સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે ?

imagesOME077S7સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે ?

એક આદરણીય બહેને સવાલ કરેલો કે આ પુરુષો કલમી બોર જેવા કેમ હોય છે ? મોટાભાગે સડેલા જ નીકળે. મેં હસવામાં કાઢી નાખેલું. આપણે ત્યાં ચણી બોર પાકે ત્યારે લાલ રંગના ખટમીઠાં હોય છે તે ખાઈએ ત્યારે ચેક કરતા નથી કે તે સડેલું છે કે નહિ. અને કલમી બોર મોટા લીલાપીળા રંગના ખાતી વખતે કાયમ ચેક કરવા પડે. લગભગ સડેલા હોય. એકાદ ઉપરછલ્લું બટકું ભરીએ તો સારું હોય અને બીજી બાજુ બટકું ભરીએ કે વધુ ઊંડું ખોતરીએ તો પાછું સડેલું નીકળે. અંદરથી એકાદ સળવળતો કીડો પણ નીકળે. ખાનારની નજરે જોઈએ તો સહેજ સડેલું દેખાય તો ઘણા આખું બોર ફેંકી પણ દે અને ઘણા જો અંદર કીડો નાં દેખાય તો ખંખેરી ને ખાઈ પણ લે અને ઘણા વળી આજુબાજુ કોઈ જોતું નાં હોય તો કીડો ખંખેરી ને પણ ખાઈ લે. જેવી જેની માનસિકતા. ખાતી વખતે કોઈ જોનાર છે કે નહિ તેના ઉપર પણ ઘણો આધાર હોય છે. હવે આ સડેલું એટલે શું?

એમનો કહેવાનો મર્મ એ હતો કે લોહીના સંબંધ નાં હોય ત્યાં પુરુષ હંમેશા સ્ત્રીની મૈત્રીમાં અંતે સેક્સ ઈચ્છતો હોય છે. સેક્સ સિવાય સ્ત્રી પુરુષની મૈત્રી કેમ શક્ય નાં બને ? લોહીના સંબંધ સિવાયની કોઈ સ્ત્રી સહેજ સારું બોલે તરત પુરુષના મનમાં પહેલો ખ્યાલ એની સાથે સેક્સનો આવી જાય. ઘણા શરૂમાં સારા હોય પણ અંતે તો હેમનું હેમ હોયે. દર વખતે અને દરેક સાથે સેક્સ જોઈએ જ એવું સ્ત્રીઓ નથી માનતી. એમનો આક્રોશ સાચો હતો.

Women and men can just be friends… (well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની કહેવાતી દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે. પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે છતાં જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. . બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ, પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. .

આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે. લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ.. પતિપત્ની એકબીજા પ્રત્યે લવ+લસ્ટ ભેગું અનુભવતા હોય છે. સ્ત્રીઓ પ્રેમાળ મૈત્રી અને રોમેન્ટિક ઉર્મીઓને જુદી પાડી સાચવી શકતી હોય છે. પુરુષો લવ અને લસ્ટની સેળભેળ કરી નાખતા હોય છે. સ્ત્રીઓ લવ, લસ્ટ અને લવ+લસ્ટ બધાને જુદું જુદું સમજી શકતી હોય છે અને સાચવી શકતી હોય છે. પુરુષોમાં સ્વાભાવિક મેલ હાર્મોન ટૅસ્ટાસ્ટરોનનું પ્રભુત્વ હોવાથી એમની કામેચ્છા પ્રબળ હોય છે પણ તેને જ્યાં ને ત્યાં વ્યક્ત કરી નાખવી જરૂરી નથી.images4JLKWKW7

સેકસુઅલ રી-પ્રોડક્શન રીતે જોઈએ તો સ્ત્રીઓ પાસે લિમીટેડ એગ્સ(અંડ) હોવાથી તેમની નજર ક્વોલિટી તરફ વધુ હોય છે. આમ સ્ત્રીઓ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે નહિ તે વાત પુરુષોએ સમજી લેવી જોઈએ. તેવી રીતે પુરુષ પાસે અબજો સ્પર્મ હોવાથી અને સ્પર્મ કોમ્પીટીશન પણ વધુ હોવાથી તેની નજર ક્વોલિટી તરફ ઓછી અને ક્વોન્ટીટી તરફ વધુ રહેવાની માટે જ્યાં ને ત્યાં સેક્સ ઇચ્છે તે વાત સ્ત્રીઓએ પણ સમજી લેવી જોઈએ. અને આ બંને વાતો સ્ત્રીપુરુષ બંનેએ સુપેરે સમજી લેવી જોઈએ. હવે પુરુષ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે તેને ખરાબ સમજવું કે નહિ એનો આધાર પણ આપણે કયા સંસ્કાર, સંસ્કૃતિ અને દેશમાં ઉછર્યા છીએ તેના ઉપર આધાર રાખે છે. એક સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કે લીવ ઇન ગમે તે રીતે જોડાયેલા હોઈએ છતાં કોઈ ત્રીજા સાથે સંબંધ રાખવો તે વાત તો પશ્ચિમમાં પણ ખરાબ અને વખોડવા લાયક જ ગણાય છે તે વાત ભારતીયોએ સમજી લેવી જોઈએ.

ભારતમાં એક ખોટી માન્યતા ચાલતી હોય છે પશ્ચિમના લોકો માટે કે પશ્ચિમમાં તો ગમે તેની સાથે ગમે ત્યારે સેક્સ કરી શકાય. ભારતમાં પુરુષ કાયમ તાંબાનો લોટો હોય છે અને સ્ત્રી કાયમ માટીની ઠીકરી પણ પશ્ચિમના પુરુષ અને સ્ત્રી બંને માટે નિયમ સરખો છે. લગ્ન કે લીવ ઇન વડે જોડાયેલ હોય તો બંને માટીની ઠીકરી અને અને છુટા પડ્યા પછી બંને તાંબાના લોટા.. ભારતમાં સ્ત્રીઓના બ્રેનમાં બચપણથી પુરુષો દ્વારા ઠસાવી દેવામાં આવેલું છે કે તમે માટીની ઠીકરી છો અમે તાંબાના લોટા માટે સ્ત્રીઓને પુરુષો હંમેશા સડેલા કલમી બોર જેવા લાગે છે કે આ તાંબાના લોટા અમને ગમે ત્યારે બદનામ કરી શકે છે, તો ભાઈ ચેતતા રહેવું સારું.

અમેરિકામાં કોઈ સ્ત્રીને બ્યુટીફૂલ કહીએ તો ખુશ થાય. થેન્ક્સ કહેશે. અહી ભારતમાં એવું કહો તો કહેશે લાઈન મારે છે. હવે કોઈ સ્ત્રી ભારતમાં કોઈ પુરુષને હેન્ડસમ કહે તો પેલો સમજશે બાઈ ચાલુ છે. એમાં તો મને હેન્ડસમ હોવા છતાં ભારતમાં ૫૦ વરસનો થયો ત્યાં સુધી કોઈ સ્ત્રીએ હેન્ડસમ કહ્યું જ નહિ મારી વાઈફે પણ નહિ. અહી આવ્યા પછી ખબર પડી કે હું હેન્ડસમ છું. એક મિત્રનો સત્ય દાખલો આપું. આ ૪૫ વર્ષના મિત્ર નવાનવા અમેરિકા આવેલા. કોઈ સ્ટોરમાં જોબ કરતા હતા. એક આધેડ સુંદર શ્વેત મહિલા નિયમિત ખરીદવા આવતી. ટીપીકલ પશ્ચિમના લોકો વિષે ગલત ખયાલો સાથે લઈને જ આવેલા આ ભાઈ એના પ્રેમમાં પડી ગયા. એકદમ જીભ ઉપડે નહિ તો એમણે એક નાનકડી પ્રેમનો એકરાર કરતી ચિઠ્ઠી લખીને એના હાથમાં પકડાવી દીધી, પેલીએ લઈ પણ લીધી. ફરી આવી ત્યારે પેલીએ પણ એમના હાથમાં ચિઠ્ઠી પકડાવી દીધી. આ ચિઠ્ઠી પેલા મિત્રે ઘણા દિવસ સાચવી રાખેલી અને મને બતાવી પણ હતી. એમાં પેલીએ લખેલું એનો ભાવાર્થ એવો હતો કે “હું તારી લાગણીઓની કદર કરું છું. મને ખુશી છે કે કોઈ મને પ્રેમ કરે છે પણ હું અત્યારે મારા હસબંડ સાથે રહું છું અને જ્યાં સુધી એની સાથે રહું ત્યાં સુધી મારે તેને વફાદાર રહેવું જોઈએ એવું હું માનું છું. તારા માટે કાયમ માનની લાગણી રહેશે આપણે સારા મિત્રો બની રહીએ પણ હું તારા પ્રેમનો સ્વીકાર કરી શકતી નથી તે બદલ મને માફ કરજે.” એ મિત્રે મને ચિઠ્ઠી વંચાવતા કહેલું જો આપણે કેટલું ગલત સોચતા હોઈએ છીએ આ લોકો વિષે. એ મિત્રે મને કહેલું કે તે ખુબ છોભીલા પડેલા ગિલ્ટી ફિલ કરતા હતા પણ પેલી સ્ત્રી આવતી અને કશું બન્યું નાં હોય એમ પ્રેમથી વાતો કરતી.

આપણી સ્ત્રીઓને તેઓ પવિત્ર છે તેવું સતત પુરવાર કરતા રહેવું પડે છે. એમને કોઈ છાના કામ કરવાના નથી તેવું સાબિત કરવા એમના બેંક એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઈમેલ એકાઉન્ટ બધું ખુલ્લું રાખવું પડતું હોય છે. બધાના પાસવર્ડ ઘરમાં બધા જાણતા હોય છે. એના ઈમેલ અને ફેસબુક એકાઉન્ટ ખોલીને પતિદેવ બેઠા હોય તો જરાય નવાઈ નહિ. પત્નીના નામે એની સખીઓ કે સખાઓ સાથે ચેટીંગ કરતા હોય ને સામેવાળાને ખબર નાં પડે તેમાં નવાઈ નહિ. એના મોબાઈલનું સીમકાર્ડ પતિદેવ એમના મોબાઈલમાં નાખીને બેઠા હોય તેમાય નવાઈ નહિ. પત્નીની પણ દલીલ હોય કે મારે શું છાનું કરવાનું છે કે બધું સિક્રેટ રાખું ? એમાં પેલા સડેલા કલમી બોર પકડાઈ જતા હોય છે તેવું પણ બનતું હોય છે અને પછી થાય હોબાળો. તારે કશું છાનું કરવાનું નથી માટે બધું ઓપન રાખ તેમાં અને મને તારા ઉપર વિશ્વાસ છે માટે તારી પ્રાયવસીમાં મને રસ નથી એ બેમાં બહુ મોટો ફરક છે.

જો કે હવે નવા જમાના પ્રમાણે બોરની વધુ સારી જાતો પેદા થઈ છે જે બિલકુલ સડેલી નાં હોય, ઊંધું ઘાલીને ખાઈ શકાય તેવી પણ તેના કદરદાન કેટલા ? થોડા અઠવાડિયા ઉપર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર DR. Randi Gunther નું ડિસ્કશન હું વાંચતો હતો. એમના કહેવા પ્રમાણે હવે પુરુષો પહેલા જેવા સાવ રહ્યા નથી. હવે પુરુષો ઘર સંભાળે છે. ખાવાનું બનાવવામાં સ્ત્રીઓને મદદ કરે છે. બાળકોના ડાયપર(બાળોતિયા) બદલે છે. બાળકોને લઈને રવિવારે વહેલી સવારે બહાર ફરવા જાય છે જેથી એમની પત્ની આરામથી ઊંઘી શકે. સ્ત્રીને સમાન દરજ્જો આપે છે. હું પોતે નવેક વર્ષથી અમેરિકામાં રહું છું મેં જાતે આ બધું જોયું છે. એક રીસર્ચ એવું પણ છે કે પોતાના બાળકો સાથે રાત્રે ભેગા સુઈ જતા પિતાનું ટૅસ્ટાસ્ટરોન હાર્મોન જે આક્રમકતા માટે કારણભૂત હોય છે તેનું લેવલ ઘટે છે અને ઓક્સીટોસીન લેવલ વધે છે.

Dr. Randi Gunther
Dr. Randi Gunther

આમ પુરુષો પહેલા જેવા જોહુકમી નાં રહ્યા હોય તો હવે સ્ત્રીઓ ખુબ ખુશ હોવી જોઈએ અને ડિવોર્સનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. પ્રોફેસર Gad Saad નોંધે છે કે ૧૦૦માંથી ૬૯ છૂટાછેડાની મોંકાણ સ્ત્રીઓ દ્વારા શરુ થાય છે. બ્રિટનમાં આ આંકડો ૭૨નો છે. Dr Randi ટીનેજર હતા ત્યારથી મળેલો એમનો મનનો માણીગર ૫૦ વર્ષથી બદલ્યો નથી. એટલે સફળ લગ્નજીવનના રહસ્ય સારી રીતે જાણે છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને કાઉન્સેલર તરીકે આ મહિલા ૯૦,૦૦૦ કલાક સંબંધોમાં સમસ્યાગ્રસ્ત જોડલા અને એકલા લોકો સાથે રૂબરૂ વાતચીત કરી ચુક્યા છે. એમની ઓફિસમાં એવા પતિદેવો ને મળેલા છે જેઓ પ્રેમાળ, માન આપનાર, કાળજી રાખનાર, ઊર્મિશીલ, ઉત્સાહી, સમર્પિત, વિશ્વાસપાત્ર, પ્રમાણભૂત અને સહાયકારક હોવા છતાં એમની પત્નીઓ એમને છોડી ગઈ હોય છે ફક્ત કઈક જુદું( different kind of man ) શોધવા. આવા ગ્રેટ હસબંડ છોડી થોડી વધુ મર્દાનગી શોધવા નીકળી પડેલી સ્ત્રીઓની એમણે સારવાર પણ કરી છે જે સમજતી હોય કે નવો પુરુષ ઉત્તેજના સાથે વધુ સંભાળ પણ રાખશે.

સ્ત્રી દીવાનખંડમાં એના પુરુષમાં સુકોમળ સખી શોધતી હોય છે અને શયનકક્ષમાં મર્દ યોદ્ધો. આવો સુભગ સમન્વય ભાગ્યેજ મળે અને એકસાથે તો મળવો મૂશ્કેલ. દીવાનખંડની સખી શયનકક્ષમાં સખી બની રહે તે નેચરલ છે. આમ બધા પુરુષો કલમી બોર જેવા નાં હોય તેમ બધી સ્ત્રીઓ પણ ચણી બોર જેવી નાં હોય. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનો જમાનો ગયો હવે કલર ટીવી આવી ગયા છે તે પણ સમજવું જરૂરી છે.

32 thoughts on “સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે ?”

  1. સુંદર સમજણ આપતો રીસર્ચથી ભરેલો લેખ. નાના ગ્રુપમાં ગુજુઓને પરસનલી સમજાવવાનું વિચારવું જોઇઅે. ખાસ કરીને નવા નવા આગંતુકો માટે. હળવી ભાષા હસતા રાખતી ભાષા વાચકને ઠેઠ સુઘી રસપૂર્વક લઇ જાય છે. અભિનંદન.

    Like

  2. Raoljii.. khara dilthi kahu chhu aapne.
    Aapna aa lekh ne vaanchi ne aankhmaathi aansu roki nathi shati. Stri ne kadi koi aatalu samaji shake ane e pan bhartiy purush.. proudly feel that I am ur part of friends.

    Like

    1. અરે ! બેન સીતાજી માટે કહેવાતા ભગવાન રામ સામે બાણ ખેંચ્યા છે મેં તો.. તમારા જેવા મિત્રો તો મારે માટે પણ પ્રાઉડ ની વાત છે.

      Like

  3. Bhupendrasinh –
    ‘ખુબ મંથન માંગી લેતા વિષય ઉપર …અહી મિત્રોની ટિપ્પણીઓ જોઈ અને એક પણ “મુદ્દો” લખવા માટે બાકી નથી રાખ્યો … તેવી સરસ કોમેન્ટ્સ આવી છે …”
    .
    પરંતુ તેના કારણે ફક્ત એક કાઉન્ટર-કોમેન્ટ ઉદભવે છે કે –
    “અમુક મિત્રોએ શનિવાર-ની રોમેન્ટિક-અડધી-રાત્રે સ્ત્રી-પુરુષનાં સંબંધ વિષે સુંદર સમજવા જેવા નિબંધો લખ્યા છે …
    પરંતુ …
    પરંતુ …
    તેમના તે નિબંધો તેઓ પોતાના જીવનમાં “અનુસરતા” નથી કે જ્યારે તેઓ ખુબ સમજ-પૂર્વકની વાતો અહી શનિવાર-ની રોમેન્ટિક-અડધી-રાત્રે પોતાના “જીવન-સાથી” સાથે મનાવવા-ઉજવવાનું છોડીને અહી સોશિયલ-મીડીયાએ તે-જ વિષયો ઉપર નિબંધો લખે છે … તે પરથી એક અનુમાન આવે છે કે –
    “ખરેખર તો આ મિત્રોએ તેમના જીવન-સાથી સાથે “સંબંધો” માણવા-ઉજવવાની જરૂર છે … તેમને પોતાના જીવનમાં ફરી રંગો-ઉમંગો તાજા કરવાની જરૂર છે …તેમને પુરતો સમય અને આલિંગન-ચુંબન-સેક્સ આપવાની જરૂર છે …કારણકે આવી “શનિવાર-ની રોમેન્ટિક-અડધી-રાત્” એમ ખાલી-લુખ્ખી-ફિક્કી જવા દેવાય?” …

    Like

  4. સરસ અભ્યાસુ લેખ
    ‘ડૉ રૅન્ડીની ટીનેજર હતા ત્યારથી મળેલો એમનો મનનો માણીગર ૫૦ વર્ષથી બદલ્યો નથી. એટલે સફળ લગ્નજીવનના રહસ્ય સારી રીતે જાણે છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને કાઉન્સેલર તરીકે આ મહિલા ૯૦,૦૦૦ કલાક સંબંધોમાં સમસ્યાગ્રસ્ત જોડલા અને એકલા લોકો સાથે રૂબરૂ વાતચીત કરી ચુક્યા છે. એમની ઓફિસમાં એવા પતિદેવો ને મળેલા છે જેઓ પ્રેમાળ, માન આપનાર, કાળજી રાખનાર, ઊર્મિશીલ, ઉત્સાહી, સમર્પિત, વિશ્વાસપાત્ર, પ્રમાણભૂત અને સહાયકારક હોવા છતાં એમની પત્નીઓ એમને છોડી ગઈ હોય છે ફક્ત કઈક જુદું( different kind of man ) શોધવા. આવા ગ્રેટ હસબંડ છોડી થોડી વધુ મર્દાનગી શોધવા નીકળી પડેલી સ્ત્રીઓની એમણે સારવાર પણ કરી છે જે સમજતી હોય કે નવો પુરુષ ઉત્તેજના સાથે વધુ સંભાળ પણ રાખશે.’
    ચિંતન કરવા જેવી વાત
    ધન્યવાદ

    Like

  5. પત્ની માટેની અશક્ય અપેક્ષાઓ.
    भोज्येषु माता शयनेषु रंभा वित्तेषु मंत्री कार्येषु दासी |
    જમાડવામાં માતા, પથારીમાં રંભા, પૈસા ટકાની બાબતમાં મુનીમજી, કામકાજમાં દાસી. પત્નીએ આ બધા પાત્રો ભજવવાના હોય છે. પતિ માટે આવો કોઈ શ્લોક છે?
    આપણે ત્યાંપુરુષ મિત્રને ‘ધર્મના ભાઈ’ બનાવવાનો રીવાજ છે. ‘ભાઈ’ ક્યાં સુધી ભાઈ રહે છે તે કહેવાય નહિ પણ ત્યાં સુધી તો સધ્યારો રહે!

    Like

  6. બાપુ ખુબ સરસ લેખ. સરસ પૃથ્થકરણ. ધન્યવાદ. તમે વારતાઓ વાંચતા નથી તે હું જાણું છું. છતાં જો સમય મળે તો મારી વાર્તા “લવ, લાગણી અને લસ્ટ” અને બીજી વાર્તા “શિલ્પા” મા તમે જેજે વાતો કરી છે તેજ વાત તમારી રીતે જ કરી છે. સરસ નિરૂપણ.

    Like

  7. Very well explained article. You have explained biological aspect of each gender and normal effect of it. Your article may be true in sense of how our culture has abuse female gender as ‘slave for everything’.

    If I may, I like to add few things here:

    1). According American Medical Journal reasearch : Male gender is not as aggressive as female, however, they are more “quick” with their approch where female gender are like ‘slow roasting pot’. And because of this, many (specially eastern culture base) think male tend to dominate.
    2). On base of survey, 65% of male gender always think about sex at first site. Contradict to this, 78% of female gender always looking for sex but not at first site.
    3). Fact is female gender will stop producing egg in their late 40’s to early 50’s where male gender continue to produce sperm till their last breath. Because of this many time you will find that male is seeking sex in their late age. This can be cure or controll if they remain more social.
    4) Study indicate that imbalance of level of testatron in couple also leads in to unhealthy relationship. If female is not satisfied for number of reason by their male partner, they will seek relationship outside their marital life. This number among female is higher than male. (hard to believ but it is true).
    5). Female mind is more dirtier than male mind. According to research result this has been true. Again, female do not speak out as male does, yet their mind does think about sex more so than male.

    Above finding were result of American Medical Journal and their sample reasearch. Yes, research is done in USA. Many of you may disagree as some of you live in India or outside USA. I believe random research with sufficient sample can speak for each gender.

    I alos believe that if you fall in love and let it mature, then it may or may not l lead in to lust. In this case, one will always respect their love first over lust. Contradict to this is , if you desire lust without love, then it is simply lust, and most likely it will not last or it will only remain on base of lust.

    One more note: Their has been many cases being reported in Corporate world where male have been utilize by female via their corporate power to satisfied their self pleasure. Their was hollywood film “Disclosure” deal with this subject.

    http://en.wikipedia.org/wiki/Disclosure_%28film%29

    I do believe that in today’s world, it is possible to have relationship without having lust. Also, It is no longer male gender only.

    As I have stated above that our culture laways have and being lack in respecting female gender for ‘equlity’. We must improve our self in our social behavior to improve this. It start from head of household or ‘mainman’. If amy male reader wonder how to start? Just start doing your laundry, and dishes everyday. And watch the changes in atmosphere in bedroom.

    Liked by 1 person

      1. Raolji,

        Lekh lakhi nu shu karishu. From past experience, When I did wrote blog on human sexuality, peoples have accused me of me being more ‘pervert minded’. Long ago, I came to conclusion that our society do lack on sexual education yet no one is willing to learn through ‘right’ path.

        In USA, most children with parent permission, thought about this subject in5th grade.

        May be our future genration will have opportunity to learn this and will be more educated then us.

        Like

    1. Wowww….it’s a great research.,as u said hard to believe bt it is true….honestly very good..👌👌

      Like

  8. સ્ત્રીઓ પાસે લિમીટેડ એગ્સ(અંડ) હોવાથી તેમની નજર ક્વોલિટી તરફ વધુ હોય છે. આમ સ્ત્રીઓ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે નહિ તે વાત પુરુષોએ સમજી લેવી જોઈએ. તેવી રીતે પુરુષ પાસે અબજો સ્પર્મ હોવાથી અને સ્પર્મ કોમ્પીટીશન પણ વધુ હોવાથી તેની નજર ક્વોલિટી તરફ ઓછી અને ક્વોન્ટીટી તરફ વધુ રહેવાની માટે જ્યાં ને ત્યાં સેક્સ ઇચ્છે તે વાત સ્ત્રીઓએ પણ સમજી લેવી જોઈએ. અને આ બંને વાતો સ્ત્રીપુરુષ બંનેએ સુપેરે સમજી લેવી જોઈએ. sir strio na ages na limitatio ne purusona સ્પર્મ ni ક્વોન્ટીટી aato baharthi vanchine bhnya pachhi badha samya to aa ni je efect tme samjavi e automatic hoy chhe ke loose character javabdar?????? ke aava character mate ક્વોલિટી ક્વોન્ટીટી javabdaar???

    Like

  9. લેખ તો ખુબ સુન્દર જ છે. આભાર! પણ્ મારે એક પ્રશ્ન છે સુ આપ્ણા સમાજ મા કાયમ સ્ત્રિ પુરુષ ના સમ્બન્ધ ને આવિ રિતે જ જોવાશે? સુ ક્યારેય એ બ વચ્ચે નિશ્વાર્થ મૈત્રી ના હોય સકે? ક્યારે આપ્ણો સમાજ એના હલ્કિ ગુણ્વત્તા વાળ વિચારો થિ મુક્ત થષે?

    Like

    1. Dear Dipti,

      ( I am not writing Ben or anything in nature because this is where our problem is). You ask when Woman will be more respected and will have more freedom!

      I believe it start with woman. Lets start training our boys in house equally as our girls. Yes boys can do house work just like girls. If we train them from begining, then as they grow up and have their woman in life, they will be more respectable to them.

      Other thing is, lets start training and teaching our men also in to sharing house work. Those days are long gone where husband went out for bread & butter where wife remain in house to take care of home.

      Yes, we have had our culture (sanskruti) and it’s ethics. If we continue to carry it without any meaning, it will never get change. I believe it is time for change. And this is why I addressyou as Dipti.

      Like

      1. આદરણિય સર,મેમ આભાર આપે મારા નામ સાથે કૈ નથી જોડ્યુ એ ગમ્યુ અને એમા જ બધો સાર છે.પણ વાત એમ પણ નથી હુ સ્ત્રી ને વધારે માન આપો એમ પણ નથી માનતી પણ વાત અહિયા સ્ત્રી ને પુરુષ ના સમ્બન્ધ નિ છે કે સમાજે ધારેલા નિયત સમ્બન્ધ સિવાય પણ પવિત્ર સમ્બન્ધ હોય સકે ને? બસ આ સમ્બન્ધ ને આપણો સમાજ યોગ્ય દ્રષ્ટિ થી જુએ એમ ઇછ્છુ છુ આપે જે કિધુ એ પણ અર્થ સભર જ છે .અને હા એક વાત આપણા ધર્મિક ગ્રંથો મા પણ આ સમ્બન્ધ ને ઉતરતિ કક્ષા નો નથી વર્ણવાયો..

        Like

  10. ભાઇ મારા માનવા પ્રમાણે પુરુષ હંમેશા સ્વભાવગત પુર્ણતા જ ઇચ્છે છે…….

    Like

  11. ભૂપેન્દ્રસિંહભાઈ વળી તલવાર લઈને તૂટી પડ્યા છે !

    તમે લખ્યું છેઃ “હવે કોઈ સ્ત્રી ભારતમાં કોઈ પુરુષને હેન્ડસમ કહે તો પેલો સમજશે બાઈ ચાલુ છે. એમાં તો મને હેન્ડસમ હોવા છતાં ભારતમાં ૫૦ વરસનો થયો ત્યાં સુધી કોઈ સ્ત્રીએ હેન્ડસમ કહ્યું જ નહિ મારી વાઈફે પણ નહિ. ”

    વાઇફ પાસેથી ‘હૅન્ડસમ’ સાંભળવાની આશામાં તમે કેટલાં બધાં વર્ષો કાઢી નાખ્યાં ! હવે પૂછશો તો કહેશે કે “હવે શરમાઓ, આવી વાત કરતાં. દાદા થઈ ગયા છો…!

    Like

  12. Khub Sara’s lekh raolji biji vat karu to me pote pan ek mayalu stree mitra ni lagni ne samajva ma bhul kari ne ek saras svabhav ni stree mitra gumavi chhe kash tamaro lekh 10 varas pahela vanchva malyo hot. potana anubhav ni vaat chhe (Thoda ma ghanu lakhyu chhe )

    Like

  13. ભારતમાં સ્ત્રિ-પુરુષની મૈત્રીને શંકાની નજરે જોવાય છે, અને એમાં સામુહિક ડર ભાગ ભજવતો હોય છે. જો કે કોઈ પણ આ સંબંધમાં લપસી પડે એવું થાય ખરું, પણ સારી મિત્રતા સમજથી થઈ હોય તો દૂર હોવા છતાં ટકી શકે છે એજ આનું પ્રમાણ છે.

    Like

  14. To the point discussion by being nutral … very hard to find such men who can see beyond their personal ego… n same for wonen too… this is the first article i… and i really appreciate your thoughts

    Like

  15. શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેનો પવિત્ર સંબંધ પણ જે પ્રજા સમજીને સહી ના શકી તેની પાસેથી બીજી તો શી આશા રાખી શકાય?

    Like

  16. બાપુ તમારો લેખ ખુબ રસપ્રદ હતો મને ઈચ્છા હતી કે કોઈ કોમેન્ટ લખીશ પણ સમય નહોતો મળતો. પણ આજે એના પર થોડા વિચારો રજુ કરું છુ. સાચી વાત કહી બાપુ તમે જો
    અમેરિકામાં કોઈ સ્ત્રીને બ્યુટીફૂલ કહીએ તો ખુશ થાય. થેન્ક્સ કહેશે. અહી ભારતમાં એવું કહો તો કહેશે લાઈન મારે છે. હવે કોઈ સ્ત્રી ભારતમાં કોઈ પુરુષને હેન્ડસમ કહે તો પેલો સમજશે બાઈ ચાલુ છે. તદન સાચીવાત કરી બાપુ હમણા જ મેં એક આદરણીય મહિલા ના વખાણ કર્યા તો કહે આવા વખાણ નહિ કરવાના એમનો સીધો મતલબ હતો કે લાઈન નહિ મારવાની. પણ હું થોડા કેટલા સમયથી અમેરિકામાં રહેવાથી અહીયાની ટેવ મુજબ કહ્યું તો બેનને ખોટું લાગી ગયું.
    પણ અહિયાં પણ મારી કેટલી સારી ભારતીય અને અમેરિકન સ્ત્રી મિત્ર છે. એ માત્ર મિત્ર જ છે. અને એ સંબંધ અમે ખુબ કાળજીથી નિભાવીએ પણ છે. મારી એક ભારતીય અમેરિકન મિત્ર છે. એ જયારે પણ મને મળે તો હું એને કહું તું ખુબ સરસ લાગે છે. તો એ હમેશા મને થેંક યુ કહે. અને અમે છેલ્લા ઘણા સમયથી મળીએ છીએ. બહાર રેસ્ટોરામાં જમવા પણ જઈએ છીએ. પણ અમે કદી એક બીજાને સ્પર્શ સુદ્ધા કરવાની કોશિસ નથી કરતા। અને અમારા આ સંબંધ સાચવવામાં મારા કરતા એનામાં વધારે સયમ છે. અને અમે એક મિત્રતાનો સંબંધ ખુબ સાચવ્યો છે.

    બીજી વાત અત્યારનો યુવા માત્ર કોન્ટેટી નહિ પણ ક્વાલીટી પણ જેવું છે. ગમે ત્યાં સેક્સ ની શોધમાં નથી રેહતો. જ્યાં મળે જેવું મળે એવું નથી ચલાવી લેતો એ પણ એના જીન્સ યોગ્ય જગ્યા એ જાય એની પર ધ્યાન આપે છે. એક સાદો દાખલો અત્યારો છોકરો છોકરી જોવા જાય તો તમને તો ખ્યાલ જ હશે એ કેવા કેવા ક્વોલીટીની માંગ કરતો હોય. દા.ત. છોકરી રૂપાળી જોઈએ સંસ્કારી જોઈએ સારા ઘરની જોઈએ. ભણેલી જોઈએ અભણ નહિ ચાલે। આ તો થઇ લગ્ન ની વાત પણ તમને મારી પોતાની વાત કરું આપડે અહિયાં અમેરિકા માં રહીએ અહિયાં બધા દેશના લોકો રહે પણ કોઈ રૂપાળી સુંદર સ્ત્રી સિવાય આપડે પણ લાઈન ના આપીએ। અને ઘણી સ્ત્રીઓ ને તો અડકવાનું મન ના થાય ઘણી કહે હગ કર પણ નો. બંદા ના કરે. ભલે પછી એ માત્ર ગોરી કેમ ના હોય.

    અને બીજી વાત સ્ત્રીઓ માત્ર સારા જીન્સ અને ક્વોલીટી પર ધ્યાન આપે એ વાત દેશ મુજબ અલગ અલગ હોય છે. ભારતમાં એ વધારે પણ અમેરિકામાં ઘણી સ્ત્રીઓ ક્વોલીટી ને કઈ લાગતું વળગતું જ નથી હોતું. અહિયાં આપણે જોઈએ કે કેટલીય મોટા ભાગની ગોરી છોકરીઓ આફ્રિકન અમેરિકન જોડે ફરતી હોય છે. પેલી સ્વર્ગની અપ્સરા જેવી હોય છે. અને પેલો કોલસામાંથી હમણાજ કાઢ્યો હોય એમ અને એટલો ગંધાતો હોય. અને કામ ધંધો તો બાપ દાદાના જમાનાથી નહિ કરેલો સરકારના મળતા રૂપિયા પર અને છોકરી ના પૈસે લહેર હોય છે. એ છોકરી પણ એમાં કોઈ ક્વોલીટી નહિ પણ ડ્રગ્સ અને સેક્સ ની ઈચ્છા રાખતી હોય છે. એવા હજારો નહિ લાખો કિસ્સા છે. અને અહિયાં નહિ પણ ભારતમાં પણ તમે જોયું હશે રુપીયાવાડાના છોકરા સાથે સારી છોકરી હોય ભાઈના મોઢાના તથા શરીર ના કોઈ ઠેકાણા ના હોય પણ રૂપિયા હોય એટલે છોકરી પણ ઘણી બાબતો જતી કરતી હોય છે. એટલે બધી વાર સ્ત્રીઓ માત્ર ક્વોલીટી નહિ પણ રૂપિયા, ડ્રગ્સ. સેક્સનું સુખ આરામ , લાલચ.
    એક કિસ્સો હમણા જ બન્યો હતો શ્રી દિગ્વિજય સિંહ નો એક યંગ એન્કર જોડે પ્રેમ થયો અને એ ડોહો પણ પેલીને દિલ દઈ બેઠો એટલે એ સ્ત્રી એ કોઈ ક્વોલીટી નહિ પણ લાલચ અથવા મહત્વકાન્ષા અથવા સુખ સાહિબી માટે એ ડોશાને રાખ્યો હોય. એટલે એવાતો ઘણા ઉદાહરણો આપી સકાય એટલે માત્ર સ્ત્રી નહિ પણ પુરુષ પણ અત્યારે ક્વોલીટી પર ધ્યાન આપતો થયો છે.

    Like

    1. ભાઈ કાળો કલર હોવો એટલે ક્વોલિટી ખરાબ એવું કઈ રીતે કહેવાય? હહાહાહા દરેક ભારતીય ને ગોરી સ્ત્રી જ પત્ની તરીકે પસંદ પડે છે તે એક માનસિકતા છે. આફ્રિકન અમેરિકન હોય કે આફ્રિકન એવરેજ હાઈ ટેસ્ટાસ્ટેરોન મેલ હાર્મોન્સ ધરાવતી પ્રજા છે. ગોરા હોવું મતલબ કલર પીગમેન્ટ ઓછા હોવા તે એકજાતની ઉણપ કહેવાય કે નહિ???

      Like

Leave a comment