‘તારા વગર’
ક્યાંક હોઠ હસે ને ક્યાંક આંખલડી હસે,
ક્યાંક ઝુકે પાંપણો પ્યારથી,
એ જોઈ હૈયું હરખાતું.
પણ હવે?
આમ વિજળીની જેમ ઝબકીને ચાલ્યા જવાનું?
હે રી સખી તારા વિણ કેમ મનાવું આ હોળી? ને વસંત લાગે મટમેલી.
તારા આયખાની વાટમાં તેલ ખૂટ્યું ને હવે કેમ પ્રગટાવું દીપાવલી?
તારી અવિરત વાતોની તોડી તૂટી ને હવે કેમ કરી ગાઉ દીપાવતી?
દિવસે ભલે છૂટ્યો પણ ઊંઘમાં નથી છૂટ્યો સાથ તારો.
સ્વપ્નોમાં હમેશાં ક્યાંકને ક્યાંક સાથે ને સાથે જ ફરતા હોઈએ છીયે.
બસ એ સાંનિધ્ય માણવા સદા આતુર એટલે જ સતત ઊંઘવાનું મન થાય છે,
ભલે લોકો એને ચિરનિંદ્રા કહે..
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ.
May god give you courage.
________________________________
LikeLike
સ્મર્ણાંજલિથી આંતરિક વિયોગમાં કંઈક હળવાશ મળે છે. વિયોગની અભિવ્યક્તિ પણ જરૂરી છે. ભલે આપ નહિ માનો પણ કહીશ કે એમનો આત્મા આપની પ્રેમાંજલિ મેળવી ચોક્કસ શાંતિ અનુભવશે.
LikeLike