છે અલબત પુરાવા રૂપે. કુરુક્ષેત્ર શહેર નુ ક્ષેત્રફળ જોતા ય પ્રશ્ન થાય કે ૧ કરોડ એસી લાખ અહી સમાયા કેમ હશે??? એવો જ એક મહાભારત ના પ્રસંગમાં ખુદ અર્જ્જુન ને શ્રી કૃષ્ણ એક પ્રકાશ અને આકાશી સીમા બતાવી કહે છે અહી(જીવન-મૃત્યુ) મારો પણ અધીકાર નથી… જેમ આજે અમુક બાવલા અને કથીત સંતો ના મંદીરો બીલાડીના ટોપ માફક ફુટી નીકળે છે તેમ કૃષ્ણ મંદીર અને રામ મંદીર બન્યા હશે એમાં કોઈ નવાઈ નથી.હા મહાવીર અને ગૌતમ બુધ્ધ થયા છે અને તેનો સાઘંત ઈતિહાસ મળે છે. જે ભાષાના વ્યુત્પતિ વિજ્ઞાન સાથે ક્રમ સર છે. આ સમયે બ્રાહ્મણોની મોનોપોલી હતી તેને તોડવા સંસ્કૃત ભાષા ને બદલે પાલી અને માગધી ભાષાનો બ્રાહ્મી લીપીનો પ્રયોગ કર્યો..આવા જ સમયે ચાર્વાક નામ એક બ્રાહ્મણ થયો હતો તેને પણ બ્રાહ્મણી પરંપરા નો છડે ચોક વિરોધ્ધ કર્યો હતો. સાહેબ વધારે લખાય ગયુ હોય તો ક્ષમા ચાહુ છુ.

      Like

      1. આત્માની બાબતમાં નવા આધુનિક ફિલોસોફર્સ અને મનોવૈજ્ઞાનિક અને ન્યુરોસાયન્સ ચાર્વાકની જેમ વાતો કરે છે.મેં મારા દીકરાને કહ્યું કે આ વાતો તો ચાર્વાક હજારો વર્ષ પહેલા કહેતા હતા અને એમની સ્કુલ પણ હતી તો એને ખૂબ નવાઈ લાગેલી.

       Like

 15. Bhupendrasinhji…
  Nice knowing you….Nice Blog !
  It was nice of you to VISIT/COMMENT on my Blog Chandrapukar.
  As read your COMMENT on my Blog. I thought of you as a “Truth-Searcher”…That is nice !
  But always remember that you as a Human is NOT always right or perfect….I you adhere to this you always remain a “True Human ”
  I wish you WELL in what you do !
  Thanks for visiting Chandrapukar & please do revisit !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting your Readers to my Blog !

  Like

 16. ‘સફારી’ મેગેઝિનમાં ગુજરાતનો બાર સૈકાના ઈતિહાસ વિશેનો લેખ વાંચ્યો. ૧૧૯૫ વર્ષ પહેલાં વનરાજ ચાવડાએ અણહિલવાડના નામે ગુજરાતનો પાયો નાખેલો. આમ તો ગુજરાતનો નાથ,પાટણની પ્રભુતામાં થોડું જાણવા મળેલું. અને પછી આપના બ્લોગ પર વનરાજ ચાવડા વિશે વાંચેલું. અને તેથી આ સવિસ્તાર માહિતી રસપૂર્વક વાંચી. આ લેખમાં વનરાજ ચાવડા અને તેના વંશજોનો આખો ઈતિહાસ છે.

  Like

  1. મીતાબેના,
   સફારી મારું પ્રિય મેન્ગેઝીન હતું.ભારતમાં નિયમિત મંગાવતો.વનરાજ ચાવડા પછીના સામંતસિંહ ચાવડા ના ભાણેજ મુલરાજ સોલંકીએ મામા ને મારી ને પાટણ ની રાજગાદી કબજે કરી.સામંતસિંહ ના દીકરાઓ કચ્છ માં મોસાળ માં ભાગી ગયા.એમના વંશ ના પુંજાજી ચાવડા પાલનપુર ના નવાબ ના સેનાપતિ હતા.એમના વંશજ મેસાજી ચાવડા મહેસાણા વસાવેલું.માણસા કદી ગાયકવાડ ના હાથમાં આવેલું નહિ.પણ છેવટે અંગ્રેજોએ આખો દેશ કબજે કરેલો એમાંથી આ નાનું રજવાડું કઈ રીતે બાકાત રહે?રાઓલશ્રી નો ઇલકાબ પણ અંગ્રેજોએ માણસા ના રાજઘરાના ને આપેલો.એટલે ફક્ત માણસા ના ચાવડાઓ જ રાઓલ અટક લખાવતા.માણસા માં ચાવડાઓ ના પાંચ માઢ(ફળિયા) છે,બધા ધીરે ધીરે રોયલ ફેમિલીમાંથી છુટા પડેલા છે,માટે બધા રાઓલ અટક લખાવે છે.

   Like

 17. મોટા ભાઇ આપનો આ બ્લોગ કાઇ અગજ પ્રકાર નો છે. ખુબ જ ગમીયો કે જે સત્ય નુ જ
  લખાણ લખે છે. તેના વીચાર બધા કરતા અલગ હોય છે.સુદર લેખ લખો છો. આગળ લખતા રહો અને અમને મોકલતા રહો ..અભિનંદન..

  Like

 18. શ્રી ભુપેન્દ્રસિહજી,
  આપે બ્લોગનું સુંદર મન રાખું છે. જેમ કુરુશેત્ર મેદાનમાં ધર્મ અને અધર્મ
  વચ્ચે યુદ્ધ થયેલ તેમ આપ સમાજના સળગતા પ્રશ્નો અંધશ્રદ્ધા ,અંધવિશ્વાસ
  અને અવૈજ્ઞાનિક વિષયો પર લડક આપી ઝઝૂમો છો તે બદલ ખુબ ખુબ
  અભિનંદન. . આપનો બ્લોગ બહુ જ સરસ છે. ધન્યવાદ.
  સ્વપ્ન જેસરવાકર

  Like

  1. ભાઈ,
   ખુબ આભાર આપનો.ભાઈ કડવી નહિ અતિ કડવી વાતો છે મારી.સુગર કોટેડ કરી ને આપવાનો મારો ઈરાદો જરાય નથી.ઉલટાની વધારે કડવાશ ઉમેરીને આપીશ.જેથી બ્રેન માં રહેલા કૃમિ તત્ક્ષણ નાશ પામે.ફરીથી આભાર અને ધન્યવાદ .

   Like

 19. ભાઈ શ્રીભુપેન્દ્રસિંહ,

  આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે હવે પ્રસાર માધ્યમો પણ અંધશ્રધ્ધાનાં વેપારમાં જોડાયા છે અને તેથી હવે તે રાક્ષસની જેમ વધવા લાગ્યો છે. એટલે જે આશા રાખી હતી કે ટી. વી. નાં માધ્યમથી અંધ-શ્રધ્ધાનું પ્રમાણ ઘટશે તેને બદલે બમણું થવા લાગ્યું છે. માટે આપણે પણ આપણા પ્રયત્નો બમણાં કરવા રહ્યા.

  હમણાં જ એક કાર્યક્રમમાં એક બાવો ગાયનાં છાણથી અને મુત્રથી ન્હાવાની સલાહ આપતો જોયો. અને અણુ-યુધ્ધ થાય તો ગાયનું છાણ પરમાણું વિકીરણોથી તમને બચાવી લેશે તેવી પણ વાતો કરતો હતો. ગાયનાં શરીર પર હાથ ફેરવવા માત્ર થી શરીરનાં રોગ મટી જાય તેવું ડીંડક ચલાવતો હતો. અને સૌથી વધુ આંચકાજનક વાત એ હતી કે તેની સભામાં હજારો લોકો માથા ડોલાવતા હતાં અને મોટા ભાગની ભીડ ‘ભણેલી’ હતી.

  હજારો વર્ષોની ગુલામી પછી……હવે પ્રજા જ બકરી જેવી બની ગઈ છે. જે ચારો નાંખો તે ખાઈ જાય છે. ભારતનું ભાવિ ફરી ગુલામી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુલામીનો પ્રકાર અને અર્થ નવા યુગમાં હવે બદલાયો છે. હવે કોઈપણ શક્તિશાળી દેશ બીજા નબળા દેશની સરહદમાં ઘુસ્યા વગર તેને ગુલામ બનાવે છે તેનું આસાનીથી આર્થિક-સામાજીક-રાજકીય શોષણ કરી શકે છે. આપણાં દેશમાં હરામખોર નેતાઓ ને આરામખોર પ્રજા મળી છે.

  Like

  1. ભાઈ,
   આપના વિચારો મેં રીડ ગુજરાતી માં વાંચ્યા છે.હજુ વધારે હિંમત કરો લખવાની.હૂતો ઠોકી ઠોકી ને લખું છું.કડવા માં કડવું લખું છું.રામ ની કથા થી જગનું મંગલ થાય છે તો જગનું ઠીક ભારત કેમ હજાર વર્ષ ગુલામ રહ્યું?સોચો જરા.આભાર આપનો.મારા લેખો વાંચતા રહેજો અને પ્રતિભાવો આપતા રહેજો.

   Like

 20. આપના વિચારો ખરેખર બીરદાવવાને લાયક છે. પહેલા એક સમયે હું એવું જ વિચાર્તો હતો અને મને આપની જેમ ઘણાં પ્રશ્નો સતાવતા ત્યારે થતું કે આમ કેમ? આ બધુ શા માટે ? કયારેક મે સવાલ પણ ઉઠાવ્યા ત્યારે કેટલાક વડિલો અને ડાહ્યા લોકોએ સલાહ આપી કે આપણે આ બધામાં ના પડાય. લોકો ભડકશે તો પાછળ પડી જશે. ઘણી વાર લખવાની કે વિરોધ કરવાની કોશિસ કરી પણ એ જ લોકો અને તેમના એ જ અભિપ્રાયો. આખરે મે આ બધુ છોડી દીધુ હતુ. પણ જ્યારથી આપના બ્લોગના સંપર્કમાં આવ્યો છું ત્યારથી મારી હિંમત લગભગ ખુલી ગઇ છે, હવે મને કોઇ શું કહેશે તેનો ડર નથી લાગતો.
  ખરેખર તો હું કોઇ ગુરુપ્રથામાં માનતો નથી તેથી આપને મારા આદર્શ ગણીને આગળ વધીશ. આપના કાર્યમાં મારી કયાંય જરુર હોય તો ચોક્કસ યાદ કરશો.

  Like

  1. ભાઈ હેમાંગ,
   આભાર આપનો.હવે આ હજારો વર્ષો થી મહાત્માઓ એ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો પ્રયત્ન યંગ જનરેશને જ કરવો પડશે.સાધુ,બાવા,મદારીઓ નાં દેશ ને હવે સાયન્સ અને રીસર્ચ નો દેશ બનાવવો પડશે.આપનો સહકાર છે તે બદલ ખુશી છે.

   Like

 21. પ્રિય ભૂપેન્દ્રભાઈ,

  આપની વાતો કંઈક અંશે સાચી હોઈ શકે, પણ
  આપ જે કહો છો કે;

  “હવે આ હજારો વર્ષો થી મહાત્માઓ એ વિચારવાની બંધ કરેલી બારીઓ …”
  તે મને બરાબર લાગતું નથી.

  ક્યા મહાપુરુષોએ બારીઓ ખોલવાની મનાઈ કરી હતી?

  મને લાગે છે કે ભારતમાં ચર્ચા આવકર્ય રહી છે. ભારતના ૧૮૦૦ થી ૧૯૦૦ના ઘોર અંધકારયુગમાં પણ દયાનંદ સરસ્વતી જેવાઓએ ખૂલ્લી ચર્ચાઓ કરેલી. શાસ્ત્રાર્થ એ એક ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે.

  ગેલેલીયો ને ચર્ચ તરફથી સહન કરવું પડેલું. અને માણસને સળગાવી દેવા સુધીના બનાવો પણ પશ્ચિમમાં બનેલા છે. અને મુસ્લિમ દેશોમાં આજે પણ બને છે. આપણે કદાચ કોઈની બુરાઈ નકરીએ અને અવાસ્તવિક ખૂદની સંસ્કૃતિની પણ બુરાઈ કરવાથી દૂર રહીએ તો સારું.

  ભારતમાં સંપૂર્ણ સારું નહીં હોય પણ દીશા તો સારા તરફ જવાની થાય તેમાં ઘણા લોકો પ્રયત્ન કરે છે. જેઓ જવાબ આપવાને હાજર નથી તેવા મહાપુરુષોનું સામાન્યીકરણ કરણ કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વગોવવાથી પણ દૂર રહીએ તો સારું.

  મહાત્મા ગાંધીએ જ્ઞાતિપ્રથાને વગોવ્યા વગર તેની ઉચ્ચ-નીચના ભેદોને દૂર કરવાની મોટી ભૂમિકા ભજવેલી. તેવીજ રીતે આપણા મનમાં જે મહાપુરુષો માટે કડવાશ હોય તેને કાઢીને સારી વાતો ગ્રહણ કરીએ અને આપણી સંસ્કૃતિ પ્રત્યે આદરભાવનું વાતાવરણ ખરાબ ન થવા દઈએ.
  स्वधर्मे निधनम्‌ श्रेयः
  परधर्मो भयावहः
  આમાં ધર્મ નો અર્થ આપણે સમાજ પ્રત્યે જે કર્તવ્ય અદાકરવાનું કામ સ્વિકાર્યું છે તે લેવાનો છે. આઠવલેજીએ કંઈક આમ સમજાવેલું છે.
  હું મારુ કામ (નોકરી કે ધંધો) કરીને સમાજની સેવા કરું છું. અને સમાજ (સરકાર) મને પગાર આપીને મારી સેવા કરે છે.

  Like

  1. દવે સાબ
   બધાની નહિ,બાકી આપ અને હું આટલું વિચારતા ના હોત.પણ મોટાભાગના લોકો ની વિચારવાની બારીઓ મહાત્માઓએ એમના રોટલા શેકવા બંધ કરેલી છે.બાકી લોકો આટલા બધા અંધશ્રદ્ધાળુ નાં હોત.એકલા ભારત માં નહિ બધેજ આવું ચાલે છે.દરેક ધર્મ માં ચાલે છે.નેતાઓ પણ આજ કરતા હોય છે.ભણેલાની પણ ઘણીવાર બંધ હોય છે.આપજ જુઓ ને આપણાં વડાપ્રધાન મન મોહન કેટલું બધું ભણેલા છે?પણ કોઈ મજબૂરી હશે કે નિર્ણય લેવા ની હિંમત નો અભાવ દેશ હંમેશા સળગતો જ હોય છે.કાશીમર માં જયારે રાષ્ટ્રધ્વજ સળગતો અને એના પર લોકો ઉભા હોય ત્યારે મનમોહન ને શું કરવાનું મન થાય તે જાહેર માં લખવાનું યોગ્ય લાગતું નથી.

   Like

 22. પ્રિય ભૂપેન્દ્ર ભાઈ તમે જે સંદર્ભમાં સમજો છો તે સંદર્ભમાં તમારી વાત સાચી છે. મનમોહન સિંહજી જેવા મૌનો ક્યાંક ક્યાંક રહ્યા હશે.

  Like

 23. આપના બ્લોગ ની મુલાકાત લીધી મજા આવી ,વરસો ના મનોમંથન પછી પણ હું અંધશ્રદ્ધા કે શ્રદ્ધા ,સત્ય કે અસત્ય વચ્ચે નો ભેદ પારખી શક્યો નથી આશા છે આપના બ્લોગ માં થી મને ગણું જાણવા મળશે .

  Like

 24. ભુપેન્દ્રસિહજી,
  સલામ આપને…
  આપના વિચારો ને..
  અને આપની વૈચારિક દિશાને..

  અદભુત લખાણ અને સચોટ માહિતિ. આ બધુ વખાણ કરવા નથી લખ્યું પણ દિલની લાગણીએ લખાવ્યું છે.
  જુગજુગ જીવો.. સ્વસ્થ રહો..
  આવજો.

  Like

 25. ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહજી,

  ઘણા સમય થી આપશ્રી ના બ્લોગ ઉપરના લખાણો અને અન્ય વાચકો ના અભિગમો વાંચું છું, વાંચવા નો અનાદ આવે છે.
  સાથે સાથે સત્ય ની શોધ માં ચાલતા મનોમ્ન્થનો
  (આપના બ્લોગ નું નામ “કુરુક્ષેત્ર” નામ અહીં સાર્થક થાય છે) માં સારો એવો વેગ મળે છે.
  આપના લખાણો માટે આપને અનહદ પ્રેરણા મળતી રહે તેવી શુભેછાઓ.
  આભાર ની લાગણી સહ:

  એક પ્રશંશક

  Like

 26. grat wab i rev and happy

  અદભુત લખાણ અને સચોટ માહિતિ. આ બધુ વખાણ કરવા નથી લખ્યું પણ દિલની લાગણીએ લખાવ્યું છે

  Like

 27. Dear Bhupendrabhai,
  I am happy to read your very good article મહાન આત્મા, તંત્ર ભ્રમ્ચાર્ય in Vipool Kalyani’s ઓપીનીઓન . Thank you for this.
  I have a question and would appreciate your reply.
  As you know, Shrimad Rajchandra was Mahatmaji’s mentor and besides non-violence, he had consulted SR for other subjects. Gandhiji’s letter asking 27 Questions is famous. However, I don’t know, if Gandhiji had any advice from SR on the subject of Celibacy. Since SR passed away at a very early age of 34 in 1901, personal or live talk would not have happened as Gandhiji started his experiment after 1901 but from the writings of SR (specially his પોએમ”બ્ર્હામ્ચાર્ય ની વાડ “). In your research or did you come across anything about this topic and SR in Gandhiji’s later life?
  Your reply will be much appreciated.
  Prakash Mody, Toronto, Canada

  Like

 28. ખુબ સુંદર, સત્ય કદાચ કડવુ હોય, ,સત્યને કારણે પરેશાની થઇ શકે,પરાજય નહિં.
  સાચી વાતો કહેવામાં ડર ન હોવો એ જ બહાદુરી કહેવાય,. આટલા બધા લોકોને એમની જ વાણી શ્રી ભુપેન્દ્ર ભાઇને બોલતા આનંદ થાય ,એ લોકોમાં મારું નામ ઉમેરતા મને પણ આનંદ થાય છે, આભાર.

  Like

 29. શ્રી રાઓલ સાહેબ નમસ્કાર
  તમે જે કાઈ ગુજરાતી માં લખો છો તે મને ખુબજ ગમે છે. હું પાછો એંગ્રેજીમાં ઠોઠ છુ. એટલે મારા જેવાને ગુજરાતીમાં જ વાંચવું સરળ પડે …..
  અને બીજુ સાહેબ કે તમે ફેસબૂક પર જે નોટ શેર કરો છો તેમાં મારી કોમેન્ટ થી (મે તમને કદાચ ખોટુ લાગે તેવું કહ્યુ હોય) અને તમને ખોટુ લાગી ગયુ હોય તો મને માફ કરી દેજો…..
  પણ સાહેબ મારો સ્વભાવ એવો છે કે મારાથી વધારે જ્ઞાનવાળી વ્યક્તિ હોય તેની સાથે મને ચર્ચા કરવી ખુબજ ગમે છે. અને અત્યાર સુધી મને બે જ વ્યક્તિ મળી છે કે જેનું જ્ઞાન વધારે હોય મારા કરતાં, તેમાં તમારો સમાવેશ થાય છે.

  Like

 30. આ પ્રથમ સંસર્ગ છે તમારા બ્લોગ સાથે.. જેમ જેમ વાંચીસ તેમ તેમ જ્યાં લાગશે ત્યાં મારા પ્રતિભાવ જરૂર થી આપીશ.. તમે જે પણ કરી રહયા છો તે સમાજ માટે સારું છે.. આ દંભી સમાજને અરીસાની જરૂર છે.. તમારી હિંમત અને સચાઈ ને અમારી સલામ છે…

  Like

 31. આદરણીય રાઓલસાહેબ,

  ગુજરાતી બ્લોગ જગતમા એક તદન વિપરીત અને રેશનલ વિચાર ધારાના લેખોનુ હંમેશા રસપાન કરાવતા આપના ”કુરુક્ષેત્ર” બ્લોગની મુલાકાત લીધા વગર એક પણ દિવસ ખાલી રહેતો નથી. તમારા બ્લોગની મુકાલાત એક નિત્યક્રમ બની ગયો છે. આપની તટસ્થ, નિડર અને નિષ્પક્ષ કલમનો પ્રશંશક છુ.

  આપ હંમેશા આપના વિચારો અને અંધશ્રધ્ધા અને અવિજ્ઞાનીક વિચારોનુ સિંચન કરાવતા રહો એવી શુભેચ્ચાઓ.

  -પ્રતીક ઝોરા (વેરાવળ)

  Like

 32. આદરણીયશ્રી. ભુપેન્દ્રભાઈ

  આજે વહેલી સવારે આપના બ્લોગની લિંક મળી ગઈ અને

  મારી સવાર સુધરી ગઈ સાહેબ

  હું તો બ્લોગ જ્ગતમાં નવો છું

  મારી સમજ પ્રમાણે કહું તો સાહેબ આપ ખુબજ હકારત્મક અભિગમથી

  લખો છે તે ખુબજ પસંદ છે.

  આપના લખાણમાં સમાજ પ્રત્યેની વેદના છે,

  આપ પર સાહેબ વાણીની દેવી ” મા સરસ્વતિની કૃપા ”

  છે. બસ સાહેબ ગુજરાતી સમાજની આ રીતે સેવા કરતા રહો

  ફળ આપવાવાળો ભગવાન ઉપર બેઠો છે.

  ડૉ. કિશોરભાઈ પટેલ

  Like

 33. તમારા બ્લોગને બે વર્ષ પુરા થવાને બે અઠવાડિયા બાકી છે ત્યાં તો બ્લોગ જગતમા જે દેકારો બોલાવ્યો છે તે તમારી, તમને લાગ્યું તે સત્ય નીડરતાથી સંસ્કારી ભાષામા રજુ કરવાને આભારી છે.સત્ય સાપેક્ષ હોય છે . અમે તમારા લેખો માણીએ છીએ છતાં કેટલાક વિચારો સાથે અમે સંમત થઈ શકતા નથી.તમારા કરતા બે વર્ષ નાનો (જન્મ ૨જી જાન્યુ . .૧૯૫૯)અમારો દિકરો પરેશ અને તેના કરતા એક વર્ષ નાની કવિયિત્રી/નાટ્યકાર/ અભિનેત્રી યામિની ના વિચારો તથા શૈલી સાથે મળતા આવે છે.
  અનેકાનેક શુભેચ્છાઓ સહ

  Like

  1. ધન્યવાદ અહોભાગ્ય, આપ પધાર્યા. હવે તો હું લગભગ વિજ્ઞાન વિષે મનોવિજ્ઞાન વિષે લખું છું એમાં તો આશા રાખું કે આપ અસહમત નહિ હોવ, ત્યાતો કોમેન્ટ્સ આપી શકાય. માડી બે વર્ષ થવા આવ્યા ત્યારે હવે પગલા દીધા.

   Like

 34. રાઓલજી, મારે wordpress ના બ્લોગનું domain .com કરવું છે. પરંતુ તેમાં ડેબીટ કાર્ડ થી online શોપ કરતી વખતે wordpress માં “The transaction cannot complete successfully. Please check the billing address and expiration date or try another card. Please contact your bank if you have further problems.” જેવી error આવે છે. હવે શું કરવું એ ખ્યાલ આવતો નથી, મદદ કરશો ?

  Like

  1. મારું તો ક્રેડીટ કાર્ડ ચાલી ગયેલું. એટલે આવો કોઈ પ્રશ્ન નડેલો નહિ. ક્રેડીટ કાર્ડ હોય તો વાપરી જુઓ.

   Like

 35. શ્રી માન રાઓલજી
  આ બ્લોગમાં કોઇક જગ્યાએ વાંચવામાં આવ્યું છે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં બારૈયા કે ઠાકોરો દરબાર જેવા જેવી અટકો લખાવે છે. આ વિષે આપે લખ્યુ છે કે એ લોકો અટક લખવાથી દરબાર કે ક્ષત્રિય થૈ શકે નહી. આ અંગે મારે કહેવુ છે કે , ગુજરાતમાં વસતા બારૈયા , ઠાકોર , મેર ,કાઠી , નાડોદ , કારડિયા વિગેરે એ કોઇ અટકનો શબ્દ નથી .પણ આ તો મુળનિવાસી ભારતીય ક્ષત્રિયો ના જુદા-જુદા સમુહો. જે તમામ સમુહો માં જુદી-જુદી અટકો જે .જેમકે પરમાર , ચૌહાણ , પઢિયાર , વાઘેલા , સોલંકી , ચાવડા , મકવાણા , ઝાલા , રાઠોડ , આદી. આ તમામ લોકો ક્ષત્રિય કુળની જાતિઓ છે. જે તમામ મુળનિવાસી ભારતીય ક્ષત્રિયો છે. જે રજપુત તરીકે ઓળખાય છે. નહી કે રાજપુત .કારણ કે રાજ્પૂત શબ્દ અંગ્રેજો લાવ્યા છે. રાજપૂત એ કોઇ અટક નથી .પણ કહેવાતા ઇતિહાસકારોએ ક્ષત્રિય જાતિને એક નવુ નામ આપીને રાજપૂત નામની નવી જાતિ તરીકે ઓળખાવી છે. હકિકતમાં ઈસુની છટ્ઠી સદી સુધી કોઇ પણ ગ્રંથમાં રાજપૂત એવા શબ્દની માહીતી મળતી નથી. મહાભારત વિગેરે ગ્રંથોમાં ક્ષત્રિય શબ્દનો ઉલ્લેખ છે. હકિકતમાં વિદેશીઓના આક્રમણ પછી મુળ નિવાસી ભારતીય ક્ષત્રિયોની શંકુચિત મનના ઇતિહાસકારોએ ઉકત ક્ષત્રિયોની સાથે અન્યાય કર્યો છે. આ દેશના મુળ નિવાસી ક્ષત્રિયો જેવા કે મહારાજા અશોક , મહારાજા શિદ્દોધન ( ભગવાન બુદ્ધના પિતાશ્રી) , શિવાજી મહારાજ , મહારાજા ભરત , વિગેરે જેવા મહાન મુળ નિવાસી ક્ષત્રિયો સાથે ઇતિહાસકરોએ જાજુ મંથન કર્યુ નથી . મહાભારતના યુદ્ધમાં ફકત આપના પૂર્વજો એકલા જ નહતા. આ દેશના મુળનિવાસી ક્ષત્રિયોના પૂરવજો પણ સામેલ હતા. ઇતિહાસકારોના મત મુજબ રાજપૂતો ( રજપુત નહી) ને વિદેસીયોની સંતાન કહ્યા છે. જે હકિકત સત્ય હોય તો આપનુ શુ મંતવ્ય છે.

  શ્રી ભવાનસિન્હ ઠાકુર ( ઠાકોર)

  Like

 36. આગે બઢો.
  હમ બહોત લેટ આયે હૈં !!
  ધાર્મિક અંધશ્રદ્ધા સામે જેટલી જાગૃતિ આવે તેટલું સારું જ.
  પણ અધ્યાત્મનાં સારાં પાસાં ભૂલાઈ, નકરી ભૌતિકતા અને સ્વલક્ષીતા ન પસરે; તે પણ જોતા રહેજો.

  Like

 37. hello bhupendra bhai I read Your article on ” BABA BANAVE BABLA” I really appreciate your way of presentation and command over the subject and contents

  Wishing such kinds of Articles in continuation to remove “Blind Faith”

  One should I would Like to Say You to include in your all article that………..

  Removal “Blind Faith” by Satire on Social Topics Technically and Create Original Self “Spirituality” by Understanding the truth behind reality.

  Like

 38. ભૂપેન્દ્રસિંહજી મેં તમારો બ્લોગ હજુ નથી વાંચ્યો. કોઈ બીજાના બ્લોગમાં હતો અને તમારી નિખાલસ કોમેન્ટ વાંચીને હું ,,મને અહી આવતા રોકીના શક્યો..હવેથી તમારો બ્લોગ વાંચવાની શરૂઆત કરીશ…કોઈ જગ્યા એ તમારી કબુલાત વાંચી કે મને પણ કવિતા લખવામાં મુશ્કેલી પડે છે…પણ અહી જોયું તો બીજું તમે ખુબ સારું સારું લખતા હશો તે અહી તમારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા જોઈને લાગે છે..અભીનંદન……….,,,, .

  Like

 39. ભુપેન્દ્રસિહ્જી,

  નમસ્કાર

  આભાર …શ્રી. જેરામ દેસાઈનાં પુસ્તકની પીડીએફ ફાઈલ – kmqube@yahoo.co.in – મેલ આઇ ડી પર મોકલશો. અભિનંદન તમારા સુંદર સમાજ ઉપયોગી લેખન બદલ. પ્લેસીબો સાથે બાબાઓને સાંકળી લખેલો લેખ ગમ્યો.

  કમલેશ પટેલ

  Like

 40. Bhapendrabhai: I gather that you are in USA since 2005. I would like to be more acquainted with you. I am also in USA. Please let me have your contact number if you feel right on kayendu@aol.com. ( for security purpose please email me and not o the blog. and I will let you have mine.
  Thanks

  Like

 41. મારે વિશેષ કંઇ કહેવુ નથી મારી પહેલા બધા કહી ચૂક્યા છે.
  આપના બ્લોગનો હેતુ ખૂબ જ સચોટ અને અસરકારક છે.

  Like

 42. ભુપેન્દ્રભાઈ,

  આમ તો ફેસબુક થકી મળતા રહેતા હોઈએ છીએ,

  “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

  આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

  આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

  http://www.mojemoj.com

  ધર્મેશ

  Like

 43. રાઉલજી,
  આદરણીય રાઉલજી, આજેજ મારા પ્રિય લેખક જાય વસાવડા દ્વારા FB. પર પોસ્ટ કરેલી લીનક પરથી તમારો બ્લોગ વાંચ્યો.. ખુબજ સરસ, એકજ બેઠકે તમારા મોટાભાગના લેખ વાંચ્યા.મને તો ખૂબ જ ગમ્યા…

  – રજૂઆતમાં રહેલી ઇમાનદારી. સરળ અને સ્પષ્ટ લખાણ

  – છીછરાં હાસ્ય કે કટાક્ષથી અંતર જાળવી રાખવાને કારણે જે તે વિષયની ગંભીરતા પણ કડવું સત્ય

  – સમાજને અને જિંદગીને સ્પર્શતા વિવિધ વિષયોને રજૂ કરવામાં એક પ્રકારની મૌલિકતા

  – કોઈપણ વિષય પર સત્ય અને સ્પષ્ઠ લખાણ, સેક્સ થી સંસ્કૃતિ સુધી,

  -બ્લોગમાં દમ છે. જરૂર વારંવાર મુલાકાત લેવાનું ગમશે.

  Like

  1. ખૂબ ખૂબ આભાર પરષોત્તમભાઈ, જય વસાવડા મારા પણ સારા મિત્ર બની ચુક્યા છે. અહી અમેરિકા આવેલા ત્યારે અમે બે કલાક વિવિધ વિષયો પર મનભરીને ચર્ચાઓ કરેલી છે. મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો આપતા રહેશો.

   Like

   1. આદરણીય રાઉલજી,

    કોમેન્ટ નો જબાવ આપવા બદલ ખુબ અભાર, આપનો જવાબ વાંચી ne ખુબ આનદ થયો અને આશ્ચર્ય પણ થયું કે આપે કીમતી સમય કાઢી ne રીપ્લાય કર્યો.

    તમારા દરેલ લેખ જરૂ ne જરૂર વાંચું છું અને કૈક નવું શીખું છું. નિરાતે પ્રતિભાવ આપીશ.. બસ આવીજ રીતે લખતા રહો અને રીડરબિરાદરો ના દિલ માં રાજ કરતા રહો એવી શુભકામના સહ..

    Like

 44. આદરણીય રાઉલજી,

  તમે જેવી રીતે અંધશ્રદ્ધા કે અસત્ય ના ઠેકેદારો ne કલમ થી ફટકારો છો તેવીજ રીતે હમણાં એક movie OMG (ઓહ માય ગોડ, Gujarati અભિનેતા પરેશ રાવલ નું ધોરદાર picture કદાચ તમે જાણતાજ હસો) જોયું . ખરેખર ભરતીય sanskruti નું ઘર ખોદનારા Dharmguru ane Bhot praja ne ખુલેઆમ થપ્પડ mari હોય એવું આબેહુબ વર્ણન. એક વાર જોવાની સલહ જરૂર આપીશ .

  Like

 45. શ્રી માન રાઓલજી
  આ બ્લોગમાં કોઇક જગ્યાએ વાંચવામાં આવ્યું છે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં બારૈયા કે ઠાકોરો દરબાર જેવા જેવી અટકો લખાવે છે. આ વિષે આપે લખ્યુ છે કે એ લોકો અટક લખવાથી દરબાર કે ક્ષત્રિય થૈ શકે નહી. આ અંગે મારે કહેવુ છે કે , ગુજરાતમાં વસતા બારૈયા , ઠાકોર , મેર ,કાઠી , નાડોદ , કારડિયા વિગેરે એ કોઇ અટકનો શબ્દ નથી .પણ આ તો મુળનિવાસી ભારતીય ક્ષત્રિયો ના જુદા-જુદા સમુહો. જે તમામ સમુહો માં જુદી-જુદી અટકો જે .જેમકે પરમાર , ચૌહાણ , પઢિયાર , વાઘેલા , સોલંકી , ચાવડા , મકવાણા , ઝાલા , રાઠોડ , આદી. આ તમામ લોકો ક્ષત્રિય કુળની જાતિઓ છે. જે તમામ મુળનિવાસી ભારતીય ક્ષત્રિયો છે. જે રજપુત તરીકે ઓળખાય છે. નહી કે રાજપુત .કારણ કે રાજ્પૂત શબ્દ અંગ્રેજો લાવ્યા છે. રાજપૂત એ કોઇ અટક નથી .પણ કહેવાતા ઇતિહાસકારોએ ક્ષત્રિય જાતિને એક નવુ નામ આપીને રાજપૂત નામની નવી જાતિ તરીકે ઓળખાવી છે. હકિકતમાં ઈસુની છટ્ઠી સદી સુધી કોઇ પણ ગ્રંથમાં રાજપૂત એવા શબ્દની માહીતી મળતી નથી. મહાભારત વિગેરે ગ્રંથોમાં ક્ષત્રિય શબ્દનો ઉલ્લેખ છે. હકિકતમાં વિદેશીઓના આક્રમણ પછી મુળ નિવાસી ભારતીય ક્ષત્રિયોની શંકુચિત મનના ઇતિહાસકારોએ ઉકત ક્ષત્રિયોની સાથે અન્યાય કર્યો છે. આ દેશના મુળ નિવાસી ક્ષત્રિયો જેવા કે મહારાજા અશોક , મહારાજા શિદ્દોધન ( ભગવાન બુદ્ધના પિતાશ્રી) , શિવાજી મહારાજ , મહારાજા ભરત , વિગેરે જેવા મહાન મુળ નિવાસી ક્ષત્રિયો સાથે ઇતિહાસકરોએ જાજુ મંથન કર્યુ નથી . મહાભારતના યુદ્ધમાં ફકત આપના પૂર્વજો એકલા જ નહતા. આ દેશના મુળનિવાસી ક્ષત્રિયોના પૂરવજો પણ સામેલ હતા. ઇતિહાસકારોના મત મુજબ રાજપૂતો ( રજપુત નહી) ને વિદેસીયોની સંતાન કહ્યા છે. જે હકિકત સત્ય હોય તો આપનુ શુ મંતવ્ય છે. આ વિષે આપશ્રીનુ મૌન જરા શંકા પ્રેરક લાગે છે. આપનો અભિપ્રાય આપવા વિ. છે.

  શ્રી ભવાનસિન્હ ઠાકુર ( ઠાકોર)

  Like

  1. આપે લખી છે તે તમામ લડાયક કોમો ક્ષત્રિય જ કહેવાય. રાજપૂત અને રજપૂત બધી શબ્દોની રમત છે. મૂળ વાત મારી એ હશે કે આપે લખી છે તે તમામ અટકો ધરાવતા લોકો વચ્ચે લગ્ન સંબંધો હોતા નથી. બારિયા કે ઠાકોર સાથે બીજા કહેવાતા રાજપૂતોના લગ્ન સંબંધો હોતા નથી. કાઠી દરબારોને પણ અંદર અંદર ખાચર, ખુમાન અને વાળા હોય તેમની સાથે જ લગ્ન સંબંધો હોય છે. દાખલા તરીકે અમારા રાઓલ અટક લખાવતા જે મૂળ વનરાજ ચાવડાના વંશજો છે તેઓ બીજા રાઓલ કે ચાવડા અટક લખાવતા સાથે લગ્ન કરે નહિ. ભાઈબહેન ગણાય. હવે સ્વતંત્ર ભારતમાં જેને જે અટક લખાવવી હોય તેની છૂટ છે. બાકી વર્ણ વ્યવસ્થા અને જાતિવાદ વિરુદ્ધ મેં ઘણું લખ્યું છે.

   Like

   1. જય માતાજી,
    ભારત મા અમુક વિસ્તારોમાં બારૈયા કે ઠાકોરો દરબાર જેવા જેવી અટકો લખાવે છે. રાજપુત નહી હોય એ સત્ય હશે, પણ ક્ષત્રીય નથી એમ માનવુ એ યોગ્ય નથી

    Like

 46. ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહજી ,

  આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો .

  સરસ માહિતી સાથે સુંદર શૈલીથી લેખો દીપી ઉઠયા છે .એમાં આપનો અભ્યાસ -વાંચન દેખાઈ આવે છે .

  તમે માણસા ગામના વતની છો એ આપના પરિચય ઉપરથી જાણ્યું .

  આપના ગામ નજીક જ મારું વતનનું ગામ ડાંગરવા આવેલું છે .મારા ગામની લગભગ અડધી

  વસ્તી રાજપૂત છે એટલે એને ડાભીઓનું ડાંગરવા કહેવાય છે .

  માણસાની સ્કુલમાં મારા મિત્ર અને સહાધ્યાયી સાહિત્યકાર સ્વ . ભોળાભાઈ પટેલ એક વખતે શિક્ષક

  હતા .

  મારા બ્લોગ વિનોદ વિહારની મુલાકાત લઈને પ્રતિભાવ અને સૂચનો કરવા આમન્ત્રણ છે .

  Like

 47. નમસ્કાર!
  આપનો બ્લોગ ”કુરુક્ષેત્ર” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Like

  1. બંને મારા ફેવરીટ છે. હું ઉપયોગ પણ કરું જ છું. બ્લોગરોલમાં લીંક મૂકી દીધી છે. ધન્યવાદ…

   Like

 48. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

  Like

 49. આજે તમારા બ્લોગ ઉપર અનાયાસે મુલાકાત થઈ ગઈ. બહુ સુંદર લખાણ છે. હજી તો મેં તમારો એકજ લેખથી શરૂઆત કરી છે, “કામદેવની જય હો” એડીક્શન…” કેટલો સુંદર અને આજના જામાનામાં પણ, બાવાસાધુઓનું લંપટપણું ચાલતું હોય છે, તેના ઉપર સરસ પ્રકાશ પાડ્યો છે.
  બીજા લેખો પણ વાંચીશ અને અભિપ્રાયો લખતો રહીશ.

  Like

 50. ખુબ જ સરસ બ્લોગ… આપ ના બ્લોગ પર આવી મારી કેટલીય વર્ષો જૂની માન્યતાઓ દૂર થયી…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Start Thinking

%d bloggers like this: