ગાંધીથી આઝાદી અશક્ય 

ગાંધીથી આઝાદી અશક્ય

 

ઉતરાણ આવે એટલે લોકો પતંગ ચગાવે ને પેચ લડાવે એમ આઝાદી દિવસ આવે એટલે અમુક મિત્રો ગાંધીજીને યાદ કરે તો બીજા ગોડસેને યાદ કરે ને પછી કાપંકાપી શરું. ૫૫ કરોડ રૂપિયા પાકીસતાનને ભાઈએ ભાગની જેમ આપવાના હતાં કોઈ દાન નહિ તે પ્રકરણ પાછું ચાલુ થાય.

૫૫ કરોડ હવે તો સાવ મામૂલી રકમ ગણાય. હવે તો નેતાઓ ૫૫ લાખ કરોડના કૌભાંડ કરતા થઇ ગયા છે.

ગાંધીજીએ ૫૫ કરોડ આપવા દબાણ કર્યું એટલે ગોડસે ભાઈ બગાડ્યાને ગાંધીજીને ઢીસુમ ઢીસુમ કરી નાખ્યા. પણ સાવ એવું નથી મૂળ તો અગ્નિ અંદર ભારેલો હતો, પ્રજ્વલિત જ હતો પણ રાખ વાળેલી હતી તે ૫૫ કરોડે ફૂંકી નાખી. ગાંધી રેશનલ નહોતા ધાર્મિક હતા પણ સાથે સાથે માનવ હતા.

ધર્મ, પરમ્પરા, રીતિરીવાજો, વ્યવસ્થા નામની લોખન્ડી એડી નીચે જે સમાજને સદીઓથી કચડી રાખેલો તેના ઉદ્ધારની વાતો કરી, એમના ઘરોમાં જવા લાગ્યા, એમની સાથે રહેતા, એમના ભેગા બેસી ભજન ગાવા મંડયા. સદીઓથી ચાલતી એક અમાનુષી વ્યવસ્થાના પાયા એમણે હચમચાવી નાખ્યા.

હજારો વર્ષ જૂની વ્યવસ્થાની સડેલી શેતરંજી પર ધર્મની ધાબળી ઓઢી સૂતી પ્રજા ગભરાઈ ગઈ આતો બધુ સાવ અભડાવી મારશે. અમારા કૂવા, વાવ, મંદિરો બધુ જ. ઘરમાં છોકરું રોજ બહુ તોફાન કરે તો આપણે મારતા નથી. ગુસ્સો રોજ ભેગો થાયને એક દિવસ નગણ્ય કારણોસર ઝૂડી નાખીએ છીએ. ૫૫ કરોડ તો બહાનું હતું ગુસ્સોઅનેક અનેક કારણોસર ભેગો થયેલો હતો ગાંધીની રોજ રોજની મસ્તીથી. એક દિવસ ઠોકી પાડ્યાં.

કરુણતા એ છે કે જેના ઉદ્ધારની વાતો કરેલી તે પણ ગાંધીથી નારાજ છે. કરુણતા એ છે કે જે નેતા લાલ કિલ્લા પર ગાંધીને યાદ કરે છે તેના જ અમુક ચુસ્ત ઝનૂની સમર્થકો ગોડસે સિન્ડ્રોમ વડે પીડાય છે. અમેરિકામાં ટીવી પર ચાલતી ચર્ચાઓમાં ગાંધીના ક્વોટ આદરપૂર્વક બોલાય છે, હોલીવુડની ફિલ્મોમાં ગાંધીના ક્વોટ આદરપૂર્વક વપરાય છે ત્યારે ગર્વની લાગણી અનુભવાય છે. કેટલાક મુરખોને ભારતને ગાંધીથી આઝાદ કરવાની ખંજવાળ ઉપડી છે પણ કરોડો ગાંધી પ્રેમીઓના હૃદયમાં એ વસેલો છે માટે એ અશક્ય વાત છે.

Bhupendrasinh Raol

8 thoughts on “ગાંધીથી આઝાદી અશક્ય ”

  1. કેટલાક મુરખોને ભારતને ગાંધીથી આઝાદ કરવાની ખંજવાળ ઉપડી છે.

    ભૂપેન’ભાઈ ,સોનિયા ગાંધી – રાહુલ ગાંધીથી ભારતને આઝાદ કરાવવાની વાતો પણ આપણે સાંભળીએ છીએ જ ને !

    Like

    1. વિનોદભાઈ : એક છે સાચો ગાંધી, અને બીજા છે બનાવતી ગાંધી જે ઓ એ આ દોહા ના નામ થી એના નામ પર દેશ ને એવા ખાડા માં ફેંકી દીધો છે કે જેમાંથી નીકળવા નું મુશ્કિલ છે , અને એટલા માટે જ આ જુઠા ગાંધી ને ઉથલાવવા ની જરૂર છે ….

      મારા મન્તવ્ય થી : રાજનીતિ માં વન્સ વેલા ની જગિયા આવે એટલે લોકશાહી નું અપમાન થાય જ … જરૂરી નથી કે સોનિયા – રાહુલ ને હટાવવા થી દેશ ની મુશ્કેલી દૂર થઇ શકે..પરંતુ જો દેશ આ વઁશ-વેલા વૃત્તિ ને નાબૂદ કરે તો દેશ વધારે પ્રગતિશીલ થઇ શકે…. ટૂંક માં કહું તો દેશ માં એવા ઘણા કોંગ્રેસી ઓ છે જે વિરોધપક્ષ સઁભાળી શકે, પરંતુ એ લોકો એ સેન્ટિમેન્ટલ થવું છે અને દૂધ પિતા પોયરા ને દેશ સોંપવો છે …..

      Like

  2. બાપુનું છેલ્લું વાક્ય “કરોડો ગાંધી પ્રેમીઓના હૃદયમાં એ વસેલો છે માટે એ અશક્ય વાત છે. ” તો ખરું જ પણ વચ્ચે મુકેલું અમેરીકામાં (અને બીજેય તે) જે માનપુર્વક લેવાય છે તે નામને ભુંસવું સહેલું નથી……હા, ઈસુની કે કૃષ્ણની જેમ થોડા સમય માટે એનો વીરોધ જોરદાર થશે પરંતુ એ જ વીરોધોથી તપીને એ નામ અનેકગણું બળ મેળવશે…..કેટલાંક વ્યક્તીત્વો એટલી ઉંચાઈ પામી ચુક્યાં હોય છે કે તેને માપવા–સમજવા માટેનો ગજ ટુંકો જ પડે !!

    બાપુ (ભૂપેન્દ્ર)ને ધન્યવાદ.

    Like

  3. મારા વાંચવામાં એક વાત એવી આવી હતી કે ગોડસેનો વાંધો 55 કરોડ આપવા સામે નહોતો
    પરંતુ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે અવરજવર માટે ભારતમાં થઈને રેલવે લાઈન
    બાંધવા અને ચલાવવા દેવાની મંજૂરી પાકિસ્તાનને આપવાની ગાંધીજીની ભલામણ સામે હતી.

    ગાંધીજી સામે ઘણો કાદવ ઉછાળવામાં આવે છે જેમાંથી મોટા ભાગનો ધર્માંધતાને લીધે
    હોય છે. જે ભૂલ હિંદુઓ કરતા આવ્યા હતા કે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા બધા જ
    સભ્યો વિશેષ લાભને માટે સુપાત્ર હોય તેવી જ ભૂલ ગાંધીજીએ પણ કરી ‘હરીજન’ શબ્દ
    વાપરીને. દલિત કુટુંબમાં જન્મેલા બધાજ હરિના જન ના પણ હોય. તેમને માટે
    સુયોગ્ય શબ્દ ‘સ્વજન’ છે. ઉજળિયાતોને સમજાવવું જોઈતું હતું કે આ બધા જેવા હોય
    તેવા પણ છે તો આપણા જ. તો અત્યારે જે આંતરિક અણગમા પ્રવર્તે છે તે હોત તો ખરા
    પણ ઓછા હોત.

    2017-08-15 12:38 GMT-04:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “ઉતરાણ આવે એટલે લોકો પતંગ ચગાવે ને પેચ લડાવે એમ
    > આઝાદી દિવસ આવે એટલે અમુક મિત્રો ગાંધીજીને યાદ કરે તો બીજા ગોડસેને યાદ કરે
    > ને પછી કાપંકાપી શરું. ૫૫ કરોડ રૂપિયા પાકીસતાનને ભાઈએ ભાગની જેમ આપવાના હતાં
    > કોઈ દાન નહિ તે પ્રકરણ પાછું ચાલુ થાય. ૫૫ કરોડ હવે તો”
    >

    Like

  4. SHRI BHUPENDRA BHAI ,excellent on 15th aug. evrey minister, every party,congress, bajap, baspa etc remember MAHATMA GANDHI any way, but NO BODY FOLLOW HIS PRINCIPAL. HARIJAN PRABHU NA JAN. EVERY MEN-WOMEN HAVE SAME PART OF BODY.. NO ONE SEEN BACK SIDE. ONLY GOD GIVE YOU DIFFERENT SKIN COLOR & DIFFERENT MIND. GANDHIIJI THING THIS WAY ON HARIJAN. BUT POLITICIAN USE DIFFERENT MEANING FOR OWN BENIFITES.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s