કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાં

કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાંimages3AFR92SB

નંદ સામ્રાજયનાં ધનનંદ વખતથી ગ્રીક વિદેશીઓએ ભારતના દ્વાર ખખડાવવાનું શરુ કરી જ દીધું હતું. ઈસુના ત્રણસો વર્ષ પહેલા ખોબલા જેવડા ગ્રીસનો એલેકઝાન્ડર સિકંદર ભારતના કમાડની સાંકળ ખખડાવી જ ગયો હતો પણ આપણે ચેત્યા નહિ. નંદ સામ્રાજયનો નાશ કરનાર મહાન મૌર્ય ચંદ્રગુપ્ત આપણી પાસે અડીખમ હતો. એના પછી આવેલા શૃંગ સામ્રાજ્ય અને પછી આવેલા મહાન ગુપ્ત સમ્રાટોએ ઈ.સ. ૫૫૦ સુધી સીમાડા સજ્જડ રીતે સાચવ્યા હતા. મૌર્ય સમ્રાટોને મુસ્લિમ વિસ્તારવાદનો સામનો કરવો પડ્યો નહોતો, ગ્રીક લોકો સાથે એમને સારા અને કૌટુંબિક સંબંધો હતા. મૌર્યો પછી આવેલા પુષ્યમિત્રશૃંગ બૌદ્ધોનો કાળ બન્યો. શૃંગોનો શાસનકાલ બૌદ્ધધર્મને ભારતમાંથી ખદેડવામાં લગભગ સફળ થઈ ચૂક્યો હતો. ત્યાર પછી આવેલા ગુપ્ત સામ્રાજ્ય સમયે ભારતનો સુવર્ણકાલ હતો. કળા અને સાહિત્યનો સુવર્ણકાલ હતો. ગુપ્ત વંશના મહાન પરાક્રમી શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય(ચંદ્રગુપ્ત બીજો), કુમારગુપ્ત, સ્કંદગુપ્ત એક આખી મહાન ગુપ્ત રાજાઓની શ્રુંખલા સમયે ભારત સોને કિ ચીડિયાં હતું. એક મૌર્ય અને બે ગુપ્ત એમ ત્રણ ત્રણ મહાન ચંદ્રગુપ્ત આપણી પાસે હતા. મુસ્લિમ વિસ્તારવાદનાં પડઘા દૂર દૂર થી સંભળાઈ રહ્યા હતા. ગુપ્તોના પતન પછી એ સુવર્ણકાલ ફરી કદી આવવાનો નહોતો. આપણી માન્યતાઓની દીવાલો આપણી પ્રગતિ રોકીને બેસી ગઈ હતી. આપણી માન્યતાઓ આપણને જ ધોબી પછાડ આપવાની હતી. આપણે રચેલા મહાન સંસ્કૃતિના સમુદ્રમાં આપણી નૈયા બેફામ હંકારતા હતા તે સમુદ્ર જ આપણી નૈયાને ડુબાડવા તૈયાર થવાનો હતો તેની આપણને સમજ નહોતી.

મુસ્લિમોનાં અરબી ઘોડા ભારતના દ્વાર ખખડાવે તેટલી જ વાર હતી. પૃથ્વીરાજ ચૌહાણ તો એક નિમિત્ત માત્ર હતો, એના બદલે બીજો કોઈ હોત તે પણ હારવાનો જ હતો. પૃથ્વીરાજ કદાચ હાર્યો નાં હોત તો એની પાછળ આવનાર એનો વારસદાર હારત. ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઈમારત અંદર થી ઉધઈ વડે ખવાઈને ખોખલી થઈ ચુકેલી જ હતી. ઉપરથી અકબંધ દેખાતી ઈમારત ને ફક્ત એક જ ધક્કા એક જ ટકોરાની ની જરૂર હતી કકડભૂસ થઇ તૂટી પડવાને.  સમયનો તકાજો હતો. આવનાર સમય એક મહાન મિથ્યાભિમાની સંસ્કૃતિને ૮૦૦ વર્ષ લાંબી ગુલામીમાં સડતા જોઈ રહેવાનો હતો તેની પૃષ્ઠભૂમિકા રચાઈ ચૂકી હતી. એક નાનકડું તાઈવાન અને ઇઝરાયલ આધુનિક જગતમાં મહત્વનું સ્થાન બની શકે અને આપણે કેમ નહિ ? શા માટે આપણે બાકીની દુનિયાની સરખામણીએ ગરીબ અને પછાત રહ્યા ? શા માટે આપણે કમજોર હતા ને એના લીધે ગુલામ રહ્યાં ? શા માટે આટલી જૂની સભ્યતા હતી છતાં ગણિત વિજ્ઞાનની શરૂઆત કરીને શરૂમાં જ અટકી ગયા?

આવા વિસ્તીર્ણ બૃહદ પ્રશ્નોના સીધા સાદા, સરળ અને ટૂંકા ઉત્તર શક્ય નથી. આના કારણો બહુઆયામી આનુષંગિક, ગૂંચવાડાભર્યા અને ગંભીર છે. વધુ જોખમકારક તો એ છે કે આપણા બુદ્ધિશાળી, મિથ્યાભિમાની, વિચાર્યા વગર માની લેવાની ટેવ વાળા, વિનમ્ર, આત્મ સંતુષ્ટ, સમાધાની ભારતીયો પણ આવા પ્રશ્નો પૂછવાનું અને ઉત્તર મેળવાનું ટાળે છે. તેઓ બધું જ જાણે છે, પરમજ્ઞાની છે. મજબૂત અણવિશ્વાસ સાથે કહેવાના કે તમારે વળી નવું  શું કહેવાનું છે ? અમુક કહેવાતા બુદ્ધિશાળીઓ ફક્ત એમના પૂર્વગ્રહો જ બરાડ્યા કરતા હોય છે. ચોક્કસપણે ભારત પાસે બ્રેન છે, ઉત્તમ કરકસરિયા વૈજ્ઞાનિકો છે, મેનેજમેન્ટ ગુરુઓ છે જે દુનિયાની બડી બડી કંપનીઓ સંભાળે છે, ખૂબ બુદ્ધિશાળી પ્રતિભાઓ પેદા થયેલી જ છે, પણ સત્યની લગોલગ પહોચીને ચૂકી જવાતું હોય છે.

imagesiuoઆપણે ખૂબ બેદરકાર, અનિયમિત છીએ સત્યને પામવાની ઉતાવળી ઉત્કંઠા ધરાવીએ છીએ. આવા બૃહદ પ્રશ્નોનું સમાધાન ટૂંકમાં ઇચ્છવું જોખમી છે. છતાં આ ખૂબ ઉતાવળિયા ને વ્યસ્ત જગતમાં કંઈક તો કરવું જ પડશે ને ? હું તમને કહેવા માંગુ છું કે આપણા સત્યાનાશ માટે કોઈ પરદેશી કે કોઈ પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી જવાબદાર નથી, ના તો કોઈ પાપનું ફળ છે. ક્યા સુધી અંગ્રેજોનો વાંક કાઢીશું ? ક્યા સુધી મુસલમાનોનો વાંક કાઢીશું ? આ લોકો આપણને પાટલે બેસાડી આપણી પૂજા કરવા તો આવ્યા નહોતા ? એ તો લુંટવા જ આવ્યા હતા તે લુંટી ગયા. આપણે લુંટાયા શું કામ ? આપણે પણ કાંઈ જાણી જોઇને લુટાયા તો છીએ નહિ. લુટાઈ જવાનું કોને ગમે ? પણ આપણી પોતાની કેટલીક નબળાઈઓ હતી કે પ્રતિકાર કરી શક્યા નહિ. પણ આપણે શું કર્યું કે આપણી નબળાઈઓને નૈતિકતાની એક મહાન ચાદર ઓઢાડી દીધી કે અમે તો અહિંસક અમે તો દયાળુ, અમે તો માનવીય સંવેદનાઓ વડે ભરાયેલા, અમે અતીથીદેવો ભવઃ માં માનવાવાળા. આપણી નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીયે, આપણે ઉભા કરેલા મૂલ્યો જ જવાબદાર છે. આપણા સાંસ્કૃતિક મુલ્યોએ જ આપણને મારી નાંખ્યાં છે. સંસ્કૃતિ આપણા ધર્મનો એક ભાગ કે ધર્મ સાથે જોડાયેલી હોય છે, સંસ્કૃતિ આપણી પરમ્પરાગત માન્યતાઓ, મૂલ્યો અને વલણ વડે ઘેરાયેલી હોય છે. વળી પાછી આપણી માન્યતાઓ, મૂલ્યો ને વલણ પાછું ધર્મની અસર તળે હોય છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રારબ્ધવાદ, સંતુષ્ટવાદ, તર્કઅસંગતતા, વિવેકબુદ્ધિનો અભાવ, અધ્યાત્મ સાથે  સ્થિર પૂર્વગ્રહ, ગુરુ એટલે ભગવાન, ઈચ્છવાયોગ્યનો પરિત્યાગ, ગરીબીને અકારણ મહત્વ, આવું અનેક આડકતરી રીતે આપણને પતનને માર્ગે દોરી લઈ ગયું છે. તમે ધર્મની આલોચના કરી શકો એનાથી મુક્ત થઈ શકો નહિ. ધર્મ મોટાભાગના લોકો માટે પ્રભાવક અને અનિવાર્ય હોય છે. તો શું કરશું ?

હવે ધર્મ અને સંસ્કૃતિનું વાસ્તવિક મનોવિશ્લેષણ કરવું પડશે. એમનો એક જમાનો હતો, એમના દિવસો હતા, હવે ધર્મ અંતરાય બને છે. ધર્મ imagesTGEZU7AQઆધારિત મૂલ્યો વાળી સમાજવ્યવસ્થામાં આપણે ક્રાંતિકારી ફેરફાર કરવા પડશે. પ્રલોભન વડે વિજ્ઞાપિત મૂલ્યોની ઉપેક્ષા કરવી પડશે. નવા મૂલ્યો ઉભા કરવા પડશે. ધર્મ વગર ચાલતું નાં હોય તો જુના ધર્મમાં ક્રાંતિકારી અર્થઘટન કરી નવા માળખા ઉભા કરવા પડશે. આપણે એક સ્પષ્ટતા તરફ આગળ વધવું પડશે, ચોખટા(આઉટ ઑફ બૉક્સ) બહાર વિચારવાનું શીખવું પડશે, સુધારાવાદી બનવું પડશે અને આવું બધું કરવા માટે આપણે રૂઢિવાદીઓ પ્રસિદ્ધ નથી. તમને ખબર નહિ હોય સોક્રેટિસ, પ્લેટો સુધી પશ્ચિમ પણ આપણા જેવું જ હતું. એમની ફિલોસોફી પણ જીવન વિરોધી, સુખ વિરોધી લાઈફ આફ્ટર ડેથ ને વધુ મહત્વ આપનારી હતી. પછી એરીસ્ટૉટલ(૩૮૪-૩૨૨ BCE) આવ્યો. એણે આ જીવનમાં પણ હેપિનેસ મેળવી શકાય તેનો સંદેશો આપ્યો. સુખ, ધન વગેરેનું મહત્વ સમજાવ્યું. જીવન વિરોધને બદલે આનંદિત જીવનનો સંદેશો આપ્યો. પણ આપણે જેમ ચાર્વાક ને ભુલાવી દીધો તેમ આપણી જેમ રૂઢીવાદી પશ્ચિમના લોકોએ એને ભુલાવી દીધો. ૧૨મી સદી સુધી યુરોપ એક અંધકાર યુગમાં જીવતું હતું. લગભગ ૧૬૦૦ વર્ષ એરીસ્ટૉટલ ભુલાઈ ગયેલો પણ એક ઇટાલિયન પાદરી Thomas of Aquin or Aquino (1225 – 7 March 1274) પાક્યો એણે પાછો એરીસ્ટૉટલને જીવતો કર્યો, સાંપ્રત ધર્મોમાં નવા અર્થઘટન કર્યા અને તે યુરોપમાં Renaissance નવયુગના મંડાણનું કારણ બન્યા. અચાનક અંધકાર યુગમાં જીવતું સાવ પછાત જંગલી જેવું યુરોપ વિકાસના માર્ગે સડસડાટ આગળ ધપવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિ તરફ દોડવા લાગ્યું. આપણે પણ બહુ સારી ગાંધી જેવી સુધારાવાદી અનેક પ્રતિભાઓ પેદા કરી જ છે પણ અધ્યાત્મના આફરાને વરેલી આવી મહાન પ્રતિભાઓ જીવન વિરોધી સુખ વિરોધી આનંદ વિરોધી જ રહી છે. આપણે હજુ એક Thomas of Aquino પકવી શક્યા નથી.     

આજે આપણે આધુનિક દુનિયામાંથી આવતા પ્રગતીસુચક સંદેશાઓ વારંવાર જેને અથડાતા હોય તેવી અસમતલ ભૂમિ ઉપર ઊભેલા સંક્રાતિકાલમાંથી પસાર થઈ રહ્યાં છીએ. પ્રાચીન રૂઢિઓનાં સખત ખડક ઉપર અથડાતું પશ્ચિમી સંસ્કૃતિનું ભારણ એક મૂળ વગરના ચુનંદા વર્ગનું નિર્માણ કરે છે. આ વર્ગ છે બુદ્ધિશાળી પણ મૂળ વગરના મહાત્મા જેવો છે. આ વર્ગને કઈ દિશામાં જવું તેની સમજ પડતી નથી. એમની પાસે હોકાયંત્ર છે ખરું પણ એની સોય સતત પૂર્વ અને પશ્ચિમ એમ દિશા બદલે જ જાય છે. આવું જ નવી જનરેશન માટે છે. દિશાવિહીન છે નવી પેઢી, ધોતિયું પહેરી શકતી નથી ને પૅન્ટનાં ગુણ ગાઈ શકતી નથી. સવારે ઊઠીને હાથમાં દાતણને બદલે ટૂથબ્રશ પકડે તે રાત્રે સૂઈ જાય ત્યારે માથે પંખા ફરતા હોય ત્યાં સુધી આખો દિવસ પશ્ચિમે શોધેલી વસ્તુઓ વાપરતા વાપરતા સતત પશ્ચિમની સંસ્કૃતિને ભાંડતો નગુણો આપણે સમાજ છીએ. ભૌતિકવાદને સતત ભાંડતા ધર્મ ધુરંધર પરમ પૂજ્યો પહેરે છે મલમલની પરમસુખ ધોતી પણ ફરે છે મર્સિડીઝમાં.

જરૂર છે આખીય વસ્તીના મૂળભૂત વલણ અને માન્યતાઓમાં ધરખમ ફેરફારની. ધરમૂળથી બદલાવની પ્રક્રિયા શરુ થાય તેની તાતી જરૂર છે. આખી સંસ્કૃતિને ક્રાંતિકારી ફેરફારની જરૂર છે. આ સહેલું નથી, ઊલટાનું દુઃખદાયી છે. દઝાડે તેવું છે પણ આવો એક પ્રયત્ન અબજો લોકોના જીવનમાં એક આશાનો પ્રકાશ પાથરવા જરૂર સક્ષમ થશે

વધુ આવતા અંકે———

14 thoughts on “કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાં”

  1. (૧) મારી પોસ્ટ આપને વિષય પરિવર્તન વાડી જરૂર લાગશે, કિન્તુ, થોડા ઘણા અંશે સંલગ્ન પણ ખરી માટે મુકું છુ.

    સારામાં સારી રાજવ્યવસ્થા કરવી હોય તો પહેલી શર્ત છે મુત્સદ્દી નેતા, બીજી શર્ત ઉત્તમમાં ઉત્તમ ગુપ્તચર ખાતું, ત્રીજી શર્ત સારામાં સારું ઈચ્છા પ્રમાણે કામ કરી શકાય તેવું લશ્કર અને આ ત્રણેને પોતપોતાની જગ્યાએ રાખવું હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ(નૈતિકતા) બધું સારું છે પરંતુ મોરલ નથી તો એકડા વિનાના મીંડા થઇ જશો

    પ્રજાને ધર્મનું, સંસ્કૃતિનું, અધ્યાત્મનું, રોજી-રોટીનું અને આવશ્યકતાઓનું કેન્દ્ર રાજકીય સુખ છે. પ્રજાને જો રાજકીય ક્ષેત્રની ઉપેક્ષા, ઘ્રણા કરાવવામાં, નફરત ઊભી કરવામાં આવે તો પ્રજા ત્યાગી, વૈરાગી કે આધ્યાત્મિકતા વધારનારી થાય પણ રાજકીય સ્થિતિ બગડતી જાય. એક પ્રાચીન કહેવત “તપેશ્વરીથી, રાજેશ્વરીથી નરકેશ્વરી.” મતલબકે તપ કરીને નરકેજ જવાનું હોય તો તપ કરવાની જરૂર શી? કોઈ પ્રજા એમને એમ ગુલામ નથી થતી, કેમકે આપણે પલાંઠી વાળીને બેસી ગયા હતા કે મારો વહાલો અવતાર લેશે અને બધું ઠીક કરી દેશે. (પાર્ટ-૨…)

    (૨) સગવડો જો જન્મતાંની સાથેજ મળવા લાગે તો સાધના કાચી રહી જાય. અગવડો સાધનની સહાયક બનતી હોય છે. જે મ્યુનીસીપાલટીની લાઈટ નીચે અગવડો સાથે ભણ્યા તે કંઈક થશે.. રાજકારણમાં જેણે પડવું હોય તો એણે સરદાર પટેલ, પ્રભાશંકર પટણી અને ભગવત સિંહના જીવન ચરિત્રોની પરિક્ષા આપી પાસ થાય તોજ MLA નું કોર્મ આપવું. કર્મ ભૂમિ – તમારી વ્યક્તિગત આવશ્યકતા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે કર્મ છે, પરંતુ લોકો માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે પ્રવૃત્તિ કરવામાં આવે તે સાધના છે

    પ્રશ્નોના ત્રણ રૂપ હોય છે. (૧) સ્ટોકમાં રાખી, પાછળથી ઉકેલી શકો.તેવા, (૨) બીજા પ્રશ્નોને પડતા મૂકીને તેને અગ્રીમતા આપવી પડે તેવા, અને (૩) અગ્નિ જેવા સળગતા પ્રશ્નો, બીજું બધું પડતું મૂકીને સીધા આવા પ્રશ્નો પર કામે લાગી જવું પડે. સ્વામીજીની દ્રષ્ટિએ આજે ભારતનો મોટામાં મોટો પ્રશ્ન દેશ તૂટવાનો અને ચૂન્થાવાનો છે. દેશ બે રીતે તૂટે, પ્રજાના દ્વારા અને નેતાઓના દ્વારા. ઇતિહાસથી ખબર પડશે કે દેશમાં કાયમ બળવા થતા રહ્યા છે. કાશ્મીર, ઉત્તર પ્રદેશ આસામમાં જે કઈ થઇ રહ્યું છે તે પ્રજાના દ્વારા થઇ રહ્યું છે. દુનિયાના બધા દેશોમાં અમેરિકા સિવાય બધે એવુંજ ચાલી રહ્યું છે. અમેરિકામાં પ્રજા કેમ અલગ થવા માગતી નથી તે શીખવા જેવું છે. પંજાબ તૂટવાની અણી ઉપર હતું. મેજર જનરલ ગીલે તે પ્રશ્ન ઊકેલી નાખ્યો. જોકે, બંદુકના દ્વારા ઉકેલાયેલા પ્રશ્નો કાયમી નથી હોતા, સ્થાયી ઉકેલ સંધીઓથી આવે છે. (પાર્ટ-૩…)

    (૩) દેશ જ્યારે નેતાઓના, સરકારના દ્વારા તૂટતો હોય તો એને કેવી રીતે બચાવી શકાય? એનું કારણ છે બંધારણની અક્ષમતા.આ અત્યંત ગંભીર અને અત્યંત મહત્વનો વિષય છે. બંધારણને ત્રણ ભાગમાં વહેંચી શકાય તે વિશે ભારત અને ઇગ્લેન્ડની પોલીસ સંભવિત ગુનેગારને પકડવા આવે તો તેમાં શું ફરક છે? ઈંગ્લેન્ડમાં વ્યક્તિ ગુનેગાર પૂરવાર થાય નહિ ત્યાં સુધી પેપરમાં ફોટો છાપી શકાય નહિ. અહિયાં તો પટાવાળાની કક્ષાનો માણસ પણ MP ધારાસભ્ય થઇ શકે છે. બજેટ, વિદેશ નીતિ, દુનિયાનો નકશો ન સમજી શકે તે માણસ પણ ધારાસભ્ય થઇ શકે છે. બંધારણ નવે નામે ફરીથી લખાવું જોઈએ. અત્યારના બંધારણથી કદી દેશ બચવાનો નથી, કારણકે તમે ક્રીમને મોકલી શકતા નથી અને કચરાને રોકી શકતા નથી. કચરો તો ઠીક પણ અપરાધીઓ, ગુંડાઓ, બદમાશો, દાણચોરો મૂછો ઊંચી કરીને લોકસભા-વિધાનસભામાં જાય છે. અપક્ષો આ દેશની ઉપાધી છે. અપક્ષોને રોકવા જોઈએ. અપક્ષથી શું મુશ્કેલીઓ થાય છે તે સાંભળો. પક્ષના માણસોમાં એક માણસ એકજ જગ્યાએ ઊભો રહી શકે. આ પાયાના પ્રશ્નો છે. જે સુધારા કરવા જોઈએ થોડા વર્ષો પહેલાં ચૂટણીમાં કોંગ્રેસને ભરપેટ ગાળો આપી, સરકાર બનાવી અને પાછી એ સરકાર ને બચાવા ના ઓરતા થયા ત્યારે કોંગ્રેસ સાથે મળી નવી સરકાર બનાવી. આ પ્રજાનો વિશ્વાસઘાત છે…..(પાર્ટ-૪…)

    (૪) ઈઝરાઈલની સરકાર વિશે જાણવા જેવું છે. બે-ત્રણ પક્ષો ભેગા મળી સરકાર ચલાવે છે. ત્યાના બંધારણમાં વ્યક્તિ નહિ પણ પક્ષ ચૂંટણીમાં ઊભો રહે છે. પક્ષાંતરનો પ્રશ્નજ નથી. ઈઝરાઈલમાં ૧૧% મુસ્લિમો છે તેઓ અંદરો અંદર ઝગડતા નથી. આ ૧૧%માંથી ઘણા લોકો સરકારમાં અને લશ્કરમાં છે. આ મુસ્લિમો જાણે છે કે તેઓ ઈઝરાઈલમાં જેટલા સુખી રહી શકે તેટલા આરબ દેશમાં સુખી રહી શકે નહિ. આ મુસ્લિમો વોટ આપે છે પણ કોઈપણ પક્ષ એમને માથે નથી ચઢાવતો. રાષ્ટ્રવાદ પહેલી વસ્તુ છે…….

    ઠીક છે ભાઈ આ ચર્ચા નો કોઈ અંત જ નથી….આપણા દેશ માં દરેક એક વ્યક્તિ પોતાના સત્ય સાથે જીવે છે, એ ખોટું પણ ખોટું નથી, પણ તકલીફ એ છે કે પોતાના વાક્ય ને અહમ બ્રહ્મ્હાસમી માને છે….ને આપ મુવા સત્ય ના પ્રયોગો કરતો રહે છે……(ઉપર જણાવેલા વિચારો એ સ્વામી સચ્ચિદાનંદ જી ના વચનામૃત થી પ્રેરિત છે, કિંતુ મને હૃદયસ્થ છે માટે અહીં મુક્યા છે………)

    Liked by 1 person

  2. ભલે ફોટા પાડવા માટે પણ, આજે જ્યારે સાફ સફાઈના નામે થોડી ઘણી પણ સફાઈ તો થાય છે, તો પણ, રાહુલ ગાંધીને મરચાં લાગે છે….. તેને કોણે ફોટો પડાવીને પણ સાફ સફાઈ કરાવવાની ના કહી હતી……..???? આટલા વર્ષોમાં ફક્ત પૈસા ઉઘરાવીને સ્વીસ બેંકોમાં મુક્યાં કર્યું, અને હવે ભારતનું થોડું ઘણું પણ ભલું થતું હોય તે પણ પેટમાં દુઃખે છે…. એટલે, તમે લખો છો તેમ આપણી નિષ્ફળતા માટે આપણે જાણી જોઈને બેજવાબદાર બનીએ છીએ……
    જરૂર છે આખીય વસ્તીના મૂળભૂત વલણ અને માન્યતાઓમાં ધરખમ ફેરફારની. ધરમૂળથી બદલાવની પ્રક્રિયા શરુ થાય તેની તાતી જરૂર છે. આખી સંસ્કૃતિને ક્રાંતિકારી ફેરફારની જરૂર છે. આ સહેલું નથી, ઊલટાનું દુઃખદાયી છે. દઝાડે તેવું છે પણ આવો એક પ્રયત્ન અબજો લોકોના જીવનમાં એક આશાનો પ્રકાશ પાથરવા જરૂર સક્ષમ થશે….
    હવે આવા રાજકિય માણસો ભુતકાળમાંથી પણ કંઈ શીખવા માંગતાં ન હોય અને કાંઈ પણ સારું થતું હોય તે સાંખી ન શકે, તે આપણી મોટામાં મોટી કમનસીબી છે….આવા લોકો એમજ માનતા હોય છે કે, તેમના સિવાય ભારતનું ભલુંજ નથી……..

    બહુ સુંદર લેખ છે.
    મનસુખલાલ ગાંધીLos Angeles, CAU.S.A.

    Date: Sat, 15 Nov 2014 02:52:06 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

  3. આપણી પરમ્પરાગત માન્યતાઓ, મૂલ્યો અને વલણ વડે ઘેરાયેલી હોય છે. વળી પાછી આપણી માન્યતાઓ, મૂલ્યો ને વલણ પાછું ધર્મની અસર તળે હોય છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રારબ્ધવાદ, સંતુષ્ટવાદ, તર્કઅસંગતતા, વિવેકબુદ્ધિનો અભાવ, અધ્યાત્મ સાથે સ્થિર પૂર્વગ્રહ, ગુરુ એટલે ભગવાન, ઈચ્છવાયોગ્યનો પરિત્યાગ, ગરીબીને અકારણ મહત્વ, આવું અનેક આડકતરી રીતે આપણને પતનને માર્ગે દોરી લઈ ગયું છે. wahhh sachot and sattaaakkk

    Like

  4. રસપ્રદ ચર્ચા અને કારણો….
    એક કડી આપી શકાય તો સારું –
    “ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઈમારત અંદર થી ઉધઈ વડે ખવાઈને ખોખલી થઈ ચુકેલી જ હતી. ઉપરથી અકબંધ દેખાતી ઈમારત ને ફક્ત એક જ ધક્કા એક જ ટકોરાની ની જરૂર હતી કકડભૂસ થઇ તૂટી પડવાને. ”
    આ ‘ઉધઈ’ ક્યા પ્રકારની હતી તેની કોઈ સ્પષ્ટતા મળી શકે તેમ છે ?
    “આપણી માન્યતાઓની દીવાલો આપણી પ્રગતિ રોકીને બેસી ગઈ હતી. આપણી માન્યતાઓ આપણને જ ધોબી પછાડ આપવાની હતી. ”
    આ માન્યતાઓ પર પ્રકાશ પાડી શકાય તેમ છે ?
    આ પ્રશ્નો, સુંદર લેખના ટીકાત્મક સ્વરુપે નથી, કુતુહલવશ ઉદભવેલ પ્રશ્નો છે..

    Like

  5. Bhai, Sadchitanandji(dantalivala) emna ghana pustako dwara aa badha
    prashnoni uttam chhanavat karine nirakaran pan batavi chukya chhe…pan aa
    dharmgheli ane paramparagheli mithyabhimani praja sudharavanu nam leti
    nathi…! e aapnu durbhagya j ke biju kain????

    Like

  6. Tamara prayas pan stutya chhe j.

    2014-11-15 13:29 GMT+05:30 Tushar Bhatt :

    > Bhai, Sadchitanandji(dantalivala) emna ghana pustako dwara aa badha
    > prashnoni uttam chhanavat karine nirakaran pan batavi chukya chhe…pan aa
    > dharmgheli ane paramparagheli mithyabhimani praja sudharavanu nam leti
    > nathi…! e aapnu durbhagya j ke biju kain????
    >

    Like

  7. ગૌરવ અને મિથ્યાભિમાન વચ્ચેનો ભેદ સમજવો જોઇશે. એક દાખલા વડે કદાચ વધારે સ્પષ્ટ થશે. અમેરિકાના એક સેનેટરે કહ્યું, “My country, right or wrong.” (મારો દેશ, સાચો હોય કે ખોટો.) બીજા એક સેનેટરે કહ્યું, “My country; to be supported when right, to be corrected when wrong.” (મારો દેશ; સાચો હોય ત્યારે ટેકો આપવા માટે, ખોટો હોય ત્યારે સુધારવા માટે.”) પહેલા સેનેટરના બોલવામાં મિથ્યાભિમાન હતું, બીજાના કહેવામાં ગૌરવ. આપણે જેને “મારું” ગણતા હોઈએ તે બધી રીતે સંપૂર્ણ અને યોગ્ય છે તેમ માનવું તે મિથ્યાભિમાન છે. તેના સારા તત્વોના વખાણ તેમ જ વિકાસ કરવાના પ્રયત્નો કરવા ઉપરાંત આત્મનિરીક્ષણ કરીને ખરાબ તત્વોને ઘટાડવા કે નિર્મૂળ કરવાના પ્રયત્નો કરવા તે સાચું ગૌરવ કહી શકાય.

    धर्मो रक्षति रक्षित: કહેવાયું છે પણ धर्मो भक्षति भक्षित: પણ કહી શકાય. કારણ કે

    “દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી,
    જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.” (કલાપી)

    ચેતવાની ફરજ આપણી પોતાની છે.

    Like

  8. Reading your article and what I have seen in sports competion is same. Your competetor always look for your weakness. In last 30+ years my team – San Francisco 49ers has won 5 superbowl, and has been to palyoff 21 times. Every year opponant has better prepare and played accordingly to win them. And this is same for other team as well.

    Looking at History, yes our success is cause of our failure. When we are enjoying our success, we do not see where our weakness is building up. Typical human nature is always refer to as “we have done this, or we are the best in this’ Beacuase of this ‘arrogant’ attitude,human has forgoten or overlooked all other weakness. End result- other cashed in on it. Hindustaan has experienced the ‘best’ in world during first 500-600 years and so confortable that our enemy easily conquer us for next 1000+ year.

    In last article : I mention in my comment that an American think same nowdays and are not realizing that there are other countries in worlds are getting better than them. British Empire crumbled same way. So HISTORY DOES REPEAT.

    Lets hope that we see India on top in our living time. Only time will tell.

    Like

    1. Same process is taking place here in USA. Having chosen it as my country, it pains me to see that the ‘arrogant’ attitude that has developed due to the past successes has started causing its downfall. Also, Kalapi’s verse that I quoted in my earlier comment is coming true in a different way. The US Constitution contributed greatly to its success but now it has also started hurting it. Wisdom requires us to know when to stop giving too much importance to a system howsoever good it might be whether it is religion or democracy or some other.

      Like

  9. વાહ બાપુ વાહ. ઈતિહાસનું અભ્યાસ પૂર્ણ નવું મૂલ્યાંકન અને વાંચવા વિચારવા જેવા પ્રતિભાવો. બસ લખતા રહો. આ લેખમાળા પણ એક વાંચવા લાયક ઈ-બુક બનશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s