અનામતરાય સરકારચંદ હિન્દુસ્તાની

અનામતરાય સરકારચંદ હિન્દુસ્તાની  untitled

અનામતનું ભૂત ફરી ધણધણવા માંડ્યું છે. આમ તો આ ભૂત થોડા થોડા સમયગાળે ક્યાંક તરફેણમાં ક્યાંક વિરોધમાં, ક્યાંક અનામત માંગવામાં ક્યારેક અનામત માગણીના વિરોધમાં ધણધણતું હોય છે. પણ આ વખતે અનામત માંગીને અનામતનો વિરોધ કરવાની ટ્રિક તરીકે પહેલીવાર ધણધણ્યું છે.

હજારો વર્ષ લગી કોઈ એક જ વર્ગનું શોષણ કરે રાખ્યું હોય તેવું આ દેશમાં જ બન્યું છે, મેરા ભારત મહાન. એ મહાપાપના પ્રાયશ્ચિત રૂપે બાબા સાહેબ આંબેડકરે ૧૦ વર્ષ અનામતની જોગવાઈ રાખવાનું સૂચવ્યું હતું. એમના મનમાં એમ કે એકવાર આગળ ચાલવાનો માર્ગ મોકળો થશે પછી તો શોષિત વર્ગ એના બાવડાના બળે આગળ નીકળશે. અને એજ સાચું હતું. એકવાર માર્ગ આપવો જરૂરી પણ હતો. એમાં કશું ખોટું નહોતું. અને એજ વખતે અથવા દસ વર્ષની જોગવાઈ પૂરી થયે, મૂર્ખ નેતાઓએ અનામત આર્થિક સ્થિતિ આધારિત દાખલ કરી દેવાની જરૂર હતી. એનાથી કચડાયેલા જે પણ વર્ગ આર્થિક રીતે નબળા હોય તેમને તો લાભ મળવાના જ હતા. એનાં  લીધે આવા SC, ST, OBC જેવા વર્ગીકરણ જ કરવા પડ્યા નાં હોત. પણ ભારતના જાતિવાદી ભ્રષ્ટ નેતાઓ એમના ચુંટણીલક્ષી લાભાર્થે એવું કરે તેમ નહોતા.

વર્ણ વ્યવસ્થાએ આ દેશમાં જાતિવાદનો રાક્ષસ હજારો વર્ષથી ઊભો કરેલો છે તે એમ જલદી ક્યાંથી નાશ પામવાનો હતો? આ દેશની પડતીનું સૌથી મોટું કારણ જ એ હતું. આઝાદી વખતે સરસ ચાન્સ હતો આ દેશમાં સર્વને સમાન ગણી સર્વ માટે સમાન કાયદો રચીને, કૉમન સિવિલ કોડ રચીને જાતિવાદના રાક્ષસને નાથવાનો. પણ જાતિવાદમાં રાચતા મૂર્ખ ટૂંકી દ્ગષ્ટિના નેતાઓ આ દેશની બહુ મોટી કમનસીબી છે. એજ વખતે કૉમન સિવિલ કોડ દાખલ કરી દીધો હોત તો ધર્મ આધારિત કે જ્ઞાતિ આધારિત ભેદભાવ વહીવટીય દ્રષ્ટીએ રહ્યા જ નાં હોત. દેશના તમામ નાગરિકોને માથે સરખાં જ હક અને ફરજો ભાગમાં આવે તો કોણ નીચ અને કોણ ઊંચ? કોણ મુસ્લિમ કે કોણ હિંદુ? કોણ પારસી કે કોણ ક્રિશ્ચન? અરે બધા માનવો અને બધા ભારતીયો જ હોય એમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે દલિત, સવર્ણ જેવા ભાગલા હોય જ ક્યાંથી? દલિત એવો શબ્દ જ શું કામ વાપરવો પડે? આપણા નાના કે મોટા ભાઈ માટે દલિત શબ્દ વાપરી શકીએ ખરા? જ્યારે સાહિત્યમાં દલિત સાહિત્ય શબ્દ વપરાય છે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે? સાહિત્ય તો સાહિત્ય છે એમાં દલિત સાહિત્ય, ક્યાંથી આવી ગયું? દલિત શબ્દ જ શબ્દકોષમાંથી કાઢી નાખવા વિનંતી કરું છું. આપણા DNA સરખાજ છે, વી ઓલ આર હોમોસેપિયન.

હવે જ્યારે કહેવાતા સવર્ણોને ખબર પડી જ ગઈ છે કે અનામત પ્રથા નાબૂદ થવાની નથી તો આપણે પણ અનામત માંગો. અને એમની પાસે વાજબી કારણો પણ હશે જ. પાટીદારોએ અનામત માંગવા ગુજરાતમાં આંદોલન શરુ કર્યું છે. હવે બ્રાહ્મણો અને ક્ષત્રિયો પણ માંગશે. એના સમર્થન અને વિરોધમાં ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. જાણીતા શાહ અટક લખાવતા કડવા પાટીદાર એવા પદમશ્રી લેખકે લખ્યું કે પાટીદારો અનામત માંગે છે એમાં મારું મસ્તક શરમથી ઝૂકી જાય છે. અમુક માથા ગમે ત્યારે ઝૂકી જતા હોય છે તમને ખબર પડે નહિ. એમણે વળી તુકારામ જેવા બીજા મહાનુભાવોના દાખલા ટાંકી લાકડે માંકડું વળગાડ્યું છે. એમણે જે દાખલા આપ્યા તે પટેલ મહાનુભાવોને અનામત શબ્દની જ જાણ નહોતી, સરદાર સિવાય.

શાહ સાહેબ આ પાટીદારો પથ્થર ફોડીને એમાં જીવન રોપે એવા છે.

ખેતી એમના લોહીમાં છે તે આપને કહેવું પડે તેમ નથી. એમને અનામત જોઈતું નથી અનામત નાબૂદ થાય તેવી આશા તેમણે છોડી દીધી છે માટે અનામત નાબૂદ થાય તે માટે અનામત માંગી રહ્યા છે. આ દેશ માટે સૌથી વધુ પોતાના લોહી વહાવ્યા હોય તેવા ક્ષત્રિયોનું પણ એવું જ છે. પુર અને હોનારત વખતે ધર્માદાનું નો ખપે એવા વટ સાથે સરકારી રાહતો ઠુકરાવતા ક્ષત્રિયોને પણ અનામત જોઈતું નથી પણ અનામત બંધ થાય તે જોઈએ છે.

આપણા ટૂંકી દ્ગષ્ટિના નેતાઓએ એડ્યુકેશન સિસ્ટમમાં અનામત દાખલ કરીને એમની મૂર્ખતાનું પ્રદર્શન કર્યું છે. જ્યાં મેરિટની જરૂર હોય ત્યાં બાંધછોડ કરી જ કઈ રીતે શકાય? આર્થિક પછાત વિદ્યાર્થીને ફીમાં રાહત આપો. રાહત શું મફત ભણાવો પણ મેરીટમાં બાંધછોડ કઈ રીતે કરાય? એણે જે તે પ્રવાહમાં દાખલ થવું હોય એની યોગ્યતા તો સાબિત કરવી જ પડે ને? આજે એક ૯૫ ટકા મેળવી મેડિકલમાં એડમીશન મેળવેલ અને એક ૪૯ ટકા મેળવી મેડિકલમાં એડમીશન મેળવેલ વિદ્યાર્થીમાં ફેર તો પડવાનો જ ને? જ્યાં લાઇફનો સવાલ હોય એવા મેડિકલ સાયન્સમાં તમે સાવ ડફોળ હોય એવા વિદ્યાર્થીને એડમીશન જ કઈ રીતે આપી શકો? એમાં બાંધછોડ કઈ રીતે કરાય? આવું તો ફક્ત મેરા ભારત મહાનમાં જ બને. અમેરિકામાં ડૉક્ટર બનતા દસ વર્ષ લાગે છે. ભારતમાં ફક્ત પાંચ વર્ષ. એમાંય તમે કોઈ ડૉક્ટરના કંપાઉંડર તરીકે જૉબ કરી હોય RMP નું સર્ટિ મેળવી લો, કદી મેડિકલ કૉલેજનું પગથિયું સુધ્ધા ભાળ્યું નાં હોય, ડૉક્ટર બની ગયા. એક દાખલો આપું. હાવર્ડ યુનિમાં તમે અમુક દાન આપ્યું હોય તો તમારા નામે એક બે સીટ અનામત હોય છે. આપણા ફેમસ ઉદ્યોગપતિ હિન્દુજા ભાઈઓએ હાવર્ડમાં દાન આપેલું છે. એમના નામે અનામત સીટ ઉપર રાહુલ ગાંધીને એડમીશન મળી ગયેલું. પણ હાવર્ડનાં નિયમ મુજબ છ મહિનામાં એના મેરીટનું જે પણ ધારાધોરણ હોય તે પાસ કરવું પડે. ભાઈ રાહુલ તે પાસ કરી શક્યા નહિ તો એમને પાણીચું મળી ગયેલું છે.

હાવર્ડમાં ભણવા નહિ મળેલા એક યુવાને પાછળથી ખૂબ કમાતા હાવર્ડને લાખો ડોલર્સનું દાન કરેલું છે. આર્થિક નબળા હોય પણ બ્રિલિયન્ટ છોકરાઓની ફી પેલાં દાનમાંથી ભરાય છે. અમેરિકામાં સ્કૂલ સુધી ભણવાનું મફત જ છે. કૉલેજમાં ભણવાનું બહુ મોંઘું છે, પણ જો તમે ભણવામાં હોશિયાર હો તો સરકાર તરફથી ફાયનાન્સીયલ એઇડ મળે છે. તમે ભરેલી ફી પછી મળે છે, શરત છે તમે આર્થિક રીતે નબળા હોવા જોઈએ. પણ મેરીટમાં કોઈ બાંધછોડ ચાલે નહિ.

એડ્યુકેશન સિસ્ટમમાં મેરીટમાં બાંધછોડ અને અનામત મારા દિમાગમાં કદી ઊતરતું નથી અને ઊતરવાનું નથી. મેકોલેને ભલે બધા ગાળો દેતા હોય. મને ખબર છે મેકોલે એ અંગ્રેજો માટે કારકુન પેદા કરવા શિક્ષણ પદ્ધતિ દાખલ કરેલી પણ મને એનો ઉપકાર દેખાય છે કે મેકોલે પહેલા ભારતમાં કોઈ શૂદ્ર ભણી શકતો હતો ખરો? બ્રાહ્મણો સિવાય ભણવાનો કોઈને હક જ નહોતો. રાજકુમારો સિવાય કોઈ ક્ષત્રિય પણ ભણી શકતો નહોતો. કોઈ શૂદ્ર, કોઈ OBC ભણી શકતો જ નહોતો. કોઈ સ્ત્રીને પણ ભણવાનો હક નહોતો. થેન્ક્સ અંગ્રેજો કે ભારતના તમામ વર્ગોને તમે ભણવાનો હક આપ્યો. પણ આ અંગ્રેજો મેરીટમાં કોઈ બાંધછોડ ક્યારેય કરે નહિ. કોઈ શૂદ્રના કાનમાં વેદના મંત્રો પડી ગયા હશે મતલબ ભૂલથી સંભળાઈ ગયા હશે તો કહેવાતા ભગવાન રામે એના કાનમાં શિશુ ઓગાળીને રેડી દીધેલું એ રામ ક્યારેય મારા માટે આદરણીય નથી હોતા. રામરાજ્યની વાતો કરનારા પછી ગમે તે હોય ગાંધી હોય, ગુણવંત શાહ હોય કે કોઈ મોટા બાપુ હોય મને એમના માટે એટલાં પૂરતો જરાય આદર જાગતો નથી.

Distribution of Population of each Religion by Caste Categories
Religion/Caste SCs STs OBCs Forward Caste/Others
Hinduism 22.2% 9% 42.8% 26%
Islam 0.8% 0.5% 39.2% 59.5%
Christianity 9.0% 32.8% 24.8% 33.3%
Sikhism 30.7% 0.9% 22.4% 46.1%
Jainism 0.0% 2.6% 3.0% 94.3%
Buddhism 89.5% 7.4% 0.4% 2.7%
Zoroastrianism 0.0% 15.9% 13.7% 70.4%
Others 2.6% 82.5% 6.25 8.7%
Total 19.7% 8.5% 41.1% 30.8%

ઉપરના આંકડા જુઓ. આમાં ૭૦% લોકોને અનામતના લાભ મળે છે. અને ૩૦ ટકા જેને અનામતના લાભ મળતા નથી તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સાથે પટેલો પણ આવી જાય. માંડલ પંચ પ્રમાણે OBC ૫૨(બાવન) ટકા છે. કહેવાતા ફૉર્વર્ડ કાસ્ટ ભલે પૈસે ટકે ગરીબ હોય એમને કોઈ લાભ મળે જ નહિ. ૩૦ ટકા ફૉર્વર્ડ કાસ્ટમાં બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત અને પટેલો આવી જાય. આમાં પણ સૌથી ઓછી વસ્તી રાજપૂતોની હશે. કારણ આશરે ૫૦૦૦ વર્ષથી મારવાની સાથે મરવાનો ઠેકો રાજપૂતોને જ આપેલો હતો. બીજી કોઈ કોમ લડવા જતી જ નહોતી. મરી મરીને ઓછા થવાનું લાઈસન્સ આ એક જ કોમને આપેલું હતું. છતાં એ બધી ગણતરી જવા દો ૩૦ ટકા ફૉર્વર્ડ કાસ્ટમાં બ્રાહ્મણ, વાણિયા, રાજપૂત અને પટેલોને સરખાં જ ગણીએ વસ્તી પ્રમાણે તો આશરે ૭ ટકા જ હોય દરેક.. ખરા લઘુમતી તો આ લોકો છે જે એમના બાપદાદાઓએ કરેલા પાપની સજા આજે ભોગવી રહ્યા છે જેની નવી પેઢીને તો આ બધી ખબર જ નથી. આ તો મારા દાદાએ કોકનું ખૂન કર્યું હોય ને મને જેલમાં પૂરી દે અને જનમટીપ મળે તેવું થયું છે.

પહેલું તો કહેવાતા દલિતને દલિત નામ આપીને જ આપણે બહુ મોટો ગુનો કરીએ છીએ. દલિત નામ આપીને તે આપણાથી ભિન્ન છે તે સાબિત કરીએ છીએ. બધા ભારતીય જ હોવા જોઈએ. વહીવટીય ક્ષેત્રે કોઈ નાતજાત અને ધર્મના નામે ભેદભાવ જોઈએ જ નહિ. કૉમન સિવિલ કોડ વગર આ દેશનો ઉદ્ધાર નથી. પણ એવું કરવામાં ભ્રષ્ટ નેતાઓને એમનો ઉદ્ધાર દેખાતો નથી.

જાતિવાદનાં ભોરિંગને નાથવાનો એક ઉપાય કૉમન સિવિલ કોડ છે.

26 thoughts on “અનામતરાય સરકારચંદ હિન્દુસ્તાની

 1. Khubsaras mahiti sabhar ane samay par lekh anamat na hote to deshnu buddhi dhan videsh ma sthalantar na karat ane kharekhar je buddhi shali chhe teno labh deshne malte ane deshma jene anamat no labh lidho chhe temna potanamate pan desh ma saru vatavaran ubhu thayu hote.
  Kharekhar to desh ni shikshan pratha sathe cheda kari ne deshnu bhavi andhkarmay banavyu chhe hajupan anamat pratha nabud na thai to aavnara divasoma buddhi dhan pardesh ma sthalantar karrvanu chaluj rakhase ane 40% vala 85 thi 90 % vala na upari adhikari thase ane je bilkul school maj nahi jashe te dharma guru ane rajkaraniyo banse ane abhan 40%thi 90% vala ne control karse aaj deshni kundadi ma dekhai rahyu chhe.

  Liked by 1 person

 2. perfect post.
  post for each and every Indian irrespective of their caste, religion or political supporter.

  Sir, i request you to provide the source of caste distribution table. thanking you

  Like

 3. Good article.

  Read this publicly shared Facebook post – https://www.facebook.com/photo.php?fbid=1031307473579990&set=a.263821526995259.66946.100001022420147&type=1&theater – so understand the analysis of how reservations in admissions impacts the people who do not qualify for reservation. It is a shame that in this age, we grant admissions on the basis of caste. The current and future Govts will fail the future generations if this is not fixed sooner than later. India’s bettterment can only come by uniform law and regulations for everyone !

  Like

 4. જ્ઞાતિ આધારિત અનામત દુર કરવાનો અત્યારે સરસ મોકો છે જો મોદી સરકાર આ કામ નહિ કરે તો ભવિષ્ય માં કોઈ સરકાર જ્ઞાતિ આધારિત અનામત દુર નહિ કરી શકે.

  Liked by 1 person

 5. Yes..this is the only solution to satisfy every citizen without any caste or creed.but will it be acceptable to the beneficiaries of to day’s system and particularly our shortsighted politicians??!!

  Like

 6. અનામતનો લાભ કુટુંબની એક જ પેઢીને મળવો જોઈએ. જેમને એ લાભ મળ્યો હોય તેમના સંતાનોને ના મળવો જોઈએ. હાલની વ્યવસ્થામાં તો દલિતોમાં પણ એક એવું સ્તર બની ગયું છે કે જે બધા લાભ લઇ જાય છે અને જેમને ખરેખર જરૂર છે તેઓ વંચિત રહી જાય છે.
  કેળવણીમાં જ નહિ સરકારી નોકરીઓમાં પણ અનામતના કારણે વરીષ્ઠતા અવગણીને ‘દલિત’ કર્મચારીઓને ઝડપી બઢતી આપવામાં આવે છે. ભરતી સમયે જે લાભ મળ્યો હોય તે પુરતો ના હોય તેમ જીવનભર આ લાભ આપવામાં આવે છે તે પણ ખોટું છે.

  Like

 7. અનાત પ્રથા બધા માટે કાઢી નાખવામાં આવે અને માણસ ની બુધ્ધી મત્તા ઉપર સિલેક્શન થવું જોઇએ..

  Like

 8. આપની વાત સાથે સહમત છું.
  મેરીટ આધારિત શિક્ષણ પ્રવેશ અને યોગ્યતા આધારિત નોકરી.

  છેલ્લી બે પેઢીએ કોઇપણ પ્રકારનો અન્યાય કોઇના પર નથી કર્યો તો અન્યાય શા. માટે સહન કરે. કદાચ હજી આર્થિક કારણે અનામત પ્રથા રાખવામાં આવે તો વિચારી શકાય.

  આ પ્રથા ને કારણે ભ્રષ્ટાચાર પણ ખુબ થઈ રહ્યો છે. કરોડોના ડોનેશન આપી ને ડોક્ટર કે ઇન્જીનીયર બને તો માનસિકતા તો સમાજમાં લુંટ ચલાવવાની થશે.

  અનામત ના દુષણ નો પાર નથી. આ પ્રથા નો લાભ માત્ર અને માત્ર રાજકીય લોકો માટે છે.

  સકારાત્મક વલણ જ આમાંથી છુટકારો અપાવી શકે.

  Like

 9. પ્રતીહિંસા એ અહિંસા નથી; જુઠાણાના જવાબમાં જુઠાણું તે સત્ય નથી; પ્રતિઅન્યાય તે ન્યાય નથી. આ દૃષ્ટિથી અનામત અયોગ્ય જણાય.

  સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે પાંચ હજાર વરસોના શોષણનો પશ્ચાતાપ દસ, પંદર કે પચાસ વર્ષમાં ન થાય, સો બસો વરસ નીકળી પણ જાય. અમેરિકામાં પ્રેસિડેન્ટ અબ્રાહમ લીંકને ગુલામી નાબુદ કર્યાને દોઢસો વરસ પછી પણ અશ્વેત લોકોની હાલત જોઈએ તેટલી સુધરી નથી. તેમના હિત માટેના કાયદાઓ થયા છે પણ તેની અસર બહુ ધીમી થાય છે.

  ભારતમાં અનામતની જરૂર તો છે પણ તે એવી રીતની હોવી જોઈએ કે તેનો લાભ બહુ ઓછા લોકો ના લઇ જાય. અત્યારની પધ્ધતિમાં તો સાચા અને ગરીબ દલિતો તો રહી જ જાય છે. અર્ધ-દલિતો પેઢી દર પેઢી જ બધા લાભ લઇ જાય છે પછી ભલે તેઓ આર્થિક રીતે સધ્ધર હોય.

  Like

 10. Well explained article. Problem in India is that Indian tend to carry what was 5000 years ago. Granted that in those days, we had caste system for purpose to be served during that time. Bhupendrabhai did touch American Education system. I think if India consider similar system, we will not have any issue.

  But no politician want to touch this issue because they afraid that their vote bank will not be healthy. I applaud those who have consider to become BC class, may be one day entire population become BC and we will not have any issues???

  Like

 11. One way to remove caste system in Hindus is to ban using surnames.My surname-shastri-stamps me as Brahmin,much as I dislike.Remember ,Ram Manohar Lohia had
  Introduced such a bill in Parliament,but the so-called Jawaharlal did not allow its passage.
  If surnames are removed ,equality will be automatic in three generations.
  But ,alas! I am still known as shastri.
  At 84yrs, it is too late to be wise.

  Like

  1. Our second prime minister late Shri Lal Bahadur had abandoned his surname. ‘Shastri’ was NOT his surname; it was his degree. But very few Indians emulated his noble act.

   Also, all surnames do not necessarily indicate the person’s caste, geographic origin or even religion. For example, my surname is used by not only Gujarati Hindus. A ‘Desai’ may be a Parsi, Muslim, Maharashtrian (e.g. Ramakant Desai, the famous cricketer), brahmin, patel, jain, rabari etc. I had a kannad class-mate named Desai.

   Like

 12. હા અનામત તો દુર કરવી જ જોઈએ.આગળની પેઢીના પાપ અત્યારની પેઢી કેમ ભોગવે…સહમત…પણ મારા સાહેબ આ જમીન જાયદાદના ભાગ પણ કરાવોને …દલિતો વંચિતોની નવી પેઢી શા માટે એમની આગળની પેઢીએ (જમીન મિલકત ભેગી ન કરવાનું) પાપ ભોગવે.બધાને સારા સારા ઉપદેશ આપવા છે અને પોતાની જ્ઞાતી ના ગુણગાન ગાવા છે. બધીજ અનામત કાઢીને જો ૫૦ ટકા અનામત આર્થિક પછાતો ને આપવામાં આવે તો પણ દલિતો અને આદિવાસી ને જ એ લાભ મળવાનો છે કેમકે ભારતમાં સૌથી ગરીબ પ્રજા પણ એજ છે.રજપૂતો ને કોઈ એ લડવાનો પટ્ટો આપ્યો તો કે નહિ એ તો નથી ખબર પણ દલિતોને તો બધાના મળમૂત્ર ધોવાના અને મરેલા ઢોરનું માંસ ખાવાના પટ્ટા આપેલા હતા.પટેલો ના આગળ આવવાના કારણોમાં એમની મહેનત જેટલોજ ફાળો એમની જમીનોનો છે.આજે દેશની કુલ સંપતિ કે ગુજરાતની કુલ સંપતિ ના જો ખાલી ટકા કાઢવામાં આવે તો મને વિશ્વાસ છે કે ગુજરાત ની ૬૦% સંપતિ પટેલ અને જૈનો પાસે હશે જેમની વસ્તી ગુજરાતની કુલ વસ્તીના ૨૫ ટકા માંડ હશે.હશે ભાઈ હટાવી દો અનામત જો તમને યોગ્ય લાગતું હોય તો.સરકાર તમારી…સત્તા તમારી….દેશ પણ તમારો…વસુંધરા ના વહાલાઓ ….આવી તક ફરી નહિ મળે….

  Like

  1. Bhai shree je desh ni sarkar bhantar sathe cheda kare te deshna bhavishya ni pedhi kharabj thavani ane aaje aaj thayu chhe kharekhar to anamatno labhlenar gnyati valae samechali ne anamat no virodh karvo joiye jethi deshne darek kshetrama buddhishali adhikari/officer male ane aaje je anamatna karane ochhu bhanela upari adhikari na hath niche vadhu bhanela adhikari ne kam karvu pade chhe tevidasha deshni thai chhe have tamej vicharo su bhavishya aavnari pedhina nagriknu.

   Like

  2. ભાઈ, અહીં મૂળ મુદ્દો મેરીટનો છે એ તમે નજરઅંદાજ કર્યો છે અને અનામત તમારો જન્મસિદ્ધ હક હોય એવો દાવો કરો છો. અહીં અનામત હટાવવાની વાત જ ક્યાં છે. અહીં દલિતો વિરુદ્ધ પટેલો જેવું પણ કંઈ નથી લખ્યું, અહીં તો ધીટ રાજકારણીઓના પાપે આ દશા થઈ છે એમ ખુલ્લેઆમ લખ્યું છે, છતાં તમે સમજ્યા વગર મુદ્દો એ તરફ વાળવા પ્રયાસ કર્યો છે. ખુદ અનામત શરૂ કરાવનારે તેને દસ વર્ષ માટે દાખલ કરી હતી, છ દાયકા થયા ભાઈ, છતાં ય અનામતનું રાજકારણ ના સમજાયું હોય તો ધન્ય છે તમને. અને કોઈપણ સરકાર અમરપટ્ટો લખાવીને આવતી નથી એની તો મને પાક્કી ખબર છે…

   Like

   1. મેરીટ મેરીટ કરીને આપણે મૂળ મુદ્દાને ભુલાવીએ જ છીએ. સત્ય તો એ છે કે આપણે આપણા સ્વજન દલિતોની મેરીટ વિકસવા જ નથી દીધી. (આ લખનાર ‘ઉજળીયાત’ કુટુંબમાં જન્મ્યો હતો.) એકલવ્યનો દાખલો તો કેવળ એક નમુનો હતો. આપણા ‘મહાન’ પૂર્વજોએ એવી સમાજવ્યવસ્થા ઉભી કરી હતી કે પ્રજાના ખુબ મોટા ભાગની બુધ્ધિ શક્તિ વિકસે જ નહિ. મારે પંદર વરસ જંગલમાં કામ કરવાનું થયું હતું અને પછાત ગણાતા સહાયકો સાથે કામ કરવાનું થયું હતું. મેં જોયું છે કે તેમની બુધ્ધિ પણ આપણે ધારીએ તેવી બુઠ્ઠી નથી હોતી. તેઓમાંના ઘણા થોડી જ તાલીમ મળવાથી બીજા ઉજળીયાત કર્મચારીઓ જેટલું જ બલકે વધારે સારું કામ કરી શકતા હતા. તેમને તાલીમ આપીને ઉપર લાવી શકાય છે. આ કરવા જેવું કામ છે જેને માટે અનામત જરૂરી છે. પરંતુ તેનો લાભ ઠેઠ નીચેના સ્તર સુધી પહોંચાડવો જોઈએ.

    Like

   2. Khub saras KOIPAN SARKAR AMARPATO LAKHAVINE AAVTI NATHI .
    Desh ni prajama ek navi kranti aavi chhe jeni jarur je te sarkare anamat ni mudat lambavye rakhi ane tema biji badhi gnyati no umero karti gai te darek sarkar na pape aa avdasha thai chhe aa sarkar ke biji koirpan sarkar hoi anamat nabud karvuj joiye deshna sarabhavishya mate.

    Like

 13. અત્યારે ફેસબુક, ટવીટર અને વ્હોટ્સેપ બંધ કરવામાં આવ્યા છે!!
  ગતિશીલ ગુજરાત!! વિશ્વની સહુથી મોટી લોકશાહી!!
  આને શું કહેવું??

  Like

 14. મારા મતે અનામત આર્થિક ધોરણે આપવી જોઈએ અને સાથે શરત પણ હોવી જોઈએ કે સવર્ણોએ દલિતો, પછાતો અને આદિવાસીઓને પોતાની સોસાઈટીમાં રહેવાની મંજુરી, તેમની સાથે સમૂહ ભોજન અને શક્ય હોય અને સંજોગો અનુકુળ હોય તો ભણેલા સવર્ણ અને ભણેલા દલિત,પછાતને લગ્ન ની પણ મજુરી।આમ કરવાથી હિન્દુત્વ મજબુત થશે , ભેદભાવ દુર થશે

  જગદીશ જોષી

  Like

  1. Are bhai sarkar kya atkave chhe premlagna koi pan jati na patra jode thai sake ane thaichhe ane thata rahese aama sarkarni manjuri ni kya jarur chhe.

   Liked by 1 person

 15. The best, and perhaps the only, way to bring unity among Indians is to delete all entries of religion, caste, subcaste etc. from all official records like birth certifictates etc. If at all this is done, equality will be achieved in three genearations. Until then, our descendents will keep quarreling.

  Like

 16. अनामतनो प्रश्र्न कोई हीसाबे सुलटे एम नथी. कोई हीन्दु ईश्लाम स्वीकारे पछी एने ईश्लामने ज वफादार रहेवु पडे एनी जेम.

  मारो उछेर तो जैन के हीन्दु जेम थयो पण वीचारशरणी हीन्दु वीरुद्ध थयी गयी. मुंबईमां रेशनल वीचारसरणीवाळो ग्रुप मली गयो. नेट अने फेस बुक उपर मोकळुं मेदान मळी गयुं. आ अनामत के दलीत बाबत जे अत्याचार थया एनो भोग तो वारसदारोने माथे ज आवे. देशमां जात पातने कारणे जे नुकशान कर्युं ए हवे सुलटे एम नथी एमां ईश्लाम धर्मे एवी दखल करी छे के हवे शक्य नथी कारण के ईश्लामनो उदय हीन्दु वीरुध्ध थयेल छे अने युनीफोर्म सीवील कोड लागी शके एम नथी.

  बंधारणमां गाय वाछरडा अने दारुनो स्पष्ट अने वांची शकाय एवो उल्लेख छे. देशमां दलीतोने तो मरेला पशुना मांस खावानो क्यां अधीकार हतो के छे?

  मुंबईमां जैनोना मंदीर के उपाश्रयनी सामे पर्युषणमां मांस के चीकन वेंचनाराओए पोतानी ज कबर खोदी नाखी छे ने? बस एवुं ज आ अनामत के दलीतनो उकेल…

  Like

 17. અનામત બાબતે

  અનામત મેળવતા સમાજો/વ્યક્તિઓની તમામ દલિલ સાચી,
  તમામ રજુઆતો સાચી,
  જાતિવાદની વાત સાચી,
  મકાનોમાં રહેવા નથી દેતા એ વાત પણ સાચી,
  ૫૦૦૦ વર્ષથી અન્યાય થયો છે એ વાત પણ સાચી,
  અરે તમે જે કહો તે બધી વાત સાચી (પછી ભલે તે તાર્કિક હોય કે અતાર્કિક)
  .
  .
  .

  અનામતના મુદ્દે એટલું જ કહેવા માંગીશ કે અનામતના આર્ષદ્રષ્ટાશ્રી બાબાસાહેબ આંબેડકરને કઈ અનામત મળી હતી?????

  જે સમયે જાતિવાદ, છુઆછૂત, આભડછેટ, અસ્પૃશ્યતા વગેરે દુષણો ખુબ જ ટોપ ઉપર હતા એવા સમયે જો એક અતિ પછાત અને એકદમ અસ્પૃશ્ય “મહાર” જ્ઞાતિનો એક છોકરો વિદેશમાં જઈને ડૉક્ટરેટની ડીગ્રી લઈ શકતો હોય તો પછી આજે ૨૦૧૬ માં તો સમય ખુબ બદલાયો છે, આજે દલિતો સાથે ગ્રામ્ય વિસ્તારોના અપવાદો બાદ કરતા આભાડછેટ તે સમય (બાબા સાહેબ) કરતા ખુબ જ નહિવત પ્રમાણમાં થઈ ગયો/રહ્યો છે.
  .
  .
  અને આજનો દલિત સમાજ ભારત કક્ષાએ સંગઠીત થયો છે અને શિક્ષણનું પ્રમાણ પણ વધ્યુ છે ત્યારે દલિતો કે પછાતો પાસે વિકાસની હજારો તકો ઉપસ્થિત છે, ઘણી શક્યતાઓ પણ છે. જો એક આંબેડકર તે સમયમાં ડૉક્ટરેટ કરી શકતા હોય તો આજના દલિતો શું ન કરી શકે???

  બસ જરૂર છે એક મક્કમ મનોનિર્ધાર અને લક્ષની, જરૂર છે જાતિવાદી માનસિક્તામાંથી બહાર આવવાની, જરૂર છે, ફક્ત અનામતના લાભની લાલચના લીધે આલતું ફાલતું રાજકિય પક્ષની વોટબેંક બનીને રહેવા કરતા જરૂર છે સરકાર પાસે કોઈ નક્કર, પરિણામલક્ષી તેમજ સકારાત્મક નીતિઓની માંગણી કરવાની.

  પરંતુ આમ જોવા જઈયે તો દલિતો ને હવે જાતિવાદ કોઠે પડી ગયો હોય એવું પ્રથમ દ્રષ્ટીએ દેખાઈ રહ્યુ છે. દલિતોને દલિત રહેવામાં જ મજા આવે છે. આજની તારીખમાં પણ દલિતો સાથે પટ્ટાવાળાથી લઈને સચિવ સુધીની તમામ કક્ષાએ નાના-મોટા પ્રકારનો જાતિય ભેદભાવ અસ્તિત્વમાં છે/હશે જ તેવા સમયે ખુદ દલિતોએ વિચારવાનો સમય આવી ગયો છે કે જો સચિવ કક્ષા સુધી પહોંચ્યા પછી પણ જો જાતિવાદ ખતમ ન થતો હોય તો સરકાર પાસેથી અનામત ની લાલચ રાખવાને બદલે દલિતોને સામાજિક સ્વિકાર્યતા મળે તે સારૂ લાંબાગાળાનું આયોજન કરે. અને આમ પણ સચિવ, કોન્સ્ટેબલ, કે પટ્ટાવાળા કક્ષા ઉપર પણ કેટલા દલિતોને નોકરી મળવી શક્ય છે?? નોકરી ન મળે તેવા દલિતોનું શુ??????

  ફક્ત અને ફક્ત ૫૦૦૦ વર્ષની કેસેટ વગાડવાથી કે અનામતના હિંડોળે ઝુલવાથી તો હજુ બીજા ૫૦૦૦ વર્ષ સુધી આ જાતિવાદના રોગમાંથી આઝાદી મળવી મુશ્કેલ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s