જિસસ ક્રાઈસ્ટ ઐતિહાસિક કે દંતકથા ?

images-=0જિસસ ક્રાઈસ્ટ ઐતિહાસિક કે દંતકથા ?

આપણે પુરાણો લખ્યા છે ઇતિહાસ નહિ, પણ ગ્રીક અને રોમનોએ તો પુરાણો સાથે ઇતિહાસ પણ લખ્યા છે. ઇતિહાસ મરોડવામાં આવ્યા હોય તે શક્ય અને જુદી વાત છે. આપણે રામાયણ, મહાભારત અને બીજા પુરાણો દ્વારા જાણીએ છીએ કે રામ અને કૃષ્ણ હતા. પણ આ બધા કાવ્યો છે કોઈ ઇતિહાસ નહિ. જોકે આપણે ત્યાં રામ-કૃષ્ણ ઐતિહાસિક છે કે પૌરાણિક એવી શંકા કરવી પણ પાપ છે. શંકા કરીએ તો નાશ થાય. પણ જિસસ ઐતિહાસિક હતા એવું સર્વસામાન્ય મનાય છે. હવે નવું ઐતિહાસિક સંશોધન સ્પષ્ટ પુરાવા શોધી શકતું નથી કે જિસસ ખરેખર હતા. આમ હવે જિસસ હતા નહિ તો જિસસની ક્રિશ્ચયાનીટી ધર્મ તરીકે mormonism અને બીજા ધર્મોની જેમ દંતકથાઓ આધારિત ગુંથી કાઢવામાં આવી હોય તેવી શક્યતા છે. ઘણાબધા ઐતિહાસિક સંશોધન કરતા પંડિતો જિસસ યુગના (Jesus-era) લેખકોના લેખન કાર્યમાંથી જિસસ વિશેની પ્રમાણભૂતતા શોધવા મથતા હોય છે.

Michael Paulkovich નામના એક લેખકે Free Inquiry, vol 34 issue 5 માં ગોડ ઓન ટ્રાઇઅલ્ નામનો એક સરસ સંશોધનાત્મક લેખ લખ્યો છે. પૌલ્કોવીચને ઇતિહાસમાંથી જિસસનાં અસ્તિત્વના પુરાવાઓની આશ્ચર્યકારક ગેરહાજરી મળી છે. ખાસ તો હિસ્ટોરિયન Flavius Josephus જેણે તેનું Jewish Wars circa 95 CE પબ્લિશ કરેલું તે ઇસુનો સમકાલીન અને નઝારેથ થી ફક્ત એક માઈલ દૂર Japhia માં રહેતો હતો છતાં તે જિસસ અને Nazareth બંનેથી અજાણ હતો. જોકે ઘણા ઇતિહાસકારોના કામમાં પાછળથી જિસસ વિષે બીજા લોકોએ ઘુસાડી દીધું હોય તેવું પણ મનાય છે તેવું Josephus દ્વારા લખાયેલામાં પણ થયું છે તેવું માનવું છે.

જોકે Paulkovich ભાઈએ જોસેફ્સ સાથે બીજા ૧૨૬ ઇતિહાસકારોને તપાસ્યા છે કે જેઓ જિસસના સમકાલીન કે આસપાસના ગાળામાં થયેલા ને જિસસના અસ્તિત્વ વિષે વાકેફ હોવા જોઈએ પણ હતા જ નહિ. દાખલા તરીકે કૃષ્ણ ગોકુળમાં રહેતા હોય અને તેમનો સમકાલીન ઇતિહાસકાર મથુરામાં રહેતો હોય અને તે કોઈ ઐતિહાસિક પુસ્તક લખે તો કૃષ્ણના પરાક્રમો વિષે વાકેફ હોવો જોઈએ અને એના ગ્રંથમાં કૃષ્ણ વિષે કઈક તો લખેલું મળવું જોઈએ. પણ આવો મોટો ઇતિહાસકાર ગોકુલ નજીક મથુરામાં જ રહેતો હોય અને કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ જ નાં કરે તો શંકાસ્પદ લાગે. જસ્ટ આ તો સમજવા માટે દાખલો આપ્યો છે. ચાલો આવો એક ઇતિહાસકાર ભૂલ કરે પણ આવા ૧૨૬ ઇતિહાસકારો જે કૃષ્ણના સમકાલીન હોય અથવા આસપાસના વર્ષોમાં થયા હોય અને કૃષ્ણ જેવા મહાપરાક્રમી વિષે જાણતા જ નાં હોય તે માની શકાય ખરું? જિસસની આશ્ચર્યકારક ગેરહાજરી paulkovich ને જિસસ યુગના ૧૨૬ ઇતિહાસકારોના લખાણોમાંથી મળી છે. ખુદ જિસસે જાતે કશું લખ્યું નથી તો ૧૨૭માં જિસસ પણ એમાં આવી જાય એવો paulkovich નો દાવો છે. પહેલી થી ત્રીજી સદી સુધીના કેટલાય રાઈટર જિસસ થી અજાણ હતા.

અરે બીજી સદીના ક્રિશ્ચિયન ફાધર Athenagoras નાં કોઈ પણ લખાણમાં જિસસ શબ્દ જ નથી વપરાયો. શું તેઓ એમના મુક્તિદાતા ને જાણતા જ નહિ હોય? નવાઈ જેવું લાગે છે ને? કોઈ ભૂલ હશે ? ના; Athenagoras એક પવિત્ર જુના ક્રિશ્ચિયન હતા જે જિસસ થી વાકેફ નહોતા. બાઈબલે પવિત્ર ગણેલા કલાકાર જે પહેલા Saul of Tarsus તરીકે ઓળખાતો એના મુક્તિદાતાને ભૂલી ગયો હતો, આ પૌલ વર્જિન મધર, જીસસના વતન અને એમની લાઈફ ઇવેન્ટથી અજાણ હતો. પૌલે કદી લખ્યું નથી કે જિસસ પૃથ્વી પર આવ્યા હતા. આમ જિસસ હતા કે નહિ, ઐતિહાસિક છે કે દંતકથા આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે પણ હવે એના સાચા ઉત્તર શોધવા તો મૂશ્કેલ જ છે.

મુખ્ય ધર્મોના આવિર્ભાવ માટેના કારણો જુદા જુદા હોય તેવું માનવાને કોઈ કારણ નથી. તર્કટ ધીમે ધીમે માનવંતા ધર્મ બની જતા હોય છે. શા માટે ઘણાબધા કહેવાતા બુદ્ધિશાળી લોકો ધાર્મિક ઉપજાવી કાઢેલી વાતો(religious fictions) ને માની લેતા હોય છે. એવું કહી શકાય કે આ લોકો સુયોજીત ધર્મ(organized religion) અને હિંમતભર્યા તર્કટ(confidence rackets) વચ્ચેનો ભેદ પારખી શકતા નથી.

અમેરિકન ઇન્ડિયન ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ગાંધીએ “કુમારે” નામની બહુ સરસ ફિલ્મ ૨૦૧૧માં બનાવી હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. આજે પણ મારા નેટફ્લીક્સ એકાઉન્ટ ઉપર જઈને મારા આઇફોનમાં હું આ ફિલ્મ જોઈ શકું છું. વિક્રમ ગાંધીએ ભારતના કહેવાતા યોગીઓ, સાધુબાવાઓ અને એમના સંપ્રદાયોનો ખુબ અભ્યાસ કરેલો. એમને લાગ્યું કે પવિત્ર મહાપુરુષો હિંમતવાળા ઠગ લોકો સિવાય બીજું કાઈ નથી. વિક્રમ ગાંધી પોતે વાળ-દાઢી વધારીને સાધુ બને છે. અમેરિકામાં રહેતા હોવાથી ભારતની બોલચાલની શૈલી વિકસાવે છે જેથી અમેરિકનોમાં ઓળખાઈ જાય નહિ અને ઇમ્પ્રેશન પડે. પોતે ‘શ્રીકુમારે’ નામ ધારણ કરી ભારતના કોઈ કલ્પિત ગામથી અમેરિકા પધાર્યા છે તેવું જાહેર કરે છે અને પોતાનો બોગસ રહસ્યવાદી કલ્ટ એરિઝોનામાં શરુ કરી દે છે. આ ભારતની વાત નથી પણ અમેરિકા જેવા દેશમાં પંથ ઉભો કરીને સમર્પિત ચેલાઓનું આખું ગ્રુપ ઉભું કરી દે છે. આ એક રીઅલ પ્રયોગ કરીને ગમે તે બહાને ફિલ્માવી લેવામા આવે છે. લોકોને એમના જીવનના પ્રશ્નોમાં કાઉન્સલિંગ ની જરૂર હોય છે. આ હિંમતવાળા ભેજાબાજોનો  જાદુ ચાલી જતો હોય છે કારણ પીડિતોને જે સાંભળવું હોય તે સિફત થી કહી દેવામાં ચાલક હોય છે. એક સમય પછી શ્રીકુમારે પોતે અસલી વિક્રમ ગાંધી તરીકે પ્રગટ થાય છે. બધાને સમજાવે છે કે આ બધું ખોટું જ છે. ખરેખર જોવા જેવી ફિલ્મ છે.

ઓર્ગેનાઈઝ્ડ ધર્મો ને અનેક સાંપ્રદાયિક ધૃષ્ટતા ભરેલા તર્કટો વળગેલા હોય છે જે જાતે દહાડે રિસ્પેક્ટેડ ધર્મ બની જતા હોય છે અને પછી ઓર્ગેનાઈઝ્ડ ધર્મ.

માહિતી સ્ત્રોત અને સૌજન્ય: Michael Paulkovich is an aerospace engineer and freelance writer, a frequent contributor to Free Inquiry and Humanist Perspectives magazines, a contributing editor at The American Rationalist, and a columnist for American Atheist. His book No Meek Messiah was pusblished in 2013 by Spillix.

ચૂપ ઇતિહાસકારો-લેખકો.

  • Aelius Theon
  • Albinus
  • Alcinous
  • Ammonius of Athens
  • Alexander of Aegae
  • Antipater of Thessalonica
  • Antonius Polemo
  • Apollonius Dyscolus
  • Apollonius of Tyana
  • Appian
  • Archigenes
  • Aretaeus
  • Arrian
  • Asclepiades of Prusa
  • Asconius
  • Aspasius
  • Atilicinus
  • Attalus
  • Bassus of Corinth
  • C. Cassius Longinus
  • Calvisius Taurus of Berytus
  • Cassius Dio
  • Chaeremon of Alexandria
  • Claudius Agathemerus
  • Claudius Ptolemaeus
  • Cleopatra the physician
  • Cluvius Rufus
  • Cn. Cornelius Lentulus Gaetulicus
  • Cornelius Celsus
  • Columella
  • Cornutus
  • D. Haterius Agrippa
  • D. Valerius Asiaticus
  • Damis
  • Demetrius
  • Demonax
  • Demosthenes Philalethes
  • Dion of Prusa
  • Domitius Afer
  • Epictetus
  • Erotianus
  • Euphrates of Tyre
  • Fabius Rusticus
  • Favorinus Flaccus
  • Florus
  • Fronto
  • Gellius
  • Gordius of Tyana
  • Gnaeus Domitius
  • Halicarnassensis Dionysius II
  • Heron of Alexandria
  • Josephus
  • Justus of Tiberias
  • Juvenal
  • Lesbonax of Mytilene
  • Lucanus
  • Lucian
  • Lysimachus
  • M. Antonius Pallas
  • M. Vinicius
  • Macro
  • Mam. Aemilius Scaurus
  • Marcellus Sidetes
  • Martial
  • Maximus Tyrius
  • Moderatus of Gades
  • Musonius
  • Nicarchus
  • Nicomachus Gerasenus
  • Onasandros
  • P. Clodius Thrasea
  • Paetus Palaemon
  • Pamphila
  • Pausanias
  • Pedacus Dioscorides
  • Persius/Perseus
  • Petronius
  • Phaedrus
  • Philippus of Thessalonica
  • Philo of Alexandria
  • Phlegon of Tralles
  • Pliny the Elder
  • Pliny the Younger
  • Plotinus
  • Plutarch
  • Pompeius Saturninus
  • Pomponius Mela
  • Pomponius Secundus
  • Potamon of Mytilene
  • Ptolemy of Mauretania
  • Q. Curtius Rufus
  • Quintilian
  • Rubellius Plautus
  • Rufus the Ephesian
  • Saleius Bassus
  • Scopelian the Sophist
  • Scribonius
  • Seneca the Elder
  • Seneca the Younger
  • Sex. Afranius Burrus
  • Sex. Julius Frontinus
  • Servilius Damocrates
  • Silius Italicus
  • Soranus
  • Soterides of Epidaurus
  • Sotion
  • Statius the Elder
  • Statius the Younger
  • Suetonius
  • Sulpicia
  • T. Aristo
  • T. Statilius Crito
  • Tacitus
  • Thallus
  • Theon of Smyrna
  • Thrasyllus of Mendes
  • Ti. Claudius Pasion
  • Ti. Julius Alexander
  • Tiberius
  • Valerius Flaccus
  • Valerius Maximus
  • Vardanes I
  • Velleius Paterculus
  • Verginius Flavus
  • Vindex

22 thoughts on “જિસસ ક્રાઈસ્ટ ઐતિહાસિક કે દંતકથા ?”

  1. ફક્ત “જીસસ”જ શું કામ? … રામ -કૃષ્ણ પણ કથાઓના પાત્ર-જ તો છે … અને તે વાર્તાના રચયેતાના નામ પણ જગ જાહેર છે … તો પણ કોઈ માનવા તૈયાર છે ખરું કે તે “મહા-કાવ્ય કે ગધ્ય” નાં એક મહાન-પાત્ર છે … એજ રીતે કે જે રીતે “દિવાર” ફિલ્મનો “વિજય” અમિતાભ બચ્ચન … ઉસ્તાદ-ઠગ-લોકો વાર્તા-ફિલ્મ-પૌરાણિક ગ્રંથોનાં પાત્રને ભગવાન માની અને … તેની સ્થાપના કરી લોકને તેમની આસ્થા વેચી “કરોડો-કમાવા”નો કે પછી કમ-સે-કમ પોતાનું ઘર ચાલી શકે એટલું તો કમાવી-જ શકે … લગભગ 30-વર્ષ પહેલાં “સંતોષી-માતા” ફિલ્મ આવી અને સંતોષી માતાના મંદિરોની “ફ્રેન્ચાઈઝીસ” ઠેર-ઠેર ખુલી ગઈ અને તેમના દાન પાત્ર ઉભરાઈ ગયા …હમણાં ગુજરાતમાં પણ આવી ફિલ્મ “માતાજી” ઉપર બની અને ત્યાં બેરહેમીથી ઘી ની નદીઓ વહ્યી રહ્યી છે …અને તે રીતે ઠેર-ઠેર આવા “તૂતક” વિશ્વભરમાં ચાલે છે …ધાર્મીકો પોતાની આસ્થા ખરીદે અને ધર્મસંસ્થા કે ધર્મગુરુઓ તેવા “અંધ-શ્રધ્ધાળુ”ઓનાં રૂપિયે -જમીને -જોરુએ જલસા કરે …
    .
    “સદીઓથી ધર્મ એ ધંધો-જ છે …”
    .
    તો પણ –
    તે બાઈબલ હોયકે ગીતા કે હોય કુરાન …
    વાત તો એકજ છે કે – “માનવ ધર્મ અપનાવો” …
    .
    પરંતુ તેને “તોડી-મરોડી”ને લોકોને ઈશ્વરથી “ડરાવી” કે અર્થ-હીન “મોક્ષ” ની વાતો કરી … જુઠ્ઠાણું ફેલાવી પોતાની અનુયાયીઓની હાટડી ચલાવતા પાદરી-મૌલવી-સાધુ સંતોને તેમની ઠગાઈ-લુચ્ચાઈને પડકારવાની જરૂર છે … લોકોને “ઈશ્વર”થી ડરાવતા તત્વોનો સૌપ્રથમ નાશ કરવાની જરૂર છે …
    .
    સૌ-પ્રથમ માનવધર્મ એટલે પોતાના ધર્મમાં રહેલી અંધ-શ્રધ્ધા કબુલી તેને અંધ-શ્રધ્ધાનો નીતિ-નિષ્ઠાથી વિરોધનો સંકલ્પ કરવો … અને તેનો વોરોધ પાદરી-મૌલવી-સ્વામી સાધુઓ સામે કરવો … તે વગર આ વિશ્વમાં “માનવ” ધર્મ પ્રવર્તમાન થાય તે શક્ય નથી …

    Liked by 1 person

  2. સુંદર સંશોધન

    જહાં અનુરાગ પલતા હૈ વહાં દુજા નહી હોતા,

    વિભિષણ રામ કે ભકત હૈ સબ જાનતે હૈ,

    મગર જો દેશદ્રોહી હે વો પુજા નહીં જાતા.’’

    Like

  3. જીસસ કદાચ જીવ્યા હશે અને લોકોને સદુપદેશ પણ આપ્યા હશે. પરંતુ તેમના પુનર્જીવન (resurrection) ને જે મહત્વ આપવામાં આવે છે તે ખોટું છે. તેનો હેતુ શો હતો તે સ્પષ્ટ નથી. ક્રોસ પર તેમની હત્યા થઇ તે પહેલા જે રીતે ઉપદેશ આપતા હતા, ચમત્કારો કરતા હતા, દંભી પુજારીઓ વિરુદ્ધ વાંધો ઉઠાવતા હતા તેમાંની કોઈ પણ પ્રવૃત્તિ પુનર્જીવન બાદ કરી નહોતી. ન તો તેમણે જનતાને જાણ કરી હતી કે તેઓ ફરીથી જીવતા થયા હતા. જાણે સત્તાવાળાઓના ત્રાસથી ડરી ના ગયા હોય. થોડા નજીકના શિષ્યો સાથે રહ્યા. તેમનું મરણ પણ થયું નહોતું પણ (બાઈબલ અનુસાર) તેઓ સદેહે આકાશમાં (સ્વર્ગમાં) ચડી ગયા હતા (ascended to the heaven). તેથી તેમની કોઈ કબર (grave) કે સમાધિ (sepulcher) નથી.
    લોકપ્રિય નાયકો વિષે તેમના અનુયાયીઓ તેમના વખાણ કરવા માટે કિસ્સાઓ ઉપજાવી કાઢતા હોય છે તેવું અહીં પણ બન્યું હશે તેમ લાગે છે.

    Liked by 1 person

    1. માનનીય પ્રવિણ સાહેબ, સવિનય સપ્રેમ નમસ્કાર…..

      કુરુક્ષેત્રમાં કયા ધર્મનો વિજય થયો અને કયા ધર્મનો પરાજય થયો એ આપના આત્માના પ્રકાશે મને સમજાવશો સાહેબ, આપનો ઘણો ઉપકાર ગણીશ……

      Like

    2. વિજ્ઞાનથી વિકાસ નથી પણ વિનાશ જરુર થઈ જશે……. એના બદલે આત્મિક ઉધ્ધારથી જ પૃથ્વિ પર શાંતિ સ્થપાશે, મહાત્મા ગાંઘીજીના જેમ, નહિ તો હિટલર, મુસોલીની, એલેક્ષાંડર વગેરે નષ્ટ થઈ ગયા અને ઈતિહાસ બની ગયા……….. બાઈબલ વાંચો અને આત્મિક બનો……

      Like

  4. જગતમાં એક જ મહાતેજસ્વી પ્રભુ યેશુ નામના સુર્યથી પણ મહા તેજસ્વી તારલાને ઝાંખો પાડવા અસંખ્ય પરપ્રકાશીત તારલાઓ જગતમાં ટમટમીને નષ્ટ થઈ અદ્રશ્ય પણ થઈ ગયા છે એટલે મારે કશું પણ વધુ લખવાની જરુર જ નથી પડતી, મે પણ શરુઆત પ્રભુ યેશુના વિરોધથી જ કરેલો પણ ઉંડે ઉતરી ખોળગત કરતા મારો જ ઉધ્ધાર થઈ ગયો…… વધુ ન લખતા ભાઈ ચિરાગના જ બ્લોગ પરથી મળી આવેલી અલગ અલગ ટીપ્પણીઓ પ્રભુ યેશુની મહિમા રુપે હું અહિ જોડુ છુ……….

    Ramesh Patel January 4, 2010 at 4:51 pm
    આપના અભ્યાસુ માનસ અને જીજ્ઞાશાથી નવા રાહે વિચારવાનું મળે છે.પણ
    આજે અસ્તિત્તવમાં આવેલી પ્રથાના પણ કોઈ સંજોગોતો હશે.ઈશુ ભગવાનના
    વિચારોથી ઘણા ના જીવનને રાહ મળેછે અને તારા કે ખગોળિય ઘટના ઘટી કે
    નહીં પણ કલ્યાણ દીવડાતો પ્રગટ્યા જ છે.અનુયાઈઓ દ્વારા ખોટા રસ્તાપણ
    બનતા રહે છે.
    નવા વર્ષના અભિનંદન..ચીરાગભાઈ
    રમેશ પટેલ(આકાશદીપ)
    પરદેશમાં
    http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit
    With regards
    Ramesh Patel(Aakashdeep)
    Reply
    રાજેશ પડાયા March 18, 2010 at 7:19 pm
    શુ ભાઈ ચિરાગ, મે ખોધ્યો પહાડ અને તમે આવુ છછુંદર દેખાડ્યુ, અન મારુ સાહેબનો શુ દેખાડુ તમે તો હાઈલી ક્વોલીફાઈડ પ્રોગ્રામર, અમેરીકા સેટલ થ્ઈને હજુ બાઈબલ નથી વાંચ્યુ, એ વાંચી લો પછી વિવાદ કરો, બીજા કોઈનો સહારો ના લો, પોતાના આત્માનો સહારો લો તો પ્રભુ તમને હજુપણ ઉંચે લઈ જશે નહિ તો આવા ક્ષુલ્લ્ક સવાલોમાં નામ કમાતા રહેજો સાહેબ્……અને હા અમેરીકનો,યુરોપિયનો હવે ખ્રિસ્તી નથી રહ્યા અને સ્વછ્દી બની ગયા છે એટલે તો પરમેશ્વરે તેઓથી મોં ફેરવી લીધુ છે અને બોંબ બ્લાસ્ટ વદી રહ્યા છે,અને હા બાઈબલંમાં જ અમેરીકાની પડતીની ભવિષ્યવાણી લખાયેલી પડી છે, ગમે ત્યારે બધા ભારતિયોને ત્યાંથી પલાયન કરવુ પડશે, ભાગી આવજો નહિ તો ભારે પડશે…
    Reply
    ચિરાગ March 18, 2010 at 9:59 pm
    રાજેશભાઈ, તમે ભારતીય શાસ્ત્રો વીશે સવાલો કરો તે પહાડ અને હું બાઈબલ વીશે સવાલો કરું તે છછુન્દર ગણી કાઢવાનું?
    તમે એમ કેમ માની લીધું કે મેં બાઈબલ નથી વાંચ્યું? મારી પાસે વર્ષોથી ગુજરાતીમાં બાઈબલ છે અને વર્ષો પહેલાં મેં વર્લ્ડ બાઈબલ સ્કુલનો કોર્સ પણ કરેલો છે.
    તમે પ્રભુનો સહારો લેવાનું કહો છો એમ મેં કોઈ વ્યક્તીનો કે પ્રભુના કોઈ સ્વરુપનો સહારો લીધો છે.
    તમે પોપને તો ખ્રીસ્તી માનો છોને? એ જ ઈટાલીમાં અને એની બાજુમાં ભયન્કર ભ્રષ્ટાચાર અને વીતન્ડાવાદ ચાલે છે. અમેરીકનો જેટલા પ્રમાણીક અને માનવીય જીન્દગીની કીમ્મત કરતા લોકો મેં તો જોયા નથી. અમેરીકામાં ક્યાં બ્લાસ્ટ થાય છે?
    Reply
    રાજેશ પડાયા March 19, 2010 at 4:53 am
    અરે ના ભાઈ ના, હુ તમને ખરેખર જ પ્રેમ કરુ છે, માન આપુ છુ, આ તો મને એમ કે હુ કોઈ પહાડ જેવો સવાલનુ ચિત્ર લઈ ને બેઠો હતો, પણ તમે તો સાવ જ ક્ષુલ્લક પણ મહત્વનો સવાલ કર્યો જે મે તરત જ વાચ્યો, બાઈબલમાં ઘણા સવાલો છે જેને પ્રભુઈસુ ખુદ કહે છે કે એ સવાલોના જવાબો પરમેશ્વરે પોતાની પાસે રીઝર્વ રાખ્યા છે, એટલે એના જવાબ બુધ્ધિથી નહિ ક્યારેક જેમ તમે સપનાઓ જોવો છો એમ મને પ્રભુ બતાવશે ત્યારે કહિશ ત્યાં સુધી હુ એનો જવાબ મારી બુધ્ધી અને આત્માથી આપવા કોશિશ જરુર કરીશ અને હા તમારુ ઉંડાણભર્યુ નોલેજ જોઈને ઈર્ષાળુ માન ઉપજે (પાપ નહિ હો)છે એકંદરે આખા જગત પર ખ્રિસ્તિઓનુ રાજ છે જે પ્રભુ ઈશુનુ રાજ દેખાડે જે બાઈબલનેી ભવિષ્યવાણી સત્ય થઈ છે છેલ્લા એક હજાર વરસોમાં, જોકે હવે એ થોડુ મોળુ પડેલુ લાગે છે પણ છેવટની સત્તા તો બાઈબલની જ રહે છે, રહે સદા કે લીયે… પુછો કેમ્?
    Reply
    રાજેશ પડાયા March 19, 2010 at 5:18 am
    પોપ ની વાતો એ મારા રુઢિવાદી પંથને કાંઈ લેવા દેવા નથી, કેમ કે પોપ તો રોમન કેથોલીક જે ઉદારમતવાદી ભારતીયોના જેવા જ છે જેમા ભજન ગાવા, પ્રચાર કરવાની મનાઈ છે. તેઓ બધુ જ કરે છે, જે પરમેશ્વરની મનાઈ છે. તેઓનો આત્મા નષ્ટ થઈ ચુકેલો છે, જે ભારતમાં પણ ઘણા રો.કે. કરે છે પણ દયાળુ, પ્રેમાળ અને સ્વચ્છ તો એટલા જ છે જે રુઢીવાદી ઓ હોય શકે. જે અમેરીકામા થાય છે એ પણ કદાચ રો.કે. જ કરતા હોય છે, પ્રો.ક્રિ. નહિ, એવુ મારુ ભારતમાં બેઠા બેઠા માનવુ છે.
    હજુ તો ચાર જ વરસ થયા છે, હુ રુઢિવાદી, પ્રોટેસ્ટંટ પંથને માનુ છુ, દારુ-સિગારેટ એક જ ઝાટકે છુટી ગયેલા, જે દુષ્ટત્માઓ, આપણા શરીરમાં ઘર કરીને આપણને ગંદા ગંદા કામો કરાવે છે, તમે જુઠુ બોલવુ, ગુસ્સો, ઈર્ષ્યા, કપટ, જલન અને એવા ઘણા કામો છે જે દુષ્ટાત્માઓ આપણા મન પર કાભુ કરીને આપણા શરીરને બરબાદ કરાવે છે. તમે જે સંભોગના આનંદની વાત કહી છે, એ કંઈક વધારે પડ્તુ લાગે છે, સોરી હો, મે નિર્મળાદેવીનો કુંડળી જાગ્રુતિનો કોર્સ મુંબઈના શિવાજી પાર્ક માં કરેલો છે. મને કહો કે ભારતમાં કેટલા લોકોની કુંડળી જાગ્રુત છે? અને એનાથી આત્મિક લાભ કેવો થાય એ મને જણાવશો? તમે બેન્ની હિનનો કાર્યક્ર્મ જોઈ લો, યુટ્યુબમાં બેન્ની હિન ટાઈપ કરો અને જોઈ લો. એના પહેલા આ વિડિયો જોઈ લો એક્લા ના જોતા અને બેન અને ભાણીયાઓને દુર કરી જે પછી જો જો http://rajeshpadaya.wordpress.com/2010/03/19/%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1/

    Like

    1. ભાઈ શ્રી સરળ હિંદી. તમારો ખુબ ખુબ આભાર, તમે મને ખજાનો આપી દિધો જો કે મે એ સાઈટ પરના જેટલા પણ પાનાઓ વાંચ્યા એ પાનાઓ વાંચ્યા પછી પ્રભુ જીસસ વિરોધીઓ પર દયા ઉપજે છે,

      બાઈબલ સમજ્યા વગર, પોતાનામાં વાસ કરતા પવિત્ર આત્માને કચડીને પોતાનામાં વસતા સંસારી જ્ઞાનમાં. વિજ્ઞાનમાં ફસાવી મારનારા દુષ્ટાત્માના પ્રેરાયેલ જુઠ્ઠાણુ લખી માર્યુ છે જે મને અથવા બાઈબલપ્રેમીના વિશ્વાસને ડગાવી શકે અથવા લેશમાત્ર પણ અસર કરી શકવા સામર્થી નથી.

      જોકે Paulkovich ભાઈએ જોસેફ્સ સાથે બીજા ૧૨૬ ઇતિહાસકારોને તપાસ્યા એ દરેક ઈતિહાસકારો પ્રભુ યેશુની મહિમાના વિરોધી પાપી અને સમાજ બગાડનારાઓ નાસ્તિક, વ્યભીચારી, નશાખોરો જ છે અને એવા દરેક પાપીઓ જે કનાન દેશમાં વસતા હતા અને અસંખ્ય પાપ કરતા હતા, વ્યભિચાર, સમલંગી વ્યભિચાર, નરબલિ, દેવદાસી અને સમાજને અને ધરતીને અપવિત્ર કરી મુકે એવા અસંખ્ય પાપોથી ખદબદતા કનાન દેશ્માંથી કનાનીઓનો નાશ કરાવ્યો હતો એવા પાપીઓ જ હતા એટલે જ એમને ગણ્યાગાંઠ્યા લોકો જ ઓળખે છે જ્યારે પ્રભુ યેશુને તો અર્ધી જ શું કામ, પોણી દુનિયા ઓળખે છે અને સુધરે અને સુધરાવે છે, એ દુષિત કરનારાઓના વખાણ કરવાથી એ વખાણીયાઓ પણ પરમેશ્વરનો ખોફ પોતાની ઉપર આવકારે છે, પ્રભુ એવા દરેક વખાણીયાઓને ક્ષમા કરે એવી પ્રાર્થના………….

      પ્રાર્થના વિશે જેવુ અહિં લખાયુ છે એવુ બાઈબલ નથી શિખવતુ, પ્રભુ યેશુ કહે છે કે જો તમે બીજાનુ ખેતર સિંચશો તો તમારુ આપોઆપ સિંચાઈ જશેઃ એટલે કે તમે સ્વાર્થી પ્રાર્થનાઓ કરશો તો એનુ ફળ શુન્ય જ મળશે,એના બદલે મુશિબતના માર્યાઓ માટે પ્રાર્થનાઓ કરશો તો એ મુશીબતીયાઓને શાંતિ મળશે સાથે સાથે પ્રાર્થકને પણ એના પવિત્ર કામા માટે ફળ મળશે એ વચન વિશે કેમ અહિં કશુ લખાણુ જે સાબિત કરે છે કે બાઈબલનુ ઉછીનુ અને ઉડતુ જ્ઞાન લઈને પ્રભુ યેશુનો કે બાઈબલનો વિરોધ અધુરો જ સાબિત થાય છે.

      એ સિવાય એવી અસંખ્યા કલામો બાઈબલમાં છે જે પોતાના વિશે નહિ પણ પારકાઓનુ અને એ પણ અજાણ્યાઓનુ ભલુ કરવા વિશે શિખવે છે એવુ ના હોત તો આજે પણ ભારત અંધ્કારમાં જ હોત નહિ તો મોગલોના ગુલામ રહ્યા હોત. જયારે આજે ભારતમાં જે કઈ પણ પ્રગતિ છે એ બધી જ ખ્રિસ્તીઓની જ મહેરબાની છે, મોગલોની કે અન્ય કોઈની હોય તો મને જણાવો….. આજે પણ કોંપ્યુટર મારફતે જે કમાણી ભારતને ઉંચે લઈ જઈ રહિ છે એ પણ ખ્રિસ્તીઓની જ મહેરબાની નથી શુ?

      બાઈબલ નો નવો નિયમ શીખવે છે કે આપણો દુશ્મન માંસ અને લોહિનો લોચો એટલે કે કોઈ જીવતો જાગતો મનુષ્ય નહિ પણ એનામાં વાસ કરી એને શૈતાની બનાવતી દુષ્ટ વિચારધારાઓ જ છે જે સમાજને પાપ કરવા પ્રેરે છે અને પાપ વધવાથી ધરતી ખુનની-લોહીની પ્યાસી બને છે અને બોંબ બ્લાસ્ટ, યુધ્ધ લડાઈ, ટંટા ફસાદ, આતંકવાદ વગેરે દુષણો ફક્ત અને ફક્ત વિચારો દ્વારા જ ફેલાઈને જગતને અશાંત કરે છે.

      પણ ધન્યવાદ હો પરમપિતા પરમેશ્વરના જેમણે જગતથી એવો પ્રેમ કર્યો કે એમનો એકમાત્ર પુત્ર જે પ્રભુ યેશુ છે એમને મોકલ્યા જે આ જગતના પાપ પોતાના ઉપર લઈને સંપુર્ણ માનવજાતીના પાપીઓનુ બલિદાન ઠર્યા અને જેટલાઓએ પ્રભુ યેશુને પોતાના પ્રભુ તરીકે અપનાવ્યા એ સર્વોને પ્રભુ યેશુએ પરમપિતા પરમાત્માના સંતાનો હોવાનો હક્ક પ્રદાન કર્યો……. આવુ અદભુત રહસ્ય અને વારસો ફક્ત અને ફક્ત બાઈબલ જ આ જગતને આપી શકે છે,

      Like

  5. બાય ધ વે….. સંપુર્ણ ગુજરત, ગુજરાતીઓ અને ગુજરાતી બ્લોગ જગતને નવા વર્ષના નુતન વર્ષના અભિનંદન અને પ્રભુ યેશુનો પ્રકાશ સર્વ ગુજરાતીઓને પ્રકાશમય કરી પરમપિતા પરમાત્માના સંતાન હોવાનો અધિકાર પ્રદાન કરે એવી અંતરમનના પવિત્ર ઉંડાણથી પ્રાર્થના…

    Like

  6. બાઈબલની અને ભારતીય વિચારધારાની સરખામણી કરીએ તો જોવા મળે છે કે:

    બાઈબલમાં ‘દસ આદેશો’ મહત્વના ગણાય છે.

    પહેલો આદેશ કહે છે “Thou shalt have no other gods before me. મારી આગળ બીજા કોઈ ઈશ્વરોને મુકીશ નહિ.” બીજા ઈશ્વરો પણ હોવાનો આ મોઘમ સ્વીકાર નથી તો બીજું શું છે? તો પછી પોતાના ધર્મને એકેશ્વરવાદી (monotheistic) શાના કહે છે?

    બીજો આદેશ કહે છે “Thou shalt not make unto thee any graven image, or any likeness of any thing that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth.” વેટીકનના અને બીજા દેવળોમાં ચિત્રોમાં ઈશ્વર કેમ બતાવ્યા છે? મૂર્તિપુજાનું હાર્દ ન સમજતી કોઈ વ્યક્તિએ આ આદેશ ઘુસાડી દીધો છે. મુર્તીપુજા કરતા વધારે ખરાબ તો ધાર્મિક પુસ્તકની પૂજા છે પછી ભલે તે પુસ્તક વેદ, ગીતા, બાઈબલ, કુરાન કે અન્ય કોઈ પુસ્તક હોય. મૂર્તિ આપણને વિચાર કરતાં અટકાવતી નથી, પુસ્તકો અટકાવે છે.

    પાંચમો આદેશ કહે છે “Honour thy father and thy mother તારા પિતા અને તારી માતાને માન આપ”. આપણે તો તેમને દેવ માનીએ છીએ. (જો કે કોઈ કોઈ સંતાનો માતાપિતા દેવલોક પામે એવું ઈચ્છતા હોય છે તે જુદી વાત છે.)

    છઠ્ઠો આદેશ છે, “Thou shalt not kill. હત્યા કરીશ નહિ”. આમાં કશો અપવાદ નથી રાખ્યો. તો તો બધા ઈસાઈઓ શાકાહારી હોવા જોઈએ જે નથી. તે તો ઠીક, બાઈબલના જુના કરારના ઘણા નાયકોએ ખુબ હત્યાઓ કરી હતી. અને તેમાંથી કોઈની પણ ટીકા કરવામાં નથી આવી. જોશુઆને તો ‘ઈશ્વર’ કહી ગયા કે “જા, જેરીકો શહેરના બધા નાગરિકોને મારી નાખ.” કશું કારણ જણાવ્યું નથી. તેણે તો લગભગ ત્રીસ નગરોના પ્રજાજનોને રહેસી નાખ્યા. ઉપનિષદ કહે છે “यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्व भूतेषु चात्मानं ततो न विजुगुप्सते જે વ્યક્તિ બધા જીવોને પોતાનામાં અને બધા જીવોમાં પોતાને જુએ છે તે તિરસ્કાર કરતો નથી”. આવી વ્યક્તિ હત્યા કરી જ ના શકે. વિશ્વશાંતિ માટે વધુ શું જોઈએ?

    સાતમો આદેશ છે, “Thou shalt not commit adultery. પરસ્ત્રીગમન કરીશ નહિ”. ડેવિડે કરેલું છતાં તે બાઈબલનો સૌથી અગત્યનો નાયક ગણાયો તે એટલે સુધી કે જીસસ પણ તેના વંશજ હતા એવો ઉલ્લેખ નવા કરાર (New Testament) માં કરાયો છે. “Concerning his Son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh.”(Romans 1:3)

    દસમો આદેશ છે, “Thou shalt not covet thy neighbour’s house, thou shalt not covet thy neighbour’s wife, nor his manservant, nor his maidservant, nor his ox, nor his ass, nor any thing that is thy neighbour’s.” પડોશીની જ પત્ની અને સંપત્તિ શા માટે, આપણે તો માનીએ છીએ કે “मा गृध: कस्यस्विद् धनम् કોઈનું પણ ધન ના લઈશ”.

    તમે જ પસંદગી કરો.

    Like

    1. રશ્મિ સાહેબ, આભાર, ઉત્તર બદલ, પણ અધુરો છે…
      બાઈબલ તો પછી લખાણો, એ લખાયો એ પહેલા તો આકાશવાણી કરનારા અદ્રશ્ય પરમેશ્વર જેનો આદેશ શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સહિત સર્વ દેવો-દેવતાઓ માને છે એ મહાન સામર્થી પરમપિતા પરમેશ્વર જે હિબ્રુભાષામાં

      યહોવા, અરબીમાં અલ્લાહ, ઈંગ્લીશમાં ગોડ, આપણા દેશમાં પરમાત્મા અથવા બ્રહ્મ, વગેરે નામે જાણીએ છીએ એ એક જ પરમેશ્વર આ જગતના સ્વામિ અને રચયીતા છે અને જરુર પડ્યે વિનાશ કર્તા છે.

      આદમની રચના અને એના પતન પછી શયતાનના અનુસર્યા લોકો પરમપિતા પરમેશ્વરને જાણતા કે ઓળખતા જ નથી કેમ કે શયતાને દરેક આદમી-મનુશ્યોની આંખો પર અંધકારની અદ્રશ્ય પટ્ટી બાંધી રાખી છે અને એટલે જ

      આદમીઓ-મનુશ્યો જેને પુજવા જ ન જોઈએ એવા ઘણા દેવી-દેવતાઓને આ જગતમાં ભજે છે અને પરમપિતા પરમેશ્વરના મેળાપ (મોક્ષ)થી વંચીત રહે છે અને દુષ્ટાત્મા બની ભટકતા રહે છે. પરમેશ્વર પોતાના સંતાનોની આવી

      દુર્દશા ન થાય અને એમની શત્રુ શયતાનને ચાલાકીઓમાં ન ફસાય એટલે જ દસ આજ્ઞાઓ આપવી પડી છે. એમને ખબર છે એમનો શત્રુ શયતાન મનુષ્ય જાતિને એમની વિરુધ્ધ ભડકાવવા માટે જ અવનવા ધર્મો, વિચારો,

      વિજ્ઞાનમાં ફસાવી એમા વ્યસ્ત રાખે છે અને પરમેશ્વરની રચનાનો સત્યાનાશ કરી રહ્યો છે ઍટલે જ તેઓ એમની રચના એમના પોતાના સંતાનોને પોતે જ કહે છે કે “મારા સિવાય બીજુ કોઈ પરમેશ્વર છે જ નહિ” એટલે

      બાઈબલની રચના પહેલા સંપુર્ણ જગતમાં અસંખ્ય દેવી-દેવતાઓ અથવા પુજ્યો પુજાતા હતા અને આ આદેશ દેનારા પરમેશ્વરને પોતાને જગત સમક્ષ પ્રગટ કરવાની જરુર પડી એટલે જ એમણે આ આદેશ આપ્યો છે. મિસ્ત્ર

      દેશમાં ઈઝરાયેલીઓને ગુલામ બનાવનારા ઈજીપ્ત (મિસ્ત્ર)માં જ અસંખ્ય દેવી-દેવતાઓ અને જાદુ-ટોણાઓના પુજ્યો હયાત હતા એ તમે ફક્ત એક્ષોડ્સ (નિર્ગમન) અધ્યાયમાં વાંચી જુઓ એ સત્ય કેમ તમે વાચકોથી છુપાવો

      છો? એના ઉપર પણ લખોને યાર. યુનાનમાં, મિસ્ત્રમાં સુર્ય, વીનસ, બાલ, બળદ, કાગડો, ઘોડો વગેરે વગેરે જેવા અસંખ્ય દેવી-દેવતાઓની પરમેશ્વર રુપે આજે પણ પુજા થાય છે અને ભારતમાં પણ એવુ જ છે અને લોકો અંતે

      દુખીના દુખી જ રહ્યા કરે છે એટલે આ પ્રથમ આદેશ દરેકે દરેક મનુશ્ય જે પરમેશ્વરના સંતાનો છે તેઓએ એ માનવી રહિ જે નહિ માને તેઓ પરમેશ્વરના સંતાનો નહિ ઠરીને એમના શત્રુના સંતાનો ઠરી નથી જતા કે?

      જઈને જુઓ, વેટીકન કે જગતના ચર્ચોમાં, જે પણ ચિત્રો કે મુર્તીઓ અથવા બાઈબલ રાખવામાં આવી છે એની પુજા થાય છે કે ? શું કામ ભરમાવો છો તમે ભારતવાસીઓને, ગુજરાતીઓને અને જગતના ભટકી જનારાઓને,

      તેઓને પરમેશ્વરની નજદીક લઈ આવવાને બદલે તમે જ સંતાનોને એમના ખરા બાપ થી દુર લઈ જવાનુ અપહરણકર્તાનુ કાર્ય કરો છો, હે પરમેશ્વર આવા દરેક ભાઈ-બહેનોને ક્ષમા કરજો, તેઓ નથી જાણતા કે તેઓ શું કરી

      રહ્યા છે.

      પરમેશ્વરે દરેક મનુષ્યને ફક્ત અને ફક્ત આત્માથી પ્રાર્થના કરવાનુ જ શીખવ્યુ છે, અરે બલિદાન તો જુના કરારમાં એમણે મનુશ્યમાં એમના પ્રતિ પ્રેમ છે કે નહિ એ પ્રદર્શીત કરવાનો પવિત્ર મોકો આપ્યો છે અને બલિપ્રથાનો

      સરળ માર્ગ ચિંધવ્યો હતો જેના દ્વારા છેવટનુ પ્રભુ યેશુનુ સદાને માટે આખરી બલિદાન સિધ્ધ થઈ ફક્ત આત્મામાં પ્રાર્થનાનો માર્ગ પ્રશસ્ત થઈ શકે. નવા કરાર પ્રમાણે હંમેશાના પવિત્ર ઠરી જવાનો પરવાનો પ્રભુ યેશુના રુપમાં

      આ જગતને આપ્યો છે એ કેમ તમે જગતના લોકોથી છુપાવો છો યાર.

      બીજા આદેશમાં કોઈપણ મુર્તિ કે ચિત્ર કોતરી એની પુજા કરવાની મનાઈ ફરમાવી છે. એનુ કારણ એ છે કે આજે જેટલી પણ મુર્તિઓ કે ચિત્રો માર્કેટમાં વેચાતી મળે છે એ પરમેશ્વરની રચના નહિ પણ પેટનો ખાડો પુરનાર

      મનુષ્ય એટલે કે કારીગરની માનસીક ફેન્ટસી રચના છે અને એ પેટ ભરવાની મજબુરીને કારણે ઘડે છે આજ સુધી કોઈ કારીગરે એની રચનાને મોફતમાં નથી આપી કે આપતો, એટલે એવી રચનાને પરમેશ્વર પુજવાની મનાઈ

      ફરમાવે છે, કેમ કે એવુ કરવાથી કોઈ ફળ મળતુ નથી. એ મુર્તી અથવા ચિત્ર પોતે યુગો યુગો સુધી એ જગ્યાએ જ પડી રહે છે, એને આંખ છે પણ આંધળી છે, એને કાન છે પણ બહેરી હોય છે, એને હાથ અને પગ છે પણ

      લકવા મારેલા-મરેલા જેવા. એના ખુદ પર પડેલી ધુળ અથવા ગંદગી પણ એ હટાવી નથી શક્તી એવી મુર્તી અને ચિત્રોને પરમેશ્વર માની પુજવા એ પરમપિતા પરમાત્માનુ ઘોર અપમાન છે. આ તો એવુ સાબીત થાય છે કે કે

      આપણો સગ્ગો બાપ કે સગ્ગી માને બાપ કે મા ન માનીને કોઈ અજાણ્યાને કે પાડોશીને બાપ કે મા બનાવવા જેવુ થાય છે જે ખરા બાપ કે મા ને આપણા દુશ્મન બનાવે છે, અરે માસીને કે કાકાને પણ આપણે બાપ કે મા સ્થાને

      સ્થાપીએ છીએ ત્યારે આપણે એમના શત્રુ નથી બની જતા કે? અરે, મારા વ્હાલા રશ્મીભાઈ, ભોળા લોકોને ન ભરમાવો તમે પણ પરમપિતા પરમેશ્વરના સંતાન છો તમારી અંદર જે આત્મા તમને જીવતા હોવાનુ પ્રમાણ છે એ

      પણ પરમપિતા પરમાત્માનુ અંશ છે શું એ ચેતનાને પણ તમે નકારશો… નીકળો યાર, અંધકારમાંથી બહાર નિકળો અને પરમપિતા પરમેશ્વરને અનુસરો તો જ તમારો ઉધ્ધાર થશે, મારા વ્હાલા પરમેશ્વર પુત્ર ભાઈ

      રશ્મીકાંતજી………. મુર્તી ભલે વિચાર કરતા રોકતી હોય પણ એથીએ ઘૃણીત પાપ પરમેશ્વરના બદલે એની પુજા આપણા હાથે જ કરાવે છે ને યાર…. શું એ આપણા જ બાપનુ અપમાન નથી કે? જેનુ પરીણામ ઘોર અશાંતિ બને

      છે.

      માતા-પિતાને માન આપો એ ખાસ કહ્યુ છે અને એ કરવુ એ દરેકનો જન્મસિધ્ધ હક્ક છે પણ શું મા-બાપને જ ભગવાન ગણી એમની પુજા કરવી એ પણ મુર્તીપુજા નથી કે શુ જેનુ પરીણામ પરમેશ્વર પરમાત્માનુ અપમાન નથી

      કે? અને લગ્ન થઈ ગયા પછી પત્ની કે પતિના દોરવ્યા મા-બાપને દુશ્મન ગણવા એ વિશે લોકોને સમજાવોને યાર……. જ્યાર પોતાનુ બાળક માંદુ પડે કે કોઈ પરેશાનીમાં જઈ પડે ત્યારે ડોક્ટર ભગવાન બની જાય છે અને

      ફાંસીથી બચવા માટે વકિલ ભગવાન બની જાય છે અરે યાર આવા સ્વાર્થી ભગવાનોને માનવા કરતા જે સાચ્ચા બાપને મા-બાપ માની ભજવાથી આવા પાપથી બચી જવાય છે.

      તુ હત્યા ના કરીશ. સાચી વાત છે હત્યા તો ના કરવી. તો પછી તમે મચ્છરને કેમ મારો છો? ઉંદરને કેમ મારો છો, ભિખારી અને દલિતોને કેમ મારો છો. ત્યારે તમારી ધાર્મિકતા ક્યાં જાય છે.
      આ જગત માંસાહારી છે શાકાહારી નથી. ગુજરાતમાં પણ ચોરી-છુપે માંસાહાર અને દારુની જ્યાફતો મણાતી હોય છે. મુંબઈના ઘણા ગુજરાતીઓ મારી જોડે માંસાહાર કરી ચુક્યા છે. દિલ્લીમાં પણ મારી જોડે ઘણા ભાઈ બહેનો

      જેઓ ચા સુધ્ધ નથી પીતા અને ઘરમાં માંસાહાર માન્ય ન હોવાથી મુસલમાનોના હાથે બનતા માંસાહારી વ્યંજનો ખુબ જ ચાવ સાથે ખાતા મે જોયા છે.

      તમે હત્યાનો પોઈંટ ઉઠાવ્યો છે એ માનવહ્ત્યાનો છો. દરેક માનવ એ પરમ્પિતા પરમેશ્વરનુ સંતાન હોવાથી આપસમાં ભાઈ કે બહેન છે એટલે જ હત્યા ના કરવાનુ અને વ્યભિચાર ના કરવાનુ ફરમાન ફરમાવ્યુ છે જે માને છે

      તેઓ આ સમાજમાં પવિત્ર ભાઈ કે બહેન ઠરે છે જ્યારે અન્યો મુખ મેં રામ ઔર બગલમેં છુરી રાખવાવાળા દંભી ઠરી જાય છે. હુ આ જગતની દરેક મજબુર વેશ્યાને હુ મારી બેન માનીશ પણ જે જાણી જોઈને વ્યભિચાર કરે છે

      અથવા પુરુષને નીચો પાડવા એને ફસાવે છે એને હુ બહેન ના કહીશ અથવા કોઈ ખુની ખુન કે આતંક આદરે છે એને સમાજમાંથી બાકાત કરવા માટે ફાંસીને સજા ના છુટકે આપવી જ પડે છે ને યાર.
      એટલે છેલ્લા ઉપાય રુપે

      જ હત્યાનો ઉપયોગ પોતાના પવિત્ર વિવેકને અનુસરી કરવો પડે છે. જે ન્યાયાધીશ ફાંસીની સજા સુણાવે છે એ હત્યારો કહેવાશે કે કેમ? જલ્લાદ પણ હત્યારો ગણશો કે? શું કહે છે તમારો વિવેક, મ્હારા વ્હાલા ભાઈ……

      બાઈબલના નવા કરારના એકપણ નાયકે આજ સુધી હત્યા નથી કરી લોકોને ભ્રમિત ના કરો યાર. હા, જુના કરારોના નાયકોએ જેટલી હત્યા કરી છે તેઓ પરમેશ્વરના પવિત્ર રાજ્યને દુષિત કરનારી વ્યભિચારી અને બગડી ગયેલી સ્વચ્છંદી, ભૌતિકવાદી, જાપ્રજા હતી જે સમાજ અને આખીયે માનવજાતીને ભ્રષ્ટ કરી રહી હતી. તમે પણ ભારતદેશના અંધવિશ્વાસને સ્વિકારતા નથી એ તમને ગમે અને ઈઝરાયેલીઓએ કર્યુ એ તમને નથી ગમતુ એવુ કેમ? તમે જરા ઉંડાણમાં જાઓ અને કનાનદેશની ધરતી પર કઈ જમાત વાસ કરતી હતી જેનો નાશ પરમેશ્વરે ઈઝરાયેલીઓને એ સર્વ આપ્યો હતો એ જ્ગત સમક્ષ કેમ નથી રાખતા……. (હજુ અધુરુ છુ સમય મળ્યે પુરુ કરવા ઈચ્છુ છુ)

      Like

      1. ભાગ બીજો….ચાલુ

        જુના કરારમાં પરમેશ્વરે એકથી વધુ લગ્ન કરવાની છુટ આપી હતી પણ કોઈ પરણીતા કે ત્યક્તાને પરણવાની રજા ન આપી હતી. પણ એકથી વધુ કુંવારીઓને પરણવાની છુટ હતી એટલે જ રાજાઓને બહુપત્નીઓ

        હતી. પણ રાજા ડેવિડે વ્યભિચાર આદર્યો હતો એટલે જ તો એના હ્રદયે ચડેલા પરમેશ્વરના મંદિર બનાવવાની પવિત્ર ઈચ્છા પુરી ના કરી શક્યો. એણે તો ઈઝરાયેલનુ સંસારી રાજ્ય સ્થાપ્યુ હતુ પણ પરમેશ્વરનુ આત્મિક રાજ્ય

        એના હાથે નો’તુ સ્થપાયુ ત્યારે નવો કરાર આ જગતમાં કુંવારીના પેટે અવતર્યો જ ના હતો અરે એના આવવાની ભવિષ્યવાની યશાયાહ નબીના આવવા સુધી પણ થઈ ન હતી. શું એ રાજા ડેવિડની સજા ના ગણી શકાય. પણ

        તોય એના પરમેશ્વર યહોવાના પ્રેમના ફળ રુપે એના જ વંશમાં જગતના ઉધ્ધારકર્તાના જન્મની આશિષ પરમપિતાએ જ યશાયાહ નબી દ્વારા ઈઝરાયેલીઓને આપી હતી અને એ રાજા ડેવિડ (દાઉદ)ના હજાર વર્ષ પછી સાબિત

        થઈ…….

        પડોશીની જ પત્ની અને સંપત્તિ શા માટે, આપણે તો માનીએ છીએ કે “मा गृध: कस्यस्विद् धनम् કોઈનું પણ ધન ના લઈશ”.

        આ વાક્ય પર તમે પ્રકાશ ના નાખ્યો, મહેરબાની થશે પુરેપુરો પ્રકાશ પાડશો તો જવાબવાની મજા આવશે, ડિયર બ્રધર……..

        Like

  7. ભાઇશ્રી રાજેશ પંડ્યા તમે ખ્રિસ્તી છો ? કે વટાળ પ્રવૃત્તિ કરનારા છો ?

    Like

    1. મોટાભાઈ યોગેશ્વર કવીશ્વરજી સપ્રેમ નમસ્કાર,

      ખ્રિસ્તી એટલે ક્રિસ્ચીયન…….. એનુ ગુજરાતી અર્થ સમજી લો…. ચાલો જવા દો, હુ જ એનો અર્થ બતાવુ છુ….. ક્રિસ્ચીયન એટલે મસીહી……. મસીહી એટલે મસીહા એટલે કે પ્રભુ યેશુ ખ્રિસ્તને પ્રભુ માની એમનેઅનુસરનાર….

      ખ્રિસ્ત/મસીહા એટલે છોડાવનાર, ઉધ્ધારકર્તા………

      બાઈબલ અને વેદ કહે છે કે મનુષ્ય પાપ પેદા કરતુ ઓટોમેટીક મશીન છે એટલે કે દરેક મનુષ્ય સ્વયંભુ પાપી જ છે અને જે કોઈ કહે છે કે એ પોતે પાપી નથી તો એ જગતને નહિ પણ એ પોતાને-ખુદને જ છેતરે છે કેમ કે આ જગતમાં કોઈ પણ મનુષ્યના, ચાહે એ બાબા હોય, સાધુ સંત હોય, અરે દેવી-દેવતાઓ પણ કેમ ના હોય દરેકે દરેક પાપી જ છે. (ગીતાના સ્લોક નં. ૯.૨૫ અને ૧૮.૪૦)

      હવે પાપીનો અર્થ છે, જુઠુ બોલનાર, ખુની, ચાલક, ઠગ, દંભી, અભિમાની, ડીંગમાર, બદમાશ, વ્યભિચારી, ભ્રષ્ટાચારી, જાતિવાદી, ભાષાવાદી, પ્રાંતવાદી, વગેરે વગેરે અસંખ્ય પાપોનો કરનાર અને પરમેશ્વરની આજ્ઞાઓનો અનાદર કરનાર એ દરેકે દરેક પાપી છે અને અને એ પાપીઓના પાપનુ ફળ મ્રુત્યુ જ ઉત્પન્ન કરે છે. એક તો સમાજનુ અને બીજુ પોતાનુ.

      (મ્રુત્યુ પણ બે પ્રકારના છે એક જીવંત શરીરની ધડકન બંદ થઈ જાય એ મૃત્યુ અને બીજુ જીવતે જીવતા જેના કામો મૃતક ઠરે છે અને સમાજ બગાડે છે એ દરેક પાપીનુ જીવન પણ મ્રુત્યુ માં ઠરે છે એવુ બાઈબલ શીખવે છે)

      પ્રભુ યેશુને જાણતો ન હતો એ પહેલા એટલે કે મારી ૪૨ વરસની ઉંમર પહેલા જ્યારે હુ મુર્તિપુજક હતો ત્યારે તો મારા બધા જ કામો મને પાપની ઉંડી ખાઈ તરફ લઈ જનારા હતા. કેમ જેની પુજા હુ કરતો હતો એ બધા જ દેવી કે દેવતાઓ ગીતાના સ્લોક નં. ૯.૨૫ અને ૧૮.૪૦ મુજબ શુન્ય ફળ ઉત્પન્ન કરનાર, પોતે તો નશ્વર અને મને પણ નાશવાન એટલે કે મોક્ષથી વંચિત કરનારા જ હતા.

      પણ ભલુ થજો ખ્રિસ્તીઓનુ જેઓએ મને આ જગતના એક્માત્ર ઉધ્ધારકર્તા, મારા-તમારા અને સંપુર્ણ માનવજાતિના પાપોનુ બલિ બનનાર પ્રભુ યેશુ મસીહાથી મેળાપ કરાવ્યો અને એમને પ્રભુ તરીકે સ્વિકાર્યા પછી મારો રેશ્નલ વિવેક પવિત્ર (હોલિ) થઈ જવાથી, પાપથી તોબા કરીને હવે હુ પોતાને ખ્રિસ્તી માનુ છુ. ગીતા વાંચી લેજો, સમજી લેજો પછી બાઈબલનો નવો કરાર વાંચી સમજી લેજો તમે પોતે જ ખ્રિસ્તી બની જશો. ખ્રિસ્તીનો અર્થ સમજી લેશો તો પણ તમારો ઉધ્ધાર હાથવેંત નજીક આવી જશે.

      તમે પરમપિતાપરમાત્માના સંતાન છો, એ જગતના તાતનો સમૃધ્ધ આત્મિક વારસો આપના હ્રદયમાં જ સંઘરાઈને પડ્યો છે એને તમે ઉજાગર કરો તો સ્વર્ગ આનંદ મનાવશે નહિં તો તમે નશ્વર જ્ઞાન ફેલાવી આજના ભણેલાગણેલા પણ પહેલાના કરતા વધુ પાપી બનતા જતા જગતમાં અન્ય નષ્ટ થઈ જનારાઓની મેરેથોન દોડમાં દોડનાર દોડ્વીર ઠરશો અને પરમપિતા એ જોઈને વધુ દુખી થશે……. એટલે હુ આપને નમ્ર વિનંતિ કરુ છુ કે તમે પણ બાઈબલ વાંચો સમજો અને ગમે તો અનુસરણ કરશો એટલે તમે પણ ખ્રિસ્તી બની જશો અને જ્યારે કોઈને દુખિયાને માટે પ્રાર્થના કરસો તો પરમપિતા પરમાત્મા એમના સ્વર્ગદુતોને મોક્લી એ દુખિયાનુ દુખ કરશે તો તમે પોતે આપોઆપ પરમપિતા પરમાત્માનુ સંતાન બની જશો…….

      વધુ માટે મારો બ્લોગ જોઈ લેવા વિનંતિ, વિરોધ કરો એ પણ આવકાર્ય જ છે, કેમ કે કોઈ મનુશ્યો માટે કામ કરવા કરતા પરમપિતા પરમાત્માના ખોવાઈ ગયેલા સંતાનોને અથવા તો શૈતાન દ્વારા અપહરણ કરાઈને બંધક બનાવેલા તમારી જેવા ભાઈ-બહેનોને છોડાવુ એ આ ભારતદેશની અમુલ્ય દેશભક્તિ અને દેશ સેવા લેખાશે, મનુશ્યોની નજરમાં નહિ પણ પરમેશ્વર પરમાત્માની નજરમાં…..

      Like

    2. મોટાભાઈ, આ વટાળ પ્રવૃત્તિ એટલે શું જરા ડીફાઈન કરશો તો મને સમજાવવુ સહેલુ પડશે…..

      Like

Leave a comment