પ્રણયત્રિકોણીય ભાવાવેશ

પ્રણયત્રિકોણીય ભાવાવેશimages7EMEQRPC

વર્ષો પહેલા રાજકપૂરે બનાવેલું, પ્રણય ત્રિકોણ આધારિત, રાજકપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલા અભિનીત સંગમ મૂવી જોએલું. એના ગીતો આજે પણ ફેમસ છે. ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાજ નાં હોના’, ‘દોસ્ત દોસ્ત નાં રહા’, મૈ ક્યા કરું રામ મુજે બુઢા મિલ ગયા’, વગેરે ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. Casablanca મુવી પણ આવું જ હતું, એમાં પણ બે પુરુષો એક સ્ત્રીને ચાહતા હોય અને સ્ત્રી પણ બંને પુરુષોને ચાહતી હોય તેવી વાર્તા હતી. રાજકપૂરે Casablanca પરથી પ્રેરણા લઈને સંગમ બનાવ્યું હોય તેવું પણ બને. જો કે ભારતીય સંસ્કૃતિનો આદર્શવાદી ટચ ઉમેરી દીધો હોય રાજકપૂરે તે સ્વાભાવિક છે. એકંદરે આખી દુનિયામાં પુરુષો એવું માનતા હોય છે કે એમની સ્ત્રી ફક્ત ને ફક્ત એમને જ પ્રેમ કરે, જો કે એમાં કશું ખોટું છે તેવું નથી કહેતો. પણ ક્યારેક હકીકતમાં એવું હોતું નથી. એક સ્ત્રી બે પુરુષોને ચાહતી હોય તેવું પણ શક્ય છે, શક્ય નહિ હકીકત હોય છે. પ્રણયત્રિકોણના બે જાતના પ્રકાર હોય છે.

એક તો બે સ્ત્રીઓ એક જ પુરુષને પ્રેમ કરતી હોય. એમાં પણ પેટા પ્રકાર જોઈએ તો એક પુરુષ બંને સ્ત્રીઓને સરખો પ્રેમ કરતો હોય અથવા એક ને પ્રેમ કરતો હોય પણ બીજી સ્ત્રી એક તરફી પેલાં પુરુષને પ્રેમ કરતી હોય. ગુપ્ત ફિલ્મમાં આવું જ હતું.

બીજા પ્રકારમાં બે પુરુષો એક જ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને સ્ત્રી બંને પુરુષોને સરખો પ્રેમ કરતી હોય કે એકાદ પુરુષ પરાણે પાછળ પડ્યો હોય. ઘણી વખત સ્ત્રી કન્ફ્યુજ પણ હોય કે કોને પ્રેમ કરવો ? ઘણીવખત એને બંને પુરુષને સરખો પ્રેમ કરવો હોય પણ પાછાં પેલાં પુરુષો માનવા જોઈએ ને ? પુરુષ થોડો જોહુકમી વાળો વધુ હોય એને એની સ્ત્રીને બીજો કોઈ પ્રેમ કરે તે નાં ગમે.

ફિલ્મો બનાવનારા અને નવલકથાઓ લખનારા લેખકો માટે પ્રણય ત્રિકોણ ગરમાગરમ વિષય હોય છે, એમાં એક જ સ્ત્રીને બે પુરુષો પ્રેમ કરતા હોય તેવો પ્લૉટ કૉમન હોય છે, હોટ ફેવરીટ હોય છે. સ્ત્રી પુરુષ પ્રેમમાં પડે છે, ઇચ્છે છે, અને સિલેક્શન કરે છે. ઇચ્છવું અને સિલેક્શન કરવું બંને જુદું હોઈ શકે છે.

images789કહેવાય છે કે પુરુષો માટે બે સ્ત્રીઓ સાથે એક પુરુષ યુનિવર્સલ સેકસુઅલ ફૅન્ટસી છે. પણ હકીકતમાં પોર્નોગ્રાફી રેકૉર્ડ કંઈક જુદું જ કહે છે. હકીકતમાં એક જ સ્ત્રી પર બે કે વધુ પુરુષો આધિપત્ય જમાવતા હોય તેવી પોર્નો વધુ જોવાય છે. પુરુષનું મન બે કે વધુ સ્ત્રીઓ ઇચ્છતું હોય છે તે સામાન્ય છે, પણ પુરુષનું શરીર સ્પર્મ કોમ્પીટીશન ને લીધે સેક્સુઅલી એક સ્ત્રી સાથે વધુ પુરુષો જોઈ ને શારીરિક રીતે જાતીય રીતે વધુ ઉત્તેજિત થતો હોય છે. એનું કારણ કદાચ આપણો ઉત્ક્રાંતિનો ઇતિહાસ હોઈ શકે કે જ્યાં જાતીય વર્તણૂક અને જાતીય રિસ્પૉન્સ બહુગામી સમાજમાં વિકાસ પામેલા હતા.

આપણે હ્યુમન જીનેટીકલી પોલીગમસ છીએ, મનોગમી ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં નવી વાત છે. આપણો પ્રાચીનતમ સમાજ બહુગામી હતો જ્યાં સ્ત્રીપુરુષને એકબીજાને પામવા સખત હરીફાઈનો સામનો જાણતા કે અજાણતાં કરવો પડતો હતો ફક્ત સેક્સ માટે નહિ ગર્ભધારણ ઉપર પોતાનો કાબૂ મેળવવા માટે પણ. આજે મનોગમસ સમાજમાં પુરુષને ચિંતા હોય નહિ, એની સ્ત્રી એના દ્વારા જ ગર્ભધારણ કરવાની છે. સ્ત્રીને પણ ખબર હોય કે તે કોના દ્વારા ગર્ભવતી બનવાની છે. પણ લાખો વર્ષ સુધી આવું હતું નહિ. એટલે પુરુષો અચેતનરૂપે(unconsciously) આવા જાતીય સંકેતો ને અનુસરતા હોય છે તેમ સ્ત્રીઓ પણ.

એટલે જ્યારે એક સ્ત્રી ઉપર બે પુરુષો આધિપત્ય જમાવતા હોય કે એવો પ્રયત્ન કરતા હોય ત્યારે પુરુષો unconsciously પોતાને વધુ ઉત્તેજિત અનુભવ કરતા હોય છે કે કોણ આ હરીફાઈમાં જીતી સ્ત્રીને ગર્ભવતી બનાવે. એક આકર્ષક સંશોધન એવું કહે છે કે મનોગમસ રિલેશનશીપમાં ઓવુલ્યેશન (અંડમોચન) સમયે સ્ત્રી કહેવાતી બેવફા બનવા આકૃષ્ટ થઈ શકે છે નાં બને તે વાત જુદી છે. વધુમાં શંકાસ્પદ સ્ત્રી પ્રાથમિક પાર્ટનર સિવાય બીજા પુરુષ સાથે વધુ કામાવેશની પરાકાષ્ઠા અનુભવી શકે છે, ખાસ તો જો બીજો પુરુષ “cad” ટાઈપનો હોય તો. Cad એટલે એમના હાઈ લેવલ testosterone ની અસરને લીધે સ્વમતાગ્રહી, દુરાગ્રહી, અડગ, ઉદ્ધત, તોફાની, કૃત નિશ્ચયી, ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ સાથે પથારીએ પથારીએ કુદકા મારનારા. એના વિરુદ્ધમાં “dad” ટાઈપ એટલે દયાળુ, હુંફાળા, વિશ્વાસુ, કાળજી રાખનારા, સાંજ પડે ઘર ભેગાં, બાળકો અને સ્ત્રીને સાચવનારા. શંકાસ્પદ સ્ત્રી ઘેર આવે ત્યારે એનો પ્રાથમિક dad ટાઈપ પાર્ટનર પણ સેક્સમાં વધુ જોશીલો અને રફ બની શકે છે ખાસ તો બેવફાઈ દ્વારા ફળદ્રુપ બની ચૂકેલા અંડને સ્થાનભ્રષ્ટ કરવા. જો કે રસપ્રદ સંશોધન એવું પણ કહે છે કે આવી શંકાસ્પદ સ્ત્રી પ્રાયમરી પાર્ટનર જોડે સંસર્ગ કરવા ૨૪ કલાક રાહ જુએ છે. મતલબ બીજા પુરુષ દ્વારા ગર્ભધારણનાં ચાન્સ વધારવા સ્ત્રી ૨૪ કલાક માટે કાયમી પાર્ટનર જોડે સંસર્ગના સંજોગો નિવારી લેતી હોય છે. આ બધું unconsciously થતું હોય છે, અને પ્રણય ત્રિકોણમાં બે પુરુષો વચ્ચે અટવાતી સ્ત્રીઓ બાબતે ખાસ બનતું હોય છે. એક ને વફાદાર કહેવાતા સ્ત્રીપુરુષોએ ચિંતા કરવાની જરૂર નથી. untitled478

પુરુષો એમના genes દૂર દૂર અને વિસ્તૃત ફેલાય તેમ ઇચ્છતા હોય છે તો સામે સ્ત્રીઓ લિમિટેડ એગ્સ ધરાવતી હોવાથી વધુ સિલેક્ટીવ હોય છે. બે પુરુષોના પ્રણયમાં અટવાતી સ્ત્રીની મુખ્ય આશા તો વધુ સારા genes ની હોય છે, બે પુરુષો એના માટે કોમ્પીટીશનમાં ઊતરી જે જીતે સ્ત્રીને તો ગેરંટી છે જ વધુ સારા genes મળવાની. એક કરતા વધુ પુરુષો ચાહતા હોય ત્યારે સ્ત્રીને પણ એની પોતાની કિંમત વધુ સમજાય છે. એને લાગે છે તે વધુ કિંમતી છે, વધુ પાવરફુલ છે તો એનો આત્મવિશ્વાસ પણ વધે છે.

સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી  masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે.  જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ,  થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં  “dads” કહેવાય તેવા હુંફાળા,  વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.

‘સંગમ’ ફિલ્મમાં રાજકપૂર cad ટાઈપ બતાવેલા અને જીતેલા પણ ખરા. તો ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં અજયભાઈ dad ટાઈપ બતાવેલા અને જીતેલા તો સલમાનભાઈ cad ટાઈપ હારેલા બતાવેલા. આ સલમાનભાઈ હકીકતમાં cad ટાઈપ તો નથી ને ? કોઈ લોંગ ટર્મ રિલેશનશીપ બાંધવા તૈયાર જ થતું નથી ? જસ્ટ મજાક કરું છું. ધડકન ફિલ્મ પણ આવી પ્રણય ત્રિકોણ વાળી હતી. જો કે આપણી બે પુરુષો વચ્ચે અટવાતી એક સ્ત્રીનાં પ્રણય ત્રિકોણ ધરાવતી ફિલ્મોમાં ભારતીય સંસ્કાર પ્રમાણે છેવટે સ્ત્રી એના પતિ ને વફાદાર બતાવવામાં જ આવે છે ભલે તે dad હોય કે cad પતિ હોવો જોઈએ. સ્ત્રી પતિ ને છોડી પ્રેમી સાથે ગઈ હોય તેવી હિન્દી ફિલ્મો હશે પણ મેં જોઈ નથી. imagesJ9MRY8EA

Tyra Banks નો શો આવતો હતો અહીં. એમાં આમ તો ઈલીગલ કહેવાય છતાં એક સ્ત્રી બે પતિઓ સાથે રહેતી હતી તેની સાથેની વાતચીત બતાવેલ. આમ તો અમેરિકામાં પોલીગમી ગેરકાયદે છે એટલે એણે એક પુરુષ સાથે લગ્ન કરેલા અને બીજો એમની સાથે એમજ રહેતો હતો. એને એક બાળક પણ હતું. એના કહેવા પ્રમાણે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હતી. એના બાળકને બે પિતાઓનો પ્રેમ મળતો હતો. એ જોબ ઉપર હોય ત્યારે એને કોઈ ચિંતા નાં હોય એક પિતા તો એના બાળકની કાળજી રાખવા ઘેર હોય જ. બીજું એને બે પુરુષો સરખું જ ચાહતા હતા અને તે પણ બંને પુરુષોને સરખો જ પ્રેમ કરતી આમ દુનિયાની તે સૌથી સુખી સ્ત્રી હતી.

7 thoughts on “પ્રણયત્રિકોણીય ભાવાવેશ”

  1. આવી ફિલ્મ-જ નાં જોવાય …જે તમને સમજાવે કે તમારા સિવાય બીજું કોઈ તેને ચાહે છે … એટલે તમે રાહ જુવો … કારણકે પ્રેમ કરવાની છૂટ બંને પક્ષે સરખી છે … તમે દુરાગ્રહ રાખી અને દુ:ખી થાવ તેના કરતાં સમ-ભાવ રાખી અને સહ-સંમતી પ્રેમ કરો કે દુર થાઓ … બાકી “સેક્સ”માં ભાગ? … ક્યારેય નહિ
    .
    એટલે તે 3-ખૂણામાંથી જેને જે ખૂણો પકડવો હોય તે પકડે … છોકરી પ્રેમિકા રૂપે આપણે ખૂણે આવવી જોઈએ …બસ …
    .
    અને નાં આવે તો …
    તો આપણે એવા નક્કામાં ખૂણે આહ-ભરતાં રાહ જોવાની ક્યા ટેવ છે?….
    તું નહિ તો ઓર સહી …
    .
    દિલ પે મત લે યાર … ડોન્ટ’બી સેન્ટી …

    Liked by 1 person

  2. LOL Jayendrabhai.

    Bhupendrabhai have touch a ‘reality’. Now and then everyone would like to eat Mistaan. Daily Daal-bhat ma boring thai javaai.

    It is normal for human to think and fantasize about 3rd person. It doesnot matter if you are male or female. According to American Medical Journal, 78% of adult have commit or have experience sexual pleasure outside their marraige. Experiencing what fill right is best way to treat yourself. If you do not then you are cheating your self.

    I believe that one should have open relationship and should communicate their desires.

    As far as male having multiple female partner. Even though desire is their, we, male will fail to satisfied multiple female at same time. This is not our fault. Our creator has created us in this fashion. For female, thay are created in way where they have advantage over us male.

    Liked by 1 person

  3. બાપુ પ્રાણી જગતના બધાજ સમિકરણો માનવ જીવન સાથે જોડતા આવ્યા છે. એમની વાત ખોટી પણ નથી. માનવો પણ પ્રાણી તો ખરા જને! પણ પ્રાણી પ્રાણીમાં પણ થોડો ભેદ સમજવો રહ્યો. મને તો લેખ અને મનોવૈજ્ઞાનિક સચોટ સંદર્ભો ગમ્યા.

    Like

  4. બધી ફિલ્મોનો વિષય એકસરખો પ્રણયત્રિકોણ હોવા છતાં પુનરાવર્તન તો દૂરની વાત છે, એકનો બીજી પર પડછાયો પણ પડવા દીધો નથી! ‘ચાંદની અને દિલ તો પાગલ હૈ’નો કથાવસ્તુ વચ્ચે ઝાઝું અંતર નહોતું છતાં કુશળતાપૂર્વક સમાન્તર જાળવી રાખ્યું છે. ગુમરાહ, સિલસિલા અને કભી કભી જેવી ફિલ્મો એનાં પાત્રોને કારણે એકબીજાની ખૂબ જ નિકટ હોવા છતાં અભિવ્યક્તિની ભિન્નતાએ ત્રણે ફિલ્મોને નોખી પાડે છે. આ ત્રણે ફિલ્મો યશ ચોપડાની હથોટી પ્રમાણે પ્રણયત્રિકોણ પર જ આધારિત છે, પરંતુ એ ત્રિકોણના ત્રણે ખૂણા પર પરણિત યુગલો ઊભા રાખીને સામાન્ય પ્રણયત્રિકોણથી નોખા ત્રિકોણના આપણને દર્શન કરાવે છે! ‘સિલસિલા’ જેવી ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રેખા અને જયા ભાદૂરીની કહેવાતી અંગત અને રિયલ લાઇફને કટ ટુ કટ રિયલમાંથી રીલમાં ઊતારીને પ્રેક્ષકોની માનસિકતાને એ ત્રણેનાં અંગત સંબંધથી છલોછલ કરી નાખી હતી. ફિલ્મી પડદા પરના આ પ્રણયત્રિકોણને લોકો અંગત જીવનમાં જોતા અને વિચારતા થઇ ગયા હતા. આ ત્રિકોણને રિયલમાં પ્રસિદ્ધિ નહોતી મળી એટલી રીલ દ્વારા મળી! ફિલ્મ ‘સિલસિલા’ ન બની હોત તો ઉક્ત ત્રિકોણ ભુલાઈ ગયું હોત!

    Like

  5. બીજા પ્રકારમાં બે પુરુષો એક જ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને સ્ત્રી બંને પુરુષોને સરખો પ્રેમ કરતી હોય કે એકાદ પુરુષ પરાણે પાછળ પડ્યો હોય. ઘણી વખત સ્ત્રી કન્ફ્યુજ પણ હોય કે કોને પ્રેમ કરવો ? ઘણીવખત એને બંને પુરુષને સરખો પ્રેમ કરવો હોય પણ પાછાં પેલાં પુરુષો માનવા જોઈએ ને ? પુરુષ થોડો જોહુકમી વાળો વધુ હોય એને એની સ્ત્રીને બીજો કોઈ પ્રેમ કરે તે નાં ગમે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s