નરકારોહણ ઈ-પુસ્તક રૂપે..

10933775_10152489611987271_5595720294995445322_n   પ્યારા મિત્રો,

૨૦૧૦માં લખેલી નર્કારોહણ સિરીઝને ઈ-બુક તરીકે મૂકી રહ્યો છું. ગુજરાતી પ્રાઈડ(ગુજરાતી ઈ-બુક) નામની એપ્લીકેશનમાં આ પુસ્તક વાંચવા અને ડાઉનલોડ કરવા નિશુલ્ક મળશે. તમારા આઈફોન, આઈપેડ અને એન્ડ્રોઇડ ઉપકરણોમાં આરામથી આ એપ ડાઉનલોડ કરી વાંચી શકશો. આ એપમાં એના સંચાલક શ્રી. મહેન્દ્ર શર્મા દ્વારા ઘણા બધા પુસ્તકો મુકેલા છે. એમાં કરણઘેલો, સરસ્વતીચંદ્ર, પૃથ્વીવલ્લભ, સત્યના પ્રયોગો સાથે બીજા અનેક કીમતી પુસ્તકો છે.

Android Link : http://goo.gl/Cq1LgQ …… iPhone Link : http://goo.gl/5ZGSjG

ખાસ તો આ પુસ્તક વડીલ મિત્રો જેમણે મને નવું વિચારતાં શીખવ્યું છે તેવા શ્રી રશ્મિકાંત દેસાઈ, શ્રી સુબોધ શાહ, ડૉ શ્રી દિનેશ પટેલ તથા ડૉ શ્રી અમૃત હઝારી સર્વને સાદર સમર્પિત કરેલું છે.

એની ટૂંકી.

પ્રસ્તાવના

પ્યારા વાચક મિત્રો

પહેલું તો શરૂમાં જ કહી દઉં કે આ એક કટાક્ષ કથા માત્ર છે. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો એમાં લેશમાત્ર હેતુ છે નહિ. બીજું આખી કથા વાંચ્યા પછી ખ્યાલ આવશે કે આ પુસ્તકનું નામ નરકારોહણ પણ કટાક્ષમાં જ લખાયેલું છે, એટલે નરકારોહણ ટાયટલ વાંચી એકદમ ઉત્તેજિત થઈ જવું નહિ.

મૂળ તો મેં નરકારોહણ નામની દસેક ભાગની સિરીઝ મારા બ્લોગમાં ૨૦૧૦માં લખીને મૂકી હતી. તે સમયે નેટ પર વાંચતા મિત્રોમાં આ સિરીઝ ખૂબ લોકપ્રિય પણ થયેલી. મૂળ આ પુસ્તકની થીમ કઈ રીતે ઉદભવી અને આ સિરીઝ લખવાનું મન કઈ રીતે થયું તે કહું. હું એકવાર મારી ફીજીયોથેરાપિસ્ટ ને ત્યાં ઊભો હતો મારી પછીની મુલાકાતનો દિવસ નક્કી કરવા. ત્યાં એક યુવાન ટીલાટપકાં વાળો પણ ઊભો હતો. રીસેપ્શન પર બેઠેલી છોકરીએ મને પૂછ્યું કે કયા દિવસની અપોઇન્ટમન્ટ આપું સંડે કે મન્ડેની? મેં હસતાં હસતાં કહ્યું સન્ડે હો યા મંડે રોજ ખાઓ અંડે. હું ખાલી મજાકમાં જ બોલ્યો હતો. પણ પેલાં કપાળમાં ટીલાટપકાં કરેલા ભાઈ બોલ્યાં તમારાં જેવાને લીધે અમને શાકભાજી સસ્તાં મળે છે. એમના કહેવામાં ઈંડા ખાવા અને ખાનાર પ્રત્યે એમનો જબરો તિરસ્કાર જણાઈ આવતો હતો. મેં એમની સાથે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. એમના કહેવા મુજબ માંસાહારીઓ બધા નરકમાં જવાના.

મને પછી વિચાર આવ્યો કે માંસાહારીઓ બધા નરકમાં જવાના હોય તો ભારતમાં પ્રાચીન સમયમાં લગભગ બધા માંસાહારી જ હતા. આપણા પુરાણ પાત્રો પણ માંસાહારી હતા. વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ પણ હરણનાં શિકાર કરતા અને ભોજન રૂપે આરોગતા એવું સ્પષ્ટ લખેલું જ છે. માંસાહાર નોર્મલ હતો એવા તો અનેક પુરાવા વેદોમાં, પુરાણોમાં, મહાભારતમાં, મનુસ્મૃતિમાં અને બીજા ગ્રંથોમાં છે. એટલે મને વિચાર આવ્યો કે માંસાહારી એવા પુરાણ પાત્રોની મુલાકાત કહેવાતા નરકમાં લઈએ અને એમના ઈન્ટરવ્યું લઈએ અને એને એક કટાક્ષ કથાનું રૂપ આપી એક નવા સંદર્ભમાં કશું લખીએ. મૂળ તો રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા મહાન પુરુષો સ્વર્ગ-નર્ક વગેરેના મોહતાજ હોતા નથી. આવા પુરુષો જ્યાં ઊભા હોય ત્યાં સ્વર્ગ રચાઈ જતું હતું હોય છે. અરે નરકમાં ઊભા હોય તો ત્યાંથી નરક દૂર ભાગી જાય અને સ્વર્ગ રચાઈ જાય.

એટલે પ્રસ્તાવનામાં વધુ કશું લખ્યા વગર તમામ નેટ ઉપર વાંચતા મિત્રોનો ખુબ આભાર માની મને નરકમાં સાથ આપનાર વડીલ મિત્ર રશ્મિકાંત દેસાઈનો આભાર માની વિરમું છું.

: ભૂપેન્દ્રસિંહ રાઓલ. સ્ક્રેન્ટન, પેન્સિલ્વેનિયા. યુ.એસ.એ. brsinh11@gmail.com  phone +1 732 406 6937

8 thoughts on “નરકારોહણ ઈ-પુસ્તક રૂપે..

  1. વહાલા બાપુ,નમસ્કાર.ગુજરાતી પ્રાઈડ(ગુજરાતી ઈ-બુક) નામની એપ્લીકેશનમાં ‘અભીવ્યક્તી’ની ત્રણે ઈ.બુકોને મફત વાંચવા માટે મુકવા મને માર્ગદર્શન આપવા તેમ જ એના સંચાલક શ્રી. મહેન્દ્ર શર્માનો સમ્પર્ક કરવાની વીગત આપવા વીનન્તી છે.ધન્યવાદ…ગો.મારુ.. GOVIND MARU   Cell: 9537 88 00 66405, Saragam Apartment, Opp. Agril.  University, Vijalpore. PO: ERU A.C.-396450 Dist.:NavsariWebsite : http://www.govindmaru@wordpress.com

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s