તમે સવારે ઉઠો, નિત્યક્રમ પતાવો, કામ પર જાઓ, સાંજે પાછા આવો, ખાઈ પીને સુઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું એજ રૂટીન. આ ઘરેડ કંટાળાજનક હોય છે. એકધારાપણું જીવનમાં બોરડમ લાવે છે. માણસનું મન હમેશા કઈક નવું શોધતું હોય છે. રોજ નવું કરવું તે પણ ઘરેડ બની જતા વાર લાગે નહિ. એટલે વરસમાં વચ્ચે વચ્ચે આવતા તહેવારો આ કંટાળાજનક ઘરેડને તોડી ને જીવનમાં ઉલ્લાસ લાવતા હોય છે. તહેવારો જરૂરી છે. મોટાભાગે તહેવારો સમુહે મેળવેલા કોઈ વિજયની યાદગાર ઉજવણી હોય છે. જુના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી હોય છે. હોળી જેવા તહેવાર શિયાળાની કાતિલ ઠંડીને વિદાય દેવાની રીતરસમ હોય છે. હોળી જેવા તહેવાર જુદા સ્વરૂપે બીજા દેશોમાં પણ ઉજવાય છે. એમાં સ્વાભાવિક પ્રહલાદ કે હોલીકાની ગેરહાજરી હોય છે. આમ વખતો વખત આવતા તહેવારો જીવનમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ ભરી દેતા હોય છે.
પણ આપણે તહેવારોને તમાશા બનાવી દીધા છે. તહેવારોને ધર્મના બહાને તકલીફદેહી બનાવી દીધા છે. આપણું મનોરંજન બીજા માટે ત્રાસદાયક બની જાય તે સર્વથા અયોગ્ય જ કહેવાય. બે તહેવારો વચ્ચે એક પુરતો ગાળો હોવો જોઈએ એના બદલે તહેવારોની શ્રુંખલા એક પછી એક ચાલુ જ હોય છે. તહેવારોની શ્રુંખલા વધતી જાય એટલે ઘરેડ બનતા વાર લાગે નહિ. કંટાળાજનક ઘરેડમાંથી મુક્ત થવા રોજ નવું નવું શોધવાનું. હમણા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તે હવેગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે. અમે નાના હતા ત્યારે ગણપતિ ચતુર્થી આવીને જતી રહેતી ખબર પણ નહોતી પડતી. જન્માષ્ટમી નો મેળો માણી સીધી નવરાત્રી માનવતા. ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં પણ એટલો પ્રાચીન નથી. હા લોકો એમના ઘેર ગણપતિ સ્થાપન જરૂર કરતા, પણ આવો જાહેર દેખાડો નહોતો. ગુજરાતમાં તો ઘેર ગણપતિ સ્થાપન પણ કોઈ નહોતું કરતુ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ જાહેર ઉત્સવ શરુ કરેલો ત્યારે એક જાતનું શક્તિ પ્રદર્શન જ હતું. ગુજરાતમાં ખાલી વડોદરા શહેરમાં જ ગણેશોત્સવ થતો હતો, કારણ મહારાષ્ટ્રમાં શરુ થયેલો આ ઉત્સવ મહારાષ્ટ્રિયન પ્રજા માટે ખાસ હતો અને વડોદરામાં મહારાષ્ટ્રિયન વસ્તી વધુ છે. જેમ કે ગુજરાતી ગમે ત્યાં જાય એમનો ગરબો જોડે લઈ જ જવાના. એ ન્યાયે ખાસ મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર વડોદરામાં વધુ પ્રચલિત હતો પુરા ગુજરાતમાં નહિ. હું વડોદરા ભણવા આવ્યો ત્યારે પહેલીવાર મેં ગણેશોત્સવની મજા માણી. ખેર તહેવારો મનાવવામાં કશું ખોટું નથી પણ તે ઉજવાતા બીજી સામાન્ય પ્રજાને તકલીફમાં મુકવી તેવું કોણે કહ્યું?
બીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે. અરે રસ્તે જતી એમ્બ્યુલન્સને રસ્તો સાફ કરી આપવાની પણ કોઈ દરકાર કરતુ નથી. ગણેશોત્સવ વખતે દુકાનદારોનું લગભગ આવી જ બને. પોતાને પૈસે તો આવા ઉત્સવ ઉજવાય નહિ. એટલે ચાલો દુકાનદારો પાસે ફંડફાળો ઉઘરાવવા. મેં પોતે જોયું છે કે એક દુકાનદાર પાસે દસ ગણેશમંડળ વાળા ફાળો ઉઘરાવવા આવી જાય. ના પાડવાનો સવાલ જ નહિ, દાદાગીરીથી ફાળો ઉઘરાવાય છે તે મેં જાતે જોએલું છે. વડોદરામાં ગણેશ વિસર્જન વખતે આખા ગુજરાતની પોલીસ ઠલવાઈ જતી. હવે આ ઉત્સવ બીજા શહેરોમાં પણ ફેલાયો છે. તમામ જાતના પ્રદૂષણો આવા ઉત્સવો વખતે ફેલાતા હોય છે આમાં ધરમ અને ભક્તિ ક્યા આવી?
ધરમની વ્યાખ્યા આપણે ત્યાં સાવ છીછરી થઈ છે. લોકો તમાશાને ધરમ સમજી બેઠા છે. જો આપણે દલીલ કરીએ તો સુજ્ઞ જનો તરત ઉકળી ઉઠશે કે ધરમ કાઈ આવું બધું શીખવતો નથી. પણ સામાન્યજન માટે તો આજ ધરમ છે. આવા તમાશા જ્ ધર્મ છે એનું શું? હવે નવરાત્રી આવશે અને પછી તરત દિવાળી. ઘણીવાર એવું થાય કે આ પ્રજા પાસે કોઈ કામ ધંધો છે કે નહિ? તહેવાર વગરનો એક મહિનો કોરો જાય નહિ. નવા વર્ષના આગમન નિમિત્તે ઉજવવા જેવો દિવાળીનો તહેવાર આવતા આવતા તો હાંફી જવાય. આપણે અંગતરીતે ઉજવવા જેવા તહેવારોને પણ જાહેર ઉત્સવ બનાવી દેતા હોઈએ છીએ. અહી અમેરિકામાં મેં જોયું છે ક્રિસમસ, ૩૧ ડીસેમ્બર અને ન્યુ યર જેવા તહેવારોમાં રસ્તા સુમસામ કોઈ ટ્રાફિક નહિ. લોકો પોતાના ફેમીલી અને મિત્રો સાથે ઘરોમાં પુરાઈને પાર્ટી કરતા હોય છે જ્યારે આપણે ત્યાં લોકો ઘરમાં ફેમીલી સાથે ઉજવવાને બદલે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે. વર્ષમાં એક બે તહેવારો જાહેરમાં ઉજવાય તેમાં ય કશું ખોટું નથી પણ તમામ તહેવારોને જાહેર તમાશા બનાવી દેવા તેવું કોણે કહ્યું?
દિવાળીમાં મને યાદ છે પોળના અમુક બદમાશ પરપીડન વૃતિ ધરાવતા લોકો રોકેટ જેવા જોખમી ફટાકડા હવામાં આકાશ તરફ જાય તે રીતે નહિ પણ આડા ગોઠવીને કોઈના ઘરમાં ઘુસી જાય તેમ મુકીને ફોડતા. એમાંથી જગડા શરુ થતા. તહેવારો આનંદપ્રમોદ માટે મનાવવાના હોય કે કોઈને તકલીફ આપી એમાંથી આનંદ મેળવવાનો? ઘરોમાં ગમે તેટલા બારી બારણાં બંધ રાખો ધુમાડાથી ઘર ભરાઈ જાય શ્વાસ લેવાની તકલીફ થઈ જતી. કાન ફાડી નાખે તેવા માઈક વાગતા હોય. ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે પોલીસ કોઈ પગલા લે નહિ. બીમાર માણસની તો વાટ જ લાગી જાય. દિવાળી પહેલા એર પોલ્યુશન ઓછું હોય છે જે ફટાકડા ફૂટવાનું શરુ થાય તેની સાથે વધવા લાગે છે પણ આતશબાજી બંધ થયા પછી ૨૪ કલાક પછી આકાશમાં ગયેલું પોલ્યુશન પાછું ધરતી પર ફરે છે ત્યારે એર પોલ્યુશન પીક પોઈન્ટ ઉપર PM2.5 પહોચી ગયું હોય છે. જે દિવાળી શરુ થાય તેના પહેલા કરતા ચાર ગણું વધુ હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પોલ્યુશન પણ ખુબ વધી ગયું હોય છે. દિવાળી જેવો મહત્વનો આનંદ માણવાનો તહેવાર આમ મહત્તમ પોલ્યુશનનો દિવસ આપણે બનાવી દીધો છે.
વ્યક્તિગત શ્રદ્ધા અને ભક્તિનો ગણપતિનો તહેવાર સામૂહિક બનાવી તકલીફ આપતો તમાશો બનાવી દીધો છે. નવરાત્રી જેવા સમુહમાં જ ઉજવાય તેવા તહેવારને કોર્પોરેટ બિજનેસ બનાવી દીધો છે. તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. આપણું મનોરંજન કોઈની તકલીફ ના બનવી જોઈએ. પણ કોઈની તકલીફમાંથી મનોરંજન માણવાની વિકૃતિ પાળી રાખી હોય તો પછી એનો કોઈ ઉપાય નથી.
તમે જે ગણેશ ઉત્સવનાં ગુજરાતનાં ઇતિહાસની વાત કરી છે એ એકદમ પરફેક્ટ છે. લગભગ ૧૯૯૦નાં મધ્ય થી આખાયે ગુજરાતમાં આ ઉત્સવ ફેલાવા માંડ્યો છે. જેનો મુખ્ય અને અંતિમ હેતુ નાણાકીય જ છે. બે વર્ષ પહેલાં હું જયારે ઈંગ્લીશનાં કલાસીસમાં લેકચર લેવા જતો જે મારાં ઘરથી સાવ નજીક છે ત્યાં એ વર્ષ પહેલાંસુધી ક્યારેય ગણપતીની સ્થાપના થઇ નહોતી. પણ એ વર્ષેજ થઇ અને એ પણ આજુબાજુ નાં એક કિલોમીટરની ત્રિજ્યામાં બીજાં ચાર ગણેશ પંડાલ હોવા છતાં. ચાલો એનો પણ કોઈ વાંધો ન હતો પણ એની સ્થાપના કરી કોમ્પ્લેકસનાં પાર્કિંગની મધ્યે! મારાં સ્ટુડન્ટ્સ બે દિવસ તો આયોજકોને રીતસર ગાળો આપતાં સીડી ચડતાં અને મારી સમક્ષ પોતાનો ઉભરો ઠાલવતાં. કારણકે ગણપતી બાપ્પાને લીધે એમને પોતાના સ્કુટી અને બાઈક્સ રોડ ઉપર કરવા પડતા જેનાથી રોડ સાંકડો થઇ ગયો. લોકોની ગાળો અલગ ખાવાની અને એક કલાક ક્લાસમાં ધ્યાન ન આપતાં ક્યાંક ટોઈંગ વેન આવીને એમનું બાઈક નહી લઈ જાય ને એની ચિંતા એમને વધુ હતી. આજે આ ત્રીજા વર્ષે એજ સ્થળે એક તકલીફો વચ્ચે બિન્દાસ ગણપતી સ્થાપન એજ જગ્યાએ થયું છે.
LikeLike
રાઓલ સાહેબ વાત તમારી બિલકુલ સાચી છે પ્રજા હવે નઘરોળ થઇ છે, ધર્મનો અફીણ વધુ ચડી ગયો છે ઉત્સવો જીવનના આનંદ અને ઉમંગ માટે છે તે હકીકત સ્વીકાર્ય છે પરંતુ એ જ ઉત્સવ લોકોની તકલીફો ઉભી કરે તે ઉચિત તો નથી જ પછી તેમાં ઇસ્લામની બાંગ પણ આવી ગઈ.
ધર્મ વૈચારિક દુષણ દુર કરે પણ વ્યવહારમાં પ્રદુષણ કરે તે યોગ્ય નથી. નવરાત્રીમાં મોડા સુધી રમવુ એ હવે પ્રતિષ્ઠા થતી જાય છે આમાં ધર્મ કે આસ્થાનો છોટો પણ નથી અને સાથે સાથે સંકૃતિનું પતન નોતરે છે. આમાં રમવાવાળા કરતા આયોજકોની સ્પર્ધા જ ધર્મ ને ખંડિત કરે છે
LikeLike
સુંદર! Enjoyed. I am in NJ.
Mahendra Shah
Cartoonist, Artist.
LikeLike
‘તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. ‘ વાત સમજાતી જાય છે તે અંગે સુધારો પણ જણાય છે પરંતુ અસરકારક અમલ માટે પરદેશમા છે તેવા કડક કાયદાનો અમલ જરુરી
LikeLike
ગણેશ-ઉત્સવ કરતા પણ આ વખતે રમઝાન-નો ત્રાસ વિશિષ્ટ રહ્યો … રાત્રે 4-00 વાગયે થતા બધા “ભૂંગળા” માં-નાં એનાઉન્સમેન્ટસ અને તે પણ દેસી-બળ લેવલની ઐસી-કી-તૈસી … તે વળી 365-દિવસ …અમારી આજુબાજુ 5-ભૂંગળા છે જે દિવસના 5-વખત અસંગત સુરે ઘોંઘાટ કરે છે …અને મુંબઈ એટલે કોસ્મો-કલ્ચર એટલે સાથે સવારે 6-વાગ્યે 3-મંદિરોની આરતીના ભૂંગળા પણ ખરા … પરંતુ મસ્જિદના ભુગળાં પાછળ નાં મુલ્લાઓની વાત કરીએ તો આ એક પણ મુલ્લો કાશ્મીરના પુર-પીડિતોની મદદે નથી દેખાતો … આ વાતનો ઉલ્લેખ કોઈ રાજ્યમાં કે ફેસબુક વોલ ઉપર થતો અમે નથી જોતા … તેવું કેમ? …
…..
ભારતમાં “ભૂંગળા” ઉપર સર્વત્ર પ્રતિબંધ જરૂરી છે …અને તે હિંદુ -મુસ્લિમ -શીખ – ઈસાઈ ને એક સરખો લાગુ થવો જોઈએ …
LikeLike
રાઓલજીની વાતમાં અસંમત થવા જેવું કશું જ નથી. એ વાત માત્ર ૫૧% જેટલી બુદ્ધિ હોય તે પણ સ્વીકારી સમજી શકે છે. જે જે ત્રાસની વાત થાય છે તે તે દુષણ કડક કાયદા અને તેના પાલનથી નિવારી શકાય. થોડી જેલ વધારે બાંધો. પોલિસની કટકી બંધ કરો. કાયદાભંગ વાળાને સખત સજા કરો તો જ ગાંડપણ અંકુશમાં આવે. રાઓલજીને ફાયરવર્કસમાટેના ન્યુ જર્સીના કાયદા તો ખબર જ છે. જે કામ કાયદા દ્વારા થવું હોઈએ તે સરકાર કરે નહીં તો પ્રજાને ભાંડવાથી શું શુક્કરવાર વળવાનો હતો!
LikeLike
Pravin Bhai 100% sachi vat kari pan hamnaj aapna PM MODI sahebe Ganga aarti no bhavya program rakhyo hato ane tema ghattu hoi tem Nepal pashupati nath ma 2.1/2 ton sukhad nu dan karyu have aavij sarkar hoi tya dharmik gandpan mate kadak kayda ni su apeksha rakhavi.
LikeLike
પ્રવીણભાઈ રેશનાલિઝમમાં પણ રેશનલ થવું જરૂરી છે. જેમ ધાર્મિક ધેટાંઓ છે તેમ રેશનાલિસ્ટ ઘેટાંઓ પણ ઘણાં બેસુરા અવાજે સમજ્યા વગર બેં બેં કરવા લાગ્યા છે. પહેલાં તો એ નક્કી કરવાની જરૂર છે. કે તમે એકલા હિન્દુ ઘર્મનો જ નાશ કરવા માંગો છો કે વિશ્વના તમામ ધર્મો નાશ કરવા માંગો છો. તમે એ માટે કેટલા સક્રિય છો અને તમારી પહોંચ કેટલી છે. ધર્મની સાથે સંસ્કૃતિ પણ સંકળાયલી છે. એ સંસ્કૃતિને સમુળગી સળગાવી દેવી છે કે અમુક ભાગનો જ નાશ કરવો છે? સંસ્કૃતિની સાથે રિવાજ અને કુરિવાજો અનિવાર્ય રીતે જોડાયલા છે. રેશનાલિઝમની શરૂઆત અંગતરીતે શરૂકરી સમગ્ર પરિવારે અપનાવવાની જરૂર છે. જો તમારી વિચાર અને જીવન પધ્ધતી યોગ્ય હશે અને બીજા પાંચ કુટુંબો સમજ પુર્વકનું રેશનાલિઝમ અપનાવશે તો સારું જ પરિણામ આવશે. અને હિન્દુત્વના નારાથી પ્રચંડ બહુમતીથી ચૂટાયલી સરકાર જે કાંઈ કરે છે તે ધાર્મિક નથી એમાં સંપૂર્ણ પણે રાજકિય દૃષ્ટિજ છે. પરદેશ સાથેના સંબંધોમાં ચાણ્ક્ય નજરેજ પ્રોટોકોલ સચવાય છે. ભલે નરેન્દ્રમોદીએ ચા વેચી હોય, તેણે રાજકીય સલાહ માટે પાનના ગલ્લાપર જઈને સલાહ માંગવાની ન હોય. કોઈ વખત બોર આપીને કલ્લી કઢાવાય ક્યાં તો કોઈ વાર બોર ગુમાનવા પણ પડે. પ્રવીણભાઈ હું કાઈ આ વાતોમાં નિષ્ણાત નથી પણ ઘણું જોયું જાણ્યું અને વિચાર્યું છે. કદાચ હું ખોટો પણ હોઉં. તમારો પ્રતિભાવ ગમ્યો.
LikeLike
Pravinbhai nivat ma pan asammat thavajevu nathi parantu aape halmaaj joyu ke PM MODIE GANGA AARTI no je bhavna program karyo tema ghattu hoi tem Nepal jai ne 2.1/2 ton SUKHAD NU DAN ( KONA BAP NI DIVALI )aa badha tamasa prajana paise prajane germarge
Dore tevi sarkar pase dharmik babatoma kadak kaida ni apeksha rakhvi vyarth chhe karanke santo mahanto dha dhu pa pu oni Jen rajkaraniyo pan have prajane DHARMA NU AFIN pivdavine rajkarvani niti dharave chhe YATHARAJA TATHA PRAJA .
LikeLike
Gulami manas swachhandaima parpidan ma aanad mane chhe!
LikeLike
This is not limited to so called Hindu bhakts. This is also found in followers of other religions like Islam and Christianity. The difference I noted is while organising Fairs, Urs etc. they don’t collect funds by way of ‘Chanda’ or ‘Donations.’ And even if they do (Which I am not aware of) they do it once a year. Whereas Hindu friends do it many times a year like Ganeshotvas, Dussera (Nav Raatri) and Saty Narayan Pujas.In a locality there are different groups who compete with each others in collecting donations and celebrating festivals. There have been cases where ‘Rationalists’ who have refused to give money have been attacked. Donations are collected forcibly from followers of other faiths like Islam and Christianity who have nothing to do with Hindusim. This is all going on in the name of ‘Faith’ and ‘Aastha!!’
I lived in Mumbai in a predominantly Hindu area of Parel (The house of Shiv Sena). The so called Mandals fix the amount of donation to be given compulsory by each house/room, shops, businesses. Whether someone is capable of paying or not one has to pay. Once myself and once my Four year son was beaten for refusing to pay!! I knew a very poo Hindu person who was selling vegetables on footpath and he too was beaten!! Is this religion? After Ganeshotsavas, Nav Ratris and Satya Narayan Pujas I have seen many so called ‘Volunteers’ lying on footpaths and other places fully drunk. These celebrations have become symbols of hooliganism.
Any complaint to police? Please don’t think of.
LikeLike
I totally agree with Raolji. Vadodaraa and Navsari are only city where Sir Gaayakvaad present and has high number of Mahaaraastrian ( Maraathi) population. In 70’s I remember only 3-4 place where Ganesh Sthaapan was done in Navsari. Holi was only done in certain area, Navraatri is also same way. We used to plan each night to be in different area to enjoy.
Recently, conversation with my 82 years old father-in-law, I find that in name of holiday, youngster bully every one for fund. Many time excess fund utilize for them to ‘party’ after hours of holiday which certainly include indulgance of alchoholic beverage and non vegiterian food.
Does this really serve original purpose of holiday that has established?
Recently, I posted thread on FB about how our Holiday has been gone way out of it originality. Many have commented with claiming how I hate Hindu religion and how much I support Islam!!!! All I can say is “Bhagwaan bdhaane sad boodhi aape, saroovat marathi kare”
LikeLike
….બીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે….. વાહ બાપુ વાહ …. આ એક વાક્યમાં હીન્દુ સંસ્કૃતીની નીચોડ આવી જાય…
LikeLike
“ગણેશોત્સવ : થોડું વિચારીએ!” તા: ૧૦/૦૯/૨૦૦૦ના રોજ ગુજરાતમિત્રમાં છપાયેલ મારું ચર્ચાપત્ર.
૧૦૬ વર્ષ અગાઉ શ્રી લોકમાન્ય ટિળકે સામાજિક એકતાના સંદર્ભે શરૂ કરેલ ગણપતિ ઉત્સવ હવે એક ઉપદ્રવ બની ગયો છે.
ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવવામાં આવે છે, જેમાં જિપ્સમ, સલ્ફર, કેલશ્યમ, ફોસ્ફરસ તથા મેગ્નેશ્યમ વિ. રસાયણો હોય છે. વળી મૂર્તિ પર લાગતા રંગોમાં વોટર કલર, પ્રાઈમ કલર તથા બોન્ડ કલર, પ્લાસ્ટીક કલર, તથા બાઈન્ડર કલર વિ.નો ઉપયોગ થાય છે. આ રંગોમાં પારો, કેડિયમ, સીસુ તથા કાર્બન ધરાવતા પદાર્થો હોય છે. આ બધા જ રસાયણો તથા રાસાયણિક પદાર્થો નદી, તળાવ, દરિયામાં રહેલ જળ-વનસ્પતિનો નાશ કરે છે. તથા માછલીની પ્રજનન શક્તિ અટકાવે છે. તેને કારણે મત્સ્ય ઉદ્યોગને અસર થાય છે.
વળી, પારો (મરકયુરી), કેડિયમ શરીરમાં જવાથી શ્વસનક્રિયા અવરોધાય છે. તથા સીસુનું પ્રમાણ શરીરમાં વધવાથી ત્વચાના રોગો થાય છે.
તદ્ઉપરાંત ગણેશોત્સવ દરમ્યાન થતાં ઘોંઘાટ પ્રદુષણ તથા માનવવ્યય તો અલગ.
આ અંગે મહારાષ્ટ્રના થાણેના સેકન્ડરી હાઈસ્કુલના કેટલાક વિદ્યાર્થીઓએ સર્વે કર્યો છે. અને ઉપાય પણ દર્શાવ્યો છે.
(૧). દરવર્ષે નવી મૂર્તિ લાવવી તેના બદલે ધાતુની એક મૂર્તિ લાવી અને દર વર્ષે તેની જ પ્રતિષ્ઠા કરવી.
(૨). પ્લાસ્ટર ઓફ પેરીસના બદલે કાગળની લુગદીના ગણેશજી બનાવવા અથવા તો માત્ર નાના કદની મૂર્તિની જ સ્થાપ્ના કરવા.
(૩). નદી-તળાવ કે વિસર્જન કરવાના સ્થળે મૂર્તિની પૂજા કરી તેના પર પ્રતિકરૂપ જળ છંટકાવ કરી વિસર્જનક્રિયા પૂર્ણ કરવી.
બીજો એક ખૂબ જ વિચારવા યોગ્ય મુદ્દો રજૂ થયો છે. વિદ્યાન ધર્મશાસ્ત્રી તથા ધર્મ વિશ્વકોષના સહસંપાદક શ્રી નારાયણ શાસ્ત્રીના મંતવ્ય મુજબ “આપણે વિસર્જન કરીએ છીએ તે તો મૂર્તિનું છે, ગણપતિનું નહી. મૂર્તિમાં દેવત્વની પ્રાણપ્રતિષ્ઠા આપણે કરીએ છીએ. વ્યવસ્થિત પૂજા વિધિ કરીને પ્રણામ કરીને હવે અમે આપને વિદાય આપીએ છીએ. એવી વિનંતિ કરીને એના મૂર્તિને એના મૂળ સ્થાનેથી સહેજ ખસેડીએ એટલે વિસર્જન થઈ ગયું.
હવે વિક્રુત ઉપદ્રવ યુક્ત બનતા જતાં ગણેશોત્સવ અંગે પર્યાવરણ તથા સમાજના હિતોને ધ્યાનમાં લઈને કંઈક નક્કર આયોજન હાથ ધરવું પડશે. ગણેશ મંડપની આસપાસ મોડી રાત સુધી ચાલતી ગેરશિસ્ત, કેટલાક આજુબાજુના વિસ્તારોમાં થતી માનસિક યાતનાઓ, વિજળીનો પુષ્કળ બગાડ તથા અન્ય વિક્રુતિઓ અંગે કોઈ નક્કર યોજનાબધ્ધ આયોજન, સેમિનાર, લોકશિક્ષણ, શેરી સભા, શહેરમાં થતા નાના-નાના મોટા દરેક કાર્યક્રમો યોજી આ અંગે લોકજાગ્રુતિ લાવવી જરૂરી છે.
-જિજ્ઞેશ પારેખ.
LikeLike
ખરેખર ઉમદા ઉપાયો છે.
LikeLiked by 1 person