યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળ

યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળuntitlednah

હૃદય હચમચાવી દે તેવી કરુણ, તાલીબાનો દ્વારા ૧૩૨ બાળકો સાથે કેટલાક શિક્ષકોને નિર્દયતાથી રહેંસી નાખવાની ઘટના પેશાવરમાં બની તેનાં મૂળિયા બહુ ઊંડા છે. પેશાવર સાથે આખું પાકિસ્તાન પોતાને પાયમાલ થઈ ગયાનું મહેસૂસ કરતું હશે. પાકિસ્તનમાં વસેલા તાલીબાનો મૂળ અફઘાન રેફ્યુજી છે. સાપોને દૂધ પિવડાવી ઉછેરીએ તો શું પરિણામ આવે? આપણે વિચારતાં હોઈશું કે આ સાપોને દૂધ પિવડાવી ઉછેરવાનું પાપ પાકિસ્તાન અને અમેરિકાએ એકલાએ જ  કર્યું હશે. પણ એવું નથી, આ પાપમાં બહુ બધા ભાગીદાર છે. પાકિસ્તાન સાથે ચીન, અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ઈરાન સાથે આડકતરી રીતે બીજા ૩૪ ઈસ્લામિક દેશો પણ ભાગીદાર છે. સાથે સૌથી મોટું આ પાપમાં ભાગીદાર હોય તો અફઘાનિસ્તાન પોતે અને એને લશ્કરી મદદ કરનાર રશિયા પણ છે. મામા શકુનિ થી માંડી ગઝની, ઘોરી, તૈમુર લંગ, બાબર, અબ્દાલી સુધી જુઓ આ પ્રજાના જિન્સમાં જ હિંસા, ખૂનામરકી, ભારોભાર પડેલી છે. આપણી આસપાસ અમુક કજીયાળા લોકોનો અનુભવ સહુને હશે. આવા લોકોને કજીયો કરવા જોઈએ એટલે જોઈએ જ. લડ કાંતો લડનાર દે એવી માનસિકતા ઘણા લોકોની હોય છે. એકવાર ભૂલી જાઓ કે પાકિસ્તાન અલગ છે, તે આપણા હિન્દુસ્તાનનો ભાગ જ છે એવું ધારી લો, અને વિચારો કે ગઝની, ઘોરી, તૈમુર અને અબ્દાલી જેવાઓએ આ હાલની પાકિસ્તાની પ્રજા ઉપર જુલમ ગુજારેલા જ છે. ખાઈ પીને મજા કરી લો નહીં તો અબ્દાલી આવીને લુંટી જશે એવા મતલબનું એક સુફી ફકીરનું કાવ્યાત્મક વાક્ય પાકિસ્તાનમાં પ્રચલિત હતું. હવે વટલાઈને મુસલમાન બન્યા પછી પાકિસ્તાની પ્રજા એમના પૂર્વજો ઉપર ભૂતકાળમાં અફઘાનો દ્વારા ગુજારેલા જુલમ ભૂલી જાય તેવું બની શકે. નિસાર જેવા પાકિસ્તાની પત્રકારને આ બધું હજુ યાદ છે માટે તે સરેઆમ કહે છે કે તૈમુર-બાબર જેવા કોઈ મહાન નહિ પણ જુલમી માનવ ખોપરીઓનાં મિનારા ચણવાવાળા જુલમી શાસકો માત્ર હતા.

‘નવી પેઢીના મિત્રોને બહુ ખબર હોય નહિ એટલે લખવાનું મન થાય છે.’

૧૯૭૩ સુધી અફઘાનિસ્તાનમાં રાજાશાહી હતી, ૧૯૩૩ થી  કિંગ મોહમ્મદ ઝાહિર શાહ અહીંના રાજા હતા જે અમેરિકાના માનિતા હતાં. કિંગના

કિંગ ઝહિર શાહ
કિંગ ઝહિર શાહ

પિતરાઈ ભાઈ મોહમ્મદ દાઉદ ખાન ૧૯૫૪ થી ૧૯૬૩ સુધી કિંગના પ્રાઈમ મિનિસ્ટર હતાં. આ વર્ષો દરમ્યાન અહીં માર્કસિસ્ટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઑફ અફઘાનિસ્તાનનું જોર વધવા લાગ્યું હતું. આ PDPA ૧૯૬૭માં બે ભાગમાં વહેંચાઈ ગયેલું નૂર મોહમ્મદ તરકી અને હફીઝુલ્લાહ અમીનની આગેવાની હેઠળ ‘ખલ્ક’ અને બબ્રાક કરમાલની આગેવાની હેઠળ ‘પરચમ’(ફ્લેગ).

કિંગ શાહ કોઈ સારવાર કરાવવા ઇટાલી ગયા હતા ને એમની સામે પુઅર ઇકોનોમિક કંડિશન અને કરપ્શનનાં આક્ષેપો મૂકી ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર દાઉદ જે કિંગના કઝન હતા તેમણે મિલિટરી પાવર હસ્તગત કરી લીધો ને રાજાશાહીનો અંત આણી દીધો. ભૂતપૂર્વ કિંગ ૨૯ વર્ષ ઈટાલીમાં ગોલ્ફ અને ચેસ રમતા રહ્યા.  તે સમયે દાઉદ સામાન્ય પ્રજામાં પૉપ્યુલર હતા પણ PDPAનાં સપોર્ટરમાં અપ્રિય હતા. એવામાં PDPAનાં બહુ મોટા આગેવાન મીર અકબર ખૈબરની રહસ્યમય હત્યા થઈ, એની પાછળ મોહમ્મદ દાઉદનો હાથ હશે માની કાબુલમાં એમના વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન ભરાયાં હતાં. એના પરિણામે PDPAનાં બહુ બધા નેતાઓની ધરપકડ થઈ.

એપ્રિલ ૨૭, ૧૯૭૮ અફઘાન આર્મી જે PDPA તરફ સહાનૂભુતિ ધરાવતું હતું તેનાં દ્વારા એક ષડ્યંત્ર રચાયું મોહમ્મદ દાઉદની એમના આખા કુટુંબ સાથે હત્યા કરવામાં આવી અને નૂર મોહમ્મદ તરકી PDPAનાં જનરલ સેક્રેટરી હતા તે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનાં વડાપ્રધાન બન્યા સાથે સાથે રેવલ્યૂશનરી કાઉન્સિલનાં પ્રમુખ પણ. નૂર મોહમ્મદ તરકી PDPAનાં પ્રમુખ, જનરલ સેક્રેટરી અને દેશના પ્રધાનમંત્રી એમ ત્રણ હોદ્દે હતાં અને નાયબ વડાપ્રધાન તરીકે હફીઝુલ્લાહ અમીન હતા. પહેલા ૧૮ મહિના તો આ નવા શાસકોએ સોવિયેટ સ્ટાઇલ આધુનિકરણ પ્રોગ્રામ અમલમાં મૂકવાનું શરુ કરી દીધેલું. જે રૂઢિવાદી મુસ્લિમોને ઇસ્લામ વિરુદ્ધનું લાગવા માંડ્યું હતું. લગ્ન વિષયક રિવાજોમાં ફેરફાર, પાવરફુલ જમીનદારોએ ખેડૂતોના માથે ઠોકેલા અતિશય દેવા માફી વગેરે નવા ફેરફાર ૧૯૭૮ના મધ્યમાં નુરીસ્તાન પ્રદેશમાં બળવો શરુ થવાના કારણ બન્યાં. સપ્ટેમ્બર ૧૯૭૯માં પ્રમુખ તરકીની પહેલા ધરપકડ કરી પછી એમની હત્યા કરીને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હફીઝુલ્લાહ અમીને સત્તા હસ્તગત કરી લીધી. આમ સરકારોની અસ્થિરતા સાથે એની સામે બળવો પણ વધી રહ્યો હતો. હું ૧૯૭૧માં બરોડા અભ્યાસ કરવા આવી ચૂક્યો હતો. પહેલા સ્કૂલમાં અને પછી કૉમર્સ ફેકલ્ટીમાં મારો અભ્યાસ ચાલતો હતો. સ્વ. વાસુદેવ મહેતા જેવા ધરખમ રાજકીય સમિક્ષકને વાંચવાની મને આદત હતી.

અફઘાન રાજકારણમાં સોવિયેટ રશિયાની અસર બહુ મોટી હતી. ૧૯૪૭ થી અફઘાનિસ્તાન આર્થિક સહાય, લશ્કરી સાધન સામગ્રી, લશ્કરી તાલીમ વગેરે મેળવી રહ્યું હતું. ૧૯૧૯માં એન્ગલો-અફઘાન વોર સમયે પણ રશિયા અફઘાનિસ્તાનને મદદ કરી ચૂક્યું હતું. રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે લશ્કરી મદદના કરાર ૧૯૫૬ અને ફરી ૧૯૭૦માં થયા હતાં. ભારતે પણ એવા મૈત્રી કરાર ૧૯૭૧માં રશિયા સાથે કરેલા હતાં. રશિયાએ અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવા ખુબ મદદ કરી હતી. કાબુલ યુનિવર્સિટી, પોલિટેકનીકલ ઇન્સ્ટીટયુટ, હોસ્પિટલ્સ, પાવર પ્લાન્ટ્સ, લોકલ સ્કૂલ્સ, બધું રશિયાની મદદ વડે ખડુ થયું હતું. ૧૯૮૦ની સાલ દરમ્યાન Blakhe, Herate, Takhar, Nangarhar અને  Fariyab પ્રાંતોમાં રશિયાએ યુનિવર્સિટીઓ ખડી કરી આપી હતી અને અફઘાન વિદ્યાર્થીઓને ભણાવવા રશિયન વિદ્વાનો સેવા પણ આપતા હતા. અફઘાન વિદ્યાર્થીઓને  રશિયન ભાષામાં નિષ્ણાત બનાવવામાં આવી રહ્યાં હતાં. રશિયા અફઘાનીસ્તાનનું રશીયાકીકરણ કરવા માંગતું હતું જે રૂઢીવાદી મુસ્લિમોને મંજુર નહોતું.

untitledlkmnબળવાખોરો સામે ટક્કર લેવા પ્રમુખ તરકીએ રશિયાના ચેરમેન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ કોસીજીનને લશ્કરી સહાયની વિનંતી કરેલી પણ કોસીજીન તેયાર નહોતા. તેઓએ પ્રેસિડન્ટ બ્રેઝનેવને વિનંતી કરી શરૂમાં તેઓ પણ તૈયાર નહોતા. તરકી અને અમીન બંને પરચમનાં નેતાઓની હત્યાઓ કરે રાખતા હતા. ગમેતેમ કરીને તરકી બ્રેઝનેવને મદદ કરવા સમજાવી શક્યા હતા. બળવો ધીમે ધીમે જોર પકડી રહ્યો હતો. આ બે પ્રમુખોએ ૧૧૦૦૦ જેટલા પરચમ નેતાઓ અને સપોર્ટરને પતાવી દીધેલા તેવું કહેવાય છે. જે રશિયાને ગમેલું નહિ.

૧૯૭૯માં અમેરિકાને સંડોવતો એક દુઃખદ બનાવ બન્યો. સામ્યવાદી વિચાધારા ધરાવતા કેટલાક આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકન એમ્બેસેડર Adolph Dubs નું અપહરણ કર્યું. આ અપહરણ દ્વારા એમનો ઇરાદો એમના નેતા બદરુદ્દીનને છોડાવવાનો હતો. અમેરિકન સરકારે રશિયા અને અફઘાન સરકારને અપહરણકર્તાઓ સાથે શાંતિથી વાટાઘાટો કરવા વિનંતી કરેલી જેથી એમના એમ્બેસેડર પર જીવનું જોખમ ઊભું થાય નહિ. અપહરણકર્તાઓએ અમેરિકન એમ્બેસેડર Dubs ને કાબુલ હોટેલની રૂમ નંબર ૧૧૭માં રાખેલા. અમેરિકાએ એની એમ્બેસીના ડિપ્લોમેટિક સ્ટાફને વાટાઘાટો કરવા કાબુલ હોટેલ મોકલી આપેલો. અપહરણકર્તા સાથે વાટાઘાટ શરુ થઈ તે દરમ્યાન રશિયન એડવાઈઝરનાં કહેવાથી અફઘાન સિક્યોરિટી ફોર્સે અપહરણકર્તાઓ સામે હુમલો શરુ કરી દીધો એ દરમ્યાન યુ.એસ. એમ્બેસેડર માર્યા ગયા. રશિયા અને અમેરિકા વચ્ચે આ પ્રસંગે તણાવ ખુબ વધારી દીધેલો. આ સાથે ૧૯૮૦નાં અંત સુધીમાં સ્ટ્રોંગ અફઘાન આર્મીના ૮૦,૦૦૦ સૈનિકોમાંથી અડધા કરતા વધુ લશ્કર છોડી ગયા અને કહેવાય છે મુજાહિદ્દીન બળવાખોરો સાથે મળી ગયા.

આ બળવાખોરોનું જૂથ એટલે મુજાહિદ્દીન. મુજાહિદ્દીન ‘પેશાવર સેવન’ અને તેહરાન એઈટ’ એમ મુખ્ય બે જૂથનું સમન્વય હતું. સુન્ની એવા પેશાવર સેવનનાં સભ્યો પાકિસ્તાન અને ચાઇનામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. એમને આર્થિક સહાય અમેરિકા, બ્રિટન, અને સાઉદી અરેબિયા કરી રહ્યા હતા. જ્યારે શિયા એવું તેહરાન એઈટ ગૃપ ઈરાન જોડેથી મદદ મેળવી રહ્યું હતું. સુન્નીના સાત ગૃપ અને શિયાના આઠ ગૃપ બધા ભેગાં મળીને અને જુદા જુદા અફઘાન સરકારો સામે લડતા હતા.

શિયા અને સુન્ની રૂઢિવાદી જૂથો એકબીજાના મતભેદ બાજુ પર રાખી રાજાશાહી પછી આવેલી કહેવાતી સેક્યુલર સરકારો સામે લડતા હતા. બીજો પ્રૉબ્લેમ એ હતો કે સત્તા પર રહેવા સરકાર બનાવવા આ સુધારાવાદી સામ્યવાદી વિચારો ધરાવનારા પણ અંદરોઅંદર કાવાદાવા અને હત્યાઓ કરી લડે રાખતા હતા. આ બાજુ અફઘાનિસ્તાનનાં પાડોશી પાકિસ્તાનનાં ભુટ્ટો જેવા નેતાઓએ પણ અફઘાનિસ્તાનની સેક્યુલર સરકારોને દબાણમાં રાખવા ચાલ રમવા માંડી હતી, ખાસ તો જમિયતે ઇસ્લામી સંસ્થાના સભ્યોને ત્રાસવાદ માટે સખત તાલીમ આપવાનું કામ ભુટ્ટોએ શરુ કરેલું. પ્રમુખ તરકીએ અફઘાનિસ્તાનને મૉર્ડન બનાવવા પુરાણી સામંતશાહી નાબૂદ કરવાનું કામ શરુ કરેલું, જુના રિવાજો કાયદા બદલવાનું શરુ કરેલું, એના માટે આધુનિકરણના વિરોધી એવા મુલ્લાઓ અને મુખિયાની હત્યાઓ પણ કરવામાં આવી હતી. પ્રમુખ તરકીએ લગભગ ૨૭૦૦૦ જેટલા રાજકીય વિરોધીઓને પુલ એ ચરખી જેલમાં હણી નાખેલા તેવું કહેવાય છે.

1024px-BMD-1_in_Afganistanએપ્રિલ ૧૯૭૯ થી થોડી થોડી રશિયન લશ્કરી સહાય તો મળવા માંડી હતી મિલિટન્ટ ગૃપો સામે લડવા. પ્રમુખ તરકીની હત્યા કરાવી પ્રમુખ બનેલા અમીન રશિયાના અફઘાન વફદારોની હત્યા કરાવે છે અને પાકિસ્તાન અને ચીન સાથે સારા સંબંધો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેવો એક રિપોર્ટ કે.જી.બી. એ રશિયાના માંધાતાઓને આપ્યો. અમીનની અમેરિકાના કોઈ નેતા જોડે સિક્રેટ મીટિંગ થઈ છે તેવું પણ રશિયાની જાણમાં આવ્યું. બહુ મોટી મિલિટરી હલચલ થશે તેવું ધ્યાનમાં આવી જતા પ્રમુખ અમીને એમની ઓફીસ તાજબેગ પૅલેસમાં બદલી નાખેલી. ૨૭ ડિસેમ્બર ૧૯૭૯ સાંજે ૭ વાગે ૭૦૦ સોવિયેટ ટ્રુપ્સ અફઘાન યુનિફૉર્મમાં સજ્જ થઈ, ત્રાસવાદીઓ સામે લડતા સ્પેશલ આલ્ફા અને ઝેનીથ ગ્રૂપ તથા કે.જી.બી. સાથે મળીને અફઘાનિસ્તાનની મહત્વની સરકારી, લશ્કરી અને સંદેશા વ્યવહાર, મીડિયા ઈમારતો કબજે કરી ઓપરેશન શરુ કરે છે. ૭:૧૫ તાજબેગ પેલેસ પર હુમલો કરી પ્રમુખ હફીજુલ્લાહ અમીનનો અંત આણી  ૨૮ ડિસેમ્બર ૧૯૭૯ ની વહેલી સવારે ઓપરેશન પૂરું. સવારે રેડીઓ કાબુલ પરથી અગત્યની જાહેરાત કે અમીનના જુલમી શાસનમાંથી અફઘાનિસ્તાન મુક્ત, તેમના ગુનાઓ સબબ અફઘાન રેવલૂશનરી સેન્ટ્રલ કમિટી દ્વારા એમનો અંત આણવામાં આવે છે અને કમિટી સરકારના વડા તરીકે બબ્રાક કરમાલની નિમણૂક કરવામાં આવે છે અને સોવિયેટ સરકાર મૈત્રી કરાર મુજબ અફઘાનિસ્તાનમાં લશ્કરી સહાય આપશે. ૧૮૦૦ ટેંક, ૮૦,૦૦૦ સૈનિકો, ૨૦૦૦ હથિયારબંધ લશ્કરી વાહનો સાથે રશિયા હવે અફઘાનિસ્તાનમાં પ્રવેશી ચૂક્યું હતું.

untitlednhj
પ્રમુખ રીગન સાથે

૩૪ ઈસ્લામિક દેશો મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાંથી રશિયા બિનશરતી તાત્કાલિક હટી જાય તેવી માગણી સાથે રશિયાના પ્રવેશને વખોડી કાઢતા ઠરાવો કરે છે યુ.એન. જનરલ એસેમ્બલી ૧૦૪ વિરુદ્ધ ૧૮ વોટે તેને પાસ કરે છે. ભારતે રશિયા જોડે ૧૯૭૧નાં યુદ્ધ વખતે મૈત્રી કરાર કરેલા હતા માટે આપણે રશિયાની વિરુદ્ધમાં વોટ આપીએ તેવું બને નહિ. ખાશોગી, ગદ્દાફી અને એવા બીજા શસ્ત્રોના સોદાગરોને હવે જલસા પડી જવાના હતા. ઇઝરાયેલે અરબો સામે લડતા જે રશિયન બનાવટનાં શસ્ત્રો કબજે કરેલા તે અમેરિકા ખરીદીને મુજાહિદ્દીનને આપવા માંડે છે, ઈજીપ્ત એના લશ્કરમાં અપગ્રેડ કરેલા શસ્ત્રો દાખલ કરી જુના સડેલા શસ્ત્રો મિલીટન્ટની સપ્લાય કરવા માંડે છે. તુર્કી એના બીજા વિશ્વયુદ્ધ વખતનો સ્ટોક બહાર કાઢે છે. બ્રિટન અને સ્વિસ બ્લોપાઈપ મિસાઇલ સપ્લાય કરે છે. ચાઈના પણ શું કામ બાકી રહે? રશિયા સામે આડકતરી રીતે મુજાહિદ્દીનોને મદદ કરી આ બધા દેશો પરોક્ષ રીતે લડાઈમાં ઊતરે છે. બબ્રાક કરમાલ વધુને વધુ મદદ રશિયા જોડે માંગવાનાં જ હતા અને આમ આશરે ૧૦ વર્ષ રશિયા અફઘાનિસ્તાનને ધમરોળવાનું હતું. સામે મુજાહિદ્દીનો એક લાંબું ગેરીલા વોર લડવાના હતા. એક આધુનિક રાષ્ટ્ર નિર્માણ કરવાનું સ્વપ્ન સેવતી સરકારોની રીતરસમો ગલત હતી તો સામે રૂઢિવાદીઓને એમની પ્રાચીન માન્યતાઓ અને સામંતશાહી છોડવી નહોતી.

રશિયાએ મુખ્ય શહેરો કબજે કરી લીધા હતાં તો મુજાહિદ્દીન નાના નાના ગૃપ બનાવી ગેરીલા યુદ્ધ કરી રહ્યાં હતા. દેશનો ૮૦ ટકા ભાગ સરકારના કંટ્રોલ વગરનો હતો. પાકિસ્તાન બાજુના પ્રાંતોમાં રશિયા અને મુજાહિદ્દીન વચ્ચે ભયાનક વોર ચાલી રહ્યું હતું. રશિયન આર્મી અફઘાન આર્મીને મુજાહિદ્દીન સામે લડવા ઊંટની જેમ વાપરતું હતું. અફઘાન આર્મીને ખાલી પગારના ચેક સાથે વધુ મતલબ રહેતો તે પણ હકીકત હતી. રશિયાની ટાર્ગેટ ગામડાના લોકો પણ રહેતા જેથી તે લોકોનો સપોર્ટ મુજાહિદ્દીનને મળે નહિ. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ભાગો અથવા મોતની ચાદર ઓઢી લો એમ બે જ વિકલ્પ રહેતા. મુજાહિદ્દીનને ઓપરેશન સાયક્લોન હેઠળ અમેરિકા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ કિંગડમ, ઈજીપ્ત, ચાઈના ખુબ મદદ કરી રહ્યા હતા. તો મૂળ અફઘાનિસ્તાનનાં નાં હોય તેવા ફોરીન ફાઈટર પણ આ યુદ્ધમાં જોડાયા તેમાં મુખ્ય હતો આરબ ઓસામા બિન લાદેન, ભવિષ્યમાં તેનું  ગૃપ ‘અલકાયદા’ તરીકે દુનિયામાં તબાહી મચાવવાનું હતું ખાસ તો એના જન્મદાતા અમેરિકામાં ખુદનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને..

220px-Charliewilsonwarposterટોમ હેન્ક અને જુલિયા રોબર્ટનું ‘ચાર્લી વિલ્સન વોર’ નામનું એક મુવી આવેલું તે જોવાથી અફઘાન સિવિલ વોર ઉપર ખુબ જાણવા મળશે. સ્ટીંગર મિસાઇલ જે ખભા ઉપર રાખી છોડી શકાય તે મુજાહિદ્દીનને સપ્લાય કરવા માટે ચાર્લી વિલ્સન નામના અમેરિકન કોંગેસમેનની મહત્વની ભૂમિકા હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. અમેરિકન સરકારે આના માટે ૭૦ મિલયન ડોલર્સ ફાળવેલા પણ ચાર્લી વિલ્સન ભાઈની મહેરબાની અને જોરદાર રજૂઆતને લીધે તે બજેટ ૭૦ મિલયનને બદલે ૭૦૦ મિલયન મંજૂર થઈ ગયેલું. આ મિસાઇલ દ્વારા રશિયાના હેલીકોપ્ટરનો ખુડદો બોલી ગયેલો. રશિયાને અફઘાનિસ્તાનમાંથી ભગાડી મૂકવામાં આ સ્ટીંગર મિસાઈલનો મહત્વનો ફાળો હતો.

અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.
અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.

પ્રમુખ કરમાલ ફેઇલ થયા લાગવાથી રશિયાની મહેરબાની થી ૧૯૮૬મા મોહમ્મદ નજીબુલ્લાહ પ્રમુખ બન્યા. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઇકાનાં પ્રણેતા ગોર્બાચોવ રશિયામાં પ્રમુખ બન્યા અને રશિયાએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવા માંડી. ‘યુદ્ધસ્ય કથા નેવર રમ્યા…’ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯માં રશિયાની છેલ્લી લશ્કરી ટુકડીએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યાં સુધીમાં અત્યંત ખુવારી થઈ ચૂકી હતી. રશિયાના ટોટલ ૬૨૦,૦૦૦ સૈનિકોએ આમાં સેવા આપી હતી. આશરે ૧૪,૦૦૦ સૈનિકોએ જીવ ગુમાવ્યા હશે. બીજા નુકશાનની વાત જ જવા દો. લગભગ ૧૫ લાખ અફઘાન નાગરીકોએ જીવ ગુમાવ્યા હશે. ૭૫ થી ૯૦ હજાર મુજહીદ્દીનોએ જીવ ગુમાવ્યા હશે. અને એટલાં જ ઘાયલ થયા હશે. ૫૦ લાખ અફઘાનો પાકિસ્તાન અને ઈરાનમાં શરણાર્થી તરીકે ઘૂસી ગયા હશે. ૨૦ લાખ અફઘાનો તો આખી દુનિયામાં રેફ્યુજી તરીકે વસેલા છે.

ડિસેમ્બર ૨૪, ૧૯૭૯ થી ફેબ્રુઆરી ૧૫, ૧૯૮૯, (૯ વરસ, ૧ મહિનો, ૩ અઠવાડિયા અને ૧ દિવસ) રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવતું રહ્યું હતું, પણ પછી પોતાનું નુકશાન વધવા લાગતા ભાગ્યું. બંને પક્ષે કોણ સાચું હતું કહેવું મુશ્કેલ છે. પહેલેથી ગરીબ પ્રજા વધુને વધુ ગરીબ બની હતી. જ્યાં પુષ્કળ ગરીબી હોય ત્યાં ધર્મનું જોર વધારે હોય છે, જે છેવટે ધાર્મિક ઝનૂનમાં પરિણમતું હોય છે. પોતાના સર્વાઈવલ માટે આ પ્રજા કશું જુએ નહિ કોઈ નીતિનિયમ પાળે નહિ. નાના નાના બાળકોને હણી નાંખતા પણ વિચારે નહિ. સર્વાઈવલ માટેની આ બેસિક એનિમલ ઇન્સ્ટીન્કટ છે. પહેલાથી જ પશુ જેવી આ પ્રજાને વધુ પશુ બનાવી દેવામાં આવી છે કહેવું મુશ્કેલ છે. રશિયા ભાગી ગયા પછી બીજા દેશોને અફઘાનિસ્તાનમાં કોઈ રસ હતો નહિ. અમેરિકાએ મદદ કરવાનું ક્લિન્ટન સરકારમાં બંધ કરી દીધેલું. આપણે રોજંદા અનુભવમાં જોઈએ છીએ કે કોઈ સગા કે મિત્રને આખી જીંદગી મદદ કરો પણ એક દિવસ મદદ કરવામાં ચૂક થાય તો તે આપણો દુશ્મન બનતા વાર કરે નહિ. બસ એજ માનસિકતાએ આજે મુજાહિદ્દીનો એમને મદદ કરતા મિત્ર દેશોના દુશ્મન બન્યા છે. પાયમાલ થઈ ચુકેલી પ્રજા બીજાને પાયમાલ કરવામાં વધુ રસ ધરાવતી હોય છે. ઉપકાર ઉપર અપકાર કરવો તે આપણા માનવોમાં સહજ હોય છે. જે મુજાહિદ્દીનોને રશિયાના મારમાંથી બચાવવા અમેરિકા અને પાકિસ્તાન પુષ્કળ મદદ કરતા હતા તે મુજાહિદ્દીનો હવે અમેરિકા અને પાકિસ્તાનના દુશ્મન બન્યા છે. એમાં પાકિસ્તાન અને અમેરિકાનો પણ બહુ મોટો વાંક તો હતો જ. કર્યા ભોગવવા પડે તે ન્યાયે નુકશાન તો વેઠવાનું જ હતું. આપણો દંભ એ છે કે રશિયા જોડે લીવ ઇન રિલેશનશીપ હતી એટલે એનો વાંક દેખાતો જ નથી. અમેરિકાના વિસા મળે તો એક મિનીટ દેશમાં ઉભા નાં રહે તેવા દંભીડાઓ સતત અમેરિકાને એક તરફી ભાંડે રાખતા હોય છે. છતાં ફરી લખું કે અમેરિકા આ ગુનામાં ભાગીદાર તો છે જ અને એનાં પરિણામ ભોગવી રહ્યું છે.

‘લડ અથવા લડનાર દે’ એવા આ મુજાહિદ્દીનોને હવે રશિયા સામે લડવાનું રહ્યું નથી અને ત્યાં રશિયામાં લડવા જાય તો ભૂકા બોલાવી નાખે. તોimagesklo લડવું ક્યાં? એટલે એક હુમલો અમેરિકા સામે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી કરી નાખ્યો. અને અમેરિકા પણ વધુ પડતા આત્મવિશ્વાસે માર ખાઈ ગયું. પણ હવે ચેતી ગયું છે ફરી હુમલો કરી શકાય તેવું છે નહિ તો બાકી બચ્યું પાડોશી પાકિસ્તાન.. અને પાકિસ્તાનમાં તો અફઘાનો રેફ્યુજી તરીકે લાખોની સંખ્યામાં છે જ. ભારત તો થોડું દૂર પડે છે બાકી આ તાલીબાનો તરફથી સૌથી વધુ જોખમ અને નુકશાન પાકિસ્તાનને પોતાને જ છે. પાકિસ્તાન માટે હાથના કર્યા હૈયે વાગ્યા છે. આ પશુઓને સખત ટ્રેનીગ પણ પાકિસ્તાને જ આપી છે. મેરી બિલ્લી મુજસે મ્યાઉં જેવું થયું છે. પાકિસ્તાન પોલીસ કે આર્મીના માણસો આ તાલીબાનના હાથમાં આવી જાય તો એના પીઠ પાછળ હાથ બાંધી તલવાર વડે બેધડક એનું ડોકું ઉડાવી દેવામાં આવે છે અને તેનો વીડીઓ ઉતારી તેની સીડી પાકિસ્તાનમાં મફતમાં ફરતી કરી દેવામાં આવે છે જેથી પાકિસ્તાન પ્રજા, પોલીસ અને આર્મીના માણસોમાં દહેશત ફેલાઈ જાય. અમારે તો બસ લડવા જોઈએ પછી સામે રશિયા હોય, પાકિસ્તાન હોય, ભારત હોય કે અમેરિકા જ કેમ નાં હોય? તાલીબાનોથી ભારત કરતા બહુ મોટું જોખમ હાલ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને હવે એમની સામે જંગ માંડ્યો છે જે એક સમયે મિત્રો હતા. અને એના બદલા રૂપે પેશાવરમાં આર્મી સ્કૂલ ઉપર આત્મઘાતી હુમલો કરી ૧૩૨ બાળકોની કરપીણ હત્યા કરવામાં આવી.

આપણે બહુ દંભી માનવજાત છીએ ભલે પાકિસ્તાની હોઈએ કે ભારતીય. મુંબઈમાં ટૅરર ઍટેક કરાવતા પાકિસ્તાન જરાય શરમાતું નથી. અને તેનાં માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં જલસા કરે. પોતાના નીચે રેલો આવે ત્યારે દુઃખ લાગતું હોય છે. સઈદ હાફિજ જેવા દહેશતગીરો એને વહાલા લાગે છે અને તાલીબાની દહેશતગીરોને ફાંસીએ ચડાવવાનું શરુ કરી દીધું છે. આપણો દંભ જુઓ બોડો ઉગ્રવાદીઓએ ૭૮ લોકોને મારી નાખ્યા સાથે. એક પાંચ મહિનાની ફૂલ જેવી બાળકીના મોઢામાં બન્દુકનું નાળચું ખોસી ગોળી ધરબી દીધી ત્યારે આપણી આંખમાંથી આંસુનું એક ટીપું પડતું નથી અને પેશાવર દુર્ઘટના સમયે બજારમાં મીણબત્તીઓ ખૂટી પડે એટલી દંભી સહાનૂભુતિ દર્શાવી દીધી.

પેશાવરની દુઃખદ ઘટનાના ન્યૂઝ જોતો હતો. પોતાના બાળકોના મૃત્યુ પર અને તે પણ આવા હિંસક કારનામે કોણ દુઃખી નાં હોય? ત્યારે એક ભાઈલો બહુ દુઃખી હ્રદયે ભારે આક્રોશ સહ બોલતો હતો એમાં બે વાક્યો એવા આવ્યા કે મને આંચકો લાગી ગયો. એ કહેતો હતો, ” હમારે બચ્ચે ક્યું? અમરિકા પર હુમલા કરો, કાફીરો કો મારો.” મતલબ શું થાય? કે અમેરિકન બાળકો માર્યા હોત તો વાંધો નહોતો. શું અમેરિકન બાળકો આપણા બાળકો કરતા જુદા છે? શું અમેરિકન માબાપને એમના બાળકો મરે તો દુખ નહિ થાય? શું એક બાળક તરીકે આખી દુનિયાના બાળકો અને એક માબાપ તરીકે આખી દુનિયાના માબાપ સરખાં નથી હોતા?  મારા બાળક મરે તો દુખ અને બીજાનું બાળક મરે તો વાંધો નહિ? મૂળ સવાલ આપણી માનસિકતાનો છે. આપણી નીચે રેલો આવે ત્યારે દુખ થતું હોય છે અને બીજા નીચે જતો હોય ત્યારે ખુશી અનુભવીએ તે માનસિકતા હું કે તમે બધા માટે ખોટી છે. આ સોચ જ ગલત છે. આવી સોચ વિરુદ્ધ તમામ લોકોએ અવાજ ઉઠાવવો પડશે. સારા સાચા મુસલમાનોની ચુપ્પી આવા ભયાનક કામોમાં આડકતરી રીતે સંમતિ ગણાય એમાં જ આ જંગલી હિંસક લોકો વકરી ગયા અને ૧૩૨ ફૂલ જેવા બાળકોએ જીવ ગુમાવ્યા.. અને હજુ આ સોચ નહિ બદલાય તો આનાથી વધુ ખરાબ દિવસો સહુએ જેવા પડશે. આજે મુંબઈ તો કાલે કરાચી, આજે પેશાવરની સ્કૂલ તો કાલે દિલ્હીની… યુદ્ધસ્ય કથા કદાપિ ન રમ્યા..untitled';

19 thoughts on “યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળ”

 1. રાઓલજી ખૂબ જ અભ્યાસપૂર્ણ અને માહિતી સભર લેખ છે. સાંપ્રત સમયના બનાવોના મૂળમાં જે ઈતિહાસ છે તે જાણવો જરૂરી છે. ભુપેન્દ્રસિંહ…ધન્યવાદ.

  Like

 2. લોહીથી ખરડાયેલા પાકિસ્તાનના ઇતિહાસની સિલસિલા બંધ વિગતો રજુ કરી તમોએ ખુબ જ

  અભ્યાસપૂર્ણ લેખ લખ્યો છે, રાઓલજી. લેખમાંથી ઘણી નવી માહિતી જાણવા મળી .

  આભાર.

  Like

 3. માહિતી સભર, અભ્યાસપૂર્ણ લેખ. દુખદ વર્તમાન પાછ્ળની વાસ્તવિકતા .

  0

  .

  Like

 4. બહુ સુંદર માહિતી આપી છે….. આટલી બધી માહિતી તો કોઈ અખબાર કે મીડિયાએ પણ નથી આપી…..
  તમારી વાતસાચી છે….. પાકિસ્તાનમાં ૧૩૨ બાળકો મરી ગયા, તો આખી દુનિયાને સહાનુભુતિ થઈ ગઈ…જ્યારે ભારતમાં એકજ બનાવમાં ૭૮ વ્યક્તિઓની કત્લેઆમ થઈ તો, બીજે તો ઠેક, ભારતમાં પણ પાકિસ્તાન કરતાં સોમા ભાગની પણ હોહા ન થઈ…… અને પાકિસ્તાને કોઈ “શોક સંદેશો” પણ મોકલ્યો હોય તો ખબર નથી……!!!

  Like

 5. સાચી વાત છે…પાકિસ્તાનમાં ૧૪૮ મરી ગયાં, તેમાં તો આખી દુનિયાને જબરદસ્ત સહાનુભુતિ થઈ ગઈ,…. જ્યારે, ભારતમાં એકજ દિવસમાં તેનાથી અડધાં, ૭૮ જણાં રહેંસાઈ ગયા, તો પાકિસ્તાનમાં તો ઠીક, ભારતમાં, અખબારો કે , ચોવીસે કલાક ચાલતાં મીડિયાએ પણ એટલી બધી અસરકારક રજુઆત નથી કરી….પાકિસ્તાને “શોક સંદેશો” પણ મોકલ્યો હોય તો ખબર નથી…..!!!!!!

  એક સાચી અને સુંદર સાથે કરૂણ પણ કહી શકાય તેવી રજુઆત……

  Liked by 1 person

 6. BUPU, YOU ARE RIGHT. EVERY ONE, PARTY, NATION WANTS TO BE IN POWER, POWER AND MORE POWER DO WHAT EVER BY ANY MEANS WITHOUT THINKING OF ITS FUTURE.
  ANY WAR, BETWEEN ANY TWO, MUSLIMS KILL MUSLIMS, SAME WAY EVERY WHERE AND EVERY TIME, IT HAPPEND IS A HISTORY
  LIVE AND LET LIVE… WORLD NEED THIS, BUT PREFER WAR.

  Like

 7. Bhupendrabhai,Good article with interesting details.You say: “આ પ્રજાના જિન્સમાં જ હિંસા, ખૂનામરકી, ભારોભાર પડેલી છે.” Not just this Praja, but probably the religion itself, as the Pope said.  Thanks. — Subodh –

  Like

 8. બાપુ તમારા દરેક લેખ વાંચું છુ. દરેક લેખમાં કઈક નવીન જાણવા મળે છે.
  ખુબ જ સરસ માહિતી આપી. આવી જ રીતે લખતા રહો….
  :thumbsup:

  Like

 9. ખુબ જ સરસ લેખ બાપુ. હું તમારા લેખ નિયમિત રીતે વાંચું છુ. દરેક વખતે નવીન જાણવા મળે છે. આવી જ રીતે રસપ્રદ લેખો લખતા રહો.
  અભાર…

  Like

 10. આ વાત બધા-દેશોને લાગુ પડે છે – “બીજાની ધરતી ઉપર યુદ્ધ-આતંકવાદ ફેલાવી અને પોતાના શસ્ત્રો વેચવાનો ધંધો ચાલુ રાખવાનો … તે દેશોના નાગરીકોનો સંહાર કરી તેમને ૨-બિલિયન-ડોલરની સહાય કરીપોતાના”ડ્રોન-કિલિંગ” ચાલુ રાખાવાના .. પછી જો તે પ્રજા “અમેરિકા-ચાઈના-ફ્રાંસ-બ્રિટન-રશિયા”ઉપર વળતો હુમલો કરે તો તેમને “આતંકવાદી” કહી આખી દુનિયામાં બદનામ કરવાના.. પણ ક્યારેય તે લુચ્ચા-વરુ-દેશોએ એમ કબુલ નાં કરવું કે તે દેશ પોતે “અમેરિકા-બ્રિટન-ફ્રાંસ-ચાઈના-રશિયા” ને આતંકવાદને જીવતો રાખવામાં રસ છે કારણકે તેમના શસ્ત્રો વેચાય છે અને નવા શસ્ત્રોનો ઉપયોગ અને પરીક્ષણ પણ થઇ જાય છે …તેની સામે શસ્ત્ર-ધંધો તે વરુ-દેશની પોતાની ઈકોનોમી ઉપર રાખે છે અને સાથે-સાથે”ધાક” કાયમ કરે છે …
  .
  #
  “પૃથ્વી પર સૌથી ‘નીચ’ ધંધો તેઆ’શાસ્ત્રો-વેચવાનો’ “અમેરિકા-ચાઈના-ફ્રાંસ-બ્રિટન-રશિયા” વરુ-દેશો કરે છે અને તે પણ “વિશ્વ-શાંતિ”નાં નામે …”

  Liked by 1 person

 11. બાપુ સાહેબ,

  ખુબ અભ્યાસુ અને સુંદર લેખ. સોવીયેટ ઇન્વેઝન વખતે રશીયન પોઇન્ટ ઉપર અનેક લેખ વાંચેલા છે. અને તે વખતે ભારતની વિદેશનિતી ઉપર રશીયન ચશ્મા હતા. અને આપણું મીડીયા પણ એ જ રીતે રજુઆત કરતું હતું.

  પણ વાસ્તવીકત ચીત્ર ભારતીય સમુદાયને બહુ મોડું પ્રાપ્ત થયું.

  આપે આને ગુજરાતીમાં સુંદર રીતે રજુ કર્યું છે.

  આભાર.

  Like

 12. Your article reminds me of an incident narrated by Rajnish (Osho). When the British government started a college in Peshavar, a Jain proifesser had helped an Afghan boy earn his B.A. degree, which got him an officer’s post in the government. The boy’s relatives offerred to kill any enemy of the professer only to repay the ‘debt’ incurred by the boy. Killing someone unknown to the killer was also acceptable to the society.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s