તને ખબર છે?
આપણે ઝડપથી જતી રેલગાડીના ડબામાંથી બહાર જોઈએ તો સ્થિર(વૃક્ષો) દોડતા લાગે અને રેલગાડી સ્થિર?
પણ હોય ઊંધું.
બસ તારા ગયા પછી,
દોડતું જીવન અને સ્થંભિત છું હું પેલા વૃક્ષોની જેમ..
બસ હંમેશા યાદ આવે છે,
જીવનની પેલી ક્રૂર વાસ્તવિકતા,
કે આજની તારીખે જે હાથે તારો હાથ પકડીને પહેલીવાર ઘરમાં લઈ આવેલો(લગ્નતિથિ)એજ તારીખે,
ચિકિત્સકને તને વહેલી જીવનમુક્ત કરવાના દસ્તાવેજ પર કંપતા હાથે દસ્તખત કરી આપેલા.
બસ હવે આંખોમાં ઉભરાતા અરબ સમુદ્રને,
ખાલી કરવાનું સ્નાનગૃહમાં વધુ બનતું જાય છે.
જોને પેલા સૂચક સાહેબે કેવું રાજા રવિ વર્માની યાદ અપાવે તેવું તારું યાદગાર તૈલચિત્ર બનાવ્યું છે?
ચક્ષુ તો તારા હયાત છે, પણ ખબર નથી કોના તનગોખલે જડેલા છે, બાકી હું તેને ચોક્કસ આ ચિત્ર બતાવી આવત.
બસ શું કહું ?
જીવન આગળ ધપતું જાય છે પેલી સ્થિર જણાતી રેલગાડીની જેમ ને,
હું છું પેલા દોડતા દેખાતા વૃક્ષોની જેમ સ્થિર.
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ
ક્યારેક એવું લાગે છે કે પુણ્ય સ્મૃતિ કરતા વિસ્મૃતિ ખુબ સારી છે,
પુણ્ય સ્મૃતિઓને વંદન
LikeLiked by 1 person
Su thayu htu..k am achanak gya
LikeLike
કેન્સર
LikeLike