દુશ્મનને લાડ કરો (appeasement reaction)

દુશ્મનને લાડ કરો (appeasement reaction)

૨૦૧૩માં લંડનનાં એક ઘરમાંથી ત્રણ સ્ત્રીઓને ૩૦ વર્ષથી ગુલામીની બેડીઓમાં જકડી પારાવાર પીડા આપવામાં આવતી હતી તેમાંથી છોડાવવામાં આવી. બ્રિટીશ પોલીસ દ્વારા આ બનાવને “highly traumatized’ અને “worst case of modern-day slavery” તરીકે ઓળખવામાં આવ્યો. ત્રીસ ત્રીસ વર્ષ તમે કોઈને ત્રાસ આપી સાથે રહેવા કઈ રીતે મજબૂર કરી શકો?

Chris Cantor અને John Price નામના ઓસ્ટ્રેલિયા અને યુકેના મનોવૈજ્ઞાનિકોએ આવા બનાવો ઉપર સરસ સંશોધનાત્મક તારણ કાઢ્યાં છે. આ કોયડાની કૂંચી ‘appeasement’ reaction માં મળી આવે છે. અપીઝમન્ટ એટલે શાંત પાડવું, શમાવવું, (આક્રમણ કરનારને) સવલતો કે લાંચ આપીને મનાવવાનો પ્રયત્ન કરવો, સંતુષ્ટ કરવું. આ વર્તણૂક આપણા genes અને બાયોલોજિમાં સખત રીતે ગૂંથાયેલી છે અને તે સર્વાઈવલ માટે હોય છે. સર્વાઈવલ માટે કાંતો લડો અથવા શરણે થઈ હુમલાખોરને ખુશ કરો. ઘણીવાર તો હુમલાખોર સામે મદદ કરવા આવનારને ભૂલી જઈ ને ઉલટા હુમલાખોરને લાડ લડાવનારા પણ હોય છે, આને ‘Stockholm syndrome’ કહેવામાં આવે છે. એ સમયે મદદકર્તા મિત્રોને નવાઈ સાથે આંચકો પણ લાગતો હોય છે. સ્ટોકહોમની એક બેંકમાં ૧૯૭૩માં ધાડ પાડવામાં આવેલી ત્યારે ધાડપાડુઓ દ્વારા અમુક લોકોને હોસ્ટેજ તરીકે રાખવામાં આવેલા. હોસ્ટેજીસને પોલીસ છોડાવવા આવી ત્યારે એ લોકોએ ઉલટા ધાડપાડુઓનો બચાવ કરી પોલીસને ગાળો દીધેલી. આમાંની એક સ્ત્રી તો એક ધાડપાડુનાં પ્રેમમાં પણ પડી ગયેલી.

૧૯૭૪માં એક ટેરરિસ્ટ ગૃપ દ્વારા Patty Hearst નામની એક સ્ત્રી કિડનેપ થયેલી. એને સાવ નાના બે ક્લૉઝિટમાં રખાયેલી. સતત એના પર બળાત્કાર કરવામાં આવેલા. બે મહિના પછી એને સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી. છેવટે એણે ટેરરિસ્ટ ગ્રૂપમાં જોઈન થવાની વિનંતી કરી અને બેંક લુંટમાં ભાગ પણ લીધેલો. એને સજા પણ થઈ હતી પણ પાછળથી માફી આપવામાં આવેલી. આપણે ત્યાં મનોવૈજ્ઞાનિકો આવા રસપ્રદ સંશોધન કરવાને બદલે કવિતાઓ કરતા હોય છે બાકી આને સ્ટોકહોમ સિન્ડ્રોમને બદલે ફૂલનદેવી સિન્ડ્રોમ કહી શકાય. ફૂલનદેવીને ડાકુ ટોળી દ્વારા ઉઠાવી જવામાં આવેલી અને એના ઉપર ટોળીનો સરદાર બળાત્કાર કરતો. સરદાર બદલાય એટલે નવા સરદારનો ત્રાસ સહન કરવાનો. ત્રાસ પછી માફક આવી મજા બની ગયો અને પોતે જ ટોળીમાં સક્રિય ભાગ લઈ લુંટફાટ મર્ડર કરવા લાગેલી. હરીફ ડાકુ ટોળી એકવાર એને ઉઠાવી ગઈ અને એના પર બધાએ બળાત્કાર કર્યો. આ બળાત્કાર કરનાર એકેય ડાકુને તે મારી શકી નહિ પણ વેરની વસૂલાત માટે જે ગામમાં રાખીને બળાત્કાર કરવામાં આવેલો તે ગામના નિર્દોષ ગામવાસીઓને એણે લાઈનબંધ ઉભા રાખી ૨૦ જણાને ગોળીએ દઈ દીધા. પછી તો આ મરનાર વીસ જણમાંથી કોઈ એકના વારસદારે મોટા થઈને, ધારાસભ્ય બનેલી ફૂલનદેવીને ગોળીએ ઉડાવી દીધી હતી.

આ ત્રાસ આપનારા જેને બાનમાં લીધી હોય તે વ્યક્તિ ઉપર અસહ્ય જુલમ ગુજારી તદ્દન અસહાય અવસ્થામાં ધકેલી દેતા હોય છે. ભયંકર એકાંત અને સૂગ ચડે તેવી સ્થિતિમાં રાખતા હોય છે. ઉપરથી ક્યારે મોત મળે તે નક્કી નહિ. એટલે સર્વાઈવલ મેકનિઝમ તરીકે અપીઝમંટ અને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામની વર્તણૂક શરુ થઈ જતી હોય છે. ત્રાસ આપનાર હુમલાખોરને કોઈપણ હિસાબે ખુશ રાખો જેથી જીવ બચી જાય. આ અપીઝમંટ બિહેવ્યરમાં બીજી ત્રણ વર્તણૂક સમાયેલી છે એક તો શાંત પાડવું, પ્રસન્ન કરવું અને સમર્પિત થઈ જવું.

વાનરો અને કપિમાનવમાં(ape) હુમલાખોર જબરા વાનર પાસે માર ખાનાર વાનર પાછાં જતા હોય છે એની સહાનુભૂતિ જીતવા. એટલે સુધી કે હુમલાખોર સામે મદદ કરનારને બાજુ પર રાખી અવગણી હુમલાખોર પાસે જતા હોય છે. સમર્પણ કે સમર્પિત થઈ જવું પ્રાણી જગતમાં સામાન્ય છે અને તે સર્વાઈવલ માટે જરૂરી બની જતું હોય છે. તણાવ અને જોખમ સમયે આપણે કોઈ બીજી વ્યક્તિ સાથે સગવડ અને સલામતી માટે માનસિક સ્તર પર જોડાણ ઈચ્છતા હોઈએ છીએ. હવે ભયાનક અને તદ્દન એકાંતમાં બંદી બનાવાએલ વ્યક્તિ કે સ્ત્રી સામે એક જ વ્યક્તિ હોય છે તેને બંદી બનાવનાર. તો પછી તે સલામતી ખાતર એની સાથે જ માનસિક જોડાણ ઈચ્છશે બીજો કોઈ ઉપાય જ નથી. કારણ ભયાનક સ્ટ્રેસ સમયે બીજી વ્યક્તિ સાથે જોડાણ ઈચ્છવા માટે આપણે જીનેટીકલી ડિઝાઈન થયેલા છીએ. પવિત્ર લગ્ન વ્યવસ્થા જ્યારે આવી સ્થિતિ ઊભી કરતી હોય ત્યાં બીજો કોઈ ઉપાય ના હોય ત્યારે રોજ માથાં ફોડનાર, અસહ્ય માર મારનારા બેફામ પતિદેવને પ્રેમ કરી આખી જીંદગી સહન કરનાર સ્ત્રીઓ પણ હોય છે, એવી બેફામ જુલમી પત્નીઓને સહન કરનાર અસહાય પુરુષો પણ હોઈ શકે છે.

તકલીફ એ થાય છે કે આવા જુલમ સહન કરનાર, ત્રાસ સહન કરનાર પછી પોતાની જાતને દોષી માનવા લાગતા હોય છે. સમાજ પણ એમને દોષી માનવા લાગતો હોય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી વારંવાર કોઈ એક પુરુષના બળાત્કારનો ભોગ બની હોય ત્યારે સમાજ તો પહેલા એને જ દોષી માનશે. પેલી સ્ત્રી પણ પોતાને દોષી માનશે કે મેં વારંવાર આવું સહન કેમ કર્યું? પણ જો આપણે અપીઝમંટ રિએક્શનને સમજી શકીશું તો એનો દોષ નહિ દેખાય. સ્ત્રીઓ બળાત્કાર કરવા દેતી હોય છે કારણ એમને જીવનું જોખમ લાગતું હોય કે ભયંકર શારીરિક પીડા મળવાની શક્યતા હોય. અપહરણકર્તાને સેક્સ કરવા દેવામાં જીવનું જોખમ ઓછું થઈ જતું હોય છે.

જો તમે જબરા હો, મજબૂત હો, શક્તિશાળી હો તો તરત હુમલાખોર સામે હથિયાર ઉઠાવવાના જ છો પણ કમજોર હો તો પછી દુશ્મનને ખુશ કરો. ઘણીવાર તો મદદકર્તા મિત્રોને અવગણીને પણ દુશ્મનને ખુશ કરો. વ્યક્તિગત તો ઠીક આખા સમાજ આવું બિહેવ્યર કરી શકે છે. છેવટે તો આપણે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ એટલે સમૂહના વડા નબળા હોય તો આખા સમૂહને બીજા જબરા સમૂહ સામે સમર્પિત થઈ જવું પડતું હોય છે. ઘરના વડીલ નબળા હોય તો બીજા કુટુંબીઓ મારી જતા હોય છે. ઘરમાં બાપુજી કમજોર હોય તો પડોશીઓ, કાકાઓ, પિતરાઈઓ અને બીજા કુટુંબીઓ હેરાન પરેશાન કરી મૂકતાં હોય છે. પછી શરુ થાય છે અપીઝમંટ બિહેવ્યર, દુશ્મનને કોઈપણ હિસાબે ખુશ રાખો.

 

 

Spineless Leaders of Democracy (Karikatur von David Low, 8_ Juli 1936)

8 thoughts on “દુશ્મનને લાડ કરો (appeasement reaction)”

  1. માહિતી સભર લેખ. ધન્યવાદ.

    [જરા હળવું. – હું પણ ત્રાસવાદી મિત્ર(?)ને ખૂશ રાખવા પ્રયત્ન કરતો રહું છું]

    Like

  2. ખુબ માહિતિસભર લેખ…
    લાચાર લોકોની મજબુરીનો લાભ લઈને થતી વટાળપ્રવૃતિ-ક્રુરતા વિષે સુગ ચઢી સાથે સાથે આવા આતંકને પ્રેમ કરી બેસનાર સીન્ડ્રોમ આંચકો આપી ગયો..!! કદાચ એટલે જ દારુડીયા પતિનો માર ખાઈને બેસી રહેનાર સ્ત્રીને આપણે કામ કરીને રોટલો રળી લેવાની સલાહ આપીએ ત્યારેે સામે થઈ જતી હોય છે… એવું લાગે કે, માર ખાઈને પેટ ભરવામાં જ ખુશ છે.

    Like

  3. Khub saras lekh kyarek julamsahan karta karta pan aadat thaijai chhe ane bijo niyam bhay vina priti nahi e niyam pan aadkatri rite kam kari jato hoi chhe.

    Like

  4. સાહેબ તમે બળાત્કારી ને નિર્દોસ કેવી રીતે કહો છો? મને સમજાયું નહીં …. શુ તમે પણ જાતીવાદી માનસિકતા ધરાવો છો?

    Like

    1. તમને સરળ ગુજરાતીમાં સમજ પડે છે ખરી? મે બાલાત્કારીને નિર્દોષ ક્યાં કહ્યો?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s