આદતે શ્રદ્ધાંજલિ

42637802
હમીરજી ગોહિલ

આદતે શ્રદ્ધાંજલિ

સન ૧૦૨૪માં સોમનાથ મંદિર ઉપર જબરદસ્ત ટૅરર ઍટેક થયેલો. ટૅરરિસ્ટ બહુ મોટું લશ્કર લઈને આવી રહ્યો છે તેવી જાણ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા થઈ ગઈ હોવાથી તે સમયના રાજકર્તા હતાશ થઈ કોઈ પગલા લેવા અસમર્થ હતા તો ક્યાંક ચુપ થઈને બેસી ગયેલા. આજે ૨૦૧૪માં પણ કોઈ ફરક પડ્યો નથી. ૯૯૦ વર્ષ વીતી ચૂક્યા છે સોમનાથ પર ટૅરર ઍટેક થયે પણ હજુ એની એજ પરિસ્થિતિ છે. આજે પણ રાજકર્તાઓ એટલાં જ મજબૂર છે કે પછી ટૅરર ઍટેકમાં જે જીવ જાય છે તેનું કોઈ મહત્વ નાં હોય, ભાજીપાલો સમજતા હોય.

હવે બહુ મોટું જબરદસ્ત લશ્કર લઈને થરનાં રણમાં પસાર થઈને દુનિયાનો એક સમયનો ગ્રેટ ટૅરરિસ્ટ આવી રહ્યો છે તે જાણી એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં કાઠિયાવાડના વડા હમીરજી ગોહિલે એમના ચુનંદા અફસરો ભેગા કરવા માંડ્યા. એ વખતે આજની જેમ ૬ કરોડ ગુજરાતીઓ તો નહિ હોય પણ ૫૦-૬૦ લાખ તો હશે તેવું ધારી લઈએ. ધારવામાં આપણા બાપનું શું જાય છે? ખેર પ્રજાએ તો સદીઓથી નિષ્ક્રિય રહેવાનું ઠાણી લીધેલું જ હતું. લાઇફ સ્ટાઇલ જ એવી અપનાવેલી હતી એટલે શું થાય? જેના ભાગમાં મરવાનું હોય એ મરે આપણે શું? ખેર, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં વડા હમીરજી ગોહિલને ખબર હતી કે આ આત્મહત્યા જ છે પણ એ બહાદુર, પ્રજા આશરે ૯૮૦-૯૯૦ વર્ષ લગી એમના માટે શ્રદ્ધાંજલિનો ‘શ’ પણ બોલવાની નહોતી છતાં એમના ચુનંદા અફસરોને લઈને રીતસર આત્મહત્યા કરવા મુંબઈના એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડના પોલીસ ચીફ હેમંત કરકરેની જેમ ધસી ગયા. હમીરજી એમના ચુનંદા ૩૦૦-૪૦૦ અફસરો સાથે વીરગતિ પામ્યા જેવી રીતે અદ્દલ ૯૮૪ વર્ષ પછી હેમંત કરકરે એમના સાથીઓ, વિજય સાલસ્કર, અશોક કામટે, તુકારામ ઓમ્બ્લે જેવા બીજા અનેક સહિત વીરગતિ પામવાના જ હતા.

૧૯૫૧માં આઝાદી પછી સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિર બનાવ્યું, તે પહેલા તે અનેક વાર જુદાજુદા મુસ્લિમ શાસકો દ્વારા તૂટી ચૂક્યું હતું અને વારંવાર બંધાઈ ચૂક્યું હતું. ૨૦૦૪માં હું સોમનાથ ફરવા ગયેલો ત્યાર સુધી હમીરજીનું કોઈ સ્ટેચ્યુ ત્યાં હતું નહિ. હવે થોડા વર્ષોથી એમનું અપ્રતિમ બલિદાન યાદ કરીને એમની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતમાં ટૅરરિઝમ બહુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. એટલે ટૅરર ઍટેક ગમે તેટલા થાય પ્રજા અને શાસનકર્તાઓ એટલાં બધા ટેવાઈ ગયા છે કે એમના માટે મરનારા મરે આપણે બહુ જીવ બાળવાની જરૂર નહિ. જેમ અકસ્માતમાં કોઈ મરે તો જેના અંગત હોય એને લાગે બીજાને શું? એવું જ ટૅરર એટેકમાં મરે તો એના અંગત સગા હોય તે આંસુ વહાવી લે બીજા ને શું? બહુ બહુ તો શ્રદ્ધાંજલિ આપી દેવાની, તે પણ ઘણા તો હસતા હસતા આપતા હોય છે.

“શ્રદ્ધાંજલિઓ આપવાનું આદત બની ચૂક્યું છે.”

શ્રદ્ધાંજલિ આપી દીધી આપણી ફરજ પૂરી થઈ ગઈ, રાષ્ટ્રપ્રેમી છીએ તેવું બતાવવાનો એક વધુ મોકો મળી ગયો, વાર્તા પૂરી. રાષ્ટ્ર માટે શહીદ થવું શહીદ માટે ગૌરવની વાત છે પણ જે તે રાષ્ટ્ર માટે એના કોઈ નાગરિકને વારંવાર શહીદ થવું પડે તે સમગ્ર રાષ્ટ્ર માટે શરમની વાત છે. આ વાત જે રાષ્ટ્રના શાસકો અને નાગરિકો સમજે છે ત્યાં ફરી ટૅરર ઍટેક થવા કે કરવા મુશ્કેલ છે. ખાલી મુંબઈનો ઇતિહાસ જોઈએ.images

  • ૧૨ માર્ચ ૧૯૯૩ – ૧૩ બૉમ્બ, મર્યા ૨૫૭
  • ૬ ડિસેમ્બર ૨૦૦૨ – બસ બૉમ્બ, ઘાટકોપર, મર્યા ૨.
  • ૨૭ જાન્યુઆરી ૨૦૦૩ – સાઈકલ બૉમ્બ, વિલેપાર્લે, મર્યો ૧.
  • ૧૪ માર્ચ ૨૦૦૩ – ટ્રેન બૉમ્બ મુલુંડ, મર્યા ૧૦.
  • ૨૮ જુલાઈ ૨૦૦૩- બસ બૉમ્બ ઘાટકોપર, મર્યા ૪.
  • ૨૫ ઓગસ્ટ ૨૦૦૩ – બે બૉમ્બ ગેટ વે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બઝાર, મર્યા ૫૦.
  • ૧૧ જુલાઈ ૨૦૦૬ – સાત ટ્રેન બૉમ્બ મર્યા ૨૦૯.
  • ૨૬ નવેમ્બર ૨૦૦૮ થી ૨૯ નવેમ્બર ૨૦૦૮- સિરીઅલ ઍટેક મર્યા ૧૭૨.
  • ૧૩ જુલાઈ ૨૦૧૧- ત્રણ સ્થળે બૉમ્બ ધડાકા, મર્યા ૨૬.

આ તો ખાલી મુંબઈના આંકડા છે. દેશમાં બીજે થયેલા તેના આંકડા તો અલગ છે. આઝાદી પહેલાના જુના ઐતિહાસિક ટૅરર એટેકની વાત જવા દો. આઝાદી પછી પણ અસંખ્ય ઍટેક વારંવાર થયા છે. ટૅરર ઍટેક દેશની અંદરના દુશ્મનો સાથે મળીને બહારના દુશ્મનો કરતા હોય છે. ૨૬/૧૧ ઍટેક વધુ એટલાં માટે ગાજે છે કે કદાચ પહેલીવાર પાકિસ્તાનમાંથી બોટ દ્વારા મુંબઈના દરિયા કિનારે ઊતરીને ઍટેક કરવામાં આવ્યો. આટઆટલાં ઍટેક થયા પછી પણ જો બહારથી આવી ને હરામખોરો ઍટેક કરી જાય તો સરકારી તંત્રની તદ્દન નિષ્ફળતા કહેવાય અને જે શહીદ થયા છે તેમને આપણે તો શહીદ કહીને બિરદાવશું પણ આપણી સરકાર દ્વારા તેમના મર્ડર થયા છે તેવું કહેવું વધુ યોગ્ય લાગશે.

કહેવાય છે કે કોઈ મોટું કાવતરું રચાઈ રહ્યું છે અને તે પણ ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર ઍટેક થશે તેવી માહિતી CIA દ્વારા ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી ‘રો’ ને આપવામાં આવે છે. હવે આ માહિતી ‘રો’ મુંબઈ પોલીસને આપે છે, જવાબદારી પૂરી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલ ‘પ્રધાન ઇન્ક્વાયરી કમિશન’ એના રીપોર્ટમાં કહે છે કે war-like ઍટેક ખાળવો કોઈ પોલીસ ફોર્સની કેપેસીટી બહારની વાત છે. અને મુંબઈ પોલીસ કમિશનર હસન ગફુર આવી કપરી પરિસ્થિતિમાં નેતૃત્વ પૂરું પાળવામાં અસફળ રહેલા. હવે યુદ્ધ જેવા ઍટેક સમયે મુંબઈ પોલીસ ઉપર કેટલો આધાર રાખી શકાય? શું ભારત સરકારને સમજ નહોતી કે ‘રો’ ને મળેલી માહિતીનું સાચું મૂલ્યાંકન કરે? મુંબઈ પોલીસને માહિતી ટ્રાન્સ્ફર કરીને ફરજ પૂરી? વિચારેલું કે મુંબઈ પોલીસ ઍટેક ખાળી શકશે કે નહિ? આ કોઈ પહેલો ઍટેક તો હતો નહિ. ૧૯૯૩ થી માંડીને ૨૦૧૧ સુધીમાં નવ વખત બૉમ્બ ધડાકા એકલાં મુંબઈમાં થઈ ચૂક્યા છે. દેશના બાકીના ભાગોની વાત જુદી જ છે. એમાં નક્સલવાદીઓ, માઓવાદીઓ, ઉલ્ફા ને બોડો જેવા અનેક આંતરિક સંગઠનો ત્રાસ ફેલાવે આવા ધડાકાઓ કરીને તે વાત વળી પાછી જુદી છે. દર વખતે સામાન્ય જનતા મરતી હોય છે અને પોલીસ-આર્મીના માણસો શહીદ થતા હોય છે. આજ સુધીમાં એટલાં બધા જવાન શહીદ થયા હશે કે શહીદ શબ્દનું કોઈ વજૂદ જ રહ્યું નથી. શહીદ બનવાનું જોબ બની ગયું છે. શું નવાઈ કરી? આ તો તમારી જોબ છે.

untitledp0૧૯૯૩માં જુદી જુદી જગ્યાએ બૉમ્બ ધકાડા થયેલા તેમાં ૨૫૭ લોકો માર્યા ગયેલા. હવે જે માર્યા જાય છે તે હંમેશા નિર્દોષ જ હોય છે. તે વખતે આખા કાવતરાની તપાસ રાકેશ મારિઆ સાહેબે કરી હતી. નવાઈની વાત એ હતી કે કેટલાક કસ્ટમ ઓફિસર જાણતા હતા કે આ વખતે જે લેન્ડીગ થવાનું છે તે કોઈ સામાન્ય નથી એમાં હથિયાર હશે અને બીજું કોઈ સ્ફોટક ભયાનક પણ હશે. છતાં ફક્ત પૈસા ખાતર લાંચ લઈને બધું થવા દીધેલું, એમાં પોલીસના માણસો પણ સંડોવાયેલા જ હતા. ૨૬/૧૧ ઍટેક વખતે પણ તપાસનીસ અધિકારી રાકેશ મારિઆ જ હતા. દેશના અંદરના લોકોની મદદ વગર આટલું મોટું કાવતરું સફળ થાય જ નહિ. એક કસાબને ફાંસીએ ચડાવતા પણ કેટલા વર્ષો કાઢી નાંખ્યાં? હદ તો એ થાય છે કે ક્ષણમાં સેકડો નિર્દોષ લોકોને વીંધી નાખનાર કસાબને ફાંસી નાં આપશો તેવી મતલબની અરજી પણ ભારતમાં જ અને કેટલાક મહાન ભારતીયોની સહી સાથે થાય છે. આ સહીઓ કરનારનો એક સગો ફક્ત એક સગો કસાબની ગોળીએ વીંધાયો હોય તો?

ગઝની આવે ઘોરી આવે ખીલજી હોય કે મુઘલ દેશના ક્ષત્રિયોએ હંમેશા બલિદાન આપ્યા છે, હવે આર્મી અને પોલીસના જવાનો આપે છે. બલિદાન કે શહીદ શબ્દ સાંભળીને પ્રજાના દિલમાં કોઈ સંવેદના જાગે છે ખરી? કે પછી હોંશે હોંશે શ્રદ્ધાંજલિ સમારંભો માણવાની તાલાવેલી જાગે છે? ૯/૧૧ પછી અમેરિકા ઉપર આવો ઍટેક હજુ સુધી શક્ય બન્યો નથી. એવું નથી કે પ્રયત્ન નથી થયા, પણ કાવતરા પકડાઈ જાય છે. આપણો પ્રાચીન અને લાંબો શહાદતોનો ઇતિહાસ જોઈ વિચાર આવે છે ખરો કે કેમ આવું?

“સૈનિકને દુશ્મન સામે લડવામાં લેશમાત્ર ડર નથી, તે જ સૈનિક હું શહીદ થઈશ તો મારા પરિવારને સરકાર ટલ્લે ચડાવશે તે વિચાર માત્રથી ધ્રૂજી જાય છે !” આ શબ્દો છે કમાન્ડોની સફળ ટ્રેનિંગ લઈ ચૂકેલા ઇન્ડિયન આર્મીના એક જુવાનના.  ટેરર-૧

10 thoughts on “આદતે શ્રદ્ધાંજલિ”

  1. રાઓલજી આશા છે કે ભારતના પોણીયા પોલિસી મેકર આ માહિતીપ્રધાન લેખ વાંચે અને સમજે. આમાં છે લોહીના આંસુ. જો આર્મિ સામે આર્મિની વૉર હોય તો ભારતનું સૈન્ય કાબેલ છે. ખમિરવંતુ છે. પણ આતો દેશના અમિચંદો જ બહારના આતંકવાદીને સગવડ કરી આપે છે. જો ભારતમાં જન્મેલો દાઉદ કરાંચીમાં બેઠો બેઠો દેશના અર્થતંત્રને ખોખરું કરતો હોય અને ઝબ્ભા બંડીવાળા દેશનેતાઓ એની કુર્નીશ બજાવતા હોય ત્યાં શી આશા રાખવી. બાપુ ધન્યવાદ.

    Like

  2. બપુ છેલ્લે જે પોલિશ ભરતી ગઈ એમા ૮૦૦ , પછી બિન સચીવલય ની ભરતી મા ૪૦૦ એક્સ આર્મી ના કોટા મા બિજા ભરતી કરી દિધા …… ૧૭ વર્ષ દેશ સેવા કરી ૩૫ વર્ષ ની ઉમર થાય એટલે રિટયર્ડ થાય …. પછી ૭૦૦૦ મા BRTS મા Security મા નોકરી કરવાની …..

    Like

  3. શરૂઆત સાહિત્ય અને ફિલ્મોથી કરો …જેમાં બાહરવટીયા – ગુંડા – ચોર જેવા અ-ાંસામજિક-તત્વનાં જેટલા વખાણ થતાં રચાય-ફિલ્માય છે … એટલા ક્યારે-પણ શુરવીર-કે-સૈનિક-કે-હવાલદારનાં વખાણ કરતુ લખાયું-ફિલ્માયું? … ઉપરથી લોકો કહેવતો બનાવે કે -“હલકું લોહી હવાલદારનું” …આવી મુર્ખ પ્રજા હોય તો તેમને આતંકવાદી-જ ખપે … અને ઉમેરીએ બીજા પ્રજા આદર્શો તો પરોપજીવી “બાવા-સાધુ-સંત” … ફક્ત ત્યાગ-મોક્ષ-અહિંસાની “નપુસક-વિચાર-ધારા” … પછી ક્યાંથી આવે બાહદુર દેશ-પ્રેમી પ્રજા? અને ક્યાંથી આવે ઉચ્ચ દેશ-દાઝ મુલ્યો? … આવા નપુંસક-મુલ્યો જે દેશના હોય તેમને સ્વાભિમાન નાં-હોય તેમને ફક્ત ગુલામી અને પીઠ-ઉપર ચાબખા-જ હોય …દેશનાં પાયા-નાં-મુલ્યો-જ નપુંસક છે …

    Liked by 1 person

  4. પૂર્ણ સહમત બાપુ, પણ અમારા લોહીમાં કોઈ એવું તત્વ ઘુસી ગયું છે કે હવે અમને શહીદો પ્રત્યે હમદર્દી નથી થતી, તેમના પરિવાર વિષે વિચારવાની ફુરસદ જ ક્યાં કોઈ ને છે !! વિકાસની આંધળી દૌડ માં અમે બધું ત્યજીને ફક્ત સ્વ-કેન્દ્રી બની ગયા છીએ ,, મારે શું ? અને મારું શું? બસ આ બે વિચાર માં અમારી દુનિયા સમાઈ જાય છે.આ દેશની પ્રજા વીરોને કે મહાવીરોને સમજી જ નથી શક્તિ એમની શહાદત ને ક્યાં થી સમજી શકે ,આ સત્ય છે પણ સ્વીકારી નથી શકાતું !! આનંદ એ વાતનો છે કે આટલે દુર બેઠા બેઠા આપ અમને જગાડવાની કોશિશ કરતા રહો છો !! એટલે આશા છે ક્યારેક કોઈક તો જાગશે અને વીર હમીરજીની જેમ સુકાન સંભાળીને નવો રાહ ચીંધશે !! માં, માતૃભાષા,અને માતૃભુમીની રક્ષા આવા વિરલા જ કરી શકે છે।

    Like

  5. Purna sahmat bapu satat Z PLUS security ma raheta napaniya ane aarambhsura neta abhineta ane dhadhu papu oni sabha ma gheta na tolani jem manav medni parantu swantra vichardhara no abhav ane haal maj janva malyu ke ek bavane ke jeni pase Europe ma ek aakho tapu swantra Maliki no chhe tene pan Z PLUS security praja na paisa thi prajane ullu banavnar netao pase bhashan ni bahaduri Sivai biji su apeksha rakhvi?

    Like

  6. We always respected persons who could claim to have worked miracles or achieved spiritual goals but never heroes like Hamirji Gohil. This is our ‘heritage’ not a recent trend. Disregard for our martyrs is entrenched in our culture since the oldest time.

    Liked by 1 person

  7. કોઈ પણ નાના ગામમાં દાખલ થઈએ એટલે સતીઓ કે શહીદોના પાળીયા દેખાય. બસ પછી આ પત્થર પુજાનું વર્ચસ્વ વધતું જ ગયું અને મંદીરોમાં ધન, જવેરાત, રુપીયા આવવા લાગ્યા.

    લુંટારાઓને મોકો મળવા લાગ્યો. પત્થર પુજાની ધુને સોમનાથ અયોધ્યાની રથ યાત્રાઓ શરુ કરી. બાબરી ઢાંચો તુટ્યા પછી આંતકવાદને પ્રોત્સાહન મળ્યું. મુંબઈ મહાનગરીમાં શીતલા માતાનું મંદીર છે અને રાણી સતી માર્ગ પણ છે. શહીદોનું નાહકનું લોહી ઉકળે છે… આદતે શ્રદ્ધાંજલી….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s