નકલી ચરમસીમા (Fake Orgasm)

નકલી ચરમસીમા (Fake Org

untitled

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો, આજે પણ ગણાય છે. અમુક આફ્રિકન સમાજોમાં તો બચપણ થી જ સ્ત્રીઓના ક્લિટરિસ કાપી નાખવામાં આવે છે જેથી સંસર્ગનો આનંદ મેળવી શકે નહિ અને તે આનંદ કદી જાણ્યો જ નાં હોય તો ભવિષ્યમાં તે આનંદ વધુને વધુ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે જ નહિ. એટલે એના પતિદેવને એક જાતની સલામતી કે એની સ્ત્રીને આનંદ આપવાની જવાબદારીમાંથી મુક્તિ. તો સામે એના વફાદાર રહેવાના ચાન્સ પણ વધી જાય.

સ્ત્રીઓની કામુકતા (ફીમેલ સેકસ્યુએલિટી) કે સ્ત્રીઓની કામુક પ્રવૃત્તિનાં સ્વીકાર બાબતે પશ્ચિમના સમાજ તો ખૂબ પ્રગતિશીલ છે. છતાં ત્યાં પણ નકલી ચરમસીમા હજુ પણ કૉમન છે તો બીજા રૂઢિચુસ્ત દેશોની તો શું વાત કરવી? હાજી પશ્ચિમના સમાજમાં પણ મોટાભાગની આશરે ૭૦ ટકા સ્ત્રીઓને સંભોગ દરમ્યાન ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો સામે ૯૦ ટકા પુરુષોને તે સહજ મળે છે. એમાંય યુવાન સ્ત્રીઓ પાછી વધુ કમનસીબ હોય છે. કારણ સ્ત્રીને ઉત્તેજિત કરવાની મેજિક ફૉર્મ્યુલા શોધતાં એના પાર્ટનરને થોડીવાર લાગતી હોય છે સમય માંગી લે તેવું કામ છે. જ્યારે મોટા લોકો એમાં અનુભવ મેળવું ચૂક્યા હોય છે. આમ તો જે તે સંસર્ગ દરમ્યાન તો બરોબર પણ એક જ સમયે બંનેને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તો સારું એવું મનાતું હોય છે. અને એમાંય સ્ત્રી વહેલી અંત લાવી દે કે વહેલી તૃપ્ત થઈ જાય પુરુષ કરતા તો ભયો ભયો, આનંદ આનંદ. જરૂરી ફોરપ્લેનાં અભાવે કે કોઈ પણ કારણ હોય સ્ત્રીને ઑર્ગેઝમ પર પહોંચતાં વાર લાગતી હોય છે. અથવા તો પશ્ચિમના સમાજના આંકડા મુજબ આશરે ૭૦ ટકાને ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો શું કરશે? ઑર્ગેઝમ પર પહોંચી ગઈ છે તેવો ઢોંગ કરશે. ચરમસીમા પ્રાપ્ત થતા ભૂતકાળમાં જે વર્તન થઈ ગયું હશે તેની નકલ કરશે.

અમુક લોકોનું માનવું એવું પણ છે કે પુરુષ તો સ્ત્રીને ઉત્તેજિત કરવા જે જે રમત રમતો હોય એમાં માનસિક રીતે સ્ત્રી જોડાય નહિ, એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે નહિ (lack of emotional commitment) તો પછી ઑર્ગેઝમ પર પહોચવું મુશ્કેલ. ઘણા એવું માને છે કે ચાલો સ્ત્રી-પુરુષ બંને ચરમસીમાએ પહોંચી ગયા તો પુરુષ માટે તો નૉર્મલ છે પણ સ્ત્રી માટે બોનસ કહેવાય. પણ જરૂરી નથી કે સેક્સ દરમ્યાન સ્ત્રી સંતોષ દર વખતે મેળવી જ લે. મહત્વની વાત હવે આવે છે. આ પશ્ચિમના સમાજની વાત છે, કે સ્ત્રીને સંભોગ દરમ્યાન સ્ત્રીના પોતાના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય એના બદલે પુરુષના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તે વધુ લાભદાયી ગણાય છે. કારણ આમાં પુરુષનો અહં સંતોષાય છે કે મારા પ્રયત્નો વડે મારી પાર્ટનર ચરમસીમા ઉપર પહોંચી. અને એનો પોતાનો આનંદ બેવડાય છે. આવા સમયે જો સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત નો થાય તો પુરુષનો અહં ઘવાય છે. એને એવું થાય કે પોતે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકવા સમર્થ નથી. તો સ્ત્રી પોતાના આનંદની ચિંતા કર્યા વગર પોતાના પુરુષના અહંને સંતોષવા ચરમસીમા મળી ગઈ છે તેવું બતાવવા ઢોંગ કરશે. પોતાના પ્રિયતમને અપસેટ કરવા ઇચ્છતી હોતી નથી. સ્ત્રી પોતાનો પાર્ટનર ફેઇલ ગયો છે તેવું તેને જણાવવા માંગતી હોતી નથી. ટૂંકમાં ઑર્ગેઝમ પ્રાપ્ત થઈ ગયું છે તેવી નકલ કરવામાં પણ સ્ત્રીનો હેતુ ઉમદા હોય છે તેના પુરુષનો અહંકાર સંતોષવાનો અને એમ કરીને એને ખુશ રાખવાનો.

સિંગમડ ફ્રોઈડ કહેતો ‘ woman’s basic fear is that she will lose love.’ એટલે સ્ત્રી પોતાના સંતોષ કરતા પોતાના પાર્ટનરનાં સંતોષની વધુ ફિકર કરતી હોય છે. જો કે પશ્ચિમના પુરુષો પોતે જ સ્ત્રીના ઑર્ગેઝમ બાબતે વધુ ચિંતિત હોય છે તે જાણી સ્ત્રીઓ ખુશ થતી હોય છે.

રૂઢિવાદી, ચુસ્ત, સ્ત્રીઓની જ્યાં બહુ કદર નાં હોય તેવા દેશોના સમાજોમાં ચિત્ર ઊલટું હોઈ શકે, ભારત પણ એમાં આવી જાય. અહીં સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આનંદના અતિરેકમાં તેને વ્યક્ત કરવું અસભ્ય ગણાતું હોઈ શકે. ઊલટાનું ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ એને શારીરિક રીતે બતાવ્યા વગર ચુપચાપ પડી રહેવું ખાનદાની ગણાતી હોઈ શકે. એવું લાગવું નાં જોઈએ કે સેક્સમાં ખૂબ મજા છે. નહિ તો સાલી વંઠેલ છે તેવું પતિદેવ સમજી લે તો પછી હમેશાં પતિદેવની શંકાશીલ નજરનો સામનો કરવો પડે. સેક્સ એક પાપ છે તમારે જે કરવું હોય તે કરો, હું તો આ ચુપચાપ પડી.. સેક્સમાં જરા રસ લેવો કે આજે સેક્સની ઇચ્છા થઈ છે તેવું બતાવવું પણ ચારિત્ર્ય હીનતા ગણાય જાય. અહીં તો અસલી મળેલું ઑર્ગેઝમ પણ છુપાવવું પડે તેવી હાલત છે, તે પણ દુનિયાને સૌથી પહેલું ‘કામસૂત્ર’ આપનારા દેશમાં. છે ને કરુણતા?

4 thoughts on “નકલી ચરમસીમા (Fake Orgasm)”

  1. According to American Medical Journal: There are others factors involved.

    In western world, many female carry other tension like tension of wrok, tension of supporting family, and so forth. It is proovan that when female are under any kind of tension, they will not reach orgasm. Yet, they are at mercy of their partner to finish act, which cause them to fake it. 78% of female has admit faking at least once as week.

    Also: Diet is factor as well. Number of things we consume does help achieving orgasm as well as healthy sexuall life. Western world lack of this. Many food contain ‘men made chemicals’ which does have effect on bodily function.

    As far as Indian woman concern, privacy is big issue for them. Many time insufficient privacy turn down mood.

    As far as African practice of circuimsizing female is “BARBARIC”.

    Let me stop here. It is your article. Liked it.

    Like

  2. વિશ્વવિગ્રહો બાદ’નાં અમેરિકામાં પણ આ મુદ્દે ખાસ્સી સુગ અને અજ્ઞાન પ્રવર્તતું હતું અને ખાસ તો સ્ત્રીઓ આ બાબતે વધુ વેઠતી હતી [ પાછું સમયાંતરે હોમોસેકસ્યુઆલીટી પણ વધતી જતી હતી ]

    . . આ વિષય અને વિજ્ઞાન’ની ઉત્ક્રાંતિ’ની મસ્ત મિશ્રણ સમાન એવી ટીવી સીરીઝ ” Masters of Sex ” જરૂર જોશો . માનવજાત’ની ઉત્ક્રાંતિ , બીબાઢાળ પરંપરા અને ડર , સમાજ’નો દંભ અને શારીરિક / માનસિક વિજ્ઞાન’નો ઉદય એ સઘળી બાબતો ખુબ જ સુંદર રીતે સેકસ’રૂપી કેન્દ્ર’ની આસપાસ વણી લેવાઈ છે .

    Like


  3. બાપુ આપની વાત આ વિડિયોમાં. છે. આનો આખો મજાનો એપીસોડ વર્ષો પહેલા આવ્યો હતો. મળશે તો કોમેન્ટમાં જણાવીશ.

    Like

Leave a comment