માથાફોડ મી ટુ

માથાફોડ મી ટુ

મી ટુ(Me Too) ચળવળે ભલભલાના માથા ફોડી નાખ્યા છે અને માનસિક સંતુલન બગાડી નાખ્યું છે. મી ટુ હેશટેગ સોશિઅલ મીડિયા ઉપર હવે બરોબર વાયરલ થઈ ગઈ છે. Tarana Burke નામની સોશિઅલ એક્ટિવીસ્ટ મહિલાએ ૨૦૦૬માં Me Too વાક્યાંશ પહેલી વખત માય સ્પેસ નામના સોશિઅલ નેટવર્ક ઉપર વાપરેલો. એક ૧૩ વર્ષની નાનકડી છોકરી પર કામૂક હુમલો થયેલો તેની આગળ નિશબ્દ બની ગયેલી આ મહિલાના મુખમાંથી અચાનક સરી પડેલા શબ્દો છે Me Too.. જાતીય સતામણી, ત્રાસ અને હુમલાથી પીડિત મહિલાઓ માટે સહાનુભૂતિ દર્શાવી મહિલા સશક્તિકરણની દિશામાં ભરાયેલું આ પગલું સલામીને પાત્ર છે નિંદાને જરાય નહિ અને મજાક ઉડાડવા માટે તો કદાપી હોઈ ના શકે. જો કે સ્ત્રીને વસ્તુ સમજતા અબૂધો આ બાબતે નીતનવા જોક્સ મૂકી એમની હલકટ નીચ માનસિકતા બતાવતા હોય છે તે અલગ વાત છે અને એમાં જ્યારે સ્ત્રીઓ પણ સામેલ થાય ત્યારે સમગ્ર સ્ત્રી જાત માટે આનાથી મોટી કમનસીબી બીજી કોઈ હોય નહિ. ફક્ત ચામડું જોનારા Tarana Burke ની તસવીરો મૂકીને મજાક ઉડાવે છે, એવા લોકો માટે અષ્ટાવક્ર નામના ઋષિએ રાજા જનકના દરબારમાં ભયંકર કટાક્ષ મારેલો.

૨૦૧૭મા એલીસા મિલાનો નામની અમેરિકન અભિનેત્રી અને ગાયિકાએ આ હેશટેગને વધુ પ્રચલિત કરી. મીરામેક્સ નામની જાયન્ટ કંપનીના માલિક અને અમેરિકન ફિલ્મ નિર્માતા હાર્વે વેઇનસ્ટીન ઉપર એણે જાતીય સતામણીના આરોપ મૂકી ૧૫મી ઓક્ટોબરની સાંજે એણે ટ્વીટર પર Me Too લખી એક ટહુકો મુકેલો. રાત પડતા સુધીમાં ૨૦૦,૦૦૦ વખત અને બીજા દિવસમાં કુલ ૫૦૦,૦૦૦ વખત આ વાક્યાંશ લખાઈ ચૂકેલો, તો બીજા ૨૪ કલાકમાં ફેસબુક ઉપર આ હેશટેગ ચાલી લાખ લોકોએ એક કરોડ કરતા વધુ પોસ્ટમાં વાપરેલ. આ છે સોશિઅલ મીડિયાનો પ્રભાવ.

ધીમે ધીમે ચર્ચ, ફાયનાન્સ, પોલિટીકસ અને ગવર્નમેન્ટ, સ્પોર્ટ્સ, મેડિસીન, મ્યુસિક, મિલીટરી, પોર્નોગ્રાફી ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં થતાં સેકસુઅલ હેરસમંટ અને સેકસુઅલ એસોલ્ટ વિષેના કબાટમાં છુપાવેલા હાડપિંજર આ હેશટેગ નીચે બહાર આવવા લાગ્યા. જાતીય સતામણી અને હુમલા વિશેના જુના બીલમાં સુધારો લાવવા અમેરિકાની સંસદમાં એક નવું બીલ પણ મુકાયું.

ભારતમાં પણ હવે આવા હાડપિંજર ધીમે ધીમે બહાર નીકળવા માંડ્યા છે તો પહેલા ઝપટમાં આવે ફિલ્મ ઉદ્યોગ પછી મીડિયા જગત. તનુશ્રી દત્તાએ આઠ વર્ષ પહેલા નાના ફાડેકર પર આક્ષેપ મુકેલો પણ નાના તે સમયના ફિલ્મ ઉદ્યોગના એક એલ્ફા મેલ હતા. એમના વિરુદ્ધ બોલવાની હિંમત કોની ચાલે? સાથે સાથે રાજકીય પાર્ટીનું સમર્થન ધરાવતા હતા. તનુશ્રીની કાર ઉપર હુમલો પણ કરવામાં આવેલો.

ટીપીકલ ભારતીય માનસિકતા મુજબ પહેલી શંકા પીડિત ઉપર કરવાની, બીજું હુમલાખોરને ભૂલી જવાનો અને પીડિત પ્રત્યે નફરતભરી દ્રષ્ટિથી જોવાનું, સહાનુભુતિ બહુ દૂરની વાત છે. ત્રીજું લાંબા સમયે પીડિત બોલે તો સવાલ કરવાનો કે અત્યાર સુધી ચૂપ કેમ રહ્યા? ચૂપ રહ્યા મતલબ તમારી સહમતી હતી.

હજારો વર્ષ અતિરેકની ચિંતા કર્યા વગર એટ્રોસિટી કરી છે તો ક્યાંક એટ્રોસિટી નિવારક કાનૂનનો દૂરુપયોગ પણ થવાનો. લાખો વર્ષ અતિરેકની ચિંતા કર્યા વગર સેકસુઅલ હેરસમંટ અને સેકસુઅલ એસોલ્ટ કર્યા છે તો એના નિવારણ અર્થે બનેલા કાનૂનનાં દૂરુપયોગ પણ થવાનો જ છે. લીલા ભેગું સૂકું નાં બળે તો સારું, રોકાય એટલું રોકો.

એક તાજો બનેલો દાખલો આપું. હમણા એક વિડીઓ રાજપથ ક્લબ અમદાવાદનો વાયરલ થયેલો. ક્લબના બધા સભ્યો એલીટ ક્લાસના હોય છે. રાજપથ કલબનો વિકૃત મગજનો સ્વિમિંગ કોચ બારતેર વર્ષની નાની છોકરીઓને બેલ્ટ વડે મારતો હતો. વિડીઓ મજબૂત પુરાવો હતો પણ પેલા કોચને કશું થયું નહિ, એને ખાલી રુખસદ આપી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવાયો. એમાં સૌથી મોટો વાંક માબાપનો હતો અને ખાસ તો જે છોકરીઓ ચુપચાપ માર ખાતી હતી તેમના માબાપનો. આવા સમયે પોલીસ પોતે ફરિયાદી બની શકે ભલે માર ખાનારના માબાપ ફરિયાદ કરવા તૈયાર ના હોય. પણ આપણી પોલીસ પાસે એવી કોઈ આશા રખાય નહિ. હવે એની અસર પેલી છોકરીઓ ઉપર શું થવાની? ભવિષ્યમાં આવું કશું પણ બને ચૂપ રહેવાનું કે માબાપ પણ સાથ આપવા તૈયાર નથી. નાનકડી બાળાઓ ક્યા ફરિયાદ કરવા જવાની? હવે બાળાઓના બ્રેનમાં એક સર્વાઈવલ સર્કીટ બની જવાની કે ભવિષ્યમાં આ કોચ કે બીજો કોચ કે કોઈ પણ છાતી પર હાથ ફેરવી લે કે યોની ફાડી નાખે તો પણ ચૂપ રહેવાનું. અને વર્ષો પછી તો બોલવાનું જ નહિ, નહિ તો સમાજ તરત પૂછશે અત્યાર સુધી કેમ ચૂપ રહી? તું જ મજા લેતી હોઈશ.

૨૦૧૩માં લંડનનાં એક ઘરમાંથી ત્રણ સ્ત્રીઓને ૩૦ વર્ષથી ગુલામીની બેડીઓમાં જકડી પારાવાર પીડા આપવામાં આવતી હતી તેમાંથી છોડાવવામાં આવી. બ્રિટીશ પોલીસ દ્વારા આ બનાવને “highly traumatized’ અને “worst case of modern-day slavery” તરીકે ઓળખવામાં આવ્યો. ત્રીસ ત્રીસ વર્ષ તમે કોઈને ત્રાસ આપી સાથે રહેવા કઈ રીતે મજબૂર કરી શકો?

Chris Cantor અને John Price નામના ઓસ્ટ્રેલિયા અને યુકેના મનોવૈજ્ઞાનિકોએ આવા બનાવો ઉપર સરસ સંશોધનાત્મક તારણ કાઢ્યાં છે. આ કોયડાની કૂંચી ‘appeasement’ reaction માં મળી આવે છે. અપીઝમન્ટ એટલે શાંત પાડવું, શમાવવું, (આક્રમણ કરનારને) સવલતો કે લાંચ આપીને મનાવવાનો પ્રયત્ન કરવો, સંતુષ્ટ કરવું. આ વર્તણૂક આપણા genes અને બાયોલોજિમાં સખત રીતે ગૂંથાયેલી છે અને તે સર્વાઈવલ માટે હોય છે. સર્વાઈવલ માટે કાંતો લડો અથવા શરણે થઈ હુમલાખોરને ખુશ કરો. ઘણીવાર તો હુમલાખોર સામે મદદ કરવા આવનારને ભૂલી જઈ ને ઉલટા હુમલાખોરને લાડ લડાવનારા પણ હોય છે, આને ‘Stockholm syndrome’ કહેવામાં આવે છે. એ સમયે મદદકર્તા મિત્રોને નવાઈ સાથે આંચકો પણ લાગતો હોય છે. સ્ટોકહોમની એક બેંકમાં ૧૯૭૩માં ધાડ પાડવામાં આવેલી ત્યારે ધાડપાડુઓ દ્વારા અમુક લોકોને હોસ્ટેજ તરીકે રાખવામાં આવેલા. હોસ્ટેજીસને પોલીસ છોડાવવા આવી ત્યારે એ લોકોએ ઉલટા ધાડપાડુઓનો બચાવ કરી પોલીસને ગાળો દીધેલી.

૧૯૭૪માં એક ટેરરિસ્ટ ગૃપ દ્વારા Patty Hearst નામની એક સ્ત્રી કિડનેપ થયેલી. એને સાવ નાના બે ક્લૉઝિટમાં રખાયેલી. સતત એના પર બળાત્કાર કરવામાં આવેલા. બે મહિના પછી એને સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી. છેવટે એણે ટેરરિસ્ટ ગ્રૂપમાં જોઈન થવાની વિનંતી કરી અને બેંક લુંટમાં ભાગ પણ લીધેલો. એને સજા પણ થઈ હતી પણ પાછળથી માફી આપવામાં આવેલી.

“આપણે ત્યાં મનોવૈજ્ઞાનિકો આવા રસપ્રદ સંશોધન કરવાને બદલે કવિતાઓ કરતા હોય છે”.

આ ત્રાસ આપનારા જેને બાનમાં લીધી હોય તે વ્યક્તિ ઉપર અસહ્ય જુલમ ગુજારી તદ્દન અસહાય અવસ્થામાં ધકેલી દેતા હોય છે. ભયંકર એકાંત અને સૂગ ચડે તેવી સ્થિતિમાં રાખતા હોય છે. ઉપરથી ક્યારે મોત મળે તે નક્કી નહિ. એટલે સર્વાઈવલ મેકનિઝમ તરીકે અપીઝમંટ અને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામની વર્તણૂક શરુ થઈ જતી હોય છે. ત્રાસ આપનાર હુમલાખોરને કોઈપણ હિસાબે ખુશ રાખો જેથી જીવ બચી જાય. આ અપીઝમંટ બિહેવ્યરમાં બીજી ત્રણ વર્તણૂક સમાયેલી છે એક તો શાંત પાડવું, પ્રસન્ન કરવું અને સમર્પિત થઈ જવું.

વાનરો અને કપિમાનવમાં(ape) હુમલાખોર જબરા વાનર પાસે માર ખાનાર વાનર પાછાં જતા હોય છે એની સહાનુભૂતિ જીતવા. એટલે સુધી કે હુમલાખોર સામે મદદ કરનારને બાજુ પર રાખી અવગણી હુમલાખોર પાસે જતા હોય છે. માનવો પણ એવું કરતા હોય છે. સમર્પણ કે સમર્પિત થઈ જવું પ્રાણી જગતમાં સામાન્ય છે અને તે સર્વાઈવલ માટે જરૂરી બની જતું હોય છે. તકલીફ એ થાય છે કે આવા જુલમ સહન કરનાર, ત્રાસ સહન કરનાર પછી પોતાની જાતને દોષી માનવા લાગતા હોય છે. સમાજ પણ એમને દોષી માનવા લાગતો હોય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી વારંવાર કોઈ એક પુરુષના બળાત્કારનો ભોગ બની હોય ત્યારે સમાજ તો પહેલા એને જ દોષી માનશે. પેલી સ્ત્રી પણ પોતાને દોષી માનશે કે મેં વારંવાર આવું સહન કેમ કર્યું? પણ જો આપણે અપીઝમંટ રિએક્શનને સમજી શકીશું તો એનો દોષ નહિ દેખાય. સ્ત્રીઓ બળાત્કાર કરવા દેતી હોય છે કારણ એમને જીવનું જોખમ લાગતું હોય કે ભયંકર શારીરિક પીડા મળવાની શક્યતા હોય. અપહરણકર્તાને સેક્સ કરવા દેવામાં જીવનું જોખમ ઓછું થઈ જતું હોય છે.

ભારતમાં દર બેમાંથી એક બાળક જાતીય સતામણીનો અને હુમલાનો ભોગ બને છે પણ આખી જીંદગી છુપાવે છે એટલે શું આપણે એની સંમતિ માની લઈશું? સ્ત્રીઓ એમના પર થયેલા જાતીય અત્યાચાર લાંબો સમય છુપાવે છે કારણ સમાજ પોતે જ એવું ઈચ્છતો હોય છે. અત્યારે જ જુઓને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સ્ત્રીઓની કેવી મજાક ઉડાવાય છે?

સેક્સ વર્કર એની જોબના ભાગ રૂપે કપડા ઉતારે એટલે એ જોબ પર ના હોય ત્યારે તમને એના કપડાં ઉતારવાનું લાયસન્સ નથી મળી જતું. આ ભેદ આપણા લોકોના દિમાગમાં ઉતારવો મૂશ્કેલ છે.

લખનાર: ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા…

 

 

3 thoughts on “માથાફોડ મી ટુ”

  1. સરસ વાત રજુ કરી….. જુવો ને આજે પણ લોકો સની લિઓની માટે શું શું વિચારે છે….. એ નથી સમજતા કે એને એનું જીવન ઘડવા આ રસ્તો અપનાવીયો અને આજે એ રસ્તે થી બહાર નીકળી ચુકી છે …પરંતુ સમાજ એને હજુ પણ એમાજ રાખે છે….

    શોષણ કરવું એ માનવજાત ના લોહી માં ….કે જિન માં જ છે….. અને ઘણી વાર મજબૂરી થી શોષિત કાંઈ બોલી નથી શકતા ….. અને બીજા એવા કિસ્સા પણ છે જેમાં માનવ જાતે શોષિત થવા દેશે કેમ કે એને એનું જીવન ઘડતર કરવું છે…. હું માનું છું કે જે લોકો એ જાતે શોષિત થયા હોઈ (પુખ્તવય ની ઉંમરે ) તેમને કોઈ હક્ક નથી બનતો કે એ નિયાય માંગવા નો …. હા એ લોકો આવતી પેઢી ને એમના અનુભવ થી માર્ગદર્સન આપી શકે…..

    -સંજય

    Like

  2. like , men-women are same in world. women is more responsible than men. both are honerable & treat same way same eye. law should be same in whole world to treat women & men same way. any men any way punish women, must get
    action against him by law immediately. <anil

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s