કડવી ફાકી-૧

કડવી ફાકી-૧ untitledpoi

કડું, કરિયાતું, કાળી જીરી, લીમડાની અંતરછાલ બધું ભેગું કરીને બનાવેલી આ આયુર્વેદીક દવા જીર્ણજ્વર ઉતારવા ઉકાળીને પવાય છે. બહુ કડવું હોય છે ઝેર જેવું. ઝંડુ ફાર્મસીના મહાસુદર્શન ચૂર્ણમાં પણ આ બધી દવાઓ હોય છે. મહાસુદર્શન મારું પ્રિય ચૂર્ણ, સિઝન બદલાય અને તાવ જેવું લાગે અઠવાડિયું રોજ રાત્રે ફાકડો મારી જ લેવાનો. સ્વાસ્થ્ય માટે અમુક અમુક દિવસે આવી કડવી ફાકી મારવી જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે જીર્ણજ્વર એક્ ક્રોનિક ફીવર જેવું કહેવાય. આવા તાવ જલદી ઉતરતા નથી. મેરા ભારત મહાન આવો જ એક જીર્ણજ્વર છે. લગભગ આપણ દરેક ભારતીયને હોય છે. મને પણ ખુબ ઉગ્ર રીતે વળગેલો હતો. જોકે આ તાવ હજારો વર્ષથી વળગેલો છે અને એટલે જ આપણે પલાંઠી મારીને બેસી ગયા છીએ કે આપણે તો મહાન હતા અને સર્વજ્ઞ હોવાનો દાવો તો પાછો ઉભો જ છે માટે હવે કશું કરવાનું છે નહિ. હું પણ આવો તાવ લઈને જ અમેરિકા પધારેલો હતો આપણા લેખકો અને પત્રકાર લેખકોએ અમેરિકાને જોયા વગર જ મારેલાં ગપ્પ સાચાં માની અમેરિકા એટલે સાવ રાક્ષસ હોય, સંસ્કાર અને સંસ્કૃતિવિહીન હોય તેવી છાપ લઈને ફક્ત ડોલરના ઝાડ ખંખેરવા મળશે તે આશામાં જ આવેલો. પણ અહી આવીને જુદું જ જોયું અનુભવ્યું વિચાર્યું કે મેરા ભારત મહાન ૧૦૦ ટકા હતું પણ હવે રહ્યું નથી. નથી રહ્યું તો કેમ પાછળ ગગડ્યું ? ફરી મહાનતા તરફ ગતિ કરવા એની દવા કરતા પહેલા બીમારી તો જાણવી પડશે કે નહિ ? બીમારી જાણ્યા વગર દવા શેની કરીશું ? એટલે મને મારી અલ્પમતિ જે દેખાય છે તે લખું છું. એમાં મારો કોઈ ઈરાદો નથી કે હું મારા દેશને વખોડું કે મારા દેશના બાંધવોની લાગણીઓ દુભવું. એક સમયે સૌથી જુની સંસ્કૃતિને નાતે અવ્વલ નંબરે આ દેશ હતો પણ હવે રહ્યો નથી. ફરી મારે અવ્વલ નંબરે એને જોવો છે. હવે નંબર વન હતો નંબર વન હતો એવા ગાણા ગાવાથી ફરી નંબર વન થઈ જવાતું નથી. ફરી નંબર વન બનવાની પહેલી શરત એ છે કે હાલ નંબર વન નથી તે પહેલા સ્વીકારવું પડશે. પછી હકારાત્મક બનો સારી બાજુઓ જુઓ એવા દંભી ગાણા ગાવાનું બંધ કરી બીમારીઓ જોવાનું શીખવું પડશે.   

કે ભારત શા માટે ગરીબ પછાત, વિકસિત નહિ પણ ધીમી ગતિએ વિકાસ તરફ આગળ વધતો દેશ છે ? નેતાઓને ફક્ત વિકાસની વાતો કરે એટલામાં ઢગલાબંધ વોટ મળે છે. હજુ તો વિકાસની વાતો કરવી પડે છે. છે ને કરુણતા ? શા માટે ૧૯૪૭ પહેલા સળંગ આઠસો વર્ષ ગુલામી કે ગુલામી જેવી દશા ભોગવવી પડેલી ? કેમ પરદેશી આક્રમણકારીઓ મનફાવે ત્યારે આવીને જીતી જતા હતા અને ભારતીયોને ગુલામી તરફ ઢસડી જતા હતા ? આ બધા અઘરા પ્રશ્નોના ઉત્તર મેળવવાનું બહુ કઠિન છે. ઉપર છલ્લા જવાબો સહુ આપશે પણ એના ઊંડા મૂળ સુધી જવાનું અઘરું કામ કોઈ નહિ કરે અને કોઈ ઉત્તર શોધવાનું કામ કરતા કદાચ આકરું કહી બેસે તો હજારો લાખો દેશભક્ત આત્માઓ તૂટી પડશે. તમને ખબર નથી કેટલો મહાન આપણો દેશ હતો ? સૌથી જૂની સંસ્કૃતિ અને આજે તો નુક્લિઅર પાવર અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો તે શું ખબર નથી ? એમાંય રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચે મંગળ ઉપર પણ ચડાઈ કરી આવ્યા. બહુ સારી વાત છે.    

અહીં કોઈને ક્રિટિસિઝમ ગમતું નથી, ગુણદોષવિવેચન કરીએ તો અહંકાર ઘવાય છે, લાગણીઓ વાતવાતમાં દુભાઈ જાય છે. જે પણ કહો તેનો તમારી સામે જ ઉપયોગ કરવામાં કાબેલ. આપણી ભૂલો કોઈ બતાવે તો એના જેવો કોઈ વેરી નહિ. ભારત સમજવા માટે સંપૂર્ણપણે મુશ્કેલ દેશ છે. હેમિંગ્વે કહે છે શું તમારે લેખક બનવું છે ? ક્યાં છે તમારા જખમ ? મેં કદી લેખક બનવાનું આયોજન કર્યું નહોતું પણ મારી પાસે મારા જખમ છે. મારી માતા, મારી ભારત માતા પાસે ઊંડા ઘાવ છે, ઘણા ગંભીર અને દૂઝતા ઘાવ. લોહી નીંગળતી ભારત માતા જોઈ એનો કયો પુત્ર કશું બોલ્યા વગર અમસ્તો જોઈ રહે ? જિંદગીની લાંબી મેરેથોન હરીફાઈમાં દુનિયાના અમુક સમાજ ઍડ્વાન્સ બની ગયા છે અને અમુક સાવ પછાત રહી ગયા. શું આની પાછળ કોઈ સ્પષ્ટ શકાય તેવી પૅટર્ન હશે ? આ મુદ્દો ઇતિહાસ, મનોવિજ્ઞાન, આસપાસનું વાતાવરણ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ વગેરેનું એક નાં સમજાય તેવું તદ્દન જટિલ જાળું છે. આવા લાક્ષણિક પ્રકરણનું પૃથક્કરણ કરવા તીવ્ર દ્ગષ્ટિ જોઈએ, ભારત એનો ઉત્તમ નમૂનો છે.

એક અબજ માણસોની મજબૂત સંખ્યા સાથેની આ પ્રાચીન મહાન સંસ્કૃતિ વિપુલ કુદરતી સાધન સંપત્તિ ધરાવતી હોવા છતાં બીજા માનવવંશ કરતા પ્રગતિની દોડમાં શા માટે પાછળ પડી ? આના ઉત્તર સહેલાઈથી નહિ મળે, છતાં પૂછવા પડશે, એની ચર્ચા કરવી પડશે, એને શોધવા ઊંડાણમાં જવું પડશે, મૂળિયા તપાસવા પડશે. છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ ઈ.સ. ૧૧૯૮મા હાર્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૯૪૭ સુધી પહેલા મધ્ય એશિયા અને પછી યુરોપથી આવેલા પરદેશી આક્રમણકારીઓ રાજ કરી ગયા. દુનિયાના કોઈ દેશનો આટલો લાંબો ૮૦૦ વર્ષનો પરદેશી શાસકોના તાબામાં રહેવાનો ઇતિહાસ નહિ હોય. આક્રમણકારીઓની એક લાંબી શ્રુંખલા જુઓ, ગઝની, તૈમુર, ખિલજી, બાબર, નાદિર દિલ્હીને કાયમ આગ લગાડી દેતા, મંદિરો તોડતા અને લૂટતા. હિંદુ પંડિતો ગઝનીનાં બજારમાં લીલામ થતા. શા માટે આપણે એટલાં બધા કમજોર હતા અને હજુ પણ છીએ ? કુદરતી સંપદાનો અભાવ ધરાવતા યુરોપના ટચૂકડા દેશો અને ટચૂકડું જાપાન પણ આર્થિક રીતે આપણાથી ઘણું આગળ નીકળી ગયું અને વિપુલ કુદરતી સંપત્તિ હોવા છતાં આપણે ગરીબ દેશોની હરોળમાં અવ્વલ નંબરે ખડા છીએ. શા માટે આપણે આટલાં ગરીબ અને પછાત રહ્યા અને હજુ પણ છીએ ? મારો જીવ કકળે છે.

imagesnjસવારે ઊઠીને છાપું ખોલો વાંચીને જો જરા વિચારશીલ અને માનવીય સંવેદનાઓથી ભરેલા હો તો જીવ બળી ને ખાક થઈ જાય એટલાં બધા કૌભાંડો વાંચવા મળે. કરપ્શન તો જાણે જીવનરસ બની આપણી નસોમાં વહે છે. કરપ્શન કોઈને કરપ્શન લાગતું નથી એક વહેવાર લાગતું હોય છે. ભ્રષ્ટાચાર, પૉલ્યુશન, સરકારીતંત્રની નિષ્ફળતા, અધમ પ્રકારે સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાના સમાચારો વાંચી હૃદય હલબલી જાય. આવા બનાવોની પ્રખર ટીકા થાય તો સામે એના બચાવમાં સ્વાભિમાન ઘવાયેલાના ટોળા ઊમટી પડે. આપણે કમજોર કેમ હતા ને રહ્યા છીએ, આપણે પછાત અને ગરીબ કેમ હતા ને રહ્યા છીએ તેની ફક્ત ફરિયાદ કરવી કે એનો દોષ બીજાને માથે નાખવાને બદલે હવે આપણે એના કારણો વિષે તપાસ કરવી પડશે. આપણે આપણા દોષ જોવાનું શીખવું પડશે અને પછી એની દવા શોધવાનો ઉપાય કરવો પડશે. મહાન સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે તેનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ કે કુદરતી સંપદાનો અભાવ બહુ મહત્વનો નથી હોતો પણ નિયતિ જે પડકાર તમારી સામે મૂકે છે તેને કઈ રીતે ઝીલો છો તેના ઉપર આધાર રાખે છે. યુરોપના ટચૂકડા દેશો વખત જતા આખી દુનિયા ઉપર પ્રભાવી બન્યા તો સૌથી જૂની કહેવાતી સંસ્કૃતિઓ ભારત અને ચીન કેમ નહિ? મૂડીવાદ, ઉદ્યોગીકરણ, નિર્ણાયક પ્રયોગાત્મક સંશોધન જેવા પ્રગતિકારક પરિબળો યુરોપમાં જ કેમ વિકસ્યા એશિયામાં કેમ નહિ ? વાસ્કો-ડી-ગામાનાં વહાણે ભારતના બંદરે લંગર નાખ્યા, જગડુ શાહના વહાણો માટે યુરોપના બંદરો કેમ અજાણ્યા જ રહ્યાં ?

—-વધુ આવતા અંકે—-

13 thoughts on “કડવી ફાકી-૧”

 1. Khub saras ane ekdam sachot lekh bapu.
  Praja e vani vilas karta netao thi chetvanu chhe vikas fakt kagal par ane netao ni jibh paraj chhe.

  Like

 2. બાપુ……આપણે બધા લાગણી ઠુઠા માણસો છીએ,આપણને ક્યારેય કોઇના પણ પ્રશ્નો કે સમસ્યાઓમા રસ નથી.મારે શુ કે મારે કેટલા ટકા….એ આપણો જીવનમંત્ર આપણને સદીઓથી વારસામા મળેલ છે….અંગ્રેજોએ જ્યારે ભારતમા પગ મુક્યો ત્યારે અખંડભારતની વસ્તી ૩૬લાખ હતી….ભારત અમારી “માં” છે એમ વિચારી તેને ગુલામ થતી અટકાવવા જો દરેકે માત્ર એક -એક પથ્થર મુઠ્ઠીભર એંગ્રેજો સામે ફેક્યા હોત તો ૩૬ લાખ પથ્થરના વરસાદ સામે અંગ્રેજો ટક્યા હોત્?? પણ મારે શુ તે આપણી રગેરગમા વારસાગત્ વહે છે…..ને….આપણી સંસકૃતિના ધજ્યા ઉડાવે તેવા (ગેગરેપ ને રામ-રામ બાવાઓ) રોજ રોજ જોવા મળે છે.

  Liked by 1 person

 3. Dambh ,aalas,rudhichustata ane mithyabhiman,VITANDAVAD aa aapna rastriya
  durguno chhe.Jyare aamathi praja bahar aavshe(AAVSHE???) TYRE E SHAKYA
  BANSHE.

  Like

 4. કેટલાય ને મરચા લાગી જશે , પણ કોઇ પણ સમજણો માણસ આત્મમંથન કરશે

  Like

 5. બાપુ,
  તમારા અા દુ:ખથી ભરેલા નીશાસા કોઇ રાજકારણી કે રાજકિય પક્ષની નાલાયકતા દુર કરવાની નથી. અઢી કીલોનો હથોડો જોઇઅે. લાતો કે ભૂત બાતોં સે નહી માનતે. દરેક ફીલોસોફીનો વ્યવહારીક ઉપયોગનો સમય હોય છે. આઝાદી મેળવવાના રાજકીય કે સામાજીક સંજોગો જુદા હતાં ગાંઘીજીની માફી માંગી લઇને હું કહેવા માંગુ છું કે ૨૦૧૪ની સાલમાં તે અહિંસાના વિચારો કામમાં ન આવે. દુનિયાના કયા ખૂણામાં યુધ્ઘ નથી ચાલતું? ભારત અંદરથી રાજકીય પક્ષોથી નીચોવાઇ રહ્યુ છે અને બહારથી બીજા દેશો દ્વારા. અંદરની અેકતા વઘુ સ્થિરતાં આપવામાં મદદગાર થઇ શકે, પરંતુ ટાંટીયા ખેંચવામાંથી ઉંચા આવે તોને ? અને પેલું ભૂત મેજોરીતી સીટીઝનના મગજને જકડીને બેઠું છે…મેરા ભુતકાળ મહાન…આજ ભૂત…ભૂતકાળનો ભૂત દેશને ગુલામ બનાવી રહ્યો છે જે આપણે જાતે ઉભો કરેલો છે અને આજે તેને પંપાળીને ખવડાવીને મહાભૂત બનાવી રહ્યા છે. ફરી પાછુ કહું છું કે દેશમાં દેશ પ્રત્યે થોડી પણ દેશદાઝ જન્માવવી હોય તો કડક હાથે…કોર્ટોની તારીખો પાડવાની રીત રસમો બંઘ કરીને…લાતો કે ભૂતોકો માર દેના ચાહિયે….કડક કાયદા , ફાસ્ટ કાયદા, દેશની અંદર રહેલી ઉઘઇ અને જળોનો નાશ કરવામાં મદદ કરશે. લાંચ રુશ્વતથી દેશને અાઝાદ કરો….રોગો પણ જાણીતા છે અને દવા પણ જાણીતી છે….ઇંજેક્શન મુકવાવાળાની જરુરત છે. કાયદા અેટલાં કડક હોવા જોઇઅે કે કાઇદાભંગ કરનાર કાયદો ભંગ કરવાં પહેલાં વિચાર કરીને જ અડઘો મરી જાય. પછી તે નહેરુ કુટુબનો હોય કે અંબાણી કુટુંબનો. અમેરિકા કોમ્યુનિસ્ટ કંટરી નથી…ડેમોક્રેટીક દેશ છે પરંતુ ત્યાં કાયદાનું ઉલ્લઘન કરતાં પહેલાં ભારતનો જન્મેલો પણ ગભરાય છે… અેક ભારતિય ડેમોક્રેટીક ભારતમાં હિંમતથી કાયદાનો ભંગ કરી શકે તેજ ભારતિય ડેમોક્રેટીક અમેરીકામાં કેમ કાયદાનો ભંગ કરતાં પહેલાં લાખ વખત વિચારે છે ? માટે જ કહેવાયુ છે કે ( મુર્ખ ભારતીયો માટે લાગુ પડે છે.) “Never underestimate the power of stupid people in large groups.” and ” The best way to predict the future is to create yourself.” Saint Rumi said, ” Yesterday I was clever, so i wanted to change the world. Today I am wise, so I am changing myself.” and ” Rumers are carried by haters, spread by fools and accepted by idiots.” and, ” I am stronger because I know my weaknesses, i am wise because i know i have been foolish and i laugh because i have known sadness.” AND ” NEVER ARGUE WITH STUPID PEOPLE, THEY WILL DRAG YOU DOWN TO THEIR LEVEL AND THEN BEAT YOU WITH THEIR EXPERIENCE.” Finally..”.Never indulge in arguments with foolish, otherwise people will know there are two.”

  Amrut Hazari.

  Liked by 1 person

 6. We human regardless of white black or brown get comfortable with success and get attitude. We become arrogant. And when we become arrogant, other will find this as our weakness and conquar us. History indicate this all over world. Look at British now. 200 hundred years ago they were leading world (sort of speak). This goes for America and American. American nowdays think they are the best in world and their aroogant attitude will bring them down just like every country went down in history. Check this link :

  America is not greatest country in the world yet American like to believe they are the top of the world. Just like we Indian believed in 10th and 12th century…..

  Hopefully, our future success will last longer otherwise you know what they always says: “Hisotry always repeat”

  Liked by 1 person

 7. ચિંતન કરવા જેવી વાત
  હંમણાની સ્ય્હિતીમા આશા બંધાય છે

  Like

 8. બાપુ સરસ અને સમતોલ દૃષ્ટિથી લખાયલો લેખ છે. હું પણ આ વિષયમાં તમારી જેમજ વિચારું છું. આ શ્રેણી આગળ ચલાવતા રહો.

  Like

 9. આપણા પૂર્વજોને ‘ભૌતિક’ પ્રગતિમાં જરા પણ રસ નહોતો તેઓ તો મોક્ષની સાધનામાં મશગુલ હતા. અગસ્ત્ય સંહિતાના થોડા શ્લોકો અનુસાર તે સમયે કોઈએ વીજળીના કોષ બનાવી પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સીજન છુટા પડ્યા હતા. પણ તે શોધ ત્યાં જ દટાઈ ગઈ. કોઈએ જરા પણ આગળ ચલાવી નહિ. કારણ તેને પ્રોત્સાહન મળ્યું જ નહિ. ધનનો ઉપયોગ મોજશોખ કરવામાં અથવા મંદિરો બંધાવવામાં જ થતો. મધ્યયુગના યુરોપમાં કેટલાક ધનિકોએ વૈજ્ઞાનિકો અને ગણિતયજ્ઞોને ટેકો આપેલો તેથી શોધખોળો ચાલતી રહી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s